Pages

Tuesday, August 31, 2010

વર્ષગાંઠ (31-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, August 30, 2010

ખૂશ્બુ ગુજરાતની

ગુજરાત રાજ્યના ઍમ્બેસેડર અમિતાભ બચ્ચનનો વિડિયો

વર્ષગાંઠ (30-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, August 29, 2010

સોનેરી સુવાક્યો

* થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે .... અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે .!!

* ધુળ જેવી છે જીંદગી આપણી ..... આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!!
  
* કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી ...
  
* બરફ જેવી છે જીંદગી ... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ....


* પ્રશ્નો તો રહેવાના . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?!!!
  
*  ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે ... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે  તે શેઠ તેને ઊપાડી ના શકે .
  
* કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે. જેમાં એક ચકલું પોતાની તરસ ના છિપાવી શકે !!!
  
* સાચવવા પડે સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
  
* વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે...
  
* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
  
* જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલા  રબર ઘસાઈ જાય!!
  
* જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એક સારી વ્યક્તિ ની શોધમાં આખી જિંદગી વીતી જાય છે. !!
  
* દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
  
* મિત્ર એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દયમા ગુંજ્તા ગીત ને જાણે છે ,અને એ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

અને છેલ્લે ....
     શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ....... તે મોત ..
     ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ........... તે મોક્ષ !!

 આભાર: હિરેન શાહ

વર્ષગાંઠ (29-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, August 28, 2010

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૦ જુલાઇ ૨૦૧૦

સમાજ ઉત્કર્ષના પ્રથમ ૬ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૭ થી ૧૨ પાના જોવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૧૩ થી ૧૯ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૨૦ થી ૨૬ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

સંબંધો


એક કામ સંબંધમાં કીધું,
લીધું એથી બમણું દીધું.  
- શૈલ પાલનપુરી


સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. વર્તનમાં આપણાં સંસ્કારો અને સંસ્કૃતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. છાપ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, કેવો માણસ છે?
સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે. માણસ એકલો પડતો જાય છે. ખુશીમાં સાથે હસે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે. મારું કોણ? એવા પ્રશ્નોના જવાબ મેળવવા જયારે વિચાર કરવો પડે ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે. ખટપટ, કાવાદાવા અને ટાંટિયાખેંચ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે. દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ.
સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં છતું થાય છે કે સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે? ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને છેતરતો હોય છે.
સંબંધોને નેવે મૂકીને કયારેય સુખ મળી શકે નહીં. ઘણા લોકો સંબંધો જાળવવા માટે મહેનત કરતા હોય છે. કેટલાક લોકો સંબંધો માટે પેંતરા પણ કરતા હોય છે. સાચા સંબંધો મેઇન્ટેઇન કરવા મહેનત કરવી પડતી નથી. સાચો સંબંધ ઝરણા જેવો છે. વહેતો રહે છે અને ટાઢક આપતો રહે છે. માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ.
આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી સુખનો સ્વાદ આવે છે.માણસ એકલો પડી જાય તો કયાંક તેનો વાંક હોય છે. કોઈને નજીક રાખતા નથી અને પછી કહીએ છીએ કે મારું કોઈ નથી. પહેલાં વિચારો કે તમે કોઈના છો ખરાં? પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.
ખીલવા દે તે ભય
અને
કરમાવા દે તે પ્રેમ.

  હિરેન શાહ નો  આ લેખ મોકલવા માટે આભાર

વર્ષગાંઠ (28-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, August 27, 2010

ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ - UK ના સમાચાર પત્રમાં

ચંદ્રવદન જમનાદાસ શેઠ હાલમાં લંડન ખાતે વેકેશન ગાળી રહેલ છે. ત્યાંથી પ્રકાશિત થતા 'ગુજરાત સમાચાર' અઠવાડીકમાં છપાયેલ ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળના કાર્યની સરાહના કરતો લેખ તેઓએ મોકલાવેલ છે. તે વાંચવા અત્રે કલીક કરો.

વર્ષગાંઠ (27-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, August 26, 2010

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  કાંદિવલી,મુંબઇ
મરનારનુ નામ :  ભાનુમતી ભુપતભાઈ શાહ
ઉમર :  ૭૪વર્ષ
મરણ તારીખ : ૨૪-૦૮-૨૦૧૦
પતિ : ભુપતભાઈ હિમતલાલ શાહ
પુત્રો  : અભય , જય ધર્મશેખર  મ. સા
પુત્રીઓ  : મનીષા ચેતન શાહ , સ્વ. મીતા રાજેશ  દોશી
જેઠ : ત્રમ્બક્ભાઈ , પ્રભુદાસભાઈ , જયસુખભાઈ, જમનાદાસભાઈ
નણંદો : સમજુબેન, ચંદનબેન, વિમલાબેન, વસંતબેન
પિતા : સ્વ. રતિલાલ છગનલાલ સોલાણી 


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (26-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, August 25, 2010

વર્ષગાંઠ (25-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, August 24, 2010

જીવનની સૌથી સુંદર પળો

જીવનની સૌથી સુંદર પળો કઇ કહી શકાય ?

