Pages

Thursday, February 25, 2010

આપણી વેબ સાઈટ જોઇ ?

ચિત્ર મોટું કરવા માટે ચિત્ર ઉપર ક્લિક કરો અને ctrl+ કે ctrl- વડે તેને નાનું -મોટું કરો.
સાઇટ ઉપર જતાં પ્રસ્તાવના રૂપે ઉપર દેખાતું ચિત્ર આવશે. ૨ વસ્તુ ધ્યાન ખેંચે એવી છે.
૧) પહેલી લાઇનમાં લખેલ છે કે "Welcome to the Official site of " . આમા official જેવું કે unofficial જેવું શું છે ? વેબ ઉપર બધું જ official છે.
૨) શ્રી કાંતિભાઇ અને મૃદુબેનના ફોટા ઉપર જે વાક્ય લખેલ છે તે આ પ્રમાણે છે "Sponsored by Shri Vajeshanker Jagjivan Vakharia Family through Shri Kantilal Vakeshankar Vakharia" .અહિ Vajeshankar નું Vakeshanker થયું છે . એક જગ્યાએ shankar છે તો બીજી જગ્યાએ shanker લખેલ છે.

ચિત્ર મોટું કરવા માટે ચિત્ર ઉપર ક્લિક કરો અને ctrl+ કે ctrl- વડે તેને નાનું -મોટું કરો.
૧) મથાળું નીચે મુજબનું છે.
On occassion of Golden Jubilee year celebration
Shree
Machchukantha Jain Vishashreemali Yuvak Mandal (Mumbai)
presents its website to all members.
Managing Commitee member and the sponsor's
Welcomes all visitors

મથાળાના ફોંટ્સ નાના મોટા અને ઘંટી ઘોબારા લાગે છે.વધૂમાં મથાળામા Golden Jubilee શબ્દ વંચાતો જ નથી. presents its website to all members ને બદલે presents its website to the samaj or community વધારે સારૂ લાગે. આ બધુ ઠીક પણ મજા તો ત્યાર પછીના વાક્યમાં છે. Managing Commitee member and the sponsor's Welcomes all visitors

આ વાક્ય કોઇ જાણકારને વંચાવો. તે જરૂર હસશે. આખુ વાક્ય જ વ્યાકરણની દ્રષ્ટિએ ખોટુ છે. કમિટિનું લિસ્ટ વાંચો તો મેનેજિંગ કમિટિ જેવું કાંઇ નથી. આપણી પાસે ટ્રસ્ટ બોર્ડ, સ.ઉ. બોર્ડ અને કમિટિ એમ ૩ વિભાગ છે. તો મેનેજિંગ કમિટિ કઇ ?

આવુ ઘણુ બધુ છે. કહેવાનું એટલુ જ છે કે સાઇટ ઉપર કરવા જેવું કોઇ જ કાર્ય થયું નથી. થોડા છાપેલા કાગળીયાને સ્કેન કરીને મુકી દીધા છે. સાઇટના પૈસા તો લેવાઇ ગયા છે પણ તેને રંગ રૂપ આપવા માટે તનતોડ મહેનતની જરૂરત છે. પહેલુ પાનુ જે જોરદાર અને યુવાનીનો તરવરાટ દર્શાવતું હોવુ જોઇએ તેને બદલે ફિક્કુ ફિક્કુ પાનુ ખુલે ત્યાંજ તમારો ફ્યુઝ ઉડી જાય.

સાઇટ ગુજરાતી અને ઇગ્લિશ બન્ને ભાષામા હોવાનો દાવો થયો છે પણ ગુજરાતીમાં પણ ઇગ્લિશ પાના જ ખુલે છે.

Tuesday, February 23, 2010

વાર્ષિકોત્સવ વિષે વધૂ

આજે ટીકાઓનો દિવસ છે. ટીકાઓ ખંડનાત્મક નથી પરંતુ રચનાત્મક છે. કમિટિના સભ્યો ભવિષ્યમાં વધૂ સારી રીતે તેમની કામગીરી પાર પાડે અને વધૂ યશદાયી નિવડે તે ભાવના સાથે અત્રે લખવામાં આવેલ છે.

