Pages

Monday, June 29, 2009

નવુ સરનામુ

રાજેન્દ્ર અંબાવિદાસ મેહતાનુ ઘર રિડેવેલપમેંટ થતુ હોવાથી તેઓઍ તેમનુ રહેઠાણ હાલ પુરતુ નીચેના સરનામે ફેરવ્યુ છે.

બી-13, સંઘવી અપાર્ટમેંટ્સ,
ત્રીજે માળે, કમલા નેહરુ ક્રૉસ રોડ નંબર 1,
કાંદીવલી રેલવે સ્ટેશન પાસે,
કાંદીવલી (વેસ્ટ), મુંબઇ - 400 067.
ફોન. : 28614957, 09819171709, 09819294484

મ્રુત્યુ

હાલમા :ધનાળા
મરનારનુ નામ : દલિચંદ વખતચંદ સંઘવી
ઉમર : 83 વર્ષ
મરણ તારીખ : 26-6-2009
પુત્ર : સ્વ. જસવંત
પુત્રી : વનલીલા
જમાઈ: કીર્તિકુમાર શાહ
ભાઈઓ : સ્વ. મણિલાલ અને સ્વ. ચંદુલાલ
બહેન : શાંતાબેન મનહરલાલ મેહતા
પિતાશ્રી : વખતચંદ હરચંદ સંઘવી
કાકા : સ્વ. મોહનલાલ અને સ્વ. હરજીવનદાસ
સસરા : સ્વ. છગનલાલ રાજપાલ લોદરીયા
પ્રભુ મૃતના આત્માને પરમ શાંતિ અર્પે

લગ્ન

શ્રીમતી. નયના અને શ્રી કૈલાશ નવલચંદ શાહના સુપુત્ર
દિપેશ
ના લગ્ન
શ્રીમતી. નલિની અને શ્રી યોગેશ ચંદુલાલ મેહતાનાસુપુત્રી
કૃતી
સાથેતા. 27-06-2009 ના રોજ યોજાયા.

નવ દંપતિને મંગળકારી લગ્નજીવનની શુભ વધાઈ.

ઑપરેશન ?

ટી જે શાહ ઍન્ડ બ્રદર્સ વાળા, શ્રી રમેશ મણિલાલ શાહનુ બાયપાસ ઑપરેશન ઍશિયન હાર્ટ ખાતે ડૉ. પાન્ડા દ્વારા થવાનુ હતુ. તેમના લેટેસ્ટ સમાચાર અમોને જે કોઈ મોકલશે તેમના અમો આભારી થઈશૂ અમોને ઈમેલ કરો mvjsamaj@gmail.com ઉપર.

સગપણ

ડૉ. સ્નેહપ્રભા અને ડૉ. અનીલ ભોગીલાલ મેહતાના સુપુત્ર અંજનનુ સગપણ તા. 28-06-2009 ના રોજ થયુ.
કન્યાપક્ષની માહિતી અમારી પાસે હજુ પહોંચી નથી. જે કોઈ આ માહિતી અમોને અમારા ઈમેલ અડ્રેસ ઉપર (mvjsamaj@gmail.com) મોકલશે તો તે અમે અપલોડ કરીશુ. .

આ સગપણની ઍક નોંધવા લાયક બાબત:
1) ચાંદલા કે વધાવુ લેવાની ના

લગ્ન

શ્રીમતી. જ્યોતિ અને શ્રી રમેશ બળવંતરાય મેહતાના સુપુત્ર રોહન તા 28-06-2009 ના રોજ લગ્નગ્રંથીથી જોડાયા છે. કન્યાપક્ષની માહિતી અમારી પાસે હજુ પહોંચી નથી. જે કોઈ આ માહિતી અમોને અમારા ઈમેલ અડ્રેસ ઉપર (mvjsamaj@gmail.com) મોકલશે તો તે અમે અપલોડ કરીશુ.

