Pages

Saturday, November 28, 2009

લગ્ન

જીગર કીરિટ કાંતિલાલ શેઠ (વતન : વાંકાનેર /હાલ : મુંબઈ)

ના લગ્ન

શ્રુતિ કમલેશ પ્રભુદાસ સંઘવી (જુનાગઢ)

સાથે તા. ૨૭-૧૧-૨૦૦૯ના રોજ થયેલ છે.

Wednesday, November 25, 2009

લગ્ન

નિશા દિનેશ હેમતલાલ શેઠ (વતન : વાંકાનેર /હાલ : બોરીવલી)

ના લગ્ન

પ્રિતેશ બિપીનચંદ્ર જયંતિલાલ શાહ

સાથે તારીખ : ૨૪-૧૧-૨૦૦૯ ના રોજ થયેલ છે.

Tuesday, November 24, 2009

જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે: "આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું". મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ભલા માણસ , આ શી મજાક માંડી છે ? માજી તો આ રહ્યાં તારી બાજુમાં ? મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: દીનેશભાઈ , વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!

એમણે આગળ કહ્યું: માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી , સફેદ જાંબુ , કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું.

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું , પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ટીફીનસેવા હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા , સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી , પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી , પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે , તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.

હમણા જાણીતા શાયર દેવદાસ- અમીર ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે. સંતો કહે છે , નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ.

વારંવાર એક વાત સમજાય છે. ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે , પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીન્દગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે. સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)

માતૃપ્રેમ વીશે લોકકવિઓએ ઘણું લખ્યું છે. કવિ ધરમશીએ લખ્યું છે- પહેલાં રે માતા, પછી રે પિતા, પછી લેવું પ્રભુનું નામ, મારે નથી જાવું તીરથધામ. પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોના વાણી , વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવિ ગુલાબદાન કહે છે: ગરીબ માની ઝુપડીમાં કોઈ દી સાંકડ નહોતી થાતી આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી તો શરમ , મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી. આલીશાન બંગલામાં પોષાય આલ્સેશીયન. એક માવડી નથી પોસાતી ?

અમારા બચુભાઈ કહે છે: આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણના દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી. પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ , તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતિમ સ્ટેશન છે. જીવનભરના તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવિ ભીખુદાન ગઢવી લખે છે- અંતવેળા જેના માબાપ ના ઠર્યા. સાત જનમ તેના બુરા ઠર્યા .




ધુંપછાંવ



દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યાં છે. તેમની પાસે સમય નથી. ઘરડા માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે , ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી.
વીદેશમાં એક મા દીકરાને પુછે છે: બેટા , તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય ? દીકરો કહે છે: એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય.
મા કહે છે: બેટા , મેં થોડા દીવસની મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ.

લેખક – શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396445 ફોન: 02637– 242 098 સેલફોન: 94281 60508 – ગોવીન્દ મારુના ‘અભીવ્યક્તી’ બ્લોગ http://govindmaru.wordpress.com/ પરથી સાભાર...

Sunday, November 22, 2009

મૃત્યુ


વિણાબેન શિરિષચંદ્ર મહેતા
વતન : મોરબી
હાલ : કાંદિવલી-મુમ્બઈ
મરનારનુ નામ : વિણાબેન શિરિષચંદ્ર મહેતા
ઉમર : ૭૧ વર્ષ
મરણ તારીખ : ૨૦-૧૧-૨૦૦૯
પતિ : સ્વ.શિરિષચંદ્ર ભોગીલાલ મહેતા
પુત્રો : ભગીરથ, ડો. મેહુલ
પુત્રવધૂઓ : પ્રજ્ઞાબેન, ડો. ફાલ્ગુની
પૌત્ર : મેઘ
પૌત્રીઓ : મિતિ, હેતિ,હેલિ
દિયરો : નૌતમભાઇ, નિરંજનભાઇ,સ્વ. રજનીકાન્ત, ભરતભાઈ,અભયભાઈ,ડો. અનિલ, વિજયભાઇ
દેરાણીઓ : ચંદનબેન,મંજુલાબેન,સ્વ. પુષ્પાબેન, દિનાબેન,પુનિતાબેન,ડો. સ્નેહપ્રભાબેન, નયનાબેન
નણંદ : વિનોદિનીબેન
નણંદોઇ : ડો. નવનિતરાય વોરા
સસરા : સ્વ. ડો. ભોગિલાલ રાયચંદ મહેતા
પિતા : સ્વ.જાદવજી ધનજીભાઇ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Friday, November 20, 2009

મૃત્યુ

વિણાબેન શિરીષચંદ્ર મહેતા(ડો. ભોગીલાલ રાયચંદ મહેતાના પુત્રવધૂ)(ઉમર વર્ષ ૭૧) નું અવસાન તા. ૨૦-૧૧-૨૦૦૯ ના રોજ હ્રદયરોગની બિમારીથી થયું છે. તેમની સ્મશાનયાત્રા તેમના ઘરેથી શનિવાર તા. ૨૧-૧૧-૨૦૦૯ના રોજ સવારના ૯:૩૦ કલાકે નિકળશે.

હોસ્પિટલમા

તારાબેન ત્રંબકલાલ મહેતા થોડા સમય પહેલા હિન્દુજા હોસ્પિટલમા ગોઠણના ઓપરેશન માટે દાખલ થયા હતા. તેમની સારવાર દરમ્યાન તેઓ હ્રદયને લગતી બિમારીમાં સપડાયા. આથી તેઓને એશિયન હાર્ટ હોસ્પિટાલમાં દાખલ કરવામાં આવેલ છે. હાલમાં તેઓ ICUમાં છે.

અમે તેઓ જલદીથી સાજાનરવા થઇ જાય તેવી આપણે કામના કરીએ.

લગ્ન

માનસી મહેશ કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : જુહૂ)

ના લગ્ન

રાજ નયન ગિરધરલાલ શેઠ (વતન : લખતર /હાલ : મુલુન્દ)

સાથે તારીખ : ૧૯-૧૧-૨૦૦૯ ના રોજ થયેલ છે

લગ્ન

અંજન અનીલ ભોગીલાલ મેહતા (વતન : મોરબી/હાલ : કાંદિવલી)

ના લગ્ન

ભાવ્યાની જશવંતરાય પરમાણંદદાસ જસવાણી(હાલ : ડોમ્બીવલી)

સાથે તારીખ : ૧૯-૧૧-૨૦૦૯ ના રોજ થયેલ છે.

Tuesday, November 17, 2009

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : વડોદરા
મરનાર નુ નામ : ઈંદિરાબેન ચંદ્રકિશોર સપાણી
ઉમર : ૭૨ વર્ષ
મરણ તારીખ : -૧૧-૨૦૦૯
પતિ :સ્વ. ચંદ્રકિશોર મોતીચંદ સપાણી
પુત્રો : મિલન, રૂપીન
પુત્રી : રીટા અજિત મહેતા
સસરા : સ્વ.મોતીચંદ ડાહ્યાભાઈ સપાણી
જેઠ : સ્વ. વાડીલાલ
નણંદો : સ્વ. કંચનબેન, સ્વ. તારામતીબેન અને અનસુયાબેન
પિતા : સ્વ. કેશવલાલ દેવચંદ મેહતા

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, November 16, 2009

યુવક મંડળની ચુંટણીનું પરિણામ

તા. ૧૫-૧૧-૨૦૦૯ના રોજ યોજાયેલી ચુંટણીમાં નીચેના સભ્યો ચુંટાયા છે.
ટ્રસ્ટ બોર્ડ
પરેશ વનેચંદ શાહ (મેનેજિંગ ટ્રસ્ટી)
પંકજ નવલચંદ દોશી
હિરેન મહેશ લોદરિયા
રાહુલ રસિકલાલ લોદરિયા
અતુલ ચંદ્રકાન્ત સંઘવી
યુવક મંડળ- પ્રમુખ
અતુલ ચંદ્રકાન્ત સંઘવી
કમિટિ મેમ્બરો
અજય રસિકલાલ સંઘવી
ચંદ્રેશ રમણિકલાલ સંઘવી
દિપક દિનેશચંદ્ર શાહ
જયેશ કનકરાઈ વખારિયા
જયેશ ત્રંબકલાલ દોશી
કલ્પેશ રમેશચંદ્ર સંઘવી
મેહુલ રાજેન્દ્ર શાહ
નિલેશ ભુપતભાઇ મેહતા
નિમેશ ભુપતરાય મેહતા
રાહુલ ઈન્દ્રકુમાર મેહતા
સદિપ મહેન્દ્ર સંઘવી
યોગેશ મહેન્દ્ર શેઠ

આ સમાચાર અમો સુધી પહોંચાડવા બદલ અમે રાજેશ શાહના આભારી છીએ

Thursday, November 12, 2009

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : મુમ્બઈ
મરનારનુ નામ : કિરીટ જમનાદાસ શાહ
ઉમર : ૫૬ વર્ષ
મરણ તારીખ : ૧૨-૧૧-૨૦૦૯
પિતા : સ્વ.જમનાદાસ જગજીવન શાહ
માતા: સ્વ. દૂધીબેન
ભાઈઓ : જયેન્દ્ર , મહેશ, સ્વ. રાજેષ
ભાભીઓ : જ્યોતિબેન, શિલાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Wednesday, November 11, 2009

યુવક મંડળની ટ્રસ્ટી બોર્ડ અને કાર્યવાહી કમિટિની ચૂંટણી

યુવક મંડળની ટ્રસ્ટી બોર્ડ અને કાર્યવાહી કમિટિની ચૂંટણી રવિવાર તા. ૧૫મી નવેમ્બર ૨૦૦૯ના રોજ યોજવામાં આવી છે.
સમય : ૨:૦૦ કલાકે
સ્થળ : શ્રી રાજસ્થાની હોલ,
સંભવનાથ જૈન દેરાસરજી સામે, જાંબલી ગલ્લી, બોરીવલી (વે)

ટ્રસ્ટી બોર્ડના ઉમેદવારોની યાદી :
1. અતુલ ચંદ્રકાંત સંઘવી
2. દીપક રમણિકલાલ પારેખ
3. હીરેન મહેશભાઇ લોદરિયા
4. હિતેષ ચંદુલાલ દોશી
5. જયેશ કનકરાય વખારિયા
6. જયેશ ત્રંબકલાલ દોશી
7. કમલેશ ચંદુલાલ સંઘવી
8. પંકજ નવલચંદ દોશી
9. પરેશ હસમુખરાય શાહ
10. પરેશ વનેચંદ શાહ
11. રાહુલ રસિકલાલ લોદરિયા

આ ૧૧ પૈકી ૫ ઉમેદવારોને ચૂંટવાના છે.


કાર્યવાહી કમિટિના ઉમેદવારોની યાદી :
1. અજય રસિકલાલ સંઘવી
2. ચન્દ્રેષ રમણિકલાલ સંઘવી
3. દીપક દિનેશચંદ્ર શાહ
4. દીપક રમણિકલાલ પારેખ
5. હિતેષ ચંદુલાલ દોશી
6. જતીન જિતેન્દ્ર શાહ
7. જયેશ કનકરાય વખારિયા
8. જયેશ ત્રંબકલાલ દોશી
9. કમલેશ ચંદુલાલ સંઘવી
10. કલ્પેશ રમેશચન્દ્ર સંઘવી
11. મેહુલ રાજેન્દ્રભાઈ શાહ
12. નિલેશ ભુપતભાઈ મેહતા
13. નિમેષ ભુપતરાય મેહતા
14. પરેશ હસમુખરાય શાહ
15. રાહુલ ઈન્દ્રકુમાર મેહતા
16. સંદીપ મહેન્દ્રભાઈ દોશી
17. યોગેશ મહેન્દ્રભાઈ શેઠ

આ ૧૭ પૈકી ૧૩ ઉમેદવારોને ચૂંટવાના છે.

જેઓ મતાધિકાર ધરાવે છે તેઓ અવશ્ય મત આપવા જાય.

આ માહિતિ શ્રી રાજેશભાઈ શાહે અમોને મોકલાવી છે. તેઓના અમો આભારી છીએ.

મૃત્યુ




અનંતરાય હેમતલાલ વોરા
વતન : વાંકાનેર
હાલ : અંધેરી- મુમ્બઈ
મરનારનુ નામ : અનંતરાય હેમતલાલ વોરા
ઉમર : ૭૩ વર્ષ
મરણ તારીખ : ૮-૧૧-૨૦૦૯
પત્નિ : કંચનબેન
પુત્ર : નીતિન
પુત્રવધૂ :ચેતના
પુત્રીઓ : સંગિતા, હિના,દિપા
જમાઇઓ : કેતન અજમેરા, જતિન અજમેરા, પારસ ક્ષત્રિય
પિતા : સ્વ.હેમતલાલ શામજી વોરા
માતા : સ્વ. શાંતાબેન
ભાઈઓ : ડો. નવનિતરાય, ગુણવંતરાય,સ્વ.હસમુખભાઇ, જગદિશભાઇ, ભરતભાઇ
બહેનો : જશવંતિબેન રમણિકલાલ શાહ, હંસાબેન મહેન્દ્રકુમાર શાહ
સસરા : સ્વ. શિવલાલ લાલચંદ શેઠ

પ્રભુ તેમના આત્માને શાશ્વત શાંતિ આપે

Monday, November 9, 2009

મૃત્યુ


વતન : મોરબી
હાલ : બોરીવલી-મુમ્બઈ
મરનારનુ નામ : રાજેશ શંકરલાલ શાહ
ઉમર : ૫૯ વર્ષ
મરણ તારીખ : ૭-૧૧-૨૦૦૯
પિતા : સ્વ.શંકરલાલ મુળચંદ શાહ
માતા : સ્વ.રંજનબેન
ભાઈ : શૈલેષ
બહેન : નિતા જિતેશકુમાર શાહ
બંધુ-પત્નિ : અમિતા
ભત્રિજા : યશ,રાજ
ભાણેજ : કરિશ્મા, ઉત્સવ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Sunday, November 8, 2009

મૃત્યુ


વતન : મોરબી
હાલ : રાજકોટ
મરનારનુ નામ : વસંતબેન જેવતલાલ મેહતા
ઉમર : ૮૫ વર્ષ
મરણ તારીખ : ૫-૧૧-૨૦૦૯
પતિ : સ્વ. જેવતલાલ અમૃતલાલ મેહતા
પુત્રો : સુરેશભાઇ, દિનેશભાઇ,મહેશભાઇ,પ્રકાશભાઇ,રમેશભાઇ,રાજેશભાઇ,શૈલેષભાઇ
પુત્રી : સ્વ. પ્રવીણા લલિતકુમાર સંઘવી
દિયરો : સ્વ.બ્ર. હરિભાઇ જૈન, સ્વ. જયન્તિભાઇ
પિતા : સ્વ.સવજી દેવચંદ શાહ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Friday, November 6, 2009

વિવિધ મહિલા મંડળોના આગામી કાર્યક્રમો

૧) મચ્છુ પ્રેરણા મહિલા મંડળ :
તા. ૭-૧૧-૨૦૦૯ના રોજ ફન ગેમ્સ શો
સ્થળ : ગુજરાતી સેવા મંડળ હોલ,
રંગોલી હોટેલની નીચે,અરોરા ટોકિઝની બાજુમાં,
સમય : બપોરે ૨:૩૦ થી ૫:૦૦
કાર્યક્રમ દરમ્યાન breast કેન્સર જાંચણી અને કોસબાડ તિર્થયાત્રા બાબત માહિતી આપવામાં આવશે.
કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામા આવી છે.

૨) મચ્છુ માનસી મહિલા મંડળ (બોરીવલી):
તા. ૧૪-૧૧-૨૦૦૯ના રોજ ગેટ-ટુ-ગેધર
સ્થળ : સુખસાગર હોટલ, હરીદાસ નગર, બોરીવલી (વેસ્ટ)
સમય : ૩:૦૦ કલાકે

૩) મચ્છુકાંઠા વિશાશ્રીમાળી મહિલા મંડળ :
તા. ૨૧-૧૧-૨૦૦૯ના રોજ વાનગી હરિફાઇ (વિવિધ પ્રકારના પરોઠા અને સલાડ)
સ્થળ : યુવક મંડળની ઓફિસ, સ્ટેશન રોડ, દાદર (વેસ્ટ)
સમય : ૨:૩૦ કલાકે

Thursday, November 5, 2009

સફળ સફરની શુભેચ્છા

ઘાટકોપર મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી મંડળના સભ્યો સમ્મેત શિખરની જાત્રાએ આજ રોજ જ ઇ રહ્યા છે.
તેઓ ૧૦ દિવસની જાત્રા કરશે. જાત્રા આજે શરુ થઇ ૧૫મી નવેમ્બરે પુરી થશે. અમે દરેક જાત્રાળુને આ જાત્રા બહુજ સરસ રીતે પાર પડે અને દરેક જગ્યાએ તેઓને સેવા પૂજા નો સુન્દર લાભ મળે તેવી શુભેચ્છા પાઠવિયે છીએ.

Monday, November 2, 2009

મૃત્યુ

વતન : મોરબી
હાલ : ઘાટકોપર- મુમ્બઈ
મરનારનુ નામ : હરેન્દ્ર ભાઇચંદ મેહતા
ઉમર : ૮૧ વર્ષ
મરણ તારીખ : ૨-૧૧-૨૦૦૯
પત્નિ : ચંદ્રકળાબેન
પુત્રો : સ્વ. પ્રદિપ,દિપક, મુકેશ,ચેતન
પુત્રવધૂઓ :હિના,દિપ્તિ,સુરભી
પિતા : સ્વ.ભાઇચંદ હરજીવન મેહતા
ભાઈઓ : સ્વ.રતિલાલ,સ્વ.કાન્તિલાલ
બહેન : વિમળાબેન કાન્તિલાલ શાહ
સસરા : સ્વ. અમૃતલાલ પદમશી શાહ


હરેન્દ્રભાઈ ભાઈચંદ મહેતાના નામથી જવ્વલેજ કોઇ અપરિચિત હશે. સામાજિક રીતે તેઓ ઘણા કાર્યરત હતા.છેલ્લા થોડા સમયથી તેઓ બિમાર રહેતા હોવાથી સમાજથી વિખૂટા પડી ગયા હતા.પરંતુ તે પહેલા તેઓએ
સમાજ માટે બહુ અમૂલ્ય ફાળો આપેલ છે.

મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના પ્રમુખ તરીકે પણ તેઓએ સંવત ૨૦૪૨,૨૦૪૩ માં તેમની સેવા આપી હતી. આ ઉપરાંત તેઓએ મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસરના કમિટિ મેમ્બર તરીકે, બોમ્બે ટીમ્બર મર્ચન્ટ એસોશિએશનના ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે તેમજ મેહતા ડિસ્પેન્સરી (મોરબી)ના કાર્યકર્તા તરીકે ઉમદા સેવા કરી હતી.

તેઓએ સમાજને આપેલ દાનરાશિઓમાં યુવક મંડળની ઓફિસ માટેનું દાન, સમાજની વાડી માટે આપેલુ દાન, યુવક યુવતી મિલન સમારોહ માટેનું દાન તેમજ તેમના પ્રમુખપણા નીચે સંપૂર્ણ મચ્છુકાંઠાનું વસ્તિપત્રક પ્રકાશન આપણને હંમેશ માટે યાદ રહેશે.

પ્રભુ સદ્ ગતના આત્માને શાશ્વત શાંતિ આપે અને તેમના કુટુમ્બીજનોને આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી અભ્યર્થના.