Pages

Tuesday, September 29, 2009

દસેરા

Thursday, September 24, 2009

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

સ્વર : હેમા દેસાઇ
Music Arranged & Conducted by : આશિત દેસાઇ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

હે ગરબો જોવાને ગજાનન આવિયા રે લોલ
સાથે રિધ્ધિ સિધ્ધિને તેડી લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને ઇન્દ્ર આવિયા રે લોલ
સાથે રાણી ઇન્દ્રાણીને લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને ચંદ્રમા આવિયા રે લોલ
સાથે રાણી રોહિણીને લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને બ્ર્હમાજી આવિયા રે લોલ
સાથે રાણી બ્ર્હમાણીને લાવિઆ રે લોલ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

સૌજન્ય ટહુકો.કોમ

ગીત ઉપર આપેલ પ્લેયર દ્વારા ગીત સાંભળો

Wednesday, September 23, 2009

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા…


કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘૂમ્યો ઓલો ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

અંબા માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલો ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

અંબાજી ગામ પધરાવ્યો ઓલો ગરબો
અંબાજી ગામ પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘૂમ્યો ઓલો ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કાળીકાને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
કાળીકાને માથે ઘૂમ્યો રે લોલ

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલો ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

પાવાગઢ પધરાવ્યો ઓલો ગરબો
પાવાગઢ પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘૂમ્યો ઓલો ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

ભદ્રકાળી માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલો ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

અમદાવાદ પધરાવ્યો ઓલો ગરબો
અમદાવાદ પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

સૌજન્ય ટહુકો.કોમ

ગીત ઉપર આપેલ પ્લેયર દ્વારા ગીત સાંભળો

મૃત્યુ

ન્યાલચંદ ચત્રભુજ શાહનુ આશરે ૭૫ વર્ષની ઉમરે અવસાન વાંકાનેર ખાતે થયુ છે. તેઓ કિશોરભાઈના પિતાશ્રી , ડૉલીબેનના સસરા, ક્રીના તથા કુશલના દાદાજી થાય. નવરાત્રિને કારણે સાદડી/ પ્રાર્થના હાલમા રાખી નથી.

Tuesday, September 22, 2009

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…

સ્વર : હંસા દવે

આરાસુરની અંબિકા, તન ઝૂલે હિંડોળા ખાટ
અવનીના દરબારમાં, રમવા નિસર્યા માત

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ગબ્બરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ નર્યો નીતરે ઉમંગ
રમે જોગણીઓ સંગ રૂડો અવરસનો રંગ

માએ પાથર્યો પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જુગનો ચુડલો માનો સોળ કળાનો વાન
અંબાના અણસારા વિના હાલે નહી પાન
માના રૂપની નહીં જોડ, એને રમવાના બહુ કોડ
માને ગરબા કેરી હોડ, રૂડો અવરસનો રંગ

માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

રંગતાળી રંગતાળી રંગતાળી, કે ઘુમે ગબ્બરવાળી
સંગે ઘુમે છે બહુચરવાળી, કે રંગમાં રંગતાળી
સોહે અંબે આરાસુરવાળી, કે રંગમાં રંગતાળી
હે મારી માવલડી મતવાલી, કે રંગમાં રંગતાળી

સૌજન્ય ટહુકો.કૉમ

ખજાનો- વાર્તા

ગુણવંત બરવાળીયાની સુંદર વાર્તા અત્રે પ્રસ્તુત છે.
(ચિત્ર ઉપર ક્લિક કરવાથી તે મોટુ દેખાશે. મોટુ થયા પછી ctrl + કે ctrl - કી નો ઉપયોગ કરી સાઇજ઼ નાની મોટી થઈ સકશે.)

