Pages

Tuesday, January 4, 2011

વાર્ષિકોત્સવના સુવેનિયર બાબત

તા. ૦૨-૦૧-૨૦૧૧ના રોજ સમાજ દ્વારા યોજાયેલ વાર્ષિકોત્સવ સમયે સુવેનિયરની વહેચણી શરૂ થતા જ્યારે સુવેનિયર હાથમાં આવ્યું ત્યારે તેનું સાદુ મુખપૃષ્ઠ જોતા એવી છાપ પડી કે તેમાં પ્રસંગના ઉત્સાહ અને આનંદનો અભાવ હતો.
વધુ પાના ફેરવતા તેમાં ઘણી બધી ક્ષતિઓ પણ જણાઇ. સાચી વાક્ય રચનાને ગૌણ કરીએ તો પણ ઘણી બધી ક્ષતિઓ નજરે ચડ્યા વગર ન રહી અમને મળેલી ભૂલો નીચેના ક્રમે દર્શાવેલ છે.

  1.  પાના નં ૬ : મથાળુ : શ્રી મચ્છુકાંઠા જૈન શ્રીમાળી મહિલા મંડળ દર્શાવેલ છે. જે શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઇ હોવું જોઇએ.
  2. પાના નં ૬ : આજના વાર્ષિકોત્સવ સમારંભના સમારંભ પ્રમુખને બદલે   આજના વાર્ષિકોત્સવના સમારંભ પ્રમુખ એમ લખાવુ જોઇએ.
  3. પાના નં  ૧૬ : શ્રી મ. જૈન વિ. યુવક મંડળ મંડળના પ્રમુખ ને બદલે શ્રી મ. જૈન વિ. યુવક મંડળના પ્રમુખ હોવું જોઇતું હતું
  4.  પાના નં ૧૭ : શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઇ ના બદલે શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી  સમાજ-મુંબઇ લખાયું છે.
  5. પાના નં ૧૯ : કમલેશ શાહ અને કમલેશ સંઘવી ના નામો કમેલશ લખાયા છે. 
  6. પાના નં ૨૨ : મથાળું:શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઇ ને બદલે શ્રી મચ્છુકાંઠા  જૈન વિશાશ્રીમાળી  યુવક મંડળ-મુંબઇ લખાયેલ છે.
  7. પાના નં ૨૨ : મથાળાની નીચે ટ્રસ્ટ બોર્ડ લખેલ છે પણ નામાવલી  ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી કમિટિ ની છે.
  8. પાના નં ૨૨ : ટ્રસ્ટી મહેશ શાહ અને મહા મંત્રી ચંદ્રવદન શેઠના મોબાઇલ એક જ છે. ચંદ્રવદન શેઠના ઘરનો નં ૮ અક્ષરને બદલે ૭ અક્ષરનો લખાયો છે. નરેન્દ્ર શેઠનો મોબાઇલ નં ઘરની કોલમમાં લખાઇ ગયો છે.
  9.  પાના નં ૨૨ :  યાદીમાંથી નયનેશ ચંદુલાલ દોશીનું નામ કમી થયેલ છે.
  10. પાના નં ૨૫ : શ્રી મચ્છુકાંઠા  જૈન વિશાશ્રીમાળી  યુવક મંડળ-મુંબઇના કારોબારી સમિતિના મથાળા હેઠળ ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી સમિતિના નામો છે
  11. પાના નં ૨૬ : મથાળુ : કારોબારી સમિતી દર્શાવે છે પણ તેના સામા પાને મથાળું કારોબારી સમિતી તથા ટ્રસ્ટ બોર્ડ દર્શાવે છે.
  12. પાના નં ૨૬ : ટ્રસ્ટી વર્ષાબેન અનિલભાઇ પારેખના ફોટાને બદલે સન્માન પ્રમુખ  વર્ષાબેન વિજયભાઇ મેહતા નો ફોટો છાપી દેવાયો છે.
  13. પાના નં ૨૭ : મથાળું : શ્રી મચ્છુકાંઠા  જૈન વિશાશ્રીમાળી  મહિલા મંડળ-મુંબઇ ને બદલે શ્રી મચ્છુકાંઠા  વિશાશ્રીમાળી  મહિલા મંડળ-મુંબઇ દર્શાવે છે.
  14. પાના નં ૨૭ : ખજાનચી શ્રીમતિ પ્રજ્ઞાબેન છે પરંતુ ખજાનચી તરીકે શ્રીમતિ પ્રિતિબેન દર્શાવેલ છે. 
  15. પાના નં ૩૫ ઉપર અન્ય ફંડો ક્રમાંક ૯ માં આવેલ દાનની રકમ ભૂલાઇ ગઇ છે.
  16.  
ઉપરોક્ત ભૂલો તો ઉડીને આંખે ચડે એવી છે. નાની ભૂલો તો ક્ષમ્ય હોય છે પરંતુ તમે તમારી સંસ્થાનું નામ ભૂલી જાવ તે કેવું કહેવાય ? કામ કરનારની ભૂલ થાય પરંતુ  ભૂલ અને બેજવાબદારી વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે તે ઓળંગાય નહી તે જોવું રહ્યું..