Pages

Sunday, July 1, 2012

રામ રામ


મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો  બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો ઇંગ્લિશ બ્લોગમાં મુકવા જેથી બે બે બ્લોગોને અપલોડ કરવા માટે જોઈતો સમય બચી શકે . વાચકોને પણ બબ્બે જગ્યાઓએ જવાની જરૂર ન પડે જેથી તેમનો પણ સમય બચે . આ ફેરફાર સાથે જન્મ દિવસની યાદી તેમ જ મૃત્યુ નોંધ  ફક્ત ઈગ્લિશ માં જ છપાશે જેની નોંધ લેવા વિનંતી.

Saturday, June 30, 2012

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૭૨ મે ૨૦૧૨
નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રા4 જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.
વર્ષગાંઠ (30-06)

1 ) દોશી બીના મૂકેશ કસ્તુરચંદ
2 ) માથાકિયા અદીત વિમલ
3 ) મેહતા અક્ષય સુરેન્દ્ર જેવંતલાલ
4 ) મેહતા ચિંતન સુરેશ જેઠાલાલ
5 ) શાહ દિલીપભાઈ ચમનલાલ
6 ) શાહ મનીષા નીશાન્ત દિલીપભાઈ
7 ) શાહ કેતન મહેન્દ્ર કેશવલાલ
8 ) શાહ જ઼સ્મિન ચીમનલાલ
9 ) વોરા જીજ્ઞા જગદીશ હિમતલાલ

સૌને જન્મદિન મુબારક.

મૃત્યુ

 
અરણીટીંબા (વાંકાનેર) હાલ રાજકોટ નવનીત છગનલાલ શાહના પુત્ર ચિ. મીતેશ (ઉં. વ. ૨૪) તે મોનીકાનો ભાઇ રાજકોટ મુકામે ૨૭-૬-૧૨ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. પ્રથા બંધ છે. નિવાસઃ ચીમનલાલ છગનલાલ શાહ, ૨-૬૦૧, મીલેનીયમ પાર્ક, હરીઓમ નગર, નીયર ઇસ્ટર્ન એકસપ્રેસ હાઇવે, બીહાઇન્ડ મુલુંડ- થાણા ઓકટ્રોય નાકા, મુલુંડ (ઇ.).

Friday, June 29, 2012

સુખની ટેવ પાડવી પડશે – હરેશ ધોળકિયા

[ પ્રેરણાત્મક લેખોના પુસ્તક ‘શક્યતાની ક્ષિતિજ’ માંથી સાભાર.]
ધુનિક અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાતા વિલિયમ જેમ્સે એક જગ્યાએ લખ્યું છે કે ઓગણીસમી સદીની મહાન શોધો ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નથી થઈ. ઓગણીસમી સદીની મહાન શોધો રહી છે ‘શ્રદ્ધાના સ્પર્શવાળી મનની શક્તિની.’ તે કહે છે કે દરેક માનવમાં અમાપ શક્તિનો અનંત ઝરો છે જેની સહાયથી કોઈ પણ સમસ્યા ઉકેલી શકાય છે.

પણ મનની આ શક્તિથી સુખ મળી શકે ?

હા મળી શકે.

પ્રશ્ન એ છે કે સુખ ક્યારે મળે ?

સાચું અને શાશ્વત સુખ આપણા જીવનમાં તે ક્ષણે આવશે જ્યારે આપણને એ સાક્ષાત્કાર થશે, સમજ આવશે કે આપણી કોઈ પણ નબળાઈને આપણે પાર કરી શકીએ છીએ. એ ક્ષણે આવશે જ્યારે આપણે અનુભવશું કે આપણું મન આપણા પ્રશ્નોને હલ કરી શકે છે, અતિક્રમી શકે છે, આપણા શરીરને સાજું કરી શકે છે, આપણાં સ્વપ્નોને સાકાર કરી શકે છે. બસ ! તે ક્ષણે આપણે સુખી હોઈશું. આપણને અત્યારે ક્યારે સુખ મળે છે ? ઘરમાં બાળક જન્મે, લગ્ન થાય, કૉલેજમાં ગ્રૅજ્યુએટ થઈએ. ઈનામ મળે, પ્રમોશન મળે, ગમતી વ્યક્તિ મળે, પ્રવાસ કરીએ…. વગેરે વગેરે ! આવી અગણિત યાદી તૈયાર કરી શકીએ જેના દ્વારા આપણે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવમાં, તે બધાં શાશ્વત સુખ આપી શકે ? અંતરના ગહનતમ ભાગમાંથી આપણે સમજીએ છીએ કે આ બાબતો કાયમી સુખ નથી આપી શકતી. આ અનુભવો અદ્દભુત છે, પણ શાશ્વત નથી. બાળક મૃત્યુ પામે તો ? લગ્નજીવન નિષ્ફળ જાય તો ? પાસ થયા પછી નોકરી ધંધો ન મળે તો ? ગમતી વ્યક્તિ બેવફા નીકળે તો ? એટલે આ બધા અનુભવો ઉત્તમ હોવા છતાં ક્ષણિક છે – પરપોટા જેવા.

એટલે જ, તેના જવાબમાં, એક વિચારક કહે છે કે, ‘જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે, તે સુખી છે.’ આનો અર્થ એવો કરી શકાય કે જે વ્યક્તિ પોતાના મનના ડહાપણની શક્તિ પર ભરોસો રાખે, તેને આધારે દોરાય, તેના પાસેથી જ માર્ગદર્શન મેળવે, દિશાસૂચન મેળવે….. તે વ્યક્તિ શાંત અને સ્વસ્થ બનશે. વ્યક્તિ જેવી બધા તરફ પ્રેમ, શાંતિ અને શુભેચ્છા પ્રગટ કરે, તરત જ તે પોતાના જીવન માટે, આવનાર દિવસો માટે, સુખનું બહુમાળી મકાન બાંધવાની શરૂઆત કરે છે. સુખ માટે પ્રથમ વાત એ યાદ રાખવાની જરૂર છે કે ‘સુખ એ મનની સ્થિતિ છે.’ કોઈ પણ વ્યક્તિએ યાદ રાખવું પડશે કે સુખ કે દુઃખ – બન્નેમાંથી ગમે તે આપણને ‘પસંદ’ કરવાની છૂટ છે. આ વાક્ય વિચિત્ર રીતે સાદું લાગે તેવું છે ને ! તે છે જ ! કદાચ તેથી જ મોટા ભાગના લોકો સુખના માર્ગમાં ઠેસ ખાધા કરે છે. તેમને સુખ મેળવવાની આ સાદી ચાવી નથી મળતી. સાચી વાત તો એ છે કે જીવનમાં સત્યો સાદાં, ગતિશીલ અને સતર્ક હોય છે. તેઓ જ સુખ-શાંતિ આપી શકે છે. એટલે, પાયાની વાત એ યાદ રાખવાની જરૂર છે કે સુખની ટેવ પાડવી પડશે. જીવનમાં સુખ પસંદ કરવું પડશે. અત્યારે જે દુઃખનો શોખ કેળવ્યો છે, દુઃખને પાળ્યું છે, દુઃખને વળગી બેઠા છીએ, તે ટેવ છોડવી પડશે. સતત સુખના વિચાર કરવા પડશે. તેને જીવવું પડશે.


પણ સુખની ટેવ પાડવી કેમ ?

