Pages

Monday, January 31, 2011

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૫૫ ડીસેમ્બર ૨૦૧૦




સમાજ ઉત્કર્ષના પ્રથમ ૮ પાના વાંચવા અત્રે ક્લિક કરો

સમાજ ઉત્કર્ષના ૯ થી ૧૬ પાના વાંચવા અત્રે ક્લિક કરો

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (31-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, January 30, 2011

વર્ષગાંઠ (30-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, January 29, 2011

મૃત્યુ


વતન  : મોરબી
હાલ :   મોરબી
મરનારનુ નામ :   ચીમનરાય દુર્ગાશંકર મેહતા
ઉમર :  ૮૨ વર્ષ
મરણ તારીખ : ૨૭-૦૧-૨૦૧૧
પત્નિ : સ્વ. રમાબેન
પુત્રો: કિશોર, દિપક, કમલ,હર્ષદ,ભરત 
પુત્રીઓ : લતાબેન મુકેશભાઇ શેઠ, હંસાબેન મનોજભાઇ મેહતા
પિતા : સ્વ. દુર્ગાશંકર છબિલદાસ  મેહતા 
ભાઇઓ: સ્વ. પ્રતાપભાઇ, સ્વ. ગુણવંતભાઇ
બહેનો : સ્વ. નીમુબેન નવનિતરાય પટેલ, ભાનુબેન પ્રદ્યુતરાય શાહ
સસરા: સ્વ. ન્યાલચંદ માધવજી શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

મૃત્યુ




વતન  : ટિકર
હાલ :   ઘાટકોપર, મુંબઇ
મરનારનુ નામ :   ચંદ્રકાંત વનેચંદ મેહતા
ઉમર :  ૬૬ વર્ષ
મરણ તારીખ : ૨૬-૦૧-૨૦૧૧
પત્નિ : રજનબેન
પુત્રો: પારસ, હેમલ, જિગ્નેશ
પુત્ર વધૂઓ : જેસલ, જોલી, દિપાલી
પૌત્રો : અક્ષત, અંશ
પૌત્રીઓ : જૈની, અંશુમી
ભાઇઓ: રમણિકભાઇ, વિજયભાઇ
બહેનો : સ્વ. મુક્તાબેન શાંતિલાલ શાહ,સરોજબેન લલિતભાઇ સંઘવી
પિતા : સ્વ. વનેચંદ વખતચંદ મેહતા 
માતા : સ્વ. સુરજબેન
સસરા: સ્વ. હિંમતલાલ સવજીભાઇ શાહ


સ્વ. ચંદ્રકાંતભાઇ ઘાટકોપર મચ્છુકાંઠા મિત્ર મંડળના પ્રમુખ હતા.આપણા સમાજના એક ભાગ માટે સામાજીક સેવાઓ આપી રહ્યા હતા. તેઓ ધાર્મિક રીતે પણ એટલા જ સક્રિય હતા.

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે


વર્ષગાંઠ (29-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, January 28, 2011

વર્ષગાંઠ (28-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, January 27, 2011

જાણો અને માણો

શ્રી હિરેન શાહને પૈસા વિષેનું ઋષિ કાગળવાલાનું મુંબઇ સમાચારમાં પ્રકાશિત થયેલું કાવ્ય બહું ગમેલ છે. તેમની ઇચ્છાને માન આપી તેને અત્રે ફરી પ્રસ્તુત કરવામાં આવે છે.


વર્ષગાંઠ (27-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, January 26, 2011

વર્ષગાંઠ (26-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, January 25, 2011

વર્ષગાંઠ (25-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, January 24, 2011

મૃત્યુ


વતન  : ખાખરેચી
હાલ :   રાજકોટ
મરનારનુ નામ :   બ્રિજેશ નવિનચંદ્ર મેહતા
ઉમર :  ૩૮ વર્ષ
મરણ તારીખ : ૨૩-૦૧-૨૦૧૧
પિતા : સ્વ. નવિનચંદ્ર દલિચંદ મેહતા 
ભાઇ : ધવલ
બહેન : સ્મિતા
દાદા : સ્વ. દલિચંદ છગનલાલ મેહતા
નાના : સ્વ.વલમજી ત્રિભોવનદાસ ગાંધી
 
પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

દીકરો અને દીકરી

કોઇ પણ બાળક જન્મે એટલે પહેલો પશ્ન એ થાય કે બાબો કે બેબી ? જો બાળક બાબો હોય તો નવા માબાપનું મોઢું લાપસી ખાય અને જો બેબી હોય તો મોઢું પડી જાય. હાલના જમાનામાં તો દિકરી દિકરા કરતા સવાઇ નિવડે છે પણ ગળથુથીમાં મળેલા સંસ્કારોને લીધે તથા પુરુષ પ્રધાન સમાજને લીધે ઘણા બધાં માબાપ તથા તેમના કુટુંબીઓ દિકરો એટલે મોટી જીત અને દિકરી એટલે મોટી હાર એવું માનવા લાગે છે. પરંતુ તટસ્થતાથી વિચાર કરીયે તો હિરેનભાઇ શાહે મોકલાવેલ કવિતા સાથે સહમત થયા વગર રહેવાસે નહી.

દીકરો અને દીકરી

  •  
દીકરો વારસ છે તો દીકરી પારસ છે! 
દીકરો વંશ છે તો દીકરી અંશ છે! 
દીકરો આન છે તો દીકરી શાન છે! 
દીકરો તન છે તો દીકરી મન છે!
દીકરો માન છે તો દીકરી સ્વમાન છે! 
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે!
દીકરો આગ છે તો દીકરી બાગ છે! 
દીકરો દવા છે તો દીકરી દૂવાં છે!
દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે! 
દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે!
દીકરો ગીત છે તો દીકરી સંગીત છે! 
દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!
 
દીકરો વાદળ છે અને વરસે છે તો દીકરી ધરતી છે અને તરસે છે! 
દીકરો એક પરિવારને તારે છે તો દીકરી દસ પરિવારને તારે છે!! 

વર્ષગાંઠ (24-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, January 23, 2011

વર્ષગાંઠ (23-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, January 22, 2011

મૃત્યુ



વતન  : મોરબી
હાલ :   બોરીવલી,મુમ્બઇ
મરનારનુ નામ :   ગં.સ્વ. જશવંતીબેન નવલચંદ શાહ
ઉમર :  ૮૨ વર્ષ
મરણ તારીખ : ૨૦-૦૧-૨૦૧૧
પતિ : સ્વ. નવલચંદ મુલચંદ શાહ
પુત્રો : કૈલાશ,શરદ,કેતન,જયેશ
પુત્રવધૂઓ : નયના,દક્ષા,ફાલ્ગુનિ
પૌત્રો : દિપેશ,નિરવ,હેમાંગ,સાગર
પૌત્રીઓ : કૃતિ,અમિ,પૂજા,ભક્તિ
પિતા : સ્વ. ચુનીલાલ રૂપચંદ દોશી

૮૨ વર્ષની ઉમરે પણ જશવંતીબેન અતિશય ધાર્મિક જીવન જીવતા હતા. તેઓ સમાજે ઉજવેલા વાર્ષિકોત્સવમાં સમારંભ પ્રમુખ તરીકે તા. ૦૨-૦૧-૨૦૧૧ના રોજ હાજર રહેવાના હતા પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આવી ન શક્યા. તેમના પુત્ર શ્રી કેતનભાઇ આપણા સમાજના ઓડિટર તરીકે કેટલા વર્ષોથી માનદ સેવા આપી રહ્યા છે.

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે


વર્ષગાંઠ (22-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, January 21, 2011

કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઇ

આજ ૨૧ જાન્યુઆરી છે. ઇ.સ. ૧૮૨૦ એટલે કે આજથી ૧૯૧ વર્ષ પહેલા આજ  દિને કવિશ્વર દલપતરામનો જન્મ થયો હતો. તેમણે લખેલ  લાંચ વિષેનું કાવ્ય લગભગ ૧૫૦-૧૭૫ વર્ષ પહેલાની પરિસ્થિતીનો ખ્યાલ આપે છે. વાંચીને એવું લાગ્યા વગર નહીરહે કે ત્યારે પણ લાંચિયાઓનું રાજ ચાલતું હતું. પ્રજા ત્રસ્ત હતી.લાંચનું, મફતમાં, બિન કાયદાકીય લેવામાં  માનવજાતને વધુ આનંદ  શાથી આવે છે તે સંશોધનનો વિષય બની શકે તેમ છે. તો અત્રે પ્રસ્તુત છે કવિનું કાવ્ય

