Pages

Tuesday, January 31, 2012

સળંગ અંકની ગણતરીમા ભૂલ

સમાજ ઉત્કર્ષ નો સળંગ અંક ૫૬૪ બે વાર ગણાયો છે .



ડીસેમ્બરનો અંક ૫૬૬ નહી પણ ૫૬૭ નંબરનો છે.

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૭ ડીસેમ્બર ૨૦૧૧


 

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

લગ્ન

પ્રેમલ લલિત શાંતિલાલ લોદરિયા (વતન : જુના ઘાંટીલા/ હાલ :દહાણુ )

ના લગ્ન

શેફાલી  મનમોહન  સિંહ (હાલ :દિલ્હી)

સાથે તા. ૩૦-0૧-૨૦૧૨ ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

હસતાં-હસતાં – સંકલિત

પતિ : ‘મેં તને જોયા વગર જ લગ્ન કર્યાં ને ?’
પત્ની : ‘મારી હિંમતને દાદ આપો. મેં તો તમને જોયેલા હતા ને તોય લગ્ન માટે હા પાડી !’
***********
સંતાએ જિંદગીનું સૌથી સ્માર્ટ પગલું ભર્યું. એણે એના તમામ પાસવર્ડ આવા બનાવી દીધા : Incorrect. એટલે જ્યારે પણ એ ભૂલી જાય કે તરત જ કોમ્પ્યુટર એને યાદ કરાવે : ‘Your password is Incorrect.’
***********
પ્રશ્ન : ‘આળસ શું છે ?’
જવાબ : ‘થાકી જવાની ક્ષણો આવે એ પહેલાં જ આરામ કરી લેવાની કળા ! કારણ કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર !!’
***********
મકાનમાલિક : ‘હું તમને ત્રણ દિવસનો સમય આપું છું. જો ત્રણ દિવસમાં ભાડું ન આપ્યું તો મકાન ખાલી કરવું પડશે.’
ભાડૂઆત : ‘અચ્છા. તો પછી હું ક્રિસમસ, હોળી અને દિવાળીને એ ત્રણ દિવસ તરીકે પસંદ કરું છું.’
***********
સંતા : ‘અરે ડોક્ટર સાહેબ, મારા ઉપરના દાંતને જંતુ ખાઈ રહ્યા હતા, તમે તો નીચેનો દાંત કાઢી નાખ્યો ! આ શું કર્યું ?’
ડૉક્ટર ગરબડદાસ : ‘હા, પણ વાત એમ છે કે એ જંતુઓને ઊંચે પહોંચાતું નહોતું એટલે નીચેના દાંત પર ઉભા રહીને ઉપરનો દાંત ખાતા હતા, એટલે મેં નીચેનો દાંત જ કાઢી નાખ્યો !’
***********
સૌજન્ય :રીડગુજરાતી

વર્ષગાંઠ (31-01)


1 ) દોશી જયશ્રી ગુણવંતરાય અભેચંદ
2 ) દોશી પ્રણવ હિતેષ ચંદુલાલ
3 ) મેહતા પ્રિયા હરેશ અમૂલખરાય
4 ) પારેખ શૈલેન્દ્ર ચંદુલાલ
5 ) સોલાણી લક્ષ્મીચંદ છોટાલાલ

Monday, January 30, 2012

લગ્ન

સાગર અશ્વિન મનહરલાલ દોશી  (વતન : રંગપર બેલા / હાલ :કાંદિવલી (ઈ) )

ના લગ્ન

જીનલ  પારસ  રતિલાલ દોશી  ( વતન : રાજકોટ / હાલ :દહીસર )

સાથે તા. ૨૯-૦૧-૨૦૧૨ ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

વર્ષગાંઠ (30-01)