દરરોજ પ્રભાતના જ્યારે આપણી સુંદર આંખો ગાઢ અંધકારને છોડી પ્રકાશમાં ખૂલે, ત્યારે તરત ઊભા ન થતાં શાંતિથી પથારી પર જ આસન લઈ આવું વિચારવું : ‘પરમ કૃપાળુ કુદરત આજે અને દરરોજ સવારે મારા જીવનની સંભાળ રાખે છે. આજે સમગ્ર દિવસ મારા હિત માટે જ જશે. આજનો દિવસ મારા માટે અદ્દભુત અને નૂતન દિવસ છે. આવો અદ્દભુત દિવસ ફરી નહીં આવે. આજે આખો દિવસ મને પ્રભુનું માર્ગદર્શન મળ્યા કરશે અને હું સમૃદ્ધ થઈશ. દિવ્ય પ્રેમ મને વીંટળાઈ વળ્યો છે. મને પોતામાં સમાવે છે અને મને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. જ્યારે જ્યારે શુભ પ્રત્યેથી મારું મન ભટકવા લાગશે ત્યારે તરત હું શુભ અને કલ્યાણકારી તત્વ પર જ વિચાર કરીશ. હું વિશ્વનાં સઘળાં શુભ તત્વોને મારાં માનસિક લોહચુંબકથી આકર્ષીશ. આજે હું અવશ્ય સુખી થઈશ.’ દરરોજ આ વિચારથી દિવસની શરૂઆત કરવી. આ વિચાર પચતો જશે કે તરત વ્યક્તિ સુખને પસંદ કરતી જશે. તે પ્રકાશમાન અને સુખી વ્યક્તિ બનતી જશે. સમગ્ર દિવસ દરમ્યાન તે આ વિચારને જ વાગોળ્યા કરશે અને તેમ તેમ તે સુખને પોતા તરફ આકર્ષાશે.


સુખી થવા માટે સુખી થવાની ‘ઈચ્છા’ કરવી પડશે. કેટલાક લોકો લાંબા વખતથી એવા ઉદાસીન થઈ ગયા હોય છે, તેમને દુઃખની એવી ટેવ પડી ગઈ હોય છે કે જો તેમને અદ્દભુત, આનંદપ્રદ સમાચાર વડે સુખી કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેમની સ્થિતિ પેલી સ્ત્રી જેવી થશે જેણે આના પ્રત્યાઘાત રૂપે જવાબ આપ્યો હતો કે ‘સુખી થવું એ ખોટું છે.’ તેઓ જૂની ટેવોની ઘરેડમાં એવા બંધાઈ ગયા હોય છે કે સુખના પ્રદેશમાં પારકાપણું અનુભવે છે. એક વૃદ્ધા ઘણાં વર્ષોથી વાની દર્દી હતી. તે પોતાના ઘૂંટણને પંપાળતી અને કહેતી, ‘મારો વા આજે તો ભયંકર છે. હું બહાર નથી જઈ શકતી. તે મને દુઃખી કરે છે.’ તેનું ધ્યાન તેનાં પુત્ર-પુત્રીઓ અને પડોશીઓ રાખતાં હતાં, પણ વૃદ્ધાને તો વા ગમી ગયો હતો. તેનું દુઃખ તે માણતી હતી. તેને તેની એવી તો ટેવ પડી ગઈ હતી કે સુખી થવાની ઈચ્છા થતી જ ન હતી. તેને વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા હતા, પ્રાર્થનાઓ શીખવવામાં આવી હતી, જેથી તેનું મનોવલણ બદલે, પણ તેને તેમાં રસ જ ન પડ્યો. આવી મનોદશા ઘણા લોકોમાં હોય છે. તેઓ દુઃખનો શોખ રાખે છે. તેમને તેમાં જ મજા પડે છે. તેઓ એવું વિચારે છે કે, ‘આજનો દિવસ ખરાબ છે અને મને નુકશાન જવાનું જ છે’, ‘હું હંમેશ મોડો જ પડું છું.’, ‘બીજાને સફળતા મળશે, મને તો કદી નહીં મળે.’ આવું વલણ સવારના પહોરમાં જો કેળવાય, તો તે સહજ રીતે મનમાં સ્થિર થશે અને વ્યક્તિ દુઃખી જ થવાની.

ખરેખર તો એવું વિચારવાનું છે કે જે વિશ્વમાં આપણે રહીએ છીએ, તે આપણા મનમાં આવતા વિચાર અને વ્યવહારનું જ પરિણામ છે. રોમના તત્વજ્ઞાની રાજા સૉલૉમને કહ્યું છે કે, ‘માણસનું જીવન તેના વિચારોથી જ બને છે.’ (A man’s life is what his thoughts make it.) અમેરિકન વિચારક ઈમર્સન પણ એ જ મતલબનું વાક્ય કહે છે, ‘માણસ આખો દિવસ વિચારે તેવો બને છે.’ જે પ્રકારના વિચારો મનમાં વારંવાર સેવવામાં આવે, તે જ ભૌતિક પરિસ્થિતિમાં પરિણમે છે.’ માટે જ કદી નકારાત્મક વિચારો ન કરવા. પરાજિત વિચારો ન કરવા. ઉદાસીન થવાય તેવું ચિંતન ન કરવું. મનને વારંવાર યાદ દેવડાવવું કે આપણે આપણી માનસિક સ્થિતિથી બહાર કશું નહીં અનુભવી શકીએ.

મોટા ભાગના લોકો બીજી ભૂલ એ કરે છે કે તેઓ રેડિયો, ટીવી, મોટર, સ્કૂટર, વિશાળ બંગલો, સ્વિમિંગ પુલ વગેરે દ્વારા સુખ મેળવવા પ્રયત્ન કરે છે. પણ સુખ કદી આવી રીતે ખરીદી શકાતું નથી. સુખનું સામ્રાજ્ય તો વ્યક્તિના વિચારોમાં અને ભાવનાઓમાં છે. સુખ માટે બાહ્ય પરિસ્થિતિ બદલાવવાની જરૂર નથી. કોઈ શહેરના મેયર બનાય, ધંધામાં મૅનેજર બનાય, વડા બનાય તો જ સુખી થવાય એવું માનવાની જરૂર નથી. સુખ તો માનસિક અને આધ્યાત્મિક અવસ્થા છે. મનના દૈવી નિયમો સમજી તેને અનુકૂળ થવાથી જ સુખી થવાશે. વચ્ચે વર્તમાનપત્રમાં એક સમાચાર આવેલા કે એક ઘોડો રસ્તાના એક ખૂણે આવ્યો, ત્યારે ત્યાં પથ્થર જોઈ ખચકાઈ ગયેલો. પછી જ્યારે ત્યાં આવતો ત્યારે ઊભો રહી જતો. ખેડૂતે પછી તો પથ્થરોને ઉખેડીને ફેંકી દીધેલા અને રસ્તો સરસ કરી નાખ્યો, છતાં પચીસ વર્ષ સુધી જ્યારે પણ ઘોડો ત્યાંથી પસાર થતો, ત્યારે ત્યાં ક્ષણભર પણ ખચકાઈ જતો. કેમ ? પેલા પથ્થરની સ્મૃતિ તેના મનમાં જડાઈ ગઈ હતી. સુખમાં પણ આવું જ છે. સુખ મેળવવા માટે કોઈ પથ્થર આપણી આડે નથી- સિવાય કે મન અને કલ્પનામાં. એ વિચારવું એ કોઈ ભય તો આપણને નથી નડતો ને ? અને ચિંતા અને ભય પણ આખરે તો મનના વિચાર જ છે ને ! તેનો ઉપાય છે તેને મનમાંથી હાંકી કાઢી સફળતા, સિદ્ધિ વગેરેથી શ્રદ્ધા દ્વારા મનને પુનઃ મજબૂત કરવું.

