Pages

Monday, December 28, 2009

વાંકાનેરના સમાચાર

૧) મનુભાઇ મેહતા જેઓ ધિરજલાલ રુપચંદ મહેતાના પુત્ર અને વાંકાનેર પાંજરાપોળના માજી પ્રમુખ થાય તેમનું અવસાન ચેન્નાઇ ખાતે થયુ. તેમની ઉંમર ૮૨ વર્ષની હતી.

૨) કેશુભાઇ પટેલ ,ઈન્સ્યુરંસ એજન્ટ હતા અને આપણા સમાજના ઘણા સભ્યોના પરિચયમાં હતા. તેમનું અવસાન ૯૩ વર્ષની ઉંમરે થયુ.

૩) આપણા સમાજના શાહ પરિવારના દાદા(પ્રભુદાસભાઇ પ્રાણજીવનભાઈ) અને તેમના ભાઇઓ (રમણભાઇ તથા ચમનભાઇ) રમણ સિલ્કના નામે ધંધો કરતા હતા. તેમની દુકાનમાં આગ લાગતા તેમની દુકાન અને સ્ટોક બળી ગયેલ હતા. કોઇ જાનહાનિ થઇ નથી.

Sunday, December 27, 2009

મૃત્યુ


વતન : મોરબી
હાલ : મુમ્બઈ
મરનારનુ નામ : બાબાભાઇ ભાવેશ દોશી
ઉમર : ૭ માસ
મરણ તારીખ : ૨૪-૧૨-૨૦૦૯
પિતા : ભાવેશ સુમતિચંદ્ર દોશી
દાદા : સુમતિચંદ્ર કેશવલાલ દોશી
દાદી : સ્વ.સરજુલાબેન
પ્રભુ નાના બાળને પરમ શાંતિ આપે

Saturday, December 26, 2009

સમ્મેતશિખરજીની જાત્રા આવતે વર્ષે યુવક મંડળ દ્વારા

યુવક મંડળ આવતા વર્ષે સમ્મેતશિખરજીની જાત્રાએ સમાજના સભ્યોને લઇ જવાનું વિચારી રહ્યુ છે. આની જાહેરાત ગિરનારજીની જાત્રા વખતે કરવામાં આવેલ હતી.જાહેરાત થતાની સાથે દાનની રાશિઓ જમા થવા લાગી. ૫ નામો દરેક ૧ લાખના દાન માટે આવી પણ ગયા. તો તૈયાર થઇ જાવ સમ્મેતશિખરજીની જાત્રાએ જવા માટે આવતા વર્ષે.

મૃત્યુ


વતન : વાકાંનેર
હાલ : કાંદિવલી, મુમ્બઈ
મરનારનુ નામ : પ્રમોદભાઇ વનેચંદ ગાંધી
ઉમર : ૬૦ વર્ષ
મરણ તારીખ : ૨૨-૧૨-૨૦૦૯
પિતા : સ્વ.વનેચંદ ગાંધી
માતા: સ્વ. પ્રાણકુંવર ગાંધી
પત્નિ : નલિનીબેન
પુત્ર : વિશાલ
ભાઈ : સ્વ.જયંતિલાલ
બહેનો : સ્વ. ચંદનબેન હરિલાલ દોશી, અનુમતિ વસંતલાલ મહેતા, નિરંજના હસમુખરાય સંઘવી
સસરા :તારાચંદ કસલચંદ ગાર્ડી

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Wednesday, December 9, 2009

લગ્ન

ફાલ્ગુન જિતેન્દ્ર જયંતિલાલ મહેતા (વતન : મોરબી/ હાલ : મલાડ)

ના લગ્ન

કિંજલ હિતેષ કે શાહ

સાથે તા. ૦૮-૧૨-૨૦૦૯ના રોજ થયેલ છે.

Sunday, December 6, 2009

કાયમી ફંડમાં ભેટ

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજને મળેલ ભેટ :
  1. રૂ. ૨૧,૦૦૦.૦૦ ઉચ્ચ કેળવણી લોન ફંડમાં હરેન્દ્રભાઇ ભાઇચંદ મહેતા પરિવાર તરફથી તેમના શ્રેયાર્થે
  2. રૂ. ૫,૦૦૦.૦૦ તપશ્ર્ચર્યા ટાઢક/બહુમાન ફંડમાં વિનોદીની નવનિતરાય વોરા, લતાબેન ગુણવંતરાય વોરા,હર્ષાબેન જગદિશ વોરા,દિવ્યાબેન ભરતભાઇ વોરા તથા સ્વ. નિતલ ભરતભાઇ વોરા તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
  3. રૂ. ૫,૦૦૦.૦૦ ઉચ્ચ કેળવણી ઉત્કર્ષ કાયમી ફ્ડમાં સેજલ કેતન અજમેરા,હિના જતિન અજમેરા,દિપા પારસ ક્ષત્રિય, ભાવિશા દર્શનભાઇ શાહ તથા પૂજા મૃણાલ દાણી તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
  4. રૂ. ૫,૦૦૦.૦૦ સાધર્મિક ભક્તિ સહાય યોજના કાયમી ફંડમાં ચેતના નિતિન વોરા તથા નિતિન અનંતરાય વોરા તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળને મળેલ ભેટ :

  1. રૂ. ૫,૦૦૦.૦૦ શૈક્ષણિક પારિતોષિક કાયમી ફંડમાં શ્રીમતિ કંચનબેન અનંતરાય વોરા તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
  2. રૂ. ૫,૦૦૦.૦૦ સ્વામિ વાત્સલ્ય કાયમી ફંડમાં નવનિતરાય હેમતલાલ વોરા, ગુણવંતરાય હેમતલાલ વોરા, સ્વ. હસમુખરાય હેમતલાલ વોરા,જગદિશ હેમતલાલ વોરા,ભરતભાઇ હેમતલાલ વોરા તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
  3. રૂ. ૫,૦૦૦.૦૦ તબિબિ સહાય ફ્ડમાં સેજલ કેતન અજમેરા,હિના જતિન અજમેરા,દિપા પારસ ક્ષત્રિય, ભાવિશા દર્શનભાઇ શાહ તથા પૂજા મૃણાલ દાણી તરફથી સ્વ. અનંતરાય હેમતલાલ વોરાના આત્મકલ્યાણાર્થે
અમે શ્રી ચંદ્રવદન જમનાદાસ શેઠના ઉપરોક્ત માહિતિ માટે આભારી છીયે.

Friday, December 4, 2009

સ્વ. હરેન્દ્રભાઇ ભાઇચંદ મહેતાની જીવન ઝાંખી



સ્વ. હરેન્દ્રભાઇ ભાઇચંદ મહેતાની જીવન ઝાંખી વાંચવા ઉપર આપેલ ફોટાઓ ઉપર ક્લિક કરો.

લગ્ન

ચિંતન પ્રદીપ કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : કાંદિવલી)

ના લગ્ન

નેહા જતીનભાઈ રમણીકલાલ મેહતા (વતન : પાલીતાણા / હાલ : કાંદિવલી)

સાથે તારીખ ૦૩-૧૨-૨૦૦૯ ના રોજ થયેલ છે.

મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ નો ૧૪મો તીર્થયાત્રા પ્રવાસ

યુવક મંડળ ની ૧૪મી તીર્થયાત્રા ગિરનારજી તીર્થ તથા નાગેશ્વર પાર્શ્વનાથ ખાતે જઇ રહી છે. આ વરસે યુવક મંડળને ૫૦ વર્ષ પુરા થઇ રહ્યા છે એને અનુલક્ષીને આ યાત્રાનુ મહત્વ વધી જાય છે. યાત્રા ૦૪-૧૨-૨૦૦૯ ના શરુ થઇ ૦૯-૧૨-૨૦૦૯ ના રોજ પૂર્ણ થશે. આ યાત્રાના સંઘપતિ થવાનો લાભ શ્રીમતિ વિરબાળા ડો. રતિલાલ હરખચંદ શાહ પરિવારે લીધો છે. સર્વે જ્ઞાતિજનો આ યાત્રા પૂર્ણ રીતે માણે અને સારો એવો ધર્મલાભ લ્યે તેવી ભાવના ભાવિએ છીયે.

Wednesday, December 2, 2009

યુવક મંડળના નવા કાર્યકારી અધિકારીઓ

યુવક મંડળના નવા કાર્યકારી અધિકારીઓના નામ આ પ્રમાણે છે
શ્રી પરેશ વનેચંદ શાહ (મૅનેજિંગ ટ્રસ્ટી)
શ્રી અતુલ ચંદ્રકાંત સંઘવી (પ્રેસીડેન્ટ)
શ્રી જયેશ કનકરાય વખારીયા (વાઇસ પ્રેસીડેન્ટ)
શ્રી કલ્પેશ રમેશચન્દ્ર સંઘવી (સેક્રેટરી)
શ્રી નિમેષ ભુપતરાય મેહતા (જોઇન્ટ. સેક્રેટરી)
શ્રી જયેશ ત્રંબકલાલ દોશી (જોઇન્ટ. સેક્રેટરી)
શ્રી નિલેશ ભુપતભાઈ મેહતા (ખજાનચી)
શ્રી હરીશ શાંતિલાલ મેહતા (સમાજ ઉત્કર્ષ. ચેરમેન)
શ્રી અવંતી રમણીકલાલ સંઘવી (સમાજ ઉત્કર્ષ. પ્રકાશક)
શ્રી મેહુલ રાજેન્દ્ર શાહ (સમાજ ઉત્કર્ષ. તંત્રી)
શ્રી સંદીપ મહેન્દ્રભાઈ દોશી (સમાજ ઉત્કર્ષ. સહતંત્રી)
શ્રી દીપક દિનેશચંદ્ર શાહ (સમાજ ઉત્કર્ષ. સહતંત્રી)

Saturday, November 28, 2009

લગ્ન

જીગર કીરિટ કાંતિલાલ શેઠ (વતન : વાંકાનેર /હાલ : મુંબઈ)

ના લગ્ન

શ્રુતિ કમલેશ પ્રભુદાસ સંઘવી (જુનાગઢ)

સાથે તા. ૨૭-૧૧-૨૦૦૯ના રોજ થયેલ છે.

Wednesday, November 25, 2009

લગ્ન

નિશા દિનેશ હેમતલાલ શેઠ (વતન : વાંકાનેર /હાલ : બોરીવલી)

ના લગ્ન

પ્રિતેશ બિપીનચંદ્ર જયંતિલાલ શાહ

સાથે તારીખ : ૨૪-૧૧-૨૦૦૯ ના રોજ થયેલ છે.

Tuesday, November 24, 2009

જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે: "આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું". મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ભલા માણસ , આ શી મજાક માંડી છે ? માજી તો આ રહ્યાં તારી બાજુમાં ? મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: દીનેશભાઈ , વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!

એમણે આગળ કહ્યું: માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી , સફેદ જાંબુ , કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું.

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું , પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ટીફીનસેવા હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા , સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી , પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી , પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે , તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.

હમણા જાણીતા શાયર દેવદાસ- અમીર ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે. સંતો કહે છે , નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ.

વારંવાર એક વાત સમજાય છે. ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે , પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીન્દગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે. સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)

માતૃપ્રેમ વીશે લોકકવિઓએ ઘણું લખ્યું છે. કવિ ધરમશીએ લખ્યું છે- પહેલાં રે માતા, પછી રે પિતા, પછી લેવું પ્રભુનું નામ, મારે નથી જાવું તીરથધામ. પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોના વાણી , વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવિ ગુલાબદાન કહે છે: ગરીબ માની ઝુપડીમાં કોઈ દી સાંકડ નહોતી થાતી આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી તો શરમ , મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી. આલીશાન બંગલામાં પોષાય આલ્સેશીયન. એક માવડી નથી પોસાતી ?

અમારા બચુભાઈ કહે છે: આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણના દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી. પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ , તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતિમ સ્ટેશન છે. જીવનભરના તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવિ ભીખુદાન ગઢવી લખે છે- અંતવેળા જેના માબાપ ના ઠર્યા. સાત જનમ તેના બુરા ઠર્યા .




ધુંપછાંવ



દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યાં છે. તેમની પાસે સમય નથી. ઘરડા માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે , ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી.
વીદેશમાં એક મા દીકરાને પુછે છે: બેટા , તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય ? દીકરો કહે છે: એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય.
મા કહે છે: બેટા , મેં થોડા દીવસની મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ.

લેખક – શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396445 ફોન: 02637– 242 098 સેલફોન: 94281 60508 – ગોવીન્દ મારુના ‘અભીવ્યક્તી’ બ્લોગ http://govindmaru.wordpress.com/ પરથી સાભાર...

Sunday, November 22, 2009

મૃત્યુ


વિણાબેન શિરિષચંદ્ર મહેતા
વતન : મોરબી
હાલ : કાંદિવલી-મુમ્બઈ
મરનારનુ નામ : વિણાબેન શિરિષચંદ્ર મહેતા
ઉમર : ૭૧ વર્ષ
મરણ તારીખ : ૨૦-૧૧-૨૦૦૯
પતિ : સ્વ.શિરિષચંદ્ર ભોગીલાલ મહેતા
પુત્રો : ભગીરથ, ડો. મેહુલ
પુત્રવધૂઓ : પ્રજ્ઞાબેન, ડો. ફાલ્ગુની
પૌત્ર : મેઘ
પૌત્રીઓ : મિતિ, હેતિ,હેલિ
દિયરો : નૌતમભાઇ, નિરંજનભાઇ,સ્વ. રજનીકાન્ત, ભરતભાઈ,અભયભાઈ,ડો. અનિલ, વિજયભાઇ
દેરાણીઓ : ચંદનબેન,મંજુલાબેન,સ્વ. પુષ્પાબેન, દિનાબેન,પુનિતાબેન,ડો. સ્નેહપ્રભાબેન, નયનાબેન
નણંદ : વિનોદિનીબેન
નણંદોઇ : ડો. નવનિતરાય વોરા
સસરા : સ્વ. ડો. ભોગિલાલ રાયચંદ મહેતા
પિતા : સ્વ.જાદવજી ધનજીભાઇ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Friday, November 20, 2009

મૃત્યુ

વિણાબેન શિરીષચંદ્ર મહેતા(ડો. ભોગીલાલ રાયચંદ મહેતાના પુત્રવધૂ)(ઉમર વર્ષ ૭૧) નું અવસાન તા. ૨૦-૧૧-૨૦૦૯ ના રોજ હ્રદયરોગની બિમારીથી થયું છે. તેમની સ્મશાનયાત્રા તેમના ઘરેથી શનિવાર તા. ૨૧-૧૧-૨૦૦૯ના રોજ સવારના ૯:૩૦ કલાકે નિકળશે.

