Pages

Monday, August 31, 2009

સગપણ

ચિંતન પ્રદીપ કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : કાંદિવલી)
નુ સગપણ
નેહા જતીનભાઈ રમણીકલાલ મેહતા (વતન : પાલીતાણા / હાલ : કાંદિવલી)
સાથે તારીખ 30-08-2009 ના રોજ કરવામા આવેલ છે.

માનવ અને મોબાઇલની તુલના

ક્ષમાપના સંમેલન , સ્વામિવાત્સલ્ય, ધાર્મિક શિક્ષણ પારિતોષિક વિતરણ અને તપસ્વિઑનુ બહુમાન

યુવક મંડળ દ્વારા આયોજીત સંમેલન તથા અન્ય કાર્યક્રમોનો સર્ક્યુલર વાંચવા ચિત્ર ઉપર ક્લિક કરો.

Thursday, August 27, 2009

યુવક મંડળ દ્વારા આયોજીત 14મો તીર્થ યાત્રા પ્રવાસ



અમોને તીર્થ યાત્રા વિષેનો સર્ક્યુલર પ્રાપ્ત થયો છે જે વાંચવા અત્રે ક્લિક કરો .ફોર્મ ભરવા માટે ફક્ત બેજ દિવસ રાખવામા આવ્યા છે 28 અને 29 ઑગસ્ટ.

Tuesday, August 25, 2009

મૃત્યુ

વતન: જોડિયા
હાલ : સાયન, મુંબઇ
મરનારનુ નામ : ગંગા સ્વ. શારદાબેન બાલાચંદ ઘોલાણી
ઉમર : 88 વર્ષ
મરણ તારીખ : 21-08-2009
પતિ : સ્વ.બાલાચંદ સોમચંદ ઘોલાણી
પુત્ર : મહેશ
પુત્રવધૂ : ઉર્વી
પુત્રીઓ :નીરુ,નયના,રેખા,નીલા,વર્ષા,ચેતના
જમાઈઓ: કિશોર,અશ્વિન,વિરેન,કિરીટ,જીતુભાઈ,દિલીપ
પૌત્રો : બીજલ,મૌલિક,વિરલ,કેયુર
પિતાશ્રી : સ્વ. ચત્રભુજ વિરપાળ દોશી

ઈશ્વર મૃતના આત્માને ચિર શાંતિ આપે

Monday, August 24, 2009

2009 ની તપસ્વીઑ ની ત્રીજી યાદી

અઠ્ઠાઈ
નીતીશ શૈલેશભાઈ પ્રભાશંકર મેહતા
ક્રીના શૈલેશભાઈ પ્રભાશંકર મેહતા
દ્રષ્ટિ મનિશભાઈ નવીણચંદ્ર શાહ
9 ઉપવાસ
હિતેશભાઈ ભીખુભાઇ હિમતલાલ લોદરિયા
30 ઉપવાસ
પરાગ ચંદુલાલ અમૃતલાલ શાહ

2009 ની તપસ્વીઑ ની બીજી યાદી

16 ઉપવાસ
જ્યોતસ્નાબેન કિશોરભાઇ શાંતિલાલ કોઠારી

અઠ્ઠાઈ
રસીલાબેન ચીમનલાલ શાહ
હાર્દિક વસંતભાઈ વ્રજલાલ મેહતા
જીમીષ ધીરેન્દ્ર પાનાચંદ લોદરિયા
નેહા ધીરેન્દ્ર પાનાચંદ લોદરિયા
ખ્યાતિ જય વિપીનભાઈ મેહતા
રૂપેશ કમલેશભાઈ જમનાદાસ શાહ
વિશાળ કમલેશભાઈ જમનાદાસ શાહ

અમો બધા તપસ્વીઓની ભૂરીભૂરી અનુમોદના કરિયે છિયે
ડ્રાયર કેમિકલ્સવાળા વી વી શાહ, રશ્મિકાન્ત જે શાહ અને શેતલ વી શાહે મીચ્છામી દુક્કડમનો સંદેશો ઍમ વી જે સમાજને પાઠવેલ છે

