Pages

Sunday, July 1, 2012

રામ રામ


મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો  બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો ઇંગ્લિશ બ્લોગમાં મુકવા જેથી બે બે બ્લોગોને અપલોડ કરવા માટે જોઈતો સમય બચી શકે . વાચકોને પણ બબ્બે જગ્યાઓએ જવાની જરૂર ન પડે જેથી તેમનો પણ સમય બચે . આ ફેરફાર સાથે જન્મ દિવસની યાદી તેમ જ મૃત્યુ નોંધ  ફક્ત ઈગ્લિશ માં જ છપાશે જેની નોંધ લેવા વિનંતી.

Saturday, June 30, 2012

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૭૨ મે ૨૦૧૨








નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રા4 જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.




વર્ષગાંઠ (30-06)

1 ) દોશી બીના મૂકેશ કસ્તુરચંદ
2 ) માથાકિયા અદીત વિમલ
3 ) મેહતા અક્ષય સુરેન્દ્ર જેવંતલાલ
4 ) મેહતા ચિંતન સુરેશ જેઠાલાલ
5 ) શાહ દિલીપભાઈ ચમનલાલ
6 ) શાહ મનીષા નીશાન્ત દિલીપભાઈ
7 ) શાહ કેતન મહેન્દ્ર કેશવલાલ
8 ) શાહ જ઼સ્મિન ચીમનલાલ
9 ) વોરા જીજ્ઞા જગદીશ હિમતલાલ

સૌને જન્મદિન મુબારક.

મૃત્યુ

 
અરણીટીંબા (વાંકાનેર) હાલ રાજકોટ નવનીત છગનલાલ શાહના પુત્ર ચિ. મીતેશ (ઉં. વ. ૨૪) તે મોનીકાનો ભાઇ રાજકોટ મુકામે ૨૭-૬-૧૨ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. પ્રથા બંધ છે. નિવાસઃ ચીમનલાલ છગનલાલ શાહ, ૨-૬૦૧, મીલેનીયમ પાર્ક, હરીઓમ નગર, નીયર ઇસ્ટર્ન એકસપ્રેસ હાઇવે, બીહાઇન્ડ મુલુંડ- થાણા ઓકટ્રોય નાકા, મુલુંડ (ઇ.).

Friday, June 29, 2012

સુખની ટેવ પાડવી પડશે – હરેશ ધોળકિયા

[ પ્રેરણાત્મક લેખોના પુસ્તક ‘શક્યતાની ક્ષિતિજ’ માંથી સાભાર.]
ધુનિક અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાતા વિલિયમ જેમ્સે એક જગ્યાએ લખ્યું છે કે ઓગણીસમી સદીની મહાન શોધો ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નથી થઈ. ઓગણીસમી સદીની મહાન શોધો રહી છે ‘શ્રદ્ધાના સ્પર્શવાળી મનની શક્તિની.’ તે કહે છે કે દરેક માનવમાં અમાપ શક્તિનો અનંત ઝરો છે જેની સહાયથી કોઈ પણ સમસ્યા ઉકેલી શકાય છે.

પણ મનની આ શક્તિથી સુખ મળી શકે ?

હા મળી શકે.

પ્રશ્ન એ છે કે સુખ ક્યારે મળે ?

સાચું અને શાશ્વત સુખ આપણા જીવનમાં તે ક્ષણે આવશે જ્યારે આપણને એ સાક્ષાત્કાર થશે, સમજ આવશે કે આપણી કોઈ પણ નબળાઈને આપણે પાર કરી શકીએ છીએ. એ ક્ષણે આવશે જ્યારે આપણે અનુભવશું કે આપણું મન આપણા પ્રશ્નોને હલ કરી શકે છે, અતિક્રમી શકે છે, આપણા શરીરને સાજું કરી શકે છે, આપણાં સ્વપ્નોને સાકાર કરી શકે છે. બસ ! તે ક્ષણે આપણે સુખી હોઈશું. આપણને અત્યારે ક્યારે સુખ મળે છે ? ઘરમાં બાળક જન્મે, લગ્ન થાય, કૉલેજમાં ગ્રૅજ્યુએટ થઈએ. ઈનામ મળે, પ્રમોશન મળે, ગમતી વ્યક્તિ મળે, પ્રવાસ કરીએ…. વગેરે વગેરે ! આવી અગણિત યાદી તૈયાર કરી શકીએ જેના દ્વારા આપણે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવમાં, તે બધાં શાશ્વત સુખ આપી શકે ? અંતરના ગહનતમ ભાગમાંથી આપણે સમજીએ છીએ કે આ બાબતો કાયમી સુખ નથી આપી શકતી. આ અનુભવો અદ્દભુત છે, પણ શાશ્વત નથી. બાળક મૃત્યુ પામે તો ? લગ્નજીવન નિષ્ફળ જાય તો ? પાસ થયા પછી નોકરી ધંધો ન મળે તો ? ગમતી વ્યક્તિ બેવફા નીકળે તો ? એટલે આ બધા અનુભવો ઉત્તમ હોવા છતાં ક્ષણિક છે – પરપોટા જેવા.

એટલે જ, તેના જવાબમાં, એક વિચારક કહે છે કે, ‘જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે, તે સુખી છે.’ આનો અર્થ એવો કરી શકાય કે જે વ્યક્તિ પોતાના મનના ડહાપણની શક્તિ પર ભરોસો રાખે, તેને આધારે દોરાય, તેના પાસેથી જ માર્ગદર્શન મેળવે, દિશાસૂચન મેળવે….. તે વ્યક્તિ શાંત અને સ્વસ્થ બનશે. વ્યક્તિ જેવી બધા તરફ પ્રેમ, શાંતિ અને શુભેચ્છા પ્રગટ કરે, તરત જ તે પોતાના જીવન માટે, આવનાર દિવસો માટે, સુખનું બહુમાળી મકાન બાંધવાની શરૂઆત કરે છે. સુખ માટે પ્રથમ વાત એ યાદ રાખવાની જરૂર છે કે ‘સુખ એ મનની સ્થિતિ છે.’ કોઈ પણ વ્યક્તિએ યાદ રાખવું પડશે કે સુખ કે દુઃખ – બન્નેમાંથી ગમે તે આપણને ‘પસંદ’ કરવાની છૂટ છે. આ વાક્ય વિચિત્ર રીતે સાદું લાગે તેવું છે ને ! તે છે જ ! કદાચ તેથી જ મોટા ભાગના લોકો સુખના માર્ગમાં ઠેસ ખાધા કરે છે. તેમને સુખ મેળવવાની આ સાદી ચાવી નથી મળતી. સાચી વાત તો એ છે કે જીવનમાં સત્યો સાદાં, ગતિશીલ અને સતર્ક હોય છે. તેઓ જ સુખ-શાંતિ આપી શકે છે. એટલે, પાયાની વાત એ યાદ રાખવાની જરૂર છે કે સુખની ટેવ પાડવી પડશે. જીવનમાં સુખ પસંદ કરવું પડશે. અત્યારે જે દુઃખનો શોખ કેળવ્યો છે, દુઃખને પાળ્યું છે, દુઃખને વળગી બેઠા છીએ, તે ટેવ છોડવી પડશે. સતત સુખના વિચાર કરવા પડશે. તેને જીવવું પડશે.


પણ સુખની ટેવ પાડવી કેમ ?

દરરોજ પ્રભાતના જ્યારે આપણી સુંદર આંખો ગાઢ અંધકારને છોડી પ્રકાશમાં ખૂલે, ત્યારે તરત ઊભા ન થતાં શાંતિથી પથારી પર જ આસન લઈ આવું વિચારવું : ‘પરમ કૃપાળુ કુદરત આજે અને દરરોજ સવારે મારા જીવનની સંભાળ રાખે છે. આજે સમગ્ર દિવસ મારા હિત માટે જ જશે. આજનો દિવસ મારા માટે અદ્દભુત અને નૂતન દિવસ છે. આવો અદ્દભુત દિવસ ફરી નહીં આવે. આજે આખો દિવસ મને પ્રભુનું માર્ગદર્શન મળ્યા કરશે અને હું સમૃદ્ધ થઈશ. દિવ્ય પ્રેમ મને વીંટળાઈ વળ્યો છે. મને પોતામાં સમાવે છે અને મને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. જ્યારે જ્યારે શુભ પ્રત્યેથી મારું મન ભટકવા લાગશે ત્યારે તરત હું શુભ અને કલ્યાણકારી તત્વ પર જ વિચાર કરીશ. હું વિશ્વનાં સઘળાં શુભ તત્વોને મારાં માનસિક લોહચુંબકથી આકર્ષીશ. આજે હું અવશ્ય સુખી થઈશ.’ દરરોજ આ વિચારથી દિવસની શરૂઆત કરવી. આ વિચાર પચતો જશે કે તરત વ્યક્તિ સુખને પસંદ કરતી જશે. તે પ્રકાશમાન અને સુખી વ્યક્તિ બનતી જશે. સમગ્ર દિવસ દરમ્યાન તે આ વિચારને જ વાગોળ્યા કરશે અને તેમ તેમ તે સુખને પોતા તરફ આકર્ષાશે.


સુખી થવા માટે સુખી થવાની ‘ઈચ્છા’ કરવી પડશે. કેટલાક લોકો લાંબા વખતથી એવા ઉદાસીન થઈ ગયા હોય છે, તેમને દુઃખની એવી ટેવ પડી ગઈ હોય છે કે જો તેમને અદ્દભુત, આનંદપ્રદ સમાચાર વડે સુખી કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેમની સ્થિતિ પેલી સ્ત્રી જેવી થશે જેણે આના પ્રત્યાઘાત રૂપે જવાબ આપ્યો હતો કે ‘સુખી થવું એ ખોટું છે.’ તેઓ જૂની ટેવોની ઘરેડમાં એવા બંધાઈ ગયા હોય છે કે સુખના પ્રદેશમાં પારકાપણું અનુભવે છે. એક વૃદ્ધા ઘણાં વર્ષોથી વાની દર્દી હતી. તે પોતાના ઘૂંટણને પંપાળતી અને કહેતી, ‘મારો વા આજે તો ભયંકર છે. હું બહાર નથી જઈ શકતી. તે મને દુઃખી કરે છે.’ તેનું ધ્યાન તેનાં પુત્ર-પુત્રીઓ અને પડોશીઓ રાખતાં હતાં, પણ વૃદ્ધાને તો વા ગમી ગયો હતો. તેનું દુઃખ તે માણતી હતી. તેને તેની એવી તો ટેવ પડી ગઈ હતી કે સુખી થવાની ઈચ્છા થતી જ ન હતી. તેને વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા હતા, પ્રાર્થનાઓ શીખવવામાં આવી હતી, જેથી તેનું મનોવલણ બદલે, પણ તેને તેમાં રસ જ ન પડ્યો. આવી મનોદશા ઘણા લોકોમાં હોય છે. તેઓ દુઃખનો શોખ રાખે છે. તેમને તેમાં જ મજા પડે છે. તેઓ એવું વિચારે છે કે, ‘આજનો દિવસ ખરાબ છે અને મને નુકશાન જવાનું જ છે’, ‘હું હંમેશ મોડો જ પડું છું.’, ‘બીજાને સફળતા મળશે, મને તો કદી નહીં મળે.’ આવું વલણ સવારના પહોરમાં જો કેળવાય, તો તે સહજ રીતે મનમાં સ્થિર થશે અને વ્યક્તિ દુઃખી જ થવાની.

ખરેખર તો એવું વિચારવાનું છે કે જે વિશ્વમાં આપણે રહીએ છીએ, તે આપણા મનમાં આવતા વિચાર અને વ્યવહારનું જ પરિણામ છે. રોમના તત્વજ્ઞાની રાજા સૉલૉમને કહ્યું છે કે, ‘માણસનું જીવન તેના વિચારોથી જ બને છે.’ (A man’s life is what his thoughts make it.) અમેરિકન વિચારક ઈમર્સન પણ એ જ મતલબનું વાક્ય કહે છે, ‘માણસ આખો દિવસ વિચારે તેવો બને છે.’ જે પ્રકારના વિચારો મનમાં વારંવાર સેવવામાં આવે, તે જ ભૌતિક પરિસ્થિતિમાં પરિણમે છે.’ માટે જ કદી નકારાત્મક વિચારો ન કરવા. પરાજિત વિચારો ન કરવા. ઉદાસીન થવાય તેવું ચિંતન ન કરવું. મનને વારંવાર યાદ દેવડાવવું કે આપણે આપણી માનસિક સ્થિતિથી બહાર કશું નહીં અનુભવી શકીએ.

મોટા ભાગના લોકો બીજી ભૂલ એ કરે છે કે તેઓ રેડિયો, ટીવી, મોટર, સ્કૂટર, વિશાળ બંગલો, સ્વિમિંગ પુલ વગેરે દ્વારા સુખ મેળવવા પ્રયત્ન કરે છે. પણ સુખ કદી આવી રીતે ખરીદી શકાતું નથી. સુખનું સામ્રાજ્ય તો વ્યક્તિના વિચારોમાં અને ભાવનાઓમાં છે. સુખ માટે બાહ્ય પરિસ્થિતિ બદલાવવાની જરૂર નથી. કોઈ શહેરના મેયર બનાય, ધંધામાં મૅનેજર બનાય, વડા બનાય તો જ સુખી થવાય એવું માનવાની જરૂર નથી. સુખ તો માનસિક અને આધ્યાત્મિક અવસ્થા છે. મનના દૈવી નિયમો સમજી તેને અનુકૂળ થવાથી જ સુખી થવાશે. વચ્ચે વર્તમાનપત્રમાં એક સમાચાર આવેલા કે એક ઘોડો રસ્તાના એક ખૂણે આવ્યો, ત્યારે ત્યાં પથ્થર જોઈ ખચકાઈ ગયેલો. પછી જ્યારે ત્યાં આવતો ત્યારે ઊભો રહી જતો. ખેડૂતે પછી તો પથ્થરોને ઉખેડીને ફેંકી દીધેલા અને રસ્તો સરસ કરી નાખ્યો, છતાં પચીસ વર્ષ સુધી જ્યારે પણ ઘોડો ત્યાંથી પસાર થતો, ત્યારે ત્યાં ક્ષણભર પણ ખચકાઈ જતો. કેમ ? પેલા પથ્થરની સ્મૃતિ તેના મનમાં જડાઈ ગઈ હતી. સુખમાં પણ આવું જ છે. સુખ મેળવવા માટે કોઈ પથ્થર આપણી આડે નથી- સિવાય કે મન અને કલ્પનામાં. એ વિચારવું એ કોઈ ભય તો આપણને નથી નડતો ને ? અને ચિંતા અને ભય પણ આખરે તો મનના વિચાર જ છે ને ! તેનો ઉપાય છે તેને મનમાંથી હાંકી કાઢી સફળતા, સિદ્ધિ વગેરેથી શ્રદ્ધા દ્વારા મનને પુનઃ મજબૂત કરવું.

સુખ મેળવવાની છેલ્લી વાત.

સુખી વ્યક્તિ તે છે જે પોતાના શ્રેષ્ઠત્વને (best) સતત પ્રગટ કરે છે. શ્રેષ્ઠ લોકો જ સુખી છે અને સુખી લોકો જ પોતાનું શ્રેષ્ઠત્વ પ્રગટ કરી શકે છે. આપણામાં રહેલ ઈશ્વર જ શ્રેષ્ઠ છે. દૈવી પ્રેમ, પ્રકાશ, સત્ય, સૌંદર્યને વધુમાં વધુ પ્રસરાવવામાં આવે, તો વ્યક્તિ આ જ ક્ષણે વિશ્વની સૌથી સુખી વ્યક્તિ બનશે. માટે જ એપિક્યુરસ કહે છે, ‘મનની શાંતિ અને સુખનો એક જ ઉપાય છે : સવારે ઊઠો, આખો દિવસ કામ કરો કે રાત્રે સૂવા જાવ, ત્યારે બાહ્ય પરિસ્થિતિની ચિંતા ન કરો. તે બધું ઈશ્વરને અર્પણ કરો.’ એટલે જ ગીતાનું આ વાક્ય મનમાં કોતરી રાખવું : ‘મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતાનો જ શત્રુ છે.’

સૌજન્ય : રીડ ગુજરાતી

વર્ષગાંઠ (29-06)

1 ) દોશી નિરાલી શૈલેશ મનસુખલાલ
2 ) લખાણી હેમાલી પારસ
3 ) લોદારિયા કેજલ અશ્વિન નવીનચન્દ્ર
4 ) શાહ અરવિંદ ઠાકોરલાલ
5) લોદરિયા પિયુષ સુરેશ જયંતિલાલ

આ પાંચેય સભ્યોને જન્મદિનની વધાઈ

Thursday, June 28, 2012

વર્ષગાંઠ (28-06)

1 ) દોશી દિશાન્ત જયેશ ત્રંબકલાલ
2 ) લોદરિયા શૈલેશ છોટાલાલ
3 ) સંઘવી રીટા ભૂપેન્દ્ર ચંદુલાલ
4 ) સંઘવી ધ્રુવ અતુલ ચંદ્રકાંત
5 ) શાહ નિર્મિત પંકજ મનહરલાલ
6 ) શાહ ભવિષા દર્શન સુર્યકાંત

આપ સર્વેને આપના જન્મદિવસની શુભ વધાઈ.

Wednesday, June 27, 2012

શુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન – રતિલાલ બોરીસાગર

[‘ૐ હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.]

દરેક શુભ કામમાં મુહૂર્ત જોવાય છે. લોકશાહીમાં ચૂંટણી શુભ ઘટના કહેવાય. જોકે વારંવાર આવી પડતી ચૂંટણી લોકશાહી માટે શુભ કહેવાય કે કેમ તે પ્રશ્ન છે. પણ ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે બધા – બધા નહિ તો મોટા ભાગના ઉમેદવારો મુહૂર્ત સાચવવાનો પ્રયત્ન કરે છે. બિનસાંપ્રદાયિક ગણાતા અને/અથવા ગણાવડાવતા ઉમેદવારો પણ મુહૂર્ત સાચવવાની કાળજી રાખે છે – બધા નહિ તો કેટલાક તો રાખે જ છે.

લગ્ન જેવી જીવનની, જીવન માટેની, જીવન દ્વારા સંપન્ન થતી ઘટનામાં મુહૂર્ત જોવાય તે સમજી શકાય એવું છે, પણ ચૂંટણીમાં મુહૂર્ત સાચવવાની શી જરૂર ? – આવો પ્રશ્ન થઈ શકે, પણ આવો પ્રશ્ન અસ્થાને છે. ચૂંટણી લગ્નની જેમ જ જીવનની, જીવન માટેની, જીવન દ્વારા સંપન્ન થતી ઘટના છે. કેટલાક સંતાનસુખ ધરાવતા નેતાઓ તો એમનાં સંતાનોને ચૂંટણી વારસામાં પણ આપતા જાય છે. એટલે ચૂંટણી જેવી મહત્વની ઘટનામાં મુહૂર્ત જોવામાં આવે એમાં કશું ખોટું નથી. લગ્ન અને ચૂંટણીમાં બીજું પણ એક સામ્ય છે. બંનેમાં લડવાનું આવે છે. અલબત્ત, ચૂંટણીમાં ચૂંટણી પહેલાં, ચૂંટાવા માટે લડવાનું હોય છે, ત્યારે લગ્નમાં લગ્ન બાદ લડવાનું હોય છે !

લગ્નમાં તો ડગલે ને પગલે મુહૂર્ત જોવાનું હોય છે. ‘શુકન જોઈ ઘોડે ચડો રે વરરાજા’ એવું એક લગ્નગીત છે. જોકે શુકનને જોવા કરતાં ઘોડાને જોઈને એના પર ચડવાનું વરરાજા માટે વધુ સલામતીભર્યું ગણાય. અમારા એક મિત્ર લગ્નમાં એકઠા થયેલા સાજનમાજનને જોઈને વીરરસમાં આવી ગયા હતા. વરરાજાને લગ્નને માંડવે લઈ જવા માટે એક ઘોડાને શણગારીને લાવવામાં આવ્યો હતો. ત્રણ-ચાર જણની મદદથી સારા મુહૂર્તમાં અમારા વરરાજામિત્રને ઘોડા પર ચડાવવામાં આવ્યા. ઢોલનગારાં સાજનમાજન – હાથમાં તલવાર ને માથે સાફો – વરરાજામિત્ર ઉશ્કેરાયા. ઘોડાના પડખામાં બૂટની અણી જરા જોરથી અડાડી ને ઘોડો ઉશ્કેરાયો. એકદમ વૃક્ષ થઈ ગયો. વરરાજાનો સાફો નીચે પડી ગયો ને આંખો ઊંચે ચડી ગઈ. ઘોડાવાળાએ સમયસર ઘોડાને ઝાલી લીધો ન હોત તો વરરાજાનો ભૂમિપાત નિશ્ચિત હતો. વરરાજા પડ્યા તો નહિ, પણ એમનું બ્લડપ્રેશર લો થઈ ગયું. શુકન જોઈ ઘોડે ચડેલા વરરાજા લગ્નના માંડવે પહોંચ્યા તો ખરા – પણ હૉસ્પિટલે થઈને પહોંચ્યા.

લગ્નમાં હસ્તમેળાપના સમયમાં એટલે કે હસ્તમેળાપનો સમય નક્કી કરવામાં મુહૂર્ત સાચવવાનો સંનિષ્ઠ પ્રયત્ન થાય છે એટલે જ હસ્તમેળાપનો સમય આપણી ટ્રેનોના સમયની જેમ અગિયાર ને તેત્રીસ મિનિટ, બાર ને સુડતાળીસ મિનિટ, નવ ને ઓગણસાઠ મિનિટ એવો હોય છે. ગયા વર્ષે એક મિત્રની પુત્રીનાં લગ્ન હતાં. લગ્નમાં મારે સમયસર એટલે કે હસ્તમેળાપના સમયે એટલે કે સવારના નવ ને ત્રણ મિનિટે હાજર રહેવું – એવી મિત્રની ભાવના હતી, જે એમણે આજ્ઞાના સૂરમાં પ્રગટ કરી હતી. એક બસ ચૂકી ગયો ને બીજી બસ ભરાયેલી આવી એટલે ઊભી ન રહી. ત્રીજી બસની રાહ જોવા રહું તો હસ્તમેળાપનો સમય ચૂકી જાઉં ને મિત્રને દુઃખ થાય એટલે ખાસ્સો એવો રિક્ષાખર્ચ કરીને હું નવ વાગ્યે – નિર્ધારિત સમય કરતાં ત્રણ મિનિટ વહેલો પહોંચી ગયો તો કન્યાએ હજુ મંડપમાં પદાર્પણ જ નહોતું કર્યું ! એ પછી મોડા આવેલા વ્યવહારદક્ષ મિત્રોએ સમજાવ્યું કે, હસ્તમેળાપો ભાગ્યે જ સમયસર થતા હોય છે. ત્યારથી હસ્તમેળાપ માટે વર-કન્યાને – ખાસ કરીને વરને ભલે ઉતાવળ હોય, પણ આપણે પહોંચવામાં ઉતાવળ ન કરવી એવું મેં નક્કી કર્યું છે.

અમારા એક મિત્રનાં લગ્ન, વર્ષો પહેલાં, કાળ ચોઘડિયામાં થયાં હતાં. લગ્ન તો સારા મુહૂર્તમાં જ રાખ્યું હતું. પણ ટ્રેન એટલી બધી મોડી પહોંચી કે શુભ ચોઘડિયાં જતાં રહ્યાં. સારા ચોઘડિયાની રાહ જુએ તો પાછી ફરતી ટ્રેનમાં જાન પાછી વળી ન શકે (અલબત્ત ટ્રેન સમયસર હોય તો) અને જાનને ચોવીસ કલાક વધુ રોકાવું પડે, જે એકેય પક્ષને ફાવે એવું નહોતું. એટલે ગોરમહારાજે પછીથી દોષનિવારણની કશીક વિધિ કરવાની ખાતરી આપી અને કાળ ચોઘડિયામાં હસ્તમેળાપ કરાવ્યો. પણ એમનો લગ્નનો કાળ ઘણો સુખદ નીવડ્યો. કાળ ચોઘડિયામાં લગ્ન કરવા છતાં પોતે સુખી થયા એ અંગે મિત્રનું આશ્ચર્ય હજુ શમ્યું નથી. જ્યારે મિત્રનાં પત્ની એમ માને છે કે ગોર મહારાજે દોષનિવારણની વિધિ કરી એટલે જ અમે સુખી થયાં ! હું મુહૂર્ત-બુહૂર્તમાં માનતો નથી એવું માનવાનું – ખાસ કરીને બીજાંઓને મનાવવાનું મને ગમે, પણ મુહૂર્ત જોયા વગર શુભ કામો કરવાનું સાહસ મેં કદી કર્યું નથી; જોકે બીજાંઓએ કરવા દીધું નથી એવું કહેવું હોય તો કહી શકાય. પણ ધારો કે બધાં મને કોઈ શુભ કામ ખરાબ ચોઘડિયામાં કરવાની રજા આપે તો હું કરું જ એવું ખાતરીપૂર્વક કહી શકતો નથી. મારા લગ્ન વખતે અમારા પક્ષે ત્રણ અને મારા શ્વસુરના પક્ષે ચાર જ્યોતિષીઓને કન્સલ્ટ કરવામાં આવ્યા હતા. પરિણામે મારાં લગ્ન છ મહિના પાછાં ઠેલાયાં હતાં. લગ્ન થયાં ત્યારે શુભ ચોઘડિયામાં જ થયાં, પણ એથી કંઈ વિશેષ લાભ થયો હોય એવું મારી પત્નીને લાગતું નથી !

કોઈ પણ કામ શરૂ કરવું તો સારા ચોઘડિયામાં જ કરવું એવી ગ્રંથિ કાયમ મારા મનમાં રહી છે. સવારે ચાલતા જવાનું શરૂ કરવું તો સોમવારે જ શરૂ કરવું ને સારા ચોઘડિયામાં જ શરૂ કરવું એવું મારા મનમાં હતું. સોમવારે એલાર્મ ન સંભળાય ને વહેલાં ન ઉઠાય તો પછી પછીના સોમવારે વાત જાય. આમ, પછી ચાલવાનું શરૂ કરવાનો સોમવાર આવ્યો જ નહિ ! બે વર્ષ પહેલાં હાઈ બ્લડપ્રેશરની તકલીફ થઈ એટલે વારવાંકડો જોયા વગર સવારે ફરવા જવાનું શરૂ કરી દીધું. માંદગી ચોઘડિયાં જોયા વગર આવે છે તો સાજા થવા માટે ચોઘડિયાં જોવા ન રહેવું એવું ડહાપણ હવે આવ્યું છે. એ જ રીતે ભણતો ત્યારે વાંચવાનું ગુરુવારે જ શરૂ કરવું – ‘વિદ્યારમ્ભે ગુરો શ્રેષ્ઠ’ – એવો ખ્યાલ મનમાં દઢ થઈ ગયો હતો. એમાંય ફરવા જવા જેવું જ થતું. જે ગુરુવારથી વાંચવાનું શરૂ કરવું હોય તે ગુરુવારે વહેલા ન ઉઠાય, પછીના ગુરુવારે બહારગામ જવાનું થાય ને તે પછીના ગુરુવારે તબિયત બગડે – એમ એકાદ દોઢ મહિનો નીકળી જતો. પરીક્ષાના છેલ્લા ત્રણ મહિના વાંચવાનું એમાં એક દોઢ મહિનો આ રીતે કપાઈ જાય. આ કારણે ઈન્ટર આર્ટ્સમાં એક વાર નાપાસ થયેલો.

હમણાં મેં એક ખુરશી બનાવડાવી. દેવદિવાળીએ મુહૂર્ત કરવા સારુ મેં ખુરશીના નિર્માતાને ઘણી ઉતાવળ કરાવી. આ કારણે એક વાર આ કાષ્ઠ કલાકાર (સુથાર)ને પગ પર કરવતીનો ઘસરકો થઈ ગયો. એની પીડાને કારણે એમને બે દિવસ તાવ આવી ગયો. આમ છતાં, એમણે મુહૂર્ત સાચવ્યું ને દેવદિવાળીએ હું નવી ખુરશી પર બિરાજમાન થયો.

દર વર્ષે પંદરમી ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીનો સમય કમૂરતાંનો સમય ગણાય છે. આ એક મહિનો લગ્નો થતાં નથી. ગોરપદાનું કામ કરતા અમારા એક મિત્રને આ દિવસોમાં કોઈ પૂછે કે ‘શું ચાલે છે ?’ તો એ કહે છે ‘યુદ્ધવિરામ ચાલે છે.’

વર્ષગાંઠ (27-06)

આજે 7 સભ્યો તેમની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે.

1 ) મેહતા સચિન ઇન્દ્રવદન ઉજમશી
2 ) પારેખ ચેતના પ્રકાશ જયંતિલાલ
3 ) મેહતા ઉષા પ્રવીણચંદ્ર ખોડીદાસ
4 ) પારેખ આશિષ કિશોરચન્દ્ર
5 ) શાહ કરન વિજય રવીચંદ
6 ) શાહ નિર્વાણ હેમલ નરેન્દ્ર
7) ગાંધી ચિરાગ બિપીન અમૃતલાલ

તેમને સમાજની વધાઈ.

Tuesday, June 26, 2012

વર્ષગાંઠ (26-06)

1 ) દોશી કેતન જશવંતલાલ
2 ) દોશી રંજન રજનીકાંત ચંદુલાલ
3 ) ગાંધી વૈશાલી અપૂર્વ મનહરલાલ
4 ) દોશી રમા હરીશ
5 ) પટેલ લતા છબીલદાસ
6 ) શાહ હેમાલી વિરલ પિનાકિન
7 ) શાહ તુષાર પ્રવીણચંદ્ર
8 ) શાહ પૂજા દિવ્યેશ કિશોરભાઇ
9 ) શાહ મૂકેશ છબીલદાસ
10) શેઠ યોગેશ મહેન્દ્ર જીવરાજ

છે આજના જન્મદિન મુબારકબાદીના હક્કદારો.
તેમને સર્વેને મંગલ વધાઈ

Monday, June 25, 2012

મૃત્યુ


 

સ્વ. હરજીવન વીરજી સંઘવીના પુત્ર સુરેશચંદ્રના ધર્મપત્ની નિરંજનાબેન (ઉં. વ. ૬૨) હાલ રાજકોટ ૨૩-૬-૧૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે પરીન તથા શીતલ અલકેશકુમારના માતુશ્રી. સ્વ. કિશોરચંદ્ર, સુર્યકાંત, બીપીનચંદ્ર, પ્રવીણચંદ્ર, સ્વ. રાજેન્દ્રભાઇ, સ્વ. કાંતાબેન, સુશીલાબેન, રંજનબેનના નાનાભાઇની વહુ. સ્વ. મોહનભાઇ દામોદર ઠક્કરના પુત્રી. સાદડી ૨૫-૬-૧૨ સોમવારના ૪ થી ૬ કિશોરચંદ્ર સંઘવી, સી-૧૨૮-૧૨૯, વર્ધમાનનગર, નરસીંગ લેન, મલાડ (વે.).

શું ધર્મ માનવને નીતીવાન બનાવે છે ?

‘ધ ઓક્સફર્ડ હેંડ બુક ઓફ રીલીજીયન’: ઓક્સફર્ડ યુનીવર્સીટી 2005 (એડીટર: વીલીયમ જે. વેનરાઈટ)

દુનીયાનો દરેક ધર્મ નૈતીકતા પર ભાર મુકે છે; પરન્તુ નૈતીકતા (મોરાલીટી)ની વ્યાખ્યા તો તે પોતે જ કરે છે. હીન્દુ મોરાલીટી, ક્રીશ્વીયન મોરાલીટી, મુસ્લીમ મોરાલીટીમાં તફાવતો છે. ધર્મ પોતાના અનુયાયીઓ માટે ‘ઈન ગૃપ’ અને બહારના માટે ‘આઉટગૃપ’ ઉભું કરે છે. દરેક  ધર્મ  એમ માને છે કે સાચી નૈતીકતાના નીયમો માત્ર તેનામાં જ છે અને સામાનો ધર્મ ઉતરતી કક્ષાનો છે. પરન્તુ ધર્મે નૈતીકતાના જે નીયમો ઘડ્યા છે તેમાંના કેટલાક આઉટડેટેડ થઈ ગયા છે. કોઈ ધર્મ ‘સનાતન’ નથી. આથી સામુહીક જમાનામાં નૈતીકતાનો આધાર ધાર્મીક મુલ્યો હોઈ શકે નહીં તેમ પશ્વીમના બૌદ્ધીકો માને છે. દરેક ધર્મમાં અલૌકીક (સુપરનેચરલ) તત્ત્વ હોય છે અને રૅશનાલીસ્ટોને અલૌકીક તત્ત્વમાં વીશ્વાસ નથી. સર્વધર્મ સમાનતામાં માનનારા શ્રદ્ધાળુઓ આવા દરેક ધર્મનાં અલૌકીક તત્ત્વોને માન્ય રાખતા હોવાથી તેમને રૅશનાલીસ્ટ ગણવાનું મુશ્કેલ છે.

 

તેઓમાં ધાર્મીક મુલ્યો સામેના ‘રીબેલનું તત્ત્વ ખુટે છે. તેઓની સદ્ ભાવના પાછળ રૅશનાલીટી નહીં; પરન્તુ વીશફુલ થીંકીંગ હોય છે. જો મોરાલીટી (નૈતીકતા)નો આધાર ધર્મ નહીં હોય તો, તેનો આધાર શો હોઈ શકે તે બાબતનું ઉંડું ચીન્તન બૌદ્ધીકોમાં ચાલી રહ્યું છે. સારા આચરણ માટે  ધર્મ પાપનો ડર અને મોક્ષ અથવા સાલ્વેશન કે પુણ્યનો જે લોભ દર્શાવે છે તેવો આભાસી ડર કે લોભ (કે લાભ) સેક્યુલર એથીક્સના માનનારા બતાવી શકતા નથી. તેથી સેક્યુલર એથીક્સનું લોકોને નૈતીકતા તરફ લઈ જવાનું મોટીવેટીંગ પરીબળ ફીક્કું જણાય છે. તેમાં ‘જોસ્સો’ નથી. તેમ છતાં કોઈપણ સમાજને ધર્મ વીના ચાલે; પરન્તુ મોરાલીટી વીના ચાલી શકતું નથી. મોરાલીટીનાં લઘુત્તમ ધોરણો જો નહીં સચવાય તો માનવજાતી નાશ પામે. કારણ કે લોકો એકબીજાને મારી નાંખે કે દરેક જણ બીજાને લુંટી લે કે છેતરે. આવો સમાજ નાશ પામે, આથી સેક્યુલર એથીક્સમાં માનનારા ‘મોરાલીટી’નો આધાર માનવ સ્વભાવમાં જ મુકે છે – ઈશ્વરમાં નહીં.

 

આને આપણે ‘નેચરાલીસ્ટીક થીયરી’ કહી શકીએ છીએ. માનવ સમાજ ટકી રહ્યો છે; કારણ કે લઘુત્તમ નૈતીકતાના નીયમો તેના મગજમાં જ પ્રોગ્રામ્ડ છે. પરન્તુ સમાજમાં પણ મોરાલીટીના નીયમો હોય છે. એક જ પ્રજાતીના પશુઓ કે પંખીઓ ભાગ્યે જ એકબીજાને મારી નાખે છે. પોતાની ટેરીટરીમાં આવેલા પશુને તે મારી નાંખવાને બદલે  ભગાડી મુકે છે. માદા માટે લડતાં પશુઓ પણ એકબીજાને મારી નાંખતાં નથી. હારેલું પશુ નાસી જાય છે.

 

કૉસ્મીક જસ્ટીસ: ધાર્મીકો નૈતીકતાના આધાર માટે ભગવાનને ત્યાં ‘દેર છે પણ અંધેર નથી’ અથવા તો ‘બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે’ તેમ કહી, દૈવી કે ઈશ્વરના ન્યાયનો સીદ્ધાંત મુકે છે. પરન્તુ માનવસમાજમાં બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે તેવું સર્વદા જોવા મળતું નથી. વળી, ‘દયા ધરમકા મુલ હૈ, પાપ મુલ અભીમાન’માં પણ અભીમાનને (ભ્રષ્ટાચારને નહીં) પાપનાં મુળ તરીકે જોવાનું વીચીત્ર છે. અપ્રામાણીકને કે આતતાયીને, કોઈ ધર્મ પાપનાં મુળમાં જોતો નથી તે બેહુદું લાગે છે. વળી ધરમનાં મુળમાં દયા નહીં; પરન્તુ શ્રદ્ધા છે અને શ્રદ્ધાવાનોમાં બહુ ઓછા લોકો દયાળુ જોવા મળે છે. દરેક ધર્મ વ્યક્તીને બદલવાનું કહે છે. વ્યસનમુક્તી અને ઉપવાસ, મૌન, પુજા, ભજનની વાત કરે છે પરન્તુ સમાજને બદલવાની વાત કરતો નથી.

 

ગ્રીકો એમ માનતા હતા કે સદ્ ગુણો (વર્ચ્યુઅલ) જીવન સુખી જીવન છે અને દરેક વ્યક્તી સુખી જીવન ઈચ્છે છે. પરન્તુ સદ્ ગુણોવાળું જીવન સુખી જ હોય તેની કોઈ સાબીતી નથી. એમ. એન. રૉય એવું માનતા હતા કે માણસ રૅશનલ હોવાથી તે મોરલ (નૈતીક) છે. આ એક આધાર વીનાનું વીધાન છે. તેમાં  એમ. એન. રૉયનું વીશફુલ થીંકીંગ કામ કરે છે તેમ કહી શકાય. બટ્રાન્ડ રસેલ પુરા રૅશનાલીસ્ટ હતા; પરન્તુ વુમનાઈઝર હતા તેમ તેમની આત્મકથાના વાચનમાંથી ફલીત થાય છે.

 

અત્યારના જગતમાં ધર્મ આધારીત નૈતીક્તા ચાલી શકે તેમ નથી. કારણ કે ધર્મને નામે પારાવાર હીંસા થાય છે. ધર્મ નહીં પરન્તુ ધર્માંધતા તેને માટે જવાબદાર છે એવો જવાબ ધર્મના રક્ષકો આપે છે.

 

પરન્તુ તમારો ધર્મ એવો કેવો છે કે તેનાથી ધર્માંધતા ઉભી થાય છે ! તેનો જવાબ તેઓ આપી શકતા નથી. ધર્મ નહીં; પરન્તુ દરેક રાજકીય કે આર્થીક વીચારસરણી પણ જો બંધીયાર થઈ જાય તો તે ઈર્રૅશનલ અથવા હીંસક બની જાય છે ! (જેમ કે ફાસીઝમ, નાઝીઝમ, સામ્યવાદ, નીઓ ક્લાસીકલ, લીબરાલીઝમ કે બજારવાદ કે સર્વોદયવાદ અને ગાંધીની સંસ્થાઓમાં કેદ થઈ ગયેલો ગાંધીવાદ) ધર્મ કે ‘વાદ’ને બચાવવા વધુ હીંસા થાય છે. માનવજાત માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનીવર્સલ (સાર્વત્રીક) નૈતીક વર્તણુકનાં ધોરણો કેવી રીતે ઘડવાં અને સમગ્ર માનવજાત માટે નૈતીકતાના આધારરુપ સેક્યુલર (ધાર્મીક નહીં) એથીક્સની કેવી રીતે રચના કરવી.  

 

-પ્રા. ધવલ મહેતા

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 

વર્ષગાંઠ (25-06)

1 ) પારેખ ડિમ્પલ દિવ્યેશ હસમુખલાલ
2 ) પટેલ ઈન્દુમતિ પાનાચંદ
3 ) શાહ રિષભ આશિષ રશ્મીકાંત
4 ) શાહ ધરા વિશાળ મહેન્દ્ર
5 ) શાહ ઉષા પ્રફુલ્લચન્દ્ર હિમતલાલ
6 ) શાહ મનીષ વસંતરાય ગુલાબચંદ
7 ) શાહ જ્યોતિ અશોક મનહરલાલ
8 ) વસા જાગૃતિ નિલેશ
9 ) શેઠ હર્શીલ નેમીશ ધનવંતરાય
10) વોરા માહિર પરેશ ગુણવંતરાય
11) મેહતા વિરેશ ચુનીલાલ

આજે આ 11 સભ્યો તેમની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. તેઓ સાથે અમે પણ જોડાઈઍ છિઍ . તેમને સૌને અમારી શુભ કામના.

Sunday, June 24, 2012

વર્ષગાંઠ (24-06)

આજે સમાજના 15 સભ્યો પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
તેઓ છે :
1 ) દોશી પુષ્પા ધર્મેન્દ્ર તારાચંદ
2 ) દોશી ઍકતા શૈલેશ મનસુખલાલ
3 ) દોશી ચેતના હર્ષદ કિશોરચન્દ્ર
4 ) ઘૉલાણી અમર મૂકેશ ચંદ્રકાંત
5 ) ઘૉલાણી આદિત્ય મૂકેશ ચંદ્રકાંત
6 ) ઘૉલાણી બીજલ મૌલિક
7 ) લોદારિયા હીના પંકજ
8 ) મેહતા જાગૃતિ અશોક જટાશંકર
9 ) સંઘવી વનીતા મગનલાલ
10) સંઘવી દિનેશ તલકચંદ
11) સંઘવી રીટા અશોક જગજીવનદાસ
12) શાહ રૂપલ અમિત હસમુખરાય
13) શેઠ માન્યા કેયુર જિતેન્દ્ર
14) શેઠ સુનિતા દેવેન્દ્ર ચંદ્રકાંત
15) શેઠ અમિતા દીપક રમણીકલાલ
તેઓ સર્વેને જન્મદિવસની વધાઈ.

Saturday, June 23, 2012

કર્મનો સિદ્ધાંત – હીરાભાઈ ઠક્કર

[ ખૂબ જાણીતા પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’ માંથી ટૂંકાવીને સાભાર.]

મનુષ્યજીવનમાં ઈશ્વરે જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. કારણ કે એ તમામ ભોગ-યોનિઓ છે. એમાં તો જીવ માત્ર પ્રારબ્ધ ભોગવીને જ છૂટી જાય છે. એમાં નવા કર્મો જમા થતાં નથી. મનુષ્ય સજ્જ્ન થવાને સ્વતંત્ર છે. એટલું જ નહિ, પરંતુ એને દુર્જન થવું હોય તો પણ (તેના પોતાના હિસાબે અને જોખમે) તે સ્વતંત્ર છે. માણસને એકલું દાન કરવાની જ સ્વતંત્રતા છે તેવું નથી, પરંતુ તેને સંઘરાખોરી કરવી હોય તો પણ તે સ્વતંત્ર છે. માણસને માત્ર સાચું બોલવું હોય તો તેને સ્વતંત્રતા છે તેવું નથી, તેને જુઠ્ઠું બોલવું હોય તો જુઠ્ઠું બોલવા માટે સ્વતંત્ર છે. અરે, મનુષ્યયોનિમાં માણસને જાતે આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે, જ્યારે પશુ-પક્ષી યોનિમાં અગર બીજી કોઈ યોનિમાં આપઘાત કરવાની પણ સ્વતંત્રતા નથી. આ રીતે માણસને ઈશ્વરે સંપૂર્ણ બનાવ્યો છે.


મનુષ્યયોનિમાં માણસમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમ બે વધારાના કોષ પરમાત્માએ આપેલા છે, જે બીજી યોનિમાં નથી. માણસ સ્વતંત્ર છે, કારણ કે તેનામાં રહેલો વિજ્ઞાનમય અને આનંદમય પરમાત્મા પણ પરમ સ્વતંત્ર છે. માણસ જો બૂરો થવામાં સ્વતંત્ર ના હોય તો પછી તેને ભલા થવાની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ ના રહે. જો માણસમાં બેઈમાન થવાની સ્વતંત્રતા ના હોય તો પછી તેને ઈમાનદાર થવાની સ્વતંત્રતાની કશી જ કિંમત ના રહે. બહુ તો આપણે એમ કહી શકીએ કે તે માણસને જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા હતી છતાં તે ઈમાનદાર રહ્યો, એ તેની વિશિષ્ટતા છે. જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા છે તેથી જ સત્યવક્તાની કિંમત છે. બેઈમાન થવાની સ્વતંત્રતા છે તેથી જ ઈમાનદારની પ્રતિષ્ઠા છે.


માણસ ફક્ત સારો થવામાં જ સ્વતંત્ર હોય અને ખરાબ થવામાં સ્વતંત્ર ના હોય તો તે સ્વતંત્રતા સંપૂર્ણ ના કહેવાય. તમે એમ કહો કે મેં મારી પત્નીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આખી તિજોરી તેને આપી દીધી છે. પરંતુ કૂંચીઓ મારી પાસે રાખી છે. તો એવી સ્વતંત્રતા એ સંપૂર્ણ સ્વતંત્રતા ના કહેવાય, મશ્કરી કહેવાય. એક ગમ્મતની વાત મારા વાંચવામાં આવી હતી. અમેરિકામાં હેન્રી ફૉર્ડે જ્યારે સૌ પહેલી મોટરકાર બનાવી ત્યારે તેણે બધી મોટરો એક જ રંગની – કાળા રંગની – બનાવી. પછી તેણે વેચાણની દુકાન ઉપર ગ્રાહકોને સૂચના આપતું બોર્ડ લગાવ્યું કે : ‘You can choose any colour you like, provided it is black.’ એટલે કે તમે ગમે તે રંગ પસંદ કરી શકો છો, તે કાળો હોવો જોઈએ. બધી ગાડીઓ કાળા રંગની જ હતી ! બીજો કોઈ રંગ હતો જ નહિ. પરંતુ સ્વતંત્રતા પૂરેપૂરી હતી !


સ્વતંત્રતા દ્વિમુખી નથી. તમે કામ કરો અને પાછા એની જવાબદારીમાંથી મુક્ત રહો, એમ ન બને. Freedom implies responsibility. કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છો, તો તેનું ફળ-પરિણામ ભોગવવામાં પણ તેટલા જ પરતંત્ર છો, તેનું ચોક્કસ ભાન રાખવું જ પડશે. ઈશ્વરે તો ગીતામાં સ્પષ્ટતા કરી દીધી છે કે તમે કર્મ કરો, તેમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી કે ભાગીદારી નથી. કામ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્ર છો પરંતુ તેનું જે પરિણામ આવે તેનું બંધન તો તમારે સ્વીકારવું જ પડે. તમે પાપ કરો તો તમે દુઃખ ભોગવો, ભગવાન શા માટે ભોગવે ? તમે પુણ્ય કરો તો તમે સુખ પામો. ઈશ્વરને તમારું પુણ્ય નથી જોઈતું. તમે ખૂન કરો અને તમારા પિતાશ્રી ફાંસીએ ચઢે એવો ન્યાય ના થાય. કર્મ માત્ર બંધન છે તે બરાબર સમજી લેવું. કર્મ કરતાં પહેલાં કેવું કર્મ કરવું તેનો નિર્ણય કરવામાં તમે સ્વતંત્ર. એક વખત કર્મ કર્યા પછી તેનું જે પરિણામ-બંધન આવી પડે તે તો તમારે સ્વીકારવું જ પડે.

આ સંબંધમાં એક વાર્તા મારા વાંચવામાં આવી છે : એક માણસે એક સંતમહાત્માને પૂછ્યું કે ‘મહારાજ ! કર્મ કરવામાં મારી સ્વતંત્રતા કેટલી ?’
મહાત્માએ કહ્યું : ‘એક પગ ઊંચો રાખીને એક પગે ઊભો રહી જા.’ પેલો માણસ જમણો પગ ઊંચો કરીને એક પગે – ડાબા પગે – ઊભો રહી ગયો. તો મહાત્માએ કહ્યું કે હવે બીજો પગ ઊંચો કર. પેલા માણસે કહ્યું, ‘શું મહારાજ ! તમે પણ મારી મશ્કરી કરો છો ! જમણો પગ ઉઠાવ્યા પછી ડાબો પગ કેવી રીતે ઉઠાવાય ? અને તેમ કરું તો હું હેઠો જ પડું. હું તો જમણો પગ ઉઠાવીને બંધાઈ ગયો. હવે ડાબો પગ ઉઠાવાય નહિ.’
મહાત્માએ કહ્યું : ‘પરંતુ પહેલેથી જ ડાબો પગ ઉઠાવ્યો હોત તો તું ડાબો ઉઠાવી શકત કે નહીં ?’
પેલા માણસે કહ્યું : ‘બિલકુલ ઉઠાવી શકત. પહેલેથી જ મેં ડાબો પગ ઉઠાવ્યો હોત તેમ કરવાને હું સ્વતંત્ર હતો, કારણ કે ત્યાં સુધી હું બંધાઈ ગયો ન હતો. ત્યાં સુધીમાં બેમાંથી કોઈ પણ પગ ઉઠાવવાનું કર્મ કર્યું ન હતું. ડાબો પગ પહેલો ઉઠાવ્યો હોત તોપણ બંધાઈ જાત પછી જમણો પગ ના ઉઠાવી શકત.’
મહાત્માએ કહ્યું, ‘બસ એ જ પ્રમાણે કોઈ પણ કર્મ કરવામાં તું સ્વતંત્ર છું. પરંતુ પ્રત્યેક કર્મ કરતાંની સાથે જ તે બંધનમાં જકડી દે છે.’


આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે તેના કોઈક ચોક્કસ પરિણામને નજરમાં રાખીને જ કરીએ છીએ. આપણા ધાર્યા મુજબનું પરિણામ આવે ત્યારે આપણે તે કર્મ ‘સફળ’ થયું ગણીએ છીએ અને આપણા ધાર્યા મુજબનું ફળ ના આવે ત્યારે આપણે તે કર્મને ‘નિષ્ફળ’ થયું ગણીએ છીએ. કોઈ પણ કર્મનાં બે જ પરિણામ હોઈ શકે : સફળતા અગર તો નિષ્ફળતા. ખરેખર તો કોઈ પણ કર્મ નિષ્ફળ હોતું જ નથી. કોઈ પણ કામ કરો, ફળ તો મળવાનું જ. એટલે તમામ કર્મ સ-ફળ જ હોય છે. તમારા ધાર્યા મુજબનું પરિણામ ના આવે એટલે તમે તેને નિષ્ફળ થયું ગણો છો, અને ત્યાં જ તમારી ભૂલ થાય છે. કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી; પરંતુ તે ફળ તમારી ધારણા પ્રમાણે જ આવે એવી કોઈ ગેરંટી નથી. તમારી ધારણા પ્રમાણેનું ફળ ના આવે તો તે કર્મ અગર તે કર્મ કરવાની પદ્ધતિમાં ક્યાંક દોષ સમજવો. ફળ તો ઈશ્વરના કાયદા મુજબ જ મળે અને કર્મનું ફળ આપવામાં કોઈ અન્યાય કે લાગવગશાહી ચાલે નહિ. જો તમે માત્ર ફળની ઉપર જ નજર રાખીને કર્મ કરો તો તે થવું જોઈએ તેટલા ઉત્તમ પ્રકારનું થાય જ નહિ અને તેના પરિણામે તેનું ફળ તમારી ધારણા મુજબનું આવે નહિ. પરંતુ અહીં કર્મ કરતાં પહેલાં ફળનો બિલકુલ ખ્યાલ જ ન રાખવો, અને કર્મ આંખો મીંચીને ધીબે જ રાખવું એવો અર્થ પણ નથી. કર્મ કરતાં ફળનો ખ્યાલ રાખવો જ પડે. દાખલા તરીકે કોઈ ખેડૂત ખરા ઉનાળામાં જ્યાં પાણીની બિલકુલ સગવડ ના હોય તેવી તદ્દન ઉષળ અને ખરાબા જેવી ખારી જમીનમાં અનાજનું ઉત્તમ બી નાખે તો તે ધોમધખતા તાપમાં બળી જ જાય. કર્મના ફળનો વિચાર નહિ કરવો, એનો અર્થ એવો છે કે કર્મના ફળમાં આસક્તિ-લોભ નહિ રાખવો. પરંતુ કર્મનું ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય તેવો સમજપૂર્વકનો પુરુષાર્થ તો કરવો જ જોઈએ.


કર્મનું ફળ ના મળવું જોઈએ અગર ફળ ના લેવું જોઈએ એવો ગીતાનો ઉપદેશ નથી. ગીતા તો કહે છે કે કર્મ ફળ આપ્યા સિવાય છોડશે નહિ. મારે કર્મનું ફળ જોઈતું નથી એવું કોણ કહે ? ચોર, વ્યભિચારી, દુષ્ટ કર્મ કરનાર જ કહે કે મારે મારા કામનું ફળ (પાપ-દુઃખ) જોઈતું નથી. પણ તે ના ચાલે. કર્મ ફળ તો આપે જ, અને તે ભોગવવું જ પડે.


હવે કર્મયોગની વાત. અભણ માણસો યોગ એટલે શું તે ના સમજે તે તો જાણે ઠીક પરંતુ ઘણાં કહેવાતાં ભણેલાંઓ પણ ‘યોગ’ શબ્દ સાંભળીને ભડકે છે. ‘યોગ’ શબ્દનો અર્થ ઘણા વિદ્વાનોએ અને પંડિતોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી રીતે કરેલો છે. પરંતુ યોગ જો જીવનમાં પૂરેપૂરો વણાઈ ના જાય અને જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે જો યોગનો ઉપયોગ ના થાય તો તેવા યોગના અર્થની સર્વસામાન્ય માણસને માટે કશી જ કિંમત ના રહે. એકે એક માણસ તેના જીવનની એકએક ક્ષણે યોગ સાધી શકે તો જ યોગની કિંમત ગણાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગનો અર્થ તેમનાં ભાષણોમાં કરતા ફરે, અગર તો સાધુ-સંન્યાસીઓ જંગલમાં જઈને એકલા બેઠા યોગ સાધી શકે એવો જ જો યોગનો અર્થ થતો હોય તો એવો યોગ આપણા જેવા સર્વસામાન્ય માણસ માટે નકામો છે. એક મિલમજૂર કે એક મિલમાલિક, એક લારી ફેરવનારો કે એક મોટરમાં બેસનારો, એક શેઠ કે એક ગુમાસ્તો, એક પટાવાળો કે એક કલેકટર અગર તો કોઈ મોચી, કુંભાર, દરજી, વેપારી કે નોકરિયાત એવા સમાજના એક એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેક દરેક ક્ષણ – ખાતાંપીતાં, ઊઠતાંબેસતાં, નહાતાંધોતાં, નોકરીધંધો, વેપાર કરતાં કરતાં, સતત ચોવીસે કલાક યોગ કરી શકે એવો જીવનઉપયોગી યોગનો વ્યાવહારિક અર્થ બરાબર સમજવો જોઈએ.
ભગવદગીતા યોગનો સાચો અર્થ આપતાં કહે છે કે ‘પોતાનું કામ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ.’ પ્રારબ્ધવશાત જે માણસના જીવનમાં તેનું કર્મ નિયત નિશ્ચિત થયેલું છે, તે કર્મ બરાબર કુશળતાપૂર્વક કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક દરજી અંગરખું બરાબર સરસ રીતે સીવે, તેમાં એક બાંય લાંબી નહિ કે બીજી બાંય ટૂંકી નહિ પરંતુ બરાબર માપસર સીવે અને તેમાં તેની કુશળતાનો એકાગ્ર ચિત્તથી મન દઈને ઉપયોગ કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક મોચી તેના ઘરાકનો જોડો બરાબર સીવે અને તે પહેરતાંની સાથે જ ઘરાક રાજી થઈ જાય તેવી કાળજીથી અને કુશળતાથી તે ચિત્તવૃત્તિને સ્થિર રાખીને જોડો બનાવે તો તેણે યોગ કર્યો કહેવાય. તમે ચાલો ત્યારે તમે એવી કાળજીથી ચાલો કે તમને ઠોકર ના વાગે, તો તમે યોગ કર્યો કહેવાય. તમે પાણી પીઓ તો એવી ધીરજથી અને સ્થિર વૃત્તિથી પીઓ કે તમને અંતરસ ના જાય, તો તમે યોગ કર્યો કહેવાય. તમે કથા સાંભળવા જાઓ અગર તો પુસ્તક વાંચો, તે વખતે એકાગ્રચિત્તથી સાંભળો અગર તો વાંચો અને બીજે ક્યાંય ડાફોળિયાં ના મારો તો તમે યોગ કર્યો કહેવાય. એક વિદ્યાર્થી ભણતી વખતે ચિત્ત દઈને ભણે અને રમતી વખતે ચિત્ત દઈને રમે, તે તેનો યોગ કહેવાય. આવી રીતે જીવનનું એકેએક કર્મ તમે કુશળતાપૂર્વક ચિત્તવૃત્તિ સ્થિર રાખીને કરો તો તમે સતત યોગ કરો છો તેમ કહેવાય.


મહર્ષિ પતંજલિએ યોગસૂત્રોના પહેલા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપી છે : ‘યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ |’ ચિત્તવૃત્તિની એકાગ્રતા એનું નામ જ યોગ. આવો યોગ તમે આજથી જ અને અત્યારથી જ કરો તો જ કામનો. બાકી તમે જાણો કે રિટાયર થઈશું, ઘરડા થઈશું, લકવો થઈ જશે ત્યારે અને ખાટલામાં પડ્યાપડ્યા ગંધાવાનો વખત આવશે તે વખતે યોગ કરીશું, તો તે નહિ કરી શકાય. ગીતાનો યોગ સામાન્યમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતના સાતસોએ સાતસો શ્લોકો માત્ર મોઢે કરવાનો કશો જ અર્થ નથી. જીવનવ્યવહારમાં ઉપયોગી એવી સાદી અને દરેક માણસને સુલભ એવી યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતાં કરતાં માણસનું એકેએક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ થતાં વાર ના લાગે.
સૌજન્ય : રીડ ગુજરાતી

વર્ષગાંઠ (23-06)

23-06-2009 ના આપણે પૂરા ઍક ડઝન સભ્યોની વર્ષગાંઠ ઉજવીશુ.

1) શાહ જ્યોતિ કીશોર મોતીચંદ

2) દોશી ડૉ.. તેજલ હર્ષદ ધીરજલાલ

3) દોશી અમી વિમલ વિક્રમચંદ

4) દોશી ધર્મેશ અમૃતલાલ ઉજમશી

5) સ્વ. ગાંધી પ્રમોદકુમાર વનેચંદ

6) મેહતા શિલાંગ હર્ષદ જયંતિલાલ

7) મેહતા રિધ્ધિ ધીરેન્દ્ર શાંતિલાલ

8) પટેલ નીતિન મણિલાલ

9) સંઘવી પરેશ સુર્યકાંત હરજીવન

10) શાહ હેતવી પારસ પ્રદિપ

11) શાહ અમિત મહેશ જટાશંકર

12) શાહ ડૉલી કીશોર ન્યાલચંદ

13) લોદરિયા શારદા મહેશ શાંતિલાલ

ને માટે આપણે ગાશુ "બાર બાર દિન યે આયે "

Friday, June 22, 2012

મૃત્યુ

 


વાંકાનેર હાલ ઘાટકોપર શાહ ઇન્દ્રકાંત શાંતીલાલ લાધાભાઇના પુત્ર (ચેતન) દિપકભાઇ ચાવાળાના ધર્મપત્ની મનીષા (ઉં. વ. ૪૧) તે વિભા અતુલના દેરાણી. કેતકી શ્રેયાંશના જેઠાણી, તે આશીશ, અનુજાના માતુશ્રી. પીયર પક્ષે સુધાબેન રજનીકાંત ત્રંબકલાલ સંઘવી સુરેન્દ્રનગરવાળાના પુત્રી ૨૦-૬-૧૨ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે.