લાંચ વિષે

મૃત્યુ


વતન  : વાંકાનેર
હાલ :   મુમ્બઇ
મરનારનુ નામ :   બિપીનભાઇ દલપતભાઇ શેઠ
ઉમર :  ૬૮ વર્ષ
મરણ તારીખ : ૧૯-૦૧-૨૦૧૧
પત્નિ :  મંજુલાબેન
પુત્રો : જય
ભાઇઓ :સ્વ. ધનવંતભાઇ, સ્વ.અનુભાઇ,બકુલભાઇ
બહેનો : સ્વ. રજવંતીબેન વિનોદરાય મેહતા, ગં.સ્વ. દમયંતિબેન ચિમનલાલ દોશી
પિતા : સ્વ. દલપતભાઇ મોતીચંદ શેઠ
માતા : સ્વ.સમજુબેન
સસરા : હિરાચંદ કરમચંદ વોરા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (21-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, January 20, 2011

વર્ષગાંઠ (20-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, January 19, 2011

વર્ષગાંઠ (19-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, January 18, 2011

મકરસંક્રાંતિની SMS શુભેચ્છાઓ- પ્રદિપ દોશી દ્વારા

પ્રદિપભાઇ દોશીએ મોકલાવેલ થોડી મોડી મકરસંક્રાંતિની SMS શુભેચ્છાઓ અત્રે પ્રસ્તુત છે.



========================================
શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
========================================

 સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
========================================
 
આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં ચગે છે.
========================================
 
પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે...
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
=====================================

વર્ષગાંઠ (18-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, January 17, 2011

મૃત્યુ


વતન  : વાંકાનેર
હાલ :  કાંદિવલી, મુમ્બઇ
મરનારનુ નામ :   મનહરલાલ ચતુરદાસ દોશી
ઉમર :  ૭૬ વર્ષ
મરણ તારીખ : ૧૫-૦૧-૨૦૧૧
પત્નિ : સ્વ. મંજુલાબેન
પુત્રો : યોગેશ, હિતેષ
પુત્રવધૂઓ : નિશા,વૈશાલી
પુત્રીઓ: નીલા નરેશ ગાર્ડી,શોભના જીતેન્દ્ર વોરા,દક્ષા અજીત મહેતા
પિતા : સ્વ. ચતુરદાસ માણેકચંદ દોશી
ભાઇઓ :સ્વ. કાંતિલાલ, સ્વ. વનેચંદભાઇ,સ્વ.રજનીકાંત
બહેનો : પુષ્પાબેન, પદ્માબેન
સસરા : સ્વ. પોપટલાલ મગનલાલ  શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે
 સ્વર્ગસ્થના નાના ભાઇ સ્વ. રજનીકાંતભાઇ ૧૬ દિવસ પહેલા જ અવસાન  પામ્યા.

વર્ષગાંઠ (17-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, January 16, 2011

વર્ષગાંઠ (16-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, January 15, 2011

વર્ષગાંઠ (15-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, January 14, 2011

પતંગનો ઓચ્છવ


પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !
નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.
ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !
હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…
આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…
- રમેશ પારેખ

વર્ષગાંઠ (14-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, January 13, 2011

વર્ષગાંઠ (13-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, January 12, 2011

વર્ષગાંઠ (12-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, January 11, 2011

વર્ષગાંઠ (11-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, January 10, 2011

વર્ષગાંઠ (10-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, January 9, 2011

વર્ષગાંઠ (09-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, January 8, 2011

વર્ષગાંઠ (08-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, January 7, 2011

વર્ષગાંઠ (07-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, January 6, 2011

વર્ષગાંઠ (06-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, January 5, 2011

વાર્ષિકોત્સવ -સુરજ વોટર પાર્ક -૦૨-૦૧-૨૦૧૧

ગઇ કાલે આપણે સુવેનિયરમાં થયેલી ભૂલોની વાત કરી પણ ભૂલોની ચર્ચા કરવાથી વાત પુરી થતી નથી. કોઇ પણ સંસ્થા આવી ભૂલો જાણી જોઇને કરે નહી. તેના કારણોની થોડી તપાસ કરીયે તો આપણો વાર્ષિકોત્સવ ઘણા બધા કાર્યોનું સંકલન માંગી લ્યે છે. સુવેનિયર જ જો તપાસીયે તો તેમા આપણને ખબર પડશે કે પ્રસંગના મહેમાનોના જુદા જુદા લખાણોનું સંકલન, યુવક મંડળ, સમાજ અને મહિલા મંડળની કારોબારીનું સંકલન, દાતાઓના નામોનું સંકલન, યુવક મંડળ અને સમાજ તરફથી અપાતા પારિતોષિક વિજેતાઓના નામોનું સંકલન તથા તેમને મળતા ઇનામો કે પ્રમાણ પત્રોની ગોઠવણી. આવા બહુવિધ કાર્યોમાં ભૂલ ન થાય તો જ નવાઇ.

૧૫૦૦ થી વધુ જ્ઞાતિજનોને મુંબઇથી દૂર લાવવા- લઇ જવાનું કાર્ય જ બહુ વિકટ છે  મુંબઇમાં વસતા જ્ઞાતિજનોને તે કહેવાની ભાગ્યેજ જરૂર છે. વાર્ષિકોત્સવ માટે ટિકિટો છાપવી, તેની વહેંચણી કરવી, તેને માટે સેંટરો ખોલવા, જ્ઞાતિજનોના Contributions  ભેગા કરવા, તેના હિસાબ રાખવા,ટિકિટના વેચાણ મુજબ  બસો તથા તેના ઉપડવાના સ્થળો નક્કી કરવા, દરેક જ્ઞાતિજનોને એક દિવસ અગાઉ ફોન કરી યાદી આપવી વિગેરે કામો સમય અને શક્તિ બન્ને માંગી લ્યે છે. કોઇ કોઇ જગ્યાએ તો પાંચ કે તેથી વધુ બસો પણ ઉપડી તે સર્વેનું સંકલન કરવું પણ અતિશય કઠીન છે. આમ છતાં વર્ષાનુવર્ષ આપણે તે કરતા આવ્યા છીએ. ક્યારે કોઇ રહી ગયુ કે કોઇ ભૂલાઇ ગયુ તેવું બન્યું નથી.આ સંચાલનને આપણે ટીફીનવાળાના સંચાલન સાથે સરખાવી શકીયે.

દરેક જ્ઞાતિજનને તેમની ટિકિટ સામે સુરજ વોટર પાર્કમાં પ્રવેશ આપવામાં આવેલ હતો. ત્યાં પહોંચ્યા બાદ સવારના ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.વિશાળ જગ્યા, ઓડિટોરિયમ તથા આરામગૃહ સહિતના સુરજ ગઢમાં ચોખ્ખાઇ ઉડીને આંખે ચડતા હતા. સુરજગઢમાં જ સુવેનિયર વિતરણ તથા વિજેતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું.

નાસ્તા બાદ જ્ઞાતિજનો પોતપોતાની રીતે જુદી જુદી જગ્યાએ પોતપોતાના રસ મુજબ વિખરાઇ ગયા હતા.જેઓને Rides માં જવું હતું તેઓ વોટર પાર્કમાં દાખલ થયા હતા. જેઓને હળવું મળવુ હતુ તેઓ પોતાના સગા-સંબંધી અને મિત્રોને મળી રહ્યા હતા.જેઓને મનોરંજનનો લહાવો  લેવો હતો તેઓ ઓડિટોરિયમમાં ગીત-સંગીત માણવા ગોઠવાઇ ગયા હતા.