૧) સુવેનિયરના લક્કી ડ્રોમા આટલી મોટી રકમના ઇનામો રાખેલા હોવા છતા તેની યોગ્ય જાહેરાત થઇ નહી. તેને વેચવા માટે કોઇ ખાસ પ્રયત્ન પણ ન થયા. એટલું જ નહી પરંતુ તેનુ વેચાણ કંયાં થતુ તેની ખબર સુધ્ધા ઘણાને ન હતી. આવડા મોટા ઇનામ રાખ્યા હોય ત્યારે તેનો જોર શોરથી પ્રચાર થવો જોઇતો હતો.

૨) કાર્યકરો અને કમિટિ મેમ્બરોને જે Badge (બિલ્લા) આપવાના હતા તે સર્વેને પહોચ્યા નહોતા.તે કામ કોઇ ચોક્કસ વ્યક્તિને સોપાવું જોઇતુ હતુ.

૩) કાર્યક્રમ શરૂ થતા પહેલા આપણા માટે ખાસ ઊભા કરેલા મંડપમાં થોડી ગરમાગરમી મંડળના કાર્યકર અને કોઇ જ્ઞાતિજન વચ્ચે થઇ. વાત ગાળાગાળી સુધી પહોચી. જ્ઞાતિજન અને કાર્યકર બન્ને પોતાની ફરજ નિભાવવામાં ઉણા ઉતર્યા. તેમણે પ્રસંગની ગરિમા જાળવીને મામલો બિચકાવવાની જરૂરત નહોતી.

૪) આ કમિટિ નવી છે અને અનુભવમાં ઓછી છે તેવું તેમણે પોતે કાંઇ પણ કિધા વગર સાબિત કરી આપ્યું. હાઉસીની ટિકીટ ૧૦-૧૦ રૂપિયામાં વેંચી તો ખરી પણ હાઉસી રમાડી જ ન શક્યા અને બધાને પૈસા પરત કરવા પડ્યા.

૫) વેબ-સાઇટનો જોર શોરથી પ્રચાર તો થયો પરંતુ ઉદઘાટન બાદ વેબ સાઇટનું ડેમોનસ્ટ્રેશન આપવા માટેનો કાર્યક્રમ જ રદ્દ કરવો પડ્યો. તેઓએ ડેમોનસ્ટ્રેશન દરમ્યાન ચર્ચવાની વિગતોનુ ફરફરીયુ જ્ઞાતિજનોમા ફેરવ્યુ પરંતુ તેનો ઉપયોગ સુધ્ધા ન થયો.

૬) આ બધાનુ એક જ કારણ આપણને મળે છે તે છે સમયનો અભાવ. આવા ટાઇટ કાર્યક્રમમાં જામનગર મંડળના પ્રમુખને લાંબા સમય સુધી માઇક આપવાની જરૂર ન હતી અને તેમણે આપેલ સુચન પર react કરી ફાળો ઉઘરાવવાની જરૂર ન હતી. તેમણે કેટલી મિનિટ બોલવાનું છે તે તેમને અગાઉથી જણાવવું જોઇતુ હતુ. તેઓ આપણા મહેમાન હતા. તેઓ નહોતા આપણા જ્ઞાતિજન કે નહોતા Donor.

૭) આ સમયના અભાવને હિસાબે આપણા બાળકોનું સન્માન પણ વ્યવસ્થિત થયું નહી. જે કાર્યક્રમ અતિ મહોત્વનો હતો તેજ ગૌણ થઇ ગયો. આવુ દરેક વખતે થાય છે. હવે બાળકોને સ્ટેજ ઉપર બોલાવવાનું બંધ કરી જુદા કાઉન્ટર પરથી ઇનામ આપી દેવુ જોઇએ. જેથી તેઓ નિરાશ થતા તો અટકે .