Monday, September 21, 2009

સગપણ

સૌરભ રાજેન્દ્ર કાંતિલાલ મેહતા (વતન : વાંકાનેર /હાલ : ઘાટકોપર)
નુ સગપણ
રાજવી વિજય વિનોદરાય શેઠ (વતન : સાવર કુંડલા / હાલ : મુલુન્ડ)
સાથે તારીખ 20-09-2009 ના રોજ કરવામા આવેલ છે.

Saturday, September 19, 2009

નવરાત્રિ




શ્રી દિનેશ શાહે ૨ ચિત્રો નવરાત્રિને અનુલક્ષીને મોકલ્યા છે.

(ચિત્રો ઉપર ક્લિક કરવાથી તેઓ મોટા દેખાશે. મોટા થયા પછી ctrl + કે ctrl - કી નો ઉપયોગ કરી સાઇજ઼ નાની મોટી થઈ સકશે.)

મૃત્યુ


વતન : જામનગર
હાલ : મુંબઇ
મરનાર નુ નામ : નરેનભાઈ પોપટલાલ પૂનાતર
ઉમર : -
મરણ તારીખ : 15-09-2009 ઍંટવર્પ ખાતે
પત્નિ : સ્વ ઈંદિરાબેન
પુત્ર : સંજય , રાજીવ
પુત્રવધૂ : નેહા, અંજલી
પુત્રી : રીના
જમાઈ : રોમિલ
પિતા : સ્વ.પોપટલાલ પૂનાતર
સસરા : સ્વ. મોહનલાલ ધનજીભાઈ મેહતા
ભાઈઓ : સ્વ. દિલીપભાઈ, સ્વ. અરુણભાઇ, પ્રમોદભાઇ
બહેનો : સ્વ. કંચંબેન, સ્વ. પ્રભબેન,શુશીલાબેન,હંસાબેન,રેણુબેન
સાળાઓ : સ્વ. સ્વરુપચંદ્ર, સ્વ. રમેશચન્દ્ર, સ્વ. નરોત્તમદાસ, મહાસુખલાલ
સાળાવેલી :વિદ્યાબેન, હંસાબેન,ચંદ્રીકાબેન,ચંદ્રકળાબેન

પ્રભુ દિવંગતના આત્માને ચિર શાંતિ અર્પો.

Friday, September 18, 2009

મૃત્યુ


વતન : ખાખરેચી
હાલમા : ઘાટકોપર, મુંબઇ
મરનારનુ નામ : કિશોરચંદ્ર છોટાલાલ શેઠ
ઉમર : 58 વર્ષ
મરણ તારીખ : 15-09-2009
પત્નિ : રંજનબેન
પુત્ર : ભાવેશ
પુત્રી : વૈશાલી
જમાઈ: સુનિલ કાપડિયા
પિતા : સ્વ. છોટાલાલ વખતચંદ શેઠ
માતા : કાન્તાબેન
સસરા : સ્વ. મણિલાલ વખતચંદ સંઘવી
ભાઈઓ : સ્વ. વિનુભાઇ, રમેશભાઈ,ધીરુભાઇ,ગુણુભાઇ,અશોક્ભાઇ
બહેનો : સ્વ. ચંદનબેન, રંજનબેન
બનેવીઑ : પ્રાણલાલ મેહતા , લલિતકુમાર મેહતા


પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પો.

Tuesday, September 15, 2009

મહિલા મંડળના સંદેશાઓ

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી મહિલા મંડળ - મુંબઇ

આ મહિલા મંડળનો આગામી કાર્યક્રમ "રાસ-ગરબા અને ડ્રેસ" હરીફાઈ શનિવાર તા.19-9-2009ના બપોરના 2:30 વાગ્યે દેવરાજ હૉલ , દાદર (વેસ્ટ) ખાતે રાખવામા આવેલ છે. બધી મહિલા સભ્યોને આ કાર્યક્રમમા હાજર રહેવા આમંત્રણ છે આ કાર્યક્રમ દરમ્યાન શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન કરનાર તથા શ્રેષ્ઠ રાસ ગરબા લેનારને આકર્ષક ઈનામો આપવામા આવશે. કાર્યક્રમ બાદ અલ્પ આહારની વ્યવસ્થા રાખવામા આવેલ છે.