આ લગ્નની બે નોંધવા લાયક બાબતો :
1) ચાંદલા કે વધાવુ લેવાની ના.
2) મોસાળાનો અસ્વીકાર.

Saturday, June 27, 2009

સંચાલકની કલમેથી

અમે વર્ષગાંઠની યાદી છેલ્લા અઠવાડિયાથી પબ્લિશ કરી રહ્યા છીયે પરંતુ હજુ સુધી ઍક પણ સભ્ય ભાઈઍ પોતાની ભાવના અત્રે વ્યક્ત કરી નથી. આ ખરેખર લાગણીનો અભાવ જ કહી શકાય. આપણાજ જ્ઞાતિબંધુ માટે તેના જિંદગીના સપારમા દિવસે વધાઈ શુધ્ધા પાઠવી શકવાની ઈચ્છા પણ ખોઇ બેઠા છીયે. આપણી ભાવના તેઓને કેટલો આનંદ આપી શકે અને તેઓને કેટલા ખુશ કરી શકે તે તમો જ્યારે કોઈને શુભેચ્છા પાઠવો ત્યારે ખબર પડે. આ જ સામાજીક જિંદગી છે. આપણે સામાજીક મૂલ્યો ખોઇ બેઠા છીયે. મોડુ થાય તે પહેલા તમારા જાણીતા સગાને વર્ષગાંઠનો શુભ સંદેશ પાઠવવાનુ ચૂકસો નહી.

તમે તમારો બાયોડેટા, જન્મ, મરણ ના સમાચાર તેમજ HSC/SSC પરિણામો કે ગૃહપ્રવેશની વિગતો મોકલી આપશો જે અમો અત્રે છાપીશુ.

ઍમવીજેસમાજ ટીમ

Friday, June 26, 2009

અવસાન

વતન : હડમતિયા (મોરબી)
હાલ : થાણા (મુંબઇ)
મરનારનુ નામ : રંજનબેન નૌતમલાલ કાલીદાસ ગાંધી
ઉમર : 67 વર્ષ
અવસાન તારીખ : 24-6-2009
પતિ : નૌતમલાલ કાલીદાસ ગાંધી
દિકરી : જિનિશા
જમાઈ : પ્રીતેશ ભરત વોરા
જેઠ : સ્વ. અમૃતલાલ અને શાંતિલાલ
નણદ : સ્વ. શાંતાબેન,લીલાવંતી શાંતિલાલ મોતીચંદ શાહ અને જયાબેન હિંમતલાલ જીવરાજ઼ મેહતા
ભત્રીજા: રાજેશ અને હિતેષ
ભત્રીજા વહુ : જ્યોતિ અને ફાલ્ગુણી
ભત્રીજી: નૂતન, ભારતી અને અલકા
ભત્રીજી-વર : હસમુખરાય પ્રભાશંકર મેહતા,સુરેશચંદ્ર ગિરધરલાલ વોરા અને અશોક છોટાલાલ શેઠ
પિતાશ્રી: સ્વ વખતચંદ ફતેહચંદ પટેલ

ઈશ્વર મૃતના આત્માને ચિર શાંતિ આપે.

Tuesday, June 23, 2009

ઉચ્ચ કેળવણી લોન

આપણા સમાજના જે સભ્યો વધુ અભ્યાસર્થ પરદેશ જવા ઈચ્છતા હોય અથવા તો ભારતમા જ ઉચ્ચ કેળવણી મેળવવાની ઈચ્છા રાખતા હોય અને નાણાકીય સહાયની જરૂર હોય તો તેઓ જૈન જાગૃતિ સેંટ્રલ બોર્ડનો સંપર્ક કરે. જ્ઞાતિબાદ વગર તેઓ પરદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીને રૂપિયા 125000 અથવા રૂપિયા 75000 ભારતમા અભ્યાસ કરવા માટે લોન સ્વરૂપે આપે છૅ .

