Pages

Wednesday, February 29, 2012

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૮ જાન્યુઆરી ૨૦૧૨



 

સમાજ ઉત્કર્ષના પાના નંબર   ૮  ઉપર આપેલ ક્રિકેટ ટુર્નામેન્ટનો અહેવાલ  મોટા મંડળ દ્વારા અપાયેલ અહેવાલ છે પરંતુ અહેવાલનું મથાળું ભૂલથી યુવક મંડળનું અપાયેલ છે.

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (29-02)



1 ) મેહતા પ્રફુલ્લ દુર્લભજી પોપટલાલ     
2 ) સોલાણી જેવતલાલ રતિલાલ 



Tuesday, February 28, 2012

સ્વર્ગીય સુખ માટે…

‘સારાં કાર્યો કરીશું તો સ્વર્ગમાં જવાશે અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશે. પણ સ્વર્ગમાં જઈને મળશે શું ? સ્વર્ગીય સુખ એટલે શું ? સ્વર્ગીય સુખ એટલે હર્ષોલ્લાસ, દુ:ખ વીનાનું – યાતનારહીત જીવન. સ્વર્ગમાં અપ્સરાઓ સેવા માટે હાજર રહેશે. કલ્પવૃક્ષ હશે જેની નીચે બેસવાથી દરેક મનોકામના પુર્ણ થશે. બેસીને ઈચ્છા માત્ર કરો અને તે વણમાંગ્યું મળી જશે. પૃથ્વી પરના ક્ષણભંગુર જીવન દરમ્યાન દાન કરો – ત્યાં કરોડગણું પરત મળશે.’

ઉત્તમ, અતીઉત્તમ ! સોદો ઘણો સસ્તો પડે છે. ગમતી ચીજ દાનમાં આપવી પડે તો વાંધો નહીં, સ્વર્ગમાં જઈને તો આ બધું જ ચક્રવૃદ્ધી વ્યાજ સહીત મળવાનું જ છે; એટલું જ નહીં દરેક ઈચ્છાની પુર્તી પણ થશે !

આ બોધપાઠમાંથી તો સાધુ – સંન્યાસીઓની અતૃપ્ત ઈચ્છાઓ જ પુર્ણ થતી દેખાય છે. અહીં તેઓએ જે  ત્યજ્યું છે તે સર્વ કુદરતી આનંદને સ્વર્ગના સુખ તરીકે પ્રાપ્ત થવાનાં શમણાં તેઓ તો જોઈ જ રહ્યા છે અને અનુયાયીઓને દેખાડી પણ રહ્યા છે. સ્વર્ગ, જન્નત, હેવન- જેવી અલૌકીક કલ્પનાસભર માન્યતાઓ દરેક ધર્મમાં છે. જીવન દરમ્યાન માણસ ધાર્મીક નીયમોને અનુસરે – ત્યાગ કરે, ઈચ્છા દબાવીને જીવે તો તેને મૃત્યુ બાદ સ્વર્ગ પ્રાપ્ત થાય અને તે સ્વર્ગીય સુખનો હક્કદાર બને. વળી, સ્વર્ગનું સુખ મેળવવા માટેના નીયમો દરેક ધર્મમાં ભીન્ન હોવા છતાં; તેનો મુદ્રાલેખ તો એક સમાન જ છે કે, ‘પૃથ્વી પર ત્યાગ કરો અને તેનાથી અનેકગણું સ્વર્ગમાં પ્રાપ્ત કરો’.

સ્વર્ગના સુખની વ્યાખ્યા જ એવી છે કે આપણી દરેક ઈચ્છા ત્યાં સંતોષાય. વાસના તૃપ્ત થવી, આશા-આકાંક્ષા પાર પડવી, જે અહીં ત્યાગ્યાં તે યથેચ્છ સુખોની પ્રાપ્તી થવી વગેરે. પરંતુ આવુ સુખ તો અહીં જ પ્રાપ્ત થઈ શકે તેમ છે ! એની પ્રાપ્તી માટે મૃત્યુ સુધીની અને તે પછીની અવસ્થાની રાહ જોયા કરવી અને તે પણ ઈચ્છા વીરુદ્ધનું અકુદરતી જીવન જીવીને..! આ તો નરી મુર્ખાઈ નથી લાગતી ? જેનું અસ્તીત્વ જ સીદ્ધ નથી થઈ શક્યું નથી તેવા સ્થળે, ભવીષ્યમાં મળનારાં કાલ્પનીક સુખમાં રાચવામાં આજનું એ જ પ્રકારનું હાથવગું સુખ ત્યજવું એમા કયું શાણપણ છે ?

ગોવીન્દ મારુ

વર્ષગાંઠ (28-02)


1 ) દોશી ચંદનબેન રજનીકાંત ચત્રભુજ
2 ) દોશી ચેતન ગુણવંતરાય અભેચંદ
3 ) દોશી પલ્લવી વિજય ગુણવંતરાય
4 ) લોદરિયા રાજીવ જગદીશ
5 ) લોદરિયા મહેશ મગનલાલ
6 ) લોદરિયા જિતેન્દ્ર છોટાલાલ
7 ) મેહતા મંજૂલા હસમુખ અમ્બાવીદાસ
8 ) પારેખ બીના મૂકેશ નરભેરામ
9 ) સંઘવી મીના જિતેન્દ્ર વલ્લભદાસ
10) શાહ નિશા નિલેશ જ્યંતિલાલ
11) શાહ મરઘબેન જટાશંકર
12) શેઠ વિરાજ નલિનકુમાર નવલચંદ
13) સોલાણી જયશ્રી ધીરેન્દ્ર ચંદુલાલ

Monday, February 27, 2012

વર્ષગાંઠ (27-02)