સુખ મેળવવાની છેલ્લી વાત.

સુખી વ્યક્તિ તે છે જે પોતાના શ્રેષ્ઠત્વને (best) સતત પ્રગટ કરે છે. શ્રેષ્ઠ લોકો જ સુખી છે અને સુખી લોકો જ પોતાનું શ્રેષ્ઠત્વ પ્રગટ કરી શકે છે. આપણામાં રહેલ ઈશ્વર જ શ્રેષ્ઠ છે. દૈવી પ્રેમ, પ્રકાશ, સત્ય, સૌંદર્યને વધુમાં વધુ પ્રસરાવવામાં આવે, તો વ્યક્તિ આ જ ક્ષણે વિશ્વની સૌથી સુખી વ્યક્તિ બનશે. માટે જ એપિક્યુરસ કહે છે, ‘મનની શાંતિ અને સુખનો એક જ ઉપાય છે : સવારે ઊઠો, આખો દિવસ કામ કરો કે રાત્રે સૂવા જાવ, ત્યારે બાહ્ય પરિસ્થિતિની ચિંતા ન કરો. તે બધું ઈશ્વરને અર્પણ કરો.’ એટલે જ ગીતાનું આ વાક્ય મનમાં કોતરી રાખવું : ‘મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતાનો જ શત્રુ છે.’

સૌજન્ય : રીડ ગુજરાતી

વર્ષગાંઠ (29-06)

1 ) દોશી નિરાલી શૈલેશ મનસુખલાલ
2 ) લખાણી હેમાલી પારસ
3 ) લોદારિયા કેજલ અશ્વિન નવીનચન્દ્ર
4 ) શાહ અરવિંદ ઠાકોરલાલ
5) લોદરિયા પિયુષ સુરેશ જયંતિલાલ

આ પાંચેય સભ્યોને જન્મદિનની વધાઈ

Thursday, June 28, 2012

વર્ષગાંઠ (28-06)

1 ) દોશી દિશાન્ત જયેશ ત્રંબકલાલ
2 ) લોદરિયા શૈલેશ છોટાલાલ
3 ) સંઘવી રીટા ભૂપેન્દ્ર ચંદુલાલ
4 ) સંઘવી ધ્રુવ અતુલ ચંદ્રકાંત
5 ) શાહ નિર્મિત પંકજ મનહરલાલ
6 ) શાહ ભવિષા દર્શન સુર્યકાંત

આપ સર્વેને આપના જન્મદિવસની શુભ વધાઈ.

Wednesday, June 27, 2012

શુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન – રતિલાલ બોરીસાગર

[‘ૐ હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.]

દરેક શુભ કામમાં મુહૂર્ત જોવાય છે. લોકશાહીમાં ચૂંટણી શુભ ઘટના કહેવાય. જોકે વારંવાર આવી પડતી ચૂંટણી લોકશાહી માટે શુભ કહેવાય કે કેમ તે પ્રશ્ન છે. પણ ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે બધા – બધા નહિ તો મોટા ભાગના ઉમેદવારો મુહૂર્ત સાચવવાનો પ્રયત્ન કરે છે. બિનસાંપ્રદાયિક ગણાતા અને/અથવા ગણાવડાવતા ઉમેદવારો પણ મુહૂર્ત સાચવવાની કાળજી રાખે છે – બધા નહિ તો કેટલાક તો રાખે જ છે.

લગ્ન જેવી જીવનની, જીવન માટેની, જીવન દ્વારા સંપન્ન થતી ઘટનામાં મુહૂર્ત જોવાય તે સમજી શકાય એવું છે, પણ ચૂંટણીમાં મુહૂર્ત સાચવવાની શી જરૂર ? – આવો પ્રશ્ન થઈ શકે, પણ આવો પ્રશ્ન અસ્થાને છે. ચૂંટણી લગ્નની જેમ જ જીવનની, જીવન માટેની, જીવન દ્વારા સંપન્ન થતી ઘટના છે. કેટલાક સંતાનસુખ ધરાવતા નેતાઓ તો એમનાં સંતાનોને ચૂંટણી વારસામાં પણ આપતા જાય છે. એટલે ચૂંટણી જેવી મહત્વની ઘટનામાં મુહૂર્ત જોવામાં આવે એમાં કશું ખોટું નથી. લગ્ન અને ચૂંટણીમાં બીજું પણ એક સામ્ય છે. બંનેમાં લડવાનું આવે છે. અલબત્ત, ચૂંટણીમાં ચૂંટણી પહેલાં, ચૂંટાવા માટે લડવાનું હોય છે, ત્યારે લગ્નમાં લગ્ન બાદ લડવાનું હોય છે !

લગ્નમાં તો ડગલે ને પગલે મુહૂર્ત જોવાનું હોય છે. ‘શુકન જોઈ ઘોડે ચડો રે વરરાજા’ એવું એક લગ્નગીત છે. જોકે શુકનને જોવા કરતાં ઘોડાને જોઈને એના પર ચડવાનું વરરાજા માટે વધુ સલામતીભર્યું ગણાય. અમારા એક મિત્ર લગ્નમાં એકઠા થયેલા સાજનમાજનને જોઈને વીરરસમાં આવી ગયા હતા. વરરાજાને લગ્નને માંડવે લઈ જવા માટે એક ઘોડાને શણગારીને લાવવામાં આવ્યો હતો. ત્રણ-ચાર જણની મદદથી સારા મુહૂર્તમાં અમારા વરરાજામિત્રને ઘોડા પર ચડાવવામાં આવ્યા. ઢોલનગારાં સાજનમાજન – હાથમાં તલવાર ને માથે સાફો – વરરાજામિત્ર ઉશ્કેરાયા. ઘોડાના પડખામાં બૂટની અણી જરા જોરથી અડાડી ને ઘોડો ઉશ્કેરાયો. એકદમ વૃક્ષ થઈ ગયો. વરરાજાનો સાફો નીચે પડી ગયો ને આંખો ઊંચે ચડી ગઈ. ઘોડાવાળાએ સમયસર ઘોડાને ઝાલી લીધો ન હોત તો વરરાજાનો ભૂમિપાત નિશ્ચિત હતો. વરરાજા પડ્યા તો નહિ, પણ એમનું બ્લડપ્રેશર લો થઈ ગયું. શુકન જોઈ ઘોડે ચડેલા વરરાજા લગ્નના માંડવે પહોંચ્યા તો ખરા – પણ હૉસ્પિટલે થઈને પહોંચ્યા.