મીચ્છામિ દુક્કડમ

શ્રી મહેન્દ્રભાઈ જી ગાંધીઍ ઈમેલ દ્વારા મીચ્ચ્છામિ દુક્કડમ નો સંદેશો ઍમવીજે સમાજને મોકલ્યો છે તેમજ
સુમતિલાલ લાલચંદ શાહ પરિવાર, હરેશ, ભારતી, નિધિ, હિર, દિવ્ય અને ઈન્સ્યુરૅન્સ મૉલ દ્વારા નીચે મુજબનુ કાર્ડ ઍમવીજેસમાજને મોકલવામા આવ્યુ છે




(ચિત્ર ઉપરક્લિક કરવાથી ચિત્ર મોટુ થશે)
અમો આ તકે સમાજના સભ્યોંને મીચ્છામિ દુક્કડમ નો સંદેશો પાઠવિયે છીઍ.

Sunday, August 23, 2009

મૃત્યુ

શારદાબેન (શાંતાબેન) બાલાચંદ ઘૉલાણી 21-08-2009 ના રોજ લાંબી માંદગી બાદ 92 વર્ષની ઉમરે સ્વર્ગવાસી થયા છે. પ્રાર્થના સભા પર્યુષણ બાદ રાખવામા આવશે. પ્રભુ તેમના આત્માને શાન્તિ આપે.

2009 ની તપસ્વીઑ ની યાદી

વર્ષી તપ
રસીલાબેન મહેન્દ્ર ઉમેચંદ શાહ
સુધાબેન મૂકેશભાઈ જેવતલાલ શેઠ

સિદ્ધિ તપ
નિશા હેમન્તકુમાર ચંદ્રકાંત પારેખ
અલ્પા અભયકુમાર ચંદ્રકાંત પારેખ
ભાવિન વસંતકુમાર વ્રજલાલ મેહતા
સેજલ સમીરભાઈ રજનીકાંત દોશી

16 ઉપવાસ
લીના દિપેનકુમાર ધીરજલાલ શાહ
નીતિન પ્રવીણચંદ્ર જેચંદભાઇ મેહતા

11 ઉપવાસ
ભાવેશ ધીરજલાલ રતિલાલ શાહ

અઠ્ઠાઈ
મૂકેશભાઈ જેવતલાલ નરસિહભાઈ શેઠ
જીનલ મૂકેશ જેવતલાલ શેઠ
જીમિત નિમેષભાઈ ભુપતરાય મેહતા
ભવ્યા ભુપેશ મણિલાલ દોશી
નિશા કમલેશ પાનાચંદ લોદરિયા
અલ્પા નલિન જીવરાજ શેઠ
નિલેશ નલિન જીવરાજ શેઠ
પ્રીતિ મનીષ કિશોર શેઠ
ખુશબૂ હેમાંગ નરેન્દ્ર શેઠ

અનુકરણ કરવા લાયક

પ્રિયંકા નીતિન મેહતાઍ નીચેની માહિતી પાઠવેલ છે

જય જિનેન્દ્ર

મને જણાવતા આનંદ થાય છે કે નીતિનભાઈ પ્રવીણચંદ્ર જેચંદભાઇ મેહતા - ઉમર48 વર્ષ, સી/402 , પાવાપુરી , અશોક નગર , કાંદિવલી (ઈસ્ટ) ના રહેવાશીઍ નીચે દર્શાવેલી તપસ્યા ટૂંક સમય પહેલા પૂર્ણ કરેલ છે:

1: નવ્વાણૂ (99) યાત્રા પાલીતાણા ખાતે જાન્યુઆરી -09 મા . તેમણે સાથે સાથે ચૌવિહાર છઠ સાત (7) યાત્રા સાથે 12 વખત કરી છે .
2: વિસસ્થાનક તપ ફેબ્રુઆરી-09 મા
3: વર્ધમાન તપ ઓળી ઍપ્રિલ-09 મા
4: પાર્શ્વ ગાંધાર તપ ઑગસ્ટ-09 મા
5: હાલમા પર્યુષણ દરમ્યાન 16 ઉપવાસ