1 ) ગાંધી વિશાલ પ્રમોદ વનેચંદ
2 ) લોદારિયા રાજેશ કસલચંદ
3 ) મેહતા પૂજા હિમાંશુ અનીલકુમાર
4 ) મેહતા આકાશ હિમાંશુ અનીલકુમાર
5 ) પારેખ હેમાંગ નવીનચંદ્ર રૂપચંદભાઈ
6 ) સંઘવી લલિત માણેકલાલ
7 ) શાહ હંસા જયેન્દ્ર જેવતલાલ
8 ) શાહ રમિલા પ્રદીપ રજનીકાન્ત
9 ) શાહ રસિકલાલ દેવચંદ
10) શાહ ચિરાગ રસિકલાલ ડેવચંદ
11) શેઠ પીયુષ બિપીનચંદ્ર
12) સોલાણી કેનિશા નીતુલ રાજેન્દ્ર રતિલાલ
13) સોલાણી સમીર કિશોરચંદ્ર

Sunday, February 26, 2012

વંદો– મધુસૂદન પારેખ


[ ‘ગુજરાત સમાચાર’ રવિપૂર્તિની લોકપ્રિય કૉલમ ‘હું શાણી ને શકરાભાઈ’માંના કેટલાક ચૂંટેલા લેખોના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્ય મધુર મધુર’માંથી સાભાર. ]