લગ્નમાં હસ્તમેળાપના સમયમાં એટલે કે હસ્તમેળાપનો સમય નક્કી કરવામાં મુહૂર્ત સાચવવાનો સંનિષ્ઠ પ્રયત્ન થાય છે એટલે જ હસ્તમેળાપનો સમય આપણી ટ્રેનોના સમયની જેમ અગિયાર ને તેત્રીસ મિનિટ, બાર ને સુડતાળીસ મિનિટ, નવ ને ઓગણસાઠ મિનિટ એવો હોય છે. ગયા વર્ષે એક મિત્રની પુત્રીનાં લગ્ન હતાં. લગ્નમાં મારે સમયસર એટલે કે હસ્તમેળાપના સમયે એટલે કે સવારના નવ ને ત્રણ મિનિટે હાજર રહેવું – એવી મિત્રની ભાવના હતી, જે એમણે આજ્ઞાના સૂરમાં પ્રગટ કરી હતી. એક બસ ચૂકી ગયો ને બીજી બસ ભરાયેલી આવી એટલે ઊભી ન રહી. ત્રીજી બસની રાહ જોવા રહું તો હસ્તમેળાપનો સમય ચૂકી જાઉં ને મિત્રને દુઃખ થાય એટલે ખાસ્સો એવો રિક્ષાખર્ચ કરીને હું નવ વાગ્યે – નિર્ધારિત સમય કરતાં ત્રણ મિનિટ વહેલો પહોંચી ગયો તો કન્યાએ હજુ મંડપમાં પદાર્પણ જ નહોતું કર્યું ! એ પછી મોડા આવેલા વ્યવહારદક્ષ મિત્રોએ સમજાવ્યું કે, હસ્તમેળાપો ભાગ્યે જ સમયસર થતા હોય છે. ત્યારથી હસ્તમેળાપ માટે વર-કન્યાને – ખાસ કરીને વરને ભલે ઉતાવળ હોય, પણ આપણે પહોંચવામાં ઉતાવળ ન કરવી એવું મેં નક્કી કર્યું છે.

અમારા એક મિત્રનાં લગ્ન, વર્ષો પહેલાં, કાળ ચોઘડિયામાં થયાં હતાં. લગ્ન તો સારા મુહૂર્તમાં જ રાખ્યું હતું. પણ ટ્રેન એટલી બધી મોડી પહોંચી કે શુભ ચોઘડિયાં જતાં રહ્યાં. સારા ચોઘડિયાની રાહ જુએ તો પાછી ફરતી ટ્રેનમાં જાન પાછી વળી ન શકે (અલબત્ત ટ્રેન સમયસર હોય તો) અને જાનને ચોવીસ કલાક વધુ રોકાવું પડે, જે એકેય પક્ષને ફાવે એવું નહોતું. એટલે ગોરમહારાજે પછીથી દોષનિવારણની કશીક વિધિ કરવાની ખાતરી આપી અને કાળ ચોઘડિયામાં હસ્તમેળાપ કરાવ્યો. પણ એમનો લગ્નનો કાળ ઘણો સુખદ નીવડ્યો. કાળ ચોઘડિયામાં લગ્ન કરવા છતાં પોતે સુખી થયા એ અંગે મિત્રનું આશ્ચર્ય હજુ શમ્યું નથી. જ્યારે મિત્રનાં પત્ની એમ માને છે કે ગોર મહારાજે દોષનિવારણની વિધિ કરી એટલે જ અમે સુખી થયાં ! હું મુહૂર્ત-બુહૂર્તમાં માનતો નથી એવું માનવાનું – ખાસ કરીને બીજાંઓને મનાવવાનું મને ગમે, પણ મુહૂર્ત જોયા વગર શુભ કામો કરવાનું સાહસ મેં કદી કર્યું નથી; જોકે બીજાંઓએ કરવા દીધું નથી એવું કહેવું હોય તો કહી શકાય. પણ ધારો કે બધાં મને કોઈ શુભ કામ ખરાબ ચોઘડિયામાં કરવાની રજા આપે તો હું કરું જ એવું ખાતરીપૂર્વક કહી શકતો નથી. મારા લગ્ન વખતે અમારા પક્ષે ત્રણ અને મારા શ્વસુરના પક્ષે ચાર જ્યોતિષીઓને કન્સલ્ટ કરવામાં આવ્યા હતા. પરિણામે મારાં લગ્ન છ મહિના પાછાં ઠેલાયાં હતાં. લગ્ન થયાં ત્યારે શુભ ચોઘડિયામાં જ થયાં, પણ એથી કંઈ વિશેષ લાભ થયો હોય એવું મારી પત્નીને લાગતું નથી !

કોઈ પણ કામ શરૂ કરવું તો સારા ચોઘડિયામાં જ કરવું એવી ગ્રંથિ કાયમ મારા મનમાં રહી છે. સવારે ચાલતા જવાનું શરૂ કરવું તો સોમવારે જ શરૂ કરવું ને સારા ચોઘડિયામાં જ શરૂ કરવું એવું મારા મનમાં હતું. સોમવારે એલાર્મ ન સંભળાય ને વહેલાં ન ઉઠાય તો પછી પછીના સોમવારે વાત જાય. આમ, પછી ચાલવાનું શરૂ કરવાનો સોમવાર આવ્યો જ નહિ ! બે વર્ષ પહેલાં હાઈ બ્લડપ્રેશરની તકલીફ થઈ એટલે વારવાંકડો જોયા વગર સવારે ફરવા જવાનું શરૂ કરી દીધું. માંદગી ચોઘડિયાં જોયા વગર આવે છે તો સાજા થવા માટે ચોઘડિયાં જોવા ન રહેવું એવું ડહાપણ હવે આવ્યું છે. એ જ રીતે ભણતો ત્યારે વાંચવાનું ગુરુવારે જ શરૂ કરવું – ‘વિદ્યારમ્ભે ગુરો શ્રેષ્ઠ’ – એવો ખ્યાલ મનમાં દઢ થઈ ગયો હતો. એમાંય ફરવા જવા જેવું જ થતું. જે ગુરુવારથી વાંચવાનું શરૂ કરવું હોય તે ગુરુવારે વહેલા ન ઉઠાય, પછીના ગુરુવારે બહારગામ જવાનું થાય ને તે પછીના ગુરુવારે તબિયત બગડે – એમ એકાદ દોઢ મહિનો નીકળી જતો. પરીક્ષાના છેલ્લા ત્રણ મહિના વાંચવાનું એમાં એક દોઢ મહિનો આ રીતે કપાઈ જાય. આ કારણે ઈન્ટર આર્ટ્સમાં એક વાર નાપાસ થયેલો.

હમણાં મેં એક ખુરશી બનાવડાવી. દેવદિવાળીએ મુહૂર્ત કરવા સારુ મેં ખુરશીના નિર્માતાને ઘણી ઉતાવળ કરાવી. આ કારણે એક વાર આ કાષ્ઠ કલાકાર (સુથાર)ને પગ પર કરવતીનો ઘસરકો થઈ ગયો. એની પીડાને કારણે એમને બે દિવસ તાવ આવી ગયો. આમ છતાં, એમણે મુહૂર્ત સાચવ્યું ને દેવદિવાળીએ હું નવી ખુરશી પર બિરાજમાન થયો.

દર વર્ષે પંદરમી ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીનો સમય કમૂરતાંનો સમય ગણાય છે. આ એક મહિનો લગ્નો થતાં નથી. ગોરપદાનું કામ કરતા અમારા એક મિત્રને આ દિવસોમાં કોઈ પૂછે કે ‘શું ચાલે છે ?’ તો એ કહે છે ‘યુદ્ધવિરામ ચાલે છે.’

વર્ષગાંઠ (27-06)

આજે 7 સભ્યો તેમની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે.

1 ) મેહતા સચિન ઇન્દ્રવદન ઉજમશી
2 ) પારેખ ચેતના પ્રકાશ જયંતિલાલ
3 ) મેહતા ઉષા પ્રવીણચંદ્ર ખોડીદાસ
4 ) પારેખ આશિષ કિશોરચન્દ્ર
5 ) શાહ કરન વિજય રવીચંદ
6 ) શાહ નિર્વાણ હેમલ નરેન્દ્ર
7) ગાંધી ચિરાગ બિપીન અમૃતલાલ

તેમને સમાજની વધાઈ.

