Pages

Sunday, June 7, 2009

બ્લોગસ્પોટ ઍટલે શું ?

વાલ્હા સભ્ય મિત્રો,

બ્લોગસ્પોટનુ ગુજરાતી શું કરવું?

ગુજરાતીમા બ્લોગસ્પોટને ચોરો કહી શકાય. ચોરો ઍટલે ઍવી જગ્યા કે જ્યાં મિત્રો ભેગા થઈને તેમના સામાન્ય સવાલો ચર્ચે. થોડા સભ્યો ઍવા હોય કે જેમને ઉકેલ જોઈતો હોય અને થોડા ઍવા હોય કે જેમની પાસે ઉકેલ હોય. તેવીજ રીતે આપણે પણ આ બ્લોગ વિકસાવી શકીયે અને આપણા સમાજને લગતા કાર્યોનુ સારી રીતે સંચાલન કરી શકીયે કે કરાવી શકીયે.

પરંતુ તમો સભ્ય મિત્રો આ પ્રવૃતિમા જો રસપૂર્વક અને સતત ભાગ લ્યો તો જ આ શક્ય બને. શરૂઆતમા તો બ્લોગ ગુજરાતીમાં કે ઇંગ્લીશમા શરૂ કરવો તેની દુવિધા હતી. ગુજરાતીમા બ્લોગ પર લખવુ અઘરુ છે અને ઘણો બધો સમય પણ માંગી લે છે. છતા અમો તે કરવાની કોશિશ કરીયે છીઍ. થોડા ધીમા હશુ પરંતુ જરૂરથી તમોને મળશુ.

હવે આ બ્લોગની સફળતાનો આધાર તમારા બધા ઉપર છે કારણકે જો તમે ભાગ ના લ્યો તો આ બધી મહેનત કરવાનો પ્રયાસ નકામો જશે. પરંતુ જો તમે તમારી વિગતો મોકલી ને અમોને પ્રોત્સાહન આપો તો અમોને આનંદ તો થશે જ પણ સમાજ પણ સાચી દિશામા પ્રગતી કરશે કારણ કે સભ્ય મિત્રો ને જે સારુ લાગશે તેજ બનશે.

તમો તમારી જન્મ, મરણ, લગ્ન, સગપણ, માંદગી, અંજલી, ઑપરેશનની વિગત અમોને ઍમવીજેસમાજ@જીમેલ.કોમ ના સરનામે મોકલાવી આપશો જે અમો રોજે રોજ ના ધોરણે અપલોડ કરીશુ.

સમાજના અકાઉંટની નકલ તમોને મળી જ હશે. તમે તે વિષે શું કહેવા માંગો છો ?

નોટબૂકની વહેચણી નો પરિપત્ર પણ તમોને મળ્યો હશે જ. તમારી શું ટીપ્પણી છે ?

જરૂર થી અમો ને લખી જણાવો ઍમવીજેસમાજ@જીમેલ.કોમ ના સરનામે

No comments:

Post a Comment