વર્ષગાંઠ (22-06)

આજે (22-06-2009) ના દિવસે નીચે દર્શાવેલા 9 જ્ઞાતીજનો તેમનો જન્મદિન ઉજવી રહ્યા છે.

તેઓ છે :

1) દોશી શીતલ જયેશ અમૃતલાલ

2) લોદરીયા નરેશ અમૃતલાલ

3) મેહતા વૈશાલી કલ્પેશ શશિકાન્ત

4) મેહતા સમીર કુમુદચંદ્ર

5) ઝવેરી પૂર્વી વિવેક

6) શાહ આજ્ઞા મુલરાજ

7) શેઠ બીના મહેશ કેશવલાલ

8) શેઠ વિજયાબેન શાંતિલાલ

9) વખારીયા તરુણ કાંતિલાલ

તેમના દીર્ઘ આયુષ્યની કામના કરીયે છિયે

નોંધ : તમે દુનિયાના કોઈ પણ ભાગમાથી તમારા જન્મદિન કે લગ્નદિનની તારીખો મોકલી શકો છો. તમારા ઘરમા જો પરણાવવા લાયક દીકરા કે દીકરી હોય તો તેમનો ફોટો અને બાયો ડેટા પણ મોકલી શકો છો. સમાજને લગતી કોઈ પણ વિગત વીના સંકોચે તમો મોકલો અમે તે જરૂરથીઅપલોડ કરીશુ.

Thursday, June 21, 2012

ત્રણ વસ્તુ

વેપારમાં ત્રણ વસ્તુની જરૂર છે……
હામ, દામ અને ઠામ

ત્રણ વસ્તુથી પાછળ હઠો……..
પૂરનું પાણી, પાપ અને આગ

ત્રણ ગુણને આવકારો…….
કરકસર, ઉદ્યોગ અને જ્ઞાન

અગ્નિ વગર બાળનાર ત્રણ………
ક્રોધ, કપુત અને ક્લેશ

ત્રણ વસ્તુનો સમાવેશ કરો……….
અહિંસા, દયા અને ઉપદેશ

ત્રણ ગુણથી આબરૂ વધે……..
સત્ય, સદાચાર અને પરોપકાર

ત્રણથી દૂર ભાગો……..
આળસ, ખુશામત અને બકવાસ

ત્રણને માન આપો……
વડીલો, ન્યાય અને સંયમ

ત્રણ માટે લડો……..
આઝાદી, ઈમાન અને ઈંસાફ

–સંકલિત

વર્ષગાંઠ (21-06)

આપણા સમાજના જે સભ્યોનો આજે જન્મદિવસ છે તેઓ છે

1) દોશી વિધિ દિલીપ અમિચંદ

2) મેહતા જ્યોતિ દિલીપ જટાશંકર

3) સંઘવી ડૉલી નીરવ મહેન્દ્ર

4) શાહ કિશોરી દીપક નગીનદાસ

5) શાહ માધવી તુષાર પ્રવીણચંદ્ર

6) શેઠ વિશાલ કિરીટ નવલચંદ

7) વખારીયા જયેશ પ્રવીણ સુખલાલ

તેઓ સર્વેને સમાજ તરફથી જન્મદિનની વધાઈ. આવતુ વર્ષ તેમને સુખદાયી નીવડે તે જ અભ્યર્થના.

Wednesday, June 20, 2012

મૃત્યુ


 મોરબી હાલ મુંબઇ હિરાચંદ હરજીવન દોશીના પુત્ર ચંદુલાલ હિરાચંદ દોશી (ઉં. વ. ૯૧) તે ભુપેન્દ્ર, અરવિંદ, રોહીત, દમયંતીબેન ચંદ્રવદન શાહ, હસુમતીબેન યોગેશકુમાર શાહ, ભાવનાબેન સુધીરકુમાર મહેતાના પિતા. લીલમબેન, હેમલતાબેન, રેખાબેનના સસરા. સ્વ. કાંતાબેન, ગં. સ્વ. મુકતાબેન, સ્વ. નર્મદાબેન, સ્વ. ઇન્દુબેનના ભાઇ. શ્વસુર પક્ષે સ્વ. જાદવજી શીરાજ શાહના જમાઇ શુક્રવાર ૧૫-૬-૧૨ના રાજકોટ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે. નિવાસઃ ૩૨૩, દેવ આશીષ, નાહરનગર, મામલતદાર વાડી એક્ષટેનસન રોડ, મલાડ (વે.).

વર્ષગાંઠ (20-06)


1 ) ગાંધી યશ આશિષ મનહરલાલ
2 ) પારેખ પ્રતીક ચંદ્રકાન્ત કેશવલાલ
3 ) સંઘવી આયુશી ભાવેશ જયંતિલાલ
4 ) શાહ હીના દિનેશચંદ્ર
5 ) શેઠ રોબિન પરેશ ધીરજલાલ

Tuesday, June 19, 2012

વીણેલાં મોતી

• એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે ,એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
• સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!
• લાકડાનો અગ્નિ લાકડાને બળે છે ,તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!
• આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!
• સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી ના થાઓ ,કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
• ઉદાર બનો પણ ઉડાઉ ના બનો, નમ્ર બનો પણ નમાલા ના બનો!
• કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
• સ્વ માટે પ્રાર્થીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે જ સાચી પ્રાર્થના છે!
• પ્રાર્થના આત્માનો ખોરાક છે!
• નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
• જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!
• જીવનનો આધાર વાણી અને પાણી પર છે!
• ઈચ્છા દુખની માં છે!
• ઉપવાસ તૂટે તો વાંધો નહિ , કોઈનું દિલ ના તૂટવું જોઈએ!
• માણસ જન્મે ત્યારે ઝભલાને ખીંચું નથી હોતું,  માણસ મરે ત્યારે કફનને ખીંચું નથી હોતું!
• અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
• ચારિત્ર એટલે સારી ટેવ ,સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!
• સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જ  જોઈ શકાય છે!
• સાચી સુંદરતા કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી નથી!
• ક્ષમા આપવી સારી બાબત છે પણ, તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!
• શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે , તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!
• જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
• જીવનન મુખ્ય ચાર સુખ છે:પહેલું સુખ જાતે નર્યા, બીજું સુખ ઘેર દીકરા,ત્રીજું સુખ કોઠીએ જાર, ચોથું સુખ સુલક્ષણા નાર!
• દુખના બે પ્રકાર છે: કર્મ અનુસારનું આવી પડતું દુખ અને બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!
• જાગતાની સાથે જ મરણનું સ્મરણ કરો જીવનનું મહત્વ સમજાશે!
• મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડાં ડૂબી જતાને પથરા તારી જાય છે!
• છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!
• ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે, તેમ છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન  કરતા હોય છે!
• તિલક કરતા ત્રેપન ગયા,જપમાલાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિના શરણ

વર્ષગાંઠ (19-06)


1 ) લોદરિયા ભીખુભાઈ(હિતેન) હિમ્મતલાલ
2 ) મેહતા અક્ષત કેતન અનિલકુમાર
3 ) મેહતા આશિક઼ નીતિન કેવળચંદ
4 ) મેહતા અંકિત રમણીક વનેચંદ
5 ) મેહતા પૂર્ણિમા દીપક પ્રવીણચંદ્ર
6 ) મેહતા શશીકાન્ત છગનલાલ
7 ) સંઘવી પૂજા સચિન પ્રવીણચંદ્ર માણેકલાલ
8 ) સંઘવી શીલા પ્રકાશ ધારશીભાઈ
9 ) શાહ સમીર લલિત ચમ્પકલાલ
10) શાહ કેયુર પ્રકાશ રવિચંદ
11) શેઠ ઉષા દિલીપ વોરા
12) સોલાણી ધીરેન્દ્ર ચંદુલાલ

Monday, June 18, 2012

વર્ષગાંઠ (18-06)


1 ) ગાંધી દર્શના ધીરેન મધુસુદન લાલચંદ
2 ) શાહ શીતલ નિલેશ
3 ) મેહતા મિતલ જ઼તિન રજનીકાન્ત
4 ) શાહ કુસુમ જેવતલાલ સુખલાલ
5 ) શેઠ રેખા નરેન્દ્ર ડાહ્યાલાલ
6 ) સોલાણી પાયલ અજય રતીલાલ
7 ) વોરા પૂર્વેશ કનૈયાલાલ ખાંતિલાલ

Sunday, June 17, 2012

ધર્મ : નવી દૃષ્ટીએ

–સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી(દંતાલીવાળા)
          પ્રશ્ન : આપણાં શાસ્ત્રોમાં આત્માની શુદ્ધી, મનની શુદ્ધી, વીચારોની શુદ્ધી વગેરે પર બહુ ભાર મુકાયો છે. પરંતુ કોઈ શાસ્ત્રમાં એમ કેમ નથી લખ્યું કે અલ્યા, કપડાં ચોખ્ખાં પહેરો, ઘર ચોખ્ખાં રાખો, આંગણાં સ્વચ્છ રાખો, શેરીમાં ગંદકી ના કરો, જ્યાં ત્યાં ઉકરડા ના કરો , ગમે ત્યાં ના થુંકો. ઝાડો–પેશાબ વગેરે કરવાની કોઈ શાસ્ત્રોક્ત વીધીઓ કેમ નથી ?
     ઉત્તર : બહુ મહત્વનો અને મુદ્દાનો પ્રશ્ન પુછાયો છે. આપણે ત્યાં જેટલી વાર પવીત્ર શબ્દ વપરાયો છે તેટલો બીજે ભાગ્યે જ ક્યાંય વપરાયો હશે. છતાં પવીત્રતા અને અસ્વચ્છતા બન્ને સાથે સાથે આનંદથી ચાલતાં રહે છે; કારણ કે પવીત્રતા અને અસ્વચ્છતાને ગાઢ મૈત્રી થઈ ગઈ છે. પવીત્રમાં પવીત્ર મન્દીરમાં એટલી જ અસ્વચ્છતા જોવા મળશે. આટલાં અસ્વચ્છ ધર્મસ્થાનો બીજે ભાગ્યે જ જોવા મળશે.
     મંદીરો પવીત્ર છે, ભગવાન પવીત્ર છે; પણ પુજારીઓ અસ્વચ્છ જોવા મળશે. ખાસ કરીને ઉપરથી દુરથી પ્રસાદ ફેંકનારાનાં  વસ્ત્રો મેલાં અને કેટલીક વાર તો ગન્ધ મારતાં જોવા મળશે. સતત નહાતા રહેવાથી તથા પાણીમાં પગ પલળતા રહેવાથી પગમાં ચીરા પડી ગયેલા જોવા મળશે. જો કે આવું બધે નથી હોતું; પણ જે સૌથી વધુ આભડછેટ રાખનારા અને પોતાને સૌથી વધુ પવીત્ર માનનારા લોકો છે તેમની આવી સ્થીતી ઘણી જગ્યાએ જોવા મળશે.
     આમ થવામાં અનેક કારણોની સાથે વીપુલ સામગ્રીથી પુજા–અર્ચન કરવું એ પણ એક કારણ છે. બીજા ધર્મો કશી સામગ્રી વીના જ પ્રાર્થના વગેરે કરે છે, જ્યારે આપણે વીપુલ સામગ્રીથી પુજા–અર્ચન કરીએ છીએ, જેમાં અબીલ–ગુલાલ, કંકુ, ચન્દન, ચોખા, દુધ, ગોળ, ઘી, પુષ્પો,  દહીં  વગેરે ઘણી સામગ્રી વપરાય છે. આ બધી સામગ્રી ગમે ત્યાં વેરાય છે, જેથી અસ્વચ્છતા વધે છે. દુધ–દહીં વગેરે પદાર્થો ચઢાવવાથી પણ અસ્વચ્છતા વધે છે. અસ્વચ્છતા અને ઘોંઘાટનો મેળ જામે છે. આ બધાને કોણ રોકે ? કોણ અળખા થાય ?
     હું જ્યારે કેન્યા ગયો હતો ત્યારે ત્યાં નવી નવી ગાયો આવેલી, જે બહુ દુધ આપતી. આપણા ભાઈઓ સોમવારે કે બીજા દીવસોમાં પણ મહાદેવજી પર ખુબ દુધ ચઢાવતા, તેમાં પણ સોમવતી અમાવાસ્યા હોય તો તો પછી પુછવું જ શું ? બધું દુધ બહારના એક નીશ્ચીત સ્થાનમાં ભેગું થાય, સડે, કીડા પડે, દુર્ગંધ મારે, વીદેશીઓ ફોટા પાડે અને તેમના દેશોમાં જઈને બતાવે કે જ્યાં ગરીબ બાળકોને દુધ પીવા મળતું નથી ત્યાં ભગવાનના નામે કેટલો દુર્વ્યય થાય છે વગેરે..
     એ જ મન્દીરમાં હું પ્રવચન કરતો હતો. મારું હૃદય કકળી ઉઠ્યું. અળખા થઈને પણ મારે તો મારું કર્તવ્ય બજાવવું જ જોઈએ. પુરા દોઢ કલાક સુધી મેં પ્રવચન કર્યું અને લોકોને સમજાવ્યું કે તમે ભગવાનને દુધ જરુર ધરાવો; બગાડો નહીં. બદામ–પીસ્તા–કેસર વગેરે નાખીને મણ બે મણ દુધ એક પાત્રમાં પ્રસાદ તરીકે આગળ ધરો અને પછી એ દુધ અનાથાશ્રમમાં મોકલી આપો. અનાથ બાળકોને પીવડાવો. ધર્મનો જયજયકાર થઈ જશે. અહીંના કાળાં બાળકો કહેશે કે વાહ, હીંદુ ધર્મ કેટલો સારો છે ! આપણને દુધ પીવડાવે છે, વગેરે વગેરે..
     મારી વાત ઘણાને ગમી, કેટલાકને ના ગમી; પણ શરુઆત આવી જ હોય. હમણાં જ મારા એક પરીચીત પટેલે પોતાની ભેંસનું દસ લીટર દુધ શીવજીને ધરાવી, બાલમંદીરનાં બાળકોને પીવડાવી દીધું. આ ધર્મક્રાન્તી છે. જો બધા જ આવો ઉપદેશ આપે તો ઘણો સુધારો થાય અને ઘણી અસ્વચ્છતા ઓછી થાય.
      આપણે ત્યાં પ્રાચીન કાળમાં ૠષીઓ સંધ્યા કરતા હતા. કદાચ ત્યારે મન્દીરો ન હતાં. સંધ્યામાં ખાસ કોઈ સામગ્રી જોઈતી નહીં. દર્ભાસન પર બેસીને બહુ જ સાદાઈથી સંધ્યા–પુજા થતી. પછી મહાત્મા ગાંધીજી પણ કશી જ સામગ્રી વીના પ્રાર્થના કરતા. તે એટલે સુધી કે દીપ તથા અગરબત્તી પણ નહીં વાપરતા; છતાં એમની પ્રાર્થનામાં મહાન શક્તી પ્રગટતી.
      સાચી વાત કરીએ તો આપણે મન્દીરોને કમર્શીયલ બનાવી દીધાં છે. એટલે બધા ભાવો પણ લખેલા હોય છે. ‘આ કરાવો તો આટલા પૈસા અને આ કરાવો તો આટલા પૈસા.’ ભેટની રકમ પ્રમાણે પ્રસાદ અપાય છે. આ બધું વ્યાપારીકરણ નહીં તો બીજું શું ? ભલે પૈસા લો; પણ મન્દીરોમાં સ્વચ્છતા તો રાખો ! પણ મોટે ભાગે આવું થતું નથી. પરદેશથી આવેલાં આપણાં ભાઈઓ–અહીંના પણ શીક્ષીત ભાઈઓને આવી અસ્વચ્છતાથી ભારોભાર ગ્લાની થાય છે. વ્યાપારી વૃત્તીથી તો ઘણા નાસ્તીક જેવા થઈ જાય છે. બીજીવાર જવાની ભાવના જ મરી જાય છે. જરુર છે સામગ્રી વીનાની ઉપાસનાની, જેથી મન્દીરો સ્વચ્છ રહે, લોકોની શ્રદ્ધા બની રહે અને વારમ્વાર જવાનું મન થાય.
     સામાન્ય જીવનમાં પણ આવી જ દશા દેખાય છે. પરદેશમાં આપણે સ્વચ્છતા, શીસ્ત, પ્રામાણીકતા, સમયપાલન વગેરે જોઈએ અને તેમનાં વખાણ કરીએ એટલે ઘણાને ના ગમે. ઘણા મને કહે : ‘તમે પરદેશનાં વખાણ બહુ કરો છો.’  હું કહું કે જે સાચું હોય અને પ્રેરણાદાયી હોય તે તો લખવું જ જોઈએ ! સ્વચ્છતા, શીસ્ત, પ્રામાણીકતા, સમયપાલન વગેરે ગુણો આપણામાં હોય તો હું આપણાં પણ વખાણ કરું. જરુર કરું; પણ બતાવોને !
     મેં આફ્રીકામાં પણ કોઈને ખુલ્લામાં કુદરતી હાજતે જતાં જોયો નથી. તેના કુબાની બાજુમાં જ ઘાસનું બનાવેલું સંડાસ જરુર હોય. ભલે પ્રજાનો રંગ કાળો છે; પણ તે ખુલ્લામાં એકી–બેકી બેસતાં નથી.
     એક વાર હું મુંબઈથી અમદાવાદ આવું. સાથે શ્રી. યશવંત શુક્લ અને એક અમેરીકન ભાઈ હતા. સવારનો પહોર અને રેલના પાટા ઉપર જ કેટલાય પુરુષો કુદરતી હાજતે બેઠેલા. પેલા અમેરીકન ભાઈએ મને પુછ્યું, ‘આ બધા અહીં લાઈનસર કેમ બેઠા છે ?’ હું ગુંચવાયો કે આ પરદેશીને હવે શું કહેવું ? ત્યાં તો યશવંતભાઈ મારી મદદે આવ્યા. તેમણે ઠાવકું મોઢું રાખીને કહ્યું, ‘આ બધા સવારની પ્રાર્થના કરવા બેઠા છે.’ હું મનમાં ને મનમાં હસી પડ્યો. મને ખબર છે કે આ જુઠાણું બહુ લાંબું ચાલવાનું નથી. મેં એક ઝુંબેશ ચલાવી કે હવે મન્દીરો બાંધવા બંધ કરો; સંડાસો બાંધો. મને આનન્દ છે કે આ વાત આપણા મોરારીબાપુએ પણ ઉપાડી છે. આ ધર્મક્રાન્તી છે.
     પરદેશની સ્વચ્છતાનું મુખ્ય કારણ તેઓ કચરો પાડતા જ નથી. સીગરેટ પીએ કે ચોકલેટ ખાય; કાગળ, કાં તો ગારબેજમાં નાખે કે પછી પોતાના ગજવામાં મુકી દે. રોડ ઉપર નાખે જ નહીં; તે એટલે સુધી કે કોઈ સ્ત્રી (આ મેં નજરે જોયેલું છે) પોતાનું કુતરું લઈને ફરવા નીકળી હોય અને એ કુતરું હાજત કરે તો તરત જ પેલી બાઈ પ્લાસ્ટીકની થેલીમાં તેનો મળ ઝીલી લે અને પછી ગારબેજ આવે ત્યાં નાખી દે. રસ્તામાં ના રહેવા દે. આવી ટેવો છેક બચપણથી જ તેમને સંસ્કારના રુપમાં અપાય છે. એટલે કચરો પાડતા જ નથી, સ્વચ્છતા આપોઆપ રહે છે. જ્યારે આપણે બધું જ રોડ ઉપર જ્યાં–ત્યાં–ગમે ત્યાં, ગમે તેમ ફેંકી દઈએ છીએ. એટલે વાળેલો રોડ હોય તો પણ થોડી જ વારમાં કચરો કચરો થઈ જાય છે.
     આપણે આધ્યાત્મીક પ્રજા છીએ (ભૌતીક નથી) એવો ઢંઢેરો ગુરુલોકો વારમ્વાર પીટ્યે રાખે છે અને પ્રજા એક કાલ્પનીક કેફમાં રાચતી રહે છે. એટલે ગુરુલોકો આત્માનો સાક્ષાત્કાર, ઈશ્વરનો સાક્ષાત્કાર, કુંડલી જગાડવી, વીશ્વશાન્તી માટે યજ્ઞો કરવા, ૧૦૮ સપ્તાહ–પારાયણો કરીને પરલોક કેવી રીતે સુધરે તેની વાતો કરવી કે કૃષ્ણવીરહમાં ગોપીઓ કેવી રડતી હતી તે બધું સમજાવે, તેવી વાતો કરે. પણ જીવન કેવી રીતે જીવવું, સ્વચ્છતા–શીસ્ત–સમયપાલન વગેરે કેમ જાળવવાં તે ખાસ કોઈ શીખવાડતું નથી. આ બધા સામાન્ય, હલકા, તુચ્છ વીષયો છે તેમ સમજીને તેની ઉપેક્ષા થતી રહે છે. ધર્મગુરુજનોએ પુરો અભીગમ બદલવાની જરુર છે. સ્વચ્છતા અને શીસ્તને સર્વોચ્ચ પ્રાથમીકતા અપાવી જોઈએ. સમયપાલન પણ પોતાના દ્વારા જ સીદ્ધ કરી બતાવવું જોઈએ.
     પ્રજાનું આ પ્રાથમીક ઘડતર છે. જો આ પ્રાથમીક ઘડતર જ નહીં કરાય અને કુંડલી જગાડવાની કાલ્પનીક વાતો જ કરવામાં આવશે તો ગામેગામ ધારાવી જેવી જ દશા થઈ જશે. જો કે થઈ જ ગઈ છે. કલ્પનામાંથી બહાર નીકળીને આપણે વાસ્તવીકતાને સમજીએ અને સ્વીકારીએ, જેથી આપણે મહાન થઈએ, દેશ મહાન બને અને ધર્મ પણ  ઉજ્જવળ બને
સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી (દંતાલીવાળા)
     ( ‘ગુજરાત સમાચાર’ દૈનીકની ‘રવીવારીય પુર્તી’માંથી સાભાર… છેલ્લાં કેટલાંક સપ્તાહોથી એક એક પ્રશ્ન લઈને તે ઉપર સ્વામીજી પોતાના વીચારો વીશદ રીતે આલેખે છે.. તેવો આ એક પ્રશ્ન અને તેનો સ્વામીજીનો ઉત્તર)

પુન:અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

વર્ષગાંઠ (17-06)


1 ) મેહતા રસિકલાલ પ્રાણજીવન
2 ) મેહતા મણીલાલ પરશોત્તમ
3 ) પારેખ શ્રેયા આશિષ ઈન્દુકુમાર
4 ) સંઘવી દિવ્યેશ ચંદ્રકાન્ત
5 ) શાહ હેમલ હર્ષદરાય જમનાદાસ
6 ) શાહ પ્રિશા દર્શન પ્રદીપ રજનીકાન્ત
7 ) શાહ જયદીપ રસિકલાલ દેવચંદ
8 ) શાહ અજય વિનોદ જેઠાલાલ

Saturday, June 16, 2012

વર્ષગાંઠ (16-06)


1 ) ખંડોર પ્રીતિ કિરીટ ઊજમશી
2 ) લોદરિયા બંદિશ રમેશચંદ્ર
3 ) મેહતા હીરલ કિશોર જયંતિલાલ
4 ) સંઘવી નીતા હસમુખ ચિમનલાલ પ્રાણજીવન
5 ) સંઘવી પ્રકાશ પ્રવીણચંદ્ર
6 ) શાહ કમલેશ હીરાલાલ માણેકલાલ
7 ) શાહ વૈશાલી જયેશ પ્રવીણચંદ્ર
8 ) શાહ કવિતા હિતેષ મણીલાલ
9 ) શેઠ આભા મનોજ શાંતિલાલ
10) સોલાણી અજય રતીલાલ

Friday, June 15, 2012

મૃત્યુ


વાંકાનેર  નિવાસી  ગં. સ્વ. કંચનબેન પ્રભુદાસભાઇ દોશી (ઉં. વ. ૮૭) તે સ્વ. પ્રભુદાસભાઇ જેઠાલાલ દોશીના પત્ની. વસંતભાઇ, જીતેન્દ્રભાઇના માતુશ્રી. સ્વ. કલ્પના જીતેન્દ્ર દોશીના સાસુ. સ્વ. ત્રંબકભાઇ, સ્વ. જયંતીભાઇ જેઠાલાલ દોશીના ભાભી. પિયર પક્ષે સ્વ. મણીબેન તથા સ્વ. છોટાલાલ મગનલાલ સોલાણીના પુત્રી, લક્ષ્મીચંદ ભાઈ તથા દેવકુવર બહેન દુર્લભજી વખારિયા (ખોરાણા વાળા )ના બહેન  ગુરૂવાર ૧૪-૬-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના વાંકાનેર મુકામે ૧૬-૬-૧૨ના શનિવારે રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.





જીવનની માવજત – કાન્તિલાલ કાલાણી

[‘સર્જક ઉદ્દગાર’ સામાયિકમાંથી સાભાર.]

સાડા છ દાયકાનું જીવન વિતાવ્યા પછી એટલી ખાતરી થઈ ગઈ છે કે મનુષ્યજીવન પરમાત્માની સર્વોચ્ચ ભેટ છે. જીવે જેવાં કર્મો કર્યાં હોય તે પ્રમાણે તેને શરીરરૂપી સાધન પ્રાપ્ત થાય છે. શરીર પર કર્મોની સત્તા પ્રવર્તે છે અને કર્મના ફળદાતા ભગવાન છે. પિંડ અને બ્રહ્માંડનું સર્જન ઉપયોગ માટે છે. પણ શરીરને ભગવાને આપેલું સાધન માનવાને બદલે મનુષ્ય તેના પર પોતાની માલિકી સ્થાપે છે અને સત્કાર્યો માટે ઉપયોગ કરવાને બદલે ભોગવિલાસનું સાધન બનાવી દે છે.

મનુષ્ય પ્રકૃતિનું દર્શન કરે તો તેને ખ્યાલ આવી જાય કે સમગ્ર પ્રકૃતિ સતત આપવાનું જ કામ કરી રહી છે. વૃક્ષને કાપનાર કઠિયારા પર વૃક્ષ નારાજ થતું નથી અને તેને જળ સિંચનાર મનુષ્ય પ્રત્યે તે અનુરાગ કરતું નથી. તે પથ્થર મારનારને મીઠાં ફળ આપે છે અને પોતે પ્રચંડ તાપ સહન કરી તેની નીચે વિશ્રામ કરનારને શીતળ છાંયો આપે છે. વૃક્ષને હું એક ગુરુ તરીકે ગણું છું. ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા હતા. જેણે જીવનને પૂર્ણ રીતે પામવું છે તેણે આ જગતમાંથી ઘણું બધું શીખવા જેવું છે. જીવનની શરૂઆતનાં પચીસ વર્ષ શૈશવમાં, કિશોરાવસ્થામાં અને અભ્યાસમાં વીતી ગયાં. અગણિત મુશ્કેલીઓનાં અને અછતનાં એ વર્ષો હતાં. તે વખતે બધું સમજીને સહન કરતો હતો એમ નહિ કહું, પણ નાનપણથી જ સાધુ-સંતોનો સમાગમ, માતા-પિતા અને ભાઈઓનું એકદમ સાદું, સરળ અને ભક્તિમય જીવન મને માત્ર ટકી રહેવાનું જ નહિ, પણ તકલીફવાળા દિવસોમાં જીવનયાત્રામાં આગળ વધવાનું બળ આપતાં હતાં; વિધ્નો પર પગ મૂકીને આગળ ચાલવાની પ્રેરણા આપતાં હતાં.

તેમનાં જીવનમાંથી મને ભરયુવાનીમાં એક બાબત બરાબર સ્પષ્ટ થઈ ગયેલી કે અહીં કશામાં વધુ પડતો વેગ કરવા જેવો નથી કે જીવનના વિકાસમાં સહાયરૂપ થાય તેવી કોઈ પણ બાબતમાં બેદરકારી કે શિથિલતા બતાવવા જેવી નથી; અહીં તણાઈને કે ખેંચાઈને જીવવા જેવું નથી; અહીં સમજી-વિચારીને જ જીવવા જેવું છે; અહીં કોઈ પણ પ્રકારની પકડ રાખવા જેવી નથી, કારણ કે અન્યને પકડમાં લેવા જતાં આપણે જ સરખી રીતે પકડાઈ જઈએ છીએ તેનો આપણને ખ્યાલ રહેતો નથી; રુચિ-અરુચિ, રાગ-દ્વેષ અને સુખ-દુઃખ જેવા દ્વન્દ્વોમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી.

સંતસમાગમ દ્વારા અને નિષ્ઠાવાન સ્નેહીજનો પાસેથી એ શીખ્યો કે જીવનને ઊર્ધ્વગામી બનાવવું હોય તો સારા સંગની અને જાગૃતિની આવશ્યકતા છે, પણ તે ઉપરાંત સમયનો ઉત્તમ ઉપયોગ થાય તેની કાળજી એટલી જ જરૂરી છે. એટલે મારું અન્તઃકરણ ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પગદંડો ન જમાવી દે તેની શક્ય એટલી કાળજી રાખું છું. એટલું સમજાઈ ગયું છે કે ભૂતકાળ સ્મૃતિ છે, ભવિષ્યકાળ સ્વપ્નું છે, વર્તમાન જ ઉત્તમ છે, કારણ કે તેનો હું ઉપયોગ કરી શકું છું. એટલે જે વીતી ગયું છે તેમાં ડૂબી જવામાં લાભ જણાયો નથી અને ભવિષ્યનો વિચાર કરી નિષ્કારણ બોજો વધારવા ઈચ્છતો નથી. મેં જોયું છે કે ભવિષ્યનું ચિંતન તણાવ પેદા કરે છે, કારણ કે ભવિષ્યમાં આકાંક્ષાઓ છૂપી રીતે પડેલી છે. એટલે વર્તમાનનો શક્ય તેટલો ઉપયોગ કરી લઉં છું. તેમાં કોઈનું અનુકરણ, અનુસરણ કે દેખાદેખી કરવાનું ટાળું છું. મેં અનુભવથી એ નક્કી કરી લીધું છે કે શાંતિ, આનંદ, સંતોષ અને સ્થિરતાને ભોગે કશું જ કરવા જેવું નથી. શાંતિ એટલે કલેશરહિત સ્થિતિ, આનંદ એટલે ઉપાધિરહિત સ્થિતિ, સંતોષ એટલે ઈચ્છારહિત સ્થિતિ અને સ્થિરતા એટલે નિશ્ચયાત્મક સ્થિતિ. શાંતિ જોઈતી હોય તો કોઈ પણ બાબતની પકડ છોડી દેવી અને અન્યને શાંતિ મળે તેવાં વાણી અને વર્તન રાખવાં. એવું જ આનંદની બાબતમાં. અન્યને આનંદ આપવાથી જ આનંદ મળે છે.

અહીં કશું મૂળભૂત રીતે સારું કે નરસું નથી; ઉપયોગ કરનાર પર બધો આધાર છે. એટલે મારે મારી પાત્રતા કાળજીપૂર્વક કેળવતી જવી; કોઈનો વાંક ન કાઢવો. અહીં કરવા જેવું શું છે તે સ્પષ્ટ થઈ ગયું છે. સત્સંગથી એટલું સમજાઈ ગયું છે કે નામ અને શરીર પ્રત્યેનો મોહ છૂટી જાય એટલે સકલ વ્યવહાર નિર્વેગ અને સહજ થઈ જાય છે. વળી સહેજે સહેજે કોઈ વ્યક્તિના સહવાસમાં આવવાનું થાય ત્યારે તેના ગુણદોષની ભાંજગડમાં ન પડતાં, તેમાં પરમાત્માની જ સત્તા કામ કરી રહી છે એમ વિચારી તેનામાં ભગવદદર્શન કરવાનું વલણ રાખ્યું છે. તે ઉપરાંત ધ્યેયપ્રાપ્તિમાં જે જે બાબતો ઈષ્ટ લાગી છે તેને આચરણમાં મૂકવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું છું. મેં જે જીવ અને શરીર સાધનરૂપે ધારણ કર્યાં છે, તેમને પ્રારબ્ધાનુસાર સુખ કે દુઃખ આવે છે તે જોવાનો અવસર મળ્યો છે. વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થયા પછી એટલું શીખી લીધું છે કે સુખથી પ્રભાવિત થવા જેવું નથી અને દુઃખથી અકળાવા જેવું નથી. બધું જ પસાર થઈ જાય છે. મનુષ્યની માન્યતામાં જ સુખ-દુઃખ પડેલાં છે.

આ સૃષ્ટિમાં જે કાંઈ છે તેમાંથી જે આવશ્યક છે તેનો ઉપયોગ કરતાં આવડે તો અહીં બધું સહાયરૂપ છે; પણ વસ્તુ-પદાર્થનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાને બદલે તેને વળગીએ અથવા ઉપયોગમાં અતિરેક થાય તો જે વસ્તુ અનુકૂળ છે તે પ્રતિકૂળ થઈ જાય છે. જીવનમાં એ પણ શીખવા મળ્યું કે દવા ખીસ્સામાં રાખવાથી રોગ મટતો નથી. દવા ખાવી પડે અને પરેજી પાળવી પડે. તેમ લખાણો કે ગ્રંથો કબાટમાં રાખી મૂકવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તેને માટે અનુભવીનો સંગ અને સત્સંગ કરવો પડે. સમજણપૂર્વકનું આચરણ જ મનુષ્યને ઊર્ધ્વગામી બનાવે છે અને અખંડ શાંતિ, આનંદ, સંતોષ અને નિર્ભયતાનો અનુભવ કરાવે છે. મનુષ્યજીવનમાં જ આ સંભાવના રહેલી છે.

મનુષ્યજીવનની શક્યતાઓ અપરંપાર છે. હજારો વર્ષોથી જીવન વિશે લખાતું રહ્યું છે અને જીવનને સમજવાના પ્રયત્નો થતા રહ્યા છે. આ પૃથ્વી પર મનુષ્યો દ્વારા જેટલું સાહિત્ય રચાયું છે તેમાં પણ એક કે બીજી રીતે જીવન કેન્દ્રમાં રહ્યું છે, છતાં જીવન વિશેની વાત અધૂરી રહેવાની છે. આપણે જીવનને નકારાત્મક રીતે જોવાને બદલે હકારાત્મક રીતે જોતા થઈએ અને જીવનની સંભવિતતાઓને પામવાનો નિરંતર પુરુષાર્થ કરીએ એ જ મહત્વનું છે. (તાજેતરમાં પ્રગટ થયેલ પુસ્તક ‘જીવનની માવજત’ના પ્રાસ્તાવિકમાંથી….)
સૌજન્ય : રીડ ગુજરાતી

વર્ષગાંઠ (15-06)


1 ) દોશી ધવલ દિવ્યેશ વિક્રમચંદ
2 ) દોશી અમી ગિરીશ ચિમનલાલ
3 ) લોદરિયા દિનેશ મુગટલાલ
4 ) શાહ હેમાંગીની જનક હસમુખભાઈ
5 ) મેહતા ચેતન નટવરલાલ કિરચંદ
6 ) સંઘવી કલ્પના બિપીન મોહનલાલ
7 ) શાહ અમિષા પ્રણવકુમાર વોરા
8 ) શાહ હર્શીલ દિનેશચંદ્ર
9 ) શેઠ દેવેન્દ્ર ચંદ્રકાન્ત
10) ત્રેવાડિયા અભય શશીકાન્ત મૂળચંદ

Thursday, June 14, 2012

મૃત્યુ

શ્રેણિક નવિનચંદ્ર મેહતા (ઉ . વ . 45 ) તે  નવિનચંદ્ર રાજપાલ મેહતા તથા સ્વ. હસુબેન (મહિલા મંડળ ના  માજી પ્રમુખ )ના સુપુત્ર નું  અવસાન તા. 04-06-2012ના રોજ આફ્રિકા ખાતે હૃદય રોગના હુમલાને કારણે  થયેલ છે .તેમના કુટુંબમાં પત્ની ,પુત્ર અને પુત્રી છે . પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ આપે તેવી અભ્યર્થના.

વર્ષગાંઠ (14-06)


1 ) દોશી કમલ ધર્મેન્દ્ર તારાચંદ
2 ) દોશી સવિતા પ્રદિપ મુગટલાલ
3 ) ગાંધી દીપ જયેશ હિમ્મતલાલ
4 ) લોદરિયા પૂર્ણિમા નરેશ અમૃતલાલ
5 ) મેહતા તરુણ ખોડીદાસ
6 ) પારેખ વિરલ ગુણવંતરાય વ્રજલાલ
7 ) શાહ સેજલ વિપુલ દેસાઈ
8 ) ત્રેવાડિયા તુષાર દલસૂખભાઈ

Wednesday, June 13, 2012

મૃત્યુ



વાંકાનેર હાલ ઘાટકોપર વિનોદરાય મનસુખલાલ સંઘવી અને સ્વ. વિમળાબેનના પુત્ર ધર્મેન્દ્ર (ઉં. વ. ૪૮) તે રાજેશ, નીમીષના ભાઇ. ભૂમિના દીયર. માધવીના જેઠ. રિચા, તાન્યાના કાકા ૧૧-૬-૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે. સી-૪૦૧, કૈલાશ એવેન્યુ, જોલી જીમખાના પાસે, કામા લેન, ઘાટકોપર (વે.).




મિસકૉલ મારવાની મજા

ભારતની બધી ભાષાઓના બધા શબ્દકોશમાં ન જડે એવો એક શબ્દ હવે લોકજીભે ચડી ચૂક્યો છે. બૉસ અને એના ડ્રાઈવરને જોડતો એ શબ્દ છે : ‘મિસકૉલ.’ મોબાઈલ ફોન વાપરનારા લોકોમાં ગરીબ લોકોનું પ્રમાણ ઓછું નથી. ઝૂંપડપટ્ટીમાં મોબાઈલ ફોન ધરાવનારા લોકોની સંખ્યા ઓછી નથી હોતી. ઘરની કામવાળી પણ પોતાના પતિને મિસકૉલ મારતી હોય છે. મિસકૉલની દુનિયા અનોખી છે.

ઈલેક્ટ્રોનિક સ્વર્ગના સ્વપ્નદ્રષ્ટા માર્શલ મેકલુહાને એક સૂત્ર વહેતું મૂકેલું : ‘મિડિયમ ઈઝ મૅસેજ.’ આ સૂત્રમાં મૅસેજ શબ્દ ખૂબ મહત્વનો છે. મૅસેજ એટલે સંદેશો. સંદેશો મોકલવાની અનેક રીત છે. જ્યાં જ્યાં પ્રત્યાયન કે કૉમ્પ્યુનિકેશન થાય ત્યાં સંદેશો એક નાકેથી બીજા નાકે પહોંચે છે. લેખક લખીને સંદેશા મોકલે છે. ચિત્રકાર ચિત્રકામ કરીને સંદેશા મોકલે છે. શિક્ષક વર્ગમાં ભણાવે ત્યારે સંદેશા મોકલતો હોય છે. વક્તા લાંબું પ્રવચન કરે, પણ કોઈ સમજે નહીં ત્યારે શું બને છે ? મૅસેજ રિસીવ થયો, પણ રજિસ્ટર ન થયો. આવું બને ત્યારે શ્રોતાઓ બગાસાં ખાય છે તોય વિદ્વાન વક્તા માઈક છોડતા નથી. સભામાં બગાસું ખાવું એ શ્રોતાનો સૌથી નિખાલસ અભિપ્રાય ગણાય. અભિનેતાનો અભિનય એ પણ કમ્યુનિકેશન છે. પત્ની ક્યારેક આંસુ દ્વારા પતિને સંદેશો પાઠવે છે. ચુંબન પણ કમ્યુનિકેશન છે. નૃત્ય પણ કમ્યુનિકેશન છે. લાલ આંખ કરવી એ પણ સંદેશો મોકલવાની જ એક રીત છે. બૉડી લૅંગ્વેજ પણ કમ્યુનિકેશન છે. આખી દુનિયા આવા અસંખ્ય કમ્યુનિકેશન પર નભેલી છે. અરે ! સંગીત પણ કમ્યુનિકેશનનો જ એક પ્રકાર છે.

મોબાઈલ ફોન શબ્દો પહોંચાડે છે. એ શબ્દ બોલવાથી-સાંભળવાથી પહોંચે છે અને વળી એસએમએસ દ્વારા પણ પહોંચે છે. માનવીનો ઉદય થયો ત્યારથી એ સ્વજનોને અને શત્રુઓને સંદેશો (મૅસેજ) પહોંચાડતો રહ્યો છે. સદીઓ સુધી એણે ઉદ્દગાર દ્વારા કામ ચલાવ્યું. ધીમે ધીમે ઉદ્દગારમાંથી બોલીનો જન્મ થયો. બોલીમાંથી ભાષા પેદા થઈ. ભાષા જન્મી પછી સદીઓ વીતી ગઈ ત્યારે વ્યાકરણનો જન્મ થયો. માણસ ન બોલીને પણ સામા માણસને સંદેશો પહોંચાડી શકે છે. પત્ની ક્યારેક રિસાઈ જઈને એવો સંદેશ પહોંચાડે છે, જે એની વાણી પણ ન પહોંચાડી શકે. સંસ્કૃતમાં ઉક્તિ છે : ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનમ શિષ્યસ્તુ છિન્નસંશય: | ગુરુનું મૌન પણ વ્યાખ્યાન છે, જે શિષ્યના સંશયને દૂર કરે છે. માંદા બાળકના શરીરે માતા હાથ ફેરવે ત્યારે એ બોલ્યા વિના ઘણુંબધું કહી દેતી હોય છે.


આફ્રિકાના દેશોમાં ચોરી થાય એમાં મોબાઈલ ફોનની ચોરી મોખરે છે. આફ્રિકાના જંગલમાં મોબાઈલ ફોનને કારણે આવેલી કમ્યુનિકેશન-ક્રાંતિ અદ્દભુત છે. ચોરેલા મોબાઈલ પરથી જંગલમાં રહેતો આદિવાસી અન્ય આદિવાસી મિત્રે ચોરેલા મોબાઈલ પર વાત કરે તે એક રોમાન્ટિક અનુભવ ગણાય. માઈલોનું અંતર ખરી પડે છે. સમય થંભી જાય છે. ક્યારેક બે ‘મળેલા જીવ’ વચ્ચે મુગ્ધતાનું મેઘધનુષ રચાય છે.
 જૂની ફિલ્મનું ગીત યાદ છે ?


મેરે પિયા ગયે રંગૂન
વહાં સે કિયા હૈ ટેલિફૂન

તુમ્હારી યાદ સતાતી હૈ,

જિયામેં આગ લગાતી હૈ !


મિસકૉલની શોધ કોણે કરી ? ગરીબને પણ મોબાઈલ ફોન ગમી ગયો છે, પરંતુ વારંવાર ફોન કરવાનો વૈભવ એને પોસાય એમ નથી. પરિણામે એણે સામેવાળાને મિસકૉલ દ્વારા સંદેશો આપવાની એક એવી યુક્તિ શોધી કાઢી, જેને કારણે વગર ખર્ચે સંદેશ પહોંચાડી શકાય. બે મિત્ર એક જ કારમાં રોજ સવારે સ્વિમિંગ પુલ પર જાય છે. બહુમાળી મકાન પાસે પહોંચીને પંદરમે માળે રહેતા મિત્રને મિસકૉલ મારે ત્યારે ફોન પર ઘંટડી કે કૉલરટ્યૂન વાગે પછી બટન દબાવીને ફોન કટ કરવામાં આવે છે. એક પણ પૈસાના ખર્ચ વિના સંદેશ પહોંચી જાય છે : ‘હું નીચે તારી રાહ જોઈને ઊભો છું. તું આવી જા.’ આ ટૅકનિક કેટલા મોટા પ્રમાણમાં વપરાય છે એનો ખ્યાલ આવે એ માટે ગરીબ હોવું જરૂરી છે, ફરજિયાત નથી. માલદાર માણસ પાર્ટીમાં જાય છે. એનો ડ્રાઈવર જ્યાં જગ્યા મળે ત્યાં થોડે છેટે ગાડી પાર્ક કરે છે. પાર્ટી પૂરી થાય ત્યારે ડ્રાઈવરને મિસકૉલ દ્વારા ખબર આપવામાં આવે છે : ‘હું પ્રવેશદ્વાર પાસે ઊભો છું, તું ત્યાં આવી પહોંચ.’


આવી રીતે ફોનના બિલને સખણું રાખવામાં કોઈ અપ્રમાણિકતા નથી. મુંબઈથી વિમાનમાં દિલ્હી પહોંચીને કોઈ ધનપતિ પત્નીને મિસકૉલ દ્વારા એટલો સંદેશો પાઠવી દે છે કે પોતે દિલ્હી પહોંચી ગયો છે. મિસકૉલ મારવાની મજા માણનારા લોકોની બુદ્ધિ અત્યંત તીવ્ર હોય છે. હજૂરને અને મજૂરને, શેઠિયાને અને વેઠિયાને તથા ઠાકરને અને ચાકરને જોડતો સેતુ મિસકૉલ છે. મનુષ્ય પ્રાર્થના કરે તે પણ એક પ્રકારનો મિસકૉલ છે, કારણ કે ઈશ્વર ફોન રિસીવ ન કરે તોય મૅસેજ પહોંચી જાય છે. કવિ દલપતરામ ડાહ્યાભાઈ (ક.દ.ડા.)એ ભગવાનને મિસકૉલ માર્યો હતો તેમાં નીચેની પંક્તિઓ મોકલી હતી. પ્રાર્થનારૂપે લખાયેલી પંક્તિઓ તા. 27મી ફેબ્રુઆરી, 1872ને દિવસે જન્મી હતી. પંક્તિઓ સાંભળો :

ભક્તોનાં દુઃખ ભાંગવાં, તે છે તારી ટેવ
સહાયતા કરી આ સમે, દુઃખ હરનારા દેવ.


– ગુણવંત શાહ


સૌજન્ય : રીડ ગુજરાતી
 

વર્ષગાંઠ (13-06)


1 ) દોશી ઍશા અમિત ઈન્દુલાલ કાનજી
2 ) ગાંધી નિખિલ રાજેશ રવિચંદ
3 ) દોશી ડિંપલ દીપક હરીશ
4 ) મેહતા કિરીટ સુખલાલ
5 ) મેહતા અલ્પા વિકી
6 ) મેહતા સૂર્યબાલા રમણીક વનેચંદ
7 ) મેહતા દીનાબેન ભરતકુમાર
8 ) મેહતા ગૌરવ વિજય ભોગીલાલ
9 ) પારેખ જિગર દીપક રમણીકલાલ
10) પારેખ ભારતી ચંદ્રકાન્ત કેશવલાલ
11) પટેલ રમિલા ખુશાલચંદ
12) શાહ સપના ગૌતમ શેઠ

Tuesday, June 12, 2012

વર્ષગાંઠ (12-06)


1 ) મેહતા કલ્પેશ બાબાલાલ ધનવંતરાય
2 ) મેહતા આકાશ નેમીશ હસમુખરાય
3 ) મેહતા પ્રીતિ કલ્પેન તરુણકુમાર
4 ) પારેખ જયેશ પ્રભુદાસ કાશીદાસ
5 ) સંઘવી વિનોદ મનસુખલાલ
6 ) સંઘવી કલ્પેન રાજેન્દ્ર હરજીવન
7 ) શાહ જ્યોતિ મિતેષ જયંતિલાલ
8 ) શેઠ જિતેન્દ્ર મણીલાલ

Monday, June 11, 2012

લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !!

’વૈશ્વીક માનવવાદ’ નામના પાક્ષીકમાં પ્રગટેલો એક કીસ્સો જાણવા જેવો છે. ગણદેવી (નવસારી જીલ્લો)ના ખાપરીયા ગામના વતની દીપકભાઈ પટેલ વર્ષોથી અમેરીકાના ફ્રેંકલીનમાં રહે. બન્યું એવું કે ગુજરાતથી અમેરીકા ગયેલા સ્વામીનારાયણ સંસ્થાના એક સન્તે દીપકભાઈની મૉટેલમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. દીપકભાઈએ તેમને પોતાની મૉટેલમાં ઉતારો આપવા આમંત્ર્યા. સંતોની કાર પાર્કીંગ પ્લોટમાં આવી ત્યારે તેમની જોડેના સેવકે દીપકભાઈને કહ્યું, ‘સન્તો સ્ત્રીઓનું મોઢું જોતા નથી એથી કાઉન્ટર પરની સ્ત્રીઓને થોડીવાર માટે દુર જવા કહો.’ દીપકભાઈ જરા મુંઝાયા. પછી એમણે મૉટેલની ડેસ્ક ક્લાર્ક (અમેરીકન ગોરી સ્ત્રી)ને થોડો સમય માટે કાઉન્ટર પરથી દુર જવા વીનંતી કરી. તે સ્ત્રી ખુબ ગુસ્સે થઈ. તે મૉટેલ છોડીને જતી રહી. એટલેથી જ ના અટક્યું. તે સ્ત્રીએ ત્યારબાદ ‘હ્યુમન રાઈટ કમીશન’માં દીપકભાઈ પર કેસ કર્યો. કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો. સ્વામીનારાયણ સંસ્થા તરફથી દીપકભાઈને કોઈ કાનુની મદદ કે આર્થીક સહાય મળી નહીં. દીપકભાઈને કુલ પંચાવન હજાર ડૉલર (આશરે 25 લાખ રુપીયા) નો ખર્ચ થયો.

 

દીપકભાઈ અમેરીકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામી નારાયણના મુખ્ય સન્ત અને આચાર્યને પોતાની સઘળી આપવીતી જણાવી; પરન્તુ તેમના તરફથી પણ કોઈ મદદ મળી ના શકી. (દીપકભાઈએ અમદાવાદના એક અખબારમાં પણ આ વીતક જાહેર કરી હતી).

 

અત્રે પ્રશ્ન એ ઉદભવે છે કે ધર્મના નીતીનીયમો શા માટે એવાં, સમાજવીરોધી હોવાં જોઈએ જેથી અન્ય માણસો મુશ્કેલીમાં મુકાઈ જાય ! બીજો પ્રશ્ન એ કે તમે ઘડી કાઢેલા નીયમો વીદેશી પ્રજા પર શી રીતે લાદી શકાય ? કાલ ઉઠીને કોઈ ધાર્મીક સમ્પ્રદાયની મુખ્ય મહીલા એવો નીયમ બનાવે કે જ્યાં અમે રહેતાં હોઈએ તેની આસપાસના બસો ફુટના એરીયામાં કોઈ પણ પુરુષની હાજરી ન હોવી જોઈએ… તો કેવી મુશ્કેલી ઉભી થાય ? આપણે ત્યાં ધર્મને નામે આવી સરમુખત્યારી થતી રહે છે. ઝેરની શીશી પર ધર્મની પીંછી વડે અમૃત લખીને વેચવામાં આવે છે. લોકો તે પીએ છે અને મરે છે.

 

થોડા સમયપુર્વે આપણે સન્તકૃપાલુ મહારાજના આશ્રમમાં થયેલી ધક્કામુક્કીની ઘટના વીશે વાત કરી હતી. એમાં કૃપાલુ મહારાજે પોતાની સ્વર્ગસ્થ(!!!) પત્નીની શ્રાદ્ધક્રીયા માટે દશ હજાર માણસો ભેગાં કર્યા હતા. કાબુ બહારની જનમેદનીને કારણે દરવાજો તુટી પડતાં 65 વ્યક્તીનાં મોત નીપજ્યાં હતાં અને 200 માણસો ઘવાયા હતા. સરકારે ઘવાયેલાને પચાસ હજાર અને મરનારના વારસદારોને એક લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી દીધી. ઝીટીવી પર તે સાંભળી બચુભાઈ બોલ્યા: ‘જોયું, કર્મકાંડોની આ કેવી ગોઝારી ફલશ્રુતી છે ?  એક માણસે સાવ અંગત કહી શકાય એવી શ્રાદ્ધક્રીયાનો કર્મકાંડ એવી રીતે કર્યો જેમાં દેશની તીજોરીમાં દોઢ પોણાબે કરોડનો ચુનો લાગી ગયો. જરા વીચારો, પ્રજાના પૈસાનો આ બગાડ ‘રુપાલની પલ્લી’ પર ઢોળી દેવાતા લાખો મણ ચોખ્ખા ઘીના બગાડ જેવો નથી શું ?’

 

બીજો મુદ્દો એ છે કે સાધારણ  માણસે  એક ઘર બનાવવું હોય તો તેના હાથ ટુંકા પડે છે. તો નીર્ધન કહેવાતા સન્તો પાસે એટલી માત્રામાં પૈસા ક્યાંથી આવે છે ? આનો સ્વાભાવીક ઉત્તર એ જ હોય શકે કે સ્વામીઓના પૈસાદાર અનુયાયીઓ અને તેમના વીશાળ ભક્તગણ તરફથી મળતાં દાનમાંથી એવા આશ્રમો સ્થપાય છે. ચાલો, ભલે સ્થપાતા. પણ પછી થાય છે એવું કે એવા આશ્રમોમાં યુવાન અને લંપટ સ્વામીઓ ઘુસી જાય છે ત્યારે સૌની આંખ પહોળી થઈ જાય એવાં સેક્સકૌભાંડો બહાર આવે છે. આવાં સેક્સ સ્કેન્ડલો પકડાય છે અને જગતભરમાં તેમની બદનામી થાય છે; છતાં ભોગ બનેલા અનુયાયીઓની આંખ ઉઘડતી નથી.

 

સત્યની ભીતરનું સત્ય એ છે કે લોકો ધર્માન્ધ બનીને મુર્ખતાની બધી બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી જાય છે. ક્યારેક તો એવા અન્ધશ્રદ્ધાળુઓ પોતાની પત્નીને પણ તેમના ચરણે ધરી દે છે. બાવટાઓને બગડવા માટે લોકો પુરી સવલત પુરી પાડે છે. આ બધામાંથી ઉગરવાનો એક માત્ર ઉપાય જનજાગૃતી છે. એ માટે સૌથી પહેલો પ્રહાર અન્ધશ્રદ્ધાનાં મુળીયાંમાં કરવો પડે. પરન્તુ કમનસીબી એ છે કે બહુધા અન્ધશ્રદ્ધા એક યા બીજી રીતે ધર્મ સાથે જોડી દેવામાં આવી છે. ચામડી પર જડબેસલાક ચોંટી ગયેલો બેન્ડેજ પટ્ટો ટીંક્ચર આયોડીન વગર ઉખડી શકતો નથી. અંધશ્રદ્ધાના પટ્ટાને પણ હેમખેમ ઉખેડવો હોય તો તે પર ‘રૅશનાલીઝમ’નું ટીંક્ચર આયોડીન છાંટવું પડે.

 

રૅશનાલીઝમ પોકારીને કહે છે કે કોઈ ભગવાધારી હાથમાં ધનુષ્ય લઈને તમારી સમક્ષ ઉપસ્થીત થાય તેટલા માત્રથી તેને રામ ન સમજી લો. તેની આંખના ખુણે રમતું ‘રાવણત્વ’ પકડી પાડો. સમાજ અને દુનીયાની સારપનો આદર કરો; પણ તેનાં અનીષ્ટો અને ભયસ્થાનો સામે પણ સજાગ રહો. કૃષ્ણની ભક્તી કરતા હો તો જરુર કરો; પણ બનાવટી સુદર્શન ચક્ર પરથી કોઈ દુર્યોધનને કૃષ્ણ ન માની લો. વીચારોને  હમ્મેશાં અપડેટ કરો અને નવી દૃષ્ટી કેળવો. પાંડવોની ન્યાયનીતી અને તેમના બાહુબળનું ગૌરવ કરો; પણ પત્ની દ્રૌપદીને જુગારમાં હારી જનારા પતી પાંચ હોય કે સો… બધાં કૌરવોની કક્ષાના જ ગણાય એવું માપ તમારા અંદરના ધરમકાંટા પર ના નીકળે તો સમજો કે તમારો કાંટો ખોટો. સત્યની સમતોલ તોલણી કરવાની ટેવ રાખો. એવી તોલણીમાં રામની ભુલ જણાય તો શ્રદ્ધાની આડમાં બચાવ ના કરો અને રાવણ પાસે ચપટીક સદ્ ગુણ હોય તો તેની પણ જરુર નોંધ લો.

 

બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે જીવનમાં રસોડાથી માંડી રાજ્યસભા સુધી અને મંદીરથી માંડી મોલ સુધી સર્વત્ર વીવેકબુદ્ધીથી વર્તો. સાચા, નીવડેલા સન્તો કે કથાકારોના સારા આચાર–વીચાર અને આચરણને પુરસ્કારો; પણ તેમનાં ચરણો પુજવાથી દુર રહો. તેમના વીચારોને વધાવો; પણ આચારોનું ઓડીટ કરો. તેમને ઉતારો ભલે આપો; પણ તેમની આરતી ના ઉતારો. ખાસ કરીને સ્ત્રીઓને કહેવાનું કહેવાનું મન થાય છે કે તમે મંદોદરી હો તે પાપ નથી; પણ રાવણે કરેલા સીતાહરણને છાવરો તે પાપ છે. તમારી આસ્તીકતાને અક્કલ જોડે બાર ગાઉનું છેટું ના હોવું જોઈએ. બજારમાંથી ખરીદેલા જુવાર, ચોખા કે ઘઉંને ચાળીને ઉપયોગમાં લેવાય છે. તેમ ધર્મના ઉપદેશોને પણ વીવેકબુદ્ધીની ચાળણીથી ચાળવા જરુરી છે. ઈશ્વર હોય કે નયે હોય; તોય તમારા મનની શાંતી ખાતર ઘર આંગણે તેને પુજતા રહેવામાં ખાસ નુકસાન નથી; પરન્તુ ઈશ્વરને હાંસીયામાં ધકેલી દઈ પાખંડી બાબાને પુજવા લાગો તે ચોવીશ કેરેટનું પાપ ગણાય. યાદ રહે કોઈ લંપટ શીયાળલુંટારાના હાથમાં મચ્છરની જેમ મસળાઈ જવામાં કોઈ ભક્તી નથી, કોઈ બુદ્ધી નથી, બલકે સમગ્ર નારીજાત માટે એ નીચાજોણું થાય તેવું શરમજનક કૃત્ય છે. બને તો બાબાને છોડી દઈ ઘરના વૃદ્ધ બાપાની સેવા કરો. તે સાચી કુટુમ્બભક્તી ગણાશે. ભક્તીમાં બુદ્ધી ભળવી જોઈએ દુર્બુદ્ધી નહીં. શાંતી મળવી જોઈએ; અશાંતી નહીં.

ધુપછાંવ

શંકર પાર્વતીનું વ્રત કરતી બહેનોને ક્યારેક તો એ પ્રશ્ન થવો જોઈએ કે સ્નાન કરવા બેઠેલાં પાર્વતીની સુચના અનુસાર બહાર બેઠેલા ગણેશજીને શંકરજી (ખુદ પીતા …?) કેમ ના ઓળખી શક્યા ?  આ પ્રશ્ન આજની કૉલેજ કન્યાઓ કથાકારોને પુછવાની હીંમત કેળવશે ત્યારે માનવું કે તેમને શંકરપાર્વતીનું વ્રત ફળ્યું છે. મંદીરમાં ઘંટનાદ કરવાથી શાંતી મળતી હોય તો જરુર કરો; પણ યાદ રાખો સૃષ્ટીનું કલ્યાણ કરે એવો સાચો શંખનાદ એટલે ‘રૅશનાલીઝમનો ઘંટનાદ’…

 

-દીનેશ પાંચાલ

 

ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરેમાંથી.. લેખકના અને ગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર

અક્ષરાંકન: –ગોવીન્દ મારુ