‘ઓ મા !’ પટલાણીએ રસોડામાંથી જોરદાર ચીસ પાડી. એ ચીસના પ્રત્યાઘાતથી પેથાભાઈના હાથમાં ચાનો કપ ધ્રૂજી ગયો. થોડી ચાએ એમના બુશર્ટ પર છંટકાવ કર્યો. પેથાભાઈ ચાનો કપ જેમનો તેમ રહેવા દઈને આશ્ચર્ય અને આઘાતથી ઊભા થઈ ગયા. એમને થયું કે પટલાણીને આજે, અત્યારે એકદમ મા ક્યાંથી સાંભરી આવી. હજી ભાદરવાના સરાધિયા તો આવ્યા નથી.
એ એકદમ રસોડામાં દોડ્યા. પટલાણીને કંપવા થયો હોય તેમ તેમના હાથ-પગ કાંપતા હતા. એકદમ તીણા, ગભરાટભર્યા અવાજે પટલાણીએ કહ્યું :
‘પણે જુઓ….’
‘પણે ? એટલે ક્યાં ?’
‘રસોડાના પ્લૅટફૉર્મ પર…..’ એમ બોલતાં પટલાણી પ્લૅટફૉર્મથી દૂર જઈને ઊભાં રહ્યાં.
પેથાભાઈએ પ્લૅટફૉર્મ પર નજર દોડાવી… ‘અહીં તો કશું નથી ? ગરોળી હતી ?’
‘અરે, એ મૂઈનું હવાર-હવારમાં ક્યાં નામ લ્યો છો ? રસોડાની સિન્કમાં જુઓ…..’ પેથાભાઈએ ધારીને સિન્કમાં જોયું. એક મૂછાળા વંદા મહાશય સીંકમાં આરામ ફરમાવતા હતા. પેથાભાઈએ કહ્યું :
‘અહીં તો વંદો છે….. એમાં ડરી ગઈ ?’
‘અરે મૂઓ મારા સાડલા પર ઊડીને બેઠો. મેં ગભરાટથી સાડલો ખંખેરીને ચીસ પાડી એટલે રસોડાની સિન્કમાં ઊડીને પડ્યો.’
‘તારી ચીસથી ગભરાઈને એ સિન્કમાં કૂદી પડ્યો હશે. મારા હાથમાંનો ચાનો કપ પણ તારી કૂકર જેવી ભયંકર વ્હીસલથી ગભરાઈને ધ્રૂજી ઊઠ્યો ને જો આ ચાનાં છાંટણાં.’ પટલાણીનું ધ્યાન વંદા પર હતું. એમણે કહ્યું :
‘એને પકડીને બહાર નાખી આવો.’
‘અરે, એ એની મેળે હમણાં ઊડી જશે. વંદાની જાત લપ્પી હોતી નથી. એ તો ઊડતારામ, ફરતારામ કહેવાય.’
‘ના, ના. પણ મને વંદાની બહુ બીક લાગે છે…. તમે ગમે તેમ કરીને તેને પકડીને પડોશીના ઓટલા પાસે નાખી આવો.’
‘પડોશીના ઓટલા પાસે ? કેમ ?’
‘આપણા ઓટલા પાસે નાખો તો મૂઓ ઊડીને પાછો આપણા જ ઘરમાં પેસી જાય.’
પેથાભાઈને જરા ગમ્મત પડી – આપણા ઘરની સમૃદ્ધિ ભલે પડોશીને ઘેર જજો. વંદા, માંકડ, જીવાત, મરેલી ઉંદરડી, ગરોળી…. એ બધી વિવિધ સમૃદ્ધિ. આપણામાં કહેવત છે ને કે આપણને નહિ પણ આપણા પડોશીને હજો !
‘હજી ઊભા ઊભા શા વિચાર કરો છો ? વંદો ઊડીને પાછો ક્યાંક ભરાઈ જશે તો ઝટ નીકળશે નહિ.’
‘ના, ના. ગરોળી ગમે ત્યાં ભરાઈ જાય. વંદા મહાશયો તો ખુલ્લામાં જ મૂછો ફરકાવતા ઊડે.’
‘હશે…. પણ તમે ઝટ પકડીને ઉઠાવો.’
‘શેનાથી ઉઠાવું ?’
‘સાણસીથી…..!’ પટલાણી ચિડાઈને બોલ્યાં, ‘લોકો વંદાને શેનાથી ઉઠાવતા હશે ? તમે છાપાનો એક કાગળ લાવો. તેમાં તેને ઉપાડો ને બહાર નાખી આવો. પણ પાછા આખું છાપું ના ફાડશો.’
પેથાભાઈ કહે : ‘કાતર છે ? છાપામાંથી કટકો કાપીને લઈ આવું.’ પટલાણીને આ બધી ગમ્મત ગમી નહિ. એ ફટાફટ રદ્દી છાપાનો એક લાંબો પહોળો ટુકડો કાપી લાવ્યા. પેથાભાઈને જરા મૂંઝવણ થઈ. જીવજંતુને પકડવાનો પ્રયોગ તેમણે જિંદગીમાં ક્યારેય કર્યો નહોતો. તેમણે મસ્તીથી બેઠેલા વંદાજી પર કાગળ મૂકવા પ્રયત્ન કર્યો ત્યાં જ વંદાજી ઊડ્યા અને માટલા પરના બુઝારા પર ઠંડકમાં બેઠા.
પટલાણી ચિલ્લાઈ ઊઠ્યાં : ‘અરે, એ ઊડી ગયો. તમે શું કર્યું ? ઝડપથી પકડી ના લીધો ?’
પેથાભાઈ કહે : ‘મારી ઝડપ કરતાં વંદાની ઝડપ વધારે હતી એટલે એ ઊડી ગયો.’
‘પણ પાણીના બુઝારા પરથી એને ઝટ ઉડાડો. મારે તો બુઝારું ધોવું પડશે.’
પેથાભાઈ કંટાળ્યા : ‘ફેન્ટા ઘરમાં નથી ? એને બોલાવ ને !’
‘એ ઘરમાં હોત તો તમને જખ મારવા બૂમ મારી હોત ?’ પટલાણી હવે ઉશ્કેરાટમાં હતાં. તેમણે કહ્યું : ‘તમે એમ કરો. કપડાનો એક કટકો લઈ આવીને એમાં એને ઝડપી લ્યો. મને તો તમે ભારે ટેન્શન કરી નાખ્યું !’
‘મેં કે વંદાએ ?’ પેથાભાઈને પ્રશ્ન થયો, પણ ગળી ગયા. અને એક નૅપ્કિન લઈ આવ્યા. પટલાણી ફરી ગૅસ પરની કીટલીની જેમ ગરમ થઈ ગયા : ‘અરે, આવો સારો નૅપ્કિન બગાડવો છે?’
‘એમાં બગડવાનો ક્યાં સવાલ છે ? નૅપ્કિન ધોઈ નંખાશે.’
પણ પટલાણીને વંદા જેવા તુચ્છ જંતુને વૈભવી વસ્તુથી પકડવાનો વિચાર ગમ્યો નહિ. તે એક ગાભો લઈ આવ્યાં અને કહે : ‘હવે આનાથી પકડો. જોજો, પાછો એ ઊડી જાય નહિ.’ પેથાભાઈએ ગાભો હાથમાં પકડ્યો અને ‘સંશયાત્મા’ની જેમ પગલાં ભરતા માટલા પાસે આવ્યા. અને એકદમ ઝડપથી ગાભો વંદા પર ઝીંક્યો. વંદામહાશય ગાફેલ રહ્યા. ગાભામાં કેદ થઈ ગયા. પેથાભાઈને થયું કે જંગ જીત્યા. ખુશ થઈને તેમણે પટલાણીને અભિનંદનની નહિ તો શાબાશીની આશાએ કહ્યું : ‘જો, કેવો ઝડપાયો !’ એમ કહીને તેમણે ગાભો બતાવ્યો. પણ એમ કરવા જતાં ગાભામાંથી વંદામહાશય સરકીને નીચે પડવાને બદલે પાંખો ફફડાવી ઊડ્યાં અને પટલાણીના સાડલા પર મોહી પડ્યા.
પટલાણીની વળી પાછી જોરદાર, એક્સપ્રેસ ટ્રેન જેવી ચીસ. એકદમ તેમણે જોરથી સાડલો ખંખેર્યો. વંદો બિચારો ‘નષ્ટો મોહ’ની અવસ્થામાં નીચે પડ્યો. પેથાભાઈ એકદમ તેની પાછળ દોડ્યા. વંદાને પકડવા જતાં તે ઊંધો થઈ ગયો અને પ્રાણ બચાવવા તરફડવા મંડ્યો. એની તમામ તાકાત ખતમ થઈ ગઈ. એનું મૃત્યુ નજીક જોઈને પેથાભાઈએ તેને હળવેથી ગાભામાં કેદ કરી લીધો.
પટલાણી કહે : ‘હવે ગાભો જેમનો છે તેમનો તેમ રાખીને, વંદો એમાંથી પાછો સરકી ન પડે તેમ સાચવીને લઈ જાવ.’ પેથાભાઈ પત્નીની આજ્ઞા શિરોધાર્ય ગણીને, સાવચેતીપૂર્વક ગાભો જાણે મોટી મિરાત હોય તે રીતે પકડીને પગલાં પાડતા મકાનના બારણા પાસે આવ્યા. ત્યાં તેમની સિવિક સેન્સ-નાગરિક જવાબદારી યાદ આવી કે પડોશીને આંગણે વંદો નાખવો તેમાં શોભા નહિ. એ ધીમેથી ઓટલો ઊતર્યા અને પાસે કચરાની ટોપલી હતી તેમાં ગાભો નાખ્યો. વંદા મહાશય ગાભામાં રહ્યા કે કચરામાં ગયા તે જોવા પેથાભાઈ થોભ્યા નહિ.
પેથાભાઈએ ગૃહપ્રવેશ કરતાં જ પટલાણીએ પૂછ્યું : ‘બરાબર નાખ્યો ને !’
‘બરાબર. હવે પછી એ આપણું ઘર જોવા નહિ આવે.’
પટલાણી ખુશ થયાં, પૂછ્યું : ‘ગાભો ક્યાં ગયો ?’
‘ગાભો ?’ પેથાભાઈને જબરો શૉક લાગ્યો. ‘મેં ગાભા સાથે તો વંદાને પધરાવ્યો.’
‘અરે, ગાભો તો બહુ કામનો હતો : તમે વંદા સાથે ગાભોય નાખી દીધો ? પડોશીના આંગણામાં જ હજી પડ્યો હશે ને….’
‘મેં તો જરા દૂર જઈને કચરાની ટોપલીમાં ગાભા સાથે વંદાને પધરાવ્યો.’
પટલાણી અફસોસ કરી રહ્યાં કે એક વંદાને પકડીને નાખવામાં કેટલાં બધા કામનો ગાભોય એવા એ નાખી આવ્યા. પુરુષજાતને કસર મળે જ નહિ.