મંડળને સભ્ય બહેનો તથા તેમના સગાઓને દાન રાશિ મોકલવા માટે અપિલ કરવામા આવે છે. ઑફીસનોફૉન નંબર 28081998.

મચ્છુ માનસી મહિલા મંડળ (બોરિવલી)
આ મહિલા મંડળ દ્વારા "મને અજવાળા બોલાવે" નાટક તેમના સભ્યો માટે શુક્રવાર તા. 25મી સપ્ટેમ્બરે બપોરના ૩:૦૦ વાગ્યે પ્રબોધન ઠાકરે હૉલ ખાતે રાખેલ છે. ટીકીટ તા. ૧૯ અને ૨૧ સપ્ટેમ્બરે સાંજના ૫:૦૦ અને ૬:૩૦ વચ્ચે વિજયભાઇની ઓફિસેથી વ્યક્તિ દીઠ રૂ. ૩૦ ભરી આઇ કાર્ડ સામે મેળવી લેવી. ફૉન ઉપર ટીકીટ બુક કરવામા નહી આવે.

Monday, September 14, 2009

માસ ખમણ

મોરબી નિવાસી અ. સૌ. પારુલબેન વીમલભાઇ ગાંધીઍ માસ ખમણનુ ભવ્ય તપ શાતાપૂર્વક પૂર્ણ કરેલ છે.
તા. ૨૫-૦૮-૨૦૦૯ ના રોજ મંગળ ગીતો, વરઘોડો, પારણૂ, સાંઝીના ગીતો અને ભોજન સમારંભનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. ગાંધી કુટુમ્બ ની આ પ્રથમ મોટી તપસ્ચર્યા હતી. આ ભવ્ય તપસ્ચર્યાને સફળતાપૂર્વક પાર પાડવામા ફક્ત પારુલબેન જ નહિ પરંતુ તેમના પતિ વીમલભાઇ , સાસુ મિનાક્ષિબેન, સસરા કિશોરભાઈ તેમજ માતા નયનાબેન અને પિતા ભરતભાઈ વોરા પણ અભિનંદન ના અધિકારી છે.

અમો તમારા તપની ભૂરી ભૂરી અનુમોદના કરિયે છિયે

Sunday, September 13, 2009

સમાજ નુ ગૌરવ

આપણા સભ્ય શ્રી પ્રદિપભાઈ રજનીકાન્ત શાહ, જેઓ અર્હમ ઍક્ષિમ પ્રા.. લી. ના ડાઇરેક્ટર છે, બે વર્ષ માટે સ્ટીલ ચેંબર ઓફ ઇંડિયાના ઉપપ્રમુખ તરીકે 2 વર્ષ માટે બિનહરીફ ચુટાઈ આવ્યા છે. આ અગાઉ તેઓ 2 વર્ષ માટે ચેમ્બરના જનરલ સેક્રેટરી તરીકે બિન હરીફ ચુટાઈ આવ્યા હતા. આપણે તેમને ખૂબ ખૂબ વધાઈ આપિયે છિયે અને જિંદગીમા હજુ વધુ સફળતાના શીખરો સર કરે તેવી પ્રભુને પ્રાર્થના કરિયે છિયે.