૮) Response/Feedback ફોર્મની વહેચણી મંડપમાં એમ કહીને કરવામાં આવી કે જ્ઞાતિજનોએ ફોર્મ ભરીને પાછું આપવાનું છે. વળી આ ફોર્મ પણ ઇગ્લિશમાં છપાયુ. આ ફોર્મ છાપતી વખતે કોઇ કમિટિ મેમ્બરે એ ન વિચાર્યુ કે આપણામાંથી કેટલા આ ફોર્મ વાંચશે ? વાંચ્યા પછી કેટલા આનો જવાબ ઇગ્લિશમાં લખી શકશે ? વધુમાં તેમણે ફોર્મ પાછુ લેવાની તસ્દી સુધ્ધા ન લીધી.

૯) સવાલ-જવાબ અને ઇનામનો કાર્યક્રમ સુધ્ધા નિષ્ફળ નિવડ્યો. સવાલો આપણા સમાજ માટે ઘણા અઘરા હતા. મોટા સમુદાયને જવાબ આવડતા નહોતા આથી તેઓ નિરસ થઇ ગયા.

૧૦) સુવેનિયરમાં જાહેર થયેલા પારિતોષિક વિજેતાઓના નામો પણ ગુંચવાડાવાળા હતા. દા.ત. પાના નં. ૧૧૩ /૧૧૫ ઉપર ગુજરાતી માધ્યમ ૧થી ૯ ધોરણની નામાવલીમાં ૪થા કે ૭મા ધોરણના કોઇ પણ નામ નથી. તો પાના નં. ૧૧૫ ઉપર બીજી યાદિમાં ૧ થી ૯ ના બધા નામ છે. પરંતુ તે નામો આગલા નામો કરતા જુદા છે.તો વળી ૧૧૭માં પાને ત્રીજી યાદિમાં ૩ નામ જ છે. વિવરણ લખવામાં કદાચ કોઇ કચાસ રહી ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે.

આમ હવે કમિટી મેમ્બરોએ ટાઇમ મેનેજમેન્ટ ઉપરાંત જોબ ડિસ્ટ્રીબ્યુશન પણ શિખવુ પડશે. ફરીથી આ ટીકા ભૂલો સુધારવા માટે છે. કોઇને નિચા પાડવા માટે નથી. આ સુવેનિયરમાં છપાયેલા સ્નાતકોના ફોટા અત્રે પબ્લિશ ધીરે ધીરે કરીશું જેથી તેનો ઉપયોગ કરવો સૌને સહેલો પડે.

Monday, February 22, 2010

યુવક મંડળના ૩૨મા વાર્ષિકોત્સવ (સુવર્ણ જયંતિ વર્ષ) નો આંખે દેખ્યો અહેવાલ

યુવક મંડળ સમાજના ૧૫૬૦ જ્ઞાતિજનોના કાફલાને ૨૫ બસ અને ૩૮ મોટરો મારફત લઇને
સવારના ૯ અને ૧૦ વચ્ચે ગ્રેટ એસ્કેપ રિસોર્ટ ખાતે પહોંચી ગયું હતુ. ઉમંગ, આનંદ અને ઉત્સાહના વાતાવરણ વચ્ચે જ્ઞાતિજનો એક બીજાનું અભિવાદન કરતા, મળતા હતા- ખબર અંતર પૂછતા હતા. રિસોર્ટ પર પહોંચતા જ જ્ઞાતિજનો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા રાખવામા આવી હતી. ચા-કોફી ઉપરાંત નાસ્તામાં ગાંઠિયા - જલેબી, ઉપમા અને ઇડલી રાખવામાં આવેલ હતા.

નાસ્તો પતાવ્યા બાદ જ્ઞાતિજનો પોત પોતાના મિત્ર મંડળમાં ગોઠવાવા લાગ્યા. જેઓને નહાવા ધોવાની ઇચ્છા હતી તેઓ Rides તરફ વળ્યા અને જેઓને નહાવું-ધોવું નહોતું તેઓ ઝાડને છાંયડે બેસી પોત પોતાની રીતે અવસર અને સ્થળની મઝા લેવા લાગ્યા.