1 ) દોશી નીતા મૂકેશ મનહરલાલ
2 ) દોશી કેતન રજનીકાન્ત ચતુરદાસ
3 ) દોશી દીપ્તિ અનીલ મનહરલાલ
4 ) લોદરિયા ઉષા ભૂપેન્દ્ર નાગિનદાસ
5 ) લોદરિયા નીપા નિલેશ અમૃતલાલ
6 ) લોદરિયા હિતેષ દલિચંદ
7 ) મેહતા મનીષ અનૂપચંદ
8 ) મેહતા હરીશ શાંતિલાલ
9 ) પારેખ સિયા રાહુલ જિતેન્દ્ર
10) પારેખ દીપ્તિ અનીલ દોશી
11) પારેખ અમિતા નરેન્દ્ર શાંતિલાલ
12) સંઘવી શાન્તાબેન પ્રવીણચંદ્ર
13) સપાણી પ્રફ્ફુલ પ્રભુલાલ
14) શેઠ હર્શિકા નલિન નવલચંદ
15) શેઠ હસુમતી અંબાલાલ ડાહ્યાલાલ

Sunday, January 29, 2012

મૃત્યુ

 


ટંકારા (મોરબી) હાલ કાંદીવલી સ્વ. કાંતાબેન હરિલાલ મહેતાના પુત્ર ચંપકલાલ (ઉં. વ. ૭૮) તે સરલાબેનના પતિ. સ્વ. પ્રવિણભાઈ, લલીતભાઈ, સ્વ. કુમુદભાઈ, સ્વ. અનિલભાઈ, દિલીપભાઈના ભાઈ. સંદીપ, જ્યોતી, ભાવિષાના પિતાશ્રી. લાલપર સ્વ. પોપટલાલ મીઠાલાલ મહેતાના જમાઈ ૨૭-૧-૧૧ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૩૦-૧-૧૨ સોમવારના ૧૦ થી ૧૨. સ્થળઃ પાવનધામ, મહાવીરનગર, બી. સી. સી. આઈ. ગ્રાઉન્ડ સામે, કાંદિવલી (વે.). લૌકિક વ્યવહાર બંધ છે

હસતાં-હસતાં – સંકલિત

એક માણસે પોતાના ખંડમાં ચારે તરફ પ્રાર્થનાઓ ચોંટાડી હતી. એ જોઈ એના મિત્રએ પૂછ્યું :
‘તું દરરોજ આટલી બધી પ્રાર્થનાઓ કરે છે ?’
‘ના, ના. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી વાંચી લે. મને પ્રાર્થના કરવાનો બહુ કંટાળો આવે છે.’
***********
એક કોલેજિયન : ‘હું નારિયેળના ઝાડ ઉપર ચઢી જાઉં તો એન્જિનિયરીંગ કૉલેજની છોકરીઓને જોઈ શકીશ.’
બીજો કોલેજિયન : ‘હા, પણ ઉપર જઈને હાથ છોડી દઈશ તો મેડિકલ કૉલેજની છોકરીઓને પણ જોઈ શકીશ !!’
***********
સતીશ : ‘કાલે દસ જણાએ ભેગા મળીને મને એકલાને માર્યો.’
મનીષ : ‘પછી તેં શું કર્યું ?’ 
સતીશ : ‘મેં કહ્યું એક એક કરીને આવો.’
મનીષ : ‘પછી ?’
સતીશ : ‘પછી શું બધાએ એક એક કરીને ફરી મને માર્યો.’
***********
કોમેન્ટ્રેટર : ‘તેંડુલકર ઓન સ્ટ્રાઈક…. દેખતે હૈ અબ ક્યા હોતા હૈ….’
છગનબાપુ : ‘ટીવી બંધ કર અલ્યા. આજથી મેચ જોવાનું જ બંધ…. સચિન સ્ટ્રાઈક પર ગયો. આટલું કમાય તોય પાછા સ્ટ્રાઈક પર ?’
***********
સંતાની રોટલી પરથી ઉંદર દોડી ગયો.
સંતા : ‘હવે હું આ રોટલી નહીં ખાઉં.’
બંતા : ‘અરે ખાઈ લે યાર, ઉંદરે વળી ક્યાં ચંપલ પહેર્યા હતા !’
***********
સૌજન્ય :રીડગુજરાતી

વર્ષગાંઠ (29-01)