વર્ષગાંઠ (26-02)


1 ) મોદી કામિની કેતન હેમતલાલ
2 ) લોદરીયા આયુશી રાજીવ જગદીશ
3 ) લોદરિયા પ્રીતિ ગિરીશ જમનાદાસ
4 ) મેહતા મૂકેશ ધનવંતરાય
5 ) મેહતા જિગ્નેશ બિપીન ત્રંબકલાલ
6 ) સંઘવી ચન્દ્રેષ રમણીકલાલ
7 ) શાહ હાર્દિક રાજેશ રવીચંદ
8 ) શેઠ વાસંતીબેન ધીરજલાલ
9 ) સોલાણી રજનીકાંત રતિલાલ

Saturday, February 25, 2012

વર્ષગાંઠ (25-02)


1 ) શાહ ચંદ્રીકા દિનેશ મનહરલાલ
2 ) કોઠારી કીશોર શાંતિલાલ
3 ) લોદરિયા જ્યોતિ રાહુલ રસિકલાલ છગનલાલ
4 ) મેહતા વિદ્રુમ અજીત પ્રવીણચંદ્ર
5 ) મેહતા રાજેન્દ્ર કાન્તિલાલ
6 ) મેહતા વૈશાલી જયેશ અનંતરાય મલુકચંદ
7 ) સંઘવી પ્રિયાંકી નિમેષ નરેન્દ્ર
8 ) શાહ રીટા તુષાર
9 ) શાહ ખુશબૂ કિશોર દેવચંદ
10) શાહ બીજલ દીપક હસમુખરાય
11) શેઠ કેયુર જિતેન્દ્ર નવલચંદ
12) ત્રેવાડિયા વિરલ અનીલકુમાર

Friday, February 24, 2012

આપણી અધોગતીનું મુળ ઈશ્વર પરાયણતા

જીવન અને જગતની સમસ્યા અને રહસ્યને વીવેક બુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના અધીષ્ઠાન પર સમજવાની જગ્યાએ, કાલ્પનીક ધર્મ-અધ્યાત્મની તરંગી શ્રદ્ધા-અંધશ્રદ્ધા પર સમજવાના આપણા અતાર્કીક અભીગમને કારણે આપણે વીશ્વમાં ઘણા પછાત રહી ગયા છીએ.

આપણી કુટુમ્બ સંસ્થા અને આપણી શીક્ષણ સંસ્થાઓ એ આપણા ધાર્મીક શ્રદ્ધા-અંધશ્રદ્ધાનાં સૌથી મોટાં પ્રચાર કેન્દ્રો છે. નવજાતશીશુ જન્મતાની સાથે વીસ્મય દૃષ્ટી અને નીરપેક્ષ જીજ્ઞાસાવૃત્તી સાથે જન્મ લે  છે. પ્રત્યેક બાળક સર્જનશક્તી, સંવેદનશીલતા અને નીરપેક્ષ દૃષ્ટી લઈને જન્મતું હોય છે. પરંતુ આવા બાળક પર બાળઉછેરના નામે આપણી કુટુમ્બ સંસ્થા અને કેળવણીના નામે આપણી શીક્ષણ સંસ્થાઓ એવા તો અવૈજ્ઞાનીક, અવીવેકી અને સંવેદનબધીર અમાનવીય કુપ્રયોગો અને કુસંસ્કારોનું આક્રમણ કરે છે કે જેને કારણે પેલું નવજાત–નીર્દોષ બાળક સર્જનશીલતા, સંવેદનશીલતા અને નીરપેક્ષ દૃષ્ટીવીહોણા અને સમસ્યાસર્જક યુવાનમાં રુપાંતર પામતું રહે છે.

દરેક ઘટના, દરેક સમસ્યા કે દરેક અકસ્માત એટલે ‘ઈશ્વરની મરજી’ – જેવા ભ્રામક અર્થઘટને આપણી આખેઆખી પ્રજાને પલાયનવાદી–નીર્માલ્ય બનાવી દીધી છે. આવી ઈશ્વર પરાયણતાને કારણે સરેરાશ દરેક ભારતીયને વીવેકબુદ્ધી વગરનો, અવૈજ્ઞાનીક અભીગમવાળો અને દૃષ્ટીવીહોણો બનાવી દીધો છે.

ઈશ્વર પરાયણતા અને ધાર્મીક અંધશ્રદ્ધાના આક્ર્મણે ભારતીય યુવાનની કોઈપણ વીચાર કે ઘટનાને સંશય–દૃષ્ટીથી તપાસવાની વૃત્તી ને જ હરી લીધી છે અને તેની જીજ્ઞાસાવૃત્તીનું પણ સાવેસાવ નીકંદન કાઢી નાખ્યુ છે ! દરેક સારી – નરસી ઘટનામાં ઈશ્વરને જવાબદાર ઠેરવી દેવાની મનોવૃત્તીએ કોઈપણ પરીણામનું વીવેકબુદ્ધીથી, વૈજ્ઞાનીક અભીગમથી સંશોધન કે પરીક્ષણ કરવાના અભીગમને ગળે જ ટુંપો દઈ દીધો છે !

ધર્મશ્રદ્ધા-અંધશ્રદ્ધા અને ઈશ્વર પરાયણતાને કારણે ભારતવર્ષમાં બાવા-બાવીઓ, ધુતારા–કર્મકાંડીઓ અને ધર્મઢોંગીઓનો રાફડો પેદા થયો છે. તો બીજી બાજુએ પ્રારબ્ધવાદી, આળસુ અને અંધશ્રદ્ધાળુ આમ જનતા ગરીબી, ગુલામી અને નીર્માલ્યતામાં સરી પડી છે. જ્યારે પશ્વીમ અને યુરોપની પ્રજા વીવેકબુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના આધારે પોતાનો, પોતાના સમાજનો તથા રાષ્ટ્રનો આલોક સુધારી ચુક્યા છે.