તપસ્વી શાતામા છે

આ પહેલા પણ તેમણે કરેલી તપસ્યા આ પ્રમાણે છે:

માસક્ષમણ , સિધ્ધિ તપ , નવાઈ (9 ઉપવાસ) બે વખત, 2 વર્ષિતપ , 7 વખત અઠ્ઠાઈ , વિસ વિહરમાન તપ , ઉપધાન-18 દિવસ , નવપાદજી ઓળી - 15 વખત

મીચ્છામિ દુક્કડમ

પ્રિયંકા નિતિનભાઈ મેહતા .
ઘર નંબર.. :- 022 - 28872345.
મોબાઇલ નંબર. :- 9892025345.

-----------------------------
બહુ સરસ નીતિનભાઈ. તમારી તપસ્યા માટે અભિનંદન . અમો તમારી ભૂરી ભૂરી અનુમોદના કરિયે છીઍ. તમારુ અનુકરણ બીજા સભ્યો પણ કરે તેવી આશા પણ વ્યક્ત કરિયે છીયે.

ઍમવીજેસમાજ

Saturday, August 22, 2009

તપસ્વીઓના નામ મોકલવા માટે અપીલ

સમાજના સભ્યોઍ પર્યુષણ દરમ્યાન કરેલ તપની જાહેરાત બ્લોગ ઉપર કરવાની છે તો આપની પાસે જે કોઈ માહિતી હોય તે અમોને ઈમેલ કરશો તો તે અમો અત્રે છાપીશુ.

ઍમવીજેસમાજ ટીમ

Friday, August 21, 2009

મગની મુઠ્ઠી

સૌરભ રાજેન્દ્ર કાંતિલાલ મેહતા (વતન : વાંકાનેર /હાલ : ઘાટકોપર)
નો સંબંધ
રાજવી વિજય વિનોદરાય શેઠ (વતન : સાવર કુંડલા / હાલ : મુલુન્ડ)
સાથે નક્કી કરી તેની મગની મુઠ્ઠી તારીખ 13-08-2009 ના રોજ લેવામા આવી છે.

નાન, કુલચા કે રુમાલી રોટી ઈંડા વગર બની જ ના શકે

નીચે જણાવેલ ઈમેલ અમોને દર્શન શાહ પાસેથી મળ્યો છે. દરેક જૈન તે વાંચે.

મુંબઈના પરાની ઍક રેસ્ટોરેંટમા અમોઍ જૈન શાક અને જુદી જુદી જાતની નાન અને રોટીનો ઑર્ડર આપ્યો.
થોડા જ ટાઇમમા હોટેલનો મૅનેજર અમારી પાસે આવ્યો અને તેણે અમોને નાનનો ઑર્ડર કૅન્સલ કરવા કહ્યુ.
કારણકે તે જૈન હોતી નથી. આપણે બધા માનીઍ છિયે કે તે મેન્દાની બને છે તો પછી તે જૈન કેમ ન ખાઈ શકે ?

પરંતુ મૅનેજરના કહેવા મુજબ નાન, કુલચા કે રુમાલી રોટી ઈંડા વગર બની જ ના શકે. રેજિસ્ટર થયેલી શાકાહારી હોટેલ્સ પોતે ઈંડા વાપરી ના શકે તેથી તેઓ લોટ તૈયાર લે છે. આ લોટ બેકરીવાળા ઈંડા નાખીનેજ બનાવે છે. કોઈ પણ હોટેલવાળા આ બાબતની ચર્ચા કે ચોખવટ કરતા નથી કારણ કે તેનાથી તેમનો ધંધો માર ખાય. આથી દરેક જૈનોઍ ચાઇત રાખવાની જરૂર છે કે તેઓ અજૈન આહાર ના લે. જૈનોઍ ફક્ત રોટી જ ખાવી જ઼ોઈઍ. આ બાતમી બીજા જૈન મિત્રો સુધી જરૂરથી પહોચાડશો.