1 ) ગાંધી દક્ષા વિજય રવીચંદ
2 ) ગાંધી નીષ્પા વિનોદ હિમતલાલ
3 ) ગાંધી યશ ધીરેન મધુસુદન લાલચંદ
4 ) મેહતા હાર્દિક વસંતરાય વ્રજલાલ
5 ) મેહતા ઍકતા કમલેશ શશિકાન્ત ચુનીલાલ
6 ) પારેખ રમા ઉમેદચંદ પાનાચંદ
7 ) પારેખ પ્રફુલ વ્રજલાલ
8 ) શાહ વિપુલ અનોપચંદ જુઠાલાલ
9 ) શાહ વસંતરાય ગુલાબચંદ
10) શેઠ ધ્રુવી સંકેત વસંતલાલ
11) વોરા ભરત હેમતલાલ

Saturday, January 28, 2012

વર્ષગાંઠ (28-01)


1 ) દોશી હેતલ કિશોર રજનીકાંત
2 ) ગાંધી ધીરેન્દ્ર મહાદેવલાલ
3 ) ખંડોર કૃષિ સંજય ધીરજલાલ લવજીભાઈ
4 ) મેહતા ઈંદિરા ઇન્દ્રવદન ઉજમશી
5 ) મેહતા સેજલ યોગેશ ચંદુલાલ
6 ) પારેખ સ્મિતા પ્રફુલ જગજીવનદાસ
7 ) શાહ દિનેશ ઉમેદચંદ
8 ) શાહ દિવ્ય(કુમાર) હરેશ સુમતિલાલ
9 ) શેઠ હેમલ ધીરજલાલ ન્યાલચંદ
10) સોલાણી હરેશ બળવન્તરાય મોહનલાલ

Friday, January 27, 2012

બસ-જગદીશ ત્રિવેદી (હાસ્યમેવ જયતે )

બીવીકો અગર બસમેં લે જાઓ
તો વો બસમેં નહીં આતી હૈ

બીવી કો અગર કારમેં લે જાઓ

તો વો જરૂર બસમેં આતી હૈ
કોઈ હિન્દી કવિએ અહીં ‘બસ’ શબ્દનો સુંદર શ્લેષ કર્યો છે. શ્લેષ અલંકારમાં એક જ શબ્દનો બે વખત પ્રયોગ થાય છે અને બન્ને વખત એનો અર્થ જુદોજુદો હોય છે. અહીં બસનો એક અર્થ Bus એટલે એસ.ટી. કે ટ્રાવેલ્સની બસ એવો થાય છે અને ‘બસ’ શબ્દનો બીજીવાર અર્થ વશ અથવા તો કાબુમાં એવો થાય છે. પત્નીને જો બસ નામનાં વાહનમાં લઈ જઈએ તો કાબુમાં આવતી નથી પણ જો મોટરકારમાં લઈ જઈએ તો વશ થઈને વર્તે છે, એવો આ વ્યંગનો અર્થ થાય છે.
હું એકવાર એક ગામથી બીજે ગામ બસમાં જવા માટે સુરેન્દ્રનગર એસ.ટી. ડેપો ઉપર આવ્યો, જે બસ મારા નસીબમાં આવી તે ખુબ જૂની અને સાવ ખખડી ગયેલી હોવાથી મેં કંડકટરને મઝાક કરવા માટે સવાલ કર્યો કે આ ખટારો ક્યારે ઉપાડશો ? આ સાંભળી કંડકટર બોલ્યો કે બસ કચરો ભરાઈ જાય એની રાહ છે. હાસ્યકલાકાર અને હાસ્યલેખકનું મોઢું સીવી લે એવા જવાબ કાઠિયાવાડનાં માણસો આપી શકે છે.

એકવાર એક બસમાં એક મુસાફર સામે જોઈને એક સ્ત્રી મુસાફરે બેત્રણ વખત સ્માઈલ આપ્યું ત્યાં તો પેલો પુરુષ ભાન ભૂલી ગયો, તરત જ માથું ઓળવા લાગ્યો અને કપડાં સરખાં કરવા લાગ્યો, પુરુષને મહેનત કરતો જોઈને કંડકટર બોલ્યો કે તમારે જે ગામ જવું હોય એની ટિકીટનાં રૂપિયા આપો એટલે હું તમને ટિકીટ આપું, બાકી એમાં હેરાન થશો નહીં કારણ કે એ ગાંડી છે અને આખી દુનિયાને સ્માઈલ આપે છે. કંડકટરે પોતાનો અનુભવ પણ કહ્યો કે પહેલે દિવસે મને પણ તમારી જેમ ભ્રમ થયો હતો અને પરિણામે મારે ટિકીટનાં હિસાબમાં ભૂલ આવી હતી.

