Pages

Monday, April 30, 2012

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૭૦ માર્ચ ૨૦૧૨


 


નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રા4 જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૯ ફેબ્રુઆરી ૨૦૧૨



 


નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રા4 જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

ભારતીય ભાષામાંથી અંગ્રેજી ભાષામાં સામેલ થતા શબ્દો – હેમેન ભટ્ટ


ઓરેન્જ (Orange), પાયજામા (Pajama), ઠગ (Thug), બેંગલ્સ (Bangles), જંગલ (Jungle), કૉટ (Cot) આ બધા શબ્દોના અર્થ તો તમે જાણતા હશો, પણ આ બધા શબ્દોમાં શું સામ્ય છે, જાણો છો ? વિચારો…. નથી સમજ પડતી ? તો જાણી લ્યો કે, આ બધા શબ્દ ભારતીય ભાષામાંથી અંગ્રેજીમાં આવ્યા છે. દર વર્ષે અંગ્રેજી ભાષામાં ભારતીય ભાષામાંથી કોઈ ને કોઈ શબ્દ સામેલ કરવામાં આવે છે. તે એક બાજુ આ ભાષાનું મહત્વ દર્શાવે છે, બીજી બાજુ અંગ્રેજી ભાષાના આંતરરાષ્ટ્રીય મહત્વ પણ દર્શાવે છે. અંગ્રેજી ભાષાની ઑક્સફોર્ડ કન્સાઈઝડ ડિકશનરીએ ગયા વર્ષે પોતાની 11મી આવૃત્તિમાં ભારતના 50 કરતાં પણ વધુ શબ્દોને સામેલ કર્યા છે. તાજેતરમાં જ એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં અંગ્રેજી બોલનારાઓની સંખ્યા સૌથી વધુ છે. 

ઑક્સફોર્ડની નવી આવૃત્તિમાં આપણા જે શબ્દો સામેલ કરવામાં આવ્યા છે, તે છે; બદમાશ (Badmash), ઢાબા (Dhaba), હવાલા (Hawala), બંધ (Bandh), ભેળપૂરી (Bhelpuri), ચમચા (Chamcha) વગેરે. આ બધા શબ્દો ઉપરાંત યોગ (Yoga), મંત્ર (Mantra), પંડિત (Pandit), કર્મા (Karma) વગેરે ઘણા અગાઉથી અંગ્રેજીમાં પ્રચલિત છે જ.

ભારતનું નામ દુનિયામાં મસાલાઓ માટે મશહૂર છે. હવે ખાણીપીણીની દુનિયામાં ભારતીય ભોજનમાં લોકોની રુચિ એ વાતથી જણાય છે કે, અંગ્રેજીમાં કેટલાંક નામ એમાંથી પણ આવ્યા છે, જેમ કે, ચટણી (Chutney), તંદૂર (Tandoor), કરી-કઢી (Curry) વગેરે. Orange – ઓરેંજ એટલે નારંગી. સંસ્કૃતમાં આ ફળને નારંજ કહેવાતું, ત્યાંથી આ શબ્દ અરબી ભાષામાં ગયો, જ્યાં તે નારંજહ થઈ ગયો. અરબોનું જ્યારે સ્પેન પર આધિપત્ય છવાયું ત્યારે આ શબ્દ સ્પેની ભાષામાં નારનહાના ઉચ્ચારણ સાથે આવ્યો. સ્પેનિશથી તે અંગ્રેજીમાં A Naraj ના રૂપમાં ચાલ્યો ગયો. અંગ્રેજીમાં ‘જે’ અક્ષર પર ખૂબ મુશ્કેલીથી કોઈ શબ્દ પૂરો થાય છે, આથી તેનો સ્પેલિંગ Narange થઈ ગયો, અને લોકો તેને A Narange કહેવા લાગ્યા. પછી તે A Narange બોલતાંબોલતાં An Arange થઈ ગયું. પછી Arangeના શરૂઆતના ‘એ’ ને ‘ઓ’ના ઉચ્ચારણમાં લઈ લેવાયો. આ રીતે તે An Orange બની ગયો. મતલબ કે નારંગીમાં રંગ લાવવા માટે ઘણી લાંબી સફર કાપવી પડી. આ શબ્દ માટે એ વાત પણ યાદ રહેવી જોઈએ કે આ પ્રકારનો અંગ્રેજીમાં કોઈ બીજો શબ્દ નથી.

Cheese – ચીઝ, એક ચીઝ કે જેને આપણે પનીરના રૂપમાં ઓળખીએ છીએ. સમગ્ર દુનિયામાં તેનું પ્રચલન છે પરંતુ છેલ્લી એક સદીથી ચીઝ શબ્દનો પ્રયોગ ઉર્દૂ ભાષાના ચીઝ શબ્દના રૂપમાં જ થઈ રહ્યો છે. જેમ કે, He is a big cheese. (તે બહુ મોટી ચીઝ એટલે કે હસ્તી છે.)

Mango – મેંગો, આપણી કેરી માટે દુનિયાભરમાં જાણીતો આ શબ્દ મલયાલયના ‘માંગા’માંથી આવ્યો છે. સ્પેનીશમાં પણ મેંગા, મેંગો માટે વપરાય છે.

Bangles – બેંગલ્સ, આ શબ્દ હિન્દીમાંથી આવ્યો છે. તેનો અર્થ છે, બંગડીઓ કે કડા. હકીકતમાં આ હિન્દીના શબ્દ બાંગડીનું રૂપ છે, જેનો અર્થ કાચ થાય છે.

Shampoo – શેમ્પૂ. આ લોકપ્રિય શબ્દ ચમ્પૂમાંથી આવ્યો છે, જેને આપણે ચમ્પીથી પણ જાણીએ છીએ. Thug- ઠગ, મતલબ કે ચોર પણ ભારતમાંથી લેવામાં આવ્યો છે. આપણી લોકકથાઓમાં ઠગભગતના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. આનાથી જ શબ્દ ઠગી બન્યો છે. અંગ્રેજીમાં તેનો પણ ઘણી જગ્યાએ પ્રયોગ જોવા મળે છે. બીજા કેટલાક શબ્દો, જે ભારતીય ભાષામાંથી અંગ્રેજી ભાષામાં લેવામાં આવ્યા તે છે; (Sentry) – સંતરી, (Teapoy) – ટિપોય, (Sepoy) – સિપાઈ, (Toddy) – તાડી, (Pukaa) – પક્કા, પાકું જેમ કે તમારું કામ પાક્કું. (Chai) – ચા, (Bidi) – બીડી. આમ ભારતની જુદીજુદી ભાષાઓના સેંકડો શબ્દ અંગ્રેજી ભાષાના શબ્દકોશમાં છે. આ કામ ખૂબ અગાઉથી ચાલી રહ્યું છે. 

(‘નૉલેજ-ગાર્ડન’ પુસ્તકમાંથી સાભાર.)

વર્ષગાંઠ (30-04)


1 ) દોશી રજનીકાન્ત ચત્રભુજ
2 ) દોશી મયૂર જિતેન્દ્ર
3 ) દોશી ચેતના નીતિન લાલચંદ
4 ) મેહતા રચના હિતેષ જયંતિલાલ
5 ) પટેલ નિલેશ છબીલદાસ
6 ) શાહ વિશ્વા ભરત રતીલાલ
7 ) શેઠ દીપિકા નીતિન રમણલાલ

Sunday, April 29, 2012

મૃત્યુ


વાંકાનેર હાલ દાદર સ્વ. જેવતલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની દયાબેન (ઉં. વ. ૮૪) ૨૭-૪-૧૨ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. માણેકલાલભાઇ, વૃજલાલભાઇ, પુનમચંદભાઇના ભાઇના ધર્મપત્ની. જયેન્દ્ર, રશ્મીકાંત, ભરત, જયશ્રીબેન ધીરેન્દ્રકુમાર લોદરીયા, સુધાબેન જીતેન્દ્રકુમાર શાહના માતુશ્રી. હંસાબેન, કોકીલાબેન, રૂપાબેનના સાસુ. વાંકાનેર નિવાસી સ્વ. ધરમશી ભાઇચંદ શાહના દીકરીની પ્રાર્થનાસભા ૨૯-૪-૧૨ રવિવારના ૪ થી ૫.૩૦ વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, દાદર (વે.). સંચાલીત કરસનભાઇ લધુભાઇ નિશાર હોલ, જ્ઞાન મંદીર રોડ, દાદર (વે.). લૌ. વ્ય. બંધ છે.


 

મૃત્યુ


વાંકાનેર હાલ દાદર સ્વ. જેવતલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની દયાબેન (ઉં. વ. ૮૪) ૨૭-૪-૧૨ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. માણેકલાલભાઇ, વૃજલાલભાઇ, પુનમચંદભાઇના ભાઇના ધર્મપત્ની. જયેન્દ્ર, રશ્મીકાંત, ભરત, જયશ્રીબેન ધીરેન્દ્રકુમાર લોદરીયા, સુધાબેન જીતેન્દ્રકુમાર શાહના માતુશ્રી. હંસાબેન, કોકીલાબેન, રૂપાબેનના સાસુ. વાંકાનેર નિવાસી સ્વ. ધરમશી ભાઇચંદ શાહના દીકરીની પ્રાર્થનાસભા ૨૯-૪-૧૨ રવિવારના ૪ થી ૫.૩૦ વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, દાદર (વે.). સંચાલીત કરસનભાઇ લધુભાઇ નિશાર હોલ, જ્ઞાન મંદીર રોડ, દાદર (વે.). લૌ. વ્ય. બંધ છે.


 

વર્ષગાંઠ (29-04)


1 ) ખંડોર અંકિતા દીપક હિમ્મતલાલ
2 ) મેહતા દર્શિની સુરેન્દ્ર શાંતિલાલ
3 ) પારેખ હીના દીપક રમણીકલાલ
4 ) સંઘવી ઋુષભ નરેન્દ્ર જયંતિલાલ
5 ) શાહ પ્રતીક હરેશ કાન્તિલાલ
6 ) શાહ ઉમંગ આનંદ ઉત્તમકુમાર
7 ) શાહ અમિતા શૈલેશ શંકરલાલ
8 ) શાહ વિધિ ચન્દ્રેષ હર્ષદરાય
9 ) શેઠ માનસી પરાગ હિમતલાલ

Saturday, April 28, 2012

સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ


 
[ આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.]

સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી.આપણે નથી ઊંડે જોતા કે નથી ઊંચે જોતા. આપણે આપણી જાત સાથેનો સંબંધ પણ કેટલો બટકણો છે. કોઈ દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત મેળવીને આપણે કદીય આપણી જાત સાથે વાત કરવાનો મોકો મેળવ્યો છે ખરો ?

માણસ જન્મે છે ત્યારથી એની ઈચ્છા હોય કે ન હોય એ સંબંધોની માયાજાળમાં ફસાયો છે. પ્રત્યેક સંબંધ સુવર્ણમૃગ છે. જો જાત સાથે સંબંધ કેળવીએ તો એ સંબંધ કસ્તૂરીમૃગ થાય. કસ્તૂરીમૃગની પાસે પોતાની સુવાસ હોય છે. જે માણસ પાસે પોતાનું કશુંક હોય એને બહારના કશાય પર ઝાઝો મદાર બાંધવો નથી પડતો. 

 સંબંધની પારની પણ એક સૃષ્ટિ હોઈ શકે. જ્યારે બધા જ સંબંધો પોકળ અને પામર પુરવાર થાય અથવા ન થાય તો પણ માણસે ક્યારેક તો સંબંધની પાર જવું જોઈએ. શા માટે માણસોના સંબંધો વણસે છે ? આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી. સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અંતે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે. એનો અર્થ એવો નથી કે માણસે શબ્દોથી લોકોને પંપાળવા. જ્યાં આપણા સત્યની જરૂર હોય ત્યાં જ વાત કરી શકાય. સત્ય કે આંસુઓ સસ્તાં ન કરી શકાય. કોઈના અહમને હાથે કરીને શું કામ હડફેટમાં લેવો ? ઘવાયેલા અહમવાળો માણસ પશુ થઈને વીફરે અને વકરે.


આપણે મોટે ભાગે અભિપ્રાયો ઓકતા હોઈએ છીએ. આપણે જ્યારે અભિપ્રાય વ્યકત કરીએ છીએ ત્યારે આડકતરી રીતે એવું પુરવાર કરવા માગીએ છીએ કે આના કરતાં મને વધુ આવડે છે. કોઈનું પ્રવચન સાંભળીને તરત એમ કહી દેવું કે તારી વાતમાં કશો દમ ન’તો, એમાં સત્ય હોય તોપણ એને જુદી રીતે કહી શકાય. જ્યારે સામા માણસનું રિસીવિંગ સેન્ટર સાઉન્ડ હોય, એની ગ્રહણશક્તિ સતેજ હોય ત્યારે શાંતિથી એને કહી શકીએ કે એ દિવસે તારું જે પ્રવચન હતું એ જોઈએ એટલું જામ્યું નહીં. તો પેલી વ્યક્તિ પણ પોતે તે દિવસે પ્રવચનમાં કેમ ન જામી શકી એના વિશે વિચાર કરશે અને કદાચ પોતા પાસેથી સાચો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરશે. 