બપોરના  ૧૨:૩૦ ની આસપાસ જમવાનું શરૂ કરવામાં આવેલ હતું. ત્યાર બાદ ૨:૩૦ કલાકે પારિતોષિક વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો. મુખ્ય મહેમાનોના સ્વાગત અને પ્રવચન બાદ કેળવણી પારિતોષિક વિતરણ શરૂ કરવામાં આવેલ હતું. સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર તથા ઇનામી રકમ આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમ દરમ્યાન જ સંસ્થાના પ્રમુખ અને વાર્ષિકોત્સવ સમિતિના અધ્યક્ષનું બહુમાન કરવામાં આવેલ હતું. વળતા પ્રમુખે કારોબારી સમિતિના સભ્યોનું બહુમાન અભિવાદન પત્ર અને ભેટથી કરેલ હતું. આભાર વિધિ સાથે પ્રસંગ પુરો થતા પહેલા મુખ્ય મહેમાનોએ આપેલ દાન રાશિની જાહેરાત કરવામાં આવી હતી.

સાંજના ૬:૩૦ કલાકે પાંઉ-ભાજીને ન્યાય આપી જ્ઞાતિજનો પોતપોતાના સાધન દ્વારા ઘરે પાછા ફર્યા હતા.


જ્ઞાતિજનોનો છેલ્લા ૩ વર્ષથી રિસોર્ટ માટે જે આવકાર મળે છે તે જ દેખાડે છે કે જ્ઞાતિજનોને તે કેટલું પ્રિય છે.

એક  વિચાર કરવા જેવી વાત એ છે કે ૧૫૦૦ વ્યક્તિઓમાંથી Water Rides માં કેટલા ગયા અને કેટલા ન ગયા ? જે લોકો Water Rides માં ઉંમર કે નાપસંદગીને કારણે જતા જ નથી તેઓના પૈસા આપણે વેડફી નથી રહ્યા ?

સારા અનુભવ Repeat  કરવા અને ટિકાપાત્ર આયોજનનું પુનરાવર્તન ન થાય તે જોવું તેમાં જ ડહાપણ છે.

વર્ષગાંઠ (05-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, January 4, 2011

વાર્ષિકોત્સવના સુવેનિયર બાબત

તા. ૦૨-૦૧-૨૦૧૧ના રોજ સમાજ દ્વારા યોજાયેલ વાર્ષિકોત્સવ સમયે સુવેનિયરની વહેચણી શરૂ થતા જ્યારે સુવેનિયર હાથમાં આવ્યું ત્યારે તેનું સાદુ મુખપૃષ્ઠ જોતા એવી છાપ પડી કે તેમાં પ્રસંગના ઉત્સાહ અને આનંદનો અભાવ હતો.
વધુ પાના ફેરવતા તેમાં ઘણી બધી ક્ષતિઓ પણ જણાઇ. સાચી વાક્ય રચનાને ગૌણ કરીએ તો પણ ઘણી બધી ક્ષતિઓ નજરે ચડ્યા વગર ન રહી અમને મળેલી ભૂલો નીચેના ક્રમે દર્શાવેલ છે.