Monday, June 22, 2009

સંદેશા

1)
પ્રતિ,
પ્રકાશ લોદરીયા અને ફૅમિલી,
મારા પિતાશ્રીને શુભેચ્છા પાઠવવા બદલ આભાર્
મિતેષ મેહતા
2)
પ્રતિ,
પ્રદીપભાઈ અને શીતલભાઇ,
જલ્દી સજા થઈ જાવ ઍવી પ્રભુને પ્રાર્થના
પ્રકાશ લોદરીયા અને ફૅમિલી

નોંધ : તમે તમારી શુભેચ્છા/વિગતો જરૂરથી મોકલો. અમો તેને પબ્લિશ કરવા બધા જ પ્રયત્નો કરીશુ.

Saturday, June 20, 2009

મગની મુઠ્ઠી

1)
ચિંતન પ્રદીપ
કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : કાંદિવલી)
નો સંબંધ
નેહા જતીનભાઈ રમણીકલાલ મેહતા (વતન : પાલીતાણા / હાલ : કાંદિવલી)
સાથે નક્કી કરી તેની મગની મુઠ્ઠી તારીખ 13-06-2009 ના રોજ લેવામા આવી છે.
2)
કિરણ નરેન્દ્ર
વાડીલાલ ગાંધી(વતન : ટંકારા / હાલ : મોરબી)
ની મગની મુઠ્ઠી
અમિષ વિનોદરાય જમનાદાસ શાહ (જામનગર) વેરે સંબંધ નક્કી કરી
તારીખ 20-06-2009 ના રોજ આપવામા આવી છે.

મોટા મંડળનીચૂંટણી

આવતીકાલે મોટા મંડળની ચૂંટણી છે જે તમો સૌ ને વિદીત જ છે.
ચૂંટણીમા અવશ્ય હાજરી આપસો. જેઓ સમાજની સેવા કરવા તત્પર છે તેઓને તમારા વોટ રૂપી ટેકા ની જરૂર છે. ચૂંટણી સમયે સમજપૂર્વક અને ઍક સારા નાગરિક તરીકે વર્તજો. સારા અને સાચા સભ્યોને ચૂંટી કાઢજો. ઍક સારી અને સમાજને પ્રગતીના સોપાન ઉપર આગળ લઈ જઈ શકે તેવી કમિટિ ચૂંટાઈ આવે તેવી મંગળ કામના.

ચૂંટણીમા ઉભેલા સર્વે સભ્યોને બેસ્ટ ઓફ લક.

સંદેશા

પ્રકાશ લોદરીયા મહેન્દ્ર વાડીલાલ મેહતાને જલ્દી સારા થઈ જવાની શુભેચ્છા પાઠવે છે.

હિતેન સપાંણી બ્લોગની સફળતા ચાહતા તેમની સેવા આપવાની તત્પરતા દાખવે છે. સંપીને આપણે આપણૂ સ્વપ્ન સાકાર કરીયે તેવો સંદેશો તેઓ આપી રહ્યા છે.

સગપણ

માનસી મહેશ કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : જુહૂ)

નુ સગપણ

રાજ નયન ગિરધરલાલ શેઠ (વતન : લખતર /હાલ : મુલુન્દ)

સાથે તારીખ : 18-06-2009 ના રોજ નક્કી કરવામા આવ્યુ છે.

મૃત્યુ

1)
વતન : હડમતિયા
હાલ : મોરબી
મરનારનુ નામ : લલિતાબેન ફુલચંદ માવજી ગાંધી
ઉમર : 78 વર્ષ
અવસાન તારીખ : 17-6-2009
પતિ : સ્વ. ફૂલચંદભાઈ
બાળકો : સ્વ. પ્રદ્યુતભાઈ, ભરત, જયસુખ, ગુણવંતી, નિરંજના, જયશ્રી અને સુધા
પિતાશ્રી: સ્વ. વનેચંદ હીરાચંદ દોશી
પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે.

2)
વતન: મોરબી
હાલ: મોરબી
મરનારનું નામ: અ. સૌ. હીરાબેન દિનેશભાઈ મહેતા
ઉંમર: ૬૫ વરસ
અવસાન તારીખ: 24-05-2009
પતિ: દિનેશભાઈ
સસરા: સ્વ. જેવંતલાલ અમૃતલાલ મહેતા
સાસુ: વસંતબેન
સંતાન: નેહા અને જીતેશ
જમાઈ : સુનીલકુમાર પારેખ (જામનગર),
જેઠ: સુરેશભાઈ (કાંદિવલી - મુંબઈ)
દેવર: મહેશભાઈ (પાર્લા - મુંબઈ), પ્રકાશભાઈ, રમેશભાઈ, રાજેશભાઈ, શૈલેશભાઈ (રાજકોટ)
નણંદ: સ્વ.પ્રવિણા લલીતકુમાર સંઘવી (દાદર - મુંબઈ)
પિતા: સ્વ. વૃજ્લાલ નરભેરામ શેઠ (જામનગર)

Wednesday, June 17, 2009

સ્વદેશાગમન અને શસ્ત્રક્રિયા

વિનયચંદ્ર છગનલાલ સંઘવી અને તેમના 2 ગ્રાન્ડ ચિલ્ડ્રન હાલમા યૂ.ઍસ.ઍ. થી 2 મહિનાનુ વૅકેસન માણીને પરત ફર્યા છે.

અમે તેમને ભારતમા પાછા ફરતા આવકારીયે છિયે

સાથે સાથે ઍ પણ જણાવી દઈઍ કે વિનયચંદ્રભાઈનુ મોતીયાનુ ઑપરેશન પણ હાલમા થયુ છે. તેઓ જલ્દી સજા
થઈ તેમની રોજિંદી કાર્યકારીણીમા જોડાઈ જાય તે શુભેચ્છા.

Tuesday, June 16, 2009

શસ્ત્રક્રિયા

1) ભૂપતભાઈ રતિલાલ મેહતા અનુપમ-નિરૂપમ, દાદર વાળાઍ બાઇ પાસ ઑપરેશન હાલમા હિન્દૂજા હોસ્પિટલમા કરાવ્યુ.

2) તેમના દીકરા નિમેશે પથરીનુ ઑપરેશન કરાવ્યુ.

3) મહેન્દ્ર વાડીલાલ મેહતા ઘાટકોપરવાળાઍ ગોઠણ રીપ્લેસ્મેંટ ઑપરેશન કોકિલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે કરાવ્યુ.

તેઓ ઝડપથી સજા થઈ જાય ઍ શુભેચ્છા.

Monday, June 15, 2009

અકસ્માત

1) પ્રદીપ રજનીકાંત મનહરલાલ શાહ અને તેમના પુત્રને મોટર અકસ્માત નડેલ છે. તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તબિયત સુધારા પર છે.

2) વિપુલ પ્રદ્યુતભાઈ હિમતલાલ મેહતાને સ્કૂટર અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયા છે.

ત્રણેય સભ્યો સુખરૂપ છે અને સજા થઈ રહ્યા છે તેઓ ઝડપથી સજા થઈ જાય અને ભવિષ્યમા તકેદારી પૂર્વક વાહન ચલાવે તેવી કામના..

Sunday, June 14, 2009

મૃત્યુ

વતન બેલા (મોરબી)
હાલ : પૂના
મરનારનુ નામ : મહેશ દીપચંદ ખીમચંદ પારેખ ઉમર : 58 વર્ષ.
અવસાન તારીખ : 10-6-2009
પત્નિ : ગીતાબેન
પુત્ર : કરણ
ભાઈઓ : સ્વ. વિનુભાઈ, બિપિનભાઈ અને મધુકર
બહેનો : ઉષાબેન અને મધુબેન
બનેવીઓ: મુગટલાલ દોશી અને મહેશભાઈ શેઠ
સસરા : સ્વ. રતિલાલ જગજીવન ગાંધી
ચક્ષુ અને કીડની દાન કરેલ છે