Saturday, September 12, 2009

શ્રધ્ધાંજલી

લલિતાબેન ફૂલચંદ ગાંધીને તેમના કુટુંબીજનોની શ્રધ્ધાંજલી


શ્રધ્ધાંજલી વાંચવા ફોટા ઉપર ક્લિક કરો
અક્ષરોની સાઇજ઼ નાની મોટી કરવા કંટ્રોલ+ (મોટા અક્ષરો માટે) કે કંટ્રોલ- (નાના અક્ષરો માટે) નો ઉપયોગ કરો

Friday, September 11, 2009

બાયો ડેટા

હેતલ પ્રદિપ ગાંધીનો બાયો ડેટા

ચિત્ર ઉપર ક્લિક કરો અને મોટા અક્ષરોમા વાંચો
અક્ષરોની સાઇજ઼ નાની મોટી કરવા કંટ્રોલ+ (મોટા અક્ષરો માટે) કે કંટ્રોલ- (નાના અક્ષરો માટે) નો ઉપયોગ કરો

Thursday, September 10, 2009

જૈનધર્મ તત્વજ્ઞાન અભ્યાસ પ્રચાર-પ્રસાર તથા તેને માટેની સ્કૉલરશિપ

જૈનધર્મ તત્વજ્ઞાનના અભ્યાસની તાતી જરૂર હાલમા જણાઈ રહી છે. જૈન ધર્મની ફિલૉસોફીનો અભ્યાસ ક્રમ મુંબઇ યૂનિવર્સિટીઍ શરૂ કરેલ છે. તથાતે માટે સ્કૉલરશિપ પણ ઉપલબ્ધ છે. જીજ્ઞાસુ અને અભ્યાસુ સભ્યોઍ સાથેનો લેખ વાંચી જવો.
વાંચવા માટે ચિત્ર ઉપર ક્લિક કરો

રમણિકભાઇ દેસાઈનુ મૃત્યુ

તારીખ 8-9-2009 ના રોજ 76 વર્ષની ઉમરે રમણિકભાઇ છગનલાલ દેસાઈનુ અવસાન થયુ છે. તેઓ કાઠિયાવાડ સેવા સમાજના સ્થાપક પ્રમુખ હતા. આપણા સમાજના યુવક- યુવતી મિલન સમારોહનુ તેમણે પોતાની આવગી શૈલીમા સંચાલન કરેલ હતુ. પ્રભુ તેમના આત્માને ચિર શાન્તિ અર્પો.

Monday, September 7, 2009

મૃત્યુ


વતન: વાંકાનેર
હાલ : બોરિવલી,મુંબઇ
મરનારનુ નામ : ગ સ્વ. હેમકુંવર કલ્યાણજી મેહતા
ઉમર : 95 વર્ષ
મરણ તારીખ : 02-09-2009
પતિ : સ્વ. કલ્યાણજી મેહતા
પુત્રો : સ્વ. રસિકલાલ, હીરાલાલ, સ્વ. અનિલભાઈ, સ્વ. બિપિનભાઈ, સ્વ. ગિરીશભાઇ
પુત્રવધૂઑ : સ્વ. લલિતાબેન , સ્વ. મુકતાબેન, મંજૂલાબેન, રમિલાબેન, ગીતાબેન
પુત્રી : સરયૂબેન
જમાઈ : હસમુખભાઈ સંઘવી
પિતાશ્રી : સ્વ. જેઠાલાલ મોતીચંદ શાહ

ઈશ્વર મૃતના આત્માને ચિર શાંતિ આપે

ઍમ વી જે સમાજ

Sunday, September 6, 2009

જૈન સ્તવન : ઓ પરમકૃપાળુ પરમેશ્વર

આજે ક્ષમાપના સમેલનનો દિવસ છે તો ચાલો ઍક જૈન સ્તવન માણિયે.

ઓ પરમકૃપાળુ પરમેશ્વર
મને પ્રેમળ પંથ બતાવોને

મારો જીવનપંથ છે ભૂલ ભર્યો
સ્વારથનો ઝંઝાવાત નર્યો
એ સ્વાર્થભર્યા મુજ અંતરમાં
પ્રભુ સર્વનું હિત વસાવોને

ઘડી રાગ કરું ઘડી દ્વેષ કરું
ઘડી અંતરમાં અભિમાન ભરું
છે અહંકારની આગ તણા
મુજ દિલના ડાઘ બુઝાવોને