હોસ્પિટલમા

તારાબેન ત્રંબકલાલ મહેતા થોડા સમય પહેલા હિન્દુજા હોસ્પિટલમા ગોઠણના ઓપરેશન માટે દાખલ થયા હતા. તેમની સારવાર દરમ્યાન તેઓ હ્રદયને લગતી બિમારીમાં સપડાયા. આથી તેઓને એશિયન હાર્ટ હોસ્પિટાલમાં દાખલ કરવામાં આવેલ છે. હાલમાં તેઓ ICUમાં છે.

અમે તેઓ જલદીથી સાજાનરવા થઇ જાય તેવી આપણે કામના કરીએ.

લગ્ન

માનસી મહેશ કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : જુહૂ)

ના લગ્ન

રાજ નયન ગિરધરલાલ શેઠ (વતન : લખતર /હાલ : મુલુન્દ)

સાથે તારીખ : ૧૯-૧૧-૨૦૦૯ ના રોજ થયેલ છે

લગ્ન

અંજન અનીલ ભોગીલાલ મેહતા (વતન : મોરબી/હાલ : કાંદિવલી)

ના લગ્ન

ભાવ્યાની જશવંતરાય પરમાણંદદાસ જસવાણી(હાલ : ડોમ્બીવલી)

સાથે તારીખ : ૧૯-૧૧-૨૦૦૯ ના રોજ થયેલ છે.

Tuesday, November 17, 2009

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : વડોદરા
મરનાર નુ નામ : ઈંદિરાબેન ચંદ્રકિશોર સપાણી
ઉમર : ૭૨ વર્ષ
મરણ તારીખ : -૧૧-૨૦૦૯
પતિ :સ્વ. ચંદ્રકિશોર મોતીચંદ સપાણી
પુત્રો : મિલન, રૂપીન
પુત્રી : રીટા અજિત મહેતા
સસરા : સ્વ.મોતીચંદ ડાહ્યાભાઈ સપાણી
જેઠ : સ્વ. વાડીલાલ
નણંદો : સ્વ. કંચનબેન, સ્વ. તારામતીબેન અને અનસુયાબેન
પિતા : સ્વ. કેશવલાલ દેવચંદ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, November 16, 2009

યુવક મંડળની ચુંટણીનું પરિણામ

તા. ૧૫-૧૧-૨૦૦૯ના રોજ યોજાયેલી ચુંટણીમાં નીચેના સભ્યો ચુંટાયા છે.
ટ્રસ્ટ બોર્ડ
પરેશ વનેચંદ શાહ (મેનેજિંગ ટ્રસ્ટી)
પંકજ નવલચંદ દોશી
હિરેન મહેશ લોદરિયા
રાહુલ રસિકલાલ લોદરિયા
અતુલ ચંદ્રકાન્ત સંઘવી
યુવક મંડળ- પ્રમુખ
અતુલ ચંદ્રકાન્ત સંઘવી
કમિટિ મેમ્બરો
અજય રસિકલાલ સંઘવી
ચંદ્રેશ રમણિકલાલ સંઘવી
દિપક દિનેશચંદ્ર શાહ
જયેશ કનકરાઈ વખારિયા
જયેશ ત્રંબકલાલ દોશી
કલ્પેશ રમેશચંદ્ર સંઘવી
મેહુલ રાજેન્દ્ર શાહ
નિલેશ ભુપતભાઇ મેહતા
નિમેશ ભુપતરાય મેહતા
રાહુલ ઈન્દ્રકુમાર મેહતા
સદિપ મહેન્દ્ર સંઘવી
યોગેશ મહેન્દ્ર શેઠ

આ સમાચાર અમો સુધી પહોંચાડવા બદલ અમે રાજેશ શાહના આભારી છીએ

Thursday, November 12, 2009

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : મુમ્બઈ
મરનારનુ નામ : કિરીટ જમનાદાસ શાહ
ઉમર : ૫૬ વર્ષ
મરણ તારીખ : ૧૨-૧૧-૨૦૦૯
પિતા : સ્વ.જમનાદાસ જગજીવન શાહ
માતા: સ્વ. દૂધીબેન
ભાઈઓ : જયેન્દ્ર , મહેશ, સ્વ. રાજેષ
ભાભીઓ : જ્યોતિબેન, શિલાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Wednesday, November 11, 2009

યુવક મંડળની ટ્રસ્ટી બોર્ડ અને કાર્યવાહી કમિટિની ચૂંટણી

યુવક મંડળની ટ્રસ્ટી બોર્ડ અને કાર્યવાહી કમિટિની ચૂંટણી રવિવાર તા. ૧૫મી નવેમ્બર ૨૦૦૯ના રોજ યોજવામાં આવી છે.
સમય : ૨:૦૦ કલાકે
સ્થળ : શ્રી રાજસ્થાની હોલ,
સંભવનાથ જૈન દેરાસરજી સામે, જાંબલી ગલ્લી, બોરીવલી (વે)

ટ્રસ્ટી બોર્ડના ઉમેદવારોની યાદી :
1. અતુલ ચંદ્રકાંત સંઘવી
2. દીપક રમણિકલાલ પારેખ
3. હીરેન મહેશભાઇ લોદરિયા
4. હિતેષ ચંદુલાલ દોશી
5. જયેશ કનકરાય વખારિયા
6. જયેશ ત્રંબકલાલ દોશી
7. કમલેશ ચંદુલાલ સંઘવી
8. પંકજ નવલચંદ દોશી
9. પરેશ હસમુખરાય શાહ
10. પરેશ વનેચંદ શાહ
11. રાહુલ રસિકલાલ લોદરિયા

આ ૧૧ પૈકી ૫ ઉમેદવારોને ચૂંટવાના છે.


કાર્યવાહી કમિટિના ઉમેદવારોની યાદી :
1. અજય રસિકલાલ સંઘવી
2. ચન્દ્રેષ રમણિકલાલ સંઘવી
3. દીપક દિનેશચંદ્ર શાહ
4. દીપક રમણિકલાલ પારેખ
5. હિતેષ ચંદુલાલ દોશી
6. જતીન જિતેન્દ્ર શાહ
7. જયેશ કનકરાય વખારિયા
8. જયેશ ત્રંબકલાલ દોશી
9. કમલેશ ચંદુલાલ સંઘવી
10. કલ્પેશ રમેશચન્દ્ર સંઘવી
11. મેહુલ રાજેન્દ્રભાઈ શાહ
12. નિલેશ ભુપતભાઈ મેહતા
13. નિમેષ ભુપતરાય મેહતા
14. પરેશ હસમુખરાય શાહ
15. રાહુલ ઈન્દ્રકુમાર મેહતા
16. સંદીપ મહેન્દ્રભાઈ દોશી
17. યોગેશ મહેન્દ્રભાઈ શેઠ

આ ૧૭ પૈકી ૧૩ ઉમેદવારોને ચૂંટવાના છે.

જેઓ મતાધિકાર ધરાવે છે તેઓ અવશ્ય મત આપવા જાય.

આ માહિતિ શ્રી રાજેશભાઈ શાહે અમોને મોકલાવી છે. તેઓના અમો આભારી છીએ.

મૃત્યુ




અનંતરાય હેમતલાલ વોરા
વતન : વાંકાનેર
હાલ : અંધેરી- મુમ્બઈ
મરનારનુ નામ : અનંતરાય હેમતલાલ વોરા
ઉમર : ૭૩ વર્ષ
મરણ તારીખ : ૮-૧૧-૨૦૦૯
પત્નિ : કંચનબેન
પુત્ર : નીતિન
પુત્રવધૂ :ચેતના
પુત્રીઓ : સંગિતા, હિના,દિપા
જમાઇઓ : કેતન અજમેરા, જતિન અજમેરા, પારસ ક્ષત્રિય
પિતા : સ્વ.હેમતલાલ શામજી વોરા
માતા : સ્વ. શાંતાબેન
ભાઈઓ : ડો. નવનિતરાય, ગુણવંતરાય,સ્વ.હસમુખભાઇ, જગદિશભાઇ, ભરતભાઇ
બહેનો : જશવંતિબેન રમણિકલાલ શાહ, હંસાબેન મહેન્દ્રકુમાર શાહ
સસરા : સ્વ. શિવલાલ લાલચંદ શેઠ

પ્રભુ તેમના આત્માને શાશ્વત શાંતિ આપે

Monday, November 9, 2009

મૃત્યુ


વતન : મોરબી
હાલ : બોરીવલી-મુમ્બઈ
મરનારનુ નામ : રાજેશ શંકરલાલ શાહ
ઉમર : ૫૯ વર્ષ
મરણ તારીખ : ૭-૧૧-૨૦૦૯
પિતા : સ્વ.શંકરલાલ મુળચંદ શાહ
માતા : સ્વ.રંજનબેન
ભાઈ : શૈલેષ
બહેન : નિતા જિતેશકુમાર શાહ
બંધુ-પત્નિ : અમિતા
ભત્રિજા : યશ,રાજ
ભાણેજ : કરિશ્મા, ઉત્સવ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Sunday, November 8, 2009

મૃત્યુ


વતન : મોરબી
હાલ : રાજકોટ
મરનારનુ નામ : વસંતબેન જેવતલાલ મેહતા
ઉમર : ૮૫ વર્ષ
મરણ તારીખ : ૫-૧૧-૨૦૦૯
પતિ : સ્વ. જેવતલાલ અમૃતલાલ મેહતા
પુત્રો : સુરેશભાઇ, દિનેશભાઇ,મહેશભાઇ,પ્રકાશભાઇ,રમેશભાઇ,રાજેશભાઇ,શૈલેષભાઇ
પુત્રી : સ્વ. પ્રવીણા લલિતકુમાર સંઘવી
દિયરો : સ્વ.બ્ર. હરિભાઇ જૈન, સ્વ. જયન્તિભાઇ
પિતા : સ્વ.સવજી દેવચંદ શાહ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Friday, November 6, 2009

વિવિધ મહિલા મંડળોના આગામી કાર્યક્રમો

૧) મચ્છુ પ્રેરણા મહિલા મંડળ :
તા. ૭-૧૧-૨૦૦૯ના રોજ ફન ગેમ્સ શો
સ્થળ : ગુજરાતી સેવા મંડળ હોલ,
રંગોલી હોટેલની નીચે,અરોરા ટોકિઝની બાજુમાં,
સમય : બપોરે ૨:૩૦ થી ૫:૦૦
કાર્યક્રમ દરમ્યાન breast કેન્સર જાંચણી અને કોસબાડ તિર્થયાત્રા બાબત માહિતી આપવામાં આવશે.
કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામા આવી છે.

૨) મચ્છુ માનસી મહિલા મંડળ (બોરીવલી):
તા. ૧૪-૧૧-૨૦૦૯ના રોજ ગેટ-ટુ-ગેધર
સ્થળ : સુખસાગર હોટલ, હરીદાસ નગર, બોરીવલી (વેસ્ટ)
સમય : ૩:૦૦ કલાકે

૩) મચ્છુકાંઠા વિશાશ્રીમાળી મહિલા મંડળ :
તા. ૨૧-૧૧-૨૦૦૯ના રોજ વાનગી હરિફાઇ (વિવિધ પ્રકારના પરોઠા અને સલાડ)
સ્થળ : યુવક મંડળની ઓફિસ, સ્ટેશન રોડ, દાદર (વેસ્ટ)
સમય : ૨:૩૦ કલાકે

Thursday, November 5, 2009

સફળ સફરની શુભેચ્છા

ઘાટકોપર મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી મંડળના સભ્યો સમ્મેત શિખરની જાત્રાએ આજ રોજ જ ઇ રહ્યા છે.
તેઓ ૧૦ દિવસની જાત્રા કરશે. જાત્રા આજે શરુ થઇ ૧૫મી નવેમ્બરે પુરી થશે. અમે દરેક જાત્રાળુને આ જાત્રા બહુજ સરસ રીતે પાર પડે અને દરેક જગ્યાએ તેઓને સેવા પૂજા નો સુન્દર લાભ મળે તેવી શુભેચ્છા પાઠવિયે છીએ.

Monday, November 2, 2009

મૃત્યુ

વતન : મોરબી
હાલ : ઘાટકોપર- મુમ્બઈ
મરનારનુ નામ : હરેન્દ્ર ભાઇચંદ મેહતા
ઉમર : ૮૧ વર્ષ
મરણ તારીખ : ૨-૧૧-૨૦૦૯
પત્નિ : ચંદ્રકળાબેન
પુત્રો : સ્વ. પ્રદિપ,દિપક, મુકેશ,ચેતન
પુત્રવધૂઓ :હિના,દિપ્તિ,સુરભી
પિતા : સ્વ.ભાઇચંદ હરજીવન મેહતા
ભાઈઓ : સ્વ.રતિલાલ,સ્વ.કાન્તિલાલ
બહેન : વિમળાબેન કાન્તિલાલ શાહ
સસરા : સ્વ. અમૃતલાલ પદમશી શાહ


હરેન્દ્રભાઈ ભાઈચંદ મહેતાના નામથી જવ્વલેજ કોઇ અપરિચિત હશે. સામાજિક રીતે તેઓ ઘણા કાર્યરત હતા.છેલ્લા થોડા સમયથી તેઓ બિમાર રહેતા હોવાથી સમાજથી વિખૂટા પડી ગયા હતા.પરંતુ તે પહેલા તેઓએ
સમાજ માટે બહુ અમૂલ્ય ફાળો આપેલ છે.

મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના પ્રમુખ તરીકે પણ તેઓએ સંવત ૨૦૪૨,૨૦૪૩ માં તેમની સેવા આપી હતી. આ ઉપરાંત તેઓએ મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસરના કમિટિ મેમ્બર તરીકે, બોમ્બે ટીમ્બર મર્ચન્ટ એસોશિએશનના ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે તેમજ મેહતા ડિસ્પેન્સરી (મોરબી)ના કાર્યકર્તા તરીકે ઉમદા સેવા કરી હતી.

તેઓએ સમાજને આપેલ દાનરાશિઓમાં યુવક મંડળની ઓફિસ માટેનું દાન, સમાજની વાડી માટે આપેલુ દાન, યુવક યુવતી મિલન સમારોહ માટેનું દાન તેમજ તેમના પ્રમુખપણા નીચે સંપૂર્ણ મચ્છુકાંઠાનું વસ્તિપત્રક પ્રકાશન આપણને હંમેશ માટે યાદ રહેશે.

પ્રભુ સદ્ ગતના આત્માને શાશ્વત શાંતિ આપે અને તેમના કુટુમ્બીજનોને આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી અભ્યર્થના.

Sunday, October 25, 2009

ઈસ્પિતાલની અંદર બહાર

ઈસ્પિતાલમાં

તારાબેન ત્રંબકલાલ મેહતાનું ગોઠણનું ઓપરેશન હિંદુજા ઈસ્પિતાલ ખાતે હાલમાં કરવામા આવ્યુ હતું. તેઓ હજુ દાકતરી નિગેહબાની હેઠળ છે.

અનંતરાય હિમતલાલ વોરા હિન્દુજા ઈસ્પિતાલમાં કીડનીની બિમારીની સારવાર માટે દાખલ થયેલ છે.

ઈસ્પિતાલમાંથી ડિસ્ચાર્જ

વિનયચંદ્ન છગનલાલ સંઘવી પથરીનું ઓપરેશન કરાવી ઘરે પાછા આવી ગયા છે.

ભૂપતભાઈ રતિલાલ મેહતા પણ હિન્દુજા ઈસ્પિતાલમાં દાખલ થયેલ હતા અને તેઓ પણ ઘરે પાછા આવી ગયા છે.

ચંદ્નકલાબેન મહાસુખભાઈ મેહતાનું આંખનું ઓપરેશન થયેલ હતું પરંતુ તેમાં ખામી રહેતા તેમનું ઓપરેશન પાછું કરવું પડ્યું હતું. તે પતાવીને તેઓ પણ ઘરે આવી ગયા છે.

અમે આ સર્વે સભ્યોની સુખાકારી ઇચ્છતા તેમની સુદ્દઠ તન્દુરસ્તીની પ્રભુ પાસે પ્રાર્થના કરીયે છીયે.

Saturday, October 24, 2009

ચા-દાળ અને સાસુનુ કોમ્બિનેશન (દિનેશ શાહ)

વાંચવા માટે ચિત્ર ઉપર ગમે ત્યાં ક્લિક કરો.
ચિત્ર નાનું-મોટું કરવા Ctrl + અથવા Ctrl- નો ઉપયોગ કરો.

Thursday, October 22, 2009

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : ઈન્દોર
મરનારનુ નામ : અનસુયાબેન ચંદ્રકાન્ત સંઘવી
ઉમર : ૬૮ વર્ષ
મરણ તારીખ : ૧૬-૧૦-૨૦૦૯
પતિ : ચંદ્રકાન્ત વસરામભાઇ સંઘવી
પુત્ર : રશ્મિ
પુત્રીઓ : આરતી, જાગૃતિ
જમાઇઓ : અશ્વિન જસાણી,જીતેન્દ્ન લાખાણી
સસરા : સ્વ. વસરામભાઇ ભવાનભાઇ
દિયરો : સ્વ. પ્રવિણભાઇ,કિશોરભાઈ,સ્વ. કાન્તિભાઇ,નરેન્દ્નભાઇ
પિતા : સ્વ.કરસનભાઇ હરજીવન ઘીવાળા

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

મૃત્યુ


વતન : ઘાંટીલા
હાલ : મુમ્બઈ
મરનારનુ નામ : મહેન્દ્ર મુગટલાલ લોદરીયા
ઉમર : ૫૯ વર્ષ
મરણ તારીખ : ૧૭-૧૦-૨૦૦૯
પત્નિ : ઉલ્કાબેન
પુત્રો : જિગર
પુત્રી : ભાવિની
પુત્રવધૂ : શિખા
પિતા : સ્વ.મુગટલાલ નંદલાલ લોદરિયા
માતા : ગં. સ્વ. લલિતાબેન
ભાઇઓ : દિનેશ, નીતિન,જયેશ
બહેનો : સ્વ. કુસુમબેન શાહ,ગં.સ્વ.મન્જુલાબેન વસા,હસુમતિ શેઠ,કોકિલા વારિયા
સસરા : સ્વ. રમણલાલ ભોગીલાલ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Wednesday, October 21, 2009

મૃત્યુ -૧૦૪ વર્ષે


વતન : વાંકાનેર
હાલ : દાદર-મુમ્બઈ
મરનારનુ નામ : ગં.સ્વ. કાશીબેન રતીલાલ મેહતા
ઉમર : ૧૦૪ વર્ષ
મરણ તારીખ : ૧૬-૧૦-૨૦૦૯
પતિ : સ્વ. રતિલાલ મોહનલાલ મેહતા
પુત્રો : સ્વ.કાન્તિલાલ, સ્વ.નટવરલાલ,પૂ. ચિરંતનવિજયજી મ. સા.(સંસારી નામ: ચંદ્રકાન્તભાઇ) ,ભૂપતભાઇ, જયસુખભાઇ
પુત્રવધૂઓ : ગં. સ્વ. મયાબેન,સ્વ. ધનકુંવરબેન,મિનાબેન,ચંદનબેન
પુત્રી : અનસુયાબેન
જમાઇ : ભોગીલાલ દોશી
પૌત્રો : જયેશ,અજિત,યોગેશ,નિમેશ,અનિષ,પરેશ
પૌત્રવધૂઓ : માયા,દક્ષા,અસ્મિતા,ફાલ્ગુનિ,હિના,પ્રિતિ
પૌત્રીઓ : સુધા,ગીતા,શીલા
પ્રપૌત્રો : જિમિત,અભિષેક,અર્પિત,સૌમિલ,મિલન,પાર્થ અને ચિરાગ
પ્રપૌત્રીઓ : ચિત્રાંગી,હીનલ,હિમાની,નિશા
દોહિત્રિ : હિના, ધરીત્રિ
પ્રપૌત્ર વધૂ : દિપાલી
પિતા : સ્વ.નિમચંદ મેહતા
ભાઈ : રવિચંદ નિમચંદ મેહતા


પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, October 19, 2009

નૂતન વર્ષાભિનંદન.


આવનારુ સવંત ૨૦૬૬ નુ નૂતન વર્ષ આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને ધન-ધાન્ય તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ લાભપ્રદ રહે તેવી શુભકામનાઓ સાથે શુભદિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. આ પ્રસંગે “અંકિત ત્રિવેદી” ની આ સુંદર રચના

મારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય….

હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….

– અંકિત ત્રિવેદી

સાલ મુબારક

Saturday, October 17, 2009

મૃત્યુ


મહેન્દ્નભાઈ મુગટલાલ લોદરીયા (ઉમર વર્ષ ૬૦) નું અવસાન તા. ૧૭-૧૦-૨૦૦૯ના રોજ હ્નદય રોગની બિમારીથી થયુ છે. સ્મશાનયાત્રા તેમના ઘરેથી બપોરના ૨:૦૦ કલાકે નિકળશે.અગ્નિસંસ્કાર પાર્લા સ્મશાને થશે.

પ્રભુ સદ્ ગતના આત્માને ચિર શાંન્તિ આપે.

દિવાળી પર્વ



દિવાળી- જૈનોની દ્નષ્ટિએ

મહાવીરે પાવા ખાતે નિર્વાણ મેળવ્યુ હતું.

બુદ્ધના નિર્વાણની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જૈન ધર્મમાં દિવાળીનું છે.છેલ્લા જૈન તિર્થંકર ભગવાન મહાવીરે આ દિવસે કારતક મહિનાની ચૌદસે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો, છઠ્ઠી સદીના રાજ્યો યતિવર્શબાના તિલ્યાપન્નતિમાંથી

ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગાંધાર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે.

મહાવીરે અમાસની (નવો ચંદ્ર) વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતાત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો:

કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: "જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું" ("गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो").

દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં આવે છે અને આ તારીખને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવી છે. હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ દિપાલિકાયા શબ્દ સાથે સંકળાયેલો છે, આ શબ્દ આચાર્ય જિનસેન લિખિત હરિવંશ-પુરાણમાં જોવા મળે છે[૮]

ततस्तुः लोकः प्रतिवर्षमादरत् प्रसिद्धदीपलिकयात्र भारते |
समुद्यतः पूजयितुं जिनेश्वरं जिनेन्द्र-निर्वाण विभूति-भक्तिभाक् |२० |
તતસ્તુઃ લોકઃ પ્રતિવર્ષમારત એકો
પ્રસિદ્ધદીપલિકયાત્ર ભારતે
સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં
જિનેન્દ્ર-નિર્વાણ વિભૂતિ-ભક્તિભાક

અનુવાદ: આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓના પ્રકાશથી ઝગમગાવી હતી. કારણ કે તે સમયે ભારતના લોકો ભગવાન જિનેન્દ્ર (એટલે કે ભગવાન મહાવીર)ના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર "દિપાલિકા"ની ઉજવણી કરી રહ્યા હતા.

દિપાલિકાયાનો અર્થ "શરીરને છોડીને જતો પ્રકાશ" પણ કરી શકાય. દિપાલિકા શબ્દ કે જેનો અર્થ થાય છે "દીવાઓનો દિવ્ય પ્રકાશ", "દિવાળી" શબ્દના પર્યાય તરીકે તે શબ્દનો ઉપયોગ થાય છે.

જૈનો દ્વારા દિવાળીની ઉજવણી ઘણી રીતે અલગ પડે છે. જૈનો જે કંઈ પણ કરે છે તે તમામ પ્રવૃત્તિઓમાં સંયમવૃત્તિ પર ભાર મૂકવામાં આવે છે અને દિવાળીની ઉજવણી પણ આમાંથી બાકાત નથી. કારતક મહિના દરમિયાન ત્રણ દિવસ માટે જૈનો દિવાળી ઉજવે છે.આ સમય દરમિયાન શ્વેતાંબર જૈનો ઉપવાસ કરે છે અને ઉત્તરઅધ્યયન સૂત્રનો પાઠ કરે છે અને તેની આખરમાં ભગવાન મહાવીરના પ્રવચન તથા તેના પર મનનનો સમાવેશ થાય છે. કેટલાક જૈનો બિહારમાં આવેલ તેમના નિર્વાણસ્થળ પાવાપુરીની મુલાકાત લે છે. ઘણાં મંદિરોમાં આ દિવસે વિશેષ રીતે લાડુ ધરાવાય છે.

વીર નિર્વાણ સંવત : દિવાળી બાદ પ્રતિપદથી જૈન વર્ષની શરૂઆત થાય છે. વીર નિર્વાણ સંવત ૨૫૩૬ દિવાળી ૨૦૦૯ ની સાથે શરૂ થાય છે. જૈન વેપારીઓ પરંપરાગત રીતે તેમનું હિસાબોનું વર્ષ દિવાળીથી શરૂ કરે છે.આચાર્ય વિરસેન દ્વારા તિથ્થોગલિ પૈનિયા અને ધવલમાં વીર અને શક સંવત વચ્ચેનો સંબંધ આપવામાં આવ્યો છે:
पंच य मासा पंच य वास छच्चेव होन्ति वाससया|
परिणिव्वुअस्स अरिहितो तो उप्पन्नो सगो राया||

આમ શક સંવતના 605 વર્ષ અને 5 મહિના અગાઉ નિર્વાણ થયુ હતું.

જૈનો દ્વારા સમગ્ર ભારતમાં 21 ઓક્ટોબર 1974ના રોજ 2500મો નિર્વાણ મહોત્સવ ઉજવાયો હતો.

(સાભાર : વિકીપીડિયા)

Friday, October 16, 2009

મૃત્યુ

અનુપમ, નિરુપમ અને જયભારત ટેક્ષ્ટોરીયમવાળા ભૂપતભાઈ અને જયસુખભાઈના માતુશ્રી કાશીબેન ૧૦૪ વર્ષની જૈફ ઉંમરે તા.૧૬-૧૦-૨૦૦૯ના રોજ અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા બપોરે ૧૨:૧૫ કલાકે નિકળશે અને અગ્નિસંસ્કાર શિવાજીપાર્ક સ્મશાન ખાતે કરવામાં આવશે.
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

માનો યા ન માનો (દિનેશ શાહ)

માનો યા ન માનો ચિત્ર ઉપર ગમે ત્યાં ક્લિક કરો
સાઇઝ માં ફેરફાર કરવા Ctrl+ અથવા Ctrl- નો ઊપયોગ કરો

Thursday, October 15, 2009

ધન તેરસ


ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. આસો માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

પૌરાણીક કથા

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપ નો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોક ઉપર મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછીજ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દીવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).

(સાભાર વિકિપીડિયા)

Tuesday, October 13, 2009

મૃત્યુ

વતન : મોરબી
હાલ : કલકત્તા
મરનારનુ નામ : સરોજ જગજીવન દોશી
ઉમર : ૬૫ વર્ષ
મરણ તારીખ : ૧૧-૧૦-૨૦૦૯
પિતા : સ્વ.જગજીવન મોહનલાલ દોશી
માતા : સ્વ.કમળાબેન
ભાઈ : સ્વ.રજનીકાન્ત,સ્વ.હર્ષદભાઈ, સ્વ.અનિલભાઈ,તરુણભાઈ,સુરેશભાઈ
બહેન : ઈન્દિરાબેન જયસુખલાલ દોશી

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

૪૦૦૦ વર્ષ જૂનુ ઝાડ (દિનેશ શાહ દ્વારા)

માન્યામા ના આવે તેવુ
વાંચવા માટે ફોટા ઉપર ક્લિક કરો. સાઇજ઼ નાની મોટી કરવા ctrl + અથવા ctrl - નો ઉપયોગ કરો

Thursday, October 8, 2009

ભાવિની મહેન્દ્નભાઈ મુગટલાલ લોદરીયા (બાયો ડાટા)

ભાવિની મહેન્દ્નભાઈ મુગટલાલ લોદરીયાનો બાયો ડાટા વાચવા અત્રે ક્લીક કરો.




Tuesday, October 6, 2009

દુબાઈના ફોટા - દિનેશ શાહ દવારા

દિનેશ શાહ નિયમિત રીતે આપણા બ્લોગમા માહિતિપુ્ર્ણ લેખો કે ચિત્રો મોકલે છે. અત્રે તેઓએ દુબાઈના ફોટા રજુ
કરેલ છે. તે જોવા અત્રે ક્લિક કરો. ત્યાર બાદ સ્ટાર્ટ પ્રેશન્ટેશન નુ ટેબ દબાવો. આ અગાઉ ગુજરાતના ફોટા પણ તેમણે મોકલાવેલ હતા.

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : વડોદરા
મરનાર નુ નામ : ચંદ્રકિશોર મોતીચંદ સપાણી
ઉમર : ૭૫ વર્ષ
મરણ તારીખ : ૦૧-૧૦-૨૦૦૯
પત્નિ : ઈંદિરાબેન
પુત્રો : મિલન, રૂપીન
પિતા : સ્વ.મોતીચંદ ડાહ્યાભાઈ સપાણી
સસરા : સ્વ. કેશવલાલ દેવચંદ મેહતા
ભાઈ : સ્વ. વાડીલાલ
બહેનો : સ્વ. કંચનબેન, સ્વ. તારામતીબેન અને અનસુયાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, October 5, 2009

નર્મદા નગર

નર્મદા નગર ઇંડસ્ટ્રિયલ ટાઉન વિથ ન્યૂ સિટી મોડેલ, પાલેજથી 15 કી. મી.
(ગુજરાત સરકાર ઇંડસ્ટ્રિયલ ટાઉન વિકસાવી રહી છે તેની પરીકલ્પના)

Sunday, October 4, 2009

મૃત્યુ


વતન : બેલા (મોરબી)
હાલ : દાદર, મુંબઇ
મરનાર નુ નામ : પ્રભુદાસ (બચુભાઇ) કાશીદાસ પારેખ
ઉમર : ૮૪ વર્ષ
મરણ તારીખ : ૩૦-0૯-૨૦૦૯
પત્નિ : સ્વ ચંદનબેન
પુત્ર : જયેશ
પુત્રવધૂ : શૈલા
પિતા : સ્વ.કાશીદાસ મુલજી પારેખ
સસરા : સ્વ. ચુનિલાલ વિઠ્ઠલજી મેહતા
ભાઈઓ : સ્વ. મનસુખભાઈ, સ્વ. ખુશાલભાઈ,સ્વ મગનભાઈ સ્વ અમૃતલાલ
બહેન : સ્વ. મંચ્છાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

વિદેશ વ્યાપાર કેન્દ્ર , અંકલેશ્વર



વિદેશ વ્યાપાર કેન્દ્ર , અંકલેશ્વર, ભરૂચથી ૧૭ કિ. મી. ની પરીકલ્પના

Saturday, October 3, 2009

મૃત્યુ

ચંદ્રકિશોર મોતીચંદ સપાણીનુ અવસાન તા ૦૧-૧૦-૨૦૦૯ ના રોજ વડોદરા ખાતે થયુ છે પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે

ગુજરાતનુ સિલિકોન સિટી

ગુજરાત નવા રૂપે આકાર લઈ રહયુ છે. આ સાથેનુ ચિત્ર ઝડેશ્વર ખાતે ઉભુ કરવામા આવી રહેલ સિલિકોન સિટીની પરીકલ્પના દર્શાવે છે.

Friday, October 2, 2009

આવતીકાલનુ ગુજરાત


ગુજરાત સરકારે ફિલ્મ નગરી બનાવવાંનુ વિચાર્યુ છે તેનુ કલ્પના ચિત્ર

Tuesday, September 29, 2009

દસેરા

Thursday, September 24, 2009

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

સ્વર : હેમા દેસાઇ
Music Arranged & Conducted by : આશિત દેસાઇ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

હે ગરબો જોવાને ગજાનન આવિયા રે લોલ
સાથે રિધ્ધિ સિધ્ધિને તેડી લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને ઇન્દ્ર આવિયા રે લોલ
સાથે રાણી ઇન્દ્રાણીને લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને ચંદ્રમા આવિયા રે લોલ
સાથે રાણી રોહિણીને લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને બ્ર્હમાજી આવિયા રે લોલ
સાથે રાણી બ્ર્હમાણીને લાવિઆ રે લોલ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

સૌજન્ય ટહુકો.કોમ

ગીત ઉપર આપેલ પ્લેયર દ્વારા ગીત સાંભળો

Wednesday, September 23, 2009

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા…


કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘૂમ્યો ઓલો ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

અંબા માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલો ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

અંબાજી ગામ પધરાવ્યો ઓલો ગરબો
અંબાજી ગામ પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘૂમ્યો ઓલો ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કાળીકાને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
કાળીકાને માથે ઘૂમ્યો રે લોલ

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલો ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

પાવાગઢ પધરાવ્યો ઓલો ગરબો
પાવાગઢ પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘૂમ્યો ઓલો ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

ભદ્રકાળી માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલો ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

અમદાવાદ પધરાવ્યો ઓલો ગરબો
અમદાવાદ પધરાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

સૌજન્ય ટહુકો.કોમ

ગીત ઉપર આપેલ પ્લેયર દ્વારા ગીત સાંભળો

મૃત્યુ

ન્યાલચંદ ચત્રભુજ શાહનુ આશરે ૭૫ વર્ષની ઉમરે અવસાન વાંકાનેર ખાતે થયુ છે. તેઓ કિશોરભાઈના પિતાશ્રી , ડૉલીબેનના સસરા, ક્રીના તથા કુશલના દાદાજી થાય. નવરાત્રિને કારણે સાદડી/ પ્રાર્થના હાલમા રાખી નથી.

Tuesday, September 22, 2009

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…

સ્વર : હંસા દવે

આરાસુરની અંબિકા, તન ઝૂલે હિંડોળા ખાટ
અવનીના દરબારમાં, રમવા નિસર્યા માત

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ગબ્બરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ નર્યો નીતરે ઉમંગ
રમે જોગણીઓ સંગ રૂડો અવરસનો રંગ

માએ પાથર્યો પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જુગનો ચુડલો માનો સોળ કળાનો વાન
અંબાના અણસારા વિના હાલે નહી પાન
માના રૂપની નહીં જોડ, એને રમવાના બહુ કોડ
માને ગરબા કેરી હોડ, રૂડો અવરસનો રંગ

માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

રંગતાળી રંગતાળી રંગતાળી, કે ઘુમે ગબ્બરવાળી
સંગે ઘુમે છે બહુચરવાળી, કે રંગમાં રંગતાળી
સોહે અંબે આરાસુરવાળી, કે રંગમાં રંગતાળી
હે મારી માવલડી મતવાલી, કે રંગમાં રંગતાળી

સૌજન્ય ટહુકો.કૉમ

ખજાનો- વાર્તા

ગુણવંત બરવાળીયાની સુંદર વાર્તા અત્રે પ્રસ્તુત છે.
(ચિત્ર ઉપર ક્લિક કરવાથી તે મોટુ દેખાશે. મોટુ થયા પછી ctrl + કે ctrl - કી નો ઉપયોગ કરી સાઇજ઼ નાની મોટી થઈ સકશે.)

Monday, September 21, 2009

સગપણ

સૌરભ રાજેન્દ્ર કાંતિલાલ મેહતા (વતન : વાંકાનેર /હાલ : ઘાટકોપર)
નુ સગપણ
રાજવી વિજય વિનોદરાય શેઠ (વતન : સાવર કુંડલા / હાલ : મુલુન્ડ)
સાથે તારીખ 20-09-2009 ના રોજ કરવામા આવેલ છે.

Saturday, September 19, 2009

નવરાત્રિ




શ્રી દિનેશ શાહે ૨ ચિત્રો નવરાત્રિને અનુલક્ષીને મોકલ્યા છે.

(ચિત્રો ઉપર ક્લિક કરવાથી તેઓ મોટા દેખાશે. મોટા થયા પછી ctrl + કે ctrl - કી નો ઉપયોગ કરી સાઇજ઼ નાની મોટી થઈ સકશે.)

મૃત્યુ


વતન : જામનગર
હાલ : મુંબઇ
મરનાર નુ નામ : નરેનભાઈ પોપટલાલ પૂનાતર
ઉમર : -
મરણ તારીખ : 15-09-2009 ઍંટવર્પ ખાતે
પત્નિ : સ્વ ઈંદિરાબેન
પુત્ર : સંજય , રાજીવ
પુત્રવધૂ : નેહા, અંજલી
પુત્રી : રીના
જમાઈ : રોમિલ
પિતા : સ્વ.પોપટલાલ પૂનાતર
સસરા : સ્વ. મોહનલાલ ધનજીભાઈ મેહતા
ભાઈઓ : સ્વ. દિલીપભાઈ, સ્વ. અરુણભાઇ, પ્રમોદભાઇ
બહેનો : સ્વ. કંચંબેન, સ્વ. પ્રભબેન,શુશીલાબેન,હંસાબેન,રેણુબેન
સાળાઓ : સ્વ. સ્વરુપચંદ્ર, સ્વ. રમેશચન્દ્ર, સ્વ. નરોત્તમદાસ, મહાસુખલાલ
સાળાવેલી :વિદ્યાબેન, હંસાબેન,ચંદ્રીકાબેન,ચંદ્રકળાબેન

પ્રભુ દિવંગતના આત્માને ચિર શાંતિ અર્પો.

Friday, September 18, 2009

મૃત્યુ


વતન : ખાખરેચી
હાલમા : ઘાટકોપર, મુંબઇ
મરનારનુ નામ : કિશોરચંદ્ર છોટાલાલ શેઠ
ઉમર : 58 વર્ષ
મરણ તારીખ : 15-09-2009
પત્નિ : રંજનબેન
પુત્ર : ભાવેશ
પુત્રી : વૈશાલી
જમાઈ: સુનિલ કાપડિયા
પિતા : સ્વ. છોટાલાલ વખતચંદ શેઠ
માતા : કાન્તાબેન
સસરા : સ્વ. મણિલાલ વખતચંદ સંઘવી
ભાઈઓ : સ્વ. વિનુભાઇ, રમેશભાઈ,ધીરુભાઇ,ગુણુભાઇ,અશોક્ભાઇ
બહેનો : સ્વ. ચંદનબેન, રંજનબેન
બનેવીઑ : પ્રાણલાલ મેહતા , લલિતકુમાર મેહતા


પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પો.

Tuesday, September 15, 2009

મહિલા મંડળના સંદેશાઓ

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી મહિલા મંડળ - મુંબઇ

આ મહિલા મંડળનો આગામી કાર્યક્રમ "રાસ-ગરબા અને ડ્રેસ" હરીફાઈ શનિવાર તા.19-9-2009ના બપોરના 2:30 વાગ્યે દેવરાજ હૉલ , દાદર (વેસ્ટ) ખાતે રાખવામા આવેલ છે. બધી મહિલા સભ્યોને આ કાર્યક્રમમા હાજર રહેવા આમંત્રણ છે આ કાર્યક્રમ દરમ્યાન શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન કરનાર તથા શ્રેષ્ઠ રાસ ગરબા લેનારને આકર્ષક ઈનામો આપવામા આવશે. કાર્યક્રમ બાદ અલ્પ આહારની વ્યવસ્થા રાખવામા આવેલ છે.

મંડળને સભ્ય બહેનો તથા તેમના સગાઓને દાન રાશિ મોકલવા માટે અપિલ કરવામા આવે છે. ઑફીસનોફૉન નંબર 28081998.

મચ્છુ માનસી મહિલા મંડળ (બોરિવલી)
આ મહિલા મંડળ દ્વારા "મને અજવાળા બોલાવે" નાટક તેમના સભ્યો માટે શુક્રવાર તા. 25મી સપ્ટેમ્બરે બપોરના ૩:૦૦ વાગ્યે પ્રબોધન ઠાકરે હૉલ ખાતે રાખેલ છે. ટીકીટ તા. ૧૯ અને ૨૧ સપ્ટેમ્બરે સાંજના ૫:૦૦ અને ૬:૩૦ વચ્ચે વિજયભાઇની ઓફિસેથી વ્યક્તિ દીઠ રૂ. ૩૦ ભરી આઇ કાર્ડ સામે મેળવી લેવી. ફૉન ઉપર ટીકીટ બુક કરવામા નહી આવે.

Monday, September 14, 2009

માસ ખમણ

મોરબી નિવાસી અ. સૌ. પારુલબેન વીમલભાઇ ગાંધીઍ માસ ખમણનુ ભવ્ય તપ શાતાપૂર્વક પૂર્ણ કરેલ છે.
તા. ૨૫-૦૮-૨૦૦૯ ના રોજ મંગળ ગીતો, વરઘોડો, પારણૂ, સાંઝીના ગીતો અને ભોજન સમારંભનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. ગાંધી કુટુમ્બ ની આ પ્રથમ મોટી તપસ્ચર્યા હતી. આ ભવ્ય તપસ્ચર્યાને સફળતાપૂર્વક પાર પાડવામા ફક્ત પારુલબેન જ નહિ પરંતુ તેમના પતિ વીમલભાઇ , સાસુ મિનાક્ષિબેન, સસરા કિશોરભાઈ તેમજ માતા નયનાબેન અને પિતા ભરતભાઈ વોરા પણ અભિનંદન ના અધિકારી છે.

અમો તમારા તપની ભૂરી ભૂરી અનુમોદના કરિયે છિયે

Sunday, September 13, 2009

સમાજ નુ ગૌરવ

આપણા સભ્ય શ્રી પ્રદિપભાઈ રજનીકાન્ત શાહ, જેઓ અર્હમ ઍક્ષિમ પ્રા.. લી. ના ડાઇરેક્ટર છે, બે વર્ષ માટે સ્ટીલ ચેંબર ઓફ ઇંડિયાના ઉપપ્રમુખ તરીકે 2 વર્ષ માટે બિનહરીફ ચુટાઈ આવ્યા છે. આ અગાઉ તેઓ 2 વર્ષ માટે ચેમ્બરના જનરલ સેક્રેટરી તરીકે બિન હરીફ ચુટાઈ આવ્યા હતા. આપણે તેમને ખૂબ ખૂબ વધાઈ આપિયે છિયે અને જિંદગીમા હજુ વધુ સફળતાના શીખરો સર કરે તેવી પ્રભુને પ્રાર્થના કરિયે છિયે.

Saturday, September 12, 2009

શ્રધ્ધાંજલી

લલિતાબેન ફૂલચંદ ગાંધીને તેમના કુટુંબીજનોની શ્રધ્ધાંજલી


શ્રધ્ધાંજલી વાંચવા ફોટા ઉપર ક્લિક કરો
અક્ષરોની સાઇજ઼ નાની મોટી કરવા કંટ્રોલ+ (મોટા અક્ષરો માટે) કે કંટ્રોલ- (નાના અક્ષરો માટે) નો ઉપયોગ કરો

Friday, September 11, 2009

બાયો ડેટા

હેતલ પ્રદિપ ગાંધીનો બાયો ડેટા

ચિત્ર ઉપર ક્લિક કરો અને મોટા અક્ષરોમા વાંચો
અક્ષરોની સાઇજ઼ નાની મોટી કરવા કંટ્રોલ+ (મોટા અક્ષરો માટે) કે કંટ્રોલ- (નાના અક્ષરો માટે) નો ઉપયોગ કરો

Thursday, September 10, 2009

જૈનધર્મ તત્વજ્ઞાન અભ્યાસ પ્રચાર-પ્રસાર તથા તેને માટેની સ્કૉલરશિપ

જૈનધર્મ તત્વજ્ઞાનના અભ્યાસની તાતી જરૂર હાલમા જણાઈ રહી છે. જૈન ધર્મની ફિલૉસોફીનો અભ્યાસ ક્રમ મુંબઇ યૂનિવર્સિટીઍ શરૂ કરેલ છે. તથાતે માટે સ્કૉલરશિપ પણ ઉપલબ્ધ છે. જીજ્ઞાસુ અને અભ્યાસુ સભ્યોઍ સાથેનો લેખ વાંચી જવો.
વાંચવા માટે ચિત્ર ઉપર ક્લિક કરો