આ છે અમારૂ નિરીક્ષણ.
1) ઍક વિદ્યાર્થી દીઠ કુલ્લે 26 આઇટમ મા- બાપ કે વાલીઓઍ ઉચકીને ઘરે લઈ જવાની છે ઍટલે કે ઘરમા 2 બાળકો હોઈ તો 52 વસ્તુઓ તમારે દાદરથી મસ્જિદ અને ત્યાર બાદ ઘરે લઈ જવાની છે.
2 ) તે ઉપરાંત કુટુમ્બ દીઠ બીજી 12 વસ્તુઓ પણ દાદરથી મસ્જિદ અને ત્યાર બાદ ઘરે લઈ જવાની છે
3) સમાજના સભ્યો બોરિવલી અને ઘાટકોપરથી દાદર અને ત્યાંથી મસ્જિદ 4 & 8 વચ્ચે કામના દિવસોમા ગિર્દીના સમયમા મુસાફરી કરશે. .
દરેક બાળક નીચેની વિગતે 26 વસ્તુ મેળવશે.
Motu mandal | Yuvak Mandal | Total |
ball pen | 1 | 1 | 2 |
label/rubber | 1 | 1 | |
lunch box | 1 | 1 | |
notebook | 5 | 10 | 15 |
paper file | 1 | 1 | |
pencil box | 1 | 1 | 2 |
steel foot rule | 1 | 1 | 2 |
water bag | 1 | 1 | |
water bottle | 1 | 1 | |
Grand Total | 10 | 16 | 26 |
ફૅમિલી દીઠ નીચેની વસ્તુઓ દેવામા આવશે.:
Motu mandal | Yuvak Mandal | Total |
colorbox | 1 | 1 | |
compass | 1 | 1 | 2 |
folder file | 1 | 1 | |
plastic cover | 1 | 1 | |
pouch | 1 | 1 | |
school bag | 1 | 1 | |
sketch pen | 1 | 1 | 2 |
velcro docu bag | 1 | 1 | |
writing pad | 1 | 1 | 2 |
Grand Total | 5 | 7 | 12 |
ટેબલ જોતા 2 સ્ટીલ ફુટ રૂલ અને 2 પેન્સિલ બૉક્સ દરેક બાળકને મળે છે. આને પૈસાનો વેડ્ફાટ ના કહેવાય? પેન્સિલ વડે કેટલા બાળકો લખે છે ? તેવીજ રીતે દરેક બાળકને 1 વૉટર બેગ અને 1 વૉટર બૉટલ પણ મળે છે. આ ડ્યૂપ્લિકેશન નથી?
જ્યારેવેલ્ક્રો ડૉક્યુમેંટ બૅગ ફૅમિલી દીઠ ઍક જ આપવામા આવશે. ઘરમા જો 2 બાળકો હોઈ તો કોણ આ ડૉક્યુમેંટ બેગ વાપરશે ? તેવુજ પાઉચ નુ છે.
હવે અમારે જે પુછવાનુ છે તે આ છે :
1) શા માટે વિતરણ રવિવારે રાખવામા નથી આવ્યુ ? સભ્ય ભાઈઓનુ શું થશે જ્યારે તેઓ કામના દિવસે હાથમા આટલુ વજન લઈને પોતાના ઘરે જશે?
2) બંને મંડળો શા માટે ઍક બીજાના સહકારથી કામ કરવા નથી ઈચ્છતા. બંને જગ્યાઓઍ બંને મંડળની વસ્તુઓ સાથે મળે ઍવુ કેમ ના થઈ શકે ?
3) વળી બંને કમિટી મેમ્બર્સઑઍ જ્યારે આપણને દોડાવવાનુ નક્કીજ કર્યુ છે ત્યારે વિતરણના સમયમા પુરતુ અંતર શા માટે નથી રાખવામા આવ્યુ ?
આ બધી વાતો ઉપર થી ઍવુ લાગે છે કે કમિટી મેમ્બર્સ સેવા કરવાને બદલે શેઠાઈ કરવા માંગે છે. તેઓ જે કાઇ કરી રહ્યા છે તે સમાજના ભલા માટે નથી કરી રહ્યા. તેઓ જે વિચારી રહ્યા છે તે સમાજના બૃહદ્ હિતમા નથી. તેઓ ઘરેડની બહારનુ વિચારી શકતા નથી.
અમોને ઍવુ પણ લાગે છે કે દાતાઓઍ ફક્ત દાનરાશિ આ બધી પ્રવૃતિ માટે આપીને દૂર ખસી જવુ ના જોઇઍ પરંતુ તેઑઍ આપેલા દાન નો કેવી રીતે અને શુ ઉપયોગ થવાનો છે તેની પણ શરતો મુકવી જોઇઍ. દાતાઑ તો હમેશા ઍવુ જ ઈચ્છતા હોઈ કે વધૂમા વધુ ભાઈઓ તેમની દાનરાશિ નો લાભ લ્યે.
વધુ હવે પછી.
No comments:
Post a Comment