1. પ્રેમ કરવો.
2. પેટ દુઃખે ત્યાં સુધી હસવું.
3. લાંબી મુસાફરી કરવી.
4. રેડિયો પર મનગમતા ગીતો સાંભળવા.
5. વરસાદની પડતી બુંદોના અવાજની લિજ્જત મ્હાલતાં સૂઈ જવું.

6. શાવર લઈને પોતાની જાતને હુંફાળા ટુવાલમાં વીંટળાઈ જવું.
7. ફાઈનલ પરીક્ષામાં સારા મા
ર્ક્સથી પાસ થવું.
8. મનગમતી ચર્ચામાં ભાગ લેવો..
9. જુના કપડામાંથી પૈસા મેળવવા.
10. પોતાની જાત પર ખુબ હસવું.
11. મિત્રો સાથે મનગમતું ભોજન લેવું.
12. કારણ વગર હસવું.
13. “અચાનક” કોઈને પોતાના વિષે સારું કહેતા સાંભળવું.
14
. ગીત સાંભળતા પોતાના જીવનની અંગત વ્યક્તિને યાદ કરવી.
15. પોતાની ગમતી વ્યક્તિને જોતાં જ શરીરમાં ઉભરાતો ઉમંગ અનુભવવો.
16. મિત્રો સાથે સમય પસાર કરવો..
17. ગમતી વ્યક્તિને આનંદિત થતા નિહારવું.
18. જુના મિત્રો સાથે જુના સંસ્મરણો વાગોળવા.
19. જ્યારે કોઈ “I LOVE YOU” કહે તે સાંભળવું


તમે જ પોતે વિચારો 

આભાર : હિરેન શાહ

વર્ષગાંઠ (24-08)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, August 23, 2010

સુવિચારો -


સાચવવા પડે સંબંધો કદી સાચા નથી  હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે

માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા રબર ઘસાઈ જાય !
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,

પણ ક્યારેક ફક્ત એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં પોતાના મિત્રોના દોષો દફનાવી શકે

મિત્ર એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે
અને ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

 

પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી  હોય તો એની પ્રશંસા કરો !!

તમે
યોગી થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!

દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો
બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે  !!

પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી (RESERVATIONS)હોય માણસ સૌથી ડાહ્યો

તમારા પપ્પા પૈસાદાર હોય તો તમારું  દુર્ભાગ્ય ગણાય , પણ જો તમારા સસરા શ્રીમંત હોય તો તમારું દુર્ભાગ્ય   નહિ, તમારી બેવકૂફી પણ ગણાય  !!
જૂના ફર્નીચરમાંથીય જે વ્રુક્ષ્ બનાવે કવિ ..
અને જે નવા ફર્નીચરમાંથીયે અડાબીડ જંગલ ખડું કરી દે એનું નામ રાજકારણી

પ્રત્યેક સમજદાર નારીએ બને એટલાં વહેલા લગ્ન કરી લેવાં અને દરેક સમજુ પુરુષે બને ત્યાં સુધી લગ્ન ટાળવા ..!! (TO BE DISCUSSED)

ઈશ્વરને કરવા જેવી એક આદર્શ પ્રાર્થના :::
 હે પ્રભુ, બીજા ભલે અપ્રમાણિક હોય , પણ મને તો તું પ્રમાણિક બનાવજે , જેથી  દુનિયામાંથી એક રાસ્કલ તો ઓછો થાય  !!

પુરુષને
મહાત  કરી શકે એવી  બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , રડી શકે છે અને બે , ધારે ત્યારે  રડી  શકે  છે  !!!!!
         
આખી જીંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું કરી જાય એનું નામ ( બદ્ ) નસીબ  !
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

 
જીતનો  જલસો માનવાની ઉતાવળ કર
 
જીતેલ બાજી હારી જવામા વાર નથી લાગતી

 
તારી ઊંચાઇનું નાહક અભિમાન કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

 
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી


 માણી લે હર એક પળ આજે આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

આભાર : હિરેન શાહ