જો ભારત વર્ષે પ્રગતીના પંથે આગળ વધવું હોય તો ધર્મપ્રેરીત શ્રદ્ધા-અંધશ્રદ્ધા તથા ઈશ્વર પરાયણતામાંથી મુક્ત થઈ વીવેકબુધ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદને રસ્તે જ કદમ માંડવા પડશે. કુટુમ્બ સંસ્થા અને શીક્ષણ સંસ્થાઓ તે માટે બદલાવું પડશે.

- ઉત્તમ પરમાર

વર્ષગાંઠ (24-02)


1 ) દોશી વિહાન શશાંક જિતેન્દ્ર
2 ) ગાંધી કુણાલ ભરત ફુલચંદ
3 ) ગાંધી આદિત્ય હિમાંશુ મધુસુદન લાલચંદ
4 ) ઘૉલાણી ચિંતન વસંત ધીરજલાલ સૉમચંદ
5 ) મણીયાર રૂપલ યોગેશ જયંતિલાલ
6 ) મેહતા તેજસ સુરેન્દ્ર શાંતિલાલ
7 ) મેહતા શૈલેશ પ્રભાશંકર
8 ) શાહ જયશ્રી મહેશ જટાશંકર
9 ) શેઠ ડૉ.. પ્રગુણા બિપીનચન્દ્ર

Thursday, February 23, 2012

વર્ષગાંઠ (23-02)


1 ) દોશી ઉત્સવ વિપુલ મુગટલાલ
2 ) દોશી પૂનમ વિમલ વિક્રમચંદ
3 ) દોશી ધ્રુવીન અતુલ કાન્તિલાલ કેશવલાલ
4 ) શેઠ પ્રજ્ઞા દીપક મનસુખલાલ
5 ) લોદરિયા સૌરભ દિનેશ મુગટલાલ
6 ) મેહતા ધવલ શૈલેશ મોહનલાલ કરસનજી
7 ) પારેખ રમેશ નવલચંદ
8 ) શાહ જ્યોતિ વિનોદચંદ્ર શાંતિલાલ
9 ) શાહ ધર્મીલ દિલેષ રમેશચંદ્ર
10) શેઠ દિનેશ હેમતલાલ

Wednesday, February 22, 2012

આપણો તપોમય જીવનયોગ-ચંદ્રકાન્ત શેઠ

[‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ, આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.]
આપણી દુનિયા જ એક મહાન અજાયબઘર છે. કેટકેટલા રંગ ને કેટકેટલાં રૂપ ! કેટકેટલા સ્વાદ ને કેટકેટલી સુગંધ ! કેટકેટલા સૂર ને કેટકેટલા તાલ ! કેટકેટલા સ્પર્શ ને કેટકેટલી આવનજાવન ! ઈન્દ્રિયોના યજ્ઞાગ્નિમાં જેટલું હોમો એટલું ઓછું ! જિંદગીભર જોયા કરો, જાણ્યા કરો ને જીવ્યા કરો.

પરંતુ આપણને યાદ રહેવું જોઈએ કે આ અજાયબઘરમાં પ્રવેશતી વેળાએ આપણને અમુક નિયત મુદત સુધી જ રહેવાનો પરવાનો મળેલો છે. આપણને એ જે મુદત મળેલી છે તેનો પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ. આપણા જીવનની એકેએક ક્ષણ કીમતી છે, તે ન વેડફાય એની સાવધાની – તકેદારી આપણે રાખવાની છે. એ માટે સજાગતા જરૂરી છે, સક્રિયતા જરૂરી છે. ભય, શંકા, આળસ, કંટાળો, સંકલ્પશક્તિનો અભાવ, અવસાદ (ખિન્નતા) – આવા આવા અવરોધો આ અજાયબઘરનો જોઈએ તેટલો લાભ લેતાં આપણને અટકાવે છે; આપણી સમજણશક્તિ, વિવેકશક્તિ, કાર્યશક્તિ – તેમના વિકાસમાં તેઓ તેઓ નડે છે, માટે જ આપણે ‘જાગ્યા ત્યાંથી સવાર’ અથવા ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ – એ ન્યાયે અજાયબઘરનું મહત્વ સમજાતાં જ એનો સકારાત્મક વલણથી લાભ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને આપણે જે કંઈ ઉત્તમ ગ્રહવા જેવું હોય તે તરફ વાળવી રહી. ‘ખરું જોવાનું તો રહી ગયું’, ‘ખરું સાંભળવા જેવું હતું તે તો સાંભળ્યું જ નહીં’, ‘અરે ! પેલી વાનગી તો ખૂબ સરસ બની હતી. એ તો ચાખવાની જ રહી ગઈ’, ‘કેવી સુવાસિત ને શીળી લહેરખી આવતી હતી, આપણે બારીબારણાં બંધ કરી, ગોદડાંમાં ગોટમોટ થઈને પડી રહ્યા’ – આવા આવા અફસોસના ઉદ્દગારો કાઢવાના હોય એનો અર્થ જ એ કે સફરજન જેવું જીવનનું લાભદાયી ફળ આપણને હાથવગું થયું પણ તેને સરખી રીતે ખાઈ લેવાનું આપણને ફાવ્યું નહીં.

આપણે આ દુનિયાના અજાયબ ઘરમાં પ્રવેશ તો મેળવી લીધો જ છે તો હવે તેમાંથી બહાર નીકળવાનું થાય તે પહેલાં જેટલું માણી લેવાય એટલું માણી લેવું એમાં જ આપણું શાણપણ છે. અમુક મુદત સુધી આ અજાયબઘરમાં રહેવાનું છે ને ઘૂમવાનું છે તો પછી ઉત્સાહ ને આનંદથી જ શા માટે ન રહીએ, ન ઘૂમીએ ? કોઈક રીતે કેટલાક અબજ શ્વાસ આપણે લેવાના છે તો લઈએ પણ એમ કરતાં આપણે આપણા આ પંડના ઘટમાં જે કંઈ ઉત્તમ રસ ભરવો ઘટે તે ભરી લઈએ. આપણે ખેતરમાં વાવેલા બીજની માવજત કરીએ છીએ તેમ આપણેય આપણા જીવનની એકએક ક્ષણની બરોબર માવજત કરવી જોઈએ; ગુલાબના ફૂલની જેમ આપણા જીવનની એક એક ક્ષણ ખીલે અને મહેકે એવું થવું જોઈએ. ક્ષણ સચવાશે તો જીવન સચવાશે, આપણે આ દુનિયાના અજાયબઘરમાંથી ઘણુંઘણું પામી શકીશું. આંખો ખોલો નહીં તો સૂરજ દેખાય નહીં. ઈન્દ્રિયોની બારીઓ ખોલો નહીં તો દુનિયાની અનેકાનેક અજાયબીઓનું દર્શન થાય નહીં. ગંગાકાંઠે તરસ્યા રહી જનારા અબુધ જન જેવી આપણી દશા થાય. તેથી માત્ર આજનો જ નહીં, રોજેરોજનો લહાવો લઈએ; પરમાત્માની અનુપમ સર્જનલીલાને નિહાળીએ અને એ દ્વારા એમની અપરંપાર શક્તિનો પારસ-સ્પર્શ આપણે પામીએ અને આપણા અસ્તિત્વની એકેએક રજકણને સ્વર્ણકણમાં રૂપાંતરિત કરવાના ઈલમથી આપણે આપણી આસપાસના સૌના જીવનની ક્ષણોને અમૃતમય અને આહલાદક બનાવવાના સત્યના પ્રયોગ જેવા જ સૌન્દર્યના પ્રયોગો અવિરતપણે ઉત્સાહથી કરતાં રહીએ. આપણા આ પ્રયોગબળે જે કંઈ અભદ્રતાનાં આસુરી કે તામસિક વાદળો આપણને ઘેરવા મથતાં હશે તે પણ કાળે કરીને વિખેરાઈ જશે ને નાશ પામશે એ પણ નક્કી. આપણે તો એકેએક દ્રાક્ષને જેમ રસમય તેમ આપણા જીવનની એકેએક ક્ષણને ઈશ્વરમય – અમૃતમય બનાવવામાં શ્રદ્ધાપૂર્વક અને એકાગ્રતાપૂર્વક મંડ્યાં રહેવું જોઈએ. એ જ હોઈ શકે આપણો તપોમય જીવનયોગ.

વર્ષગાંઠ (22-02)


1 ) દોશી ઋુષભ વિમલ વિક્રમચંદ
2 ) દોશી શૈલેશ મનસુખલાલ
3 ) દોશી જયશ્રી હરીશ શાંતિલાલ
4 ) મેહતા દીપાલી ચિરાગ જયેશ નટવરલાલ
5 ) મેહતા યતિ વિમલ હસમુખ અંબાવીદાસ
6 ) સંઘવી અજય રસિકલાલ નરશીદાસ
7 ) શાહ હર્ષાબેન કીર્તિકુમાર
8 ) શાહ મયૂરી હીરેન કીર્તિકુમાર
9 ) સોલાણી ઋુષભ દીપક રજનીકાન્ત રતીલાલ
10) ત્રેવાડિયા ગૌરી ભાવેશ કિશોરકુમાર
11) ત્રેવાડિયા દીપ્તિ તેજસ મેહતા

Tuesday, February 21, 2012

વર્ષગાંઠ (21-02)


1 ) દોશી કેતન ચમનલાલ
2 ) પારેખ નીશીથ રજનીકાન્ત જયંતિલાલ
3 ) પારેખ નરભેરામ જસરાજ઼
4 ) સંઘવી હૃદય કેયુર રમેશચંદ્ર
5 ) સંઘવી જીજ્ઞા ચિરાગ ભુપતકુમાર
6 ) સંઘવી સંધ્યા પીયુષ વોરા
7 ) શાહ ગુણવંતરાય હરખચંદ
8 ) શાહ બિપીન ચિમનલાલ
9 ) શાહ યશ કિરીટ કાન્તિલાલ
10) શેઠ જ઼િનલ મૂકેશ જેવતલાલ
11) વખારીયા નેહલ હિતેષ કિશોરચંદ્ર
12) વોરા વસુમતિ કનૈયાલાલ ખાંતિલાલ

Monday, February 20, 2012

સગપણ

શૈલી જયેન રમેશ  શાહ   (વતન: વાંકાનેર/હાલ : ઘાટકોપર  -ઈ )
 

નુ સગપણ
 

 નીરવ હિમાંશુ ચંદ્રકાંત દોશી  (વતન:જામનગર /હાલ:વિલે પાર્લે (વેસ્ટ) )
 

સાથે તારીખ ૧૮-૦૨ -૨૦૧૨   ના રોજ કરવામા આવેલ છે .

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈન્ટરનેટી–અંધશ્રદ્ધાનો વ્યાપ !



આપણે ત્યાં દેવી-દેવતાઓના નામે પોસ્ટકાર્ડ લખવાનો અને પત્રીકાઓ કે ફોટોકૉપીઓ દ્વારા ચમત્કાર કે અંધશ્રદ્ધા ફેલાવવાનો ચાલ હતો. તેને જો કોઈ ન અનુસરે તો તેનું ધનોત-પનોત નીકળી જશે તેવી ધમકી આપી ડરાવવાની પ્રથા પણ હતી. હાલમાં પણ આ પ્રથા છે, જીવીત છે; એટલું જ નહીં, દુખની વાત એ છે કે ઈન્ટરનેટ વાપરનારા ભણેલા–ગણેલાયે આવી અંધશ્રદ્ધા ફેલાવવામાં પાછા પડતા નથી ..લખે કે ‘દસને ફોરવર્ડ કરો તો આ લાભ અને ન કરશો તો ફલાણો ગેરલાભ !!!’
સને ૧૯૯૨માં પોતાના પાંચ મીત્રોનાં નામ-સરનામાં ટાઈપ કરી, નીચે પોતાની સહી કરી નવા પાંચ પત્રો વૈશ્વીક સ્તરે ‘ગુડલક’ મેળવવા મોકલવામાં આવતા હતા. આ પત્રમાં એક સુચના આવતી કે, ‘આ પત્ર નેધરલેન્ડથી શરુ થયો છે અને આખા વીશ્વમાં લગભગ ૨૦ વાર તો તે ફરી ચુક્યો છે ! જ્યાં પણ પહોંચ્યો છે તેમને સૌને ‘ગુડલુક’ પ્રાપ્ત થયું છે. જે જે વ્યક્તીએ આ ચેઈન તોડીને પત્ર નથી લખ્યો તેનું ધનોત-પનોત નીકળી ગયું છે. આ પત્ર સાચવીને રાખશો નહીં, કોઈ પૈસા મોકલશો નહીં. તમારા સેક્રેટરી પાસે આની ચાર વધુ નકલો બનાવડાવી, તેને તમારા પાંચ મીત્રોનાં સરનામે પોસ્ટ કરી દો. જે મીત્રને આ પત્ર મળશે તેનું નસીબ ખુલી જશે તથા આજથી ચાર દીવસમાં તેમને ‘ગુડલક’ પ્રાપ્ત થશે.’ આ કોઈ ગમ્મત (Joke) નથી. તે સમયે– અર્થાત્ દોઢ દાયકા પહેલાના– સીએટ ટાયરના પ્રમુખ, સીટી બેંકના ઉપ-પ્રમુખ અને ભારત, શ્રીલંકા, નેપાળ તથા બાંગ્લાદેશના એરીયા હેડ વગેરે મોટાં માથાંઓ આવી હારમાળાને પોષવામાં તેઓનો સુર પુરાવીને સંદેશો પાઠવતાં કે, (૧) ‘હું અંધશ્રદ્ધાળુ નથી; પણ દેશની આ પરીસ્થીતીમાં આવા સારા ‘લક’નો જરુર ઉપયોગ થઈ શકે.’ (૨) ‘હું અંધશ્રદ્ધાળુ નથી, પણ ગલ્ફનું યુદ્ધ તથા ભારતના રાજકારણમાં અનીશ્ચીતતાવાળા વરસમાં આવો ચેઈન-પત્ર તોડીને મારી જાત પર ‘બેડ-લક’ આવવા નહીં દઉં.’ આમ- નસીબને સુધારવા સારુ,  હામ ભીડીને પુરુષાર્થ કરવાને બદલે નાહકના પત્રો લખવાની પ્રથા એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુર્ખામીનો જ વ્યાપ હતો.
હાલમાં પણ કેટલાક ન્યુમરોલોજીસ્ટ-એસ્ટ્રોલોજર મીત્રો ઇ-મેઇલ દ્વારા 9-11 ની તારીખે બનેલ આતંકવાદી ઘટના તેમ જ તે 11 ના આંકડાના વીવીધ અર્થઘટનો કરી તેઓની સુચનાને અનુસરવા જણાવે છે. તમારા પરીચીત વધારેમાં વધારે વ્યક્તીઓને આવા મેઈલ મોકલશો તો 11 મીનીટમાં તમને આશ્ચર્યજનક ફાયદો થશે, જો તેમ નહીં કરો તો 11 મીનીટમાં આઘાતજનક નુકસાન થશે- તેવું જણાવીને ધમકાવે છે. ગુજરાતી સાહીત્યને ઈન્ટરનેટ જગતમાં ગૌરવ અપાવનાર વડીલ મીત્ર સુરતના ઉત્તમ ગજ્જર પર પણ એકાદ મીત્રે આવી મેઈલ મોકલેલ. તેને આપણા લાડીલા વડીલે પ્રત્યુત્તર પાઠવેલ કે, ‘વહેમો અને અંધશ્રદ્ધાનાં આવાં જંગલોને ભેદવા... આ પ્રકારની કોઈ પણ મેઈલ હું તેના મોકલનાર સીવાય કોઈને જ મોકલતો નથી... તે જ રીતે આ માત્ર તમને જ પરત મોકલું છું અને 11 દીવસમાં કે કલાકમાં કે મીનીટમાં મને શું નુકસાન થાય તેની રાહ જોઈ બેસું છું... હવે પછી આવી મેઈલ મને ન મોકલો તો મને ગમશે...’ આમ અમે બન્નેને 11 મીનીટ, 11 કલાક કે 11 દીવસમાં કોઇ નુકસાન થયું નથી. ૨૧મી સદીના આ આઈટી યુગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સ્વતંત્ર અને નીર્ભય વીચાર–વીવેક શક્તીનો કારમો દુકાળ અને મુર્ખામીનો વ્યાપ અકબંધ છે…
સમાજમાં સફેદ લીબાશમાં અંધશ્રદ્ધા ફેલાવતા સફેદ ઠગ કે ધંધાદારી લોકોથી સાવધ રહેવાની બહુજન સમાજને જરુર છે. મનથી મજબુત રહેનારને આવા કોઇ સફેદ ધુતારા કે ઠગ ઠગી શકતા નથી.


ગોવીન્દ મારુ

વર્ષગાંઠ (20-02)


1 ) દોશી નીતિન ઇન્દુલાલ મણિલાલ
2 ) શાહ તેજલ ધર્મેશ
3 ) મેહતા અશોક શામળદાસ
4 ) મેહતા નીલિમા જયેશ ભુપતભાઈ
5 ) શાહ અરુણા સુનિલ ચંદુલાલ
6 ) શાહ દીપક દિનેશચંદ્ર
7 ) ત્રેવાડિયા તેજલ દીનેશભાઈ
8 ) વોરા રાજેશ ભોગીલાલ
9 ) વોરા આશિષ પ્રફુલ્લચન્દ્ર જેઠાલાલ

Sunday, February 19, 2012

વર્ષગાંઠ (19-02)


1 ) દોશી નરેન્દ્ર વિક્રમચંદ
2 ) મેહતા રેખા અજીત પ્રવીણચંદ્ર
3 ) મેહતા અમિતા રાજીવ ચમનલાલ જીવરાજ઼
4 ) મેહતા જાન્હવી વિપુલ શશીકાન્ત
5 ) મેહતા શ્રેણીક સુરેશ જેઠાલાલ
6 ) પારેખ વિનયચદ્ર જગજીવનદાસ
7 ) શાહ અમી શીતલ લલિતકુમાર
8 ) શાહ નિયતિ વિરાજ
9 ) શેઠ મિતલ રમેશ શિવલાલ

Saturday, February 18, 2012

મૃત્યુ

 
 
વાંકાનેર હાલ મલાડ સ્વ. હસમુખરાય અંબાવિદાસ મહેતા (ઉં. વ. ૬૯), મંગળવાર, ૧૪-૨-’૧૨ના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. બિમલ, ઝિમેશ, વિરલના પિતાશ્રી. સેજલના સસરા. મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, જશવંતીબેન, અનસૂયાબેન, હંસાબેનના ભાઈ. ધ્રાગંધ્રા નિવાસી સ્વ. વૃજલાલ પુંજાલાલ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી શનિવાર, ૧૮-૨-’૧૨ના ૩ થી ૫. સ્થળઃ પારેખ હોલ, જીતેન્દ્ર ક્રોસ રોડ, શાંતિનાથ ભગવાન દેરાસરની બાજુમાં, મલાડ (ઇસ્ટ).

લગ્ન

મેહુલ  પ્રફુલચંદ્ર  જગજીવનદાસ પારેખ
(વતન : રંગપર-બેલા / હાલ :બોરીવલી)

ના લગ્ન

ઈશા અશોકકુમાર  શાહ  
(હાલ :મુંબઈ)

સાથે તા. ૧૭-૦૨-૨૦૧૨ ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

ધર્મ જેવું જ આજે ક્યાં છે?

 ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્રી ‘ધાર્મીક માણસની અગ્ની પરીક્ષા‘માં વીણા પટેલે ખુબ જ સુંદર ચર્ચા કરી છે અને ખરેખર ષડ્ રીપુ દુર થાય તો મનુષ્યને આત્માનો વીજય મળે જ તેમાં પણ  શંકા નથી; પરંતુ આજે ભારતમાં ધર્મ જેવું જ ક્યાં રહ્યું છે ? કેટલાંય મંદીરો છે અને દરેક વાડાનાં મંદીરો વળી જુદાં જુદાં, મહંતો જુદા જુદા અને તે પંથ(વાડા)ને માનનારાં પણ જુદા જુદા !  આ વાડાબંધી દુર થાય અને મંદીરો બાંધવાનું બંધ થાય તો જ ધર્મ વીશે કંઈક કરી શકાય અને વ્યક્તીને આ ષડ્ રીપુ ધીમે ધીમે ઓછાં કરવાની સમજ આપી શકાય. પરંતુ ગણ્યા ગણાય નહીં એટલા પંથ અને દરેકનાં મંદીરો તથા મહંતો-સંતો ! આ બધાં પાછાં ‘મેં ભી ડીચ !’ કરીને પોતાના પંથને જ દુનીયાનો સાચો ધર્મ–પંથ માને છે અને અનુયાયી પાસે મનાવડાવે છે ! પછી ધર્મ જેવું રહેતું જ નથી. ધર્મની હાટડીઓવાળા સંતો પોતાના અહંકાર પ્રમાણે જ બધાને દોરે છે, માર્ગદર્શન આપે છે. એમાં સાચો ધર્મ અલોપ થઈ જાય છે. પોતે વૈભવી એરકન્ડીશન્ડ ગાડીઓમાં ફરવું, રહેવું અને પ્રજાને મુરખ બનાવી એશઆરામ કરવો. બધી જાતનાં ભૌતીક ભોગો-ઐયાશી-ભોગવવાં તે સીવાય એ હાટડીસંતોને બીજું દેખાતું જ નથી, સમજાતું નથી એટલે પોતે જ કામ, ક્રોધ, મોહ વગેરે ષડ્ રીપુ છોડી શકતા નથી તો સામાન્ય વ્યક્તી તો માર્ગદર્શન વગર અટવાઈ તેમાં નવાઈ નહીં ! માનવી બીજા માનવીને મનુષ્ય તરીકે જોતાં શીખે અને વર્તે તો પણ ઘણું કહેવાય ! માનવીને જ માનવીની કીંમત નથી, પછી ષડ્ રીપુ ક્યાંથી છુટે ? ઉલટા વધારે ઉંડા ઘુસી જાય ! અને આમાં જ ધર્મની અધોગતી થાય છે. ‘ધર્મ એટલે તો ફરજ’ ! ઈશ્વરે મનુષ્યને ભૌતીક જીવનમાં જે ફરજો બજાવવાની આપી છે તે પ્રમાણે માનવી ચાલે તે જ ધર્મ ! ધર્મ કાંઈ વાડામાં બંધાય ?

ડૉ. કે. ટી. સોની, (લેખક સુરતના બહુ જ સેવાભાવી ડૉક્ટર છે અને સુરતના એક પ્રબુદ્ધ–સજાગ નાગરીક પણ છે.)

 Posted  by ગોવીંદ મારુ

 

વર્ષગાંઠ (18-02)


1 ) મેહતા હિતેષ ઈન્દ્રકુમાર
2 ) સંઘવી રાજેશ પ્રભુદાસ દલીચંદ