સાચું બોલવું ને સારું બોલવું એ એક કળા છે, પણ માણસજાત એકમેકને સુખી કરવા સર્જાઈ નથી. જ્યાં સુધી એકમેકને દુ:ખ ન આપે ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ. જે ક્ષણે આપણા સુખનો આધાર બીજાના દુ:ખ પર આધાર રાખતો થયો તે ક્ષણથી આપણું મનુષ્ય તરીકેનું પતન શરૂ થયું અને ઉડ્ડયન પૂરું થયું. મહેણાં-ટોણાં, વાતવાતમાં મોઢું ચઢાવવું, ત્રાગાં કરવાં, હવે તો તારી બાબતમાં નહીં જ બોલું એમ કહીને તોબરો ચઢાવવો – આ બધી સામી વ્યક્તિને યાતના આપવાની અનેક પદ્ધતિઓ છે.

લૂલા અને આંધળાની વાત તો જાણીતી છે, પણ રજનીશજીએ આ વાતને એક નવો વળાંક આપ્યો છે. આપણા તમામ સંબંધો લૂલા અને આંધળા જેવા છે. બંનેને એકમેકની જરૂરિયાત છે. બંને અંદરથી તો ભિખારી છે. લંગડા પાસે પગ નથી, આંધળા પાસે આંખ નથી. કમાઈ શકવાની તાકાત નથી અને એક જાપાની કહેવત કહે છે એ પ્રમાણે ભિખારીના ધંધામાં હંમેશાં નફો હોય છે. આ બંને ભિખારીએ ધંધામાં ભાગીદારી રાખી. આમ તો બંને વચ્ચે સમજણ હતી છતાં એક દિવસ ભીખના પૈસાને કારણે બંને વચ્ચે ઝઘડો થયો. ભિખારી હોય કે ઉદ્યોગપતિ હોય છેવટે તો બધા સાથે રહે છે કે છૂટા પડે છે તે કેવળ પૈસાને કારણે. બંને એટલું ઝઘડ્યા કે મારપીટ પર પહોંચ્યા. બંનેને એકમેકની જરૂર તો હતી જ તોપણ બંને ખૂબ ઝઘડ્યા.

આ ઝઘડો જોઈને, (કોઈકે હમણાં કહ્યું’તું કે ઈશ્વરનો વિડિયો તો કાયમ ચાલે જ છે) સાંભળીને ઈશ્વરને દયા આવી. એ પોતે પ્રગટ થયા. એમને એમ કે આ બંનેનો આશીર્વાદ આપું અને એમને કહું કે તમને જે જોઈએ તે માગો, પણ આ ગઘડો ખતમ કરો. ભગવાનને એમ કે આંધળો આંખ માગશે, લંગડો પગ માગશે પણ એ લોકોએ જે માગ્યું એનાથી પરમાત્માને ભોંઠપ લાગી. એટલું જ નહીં, એમની આંખમાં પણ આંસુ આવી ગયાં. આંધળાએ કહ્યું કે મારે કશું જ જોઈતું નથી, પણ આ લંગડાને આંધળો કરી દો અને લંગડાએ ઈશ્વરને કહ્યું કે આ આંધળાને લંગડો કરી દો.


વેર લેવું એ માણસજાતનું વ્યસન છે. પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે. માણસે પોતાના કાદવમાંથી બહાર નીકળીને વેણીભાઈ પુરોહિતની બે પંક્તિ યાદ કરવી જોઈએ :
ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,
આકાશ છાબ છે અને તારા ગુલાબ છે.

સૌજન્ય:  રીડગુજરાતી

વર્ષગાંઠ (28-04)


1 ) લોદરિયા હાર્દિક મહેશ મગનલાલ
2 ) પટેલ રીની નીતિનકુમાર મણીલાલ
3 ) શાહ અમિત હસમુખરાય પોપટલાલ
4 ) શેઠ કેતન બિપીનચંદ્ર નવલચંદ
5 ) ત્રેવાડિયા અપેક્ષા શશીકાન્ત મૂળચંદભાઈ

Friday, April 27, 2012

વર્ષગાંઠ (27-04)


1 ) દોશી નિલેશ ખુશાલચંદ પોપટલાલ
2 ) દોશી પાર્થ સંદીપ નગીનદાસ ભુદરલાલ
3 ) મેહતા જૈની વિમલ હસમુખ અંબાવીદાસ
4 ) મેહતા ભાવિન કિરીટ સુખલાલ
5 ) સંઘવી વિનયચંદ્ર છગનલાલ
6 ) શાહ રૂપલ અમિતકુમાર ગાંધી
7 ) શાહ સુર્યાબેન જયેન્દ્ર કાન્તિલાલ
8 ) શેઠ ભુપતરાય ખુશાલચંદ
9 ) સોલાણી ફેનિલ તુષાર કિશોરચંદ્ર
10) વોરા રુક્ષ્મણીબેન ભોગીલાલ
11) વોરા મૂકેશ નગીનદાસ

Thursday, April 26, 2012

બે આંખની શરમનો દુકાળ – ગુણવંત શાહ


[ કલોલથી પ્રકાશિત થતા ‘સંપર્ક’ના દીપોત્સવી અંકમાંથી સાભાર.]

એક નવી જ સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે. એનું નામ છે : ‘લેવડદેવડ્યા સંસ્કૃતિ’. માનવસંબંધો ભાખરી બાંધવાના લોટ જેવા છે, જેમાં લાગણીનું મૉણ ન હોય તો ન ચાલે. લેવડદેવડ અનિવાર્ય છે. એના વગર સમાજ ટકી જ ન શકે, પરંતુ લાગણીને કારણે લેવડદેવડ પણ સ્નેહદીક્ષા પામે છે. મારી વાત ગળે ન ઊતરે તો ભાઈને રાખડી બાંધતી હોય ત્યારે કોઈ બહેનના ચહેરા પરના ભાવ નીરખવાનું રાખશો. એ ચહેરા પર લાગણીનું કાવ્ય વાંચવા મળશે.

બધુ જ વેચી શકાય અને બધું જ ખરીદી શકાય એવા બજારિયા સમાજમાં જીવવા કરતાં તો હું આફ્રિકાના જંગલમાં હરણોના ટોળામાં હરણ બનીને જીવવાનું વધારે પસંદ કરું. આજકાલ બધી જ બાબતો વેચાઉ (બિકાઉ) બનતી ચાલી છે. સ્ત્રીનું સૌંદર્ય વેચવાથી પૈસા મળે છે ને ? તો તેને વેચવા કાઢો. નગ્નતા વેચવામાં નફો થાય તો નગ્નતા વેચો. ઈમાન વેચવાથી માલામાલ થઈ જવાતું હોય તો ઈમાનને મારો ગોળી. માંહ્યલો ગીરવી મૂકવાથી દહેજની રકમ જો તગડી થતી હોય તો માંહ્યલાને પલીતો ચાંપો. ગમે ત્યાંથી, ગમે તેમ કરીને અને ગમે તે ભોગે પૈસો મળે એટલે પત્યું. આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું ગણાય છે. પૈસો છઠ્ઠો મહાભૂત બની ગયો છે.

મારી પાસે લાડુ છે. હું એ એકલો જ આરોગી જાઉં તેવી વૃત્તિ થાય એ મારી પ્રકૃતિ ગણાય. મારી પાસે લાડુ નથી, પણ બીજા પાસે છે. હું એ લાડુ ઝૂંટવીને ખાઈ જાઉં તો એ મારી વિકૃતિ ગણાય. મારી પાસે લાડુ છે તે બીજા સાથે વહેંચીને ખાઉં તો એ મારી સંસ્કૃતિ ગણાય. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિથી પર, એવી માણસાઈના મેઘધનુષને માતા કહેવામાં આવે છે. એ પોતાનો લાડુ જતો કરીને અન્યને ખવડાવે છે અને એમ કર્યા બદલ ઊંડો પરિતોષ પામે છે. આવું બને ત્યારે તે ક્ષણે અને તે સ્થળે તીર્થ રચાય છે. દુનિયા આવી અસંખ્ય તીર્થઘટનાઓને કારણે ટકી રહી છે. ક્યારેક કોઈ માતા પોતાના દીકરાને બધું જ આપે છે અને બદલામાં રોકડી અશાંતિ પામે છે.

પરબડીએ શીતળ જળ પામ્યા પછી જળ પીનારો જળ પિવડાવનારને તમાચો મારે ત્યારે સંસ્કૃતિ અરણ્યરુદન કરતી હોય છે. બે આંખની શરમનો દુકાળ પડે ત્યારે જીવન ભૂખે મરતું જણાય છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે બે આંખની શરમનો કારમો દુકાળ કૌરવસભામાં પડેલો. એ વેળાએ દુર્યોધનનો ભાઈ વિકર્ણ ચિત્કારી ઊઠેલો : યહ સબ ક્યા હો રહા હૈ ! બે આંખોની શરમના ભયાનક દુકાળ વખતે માનવતાને કાને પડેલા એ ચિત્કારને કારણે વેરાનમાં અમીછાંટણાં થયેલાં. રામને મર્યાદાપુરુષોત્તમ કહ્યા કારણ કે તેઓ બે આંખની શરમ નડે એવા સમાજનું શમણું સેવનારા મહામાનવ હતા. જો બે આંખની શરમ નડી ન હોત તો એમણે કૈકયીને લાફો લગાવી દીધો હોત. બે આંખની શરમ ખૂટી પડે ત્યારે કોક શાહજહાં આગ્રાના કિલ્લામાં બંદીવાન બનીને દૂર દેખાતા તાજમહેલને આંસુ સારતો જોયા કરે છે. કોઈ પણ સમાજ બે આંખની શરમ વગર ટકી ન શકે.

ક્યારેક કોઈ સરકારી ઑફિસમાં જવાનું બને ત્યારે મારું મન ગ્લાનિથી ભરાઈ જાય છે. ત્યાં ખુરશી પર બેઠેલો કર્મચારી ઘણુંખરું આપણી સામે જોવાનું ટાળીને વાત કરે છે. આપણું કામ સાવ વાજબી હોય અને મિનિટમાં પતી જાય તેવું હોય તોયે એ અતડાપણું જાળવીને થોડીક તોછડી રીતે જ વાત કરે છે. એના પરમ પૂજ્ય પિતાશ્રીનું આપણે કશું જ બગાડ્યું નથી હોતું તોય બે આંખની શરમનો દુકાળ જોવા મળે છે. આ બાબતે પણ ક્યારેક ઉમદા અપવાદો જડી આવે ત્યારે ભાંગમાં તુલસી જેવો ઘાટ થાય છે.

ઑફિસોમાં હવે સ્ત્રી કર્મચારીઓની સંખ્યા વધી રહી છે. સ્ત્રી કર્મચારીઓ પ્રમાણમાં સારી રીતે વાત કરતી હોય છે. આપણી ઓફિસમાં જે શુષ્ક અતડાપણું (dehumanized and depersonalized alienation) જોવા મળે તેમાં સ્ત્રી કર્મચારીઓની હાજરી થોડુંક આશ્વાસન પૂરું પાડનારી છે. છેલ્લા વાવડ એવા છે કે સ્ત્રી કર્મચારીઓ પણ ધીરે ધીરે બગડતી જાય છે. આ વાવડ ખોટા ઠરે એ શક્ય છે.

ભગવદગીતામાં કૃષ્ણ ‘ધર્મની ગ્લાનિ’ની વાત કરે છે. બે આંખની શરમનો દુકાળ, એ જ ધર્મની ગ્લાનિ. બે અજાણી આંખોમાં સામી વ્યક્તિ માટે થોડીક લાગણી જળવાઈ રહે, તેને જ કહે છે ધર્મની સંસ્થાપના. એક માણસ બીજા માણસ સાથે ખુલ્લંખુલ્લા લુચ્ચાઈ ભલે કરે, પરંતુ જ્યાં સુધી લુચ્ચાઈ કરનાર માણસ, લુચ્ચાઈનો ભોગ બનેલા માણસ સાથે આંખો મિલાવવાનું ટાળે ત્યાં સુધી માનવધર્મ ટકી ગયો જાણવો. લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા બાળી મૂકવાનું કાવતરું નિષ્ફળ ગયા પછી દુર્યોધન જો નીચું જોઈ ગયો હોત તો મહાભારતનું યુદ્ધ ન થયું હોત. મહંમદ અલી ઝીણાને મહાત્મા ગાંધીની બે નિર્મળ આંખોની થોડીક શરમ નડી હોત તો કદાચ દેશના ભાગલા ન પડ્યા હોત. ‘ટ્રેજેડી ઑફ જિન્નાહ’ (લેખક : કૈલાસ ચન્દ્ર, વર્મા પબ્લિશિંગ કંપની, પો.બો. નંબર 249, લાહોર, 1943) પુસ્તક વાંચ્યા પછી આ બાબતે કોઈ શંકા રહેતી નથી.

લાભવાદ અને લોભવાદ વકરે એવી આબોહવામાં આજનો માણસ જીવી રહ્યો છે. પૈસો પણ કમાવા જેવી ચીજ છે. લક્ષ્મીનો અનાદર ગરીબીને રોકડી બનાવે છે. દરિદ્રનારાયણની નહીં, સમૃદ્ધિનારાયણની પ્રતિષ્ઠા થવી જોઈએ. પૈસો કમાનારની વૃત્તિ હોવી, એ ગુનો નથી. સગવડ પ્રત્યે દ્વેષ રાખનાર પ્યુરિટનો સુખવિરોધી અને જીવનવિરોધી વાતો કરતાં જ રહે છે. પૈસો આદરણીય છે, પરંતુ જ્યારે એની આગળ ત્રણ શબ્દો ગોઠવાઈ જાય ત્યારે એ જ પૈસો રાક્ષસી બની જાય છે. એ ત્રણ શબ્દો છે : ‘ગમે તે ભોગે.’ આજકાલ મનની ઋતુ બદલાઈ રહી છે. માણસ ગમે તે ભોગે પૈસો બનાવવા માટે અધીરો થયો છે. પૈસો કમાવો અને પૈસો બનાવવો, એ બેમાં ફરક છે.

વેપારી બીજું બધું ભૂલીને કેવળ નફો જ જુએ છે. દાકતર, વકીલ, અમલદાર અને નેતા કમાણી પર નજર ઠેરવે છે. આ ગીધવૃત્તિ છે. રવિશંકર મહારાજ કહેતા કે ગીધ જ્યારે મરેલા ઢોરના પેટમાં ઊંડે સુધી પોતાની ચાંચ ખોસે ત્યારે પાંખો પહોળી કરીને ઢોરના શરીરને ઢાંકેલું રાખે છે, જેથી બીજું કોઈ પોતાની મિજબાનીમાં ભાગ ન પડાવે. આવી વૃત્તિને આપણે ‘કલ્ચર ઑફ ધ વલ્ચર’ કહી શકીએ.

લાંચરુશ્વત ટાળી ટળે તેમ નથી. લુચ્ચાઈ વગરનો સમાજ રચાય એવું શમણું ક્યારે સાચું પડશે તે કહેવું મુશ્કેલ છે. દગાબાજી કંઈ આજકાલની ઘટના નથી. માણસ સ્વભાવે સ્વાર્થી પ્રાણી છે. ભલે, એને સ્વાર્થી રહેવા દો. જ્યાં સુધી બે આંખની શરમ બચી છે ત્યાં સુધી માણસ-માણસ વચ્ચેની ‘થોડી સી બેવફાઈ’ સર્વનાશ નહીં નોંતરે. ખલનાયકના શરાબના પ્યાલામાં થોડીક શરમ બરફના ટુકડા સાથે તરતી રહે તોય બસ છે.

સૌજન્ય : રીડ ગુજરાતી

વર્ષગાંઠ (26-04)


1 ) દોશી હિમાની નીતિન જયસુખલાલ શાંતિલાલ
2 ) દોશી નિષિત રસિકલાલ
3 ) ગાંધી જ઼િગ્નેશ ધીરજલાલ
4 ) મેહતા જિતેન હર્ષદ સેવંતીલાલ
5 ) પારેખ હસમુખ જેઠાલાલ
6 ) સંઘવી દિવ્યા રમેશચંદ્ર ગોપાળજી
7 ) સંઘવી નરેન્દ્ર શાંતિલાલ
8 ) શાહ બીના ગિરીશ હાકેમચંદ
9 ) શાહ દિનેશ મનહરલાલ
10) શાહ ઈન્દુમતિ મધુકર શાંતિલાલ ભૂરાભાઈ
11) શેઠ અનમોલ મનીષ કિશોર
12) વોરા નવનીતરાય હેમતલાલ

Wednesday, April 25, 2012

વર્ષગાંઠ (25-04)


1 ) લોદરિયા નીતિન મગટલાલ
2 ) મેહતા સમકિત પારસ સૂર્યકાન્ત સુખલાલ
3 ) મેહતા કમલેશ હિમ્મતલાલ
4 ) પારેખ પૂર્ણિમા રાજેશ મનહરલાલ
5 ) શાહ નેહા પૂર્વિક મેહતા
6 ) શાહ સમીર નટવરલાલ
7 ) શાહ ગીતાબેન કિશોરભાઈ અનોપચંદ
8 ) શેઠ પાર્શ્વ કિરણ કિશોર રેવાશંકર

Tuesday, April 24, 2012

ધારાબેન સુરેન્દ્રભાઈ મેહતાનો દીક્ષા મહોત્સવ

ધારાબેન સુરેન્દ્રભાઈ મેહતા વૈશાખ સુદ ૭ , શનિવાર તા. ૨૮-૦૪-૨૦૧૨ ના રોજ સંયમ સ્વીકરવા જી રહ્યા છે તેનો ત્રણ દિવસનો કાર્યક્રમ જેવન્તલાલ મણીલાલ મેહતા પરિવાર તરફથી માટુંગા ખાતે રાખવામાં આવેલ છે તેની આમંત્રણ પત્રિકા વાચવા અત્રે ક્લિક કરો  





અતીતને વાગોળવામાં શું ભલીવાર ?

 

‘જ્યાં ન પહોંચે રવી ત્યાં પહોંચે કવી’- એ ન્યાયે મહર્ષી વાલ્મીકી અને વ્યાસે અનુક્રમે રામાયણ તથા મહાભારતની રચના કરેલી. રામાયણ તથા મહાભારતની રચના કરવામાં તેઓએ કલ્પનાને બહેલાવી છુટો દોર આપ્યો. પૌરાણીક પરી–કથાઓમાં કલ્પીત વાતોનું પ્રમાણ સવીશેષ હોય તે સ્વાભાવીક છે. હા, સાહીત્યની દૃષ્ટીએ મહાભારત અને રામાયણ ઉત્ત્તમોત્ત્તમ મહાગ્રંથો છે, તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી; પરંતુ આ આધાર પર એમ તારવવું કે, એ જમાનામાં આપણી પાસે આજના જેવાં જ શસ્ત્રો તથા વીમાનો હતાં અને તેનાં ઉડ્ડયનો/નીર્માણ આપણે કરી શકતા હતા, તે તો કેવળ મનને મનાવવાનું અને પોરસાવાનું બહાનું માત્ર જ છે. આ પ્રામાણીક/ વાસ્તવીક હકીકત નથી.

 

વળી કેટલાક તો લુલો બચાવ પણ કરે છે કે, ‘અંગ્રેજો અને જર્મનોએ આપણાં શાસ્ત્રો અહીંથી લઈ જઈ, તેનો અભ્યાસ કરીને તેઓએ આધુનીક વૈજ્ઞાનીક શોધો કરેલી છે, જે અસલમાં આપણી જ છે.’ ત્યારે પુછવાનું મન થાય છે કે, જે શાસ્ત્રો આપણી પાસે હજારો વર્ષથી હતાં, તો તે શાસ્ત્રોમાંથી આપણે કેમ કંઈ જ કરી ન શક્યા ? તે જ શાસ્ત્રોમાંથી અંગ્રેજ/જર્મન વગેરે પ્રજાએ ફક્ત બસો વર્ષમાં માનવને રાહતપુર્ણ જીવન બક્ષનારી સેંકડો/હજારો આધુનીક શોધો કરી જગતને ખોળે કેવી રીતે ધરી ? આ વાતે આપણે ગૌરવ લેવું જોઈએ કે શરમાવું જોઈએ ? હજારો વર્ષથી આપણી પાસે જો આજના જેવાં જ વીમાનો અને શસ્ત્રો આપણી પાસે હતાં પછી આપણે આ વીમાનો અને તે શસ્ત્રોનો ઉપયોગ કરીને, દેશ આખાને સદીઓ સુધી ગુલામ બનાવનાર પ્રજાઓ સામે ઝઝુમ્યા કેમ નહીં ? બસો વર્ષ સુધી મુઠ્ઠીભર અંગ્રેજોની ગુલામી આપણે શા માટે વેઠી હતી ? આપણા સાહીત્યમાં નીરુપાયેલા કલ્પનાના તોખાર સમું કશુંક નક્કર સ્વરુપનું આપણી પાસે હોત તો આજે આપણે ‘સુપર પાવર’ તરીકે દુનીયા પર આધીપત્ય ભોગવતા ના હોત ?

ગોવીન્દ મારુ નવસારી

વર્ષગાંઠ (24-04)


1 ) દોશી રિયા નીતિન ઈન્દુલાલ મણીલાલ
2 ) સંઘવી દીના હીરેન નવીનચંદ્ર
3 ) ઘૉલાણી રોનીત મૌલિક મહેશ બાલાચંદ
4 ) મેહતા કુન્દનબેન પ્રવીણચંદ્ર અમૃતલાલ
5 ) મેહતા અક્ષત પારસ ચંદ્રકાન્ત વનેચંદ
6 ) પારેખ પ્રેક્ષા હિમાંશુ કનકભાઈ
7 ) પારેખ મિતલ મનોજ વલ્લથ
8 ) પટેલ અનંતરાય નેમચંદ
9 ) સંઘવી અભયકુમાર ઘેલાભાઈ
10) શેઠ પ્રિયા પીયુષ મહેન્દ્ર
11) સોલાણી ચિંતન જિતેન્દ્ર લક્ષ્મીચંદ

Monday, April 23, 2012

વર્ષગાંઠ (23-04)


1 ) લોદરિયા નિપેશ વિનોદરાય છબીલદાસ
2 ) પારેખ વિરલ જગદીશ કાન્તિલાલ
3 ) પારેખ ગીતા નિલેશ સંઘવી
4 ) શાહ સલૉની પરાગ કિશોરભાઈ
5 ) ત્રેવાડિયા અભિજીત દિનેશ મૂળચંદભાઈ

Sunday, April 22, 2012

શુકન-અપશુકન



માનવ સમાજ માટે હાનીકારક એવા શુકન-અપશુકનના ખ્યાલે જનમાનસમાં અંધશ્રદ્ધાનું વ્યાપક સ્વરુપ પકડ્યું છે. ગાય, કુંવારી કન્યા વગેરે સામે મળે તો શુકન ગણાય; જ્યારે બીલાડી, વીધવા સ્ત્રી કે પછી કુદરતી હાજતેથી પાછી ફરતી કોઈ વ્યક્તી સામે મળે તો અપશુકન ગણાય. એવી આમજનતામાં અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધાએ ભારત સીવાયના અન્ય દેશોમાં પણ વ્યાપક સ્વરુપ પકડ્યું છે. જેમ કે બ્રીટનવાસીઓ 13ના આંકડાને શુભ માને છે; જ્યારે 87ના સ્કોરને તેઓ અશુભ ગણે છે. જાપાનમાં લોકો યાત્રા પર જતાં પહેલાં નખ નથી કાપતા. ક્યુબા નીવાસીઓ ચાંદનીને ખરાબ માને છે અને તેથી ચાંદની રાતોમાં ખુલ્લાં માથે નથી નીકળતા. એસ્કીમો હવાની દીશા બદલવા માટે ઢોલ વગાડે છે. પેરુમાં વરસાદ લાવવા માટે કાળા ઘેટાને મેદાનમાં ઉભું રાખી દેવાય છે અને જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ઘેટાને ખોરાક આપવામાં નથી આવતો… વગેરે વગેરે.

 

શુકન-અપશુકન માટે મુહુર્ત જોવામાં આવે છે. પુરોહીતો અપશુકન નીવારણ માટે વીધી કરવાના ઓઠા હેઠળ રોકડી કરી લે છે. શુકન-અપશુકનના ખ્યાલને લીધે વીધવા સ્ત્રીઓ, દલીતો વગેરેને સામાજીક તીરસ્કાર મળે છે. અંધશ્રદ્ધાળુઓ સારા શુકન માટે દીવસો સુધી તકના ભોગે રાહ જોઈ બેસી રહે છે. શુકન-મુહુર્ત કે અન્ય ધાર્મીક વીધીઓ માટે બેફામ ખર્ચાઓ કરવામાં આવે છે. જે ખર્ચાઓ દેશની વીકટ સમસ્યાઓ નીવારવાને બદલે તેમાં વધારો જ કરે છે. આમ આર્થીક, સામાજીક, શારીરીક શક્તીઓનો દુર્વ્યય થવાને કારણે છેવટે તો માનવ સમાજનો સર્વાંગી વીકાસ અવરોધાય છે.

 

જે વસ્તુ પ્રીય લાગે તે શુકન અને જે વસ્તુ અપ્રીય લાગે તેને અપશુકન કહેવું/માનવું એ માનસીક અસ્વસ્થતા છે, તેનો પ્રભાવ હાનીકારક છે. જો શુકન-અપશુકનના ખ્યાલને સત્યની એરણ પર ચડાવવામાં આવે તો સ્પષ્ટ થશે કે આવા ખ્યાલો ઉપજાવી કાઢેલા છે, વાહીયાત છે. માનવ સમાજમાં આ પ્રકારનો અંધવીશ્વાસ આદીકાળથી જ પ્રચલીત છે. જેને જડમુળથી ઉખેડી કાઢવા માટે અવીરત પ્રયત્નો કરવા જરુરી છે.

ગોવીન્દ મારુ

વર્ષગાંઠ (22-04)


1 ) મેહતા અર્પિત યોગેશ નટવરલાલ
2 ) મેહતા આશિક કુમુદચંદ્ર
3 ) મેહતા સેવંતીલાલ જેઠાલાલ
4 ) મેહતા પ્રથમ દેવેશ જશવંતરાય રેવાશંકર
5 ) શાહ હેતલ મહેશ મનહરલાલ
6 ) શાહ મધુકર શાંતિલાલ ભૂરાભાઈ
7 ) શેઠ નિમીષ મૂકેશ નવલચંદ
8 ) શેઠ નેમીશ ધનવંતરાય શિવલાલ
9 ) મેહતા લતા વિરેશ ચૂનીલાલ

Saturday, April 21, 2012

વર્ષગાંઠ (21-04)


1 ) ગાંધી પરેશ ન્યાલચંદ મનસુખલાલ
2 ) ગાંધી ચંદા મહેન્દ્ર ધીરજલાલ વિરપાળ
3 ) ખંડોર વિપુલ ભૂપેન્દ્ર લાલચંદ
4 ) લોદરિયા પીનાલી હેમલ રવિચંદ
5 ) મેહતા જિગર પરાગ જયંતિલાલ
6 ) મેહતા કૃતી કમલેશ કાન્તિલાલ
7 ) મેહતા દિયા તેજસ નવીનચંદ્ર શાંતિલાલ
8 ) મેહતા અરૂણ મનહરલાલ
9 ) મેહતા રીમા દેવાંગ અરૂણ મનહરલાલ
10) મેહતા દેવેન્દ્ર પ્રાણલાલ અમૃતલાલ
11) સંઘવી ઈશા મહેશ મગનલાલ
12) સંઘવી હિતેષ પ્રવીણચંદ્ર હરજીવન
13) શાહ અંકિતા જિગ્નેશ જિતેન્દ્ર
14) શાહ અજય નગીનદાસ
15) શાહ તોરલ પરાગ કિશોરભાઈ
16) શાહ અરવિંદ દેવચંદ
17) શેઠ ઋુષભ મહેશ કેશવલાલ
18) વોરા મૂકેશ માણેકલાલ

Friday, April 20, 2012

કળશપૂજા કેમ ? સં. – આદિત્ય વાસુ


આજથી બે સદી પહેલાંનો વિચાર કરીએ તો આપણો દેશ નાનાં ગામડાંઓ અને નાનાં નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત હતી. એ સમયે વાહનવ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતો હતો. આ કળશમાં તે તેનું જીવન ટકાવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર પાણી ભરી લાવતો. આમ કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો હતો અને આજે પણ તે તેના જીવનનું મહત્વનું અંગ છે. ભલે આજે ઘરે ઘરે પાણીના નળ આવી ગયા છતાંય તે પાણીને ભરી રાખવા માટે તો ઘડા-કળશની તો જરૂર પડે જ છે.

યુગોથી જળ ભરેલા ઘડા-કળશને મનુષ્ય ખૂબ જ આદરપૂર્વક – પ્રેમપૂર્વક જોતો આવ્યો છે. તેને મન કળશ ભરપૂરતાનું અને પવિત્રતાનું પ્રતીક છે. આથી જ્યારે તે કોઈ શુભ કાર્ય – સારું કામ કરવા જઈ રહ્યો હોય છે ત્યારે સર્વપ્રથમ તે કળશને યાદ કરે છે. આજની સામાન્યમાં સામાન્ય વિધિમાં તે કુંભ સ્થાપના કરવાની વિધિ સર્વ પ્રથમ કરે છે. લગ્ન પ્રસંગ હોય, ગૃહપ્રવેશ હોય, કોઈનું સ્વાગત કરવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું શુભકાર્ય કરવાનું હોય ત્યારે સર્વપ્રથમ શણગારેલા કુંભ-કળશની સ્થાપના કરવામાં આવે છે. જીવનને ટકાવી રાખનાર જળની આટલી સુંદર ઉપાસના ભારત સિવાય જગતના કોઈ દેશમાં નથી. જેનો યશ આપણા જ્ઞાની પૂર્વજો અને ઋષિમુનિઓને જાય છે. અત્યંત સુંદર રીતે શણગારેલા કળશનું ચિત્ર આપણે લગ્નપત્રિકા, નિમંત્રણપત્રિકા કે જાહેરાતમાં જોઈએ છીએ ત્યારે આપણને આપણી આ પરંપરા માટે ગૌરવ થયા વગર રહેતું નથી. સમગ્ર જીવન દરમિયાન કળશ દ્વારા જળને મહત્વ આપનાર મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની અંત્યેષ્ઠિમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવન જળ હવે ખૂટી ગયું છે તે ભાવને વ્યક્ત કરવા અગ્નિસંસ્કાર પહેલાં જળ ભરેલા માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે.

જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે માટી અને જળની મહત્તા તેને સમજાઈ. ધન-ધાન્ય તે આ બે વસ્તુના સંયોજનથી જ મેળવી શકતો હતો. આથી જ્યારે સર્વપ્રથમ તેણે માટીનો ઘડો બનાવ્યો ત્યારે તેમાં જળ ભરવાનો જ તેનો આશય હતો. માટી અને જળના સુભગ મિલને તેને ખુશ કરી દીધો અને જળના સંગ્રહ માટે વિવિધ પ્રકારના ઘડા-કળશ તેણે બનાવ્યા અને જીવન તથા જીવંતતાના પ્રતીક તરીકે તેણે તેમાં વૃક્ષનાં પાન અને શ્રીફળનો સુશોભન તરીકે ઉપયોગ કર્યો. કળશ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોનું સૌંદર્યવાન પ્રતીક છે. 

(‘આવું કેમ ?’ પુસ્તકમાંથી સાભાર.)

વર્ષગાંઠ (20-04)


1 ) દોશી હેમન્ત દિનેશચંદ્ર ભાઈચંદ
2 ) ગાંધી વિશાત જયેશ હિમ્મતલાલ
3 ) મેહતા નિહાર પરાગ બળવંતરાય મલીચંદ
4 ) પારેખ રેખા જગદીશ કાન્તિલાલ
5 ) પારેખ મેહુલ પ્રફુલ જગજીવનદાસ
6 ) સંઘવી નીલા લલિતરાય કાન્તિલાલ
7 ) શાહ હેત શેતલ વિનોદરાય
8 ) શાહ શારદાબેન જયંતિલાલ
9 ) શાહ માલવિકા બકુલ હસમુખ
10) શેઠ તોરલ દીપક મનસુખલાલ
11) વખારીયા લીનાબેન ધીરજભાઈ દડિયા

Thursday, April 19, 2012

વર્ષગાંઠ (19-04)


1 ) દોશી રેખા રોહિતકુમાર ચંદુલાલ
2 ) દોશી પ્રીતિ ભાલેશ ભુપતરાય ભાઈચંદ
3 ) મેહતા ઈલા રાજેશ પ્રવીણચંદ્ર
4 ) મેહતા હિમાંશુ અનીલકુમાર
5 ) મેહતા ડિંપલ ધર્મેશ તરુણકુમાર
6 ) પારેખ કુસુમ કલ્પેશ શાહ
7 ) પટેલ ફોરમ નિલેશ છબીલદાસ
8 ) ત્રેવાડિયા હિતેષ મૂળચંદ
9 ) વોરા કેશા સુરેશ ગિરધારલાલ

Wednesday, April 18, 2012

પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર – હિતેશ જોશી


વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે !

ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે ફરી પણ કર્યો. ત્યારથી માંડીને આજ સુધી એ કારના નામે સિક્કા રણકતા રહ્યા છે. એમીલની જે લકી ડૉટરનું નામ કાર પર લખાયેલ એ હતી ‘મર્સિડિઝ’ ! અને એ કંપની એટલે હાલની ‘મર્સિડિઝ બેન્ઝ’ ! આ કાર એટલી તો વિખ્યાત રહી કે આજ સુધી કંપનીએ તેનું નામ દૂર નથી કર્યું. જરા વિચારો, જો એમીલને પોતાની દીકરી આટલી વ્હાલી ન હોત તો ? તો શાયદ આ કંપની પણ ના હોત. ક્યારેક ‘જો’ અને ‘તો’ ની વચ્ચે ઈતિહાસ રચાય છે અને એને આ કિસ્સામાં બેશક મર્સિડિઝ કહી શકાય ! 
 (‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.)

વર્ષગાંઠ (18-04)


1 ) દોશી ભુપતરાય વનેચંદ
2 ) દોશી નીતા મધુકાન્ત કસ્તુરચંદ
3 ) મેહતા રાજેશ વાડીલાલ
4 ) મેહતા જિતેન્દ્ર શાંતિલાલ
5 ) મેહતા અલ્પા રમણીકલાલ નિમચંદ
6 ) મેહતા આરતી રમણીકલાલ નિમચંદ
7 ) શાહ જયેન્દ્ર હિમતલાલ વ્રજલાલ
8 ) શાહ ડૉ. પરાગ અનોપચંદ શાંતિલાલ
9 ) શાહ સૂચિતા સંદીપ વીરેન્દ્ર પદમશી
10) વોરા ધારા નવીન ડુંગરશી

Tuesday, April 17, 2012

મૃત્યુ


વતન : સુરેન્દ્રનગર
હાલ :સુરેન્દ્રનગર 
મરનારનુ નામ :વિનોદીનીબેન રમેશચંદ્ર શાહ
ઉમર : ૬૭  વર્ષ
મરણ તારીખ : ૧૬-૦૪-૨૦૧૧
પતિ : રમેશચંદ્ર ત્રિભોવનદાસ શાહ
પુત્ર :વિપુલ
પુત્રી : પીન્કી 
ભાઈઓ : રમેશ, અરુણ, નરેશ 
બહેનો : દમયંતી, સ્વ. કમલાબેન, સ્વ. રંજનબેન, કુંદનબેન
પિતા : સ્વ. મનહરલાલ હેમચંદ મેહતા ( મોરબી)

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

વર્ષગાંઠ (17-04)

1 ) ગાંધી પલક બ્રિજેશ સુરેશચંદ્ર મનસુખલાલ
2 ) લોદરિયા આગમ ધર્મેશ
3 ) પટેલ ઉર્મિલા ચંદ્રકાન્ત
4 ) પટેલ ભારતી કેતન છબીલદાસ
5 ) શાહ કેતકી રાજીવ મેહતા
6 ) શેઠ ચાંદની જયેન્દ્ર દોશી
7 ) વોરા અનિલા નવીન ડુંગરશી

Monday, April 16, 2012

કાશ્મીરમાં પ્રસરેલી અરાજકતા વિષે શ્રી હિરેન મેહ્તાનું પ્રવચન




વર્ષગાંઠ (16-04)

1 ) શાહ જ્યોતિ ઉત્તમકુમાર જયંતિલાલ
2 ) શાહ સંગીતા કેતનકુમાર અનંતરાય

Sunday, April 15, 2012

વર્ષગાંઠ (15-04)


1 ) દોશી દેવાંગ આશુતોષ વસંતરાય જીવરાજ઼
2 ) દોશી કિશોરચંદ્ર દામજીભાઈ
3 ) લોદરિયા બિનલ નીતિન મુગટલાલ
4 ) મેહતા હિનલ હેમાન્શુ વ્રજલાલ
5 ) મેહતા જયેશ અનંતરાય મલુકચંદ
6 ) મેહતા દિપેશ મુકુન્દ નવલચંદ
7 ) મેહતા પારસ ચંદ્રકાન્ત વનેચંદ
8 ) સંઘવી હેતલ દેવેશ મગનલાલ
9 ) સંઘવી દીપાલી હિતેષ નૌતમલાલ
10) સંઘવી રૂપલ રાજેશ હિમતલાલ
11) શાહ સોનલ હિતેષ શાંતિલાલ માણેકલાલ
12) શાહ ધ્રુવ પિનાકિન મહેન્દ્ર
13) શાહ દમયન્તિ મનહરલાલ સુખલાલ
14) શાહ ભાવિકા રાહુલ નાયક
15) શેઠ રમેશ શિવલાલ
16) શેઠ કૌશિક કીર્તિકુમાર ત્રિભોવનદાસ
17) ત્રેવાડિયા કોકિલા નવીનચંદ્ર

Saturday, April 14, 2012

સાન્તાક્રુઝ -પાર્લા ખાતે જૈન દેરાસરનો શિલાન્યાસ

સાન્તાક્રુઝ -પાર્લા ખાતે જૈન દેરાસરનો શિલાન્યાસ તા. ૧૬-૦૪-૨૦૧૨ ને સોમવારે થવા જઈ રહ્યો છે. તેની આમંત્રણ પત્રિકા







આમંત્રણ પત્રિકાનું કદ મોટું હોવાથી જો બરાબર ન દેખાય તો અત્રે ક્લિક કરો તથા PDF ઉપર આપેલા કદ મોટા નાના કરવાના ટૂલ્સનો ઉપયોગ કરો   


એકબીજા માટે જીવન ગાળતાં શીખો

આપ આ વખતે જ્યારે અમારે આંગણે આવ્યા ત્યારે પહેલા તો અમને એમ જ લાગ્યું કે સૂર્યનો ઉદય થયો છે. કારણ કે આપના ચહેરા ઉપર મસ્તી હતી અને આંખમાં આનંદના ફુવારા ઊડી રહ્યા હતા. મૂંગા પડેલાં અમારાં વાદ્યોમાં સંગીત પ્રગટ થયું અને ઝાંખા બળતા અમારા દીપક વધુ તેજસ્વી બની ગયા. પ્રભાતનાં પુષ્પો જેવા સુવાસિત શબ્દો આપના મુખમાંથી નીકળ્યા. આપે કહ્યું : ‘આ વખતે હું કંઈ તમને મહાન ઉપદેશ આપવા નથી આવ્યો. હું તો જીવનની સીધી સાદી વાતો કહેવા આવ્યો છું. મારું તો તમને એટલું જ કહેવું છે કે જો સુખી થવું હોય તો અને પરમ આનંદનાં દર્શન કરવાં હોય તો તમે એકબીજા માટે જીવન ગાળતાં શીખો. કોઈ તમને પ્રેમનું એક બિંદુ આપે તો એના બદલામાં તમે એને દસ બિંદુ આપો. એકબીજાની લાગણીને અનુકૂળ રહેવાથી જીવનમાં એક પ્રકારનું એવું અદ્દભુત સંગીત ઉત્પન્ન થાય છે કે જેથી માણસ આનંદની મસ્તી અનુભવી શકે છે.
પારકાને પોતાના બનાવી લેવા એ એક કળા છે, પણ આ કળા શીખવા માટે કંઈ પુસ્તકો નથી મળતાં તેમ જ એને માટે નિશાળો નથી. એને માટે અંતરમાં તપાસ કરવી પડે છે અને ત્યાગનો માર્ગ શોધી કાઢવો પડે છે. ભગવાન બુદ્ધે જ્યારે વૈભવવિલાસનો ત્યાગ કર્યો કે આખું જગત એનું બની ગયું. જીવનના નાનાં નાનાં કાર્યોમાં પણ જો તમે સામા માણસને ખાતર જીવી રહ્યા છો એ ભાન રાખશો તો તમારા ડગલે અને પગલે પ્રેમનો પ્રકાશ પથરાશે. આ વસ્તુને જીવનમાં વણી લેવી પડે છે. કેટલાક માણસો કહે છે કે અમે આટલું કરીએ છીએ છતાં પણ કંઈ પરિણામ નથી આવતું, પણ આ જાતનું ભાન કરેલા કાર્ય ઉપર પાણી ફેરવી નાખે છે. આ કંઈ શુભ ભાવના નથી, આ તો વેપારીનો સોદો છે. અને જે લોકો જીવનને ઉચ્ચ કક્ષાએ મૂકવા માગે છે તેમણે આવી વેપારીની ગણતરી નહીં જ કરવી જોઈએ. ‘સાગરમાં મળી જઈશ તો હું ખારી થઈ જઈશ.’ એવો વિચાર કરીને શું સરિતાએ વહેવાનું મુલતવી રાખ્યું છે ? ‘ખીલી ઊઠીશ તો કોઈ ચૂંટી જશે’ એવો વિચાર કરીને બાગની કોઈ કળીએ શું ખીલવાનું બંધ રાખ્યું છે ?
નહીં…
તો પછી કોઈને માટે આપણે કંઈ સ્વેચ્છાથી અને પ્રેમભાવે કરતાં હોઈએ એમાં વળી આ વેપારી ભાવના શા માટે ? હું તમને ખાતરીપૂર્વક કહું છું કે શુભ ભાવનાઓનું વાવેતર જીવનમાં વહેલું મોડું શુભ ફળ આપ્યા વિના રહેતું જ નથી. તમે સૌ આજે બેચેન છો, નિરાશ છો કારણ કે તમે સૌ પોતપોતાના માટે જીવનનાં બારણાં બંધ કરીને જીવી રહ્યા છો. જિંદગીમાં જે ફક્ત પોતાનું સુખ જોયા કરે છે એને શાંતિનો તેમ જ આનંદનો અનુભવ કદી થતો નથી.’ આટલું કહીને આપ ચાલ્યા ગયા અને અમે સૌ વિચારમાં પડી ગયાં.
-વજુ કોટક 
 [‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]

વર્ષગાંઠ (14-04)



1 ) દોશી મીના ભૂપેન્દ્ર વિક્રમચંદ
2 ) દોશી મનીષા શશાંક જિતેન્દ્ર
3 ) દોશી જુગલ નીષિત રસિકલાલ
4 ) ઘૉલાણી નીતિન ચંદ્રકાન્ત ચૂનીલાલ જેઠાલાલ
5 ) મેહતા કમલેશ કાન્તિલાલ
6 ) મેહતા જૉલી હેમલ ચંદ્રકાન્ત વનેચંદ
7 ) મેહતા કેયુર જ઼્યોનિકુમાર ચંપકલાલ
8 ) સંઘવી પ્રવીણચંદ્ર ચંદુલાલ
9 ) સંઘવી સુખલાલ નાનાલાલ
10) સંઘવી આરતી રાજેશકુમાર લલિતરાય
11) સંઘવી વિભા રૂપેશ સૂર્યકાન્ત હરજીવન
12) શેઠ વાસંતી ઇન્દુલાલ

Friday, April 13, 2012

વર્ષગાંઠ (13-04)


1 ) દોશી રાજીવ મધુકાન્ત કસ્તુરચંદ
2 ) લોદરિયા હંસા ભરત પાનાચંદ
3 ) મેહતા આલોક રાજેશ વાડીલાલ
4 ) મેહતા જૈની હેમલ ચન્દ્રકાન્ત વનેચંદ
5 ) પારેખ રશ્મિ ભરત કાન્તિલાલ
6 ) પટેલ વસંતબેન જેઠાલાલ નેમચંદ
7 ) શાહ વૃતિ નિમેષ કાન્તિલાલ
8 ) શાહ હિર હરેશ સુમતિલાલ
9 ) ત્રેવાડિયા અશોક ભાઈચંદ
10) વોરા સુરેશ ગિરધરલાલ

Thursday, April 12, 2012

લોકશાહીમાં એક ઘટના બહુ જ ખતરનાક હોય છે

 

લોકશાહી (ડેમોક્રસી)માં સાચું અને સમાજહીતકારી વીચારનારાઓ–બોલનારાઓની સાત્વિકતા  લઘુમતીમાં આવી જાય ત્યારે એ ઘટના બહુ જ ખતરનાક હોય છે, લોકશાહીનો પાયાનો આધાર જ બહુમતી અને લઘુમતી જેવું વીભાજન હોય છે. સમાજને તેનાથી ફાયદો જરુર થયો છે. આપણે બધાને જ ખબર છે કે સાચું બોલવાનો આ જમાનો નથી. તેનો મતલબ સાવ ચોખ્ખો છે. સાત્વિકતા લઘુમતીમાં છે. એવાં તો કયાં કારણો છે કે સાત્વિકતા લઘુમતીમાં મુકાય જાય છે ? તેનો વીચાર આપણે કરીએ છીએ ખરા ?

 

સત્ય ત્યાં જ બોલવાની જરુર પડે છે કે જ્યાં અસત્ય છાતી ફાડીને ઉભું હોય છે. જ્યારે અસત્ય છાતી ફાડીને ઉભું હોય તેનો અર્થ એટલો જ કે અસત્ય બહુમતીમાં છે અને તે શક્તીશાળી રાક્ષસના રુપમાં ઉભું છે. આવી પરીસ્થીતીમાં સત્ય બોલનારે, સત્ય બોલવા માટે નકારત્મક (નેગેટીવ) જ બોલવાની ફરજ પડે ને ? તો આવું નેગેટીવ બોલનારને જ સાથ મળવો જોઈએ; પણ સમાજમાં તેને તો માત્ર બેચાર લોકોનો જ સહકાર મળે છે ! તે કારણે સાત્વિકતા  હારે છે અને સમાજમાં અસત્ય સ્થાપીત થઈ જાય છે. સાત્વિકતાની આ હારની, બહુમતીની નકરી નફ્ફટાઈ તાળીઓ પાડી મજાક કરે છે. અસત્ય જ બોલનારાઓની આવી જીતને કારણે સમાજરુપી આ આંબાના વૃક્ષને સમજ્યા વીના પાણીનું સીંચન વર્ષો સુધી કર્યા બાદ પણ; મીઠી–મધુરી કેરી જેવું ફળ મળતું નથી.

 

આપણે તો સત્ય કરતાં આપણી પ્રશંસા–પ્રસીદ્ધી કેમ વધે તેવી રીતે જ બોલતા હોઈએ છીએ. સમાજના લાભ કરતાં વ્યક્તીગત લાભનો વધુ વીચાર કરનારાઓની સંખ્યા બહુ વધારે છે. પોતાના મનોમંથન અને સ્વચીન્તન કરતાં બીજાના બજારુ આધાર–પ્રચારને સત્યને માનીએ છીએ, જેમાં ઘણી વખત અસત્ય સીવાય કશું જ નથી હોતું. આવા અસત્યની જ્યારે આપણને ખબર પડે છે ત્યારે બહુમતી અસત્ય સાથે હોય તેને ધ્યાનમાં લઈ આપણે સત્ય જાણવા છતાં ચુપ બેસી રહીએ છીએ. આવી રીતે ચુપ રહી સમાજ માટે આપણે આડકતરી રીતે મુશ્કેલી  સર્જનારા બનીએ છીએ. મોટા ભાગે સમાજના સભ્યો વીગતો તપાસવાના ઉદ્યમના અભાવને કારણે સાત્વિક સત્યને, લોકશાહીના બહુમતીના નીયમોને આગળ ધરીને, ઉંડી ખીણમાં ધકેલી દે છે કે તે પછી જ્યારે પણ બહાર આવે છે ત્યારે યુગ જ આખો બદલાય ગયો હોય છે ! સત્યને ઉંડી ખીણમાં ધકેલનારાઓ તો જીવીત હોતા નથી; પરંતુ સત્ય તો બહાર આવે જ છે.

 

એ યાદ રહે કે સાચા અર્થમાં લોકશાહી આજે ત્યાં જ જીવીત છે કે જ્યાં સાત્વિકતા બહુમતીમાં છે. જ્યાં લોકશાહીમાં સાત્વિકતા લઘુમતીમાં છે ત્યાં પ્રચ્છન્નરુપે પણ સરમુખત્યારશાહી સીવાય કશું જ રહેતું નથી. ગાયની ચામડીમાં તે લોકશાહી તો વાઘણ છે. ભવીષ્યને ઉજળું બનાવવું હોય તો ભુતકાળના બનાવોના હીસાબનો અભ્યાસ કરી બરાબર ચકાસવો પડે.. આજના સમાજનો આગેવાન પ્રમુખ કોણ ? જે ગુણવાન છે તે ? કે જેના મીત્રો અને સગાં વધારે છે તે ? જો ભણતરથી પ્રમાણીકતા કે સાત્વિકતા જીવનમાં આવતી હોત તો એમ. પી. એક્સ્પેન્સ ફ્રોડ બ્રીટનમાં થયો ના હોત. લોકશાહીના બહુમતીના આધાર દ્વારા આ કૃત્ય વરસો સુધી થતું રહ્યું. આપણા મતથી ચુંટાયેલા પાર્લામેન્ટના તે સદસ્યની ફરજ હતી, આ ભાન્ડો ફોડવાની; પણ અફસોસ એટલો જ કે તે તો લુંટારાના ષડ્યંત્રમાં જોડાઈ ગયો !

 

એક પત્રકારે જ્યારે બહાદુરી બતાવી ત્યારે લોકશાહીના આ પત્રકારની કલમનો, રાક્ષસી વૃત્ત્તીવાળાઓની આ જંગી બહુમતી સામે, આ એકલવીરનો વીજય થયો. ક્યારે વીજય થયો ? જ્યારે પત્રકારે વીગત તપાસવાની કસરત શરુ કરી. પોતાની બહાદુરીને અમલમાં મુકી. બ્રીટનનો શ્રેષ્ઠ એવોર્ડ આ પત્રકારને આપવો જોઈએ. જે સમાજમાં આવા લોકોને સન્માન મળશે, આવા વીચારોની બહુમતી હશે, ત્યાં જ સાચા સ્વરુપમાં લોકશાહી હોય છે. આજના સ્વાર્થી યુગમાં માત્ર પૈસા અને કીર્તી મેળવવાની હોડમાં, સમાજનો સદસ્ય એટલો નીચે ઉતરી ગયો છે કે પાપ, અસત્ય જાણતો હોવા છતાં ચુપ રહે છે. જેના કારણે મોટાભાગની સંસ્થાઓમાં, રાજકીય પાર્ટીઓમાં અને ધાર્મીક સંસ્થાઓમાં કાવાદાવાઓ કરી, સમાજની ઉઘાડી લુંટ ચલાવાઈ રહી છે. લોકસભા સદસ્યના ખર્ચાઓ (પાર્લામેન્ટ સદસ્યના એક્સ્પેન્સ)ની તપાસ કરવા એક પત્રકારે જ્યારે હીમ્મ્ત કરી ત્યારે બ્રીટનમાં હોબાળો થઈ ગયો ! ત્રણસો વરસના ઈતીહાસમાં હાઉસના સ્પીકરને રાજીનામું આપવાની ફરજ પડી.

 

આપણી સામાજીક સંસ્થાઓ શું આપણને તેના ખર્ચાઓની ફાઈલ, દરેક બીલ (ઈનવોઈસ) તપાસવાની મંજુરી આપે છે ? કે સંસ્થાને મજબુત કરવાના હેતુથી આપણે એ ચકાસીએ છીએ ? આ ખર્ચાઓમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરાય છે તેની નીષ્ણાતોને પાકી જાણકારી હોય છે. ‘હાવ ટુ કુક ધ બુક’. આવી બુકને જોવા એકલ–દોકલ કોઈ જાગે તો બહુમતીના હથીયારથી તેના વીચારની ઘાતકી હત્યા કરવામાં આવે છે. આ રીતે લોકશાહીના અસાત્વિક હથીયાર દ્વારા જે નુકસાન સમાજને થયું છે તે ભયંકર છે.

 

આ પત્ર લખનાર આવી પરીસ્થીતીમાંથી પસાર થયો છે. તેણે અવાજ બુલન્દ કરેલ છે. જેના અનુભવ ઉપરથી આ પત્ર લખવાનું તેને યોગ્ય લાગ્યું છે. સમાજના જાગૃત લોકોએ કોઈની વાતોમાં આવી વીશ્વાસ ન કરવો જોઈએ; પણ દરેક સભ્યે પોતાની જાતે પુરેપુરી ચકાસણી (વેરીફાઈ) કર્યા બાદ જ વીશ્વાસ મુકવો જોઈએ. આજના સમાજને માત્ર પ્રમાણીક વ્યક્તી જ નહીં ચાલે; પણ પ્રમાણીકતા સાથે બહાદુર અને અસત્ય, દુરાચારને પડકારવાની તેનામાં હીમ્મત હોય તે જરુરી છે. અને જે સમાજ આવી વ્યક્તીને ઓળખીને સન્માન સાથે સહકાર આપશે તે સમાજની પ્રગતીને કોઈ અટકાવી નહી શકે…


 

સ્વાર્થી, ડરપોક અને ખુશામતખોર વ્યક્તી સમાજ માટે ભારરુપ છે- અયોગ્ય છે. તમારી જાતે જે તે વીગતો તપાસ્યા બાદ જ વીશ્વાસ કરો. સાત્વિકતાને ખુલ્લો સહકાર આપો. જશ અને અપજશનો વીચાર ન કરો. જો સમાજ સાત્વિકતાથી–સચ્ચાઈથી મજબુત હશે તો જ તમે લોકશાહીની મોજ સાથે સમાજ સેવા કરી, સારાં ફળો મેળવી શકશો. આવા સારાં ફળો જોઈ તમને અને તમારા વડીલોને તો ભવ્યાતીભવ્ય આનન્દ મળશે જ; સાથે સાથે આગામી પેઢીને માટે પણ તમે એક સ્વસ્થ સમાજ રચી શકશો.

-વીનુ સચાણીયા

 લંડન

સૌજન્ય : અભિવ્યક્તિ

 

વર્ષગાંઠ (12-04)


1 ) દોશી પ્રજેશ પ્રદીપ કાન્તિલાલ
2 ) લોદરિયા હર્શીલ કલ્પેશ નગિનદાસ નંદલાલ
3 ) લોદરિયા સ્મિતા દિવ્યેશ અંબાલાલ હરજીવન
4 ) લોદરિયા કુસુમ ધનસુખ
5 ) મેહતા વર્ષા મૂકેશ ધનવંતરાઈ
6 ) મેહતા ભવ્યા આશીક કુમુદચંદ્ર (માસ્ટર)
7 ) દોશી દક્ષા ભરત
8 ) મેહતા રમણીકલાલ નિમચંદ
9 ) મેહતા અંજના સુધીર સુખલાલ
10) સંઘવી રૂપેશ સૂર્યકાન્ત હરજીવન
11) શાહ પંકજ મનહરલાલ
12) શાહ રાજેશ પ્રવીણચંદ્ર શાંતિલાલ
13) શાહ મીનાબેન ઉત્તમકુમાર રતીલાલ
14) શાહ સંદીપ ચિમનલાલ
15) શાહ વિનોદરાય જેઠાલાલ

Wednesday, April 11, 2012

વર્ષગાંઠ (11-04)


1 ) દોશી મૃણાલી ધર્મેશ અમૃતલાલ
2 ) મેહતા દીપા કનક ત્રિકમજી
3 ) મેહતા અશોક જટાશંકર
4 ) મેહતા જીત દિપેશ પ્રકાશ
5 ) પારેખ ધ્રૂવીલ અલ્પેશ કાન્તિલાલ
6 ) સંઘવી પંકજ કસ્તુરચંદ જ઼ેતશીભાઈ
7 ) સંઘવી રમેશચંદ્ર ગોપાલજી
8 ) સંઘવી ધરતી અવંતી રમણીકલાલ
9 ) શાહ દેવેન દિનેશચંદ્ર ઉમેદચંદ
10) શાહ આરઝૂ નેમીશ પ્રવીણચંદ્ર શાંતિલાલ
11) શાહ પૂનમ સુરેશ દેવચંદ
12) શેઠ રોમીત કેતન બિપીનચંદ્ર નવલચંદ
13) શેઠ જય બિપીનભાઈ દલપતભાઈ
14) વોરા ગુણવંતરાય હેમતલાલ
15) વોરા હર્ષા જગદીશ હેમતલાલ

Tuesday, April 10, 2012

શ્રી હિરેન મેહતાનું આપણા ઈતિહાસ વિશેનું વક્તવ્ય



 

વર્ષગાંઠ (10-04)


1 ) શેઠ કૃતી દિપેશ રજનીકાન્ત
2 ) પટેલ કાશ્મીરા સંજય જમનાદાસ
3 ) મેહતા સોનમ જિતેન્દ્ર જેવતલાલ
4 ) સંઘવી ગુણવંતીબેન લલિતરાય પ્રાણજીવન
5 ) સંઘવી જ઼ૈની જિગ્નેશ અનીલ પ્રાણજીવન
6 ) શાહ કેતકી શ્રેયાંશ ઇન્દ્રકાંતભાઈ
7 ) શાહ જતીન જિતેન્દ્ર કાન્તિલાલ
8 ) શાહ રંજના હેમન્તભાઈ ધીરુભાઈ

Monday, April 9, 2012

વર્ષગાંઠ (09-04)


1 ) ગાંધી હિતેન છોટાલાલ
2 ) ગાંધી વિનિત બિપીન મનસુખલાલ
3 ) ખંડોર ધીરજલાલ લવજીભાઈ
4 ) લોદરિયા ભારતી શૈલેશ છોટાલાલ
5 ) મેહતા દિલીપ રતીલાલ
6 ) મેહતા રાજેશ ચંદુલાલ
7 ) પારેખ લતા ભરત જયંતિલાલ
8 ) શાહ હિતેષ શાંતિલાલ માણેકલાલ
9 ) શાહ રેખા જયેશ ચંદુલાલ
10) શેઠ અર્પિતા હિતેષ સાંગાણી

Sunday, April 8, 2012

સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો – દિનેશ પાંચાલ

[ પ્રતિષ્ઠિત ‘ગૂર્જર પ્રકાશન’ના અંગત પારિવારિક લગ્નપ્રસંગ નિમિત્તે ‘હૈયાનો હસ્તમેળાપ’ નામનું આ અનોખું પુસ્તક થોડા મહિનાઓ અગાઉ તૈયાર કરવામાં આવ્યું. શ્રી દિનેશભાઈએ હંમેશની જેમ પોતાની કલમ દ્વારા પારિવારિક સહજીવનનું ખૂબ વાસ્તવિક શબ્દચિત્રણ આ પુસ્તકમાં રજૂ કર્યું છે. આજના સમયને અનુરૂપ ઘટના-પ્રસંગો લઈને તેમણે તેના ઉકેલ પણ અત્યંત સહજ રીતે બતાવ્યાં છે. પતિ-પત્નિના સહજીવન અને સામાજિક જીવન માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી થઈ પડે તેમ છે. આધુનિક યુગલોએ તે ખાસ વાંચવા જેવું છે. .]
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓના શોષણની ઘટના નવી નથી. જોકે કેટલાક પુરુષો કહે છે : ‘શું સ્ત્રીઓ પુરુષોનું શોષણ નથી કરતી ? કેટલીક સ્ત્રીઓ પુરુષો પર હાથ પણ ઉપાડે છે.’ કેટલીક સ્ત્રીઓ એવી જાગીરદાર પ્રકૃતિની હોય છે કે તેમનું ચાલે તો તેઓ પુરુષોને હુકમ કરે : ‘મારે બાળક જોઈએ છે પણ પ્રસૂતિ જોઈતી નથી. માટે તું પ્રેગ્નન્ટ બન અને મને બાળક આપ !’ કેટલીક સ્ત્રીઓ પતિ સહિત ઘરના તમામ સભ્યો પર સરકસના રિંગમાસ્ટરની જેમ હુકમ ચલાવે છે. જેને કારણે સાસુ-વહુ વચ્ચે સતત તંગદિલી રહે છે.
પ્રસિદ્ધ ટીવી ચેનલના મૅનેજરે ફોન પર ઈન્ટરવ્યૂ માટેનો સમય માગ્યો ત્યારે માયાએ તે આપ્યો ખરો પણ રિસીવર મૂકતાં એણે હસીને મંગળાબહેનને કહ્યું : ‘મમ્મીજી, લો હવે રહી રહીને ટીવીવાળા જાગ્યા. કહે છે ઈન્ટરવ્યૂ લેવો છે !’
મંગળાબહેને કહ્યું : ‘વહુબેટા, ઈન્ટરવ્યૂ આપવામાં વાંધો નથી પણ પછી થાય છે એવું કે ફોન બહુ આવે છે. એથી સતત રોકાયેલા રહેવું પડે છે. તું ટીવીવાળાને કહેજે કે આપણો ફોન જાહેર ન કરે !’
‘મમ્મીજી, સાચું કહું મને તો ફોન પર લોકો જોડે વાતો કરવાની મજા આવે છે.’
‘પણ વહુબેટા, દિવસો સુધી આપણા અંગત જીવન પર લોકોની જિજ્ઞાસા હાવી થઈ જાય તેનું શું ? લોકો પૂછે છે : તમે સાસુ-વહુ મંદિરે પણ સાથે જાઓ છો ?’
માયાએ કહ્યું : ‘હા મમ્મીજી, મને સ્મરણ છે. ઈન્ટરવ્યૂમાં મેં એ સ્પષ્ટતા કરી હતી કે મને પૂજાની ખાસ આદત નથી અને સમય પણ રહેતો નથી. ક્યારેક ઈચ્છા થાય તો ઘરમાં જ ઈશ્વર સામે બે હાથ જોડી લઉં છું. પણ મમ્મીજીને હાઈ બ્લડપ્રેશર સુગર વગેરે રહે છે, એથી મંદિરે જતાં રસ્તામાં ક્યાંક ચક્કર આવ્યા તો તે સમયે એમની સાથે મારે હોવું જોઈએ, એથી હું મમ્મીજી જોડે મંદિરે જાઉં છું.’
માયાને પણ લાગ્યું કે વાત સાચી છે. ઈન્ટરવ્યૂ પ્રગટ થયા બાદ અજાણ્યા લોકો સાથે નિરર્થક પ્રશ્નોત્તરીમાં સમય ઘણો બગડે છે. વળી તે દરમિયાન ફોન બિઝી હોવાને કારણે ખાસ કામના ફોન આવી શકતા નથી. ગઈ વખતે એવું જ થયું હતું. પિયરમાં મમ્મીને ગેસ્ટ્રો થઈ ગયેલો. હૉસ્પિટલમાં દાખલ કરવાં પડેલાં. પણ ઈન્ટરવ્યૂના કારણે લોકોના લગાતાર ફોન રણકતા રહ્યા, તેથી તેમનો ફોન ન મળી શક્યો. છેક સાંજે કોક અજાણ્યો માણસ ઘરે આવી ચિઠ્ઠી આપી ગયો. માયા મનને છાને ખૂણે વિચારી રહી, આ બધી પ્રસિદ્ધિ ગમે ખરી પણ એનીય થોડી અગવડ હોય છે. તમારા અંગત સમય પર લોકોનું આક્રમણ થતું રોકી ન શકાય. કેટલાંક તો વળી ફોન ન લાગે તો સીધો અખબારવાળાને ફોન કરીને પૂછે ફોન નંબર છાપવામાં તો કંઈક ગરબડ નથી થઈને. જરા ચેક કરીને કહો, આ જ નંબર છે ને ? માયાએ મનોજને નવા ઈન્ટરવ્યૂની વાત કહી. ત્યારે મનોજ વ્યસ્ત હોવા છતાં હસીને કહ્યું : ‘તમે સાસુ-વહુ ભલે ઈન્ટરવ્યૂ આપો, પણ એક કૃપા કરશો. મારો ફોન તમારા ઈન્ટરવ્યૂમાં રજૂ ન થાય તેની કાળજી રાખશો.’
ટીવીના કૅમેરામૅન અને રિપોર્ટર મંગળાબહેનના ઘરે આવ્યા ત્યારે સોસાયટીનાં થોડાંક નાનાં છોકરાઓ માયાના ઘરમાં જિજ્ઞાસાવશ આવી ચડ્યાં. માયાએ તે સૌને સમજાવીને કાઢ્યાં. પણ ટીવી રિપોર્ટરે મૂંઝવે એવી બબ્બે શરત મૂકી. તે બન્ને સામે માયાને વાંધો પડ્યો. પણ મંગળાબહેને તેને સમજાવી ત્યારે તે ઈન્ટરવ્યૂ માટે તૈયાર થઈ. વાત એમ બની કે ટીવી ચેનલવાળાની એક ખાસ વિષય પર સિરિયલ બની રહી હતી. વિષય હતો : ‘સસુરાલમેં મેરી સાસસે મેરા પહેલા ઝઘડા…..!’ માયાને વિષય અંગે જરા મૂંઝવણ થઈ. ટીવી પર જૂઠું એ કહેવા માગતી નહોતી અને જાહેરમાં સાચું બોલવામાં પ્રતિષ્ઠાનાં જાણે છોતરાં ઊતરી જવાનાં હતાં. પણ એથીય વિશેષ તો માયાને બીજી વાતનો વાંધો પડ્યો. ટીવી ચેનલવાળાએ કહ્યું : ‘ટીવી સિરિયલના વિષયની મર્યાદા છે એથી માત્ર વહુનો જ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે, સાસુનો નહીં.’ માયાને એ ન ગમ્યું. એણે નન્નો ભણી દીધો. મંગળાબહેને આ જાણ્યું ત્યારે માયાને સમજાવી અને કહ્યું : ‘એમની વાત સાચી છે. આપણે માટે તેઓ એમનો વિષય તો ન બદલી શકે. તું તારે બેધડક ઈન્ટરવ્યૂ આપ. મારા ઈન્ટરવ્યૂની કોઈ જરૂર નથી.’
અને માયાએ ઈન્ટરવ્યૂ આપ્યો. ઈન્ટરવ્યૂમાં બધો સંકોચ ખંખેરી એણે લગ્નજીવનના પ્રારંભિક મતભેદોની વાત કહી. મમ્મીજીની ક્યાં ક્યાં ભૂલ થતી હતી, તેઓ કેટલાં જુનવાણી અને રૂઢિચુસ્ત હતાં તે બધું જ કહ્યું. પહેલા ઝઘડાની ભૂમિકા કેવી રીતે બંધાઈ હતી તે રસપ્રદ કિસ્સો વર્ણવતાં માયાએ કહ્યું : ‘પ્રથમથી જ મને ડાયરી લખવાની આદત હતી. એથી મમ્મીજી વિશેના મારા બધા નિખાલસ અભિપ્રાયો મેં ડાયરીમાં લખ્યા હતા.
એક દિવસ મારી ભૂલને કારણે એ ડાયરી મમ્મીજીના હાથમાં જઈ પડી. એમણે બધું જ વાંચ્યું. એમના ક્રોધનો પાર ન રહ્યો. પૂરા દોઢ કલાક સુધી એઓ મારી સાથે ઝઘડ્યાં. ડાયરીમાં મેં લખ્યું હતું, પરણીને સાસરે આવી ત્યારે મનોજ જોડે ઝડપથી મનમેળ થઈ શક્યો, પણ મમ્મીજી મને થોડાં જૂનવાણી લાગ્યાં. આખો દિવસ નોટબુકમાં રામનામ લખ્યા કરે. આમ તો એમની બધી જ કુટેવો મને ગમતી નહોતી, પણ તે સૌમાં એક કુટેવ જીવલેણ હતી. મેં તે સામે બંડ પોકાર્યું. મેં જોયું કે રાત્રે ગૅસ સિલિન્ડરની સ્વિચ બંધ કરવાની એમને આદત નહોતી. ઘરમાં ઉંદર હતા. રબરની ટ્યૂબ ઉંદર કાતરી નાખે તો ગૅસને કારણે ઘરમાં મોટો અકસ્માત થાય એવું હતું. મેં એમનું ધ્યાન દોરતાં કહ્યું : ‘મમ્મીજી, હવેથી રોજ ગૅસ સિલિન્ડરની સ્વિચ બંધ કરશો. તેમ ન કરી શકો તો હું કરીશ, પણ સિલિન્ડરની સ્વિચ રાત્રે ચાલુ રાખવી એ બહુ મોટી ભૂલ ગણાય. રાત્રે ઉંદર રબર ટ્યૂબ કાતરી ગયા તો ગૅસ લિકેજને કારણે બહુ મોટો ધડાકો થઈ શકે. મમ્મીજી, તમે ન્યૂઝપેપર નથી વાંચતાં એથી ખબર નથી. આવી ભૂલને કારણે કંઈ કેટલીય વાર ગૅસના સિલિન્ડર ફાટવાથી આજુબાજુનાં મકાનોની દીવાલો પણ તૂટી ગયાની દુર્ઘટના બની છે.’ મારે કબૂલવું જોઈએ કે હું ક્રોધને કારણે નમ્રતાનો વિવેક ચૂકી ગઈ હતી. એથી સ્વાભાવિક જ મમ્મીજીને માઠું લાગ્યું. તેમણે ગુસ્સે થતાં કહ્યું : ‘જાણું છું તું બહુ ભણેલી છે, ભાષણો કરવા જાય છે. પણ મારી આગળ કદી ભાષણ ન કરીશ. આમાન્યા રાખીને વાત કરજે. મને કદી કોઈ શિખામણ ન આપીશ. 40 વર્ષથી હું બાટલાનું બટન બંધ નથી કરતી. કશું થયું નથી. ના, ના, આ ઘરમાં મારે કેમ જીવવું તે હવે મારે તારી પાસેથી શીખવાનું છે ?’
મને પણ ગુસ્સો ચડ્યો.
મેં કહ્યું : ‘મમ્મીજી, તમે વડીલ છો તેની ના નહીં, પણ એવું ન માનશો કે વડીલોથી ભૂલ ન થઈ શકે. હું વહુ છું એનો અર્થ એ નથી કે તમારી કોઈ ભૂલ થતી હોય તે હું બતાવી ન શકું ! સાચી રીત એ છે કે મારી કોઈ ભૂલ પ્રત્યે તમે આંગળી ચીંધો ત્યારે મારે ઝઘડો કરવાને બદલે મારી ભૂલ સુધારી લેવી જોઈએ, અને તમારી કોઈ ભૂલ થતી હોય તો તમારેય તે સુધારી લેવી જોઈએ.’ ઘરમાં સાસુ-વહુનો અમારો એ પ્રથમ ઝઘડો હતો. અવાજ સાંભળી મનોજ ત્યાં આવી ચડ્યો. મેં એને આખી વાત સમજાવી.
મનોજે કહ્યું : ‘મમ્મી, માયા સાચું કહે છે. ગૅસ સિલિન્ડરની સ્વિચ રાત્રે તો અચૂક બંધ કરવી જ જોઈએ.’ મનોજે મારી તરફેણ કરી તે કારણે મમ્મીજીનો તેજોવધ થયો. એમનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો.
‘મનોજ, હું 40 વર્ષથી સ્વિચ બંધ નથી કરતી. કશું થયું નથી. તું પણ વહુનો થઈ ગયો ! નિશાળની મહેતી બાળકોને શીખવે તેમ હવે મારે ઘરગૃહસ્થીના પાઠ વહુ પાસેથી શીખવાના છે ?’ મમ્મીજીની નસો ફૂલવા લાગી. ક્રોધના માર્યાં એ લાલચોળ થઈ ગયાં. મારો સ્વભાવ આક્રમક કદી રહ્યો નથી. પણ કોણ જાણે તે દિવસે શું થયું તે મમ્મીજીનો સામનો કરવામાં મેં સંબંધોની દરકાર ન રાખી. કદાચ મારી એ નાદાનિયત હતી, પણ હંમેશાં મને સાચી વાતનો જુસ્સો, ઝનૂન અને આક્રોશ રહેતાં. એથી મને લાગ્યું કે હું કોઈ એંગલથી ખોટી નથી તો પછી સાસુજી માત્ર સાસુ હોવાના એકમાત્ર મોભાનો ગેરલાભ ઉઠાવીને મારી સાચી વાતને જૂઠી ઠેરવવાની કોશિશ કેમ કરે છે ? અને હું પણ ન અટકી. મેં કહ્યું, ‘મમ્મીજી, ઝઘડો મારા સ્વભાવમાં જ નથી, પણ તમે તે લઈ બેઠાં છો તો હજી બીજું ય તમે ઘણું ખોટું કરો છો. તમે પહેલાં ગૅસ સગડીની સ્વિચ ઑન કરી દો છો, પછી લાઈટર માટે આમતેમ ફાંફાં મારો છો. ત્યાં સુધીમાં કેટલોય ગૅસ વેસ્ટેજ જાય છે. લાઈટર પાણીમાં ન બોળાવું જોઈએ એમ મેં તમને એક-બે વાર કહેલું. આપણી અભણ કામવાળી વાસણ ભેગું લાઈટર પણ માંજી નાખે છે. એથી લાઈટર બગડી જાય છે. હું એ ભૂલ બતાવું ત્યારે તમે દર વખતે કામવાળીની તરફેણ કરો છો, પણ તેને તેની ભૂલ સમજાવતાં નથી. દિવસમાં દશ વાર તમે ફ્રીજ ખોલો છો. તેનોય વાંધો નથી. પણ ઘણી વાર ફ્રીજ ખુલ્લું રાખીને કામવાળી સાથે વાત કરતાં રહો છો. એમ થવાથી લાઈટબિલ વધારે આવે તેની તમને ખબર નથી.
તમે વાત લઈ બેઠાં છો તો હજી આગળ સાંભળો. તમે જાળા પાડવા માટે દીવાલ પર ઝાડુ ફેરવો છો ત્યારે કાળજી નથી લેતાં, એથી બલ્બને ઝાડુ લાગી જાય છે. ચારેક બલ્બની ફિલામેન્ટ એ રીતે તૂટી ગઈ. તે દિવસે કામવાળીની બેબી દાઝી ગઈ. તમે તેના પર ધાબળો ઢાંકી દીધો. દાઝી ગયેલા અંગ પર ધાબળો ન વીંટાળાય, બરફનું ઠંડું પાણી રેડવાનું હોય. કેટલી ભૂલ ગણાવું ? તમે ચશ્માં સુતરાઉ કટકાથી લૂછવાને બદલે ગરમ પાણીથી સાફ કરો છો. રસોડામાં હાથ હંમેશાં સાડલાથી લૂછો છો. રૂમાલને બદલે પડદાથી મોઢું લૂછતાં પણ મેં તમને જોયાં છે. આવું બધું તમારે બદલે હું કરતી હોઉં તો તેય ખોટું જ ગણાય. મમ્મીજી, હજી આગળ સાંભળો. મારી ના છતાં તમે ગઈ કાલે કૂકરમાં સીસું પુરાવ્યું. તમને મેં ઘણી વાર સમજાવ્યું કે કૂકરનો સેફટીવાલ્વ ઊડી જવા માટે જ એમાં નાખવામાં આવતો હોય છે. કોઈ કારણોસર સીટીમાં કચરું આવી જાય અને મેઈન વાલ્વમાંથી વરાણ ન નીકળી શકે તે સંજોગોમાં સેફટીવાલ્વ ઊડી જઈને અકસ્માતથી બચાવી લે છે. તમે તેમાં સીસું પુરાવીને જડબેસલાક બંધ કરી દો છો. એમ થવાથી કૂકરમાંથી વરાળ ન નીકળી શકે ત્યારે તે ધડાકા સાથે ફાટે છે. મેં તમને અગાઉ પણ આ વાત સમજાવી હતી. પણ મારી કોઈ પણ સાચી વાત માનવામાં તમને તમારા સાસુપણાનું અહમ આડે આવે છે. મમ્મીજી, તમે રોજ સવારે નોટબુકમાં હજાર વાર રામનામ લખો છો. તમારી શ્રદ્ધા સામે મને વાંધો નથી. પણ આ ઉંમરે હજાર વાર રામનામ લખવાને બદલે હજાર ડગલાં ચાલવાથી વધુ ફાયદો થઈ શકે. એવી સલાહ આપવામાં મેં કશું ખોટું કહ્યું નહોતું. તમે ત્યારે પણ ઝઘડો કરીને મને કહેલું : ‘વહુ, મારે કેમ ભક્તિ કરવી તેની તું મને સલાહ ન આપ. હું તારી માફક નાસ્તિક નથી !’
આખી સોસાયટીમાં ખબર થઈ ગઈ કે મંગળાબહેન અને માયા વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. બન્નેની આંખોમાં આંસુ આવી ગયાં. મનોજ પણ લગભગ રડમસ થઈ ગયો. ઘરમાં વાતાવરણ ભારેખમ થઈ ગયું. પહેલાં કદી આવું બન્યું નહોતું. થોડા દિવસથી ઘરમાં રાંધ્યાં ધાન રખડી જતાં હતા. કોઈ એકમેક સાથે બોલતું નહોતું. એવું લાગતું હતું જાણે કોઈ અજાણ્યા દેશની અજાણી ધર્મશાળામાં એક છત તળે ત્રણ અજાણ્યાં મુસાફરો સાથે જીવી રહ્યાં છે.
એક રાત્રે મનોજની આંખ ખૂલી ગઈ. જોયું તો માયા પથારીમાં નહોતી. ઊભો થઈ એ બાલ્કનીમાં આવ્યો. માયા હીંચકા પર બેસી રડી રહી હતી. એ માયાની બાજુમાં બેઠો. થોડી ક્ષણ એ માયાને રડતી જોઈ રહ્યો. એને સમજાયું નહીં કે માયાને શું કહેવું ? એ બનાવ પછી આમેય શાંતિ-ઊંઘ હરામ થઈ ગયાં હતાં. સોસાયટીવાળા સૌ કુતૂહલભરી નજરે એમના ઘર તરફ નજર કરી રહ્યાં હતાં. પાર્વતીબહેન ત્રણેક વાર આવી સાસુ-વહુને અલગ-અલગ શિખામણ આપી ગયાં હતાં. મનોજ કશુંક બોલવા જતો હતો ત્યાં અચાનક માયા ઊભી થઈને એને વળગીને મોટેથી રોઈ પડી. મનોજના શબ્દો ફરી હોઠોની અંદર અટકી ગયા.
માયાએ કહ્યું : ‘મનોજ, મેં સ્વપ્નેય કલ્પ્યું નહોતું કે નાનકડી વાતમાંથી વાતનું વતેસર થઈ જશે.’
‘માયા, જે થયું તે ભલે થઈ ગયું, પણ હવે ફરી એવું ન થાય તેની તકેદારી રાખવી પડશે. સોસાયટીમાં આપણી મોટી બદનામી થઈ ગઈ છે. તેં નોંધ્યું હશે આપણા ઘર તરફ આખી સોસાયટી તમાશો માણતી હોય એમ જોઈ રહી છે. માયા, તું ખૂબ સમજદાર છે. હું મમ્મીને પણ કહીશ તેઓ તારી સાથે આવી રીતે ન વર્તે.’
‘નહીં મનોજ, તમે અહીં ખોટું વિચારી રહ્યા છો. ભૂલ મમ્મી કરતાં મારી વધારે છે.’ મનોજ અટકીને માયા તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો. એની આંખોમાં ખામોશ આશ્ચર્ય છવાઈ ગયું. માયાએ આગળ કહ્યું : ‘મનોજ, મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે. હું બધી હદ ઓળંગી ગઈ, અને તમે જોતા રહ્યા. તમારે મને રોકવી જોઈતી હતી.’
‘માયા, મેં તને એટલા માટે નહીં રોકી કે તારી કોઈ વાત ખોટી નહોતી. કૂકરમાં સીસું પુરાવવું, ફ્રીજ ખુલ્લું રાખવું, રાત્રે ગૅસ સિલિન્ડરની સ્વિચ બંધ ન કરવી એ બધી જ મમ્મીની ભૂલો હતી. મમ્મી વડીલ હોવાને નાતે હું બહુબહુ તો એટલું કરી શક્યો હોત કે એ જ બધી વાતો તેમની સાથે ઝઘડો કર્યા વિના તેમને શાંતિથી સમજાવી શક્યો હોત, પણ તમારા વચ્ચે ઝઘડો છેડાઈ ચૂક્યો હતો અને મમ્મી ઓલરેડી રોંગબૉક્સમાં હતાં ત્યારે હું ફક્ત માતૃપ્રેમ બતાવવા ખાતર ખોટી વાતને ટેકો શી રીતે આપી શકું ?’
‘મનોજ, હું તમને એ જ કહું છું. સત્ય મારે પક્ષે જ હતું પણ મમ્મીજી સામે તે રજૂ કરવાની મારી રીત ખોટી હતી. મનોજ, 70 વર્ષનાં ઓલ્ડ મમ્મીજી ઝાઝું ભણ્યાં નથી. એમને ફ્રીજ, કૂકર વગેરેની આધુનિક ટૅકનૉલૉજી વિશે શી ખબર હોય ! સત્ય શું છે તે આપણે જાણતાં હતાં, પણ આપણે મમ્મીજી કરતાં વધુ શિક્ષિત છીએ તો એ સત્ય તેમને હું શાંતિથી સમજાવી શકી હોત. ઝઘડો કરવો જરૂરી નહોતો. મને હવે રહીરહીને પ્રશ્ન થાય છે કે પિયરમાં મારાં મમ્મી પણ અશિક્ષિત અને જુનવાણી છે. તેમની જોડે મારાં ભાભી આવી રીતે ઝઘડી પડે અને તોછડાઈપૂર્વક તેમને મોં પર તેમની ભૂલો ગણી બતાવે તો તેમનેય જરૂર માઠું લાગી શકે.’
‘માયા, મને આનંદ છે, તું આખી વાત ઠીક રીતે સમજી શકી છે. પણ ન્યાય ખાતર એટલું કહું કે મમ્મીએ પણ એ દષ્ટિકોણથી વિચારીને તારી સાથે થોડી નરમાશથી વર્તન કર્યું હોત તો વાત કદાચ આટલી હદે ન ડેવલપ થઈ હોત. હું તારી કરવા ખાતર તરફેણ કરું એવી મારી પ્રકૃતિ નથી. મને તારા બધા જ મુદ્દા સાચા લાગ્યા. એ સંજોગોમાં મમ્મીને પણ તે ક્ષણે તારી 25 ટકા વાત સાચી લાગી હોત તો એમણે સાસુ હોવાના મોભાનો ગેરલાભ ઉઠાવવાને બદલે શાંતિથી વિચારવું જોઈતું હતું. તેને બદલે એ સીધો ઝઘડો જ કરી બેઠાં. વહુ કહે તે ખોટું જ હોય અને વહુથી સાસુને શિખામણ ન અપાય એવી એમની જુનવાણી મેન્ટાલિટી અહીં ભાગ ભજવતી હતી. માયા, 40 વર્ષથી આપણા ઘરમાં ગૅસ સિલિન્ડર બંધ ન કરવાથી કોઈ નુકશાન ન થયું હોય એનો અર્થ એવો નથી કે ભવિષ્યમાં પણ એવી દુર્ઘટના ન જ બને. ગમે ત્યારે દુર્ઘટના થઈ શકતી હોય છે એથી તેવું ન થાય તે માટેના સિક્યોરિટી સ્ટેપ લેવાં અનિવાર્ય હોય છે. મોટી ઑફિસોમાં કે થિયેટરોમાં અગ્નિશામકનું સિલિન્ડર વર્ષોથી લગાડવામાં આવે છે. આગ નથી લાગતી છતાં દસ-પંદર વર્ષે તેને બદલીને નવાં સિલિન્ડર મૂકવામાં આવે છે. ત્યાં એવું ન વિચારી શકાય કે આગ લાગતી જ નથી એથી નાહક અગ્નિશામક રાખવાની કોઈ જરૂર નથી. માયા, માની લે કે કૂકરના સેફટીવાલ્વમાં સીસું પુરાવ્યા પછી પણ કદાચ અકસ્માત ન થાય એવું બને, પરંતુ મૂળ તો આખી વાત જ અવૈજ્ઞાનિક છે તેનો શી રીતે બચાવ થઈ શકે ? ગાડી રોંગ સાઈડે ચલાવ્યા પછી એક્સિડન્ટ ન થાય તેથી રોંગ સાઈડે ગાડી હંકારવી બરાબર છે એવો અર્થ ન તારવી શકાય.’
માયાએ આંખો લૂછતાં ગંભીર ભાવે કહ્યું : ‘મનોજ, તમારી દલીલો ખોટી નથી, પણ મમ્મીજી સામે તે રજૂ કરવાની મારી રીત તોછડાઈભરેલી અને અપમાનજનક હતી. મને લાગે છે કે મમ્મીજી કરતાં હું વધારે દોષિત છું. કેમકે મમ્મીજીએ તો અજ્ઞાનવશ એ દલીલો કરી હતી. પણ મને તો ખબર હતી. વડીલો જોડે અદબપૂર્વક વાત કરવાની હોય છતાં હું તે ચૂકી ગઈ. મનોજ, મેં પુસ્તકોમાં વૃદ્ધોની સાઈકોલૉજી વિશે ઘણું વાંચ્યું છે. તે વાંચ્યા પછીય હું તેનો ફાયદો ન ઉઠાવી શકી. મેં આ બધી જ વાત મમ્મીજી જોડે ખૂબ શાંતિથી કરી હોત તો મામલો આટલી હદે બગડ્યો ન હોત. મમ્મીજી સ્વભાવે કાંઈ લડાયક કે વાંકદેખા નથી. આખી સોસાયટી એમની ઈજ્જત કરે છે. મેં થોડું સાચવી લીધું હોત તો આમાંનું કશું જ ન થાત. મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે. હું એક વિનંતી કરું. મને સાથ આપશો ?’ અગાસીના અંધકારમાં મનોજ માયાના બંધ હોઠોને તાકી રહ્યો. માયા શેમાં સાથ માગી રહી હતી ?
માયાએ કહ્યું : ‘આજની ઘટનામાંથી મને ખૂબ ઉપયોગી પાઠ શીખવા મળ્યો છે. મેં ભૂલ કરી છે પરંતુ તેના પ્રાયશ્ચિત રૂપે હું કંઈક એવું કરવા માગું છું કે હવે પછી એક પણ દિવસ મમ્મીજી જોડે મારે ઝઘડો નહીં થાય. એ માટે હું અત્યારે જ મમ્મીજીના રૂમમાં જઈ તેમની ક્ષમા માગવા માગું છું !’
મનોજ જરા મૂંઝાયો.
એણે કહ્યું : ‘પણ માયા, રાત ઘણી વીતી ગઈ છે. અત્યારે તો એ સૂતાં હશે. આપણે બન્ને સવારે એમની સાથે વાતો કરીશું.’
‘ના મનોજ, ત્રણ રાતથી મને ઊંઘ નથી આવતી. હું મમ્મીજીની માફી નહીં માગું ત્યાં સુધી મને ચેન નહીં મળે.’ મનોજ અને માયા, બન્ને મંગળાબહેનની રૂમ આગળ આવ્યાં. માયાએ બારણે ટકોરા મારી હળવેથી કહ્યું : ‘મમ્મીજી, પ્લીઝ દરવાજો ખોલો !’ મંગળાબહેનને ઊંઘ નહોતી આવતી. એ ગીતા વાંચી રહ્યાં હતાં. દરવાજો અંદરથી ખુલ્લો જ હતો. હળવેથી તેમણે તે ખોલ્યો. સામે વહુ સાથે મનોજ પણ ઊભો હતો. મંગળાબહેન ગંભીર ભાવે અને થોડીક જિજ્ઞાસાથી તેમને સામે ઊભેલાં જોઈ રહ્યાં. એઓ કાંઈ બોલે તે પૂર્વે માયા તેમને વળગીને રોઈ પડી, ‘મમ્મીજી ! મને માફ કરો. હું તમારી ક્ષમા માગું છું. હું વચન આપું છું કે હવે કદી આ ઘરમાં આપણા વચ્ચે ઝઘડા નહીં થાય. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારી વાત સાચી હોય તોપણ મારે તમારી જોડે આવી રીતે ન વર્તવું જોઈએ. હું સાચે જ બહુ દિલગીર છું મમ્મીજી !’ મનોજે પણ કહ્યું : ‘મમ્મી, માયાની સાથે હું પણ તમારી માફી માગું છું. મારી પણ ક્યાંક ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને હવે પછી આ ઘરમાં આપણાં ત્રણ વચ્ચે કોઈ મતભેદ જન્મે તો તેનો ઉકેલ ઝઘડાથી નહીં પણ શાંત વાટાઘાટથી લાવીશું.’
દીકરા-વહુની ક્ષમાયાચનાથી મંગળાબહેનનું મન પીગળ્યું. એમણે ગંભીર ભાવે કહ્યું :
‘વહુબેટા, ઝઘડો થયા પછી હું મંદિરે ગઈ હતી. ત્યાં ઈશ્વરનાં ચરણોમાં બેસી મેં ખૂબ વિચાર્યું, તો મને સમજાયું કે તું અને મનોજ સાચું કહેતાં હતાં. લાઈટબિલ વધારે ન આવે તે માટે હું સતત ચિંતિત રહું છું. પણ સાચું કહું તો ફ્રિજનો દરવાજો ખુલ્લો રાખવાથી પાવર વધારે વપરાય તેની મને ખબર નહોતી. કૂકરના વાલ્વમાં સીસું પુરાવવાથી કૂકર ફાટી શકે તે વાત મેં પહેલી વાર તારે મોઢે સાંભળી. ગૅસના સિલિન્ડરની સ્વિચ રાત્રે બંધ કરવાની મને વર્ષોથી ટેવ જ નહીં. પણ તેં જે ભયસ્થાન બતાવ્યું તે ખોટું નથી. ઉંદરો ગૅસની નળી કાતરી નાખે તો જરૂર અકસ્માત થઈ શકે. મારા સ્વભાવ પ્રમાણે હું ગરમ થઈ ગઈ, પણ મંદિરમાં ભગવાનનાં ચરણોમાં શાંત ચિત્તે વિચારતાં મને લાગ્યું કે તમે બન્ને સાચું કહેતાં હતાં. ભૂલ મારી થતી હતી. મારે તે સ્વીકારી લઈને ભૂલ સુધારી લેવી જોઈતી હતી. પણ જાગ્યા ત્યાંથી સવાર. હવેથી હું એ બધી વાતોનું ધ્યાન રાખીશ.’
માયા અને મનોજ બન્નેએ કલ્પ્યું નહોતું કે મંગળાબહેન સ્વયં પોતાની ભૂલ સ્વીકારી લેશે. માયાની આંખો ફરી વહી નીકળી. એણે મંગળાબહેનનો હાથ લઈ પોતાને માથે મૂક્યો અને આર્દ્રસ્વરે કહ્યું : ‘મમ્મીજી, મારી કદીક ભૂલ થઈ જાય તો મને તમારી દીકરી ગણી ક્ષમા કરજો. હું પણ ભૂલો ન થાય તેનું ધ્યાન રાખીશ. તમારી સાથે હું કદી આ રીતે નહીં વર્તું. મનોજને પણ હું વચન આપીને આવી છું કે આ ઘરમાં મારા અને મમ્મીજી વચ્ચેનો આ અંતિમ ઝઘડો છે. હવે પછી ગમે તેવાં મનદુઃખો કે વિચારભેદ જન્મે તોય શાંતિથી તે પતાવીશું. પણ ઘરના મતભેદો અને ઝઘડા પારકે ઘરે ચર્ચાય તેવું હવે કદી નહીં થવા દઈએ !’