Pages

Thursday, February 2, 2012

હસતાં-હસતાં – સંકલિત

પતિ(પત્નીને) : ‘જો મને લોટરી લાગે તો તું શું કરે ?’
પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.’
પતિ : ‘બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ !’
***********
ટીચર : ‘જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ?’
ટીનુ : ‘હિન્દીમાં ‘ઠાકુર’ અને ઈંગ્લીશમાં ‘હેન્ડ ફ્રી !’ ’
***********
રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા એક માણસને પોલીસે પકડીને કીધું :
‘ચાલ પોલીસ સ્ટેશન.’
માણસ : ‘પણ મેં શું કર્યું છે ?’
પોલીસ : ‘કશું નહિ. પણ મને એકલા જતા બીક લાગે છે.’
***********
વિકીપીડીયા : ‘મારી પાસે બધું જ જ્ઞાન છે.’
ગુગલ : ‘મારી પાસે બધી માહિતી છે.’
ફેસબુક : ‘હું બધાને ઓળખું છું.’
ઈન્ટરનેટ : ‘એક મિનિટ, મારા વિના તમે બધા નકામા છો.’
ત્યાં તો દૂરથી ઈલેક્ટ્રીસિટી કંપની બોલી : ‘આવાઝ નીચે….’
***********
ચિન્ટુ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક પુલ આવતો હતો. પુલ પરથી ચિન્ટુએ જોયું કે એની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા….
ચિન્ટુ ઝડપથી દોડીને પુલ પાર કરીને, બજારના ચોકમાંથી નીકળી, શોર્ટ-કટની ગલીમાં ઘૂસીને, ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રકમાં કૂદકો મારીને, આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને, પછી દોસ્તની સાઈકલ ઝૂટવીને ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને ફાયરબ્રિગેડના સ્ટેશન પાસે….. આવેલી સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો, ‘એ બધા સાંભળો, કાલે રજા છે…..!’
***********
સૌજન્ય :રીડગુજરાતી