એક બસમાં ખૂબ જ ભીડ હોવાથી એક ભાઈએ વક્રોક્તિ કરી કે બસની હાલત જોઈને મને એમ લાગે છે કે હું પ્રાણીસંગ્રહાલયમાં આવી ગયો છું. આ સાંભળીને બીજો પેસેન્જર તરત જ બોલ્યો કે બસ માત્ર એક ગધેડાની ખામી હતી જે તમારા આવવાથી પૂરી થઈ ગઈ છે. 

એકવાર હું અમદાવાદનાં સીટી બસ સ્ટોપ ઉપર સીટી બસની રાહમાં ઊભો હતો ત્યાં મારી બાજુમાં ઊભેલા કાકાની આંખ સામે દષ્ટિ પડી તો ખ્યાલ આવ્યો કે કાકાની એક આંખ નકલી છે. એટલે મેં વિનમ્રતાથી સવાલ પૂછ્યો કે કાકા… આ કાચની આંખ કઈ કામમાં આવે ? એટલે કાકો અમદાવાદી હોવાથી તરત જ બોલ્યો કે થોડીવાર અહીંયા જ ઊભો રહેજે, હમણાં તને જવાબ મળી જશે. થોડીવાર થઈ ત્યાં એક ડબલડેકર બસ આવી, પેલા કાકાએ પોતાની નકલી આંખ બહાર કાઢી, બે માળની બસ પાસે હવામાં ઉછાળીને કેચ કરીને પાછી આંખ લગાડી દીધી. મેં આમ કરવાનું કારણ પૂછ્યું તો મને કહે મેં નકલી આંખને હવામાં ઉછાળીને જોયું કે બસનો ઉપરનો માળ ખાલી છે કે નહીં ? મેં કહ્યું કાકા, બસનો ખાલી હોય કે ન હોય પરંતુ તમારો ઉપરનો માળ ખાલી છે તે નક્કી થઈ ગયું. 

ડ્રાઈવર અને કંડકટરમાં એટલો જ તફાવત છે કે જો કંડકટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ફાટે નહીં પરંતુ, ડ્રાઈવર સૂઈ જાય તો બધાંની ટિકિટ ફાટે !

[ સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક શ્રી જગદીશભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્યમેવ જયતે’માંથી સાભાર]

વર્ષગાંઠ (27-01)


1 ) દોશી લતા વસંતરાય જીવરાજ઼
2 ) દોશી દીપ્તિ જયેશ ચમનલાલ
3 ) મેહતા ઍશા સમીર મહેશ છોટાલાલ
4 ) મેહતા નિમેષ લલિત રતીલાલ
5 ) મેહતા અમિષ મહેશ જ઼ેવન્તલાલ
6 ) મેહતા કિરીટ મણીલાલ પરશોત્તમ
7 ) પારેખ ઈન્દુબેન રમણિકલાલ
8 ) શેઠ રીટા કીર્તિકુમાર ત્રિભોવનદાસ
9 ) ત્રેવાડિયા ભાવિન સુરેશ ઉજમશી

Thursday, January 26, 2012

વર્ષગાંઠ (26-01)


1 ) ગાંધી છાયા સુભાષ જમનાદાસ
2 ) વોરા જિનિશા પ્રીતેશ ભરતભાઈ
3 ) મેહતા માનસી પારસ
4 ) લોદારિયા આશિષ વિનોદરાય જમનાદાસ
5 ) મેહતા સ્મિતા નરેન્દ્ર વિનોદરાય
6 ) મેહતા અંશ જિગ્નેશ ચંદ્રકાંત વનેચંદ
7 ) મેહતા અન્શુમિ જ઼િગ્નેશ ચંદ્રકાંત વનેચંદ
8 ) પારેખ હર્ષદ નવલચંદ
9 ) સંઘવી પ્રીતિ ભુપેશ દોશી
10) શાહ પરેશ કાંતિલાલ
11) શાહ જ઼િગ્નેશ જિતેન્દ્ર કાંતિલાલ
12) શાહ કુણાલ રસિકલાલ
13) શાહ ગીતા પ્રદીપ કુશળચંદ
14) શેઠ પ્રવીણચંદ્ર હેમતલાલ
15) સોલાણી ગીતા ફતેહચંદ

Wednesday, January 25, 2012

હાસ્યમેવ જયતે – જગદીશ ત્રિવેદી

સમ ખાવા છે એક જ સાળી
વાત કરું એની વિસ્તારી

કાળા-પીળા મોટા દાંત

જાણે વઘાર્યા વાસી ભાત – ડૉ. બળવંત વ્યાસ

દાંતનો મહિમા માણસના જીવનમાં અનેરો છે. હસવાથી માણસના દાંતનું દર્શન થાય છે. આ દાંત જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી પણ દાંત જેવા એક પછી એક પડવા માંડે છે ત્યારે માણસને એનું મૂલ્ય સમજાવા માંડે છે.

બે મિત્ર સાથે ડેન્ટિસ્ટ થયા અને એક જ શહેરમાં, એક જ વિસ્તારમાં રોડની બન્ને બાજુએ સામસામે પોતાનાં ક્લિનીક શરૂ કર્યાં. એક દિવસ સાંજે બન્ને કૉફી પીવા એકઠા થયા ત્યારે એક દાકતર બોલ્યો કે આજે એક પેશન્ટ એવો આવ્યો કે એના જેવો હિંમતવાન દર્દી કોઈ જોયો નથી. એણે મને કહ્યું કે મારે ઈન્જેકશન લેવું નથી કે ઈથરનો સ્પ્રે પણ કરવો નથી. એટલું જ નહીં પરંતુ મારે તમારી ખુરશીમાં પણ બેસવું નથી. હું તમને ઊભા ઊભા જે દાઢ બતાવું તે પક્કડમાં પકડીને ખેંચી નાખો, હું ઊંહકારો પણ કરીશ નહીં. પેશન્ટના અવાજમાં વિશ્વાસનો રણકો જોઈને મને પણ હિંમત આવી ગઈ અને મેં ઊભા ઊભા એની દોઢડાહપણની દાઢ ખેંચી નાખી અને મારા આશ્ચર્ય વચ્ચે એણે ઊંહકારો પણ કર્યો નહીં. મને એની મર્દાનગી ઉપર માન થયું એટલે ફી પણ લીધી નહીં અને જવા દીધો. આ સાંભળીને બીજો દાક્તર બોલ્યો કે એણે પીળું ટીશર્ટ પહેર્યું હતું ? પેલા દાક્તરે કહ્યું કે હા, પણ તને કેવી રીતે ખબર પડી ? ત્યારે બીજો દાક્તર બોલ્યો કે એ મારે ત્યાં ઈન્જેકશન મરાવીને તારે ત્યાં દાઢ ખેંચાવી ગયો. મને ઈન્જેકશનનો ચાર્જ આપ્યો નહીં. એ આપણને બન્નેને મામા બનાવી ગયો !

એક યુવાનને ડેન્ટિસ્ટની દીકરી સાથે પ્રેમ થયો. પેલો દરરોજ હિંમત કરીને દાક્તર પાસે એમની દીકરીનો હાથ માગવા જાય પણ દાક્તરની ઑફિસમાં જઈને સામે બેસે ત્યારે હોઠ ખૂલે નહીં. એક દિવસ દાક્તરની પુત્રીએ પૂછ્યું કે આજે તેં મારા પપ્પા પાસે જઈને આપણા પ્રેમનો એકરાર કર્યો કે નહીં ? ત્યારે પેલો યુવાન બોલ્યો કે આજે પણ મારી હિંમત ચાલી નહીં અને વધુ એક દાંત પડાવીને આવતો રહ્યો. આ સાંભળીને યુવતી બોલી કે આમ ને આમ તેં ત્રીજો દાંત કઢાવી નાખ્યો. થોડા દિવસ આમ ચાલ્યું તો તું બોખો થઈ જઈશ. ત્યારે પેલો યુવાન બોલ્યો કે છેલ્લે ડેન્ચરનું માપ આપવા જઈશ ત્યારે તો સો ટકા પૂછી લઈશ.

આવી જ રીતે બીજા એક કિસ્સામાં એક દર્દીએ દાંત પડાવીને પાંચસોની નોટ આપી તો દાક્તરે બસો રૂપિયા કાપીને ત્રણસો પાછા આપ્યા. પેલા પેશન્ટે મોંમાં રૂના પૂમડા સાથે ગાલ ઉપર હાથ રાખીને પૂછ્યું કે એક દાંત પાડવાના તમે સો રૂપિયા જ ચાર્જ કરો છો અને મારા બસો રૂપિયા શા માટે લીધા ? ત્યારે દાક્તર બોલ્યો કે તમારી ચીસ સાંભળીને એક પેશન્ટ ઊભો થઈને બીજા દવાખાને જતો રહ્યો તેના સો રૂપિયા તમારી પાસેથી વસુલ કર્યા છે

[ સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક શ્રી જગદીશભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્યમેવ જયતે’માંથી સાભાર.]


વર્ષગાંઠ (25-01)


1 ) લોદરિયા જયશ્રી ધીરેન્દ્ર પાનાચંદ
2 ) મેહતા સ્મિત રાજેશ નટવરલાલ કિરચંદ
3 ) સંઘવી ક્રીના મનીષ ચીમનલાલ
4 ) શાહ હર્ષા કીશોર ઉમેદચંદ
5 ) શાહ અલ્પા સંદીપ ચીમનલાલ
6 ) શેઠ દર્શના હેમલ ધીરજલાલ ન્યાલચંદ

Tuesday, January 24, 2012

યુવક મંડળના નવા પ્રમુખ


શ્રી કલ્પેશ  રમેશચંદ્ર સંઘવી યુવક મંડળના પ્રમુખ તરીકે નિમાયા છે. તેમને હાર્દિક અભિનંદન . તેઓ સમાજ લક્ષી સુકૃતો કરે અને જ્ઞાતિ જનો વચ્ચે તાલમેલ વધારવામાં કારણભૂત થાય તેવી શુભેચ્છા સાથે


ઘીમાં ઘાલમેલ

Posted by Picasa


સમાજ ઉત્કર્ષમાં નિયમિત આવતી જાહેખબર


વર્ષગાંઠ (24-01)


1 ) દોશી અતુલ મનહરલાલ
2 ) ગાંધી કીન્નરી વિજય રવીચંદ
3 ) મેહતા ગ્રીષ્મા અશોક રસિકલાલ
4 ) મેહતા હાર્દિક ભરત કાંતિલાલ
5 ) પારેખ ડૉ.. હસમુખ નગીનદાસ
6 ) સંઘવી ચિત્રા બિપીન રતિલાલ
7 ) શાહ રશ્મીકાંત જેવતલાલ
8 ) શાહ કિમી પંકજ મુગત્લાલ
9 ) શાહ મોના કીશોર ઉમેદચંદ
10) શાહ નીલા મહેશ કુશળચંદ
11) શાહ દેવી હિતેન હસમુખ
12) શાહ પદ્મા ચીમનલાલ
13) શેઠ માલતી જયેશ વ્રજલાલ
14) ત્રેવાડિયા પિંકેશ ગુણવંત ગોપાળજી

Monday, January 23, 2012

માંહ્યલાને માંજવો પડે

‘સીધો ચાલે’ એને ‘સાધુ’ કહેવાય તેમ ‘ફીકરની ફાકી કરે’ એને ‘ફકીર’ કહેવાય. ‘ચીન્તાને ચીન્તનમાં પલટાવવાની જેનામાં ક્ષમતા’ છે એને ‘ચીંતક’ કહેવાય. ઘણા દોડે છે ખરા, પરન્તુ કયાં પહોચવું છે એ જ ખબર નથી. લક્ષ્ય વીનાની દોડ એ ‘ગતી’ અને લક્ષ્ય સાથેની દોડ એ ‘પ્રગતી’ ! જેમ ઘાણીના બળદની મંઝીલ નથી હોતી અને જેની મંઝીલ નક્કી નથી તેને પવન સુગમ અને અનુકુળ હોય તોય શું ?  માહીતી અને જ્ઞાન એ તો બાહ્ય સ્રોત પાસેથી પ્રાપ્ત કરી શકાય છે. પરન્તુ ડહાપણ તો ભીતરથી જ ઉગતું હોય છે. માહીતીના અફાટ સમુદ્રમાં  જ્ઞાનરુપી હોડકું ઝોલા ખાતું હોય ત્યાં ડહાપણ રુપી મોતી પ્રાપ્ત કરવાનું તો કેટલું દુષ્કર બની રહેવાનું ? કમળ સુધી પહોંચવું હોય તો કાદવ ખુંદવો જ પડે; તેમ ગુલાબને મેળવવા કાંટાની ચુંભનની પણ તૈયારી રાખવી જ પડે ! સમુદ્રમંથનમાં પણ ઝેર સ્વીકારવાની તૈયારી હોય એને જ અમૃત પ્રાપ્ત થાય ! સરળતાથી મળેલી સંપત્તીની આવરદા હંમેશાં ટુંકી હોય છે. પુરુષાર્થ વગર પ્રાપ્ત થયેલી સંપત્તી ‘ઉર્ધ્વગતી’ તરફ નહીં પરંતુ ‘અધોગતી’ તરફ જ ઢળતી હોય છે. પુરુષાર્થ વગરની સંપત્તી સુખનો અનુભવ કરાવી શકે; પરન્તુ આનન્દની અનુભુતી નથી કરાવી શકતી.

માણસ જુઠું બોલે એ ‘લાઈ ડીક્ટેટર મશીન’ પકડી પાડતું હોય છે. તેમ ભીતરનો લય ખોરવાય એની સીધી અસર સ્વાસ્થ્ય પર પડતી હોય છે એ વાત હવે આધુનીક મેડીકલ સાયન્સ પણ સ્વીકારે છે. તેથી જ માંહ્યલાને માંજવો પડતો હોય છે. અને જે માંહ્યલાને માંજતા રહેતા હોય છે એમના ચહેરા પર ચળકાટ ચોક્કસ જ દેખાતો હોય છે.

–પ્રેમ સુમેસરા

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.25/10/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

 અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 

વર્ષગાંઠ (23-01)


1 ) દોશી પંક્તિ વીરેન્દ્ર મણિલાલ ઉજમશી
2 ) ગાંધી કૃતીક ભાવિન મહેન્દ્ર ગોવિંદજી
3 ) ગાંધી જીતેષ હિમતલાલ
4 ) ગાંધી હિમાંશુ મહેન્દ્ર ધીરજલાલ
5 ) મેહતા સુરેન્દ્ર જ઼ેવન્તલાલ
6 ) પારેખ હસુમતી ચંદ્રકાંત કેશવલાલ
7 ) શાહ પારસ પ્રદીપકુમાર વ્રજલાલ
8 ) શાહ હિમતલાલ પ્રેમચંદ

Sunday, January 22, 2012

વર્ષગાંઠ (22-01)


1 ) લોદરિયા પ્રીતિ મહેશ દલીચંદ
2 ) મેહતા શમ્વેગ કૌશિક અરવિંદ સુખલાલ
3 ) પારેખ મૌલિક જગદીશ કાંતિલાલ
4 ) પારેખ હરેશ કાંતિલાલ
5 ) શાહ રોહન સંદીપ વીરેન્દ્ર પદમશી

Saturday, January 21, 2012

વર્ષગાંઠ (21-01)


1 ) ગાંધી અપૂર્વ મનહરલાલ
2 ) ઘૉલાણી શ્રેયા નિમેષ પ્રવીણચંદ્ર મગનલાલ
3 ) મેહતા સુર્યકાંત રસિકલાલ
4 ) મેહતા હર્ષિત હસમુખ પ્રભાશંકર
5 ) વોરા રમા સુરેશચન્દ્ર
6 ) મેહતા કલ્પેન તરુણ
7 ) પટેલ ભૈરવ રાજીવ ત્રીલોકચંદ્ર
8 ) સંઘવી અપેક્ષા પરેશ સુર્યકાંત
9 ) સંઘવી પ્રવીણચંદ્ર હરજીવનદાસ
10) શાહ બીન્નિ કેકિન કાંતિલાલ
11) શાહ રિતિક મનીષ સેવંતિલાલ
12) શાહ લીલાવંતી હરિલાલ
13) શેઠ હીરલ જય બિપીન દલપતભાઇ
14) શેઠ રોહન રોનક મનહરલાલ
15) શેઠ કિરણ કિશોર રેવાશંકર

