વેકેશન પુરું થવામાં છે. નોટબુકોનું વિતરણ ચાલુ થશે. જો આપનામા દયા હોય તો જરૂરથી સમાજના સભ્યોને પડતી અગવડતાનો વિચાર કરશો. બબ્બે જગ્યાએથી આટલી બધી વસ્તુઓ ઉંચકીને લઇ જવાનું વિકટ કાર્ય સહેલું કરવા કોશિશ કરશો. બન્ને મંડળો દાદર ખાતેથી જ જો વિતરણ કાર્ય કરે તો ચોક્કસ સભ્યોને સુગમતા થાય. વિતરણ રવિવારે આખો દિવસ રાખો તો ગાડીની ભીડ ઓછી નડે.નોટોનું વિતરણ કરીને આપણે કોઇના ઉપર ઉપકાર કરતા નથી પરંતુ આપણે આપણા જ ભાઇઓને મદદ કરીયે છીએ. કારોબારીએ થોડી વધુ મહેનત કરીને પણ મોટા સમુદાયને રાહત થાય તો તે કરવી જોઇએ.વધુમાં આપણું આ કાર્ય જુન મહિનામાં સ્કૂલો શરૂ થતાં સમ્પન્ન થાય છે જે વરસાદનો મહિનો પણ છે.
No comments:
Post a Comment