Tuesday, June 26, 2012

વર્ષગાંઠ (26-06)

1 ) દોશી કેતન જશવંતલાલ
2 ) દોશી રંજન રજનીકાંત ચંદુલાલ
3 ) ગાંધી વૈશાલી અપૂર્વ મનહરલાલ
4 ) દોશી રમા હરીશ
5 ) પટેલ લતા છબીલદાસ
6 ) શાહ હેમાલી વિરલ પિનાકિન
7 ) શાહ તુષાર પ્રવીણચંદ્ર
8 ) શાહ પૂજા દિવ્યેશ કિશોરભાઇ
9 ) શાહ મૂકેશ છબીલદાસ
10) શેઠ યોગેશ મહેન્દ્ર જીવરાજ

છે આજના જન્મદિન મુબારકબાદીના હક્કદારો.
તેમને સર્વેને મંગલ વધાઈ

Monday, June 25, 2012

મૃત્યુ


 

સ્વ. હરજીવન વીરજી સંઘવીના પુત્ર સુરેશચંદ્રના ધર્મપત્ની નિરંજનાબેન (ઉં. વ. ૬૨) હાલ રાજકોટ ૨૩-૬-૧૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે પરીન તથા શીતલ અલકેશકુમારના માતુશ્રી. સ્વ. કિશોરચંદ્ર, સુર્યકાંત, બીપીનચંદ્ર, પ્રવીણચંદ્ર, સ્વ. રાજેન્દ્રભાઇ, સ્વ. કાંતાબેન, સુશીલાબેન, રંજનબેનના નાનાભાઇની વહુ. સ્વ. મોહનભાઇ દામોદર ઠક્કરના પુત્રી. સાદડી ૨૫-૬-૧૨ સોમવારના ૪ થી ૬ કિશોરચંદ્ર સંઘવી, સી-૧૨૮-૧૨૯, વર્ધમાનનગર, નરસીંગ લેન, મલાડ (વે.).

શું ધર્મ માનવને નીતીવાન બનાવે છે ?

‘ધ ઓક્સફર્ડ હેંડ બુક ઓફ રીલીજીયન’: ઓક્સફર્ડ યુનીવર્સીટી 2005 (એડીટર: વીલીયમ જે. વેનરાઈટ)

દુનીયાનો દરેક ધર્મ નૈતીકતા પર ભાર મુકે છે; પરન્તુ નૈતીકતા (મોરાલીટી)ની વ્યાખ્યા તો તે પોતે જ કરે છે. હીન્દુ મોરાલીટી, ક્રીશ્વીયન મોરાલીટી, મુસ્લીમ મોરાલીટીમાં તફાવતો છે. ધર્મ પોતાના અનુયાયીઓ માટે ‘ઈન ગૃપ’ અને બહારના માટે ‘આઉટગૃપ’ ઉભું કરે છે. દરેક  ધર્મ  એમ માને છે કે સાચી નૈતીકતાના નીયમો માત્ર તેનામાં જ છે અને સામાનો ધર્મ ઉતરતી કક્ષાનો છે. પરન્તુ ધર્મે નૈતીકતાના જે નીયમો ઘડ્યા છે તેમાંના કેટલાક આઉટડેટેડ થઈ ગયા છે. કોઈ ધર્મ ‘સનાતન’ નથી. આથી સામુહીક જમાનામાં નૈતીકતાનો આધાર ધાર્મીક મુલ્યો હોઈ શકે નહીં તેમ પશ્વીમના બૌદ્ધીકો માને છે. દરેક ધર્મમાં અલૌકીક (સુપરનેચરલ) તત્ત્વ હોય છે અને રૅશનાલીસ્ટોને અલૌકીક તત્ત્વમાં વીશ્વાસ નથી. સર્વધર્મ સમાનતામાં માનનારા શ્રદ્ધાળુઓ આવા દરેક ધર્મનાં અલૌકીક તત્ત્વોને માન્ય રાખતા હોવાથી તેમને રૅશનાલીસ્ટ ગણવાનું મુશ્કેલ છે.

 

તેઓમાં ધાર્મીક મુલ્યો સામેના ‘રીબેલનું તત્ત્વ ખુટે છે. તેઓની સદ્ ભાવના પાછળ રૅશનાલીટી નહીં; પરન્તુ વીશફુલ થીંકીંગ હોય છે. જો મોરાલીટી (નૈતીકતા)નો આધાર ધર્મ નહીં હોય તો, તેનો આધાર શો હોઈ શકે તે બાબતનું ઉંડું ચીન્તન બૌદ્ધીકોમાં ચાલી રહ્યું છે. સારા આચરણ માટે  ધર્મ પાપનો ડર અને મોક્ષ અથવા સાલ્વેશન કે પુણ્યનો જે લોભ દર્શાવે છે તેવો આભાસી ડર કે લોભ (કે લાભ) સેક્યુલર એથીક્સના માનનારા બતાવી શકતા નથી. તેથી સેક્યુલર એથીક્સનું લોકોને નૈતીકતા તરફ લઈ જવાનું મોટીવેટીંગ પરીબળ ફીક્કું જણાય છે. તેમાં ‘જોસ્સો’ નથી. તેમ છતાં કોઈપણ સમાજને ધર્મ વીના ચાલે; પરન્તુ મોરાલીટી વીના ચાલી શકતું નથી. મોરાલીટીનાં લઘુત્તમ ધોરણો જો નહીં સચવાય તો માનવજાતી નાશ પામે. કારણ કે લોકો એકબીજાને મારી નાંખે કે દરેક જણ બીજાને લુંટી લે કે છેતરે. આવો સમાજ નાશ પામે, આથી સેક્યુલર એથીક્સમાં માનનારા ‘મોરાલીટી’નો આધાર માનવ સ્વભાવમાં જ મુકે છે – ઈશ્વરમાં નહીં.

 

આને આપણે ‘નેચરાલીસ્ટીક થીયરી’ કહી શકીએ છીએ. માનવ સમાજ ટકી રહ્યો છે; કારણ કે લઘુત્તમ નૈતીકતાના નીયમો તેના મગજમાં જ પ્રોગ્રામ્ડ છે. પરન્તુ સમાજમાં પણ મોરાલીટીના નીયમો હોય છે. એક જ પ્રજાતીના પશુઓ કે પંખીઓ ભાગ્યે જ એકબીજાને મારી નાખે છે. પોતાની ટેરીટરીમાં આવેલા પશુને તે મારી નાંખવાને બદલે  ભગાડી મુકે છે. માદા માટે લડતાં પશુઓ પણ એકબીજાને મારી નાંખતાં નથી. હારેલું પશુ નાસી જાય છે.

 

કૉસ્મીક જસ્ટીસ: ધાર્મીકો નૈતીકતાના આધાર માટે ભગવાનને ત્યાં ‘દેર છે પણ અંધેર નથી’ અથવા તો ‘બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે’ તેમ કહી, દૈવી કે ઈશ્વરના ન્યાયનો સીદ્ધાંત મુકે છે. પરન્તુ માનવસમાજમાં બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે તેવું સર્વદા જોવા મળતું નથી. વળી, ‘દયા ધરમકા મુલ હૈ, પાપ મુલ અભીમાન’માં પણ અભીમાનને (ભ્રષ્ટાચારને નહીં) પાપનાં મુળ તરીકે જોવાનું વીચીત્ર છે. અપ્રામાણીકને કે આતતાયીને, કોઈ ધર્મ પાપનાં મુળમાં જોતો નથી તે બેહુદું લાગે છે. વળી ધરમનાં મુળમાં દયા નહીં; પરન્તુ શ્રદ્ધા છે અને શ્રદ્ધાવાનોમાં બહુ ઓછા લોકો દયાળુ જોવા મળે છે. દરેક ધર્મ વ્યક્તીને બદલવાનું કહે છે. વ્યસનમુક્તી અને ઉપવાસ, મૌન, પુજા, ભજનની વાત કરે છે પરન્તુ સમાજને બદલવાની વાત કરતો નથી.

 

ગ્રીકો એમ માનતા હતા કે સદ્ ગુણો (વર્ચ્યુઅલ) જીવન સુખી જીવન છે અને દરેક વ્યક્તી સુખી જીવન ઈચ્છે છે. પરન્તુ સદ્ ગુણોવાળું જીવન સુખી જ હોય તેની કોઈ સાબીતી નથી. એમ. એન. રૉય એવું માનતા હતા કે માણસ રૅશનલ હોવાથી તે મોરલ (નૈતીક) છે. આ એક આધાર વીનાનું વીધાન છે. તેમાં  એમ. એન. રૉયનું વીશફુલ થીંકીંગ કામ કરે છે તેમ કહી શકાય. બટ્રાન્ડ રસેલ પુરા રૅશનાલીસ્ટ હતા; પરન્તુ વુમનાઈઝર હતા તેમ તેમની આત્મકથાના વાચનમાંથી ફલીત થાય છે.

 

અત્યારના જગતમાં ધર્મ આધારીત નૈતીક્તા ચાલી શકે તેમ નથી. કારણ કે ધર્મને નામે પારાવાર હીંસા થાય છે. ધર્મ નહીં પરન્તુ ધર્માંધતા તેને માટે જવાબદાર છે એવો જવાબ ધર્મના રક્ષકો આપે છે.

 

પરન્તુ તમારો ધર્મ એવો કેવો છે કે તેનાથી ધર્માંધતા ઉભી થાય છે ! તેનો જવાબ તેઓ આપી શકતા નથી. ધર્મ નહીં; પરન્તુ દરેક રાજકીય કે આર્થીક વીચારસરણી પણ જો બંધીયાર થઈ જાય તો તે ઈર્રૅશનલ અથવા હીંસક બની જાય છે ! (જેમ કે ફાસીઝમ, નાઝીઝમ, સામ્યવાદ, નીઓ ક્લાસીકલ, લીબરાલીઝમ કે બજારવાદ કે સર્વોદયવાદ અને ગાંધીની સંસ્થાઓમાં કેદ થઈ ગયેલો ગાંધીવાદ) ધર્મ કે ‘વાદ’ને બચાવવા વધુ હીંસા થાય છે. માનવજાત માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનીવર્સલ (સાર્વત્રીક) નૈતીક વર્તણુકનાં ધોરણો કેવી રીતે ઘડવાં અને સમગ્ર માનવજાત માટે નૈતીકતાના આધારરુપ સેક્યુલર (ધાર્મીક નહીં) એથીક્સની કેવી રીતે રચના કરવી.  

 

-પ્રા. ધવલ મહેતા

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 

વર્ષગાંઠ (25-06)

1 ) પારેખ ડિમ્પલ દિવ્યેશ હસમુખલાલ
2 ) પટેલ ઈન્દુમતિ પાનાચંદ
3 ) શાહ રિષભ આશિષ રશ્મીકાંત
4 ) શાહ ધરા વિશાળ મહેન્દ્ર
5 ) શાહ ઉષા પ્રફુલ્લચન્દ્ર હિમતલાલ
6 ) શાહ મનીષ વસંતરાય ગુલાબચંદ
7 ) શાહ જ્યોતિ અશોક મનહરલાલ
8 ) વસા જાગૃતિ નિલેશ
9 ) શેઠ હર્શીલ નેમીશ ધનવંતરાય
10) વોરા માહિર પરેશ ગુણવંતરાય
11) મેહતા વિરેશ ચુનીલાલ

આજે આ 11 સભ્યો તેમની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. તેઓ સાથે અમે પણ જોડાઈઍ છિઍ . તેમને સૌને અમારી શુભ કામના.

Sunday, June 24, 2012

વર્ષગાંઠ (24-06)

આજે સમાજના 15 સભ્યો પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
તેઓ છે :
1 ) દોશી પુષ્પા ધર્મેન્દ્ર તારાચંદ
2 ) દોશી ઍકતા શૈલેશ મનસુખલાલ
3 ) દોશી ચેતના હર્ષદ કિશોરચન્દ્ર
4 ) ઘૉલાણી અમર મૂકેશ ચંદ્રકાંત
5 ) ઘૉલાણી આદિત્ય મૂકેશ ચંદ્રકાંત
6 ) ઘૉલાણી બીજલ મૌલિક
7 ) લોદારિયા હીના પંકજ
8 ) મેહતા જાગૃતિ અશોક જટાશંકર
9 ) સંઘવી વનીતા મગનલાલ
10) સંઘવી દિનેશ તલકચંદ
11) સંઘવી રીટા અશોક જગજીવનદાસ
12) શાહ રૂપલ અમિત હસમુખરાય
13) શેઠ માન્યા કેયુર જિતેન્દ્ર
14) શેઠ સુનિતા દેવેન્દ્ર ચંદ્રકાંત
15) શેઠ અમિતા દીપક રમણીકલાલ
તેઓ સર્વેને જન્મદિવસની વધાઈ.

Saturday, June 23, 2012

કર્મનો સિદ્ધાંત – હીરાભાઈ ઠક્કર

[ ખૂબ જાણીતા પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’ માંથી ટૂંકાવીને સાભાર.]

મનુષ્યજીવનમાં ઈશ્વરે જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. કારણ કે એ તમામ ભોગ-યોનિઓ છે. એમાં તો જીવ માત્ર પ્રારબ્ધ ભોગવીને જ છૂટી જાય છે. એમાં નવા કર્મો જમા થતાં નથી. મનુષ્ય સજ્જ્ન થવાને સ્વતંત્ર છે. એટલું જ નહિ, પરંતુ એને દુર્જન થવું હોય તો પણ (તેના પોતાના હિસાબે અને જોખમે) તે સ્વતંત્ર છે. માણસને એકલું દાન કરવાની જ સ્વતંત્રતા છે તેવું નથી, પરંતુ તેને સંઘરાખોરી કરવી હોય તો પણ તે સ્વતંત્ર છે. માણસને માત્ર સાચું બોલવું હોય તો તેને સ્વતંત્રતા છે તેવું નથી, તેને જુઠ્ઠું બોલવું હોય તો જુઠ્ઠું બોલવા માટે સ્વતંત્ર છે. અરે, મનુષ્યયોનિમાં માણસને જાતે આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે, જ્યારે પશુ-પક્ષી યોનિમાં અગર બીજી કોઈ યોનિમાં આપઘાત કરવાની પણ સ્વતંત્રતા નથી. આ રીતે માણસને ઈશ્વરે સંપૂર્ણ બનાવ્યો છે.