Friday, June 12, 2009

મૃત્યુ

1)
વતન મોરબી
હાલ : મુંબઇ
મરનારનુ નામ : આશાબેન નરેન્દ્ર વીકમચંદ દોશી ઉમર : 49 વર્ષ.
અવસાન તારીખ : 6-6-2009
પતિ : નરેન્દ્ર
સાસુ : સવીતાબેન
સસરા : વીકમચંદ ન્યાલચંદ દોશી
બાળકો : જ઼લ્પા, કવિતા અને જીનાન્સ
જેઠ : મહેશ અને ભૂપેન્દ્ર
દિયર : મુકુન્દ, રજનીકાન્ત,દીપક, વિમલ, દિવ્યેશ
નણદ : વસુમતિ , જાગૃતિ
માતા : ચંદનબેન
પિતા : છબિલદાસ સોલાણી

2)
વતન વાંકાનેર
હાલ : બોરિવલિ
મરનારનુ નામ : શુશીલાબેન રતિલાલ નરશીભાઈ શેઠ ઉમર : 85 વર્ષ.
અવસાન તારીખ : 8-6-2009
પતિ : સ્વ. રતિલાલ
બાળકો : વિજય, કલ્પના, મીરા,દર્શના, શૈલા
પુત્રવધુ : જયશ્રી
જમાઈ : અતુલ, અશ્વિન, દિલીપ, ઉમેશ
પૌત્રો : પરિમલ અને નીરવ
પિતા : ડૉક્ટર કસ્તુરચંદ ઝૂંઝાભાઈ શાહ

પુત્ર જન્મ

બાળકનુ નામ : હૃષિ
જન્મ તારીખ : 04-ઍપ્રિલ-2009
દિકરો કે દીકરી : દિકરો
પિતાનુ નામ: નન્દિશ જગદીશ હિમતલાલ મેહતા
માતાનુ નામ : કેજલ નન્દિશ જગદીશ હિમતલાલ મેહતા

માતા અને બાળક બન્ને નિરામય જીવન વિતાવે તેવી શુભેચ્છા.

નોંધ : મેહતા આગળ નીકળી રહ્યા છે. બીજી અટકવાળા જલ્દી કરો.

Tuesday, June 9, 2009

હરખ પાર્ટી

નન્દિશ જગદીશ હિમતલાલ મેહતા તથા કેજલને ત્યાં દીકરાનો જન્મ થતા તેની હરખ પાર્ટીનુ આયોજન ગુરુવાર તારીખ 11મી જૂનના રોજ કરવામા આવ્યુ છે. ઍમ વી જે સમાજ તેમને અભિનંદન પાઠવે છે.

જ઼ન્મ (બ્લોગનુ પહેલુ બાળક)

બાળકનુ નામ : ધ્રુવી
જન્મ તારીખ : 21-માર્ચ-2009
દિકરો કે દીકરી : દીકરી
પિતાનુ નામ: ગૌરાંગ રાજેન્દ્ર અંબાવીદાસ મેહતા
માતાનુ નામ : ઍકતા ગૌરાંગ રાજેન્દ્ર અંબાવીદાસ મેહતા

માતા અને બાળક બન્ને નિરામય જીવન વિતાવે તેવી શુભેચ્છા.

Monday, June 8, 2009

નોટબુક્સ તથા સ્ટેશનેરીનુ વિતરણ કેવી રીતે કરવામા આવે છે ?

છેલ્લા બ્લોગમા તમારી ટીપ્પણી નોટબુક્સના વિતરણ માટે પુછી હતી.

આ છે અમારૂ નિરીક્ષણ.

1) ઍક વિદ્યાર્થી દીઠ કુલ્લે 26 આઇટમ મા- બાપ કે વાલીઓઍ ઉચકીને ઘરે લઈ જવાની છે ઍટલે કે ઘરમા 2 બાળકો હોઈ તો 52 વસ્તુઓ તમારે દાદરથી મસ્જિદ અને ત્યાર બાદ ઘરે લઈ જવાની છે.
2 ) તે ઉપરાંત કુટુમ્બ દીઠ બીજી 12 વસ્તુઓ પણ દાદરથી મસ્જિદ અને ત્યાર બાદ ઘરે લઈ જવાની છે
3) સમાજના સભ્યો બોરિવલી અને ઘાટકોપરથી દાદર અને ત્યાંથી મસ્જિદ 4 & 8 વચ્ચે કામના દિવસોમા ગિર્દીના સમયમા મુસાફરી કરશે. .

દરેક બાળક નીચેની વિગતે 26 વસ્તુ મેળવશે.



Motu mandal
Yuvak Mandal Total

ball pen 1 1 2
label/rubber 1
1
lunch box
1 1
notebook 5 10 15
paper file
1 1
pencil box 1 1 2
steel foot rule 1 1 2
water bag
1 1
water bottle 1
1
Grand Total 10 16 26


ફૅમિલી દીઠ નીચેની વસ્તુઓ દેવામા આવશે.:

Motu mandal Yuvak Mandal Total

colorbox
1 1
compass 1 1 2
folder file 1
1
plastic cover
1 1
pouch
1 1
school bag 1
1
sketch pen 1 1 2
velcro docu bag
1 1
writing pad 1 1 2
Grand Total 5 7 12

ટેબલ જોતા 2 સ્ટીલ ફુટ રૂલ અને 2 પેન્સિલ બૉક્સ દરેક બાળકને મળે છે. આને પૈસાનો વેડ્ફાટ ના કહેવાય? પેન્સિલ વડે કેટલા બાળકો લખે છે ? તેવીજ રીતે દરેક બાળકને 1 વૉટર બેગ અને 1 વૉટર બૉટલ પણ મળે છે. આ ડ્યૂપ્લિકેશન નથી?
જ્યારેવેલ્ક્રો ડૉક્યુમેંટ બૅગ ફૅમિલી દીઠ ઍક જ આપવામા આવશે. ઘરમા જો 2 બાળકો હોઈ તો કોણ આ ડૉક્યુમેંટ બેગ વાપરશે ? તેવુજ પાઉચ નુ છે.

હવે અમારે જે પુછવાનુ છે તે આ છે :

1) શા માટે વિતરણ રવિવારે રાખવામા નથી આવ્યુ ? સભ્ય ભાઈઓનુ શું થશે જ્યારે તેઓ કામના દિવસે હાથમા આટલુ વજન લઈને પોતાના ઘરે જશે?

2) બંને મંડળો શા માટે ઍક બીજાના સહકારથી કામ કરવા નથી ઈચ્છતા. બંને જગ્યાઓઍ બંને મંડળની વસ્તુઓ સાથે મળે ઍવુ કેમ ના થઈ શકે ?

3) વળી બંને કમિટી મેમ્બર્સઑઍ જ્યારે આપણને દોડાવવાનુ નક્કીજ કર્યુ છે ત્યારે વિતરણના સમયમા પુરતુ અંતર શા માટે નથી રાખવામા આવ્યુ ?

આ બધી વાતો ઉપર થી ઍવુ લાગે છે કે કમિટી મેમ્બર્સ સેવા કરવાને બદલે શેઠાઈ કરવા માંગે છે. તેઓ જે કાઇ કરી રહ્યા છે તે સમાજના ભલા માટે નથી કરી રહ્યા. તેઓ જે વિચારી રહ્યા છે તે સમાજના બૃહદ્ હિતમા નથી. તેઓ ઘરેડની બહારનુ વિચારી શકતા નથી.

અમોને ઍવુ પણ લાગે છે કે દાતાઓઍ ફક્ત દાનરાશિ આ બધી પ્રવૃતિ માટે આપીને દૂર ખસી જવુ ના જોઇઍ પરંતુ તેઑઍ આપેલા દાન નો કેવી રીતે અને શુ ઉપયોગ થવાનો છે તેની પણ શરતો મુકવી જોઇઍ. દાતાઑ તો હમેશા ઍવુ જ ઈચ્છતા હોઈ કે વધૂમા વધુ ભાઈઓ તેમની દાનરાશિ નો લાભ લ્યે.


વધુ હવે પછી.

Sunday, June 7, 2009

બ્લોગસ્પોટ ઍટલે શું ?

વાલ્હા સભ્ય મિત્રો,

બ્લોગસ્પોટનુ ગુજરાતી શું કરવું?

ગુજરાતીમા બ્લોગસ્પોટને ચોરો કહી શકાય. ચોરો ઍટલે ઍવી જગ્યા કે જ્યાં મિત્રો ભેગા થઈને તેમના સામાન્ય સવાલો ચર્ચે. થોડા સભ્યો ઍવા હોય કે જેમને ઉકેલ જોઈતો હોય અને થોડા ઍવા હોય કે જેમની પાસે ઉકેલ હોય. તેવીજ રીતે આપણે પણ આ બ્લોગ વિકસાવી શકીયે અને આપણા સમાજને લગતા કાર્યોનુ સારી રીતે સંચાલન કરી શકીયે કે કરાવી શકીયે.

પરંતુ તમો સભ્ય મિત્રો આ પ્રવૃતિમા જો રસપૂર્વક અને સતત ભાગ લ્યો તો જ આ શક્ય બને. શરૂઆતમા તો બ્લોગ ગુજરાતીમાં કે ઇંગ્લીશમા શરૂ કરવો તેની દુવિધા હતી. ગુજરાતીમા બ્લોગ પર લખવુ અઘરુ છે અને ઘણો બધો સમય પણ માંગી લે છે. છતા અમો તે કરવાની કોશિશ કરીયે છીઍ. થોડા ધીમા હશુ પરંતુ જરૂરથી તમોને મળશુ.

હવે આ બ્લોગની સફળતાનો આધાર તમારા બધા ઉપર છે કારણકે જો તમે ભાગ ના લ્યો તો આ બધી મહેનત કરવાનો પ્રયાસ નકામો જશે. પરંતુ જો તમે તમારી વિગતો મોકલી ને અમોને પ્રોત્સાહન આપો તો અમોને આનંદ તો થશે જ પણ સમાજ પણ સાચી દિશામા પ્રગતી કરશે કારણ કે સભ્ય મિત્રો ને જે સારુ લાગશે તેજ બનશે.

તમો તમારી જન્મ, મરણ, લગ્ન, સગપણ, માંદગી, અંજલી, ઑપરેશનની વિગત અમોને ઍમવીજેસમાજ@જીમેલ.કોમ ના સરનામે મોકલાવી આપશો જે અમો રોજે રોજ ના ધોરણે અપલોડ કરીશુ.

સમાજના અકાઉંટની નકલ તમોને મળી જ હશે. તમે તે વિષે શું કહેવા માંગો છો ?

નોટબૂકની વહેચણી નો પરિપત્ર પણ તમોને મળ્યો હશે જ. તમારી શું ટીપ્પણી છે ?

જરૂર થી અમો ને લખી જણાવો ઍમવીજેસમાજ@જીમેલ.કોમ ના સરનામે

Saturday, June 6, 2009

આવો મારી સાથે

ચાલો તો આપણે મળીઍ આ ચોરા ના માધ્યમ થી
ઍક બીજાને સમજતા રહિયે અને ઍક બીજાને ઊપયોગી થઈઍ.
મારા સવાલો અને તમારા જવાબો.
મારો પ્રશ્ન અને તમારો ઉકેલ
ઍક સારા માનવી બનવાની કોશીશ કરીયે