તમે સ્નેહતણા છો મહાસાગર
નિષ્કારણ બંધુ કરુણાકર
હે સ્નેહસુધાની સરવાણી
મુજ ઉર આંગણ પ્રગટાવોને

છો માતપિતા બાંધવ સહુના
હિતકારી પ્રભુ જગજંતુના
હે સકલ વિશ્વના વાલેસર
એ વ્હાલની વાટ બતાવોને

સવિજીવન મિત્ર બનાવો મને
પ્રભુ ભાવધરી વિનવું તમને
એ આત્મદર્શનના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને
એ વિશ્વપ્રેમના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને

Saturday, September 5, 2009

મૃત્યુ

વતન: મોરબી
હાલ : માટુંગા,મુંબઇ
મરનારનુ નામ : કૈલાશબેન હસમુખભાઈ શાહ
ઉમર : 64 વર્ષ
મરણ તારીખ : 02-09-2009
પતિ : હસમુખભાઈ પ્રદ્યુતભાઈ શાહ
પુત્રો : હિતેન, મૌલિક
પુત્રવધૂઑ : દેવી અને ફોરમ
પૌત્ર : મહાવીર
સસરા : સ્વ. પ્રદ્યુતભાઈ વનેચન્દ શાહ
સાસુ : સ્વ. કમલાબેન
દીયરો :અશોક(નરેન્દ્ર), મનોજ
દેરાણી : વીણા અને સુજ઼ન
પિતાશ્રી : સ્વ. રતિલાલ પોપટલાલ મેહતા
માતુશ્રી : સ્વ. ચંપાબેન
ભાઈઓ: સ્વ. કાન્તિલાલ, નરેશ, હસમુખ, કિશોર,અજીત,
બહેનો : સ્વ. વસુમતીબેન મનહરલાલ કોઠારી, વીમલાબેન સુમનલાલ પારેખ

ઈશ્વર મૃતના આત્માને ચિર શાંતિ આપે

Friday, September 4, 2009

મોરબીની વાણિયણ

પ્લેયરનુ બટન દબાવો અને ગીત સાંભળો

સ્વર : હેમુ ગઢવી, દીના ગાંધર્વ

કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય,
મોરબીની વાણિયણ મછુ પાણી જાય;
આગળ રે જીવોજી ઠાકોર,
વાંહે રે મોરબીનો રાજા,
ઘોડાં પાવાં જાય.

કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો,મોરબીના રાજા
નથી કરવાં મૂલ;
મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારી પાનિયુંનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ.—મોરબી0

કર્ય રે , વાણિયાણી , તારા અંબોડાનાં મૂલ,
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ.—મોરબી0

(આભાર :મા ગુર્જરીના ચરણે….)

Thursday, September 3, 2009

અનંત ચતુર્દશી

આજે ગણપતી વિશર્જનનો દિવસ છે. શ્રી દિનેશ શાહે આ વર્ષના લાલબાગના ગણપતીનો ફોટો મોકલાવેલ છે જે જોવા ફોટા ઉપર ક્લિક કરો

Wednesday, September 2, 2009

મૃત્યુ

હેમકુંવર કલ્યાણજી મેહતા આજ તારીખ 2-9-2009 ના રોજ 92 વર્ષની ઉમરેઅવસાન પામ્યા તેઓ આપણા ટ્રસ્ટી સુર્યકાંત રસિકલાલ મેહતાના દાદીમા થાય. પ્રભુ તેમના આત્માને શાન્તિ અર્પો .

Tuesday, September 1, 2009

દલપતરામ - અંધેરી નગરી



પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

- દલપતરામ

વાંચવા જેવા 2 લેખ

હાલમા પ્રગટ થયેલા જાગૃતિ સંદેશમા 2 લેખ વિચારવા જેવા છે. તે વાંચવા ચિત્ર ઉપર ક્લિક કરો
પાના નંબર 1
પાના નંબર 2