ઈચ્છા, આશા, અપેક્ષા, મનોરથ, કોડ, મહત્વકાંક્ષા –
આ બધાં પુરુષાર્થ વિના જીવનકોશના નહીં પણજોડણીકોશના નિર્જીવ અને અર્થહીન શબ્દો છે.
***
કાગળ તો સૌ પાસે પહેલી વાર કોરો જ આવે છે, પણ માણસએમાં રાગદ્વેષના હાંસિયા દોરતો હોય છે.
જે માણસ હાંસિયા નથી દોરતો એ કદીય હાંસીપાત્ર નથીથતો.
***
બગાસું એ કંટાળાનું જાહેરનામું છે.
***
બિચારો પુરુષ, સંયુક્ત કુટુંબ હોય અને એ પત્નીનોપક્ષ લે તો એ ઘાઘરાઘેલો ગણાય
અને માબાપનો પક્ષ લે તો માવડિયો ગણાય.
***
પૈસાની જરૂરિયાત જીવનમાં છે જ; પણ એટલી હદે નહીંકે આખું જીવન બિનજરૂરી થઈ જાય.
***
ઘરમાં રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાકલાગે એને વૃધ્ધાવસ્થા કહેવાય.
***
સુખ એ ચુંબન જેવું છે. જ્યારે કોઈને આપો છોત્યારે જ એની પરાકાષ્ઠા અનુભવો છો.
***
મહોલ્લાના મવાલીની જેમ લડતાં કે શેરીના કૂતરાનીજેમ ભસતાં દંપતીઓને
બાળક પર આની શી અસર થશે એનો કેમ વિચાર નહીં આવતોહોય ?
***
જેને કશું જોઈતું જ ન હોય એને તમે છેતરી કેમ શકો?
***
મનુષ્યનો અને આયુષ્યનો શબ્દમાં જેટલો પ્રાસ મળેછે એટલો જીવનમાં મળતો નથી.
***
– ડૉ. સુરેશ દલાલ
No comments:
Post a Comment