  1.  પાના નં ૬ : મથાળુ : શ્રી મચ્છુકાંઠા જૈન શ્રીમાળી મહિલા મંડળ દર્શાવેલ છે. જે શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઇ હોવું જોઇએ.
  2. પાના નં ૬ : આજના વાર્ષિકોત્સવ સમારંભના સમારંભ પ્રમુખને બદલે   આજના વાર્ષિકોત્સવના સમારંભ પ્રમુખ એમ લખાવુ જોઇએ.
  3. પાના નં  ૧૬ : શ્રી મ. જૈન વિ. યુવક મંડળ મંડળના પ્રમુખ ને બદલે શ્રી મ. જૈન વિ. યુવક મંડળના પ્રમુખ હોવું જોઇતું હતું
  4.  પાના નં ૧૭ : શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઇ ના બદલે શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી  સમાજ-મુંબઇ લખાયું છે.
  5. પાના નં ૧૯ : કમલેશ શાહ અને કમલેશ સંઘવી ના નામો કમેલશ લખાયા છે. 
  6. પાના નં ૨૨ : મથાળું:શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઇ ને બદલે શ્રી મચ્છુકાંઠા  જૈન વિશાશ્રીમાળી  યુવક મંડળ-મુંબઇ લખાયેલ છે.
  7. પાના નં ૨૨ : મથાળાની નીચે ટ્રસ્ટ બોર્ડ લખેલ છે પણ નામાવલી  ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી કમિટિ ની છે.
  8. પાના નં ૨૨ : ટ્રસ્ટી મહેશ શાહ અને મહા મંત્રી ચંદ્રવદન શેઠના મોબાઇલ એક જ છે. ચંદ્રવદન શેઠના ઘરનો નં ૮ અક્ષરને બદલે ૭ અક્ષરનો લખાયો છે. નરેન્દ્ર શેઠનો મોબાઇલ નં ઘરની કોલમમાં લખાઇ ગયો છે.
  9.  પાના નં ૨૨ :  યાદીમાંથી નયનેશ ચંદુલાલ દોશીનું નામ કમી થયેલ છે.
  10. પાના નં ૨૫ : શ્રી મચ્છુકાંઠા  જૈન વિશાશ્રીમાળી  યુવક મંડળ-મુંબઇના કારોબારી સમિતિના મથાળા હેઠળ ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી સમિતિના નામો છે
  11. પાના નં ૨૬ : મથાળુ : કારોબારી સમિતી દર્શાવે છે પણ તેના સામા પાને મથાળું કારોબારી સમિતી તથા ટ્રસ્ટ બોર્ડ દર્શાવે છે.
  12. પાના નં ૨૬ : ટ્રસ્ટી વર્ષાબેન અનિલભાઇ પારેખના ફોટાને બદલે સન્માન પ્રમુખ  વર્ષાબેન વિજયભાઇ મેહતા નો ફોટો છાપી દેવાયો છે.
  13. પાના નં ૨૭ : મથાળું : શ્રી મચ્છુકાંઠા  જૈન વિશાશ્રીમાળી  મહિલા મંડળ-મુંબઇ ને બદલે શ્રી મચ્છુકાંઠા  વિશાશ્રીમાળી  મહિલા મંડળ-મુંબઇ દર્શાવે છે.
  14. પાના નં ૨૭ : ખજાનચી શ્રીમતિ પ્રજ્ઞાબેન છે પરંતુ ખજાનચી તરીકે શ્રીમતિ પ્રિતિબેન દર્શાવેલ છે. 
  15. પાના નં ૩૫ ઉપર અન્ય ફંડો ક્રમાંક ૯ માં આવેલ દાનની રકમ ભૂલાઇ ગઇ છે.
  16.  
ઉપરોક્ત ભૂલો તો ઉડીને આંખે ચડે એવી છે. નાની ભૂલો તો ક્ષમ્ય હોય છે પરંતુ તમે તમારી સંસ્થાનું નામ ભૂલી જાવ તે કેવું કહેવાય ? કામ કરનારની ભૂલ થાય પરંતુ  ભૂલ અને બેજવાબદારી વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે તે ઓળંગાય નહી તે જોવું રહ્યું..

      વર્ષગાંઠ (04-01)

      આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

      Monday, January 3, 2011

      વર્ષગાંઠ (03-01)

      આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

      Sunday, January 2, 2011

      વર્ષગાંઠ (02-01)

      આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

      Saturday, January 1, 2011

      મૃત્યુ


      વતન  : વાંકાનેર
      હાલ :  કાંદિવલી, મુમ્બઇ
      મરનારનુ નામ :  રજનીકાંત ચતુરદાસ દોશી
      ઉમર :  ૭૩ વર્ષ
      મરણ તારીખ : ૩૦-૧૨-૨૦૧૦
      પત્નિ : સ્વ. ઉર્મિલાબેન
      પુત્ર : કેતન
      પુત્રવધૂ : શિતલ
      પુત્રી: પારૂલ
      જમાઇ : જીગ્નેશકુમાર અજમેરા
      પિતા : સ્વ. ચતુરદાસ માણેકચંદ દોશી
      સસરા : સ્વ. મણીલાલ વિરપાળ શાહ

      પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

      વર્ષગાંઠ (01-01)

      આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો