Pages

Thursday, September 30, 2010

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૧ ઓગસ્ટ ૨૦૧૦

સમાજ ઉત્કર્ષના પ્રથમ ૧૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૧ થી ૨૦ પાના જોવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૨૧ થી ૩૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૩૧ થી ૪૦ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

રૂપેશ શાહનો ક્ષમાપના સંમેલનના લેખ વિષે પ્રતિભાવ

રૂપેશ શાહ જેઓ અવાર નવાર  ઇ-મેલ દ્વારા આપણને મળતા રહે છે. તેમણે આ વખતે લાંબુ લખવાને બદલે એક જ વાક્યમાં પોતાના હૈયાની વાત કરી છે. તેઓ લખે છે કે
"સાહેબ આ આ વર્ષનુ નહી પણ છેલ્લા ઘણા વર્ષો થી આ જે રીતે ચાલતુ આવે છે અને ભવિષ્યમા પણ કોઈ સુધારો થાય ઍવુ દેખાતુ નથી. "

તેઓને તેમનો અભિપ્રાય બદલવો પડે તેવું કાંઇ કરવાની જરૂર છે. બધા વિચારે અને આવતા વર્ષની ક્ષમાપનામાં સંપૂર્ણ સમય બેસવાનું બધા નક્કી કરે. બન્ને મંડળો મુમ્બઇની બહાર ક્ષમાપના રાખે તો કદાચ શક્ય બને. ચાલો થોભો અને રાહ જુઓ.

વર્ષગાંઠ (30-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 29, 2010

ઇ.સ. ૨૦૧૦ ના વર્ષના તપસ્વીઓની નામાવલિ

ઇ.સ. ૨૦૧૦ ના વર્ષના તપસ્વીઓની નામાવલિ, માસખમણના તપસ્વીઓને અનુમોદન પત્ર તથા તપસ્વીઓને ૧૦-૧૦-૨૦૧૦ના યાત્રા પ્રવાસ માટે આમંત્રણને લગતો પરિપત્ર જે ક્ષમાપનાના દિવસે જામ્બલી ગલ્લી દેરાસરમાં વહેચવામા આવેલ તે વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : જે નામો ક્ષમાપના વખતે આપવામા આવેલા તે નામોનો સમાવેશ આ લિસ્ટમાં થઇ શકેલ નથી.

વર્ષગાંઠ (29-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, September 28, 2010

વર્ષગાંઠ (28-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, September 27, 2010

ક્ષમાપના સંમેલન તા. ૨૬-૦૯-૨૦૧૦

ક્ષમાપના સંમેલનનું આયોજન યુવક મંડળે તથા મોટા મંડળે તા. ૨૬-૦૯-૨૦૧૦ના રોજ ચારે ફિરકાના પર્યુષણ પત્યા બાદ જામ્બલી ગલ્લી જૈન દેરાસર, બોરીવલી ખાતે રાખેલ હતું. આ પ્રસંગે સ્વામી વાત્સલ્યનું આયોજન પણ કરવામાં આવેલ હતું.

સ્વામી વાત્સલ્યમાં લગભગ ૮૦૦ થી૯૦૦ વ્યક્તિઓએ લાભ લીધો હતો.પરંતુ જે પ્રસંગે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ હતું તે પ્રસંગ એટલે કે ક્ષમાપના સંમેલનમાં ૮૦૦-૯૦૦ની હાજરી ઘટીને ૨૫૦-૨૭૫ થઇ ગઇ હતી. એટલું જ નહી પરંતુ જે તે તપસ્વી પોતાનું બહુમાન થઇ જતા ઘર ભેગા થતા હતા જે ખરેખર દુ:ખદાયક અને આપ મતલબી લાગતું હતું.

આપણે સર્વએ આ બાબત આત્મખોજ કરવાની જરૂર છે. આપણા આત્માને ઢંઢોળવાની જરૂર છે. જે પ્રસંગ ઉપર તમે સ્વામી વાત્સલ્યમાં ભાગ લ્યો છો તે જ પ્રસંગમાં તમે હાજર રહેતા નથી તેનાથી મોટું તપસ્વીઓનું કયું અપમાન હોઇ શકે ? આને બહુમાન સમારંભ કહેવો કે અપમાન સમારંભ કહેવો ? આ તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદના થઇ કે કાળી કાળી અવગણના ?