મનુષ્યયોનિમાં માણસમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમ બે વધારાના કોષ પરમાત્માએ આપેલા છે, જે બીજી યોનિમાં નથી. માણસ સ્વતંત્ર છે, કારણ કે તેનામાં રહેલો વિજ્ઞાનમય અને આનંદમય પરમાત્મા પણ પરમ સ્વતંત્ર છે. માણસ જો બૂરો થવામાં સ્વતંત્ર ના હોય તો પછી તેને ભલા થવાની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ ના રહે. જો માણસમાં બેઈમાન થવાની સ્વતંત્રતા ના હોય તો પછી તેને ઈમાનદાર થવાની સ્વતંત્રતાની કશી જ કિંમત ના રહે. બહુ તો આપણે એમ કહી શકીએ કે તે માણસને જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા હતી છતાં તે ઈમાનદાર રહ્યો, એ તેની વિશિષ્ટતા છે. જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા છે તેથી જ સત્યવક્તાની કિંમત છે. બેઈમાન થવાની સ્વતંત્રતા છે તેથી જ ઈમાનદારની પ્રતિષ્ઠા છે.


માણસ ફક્ત સારો થવામાં જ સ્વતંત્ર હોય અને ખરાબ થવામાં સ્વતંત્ર ના હોય તો તે સ્વતંત્રતા સંપૂર્ણ ના કહેવાય. તમે એમ કહો કે મેં મારી પત્નીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આખી તિજોરી તેને આપી દીધી છે. પરંતુ કૂંચીઓ મારી પાસે રાખી છે. તો એવી સ્વતંત્રતા એ સંપૂર્ણ સ્વતંત્રતા ના કહેવાય, મશ્કરી કહેવાય. એક ગમ્મતની વાત મારા વાંચવામાં આવી હતી. અમેરિકામાં હેન્રી ફૉર્ડે જ્યારે સૌ પહેલી મોટરકાર બનાવી ત્યારે તેણે બધી મોટરો એક જ રંગની – કાળા રંગની – બનાવી. પછી તેણે વેચાણની દુકાન ઉપર ગ્રાહકોને સૂચના આપતું બોર્ડ લગાવ્યું કે : ‘You can choose any colour you like, provided it is black.’ એટલે કે તમે ગમે તે રંગ પસંદ કરી શકો છો, તે કાળો હોવો જોઈએ. બધી ગાડીઓ કાળા રંગની જ હતી ! બીજો કોઈ રંગ હતો જ નહિ. પરંતુ સ્વતંત્રતા પૂરેપૂરી હતી !


સ્વતંત્રતા દ્વિમુખી નથી. તમે કામ કરો અને પાછા એની જવાબદારીમાંથી મુક્ત રહો, એમ ન બને. Freedom implies responsibility. કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છો, તો તેનું ફળ-પરિણામ ભોગવવામાં પણ તેટલા જ પરતંત્ર છો, તેનું ચોક્કસ ભાન રાખવું જ પડશે. ઈશ્વરે તો ગીતામાં સ્પષ્ટતા કરી દીધી છે કે તમે કર્મ કરો, તેમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી કે ભાગીદારી નથી. કામ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્ર છો પરંતુ તેનું જે પરિણામ આવે તેનું બંધન તો તમારે સ્વીકારવું જ પડે. તમે પાપ કરો તો તમે દુઃખ ભોગવો, ભગવાન શા માટે ભોગવે ? તમે પુણ્ય કરો તો તમે સુખ પામો. ઈશ્વરને તમારું પુણ્ય નથી જોઈતું. તમે ખૂન કરો અને તમારા પિતાશ્રી ફાંસીએ ચઢે એવો ન્યાય ના થાય. કર્મ માત્ર બંધન છે તે બરાબર સમજી લેવું. કર્મ કરતાં પહેલાં કેવું કર્મ કરવું તેનો નિર્ણય કરવામાં તમે સ્વતંત્ર. એક વખત કર્મ કર્યા પછી તેનું જે પરિણામ-બંધન આવી પડે તે તો તમારે સ્વીકારવું જ પડે.

આ સંબંધમાં એક વાર્તા મારા વાંચવામાં આવી છે : એક માણસે એક સંતમહાત્માને પૂછ્યું કે ‘મહારાજ ! કર્મ કરવામાં મારી સ્વતંત્રતા કેટલી ?’
મહાત્માએ કહ્યું : ‘એક પગ ઊંચો રાખીને એક પગે ઊભો રહી જા.’ પેલો માણસ જમણો પગ ઊંચો કરીને એક પગે – ડાબા પગે – ઊભો રહી ગયો. તો મહાત્માએ કહ્યું કે હવે બીજો પગ ઊંચો કર. પેલા માણસે કહ્યું, ‘શું મહારાજ ! તમે પણ મારી મશ્કરી કરો છો ! જમણો પગ ઉઠાવ્યા પછી ડાબો પગ કેવી રીતે ઉઠાવાય ? અને તેમ કરું તો હું હેઠો જ પડું. હું તો જમણો પગ ઉઠાવીને બંધાઈ ગયો. હવે ડાબો પગ ઉઠાવાય નહિ.’
મહાત્માએ કહ્યું : ‘પરંતુ પહેલેથી જ ડાબો પગ ઉઠાવ્યો હોત તો તું ડાબો ઉઠાવી શકત કે નહીં ?’
પેલા માણસે કહ્યું : ‘બિલકુલ ઉઠાવી શકત. પહેલેથી જ મેં ડાબો પગ ઉઠાવ્યો હોત તેમ કરવાને હું સ્વતંત્ર હતો, કારણ કે ત્યાં સુધી હું બંધાઈ ગયો ન હતો. ત્યાં સુધીમાં બેમાંથી કોઈ પણ પગ ઉઠાવવાનું કર્મ કર્યું ન હતું. ડાબો પગ પહેલો ઉઠાવ્યો હોત તોપણ બંધાઈ જાત પછી જમણો પગ ના ઉઠાવી શકત.’
મહાત્માએ કહ્યું, ‘બસ એ જ પ્રમાણે કોઈ પણ કર્મ કરવામાં તું સ્વતંત્ર છું. પરંતુ પ્રત્યેક કર્મ કરતાંની સાથે જ તે બંધનમાં જકડી દે છે.’


આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે તેના કોઈક ચોક્કસ પરિણામને નજરમાં રાખીને જ કરીએ છીએ. આપણા ધાર્યા મુજબનું પરિણામ આવે ત્યારે આપણે તે કર્મ ‘સફળ’ થયું ગણીએ છીએ અને આપણા ધાર્યા મુજબનું ફળ ના આવે ત્યારે આપણે તે કર્મને ‘નિષ્ફળ’ થયું ગણીએ છીએ. કોઈ પણ કર્મનાં બે જ પરિણામ હોઈ શકે : સફળતા અગર તો નિષ્ફળતા. ખરેખર તો કોઈ પણ કર્મ નિષ્ફળ હોતું જ નથી. કોઈ પણ કામ કરો, ફળ તો મળવાનું જ. એટલે તમામ કર્મ સ-ફળ જ હોય છે. તમારા ધાર્યા મુજબનું પરિણામ ના આવે એટલે તમે તેને નિષ્ફળ થયું ગણો છો, અને ત્યાં જ તમારી ભૂલ થાય છે. કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી; પરંતુ તે ફળ તમારી ધારણા પ્રમાણે જ આવે એવી કોઈ ગેરંટી નથી. તમારી ધારણા પ્રમાણેનું ફળ ના આવે તો તે કર્મ અગર તે કર્મ કરવાની પદ્ધતિમાં ક્યાંક દોષ સમજવો. ફળ તો ઈશ્વરના કાયદા મુજબ જ મળે અને કર્મનું ફળ આપવામાં કોઈ અન્યાય કે લાગવગશાહી ચાલે નહિ. જો તમે માત્ર ફળની ઉપર જ નજર રાખીને કર્મ કરો તો તે થવું જોઈએ તેટલા ઉત્તમ પ્રકારનું થાય જ નહિ અને તેના પરિણામે તેનું ફળ તમારી ધારણા મુજબનું આવે નહિ. પરંતુ અહીં કર્મ કરતાં પહેલાં ફળનો બિલકુલ ખ્યાલ જ ન રાખવો, અને કર્મ આંખો મીંચીને ધીબે જ રાખવું એવો અર્થ પણ નથી. કર્મ કરતાં ફળનો ખ્યાલ રાખવો જ પડે. દાખલા તરીકે કોઈ ખેડૂત ખરા ઉનાળામાં જ્યાં પાણીની બિલકુલ સગવડ ના હોય તેવી તદ્દન ઉષળ અને ખરાબા જેવી ખારી જમીનમાં અનાજનું ઉત્તમ બી નાખે તો તે ધોમધખતા તાપમાં બળી જ જાય. કર્મના ફળનો વિચાર નહિ કરવો, એનો અર્થ એવો છે કે કર્મના ફળમાં આસક્તિ-લોભ નહિ રાખવો. પરંતુ કર્મનું ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય તેવો સમજપૂર્વકનો પુરુષાર્થ તો કરવો જ જોઈએ.


કર્મનું ફળ ના મળવું જોઈએ અગર ફળ ના લેવું જોઈએ એવો ગીતાનો ઉપદેશ નથી. ગીતા તો કહે છે કે કર્મ ફળ આપ્યા સિવાય છોડશે નહિ. મારે કર્મનું ફળ જોઈતું નથી એવું કોણ કહે ? ચોર, વ્યભિચારી, દુષ્ટ કર્મ કરનાર જ કહે કે મારે મારા કામનું ફળ (પાપ-દુઃખ) જોઈતું નથી. પણ તે ના ચાલે. કર્મ ફળ તો આપે જ, અને તે ભોગવવું જ પડે.


હવે કર્મયોગની વાત. અભણ માણસો યોગ એટલે શું તે ના સમજે તે તો જાણે ઠીક પરંતુ ઘણાં કહેવાતાં ભણેલાંઓ પણ ‘યોગ’ શબ્દ સાંભળીને ભડકે છે. ‘યોગ’ શબ્દનો અર્થ ઘણા વિદ્વાનોએ અને પંડિતોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી રીતે કરેલો છે. પરંતુ યોગ જો જીવનમાં પૂરેપૂરો વણાઈ ના જાય અને જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે જો યોગનો ઉપયોગ ના થાય તો તેવા યોગના અર્થની સર્વસામાન્ય માણસને માટે કશી જ કિંમત ના રહે. એકે એક માણસ તેના જીવનની એકએક ક્ષણે યોગ સાધી શકે તો જ યોગની કિંમત ગણાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગનો અર્થ તેમનાં ભાષણોમાં કરતા ફરે, અગર તો સાધુ-સંન્યાસીઓ જંગલમાં જઈને એકલા બેઠા યોગ સાધી શકે એવો જ જો યોગનો અર્થ થતો હોય તો એવો યોગ આપણા જેવા સર્વસામાન્ય માણસ માટે નકામો છે. એક મિલમજૂર કે એક મિલમાલિક, એક લારી ફેરવનારો કે એક મોટરમાં બેસનારો, એક શેઠ કે એક ગુમાસ્તો, એક પટાવાળો કે એક કલેકટર અગર તો કોઈ મોચી, કુંભાર, દરજી, વેપારી કે નોકરિયાત એવા સમાજના એક એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેક દરેક ક્ષણ – ખાતાંપીતાં, ઊઠતાંબેસતાં, નહાતાંધોતાં, નોકરીધંધો, વેપાર કરતાં કરતાં, સતત ચોવીસે કલાક યોગ કરી શકે એવો જીવનઉપયોગી યોગનો વ્યાવહારિક અર્થ બરાબર સમજવો જોઈએ.
ભગવદગીતા યોગનો સાચો અર્થ આપતાં કહે છે કે ‘પોતાનું કામ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ.’ પ્રારબ્ધવશાત જે માણસના જીવનમાં તેનું કર્મ નિયત નિશ્ચિત થયેલું છે, તે કર્મ બરાબર કુશળતાપૂર્વક કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક દરજી અંગરખું બરાબર સરસ રીતે સીવે, તેમાં એક બાંય લાંબી નહિ કે બીજી બાંય ટૂંકી નહિ પરંતુ બરાબર માપસર સીવે અને તેમાં તેની કુશળતાનો એકાગ્ર ચિત્તથી મન દઈને ઉપયોગ કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક મોચી તેના ઘરાકનો જોડો બરાબર સીવે અને તે પહેરતાંની સાથે જ ઘરાક રાજી થઈ જાય તેવી કાળજીથી અને કુશળતાથી તે ચિત્તવૃત્તિને સ્થિર રાખીને જોડો બનાવે તો તેણે યોગ કર્યો કહેવાય. તમે ચાલો ત્યારે તમે એવી કાળજીથી ચાલો કે તમને ઠોકર ના વાગે, તો તમે યોગ કર્યો કહેવાય. તમે પાણી પીઓ તો એવી ધીરજથી અને સ્થિર વૃત્તિથી પીઓ કે તમને અંતરસ ના જાય, તો તમે યોગ કર્યો કહેવાય. તમે કથા સાંભળવા જાઓ અગર તો પુસ્તક વાંચો, તે વખતે એકાગ્રચિત્તથી સાંભળો અગર તો વાંચો અને બીજે ક્યાંય ડાફોળિયાં ના મારો તો તમે યોગ કર્યો કહેવાય. એક વિદ્યાર્થી ભણતી વખતે ચિત્ત દઈને ભણે અને રમતી વખતે ચિત્ત દઈને રમે, તે તેનો યોગ કહેવાય. આવી રીતે જીવનનું એકેએક કર્મ તમે કુશળતાપૂર્વક ચિત્તવૃત્તિ સ્થિર રાખીને કરો તો તમે સતત યોગ કરો છો તેમ કહેવાય.


મહર્ષિ પતંજલિએ યોગસૂત્રોના પહેલા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપી છે : ‘યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ |’ ચિત્તવૃત્તિની એકાગ્રતા એનું નામ જ યોગ. આવો યોગ તમે આજથી જ અને અત્યારથી જ કરો તો જ કામનો. બાકી તમે જાણો કે રિટાયર થઈશું, ઘરડા થઈશું, લકવો થઈ જશે ત્યારે અને ખાટલામાં પડ્યાપડ્યા ગંધાવાનો વખત આવશે તે વખતે યોગ કરીશું, તો તે નહિ કરી શકાય. ગીતાનો યોગ સામાન્યમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતના સાતસોએ સાતસો શ્લોકો માત્ર મોઢે કરવાનો કશો જ અર્થ નથી. જીવનવ્યવહારમાં ઉપયોગી એવી સાદી અને દરેક માણસને સુલભ એવી યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતાં કરતાં માણસનું એકેએક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ થતાં વાર ના લાગે.
સૌજન્ય : રીડ ગુજરાતી