દર્શન શાહ

Wednesday, August 12, 2009

બાયો ડેટા

(મોટો ફોટો જોવા ફોટા ઉપર ક્લિક કરો)


અમિષ જયપ્રકાશ શાહનો બાયો ડેટા વાંચવા અત્રે ક્લિક કરો

Monday, August 10, 2009

દાન માટે અપિલ

શ્રી સ્થુલભદ્ર કૃપા લબ્ધિ જૈન ઇંટરનૅશનલ સ્કૂલઍ તેમની ભવ્ય યોજના માટે દાતાઓ પાસે ટહેલ નાખી છે. યોજનાનો પરિપત્ર આ સાથે નીચે પ્રગટ કરેલ છે. અમો મહેન્દ્રભાઈ ગાંધીના આ સમાચાર માટે ઋણી છિયે..




આ યોજનાના મુખ્ય મુદ્દાનુ કટિંગ જે ગુજરાતી અખબાર પત્રમા પ્રકાશિત થયેલ તે પણ મહેન્દ્રભાઈ ગાંધીઍ મોકલાવેલ છે જે અત્રે પ્રગટ કરેલ છે ( પેપર કટ્ટિંગ્સ સરખી રીતે ગોઠવાયેલા નથી અને વાંચવામા થોડો ટાઇમ લાગશે પરંતુ તે જરૂર થી વાંચજો.

Sunday, August 9, 2009

ઉચ્ચ કેળવણી લોન માટે "જીતો" ની યોજનાની વિગત

મહેન્દ્ર ગોવિંદજી ગાંધીઍ ઈમેલ મારફત 'જીતો' દ્વારા પ્રસ્તુત ઉચ્ચ અભ્યાસ માટેની લોન યોજનાનુ કટિંગ મોકલાવેલ છે જે અત્રે પ્રગટ કરવામા આવેલ છે. પ્રગટ થયેલી બધી વિગત ગુજરાતીમા છે. જે સભ્ય મિત્રોને આ યોજના નો લાભ લેવો હોય તેઓઍ "જીતો" ની ઑફીસ ખાતે સંપર્ક કરવો.

Friday, August 7, 2009

શ્રધ્ધાંજલી


શ્રધ્ધાંજલી વાંચવા ફોટા ઉપર ક્લિક કરો

રંજનબેન નૌતમલાલ ગાંધીને તેમના કુટુંબીજનોની શ્રધ્ધાંજલી

સગપણ

અમિત દિલીપ મણીલાલ મૂળજી પટેલ (વતન સરપદડ હાલ : ઘાટકોપર)

નુ વેવિશાળ

ભાવિશા દીપક
મનસુખલાલ વોરા (વતન : વિન્છિયા હાલ : ઘાટકોપર)

સાથે તારીખ : 18-07-2009 ના રોજ નક્કી કરવામા આવ્યુ છે.

સમાજ તેઓ બંનેને અભિનંદન પાઠવે છે

Wednesday, August 5, 2009

રક્ષા બંધન ( શ્રાવણ સુદ પૂનમ)

સર્વે જ્ઞાતીજનોને રક્ષાબંધનના પર્વ પ્રસંગે વધાઈ


રક્ષાબંધનના મહિમાનો લેખ અંગ્રેજીમા વાંચવા ચિત્ર ઉપર ક્લિક કરો

Tuesday, August 4, 2009

સ્નેહ સ્મૃતિ અને બહુમાન

આપણા સમાજ માટે ગોવાલીયા ટેન્ક જૈન સંઘ અને શ્રી ભોગીભાઈ મોહનલાલ મેહતા ઍક બીજાના પર્યાય જ છે. આપણો સમાજ તેમણે ગોવાલીયા ટેન્ક જૈન સંઘમા કરેલ સેવાથી માહિતગાર છે. ગોવાલીયા ટેન્ક સંઘે હાલમા ઍક બહુમાન સમારોહ યોજી શ્રી ભોગીભાઈ મેહતા નુ સન્માન કર્યુ. .સમારોહ દરમ્યાન તેમણે કરેલ 37 વર્ષની અવિરત સેવાને બિરદાવવામા આવી હતી. તેમણે સંઘ ના પ્રમુખ પદેથી વિદાય લેવાનુ નક્કી કરતા તેમણે કરેલી સેવાને બિરદાવવા તેમને સ્નેહ સ્મૃતિ પત્ર અર્પણ કરવામા આવેલ. તેઓ નસીબજોગે આપણી સંસ્થામા હજુ સક્રિય છે જ. શ્રી ભોગીભાઈ, અમોને આપનો અમારામાના ઍક હોવાનો ગર્વ છે.ખરેખર તમોને મળેલુ સન્માન અમોને મળ્યાનો આનંદ આપે છે. અમો પણ આપણા કાર્યને બિરદાવિયે છિયે. . સ્નેહ સ્મૃતિ પત્ર વાંચવા માટે અહિયા ક્લિક કરો.

Sunday, August 2, 2009

મિત્રતાદિન સંદેશો- Friendship Day/ બાયોડેટા

દિનેશ શાહનો મિત્રતાદિન સંદેશો વાંચવા અત્રે ક્લિક કરો

શ્રેણીક દિલીપ શેઠનો BIO DATA વાંચવા અત્રે ક્લીક કરો

Saturday, August 1, 2009

નાણદેવી માતાની સમૂહ ભક્તિ,હવન,આરતી,દર્શન અને મહાપ્રસાદ

વી વી શાહ , આર જે શાહ અને ઍસ વી શાહ જણાવે છે કે તારીખ 27-10-2009 ના નાણદેવી માતા ( આશાપુરા માતા) ની સમૂહ ભક્તિ,હવન,આરતી,દર્શન અને મહાપ્રસાદ થરાદ ખાતે યોજવમા આવ્યા છે. ગૉકલ ભગાણી કુટુંબ , લોદરિયા કુટુમ્બ, રંગપર બેલાનુ પારેખ કુટુમ્બ અને થોડા ત્રવાડિયા કુટુંબીઓના કુલદેવી છે. સમૂહ ભક્તિ,હવન,આરતી,દર્શન અને મહાપ્રસાદ નુ આયોજન અજમેરા કુટુમ્બ દ્વારા કરવામા આવશે કે જેમના કુલદેવી પણ નાણદેવી માતા છે. અજમેરા કુટુમ્બ દ્વારા નાણદેવી માતાના ભક્તોને મોટી સંખ્યામા હાજર રહી પ્રસંગને ભવ્ય રીતે સફળ બનાવવાનુ આમંત્રણ આપવામા આવેલ છે . આનો સર્ક્યુલર દશાશ્રીમળી મેગેજીનના તારીખ 01-06-2009ના અંકમા છાપવામા આવેલ છે જે વાંચવા અત્રે ક્લિક કરો.

મૃત્યુ

વતન: વાંકાનેર
હાલ : વાંકાનેર
મરનારનુ નામ : ગંગા સ્વ. મુકતાબેન વીનુભાઈ શાહ
ઉમર : 73 વર્ષ
મરણ તારીખ : 28-07-2009
પતિ : સ્વ.વિનુભાઇ ગુલાબચંદ શાહ
દીયર : સ્વ.. રમેશભાઈ, વસંતભાઈ, દીનેશભાઈ
નણન્દ : સ્વ. પુષ્પાબેન હસમુખરાય શાહ
સસરા : સ્વ.ગુલાબચંદ પોપટભાઇ શાહ
પિતાશ્રી : સ્વ. ગુલાબચંદ નથુભાઈ શેઠ

ઈશ્વર મૃતના આત્માને ચિર શાંતિ આપે