Friday, January 20, 2012

સન્તોને બગાડવાનું બન્ધ કરો

   મારા તાબામાં રહેલી સધળી નીખાલસતા નીચોવીને મારે કહેવું છે: ‘‘હે હીન્દુઓ ઉઠો, જાગો અને સન્તોને બગાડવાનું બન્ધ કરો.’’ અજ્ઞાની પ્રજા કદી ધાર્મીક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હીન્દુઓની શક્તી અપાર છે.
         કોઈ પણ માણસને સન્ત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બૅન્ક બૅલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ઉપદેશકો સાથે વીરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હીસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મીક હોય છે; તેથી ઑડીટમાં પણ વાંધો આવતો નથી. ટ્રસ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રીયજનો હોય છે. કહેવાતા સન્ત બહારથી અલીપ્ત હોય છે; પરન્તુ અન્દરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના  પી.આર.ઓ. ઈમેજ  બીલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લમ્પટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મીક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધીકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા;  તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીને ફસાવે છે. તેઓ શક્તીપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું, સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું અંધારું, આશ્રમના અજવાસ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હીન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.
        કોઈ કહેવાતા લોભાનન્દજી કે લમ્પટેશ્વર કે મોહાનન્દજીને પનારે પડનારી અન્ધશ્રદ્ધાળુ પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’ કે ‘ઉપનીષદ’ નથી વાંચતી. હે હીન્દુ ભાઈબહેનો, એકવીસમી સદીને છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યે રાખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજા અરમાનોનો મેળ પાડવો પડશે. અન્ધશ્રદ્ધાની આરતી ઉતારવાનું બન્ધ કરવું પડશે. અશ્વમેધ જેવા બોગસ યજ્ઞો બન્ધ કરવા પડશે. અસ્પૃશ્યતા નાબુદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દુર કરવું પડશે. વીધવાઓની અવદશા દુર કરવી પડશે. આશ્રમોનો અને મન્દીરોનો કચરો, માનસીક કચરો અને આર્થીક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવવું પડશે. નવી સદી, વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફીલ્મ ‘જુએ’  છે; જ્યારે બાવાજીઓ તો બ્લુ ફીલ્મ ‘જીવે’ છે !
        રામાયણ આપણું ઉદાત્ત મહાકાવ્ય છે, એ જરુર સૌએ વાંચવું જોઈએ; પરન્તુ વાંચીને પણ આપણા વીવેકને ગીરવે મુકવાનો નથી. ચરણસેવા, ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નીર્માલ્ય પ્રજાને કેશવાનન્દ ન મળે તો શું વીવેકાનન્દ મળે ? હીન્દુઓ ક્યારે જાગશે ? એંશી ટકા પ્રજા ઉંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું ? એ બીચારી મુલ્લાગ્રસ્ત છે ! બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં; બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચકચકતું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચક્ચક્તો કરવાનો છે.
- ગુણવન્ત શાહ

 અક્ષરાંકન:ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

વર્ષગાંઠ (20-01)


1 ) મેહતા પારસ સુર્યકાંત સુખલાલ
2 ) મેહતા રમેશચન્દ્ર પ્રાણજીવન
3 ) મેહતા હેમલતા ભરત ચંદુલાલ
4 ) સંઘવી પ્રાચી પ્રકાશ ધારશીભાઈ
5 ) શાહ નલિની લલિતકુમાર ચંપકલાલ
6 ) શાહ નયના રાજેન્દ્ર ઉમેદચંદ
7 ) શાહ ધીરેન કીશોર ઉમેદચંદ
8 ) શાહ શીતલ અરવિંદ ઠાકોરલાલ