તપસ્વીઓનું બહુમાન થવાનું હોવાથી તેઓ જરૂરથી હાજર હતા પણ તેમા પણ આપ મતલબ જ હતો કારણ કે પોતાનું બહુમાન થતા   તપસ્વીઓ ઘર ભેગા થતા હતા. એક વિચિત્રતા જુઓ કે જે તપસ્વીઓ ઓછામાં ઓછા ૮ દિવસનો અન્નત્યાગ કરી શક્યા તેઓ પોતાના જ જ્ઞાતિબંધુને બિરદાવવા અડધો કલાક બેસી ન શક્યા.

વધુ શું કહેવુ ? સમાજની દરેક વ્યક્તિએ શિસ્ત અને લોકાચાર શીખવો અને જીવનમાં ઉતારવો રહ્યો.

વર્ષગાંઠ (27-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, September 26, 2010

વર્ષગાંઠ (26-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, September 25, 2010

વર્ષગાંઠ (25-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, September 24, 2010

મૃત્યુ


વતન  : વાંકાનેર
હાલ :  અંધેરી,મુંબઇ
મરનારનુ નામ :  ગં.સ્વ. સવિતાબેન વાડીલાલ શાહ
ઉમર :  ૭૪ વર્ષ
મરણ તારીખ : ૨૧-૦૯-૨૦૧૦
પતિ : સ્વ. વાડીલાલ અમૃતલાલ શાહ
પુત્રો  : કમલેશ,નિકેશ
પુત્રવધૂ : નિતા
દિયરો : સ્વ. સુખલાલભાઇ, સ્વ. કાંતિલાલભાઇ,સ્વ. અનંતભાઇ,મહેન્દ્રભાઇ
નણંદો : સ્વ. ચંદનબેન, વિણાબેન,હેમલતાબેન
ભાઇઓ : રવિચંદ નીમચંદ મહેતા, સ્વ. ભોગીભાઇ
બહેન : જશવંતીબેન


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

*********************************************

વતન  : ખાખરેચી
હાલ :  ખાખરેચી
મરનારનુ નામ :  રમેશચંદ્ર છોટાલાલ શેઠ
ઉમર :  ૬૭ વર્ષ
મરણ તારીખ : ૧૯-૦૯-૨૦૧૦
પત્ની : સ્વ. દમયંતિબેન
પુત્ર  : ઋષભ
પુત્રી : ફાલ્ગુનિ
પિતા : છોટાલાલ શેઠ
માતા : કાંતાબેન
ભાઇઓ : સ્વ.વિનુભાઇ,ધીરૂભાઇ,સ્વ. કિશોરભાઇ,ગુણવંતભાઇ, અશોકભાઈ
બહેનો : સ્વ.ચંદનબેન, રંજનબેન
સસરા : સ્વ. ઘેલાભાઇ હકમીચંદ સંઘવી

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

*********************************************

વતન  : વાંકાનેર
હાલ :  મુલુંડ,મુમ્બઇ
મરનારનુ નામ :  ધીરજલાલ મોહનલાલ સોલાણી
ઉમર :  ૮૫ વર્ષ
મરણ તારીખ : ૧૦-૦૯-૨૦૧૦
પત્ની : લાભુબેન
પુત્રો  : જયેશ,મનોજ
પુત્રવધૂઓ : ગીતા,પ્રિતી
પુત્રીઓ : મિના,રશ્મિ,રાજુલ
પિતા : સ્વ. મોહનલાલ હરજીવન સોલાણી
ભાઇઓ : ચંદુભાઇ,બળવંતભાઇ
બહેનો : સ્વ.લિલમબેન,વનિતાબેન,શારદાબેન


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (24-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, September 23, 2010

વર્ષગાંઠ (23-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 22, 2010

વર્ષગાંઠ (22-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, September 21, 2010

વર્ષગાંઠ (21-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, September 20, 2010

વર્ષગાંઠ (20-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, September 19, 2010

મૃત્યુ


વતન  : મોરબી
હાલ :  ઘાટકોપર,મુંબઇ
મરનારનુ નામ :  ગં.સ્વ. હંસાબેન હસમુખલાલ પારેખ
ઉમર :  ૬૯ વર્ષ
મરણ તારીખ : ૧૭-૦૯-૨૦૧૦
પતિ : સ્વ. હસમુખલાલ જયંતિલાલ પારેખ
પુત્ર  : દિવ્યેશ
પુત્રવધૂ : ડિમ્પલ
પુત્રીઓ  : દિપ્તિ,દીના
દિયરો : ઇન્દુભાઇ,જીતેન્દ્રભાઇ,રજનીભાઇ
નણંદો : અનસુયાબેન, પ્રતિભાબેન
પિતા : સ્વ. હિમતલાલ તારાચંદ શાહ


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (19-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, September 18, 2010

વર્ષગાંઠ (18-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, September 17, 2010