આ બધું ગોઠવાયું ત્યાં બાઈટીંગ નો રાઉન્ડ શરૂ થયો. બાઈટીંગમાં ઉતપ્પા, નુડલ્સ, મંચુરિયન, ફ્રાઇડ રાઇસ, કેળા /બટેટા વડા, રસમવડા વિ. નો આસ્વાદ લેવા જ્ઞાતિજનો લાગી ગયા. બીજી તરફ આપણા માટે ખાસ ઊભો કરવામાં આવેલ મંડપમાં ગેમ શો શરૂ થયો.જુદી જુદી જાતની રમતો દ્વારા હાજર રહેલા સભ્યોના દિલ બહેલાવવા ઇનામોની વહેંચણી પણ કરવામાં આવી. તો વળી યુવકમંડળના કાર્યકરો પારિતોષિક વિતરણ સમારોહ તથા વેબ સાઇટ ઉદ્ ઘાટન માટે તડામાર તૈયારીમાં લાગી ગયા.

આ બધું પતે તે પહેલા તો જમવા માટેની જાહેરાત થઇ ગઇ. શ્રીખંડ-પુરી, ૩ શાક, ઢોકળા,દાળ, ભાત, પાપડ, છાશનો જમણવાર તો હતો પરંતુ ઘણા જૂજ લોકો જમણવારને સંપૂર્ણ ન્યાય આપી શક્યા કારણ કે એક પછી એક પિરસાતી વાનગીઓમાં ૩૦૦ ગ્રામથી વધૂ ક્યાં કોઇ ખાઇ શકવાનું હતુ. ૧૨:૩૦ કલાકે ગોલા અને ડોશીના વાળની આઈટમ પણ શરૂ થઇ . બપોરના ધોમ ધખતા તડકામાં ગોલા માટે લાંબી લાઇનો પણ લાગી પણ દરેકને ગોલા લાંબા સમય સુધી મળતા રહ્યા.

બપોરના ૨ વાગ્યા પછી પારિતોષિક વિતરણનો કાર્યક્રમ શરૂ થયો. દિપ પ્રાગટ્ય, સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવોના આવકાર અને અભિવાદન બાદ પ્રાસંગિક પ્રવચનો થયા. મંચસ્થ મહાનુભાવોએ તો દાનગંગા વહાવી યુવક મંડળને પૈસાથી તરબતર કરી દીધું. એક વસ્તુ એનાથી એ ફલિત થઇ કે હવે યુવક મંડળના સભ્યોએ પૈસા ભેગા કરવા કરતા તેને સરખી રીતે ગોઠવવા માટે , તેમાંથી સારી એવી ઉપજ કરી તે ઉપજનું શિસ્તબધ્ધ વિતરણ કરવા માટે કટિબધ્ધ થવું પડશે. તેના માટેની આવડત કેળવવી પડશે.

સુવર્ણજયંતિ વર્ષ નિમિત્તે જે દાન મળ્યુ તેની વિગત આ પ્રમાણે છે.

૧) શ્રી કાંતિભાઇ વજેશંકર વખારિઆ તરફથી : રૂ. ૧,૫૧,૦૦૦/- વેબ સાઇટના ૫ વર્ષના સ્પોન્સરર તરીકે
રૂ. ૧,૫૧,૦૦૦/- આ વાર્ષિકોત્સવના પ્રેરક દાતા તરીકે
રૂ. ૨,૦૦,૦૦૦/- સ્વ. વજેશંકર જગજીવન વખારિઆ પાઠ્યપુસ્તક ફંડમાં
રૂ. ૧,૭૧,૦૦૦/- ધાર્મિક સ્તોત્રમાં

૨) શ્રી વી. વી. શાહ તરફથી : રૂ. ૭૧,૦૦૦/- તેઓ સમારંભ પ્રમુખ થતા ખુશાલીના

૩) શ્રી ડો. અશોકભાઇ સંઘવી તરફથી : રૂ. ૩૧.૦૦૦/- તેઓ અતિથિ વિશેષ તરીકે પધારતા

૪) શ્રી રશ્મિકાંત જે. શાહ તરફથી : રૂ.૨૧,૦૦૦/- તેઓ સ્વાગત પ્રમુખ તરીકે પધારતા

૫) શ્રી ચંદ્રકાંત હીરાલાલ પટેલ તરફથી : રૂ. ૨૧,૦૦૦/- તેઓ સન્માન પ્રમુખ તરીકે પધારતા

૬) શ્રી કેતન નવલચંદ શાહ તરફથી : રૂ. ૨૧,૦૦૦/- તેઓને દિપ પ્રાગટ્યનો લાભ મળતા

૭) શ્રીમતિ ચંદનબેન કાંતિલાલ ટી. પારેખ તરફથી : રૂ. ૧,૭૧,૦૦૦/- વર્ધમાન તપની ૧૫થી વધૂ ઓળી કરનાર તપસ્વીઓના બહુમાન માટે

આ ઉપરાંત જામનગર વિશાશ્રીમાળી જૈન સમાજના પ્રમુખ શ્રી જગદિશભાઇ ઠક્કરના પ્રવચન દરમ્યાન ગંભીર બિમારી માટે ફંડ ભેગુ કરવા બાબત સૂચન કરાતા ૨૧ જ્ઞાતિજનો દરેકે રૂ.૫૦૦૦/-નું દાન જાહેર કરેલ. આમ રૂ. ૧,૦૫,૦૦૦ જમા થઇ ગયા.

આ સમારંભ દરમ્યાન જ જેઓનો આજ જન્મદિન હતો તેમને ભેટ આપવામાં આવી.

આ વખતની સ્મરણિકા જરા જુદી તરી આવે એવી બની છે કારણકે તેમાં ૨૦૦૮ અને ૨૦૦૯ માં ગ્રેજ્યુએટ કે ડબલ ગ્રેજ્યુએટ કે પ્રોફેશનલ ડિપ્લોમા થયેલ જ્ઞાતિજનોના સંતાનોના ફોટા છાપવામાં આવેલ છે. જે આડકતરી રીતે ઘણા બધા માટે સગપણ બેંકનું કામ કરશે. સુવર્ણ જયંતિ પ્રસંગે લક્કી ડ્રો માં ૧ ગ્રામ સોનાના સિક્કાઓ રાખવામાં આવેલ હતા. તેના ડ્રોની જાહેરાત પણ કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવી. ૩ જ્ઞાતિજનોને સોનાની ૧ ગ્રામની લગડી ઇનામમાં મળી.

અરે! તમોને ખાણીપીણીમાં શું થઇ રહ્યુ છે તે કહેતા તો ભૂલી જ ગયા. ત્યાં તો ચા અને બાફેલા મગ અને ચણા મળી રહ્યા છે.

આ બાજુ પારિતોષિક વિતરણનું કામ ચાલું થયું. તે પુરૂ થતા સાંજના પાંઉ ભાજી, પુલાવ અને રાઇતુ જ્ઞાતિજનોની રાહ જોઇ રહ્યા હતા.તેને ન્યાય આપી જ્ઞાતિજનો પોતપોતાની બસો તરફ ઘર તરફ પ્રયાણ કરવા વળ્યા. ગેટ ઉપર તેમને આઇસક્રીમ આપી રવાના કરવામાં આવ્યા.

ખાવાપીવાની ચીજો ઘણી હોવા છતાં બપોરનું જમવાનુ મધ્યમ કક્ષાનું રહ્યુ. જ્યારે બીજી બધી વખતે ઠીક કહી શકાય તેવુ રહ્યુ.

આ થઇ પ્રસંગની ઉજળી બાજુની વાત. આવડા મોટા પ્રસંગમાં ગરબડ, ગોટાળા કે ઝગડા ન થાય તો જ નવાઇ. તેની વાત આવતી કાલે કરીશું. આજ આટલું બસ.

Saturday, February 20, 2010

યુવક મંડળના વાર્ષિકોત્સવ માટે એક વધૂ બસ પાર્લાથી

અગાઉ જાહેર થયા મુજબ વાર્ષિકોત્સવ માટે રિસોર્ટ પર જવા ૫ જગ્યાઓથી બસ શરૂ થવાની હતી પરંતુ હવે એક વધૂ જગ્યાએથી બસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. ૬ઠ્ઠી બસ સાંતાક્રુઝ, પાર્લા , અંધેરી રહેતા સભ્ય ભાઇઓ માટે નિચેના સ્થળેથી ઉપડશે

સાગર હોટેલ
ગરવારે પૉલીસ્ટર લી., ની સામે
સ્વામી નિત્યાનંદ માર્ગ,
વેસ્ટર્ન ઍક્સપ્રેસ હાઇવે,
વિલે પાર્લે (ઈસ્ટ),
મુંબઇ 400 057,

તમો જો આ બસમાં મુસાફરી કરવા ઇચ્છતા હો અને તમોને યુવક મંડળ તરફથી આ બાબત કોઇ માહિતિ આપવામાં ન આવી હોય તો ત્વરિત યુવક મંડળની કારોબારી સમિતિના સભ્યોનો સંપર્ક કરશો.

Friday, February 19, 2010

સુવર્ણજયન્તિ વર્ષ- જમણવારના સહયોગી દાતાઓની યાદી

સુવર્ણજયન્તિ વર્ષ- જમણવારના સહયોગી દાતાઓની યાદી વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો. Ctrl + કે Ctrl- નો ઉપયોગ કરી સાઇઝ એડજસ્ટ કરો.

Sunday, February 14, 2010

મૃત્યુ


વતન : ટીકર (રણ)
હાલ : ઘાટકોપર,મુમ્બઈ
મરનારનુ નામ : ગં. સ્વ. મંજુલાબેન મગનલાલ લોદરિઆ
ઉમર : ૭૬ વર્ષ
મરણ તારીખ : ૧૩-૦૨-૨૦૧૦
પતિ : સ્વ. મગનલાલ પ્રણજીવન લોદરિઆ
પુત્રો : મહેશ, વિજય, પંકજ
પુત્રવધૂઓ : ઇલાબેન, લતાબેન, હિનાબેન
પુત્રીઓ : ભારતી પ્રફુલ્લ વોરા, દિના અનિલ શાહ
જેઠ : સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. રતિલાલભાઈ
પિતા : સ્વ.જુઠાલાલ લાધાભાઈ શાહ
ચક્ષુદાન કરેલ છે.
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Saturday, February 13, 2010

મૃત્યુ


વતન : મોરબી
હાલ : મોરબી
મરનારનુ નામ : ગં. સ્વ. કળાવંતીબેન શાંતિલાલ દોશી
ઉમર : ૮૫ વર્ષ
મરણ તારીખ : ૧૧-૦૨-૨૦૧૦
પતિ : સ્વ. શાંતિલાલ દલિચંદ દોશી
પુત્રો : મુકેશ, ચંદ્રકાંત, જીલેષ
પુત્રીઓ : ચારૂલતા વિજય મહેતા, આશા કમલેશ મહેતા
સસરા : સ્વ. દલિચંદ તારાચંદ દોશી
પિતા : સ્વ.ન્યાલચંદ ભાઇચંદ દોશી
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Wednesday, February 10, 2010

રૂપેશ શાહનો યુવક મંડળ માટે સંદેશો

જય જિનેન્દ્ર,

આપણું યુવક મંડળ જે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યુ છે તે બદલ અમારા ખૂબ ખૂબ અભિનંદન અને યુવક મંડળની અત્યારની કારોબારી સમિતિ તથા ટ્રસ્ટ બોર્ડ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે જે વાર્ષિકોત્સવ રિસોર્ટમા કરી રહ્યુ છે તે બદલ યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન અને આજના યુવાનોને લગતા જે કાર્યક્રમ કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન....

યુવક મંડળે જે ગયા વર્ષથી ચાલુ કર્યુ છે કે વાર્ષિકોત્સવ મુંબઇ ની બહાર કોઇ પણ રિસોર્ટમા ઉજવવો તે આજની પેઢીની જે સમાજ પ્રત્યેની લાગણી અને સમાજના કાર્યક્રમ આવવાનું અવોઇડ કરતા હતા તે આવા પ્રોગ્રામોને લીધે આવે છે. જે વાર્ષિકોત્સવમા હર વર્ષે 1000 થી 1300 માણસ થતુ હતુ જે યુવક મંડળના ગયા વર્ષના વાર્ષિકોત્સવ મા લગભગ 1800 માણસ થયુ જે દેખાડે છે સમાજના આજના યુગના યુવાનોને આવા જ પ્રોગ્રામો ગમે છે અને આ આખા ફૅમિલીનુ નહી આખા કુટુમ્બનુ નહી પણ આખા સમાજનુ ગેટ - ટુ - ગેધર થઈ જાઇ છે અને આખો દિવસ સૌની સાથે રહેવા મળે છે જે ખૂબ જ સરસ છે અને યુવક મંડળની કારોબારી આવાને આવા કાર્યો કરતી રહે તેવી આશા રાખીયે છીયે.

યુવક મંડળ ની આ કારોબારીમા યુવાનોઍ આવીને ખૂબ જ સારૂ કામ કર્યુ છે અને અમને ન્યૂજ઼ મળ્યા ત્યા સુધી વાર્ષિકોત્સવ માટે ના જમણવારના લગભગ 135 નામ અને જાહેર ખબરના લગભગ 55 નામ આવી ગયા છે જેનો જશ હાલની કારોબારીના નવ યુવાનોને જાય છે.

આજ છે યુવક મંડળને ચાર ચાંદ લગાવનાર અને યુવક મંડળની સફળતાના સિતારા

પરેશ વનેચંદ શાહ (મૅનેજિંગ ટ્રસ્ટી)
અતુલ ચંદ્રકાંત સંઘવી (પ્રેસીડેન્ટ/ટ્રસ્ટી)
હીરેન મહેશભાઇ લોદરિયા (ટ્રસ્ટી)
જયેશ કનકરાય વખારિયા (વાઇસ પ્રેસીડેન્ટ)
કલ્પેશ રમેશચન્દ્ર સંઘવી (સેક્રેટરી)
મેહુલ રાજેન્દ્રભાઈ શાહ (ઍસ. યૂ. ઍડિટર)

Monday, February 8, 2010

ગ્રેટ એસ્કેપ રીસોર્ટ પર જવા માટે જરૂરી

બસના આવવા તથા જવાના પાસ જો તમે રૂ. ૧૫૦ ભરીને રીસોર્ટમાં જવાના હો તો મેળવી લેજો. આ પાસ બે ભાગમાં વહેચાયેલો છે. એક ભાગ (ડાબો) જવા માટે તથા બીજો (જમણો) આવવા માટે જરૂરી છે.આ પાસ વગર બસમાં દાખલ થવા નહિ દેવાય. આખો દિવસ પાસ સાચવવો જરૂરી છે.

આમંત્રણ પત્રિકા-કમ- ટિકીટ નું પહેલું પત્તુ. ૫૦મા વર્ષે ૩૨મો વાર્ષિકોત્સવ થઇ રહ્યો છે. ૧૮ વર્ષ ક્યાં ગુમ થઇ ગયા તે એક સંશોધન નો વિષય છે.


પાના નં ૩ પર આપણા સમાજના page 3 ના મહાનુભાવો. જેમના નામ પણ હોવા જોઇએ પણ નથી તેઓ માફ કરે. નામ ઝીણવટથી વાંચવા માટે એટલે કે મોટા કરવા ફોટા ઉપર ક્લિક કરો અને ત્યાર બાદ Ctrl + /Ctrl- નો ઉપયોગ કરી સાઇઝ એડજસ્ટ કરો. રીસોર્ટનું સરનામુ આ પાના ઉપર છે.

રીસોર્ટમાં દાખલ થવા માટે જરૂરી એન્ટ્રી પાસ. બસનો પાસ હસે અને આ પાસ ભૂલી ગયા તો હિરો ઘોઘે જઇ આવ્યો અને ડેલીએ હાથ દઇ આવ્યો વાળી થશે. એન્ટ્રી પાસ ઉપર ટેલીફોન નં રીસોર્ટના હોય તેવું લાગે છે.


સાચા દિલથી કહેજો ઉપરની વાતમાં તમે સહમત છો ? તો પછી જૈન ધર્મની કર્મની ફિલોસોફીનું શું? આ પાનાની વિગત ઝીણવટથી વાંચવા માટે એટલે કે મોટા કરવા ફોટા ઉપર ક્લિક કરો અને ત્યાર બાદ Ctrl + /Ctrl- નો ઉપયોગ કરી સાઇઝ એડજસ્ટ કરો.

Friday, February 5, 2010

શત્રુંજય ભાવયાત્રા (શાહ ઉમેદચંદ પાનાચંદ પરિવાર તરફથી)

શાહ ઉમેદચંદ પાનાચંદ પરિવારે માતુશ્રી ગુણવંતીબેન ઉમેદચંદ શાહ ના અરિહંતશરણ પ્રસગે આજ તા. ૫-૨-૨૦૧૦ ના રોજ સંભવનાથ જૈન દેરાસર, જાંબલી ગલી, બોરિવલી (વે) મધ્યે શત્રુંજય ભાવયાત્રા તથા સાધર્મિક ભક્તિનું આયોજન કરેલ છે.તેમાં સામેલ થવા શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના દરેક સભ્યને આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આમંત્રણ પત્રિકા વાંચવા ફોટા ઉપર ક્લિક કરો. Ctrl + અથવા Ctrl- ો ઉપયોગ કરી પત્રિકાની સાઈઝ એડજસ્ટ કરો.

Thursday, February 4, 2010

મૃત્યુ


વતન : વાકાંનેર
હાલ : બોરીવલી,મુમ્બઈ
મરનારનુ નામ : ગુણવંતીબેન ઉમેદચંદ શાહ
ઉમર : ૮૪ વર્ષ
મરણ તારીખ : ૧-૨-૨૦૧૦
પતિ : સ્વ. ઉમેદચંદ પાનાચંદ શાહ
પુત્રો : દિનેશ, મહેન્દ્ર , રાજેન્દ્ર, નરેન્દ્ર, કિશોર, દિલિપ
પુત્રીઓ : સ્વ. ઉષાબેન , ઇન્દિરાબેન, અરુણાબેન, લીલીબેન
પુત્રવધૂઓ : ભારતી, રસિલા, નયના, દિપ્તિ,હર્ષા, કુંદન
જમાઇઓ : કનકરાય વખારિઆ, કિશોરભાઇ દોશી, જશવંતભાઇ શાહ, નિલેશભાઇ વખારિઆ
પૌત્રવધૂઓ :મમતા, દિપાલી, હિરલ, પિન્કલ
પૌત્રો :દેવેન, પિનાકીન,મેહુલ, મિતેષ, ધિરેન, હેમલ, જૈનમ
પ્રપૌત્રો : ધ્રુવ,રાજ,નિર્વાણ
પૌત્રીઓ : દિવ્યા,દિપા,સોનાલી,મોના,ખૂશ્બુ
પ્રપૌત્રીઓ :પૂજા,વંશિકા,ફિઓની
પિતા: સ્વ. શેઠ ગફલભાઇ જેઠાભાઇ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, February 1, 2010

કાંતિભાઇ વખારિઆની એક વધુ યશકલગી

વાંકાનેર ખાતે શાંતિલાલ વજેશંકર વખારિઆ ઓડિટોરીયમના મુખ્ય દાતા તરીખે કાંતિભાઇ તથા મૃદુલાબેન વખારિઆએ બાળદર્દીઓના ઓપરેશન કેમ્પનું વાંકાનેર ખાતે દિપ પ્રાગટ્ય કરીને ઉદ્ ઘાટન કરેલ હતું. તેનો અહેવાલ વાંચવા માટે અહિયા ક્લિક કરો.