વર્ષગાંઠ (17-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, September 16, 2010

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  બોરીવલી,મુંબઇ
મરનારનુ નામ :  ગં.સ્વ. ઉષાબેન મનહરલાલ દોશી
ઉમર :  ૭૬વર્ષ
મરણ તારીખ : ૧૦-૦૯-૨૦૧૦
પતિ : સ્વ. મનહરલાલ જીવરાજ દોશી
પુત્રો  : મુકેશ,દિપક,નિતેશ
પુત્રવધૂઓ : નિશા,ચેતના
પુત્રીઓ  : નયના,તરૂ
દિયર : સ્વ. શાંતિલાલ, સ્વ.જેવતલાલ,વસંતભાઇ,સ્વ.રસિકલાલ
પિતા : સ્વ. અમૃતલાલ પોપટલાલ શાહ


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (16-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 15, 2010

વર્ષગાંઠ (15-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, September 14, 2010

વર્ષગાંઠ (14-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, September 13, 2010

મિચ્છામી દુક્કડમ - ૨

સ્થાનકવાસી સંપ્રદાયના પર્યુષણ ગઇકાલે પુરાં થયા. તેઓ આજે ક્ષમાપના કરશે. સર્વે સ્થાનકવાસી સભ્યોને ચાલો આપણે મિચ્છામી દુક્કડમ કરી દઇએ.

ચિત્ર નાનું મોટું કરવા ચિત્ર પર ક્લિક કર્યા બાદ Ctrl+ અથવા Ctrl- નો ઉપયોગ કરવો

વર્ષગાંઠ (13-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, September 12, 2010

મિચ્છામી દુક્કડમ

આપણા સમાજના નવા ચુંટાયેલા સહમંત્રી શ્રી હરેશભાઇ સુમતિલાલ શાહે સમાજના દરેક સભ્યોને મિચ્છામી દુક્કડમનો સંદેશો આપતા નીચેનો મેસેજ મોકલાવેલ છે.
 તેવી જ રીતે દિનેશભાઇ શાહે પણ સમાજને  નીચે મુજબનો સંદેશો મોકલેલ છે.
 ctrl + અથવા ctrl-  key નો ઉપયોગ કરી ચિત્ર ઉપર ક્લિક કર્યા બાદનાનું/મોટું થઇશકે છે.

વર્ષગાંઠ (12-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, September 11, 2010

‘મુખવાસ’

વાંચીને મમળાવવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો મુખવાસ

1. ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ.

2. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

3. ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

4. જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

5. મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

6. દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

7. જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

8. પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

9. લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

10. માતાનું હૈયું એ શિશુની શાળા છે.

11. એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

12. સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

13. સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

14. પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

15. વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

16. માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

17. સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

18. વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

19. મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

20. જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

21. માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !


આભાર : હીરેન શાહ

વર્ષગાંઠ (11-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, September 10, 2010

વર્ષગાંઠ (10-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, September 9, 2010

વર્ષગાંઠ (09-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 8, 2010

વર્ષગાંઠ (08-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, September 7, 2010

કામ

એક પરિવાર છે... આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું. તેણે સરસ વાત કરી. એ વડીલે કહ્યું કે, અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે.એક, નાના હોય તેને પ્રેમ કરવો. બે, મોટા હોય તેનો આદર કરવો.

તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે. આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ . આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ.કોઈ કામ નાનું નથી. કોઈ કામ મોટું નથી.

સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે. દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે..

એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે. બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને જોડી રાખવાનું છે.. આપણે એ બોલ્ટની એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ?

તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છેએ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે?

ઘર હોય, નોકરી- ધંધો હોય કે સમાજ હોય, બે વાત યાદ રાખવી જોઈએ. એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો. સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે..

કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે. કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે. સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે. તમારા કામને ઓળખો. તમારા કામને એન્જોય કરો. બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં?

ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ છે.

આભાર : હિરેન શાહ

વર્ષગાંઠ (07-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, September 6, 2010

વર્ષગાંઠ (06-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, September 5, 2010

વર્ષગાંઠ (05-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, September 4, 2010

વર્ષગાંઠ (04-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, September 3, 2010

વર્ષગાંઠ (03-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, September 2, 2010

વર્ષગાંઠ (02-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, September 1, 2010

ભેટ

ભણવામાં ખૂબ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’ બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’

ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.

નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’

એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!

કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.

ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ

 આભાર: હિરેન શાહ

વર્ષગાંઠ (01-09)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો