Pages

Sunday, May 16, 2010

કાર્યકર્તાઓના બહુમાન પ્રસંગે મળેલ દાનરાશિ

કાર્યકર્તાઓના બહુમાન પ્રસંગે સારી એવી દાનરાશિ જાહેર થઇ પરંતુ તેનું લિસ્ટ મેળવવામાં તકલિફ પડી. જેટલી વિગતો મળી છે તેનું સંકલન કરી અત્રે પ્રસ્તુત કરેલ છે. તેમાં ભૂલ કે શરતચૂક થવાની પુરેપુરી શક્યતા છે. જે કોઇ આ બાબત સુધારો સુચવશે તો તેને સુધારવામાં આવશે.
રૂ. ૧૫,૦૦૦.૦૦
૧) શ્રી ગુણવંતરાય હરખચંદ શાહ

રૂ. ૧૧,૦૦૦.૦૦ દરેકના
૨) શ્રી પ્રફુલ્લચંદ્ર માણેકલાલ શાહ
૩) શ્રી રાજેન્દ્રભાઇ ઉમેદચંદ શાહ
૪) શ્રી કમલેશભાઇ ચંદુલાલ શાહ

રૂ. ૫,૦૦૦.૦૦ દરેકના

૫) હિમતલાલ જીવરાજ મેહતા
૬) ભોગિલાલ મોહનલાલ મેહતા
૭) હિરાલાલ માણેકલાલ શાહ
૮) નલિન જીવરાજ શાહ
૯) ગિરધરભાઇ જેતશી સંઘવી
૧૦) સૂર્યકાંત રસિકલાલ મેહતા
( અમુભાઇ દોશીનુ નામ કદાચ રહી જાય છે )

રૂ. ૨,૫૦૦.૦૦ દરેકના

૧૧) હસમુખભાઇ જેઠાલાલ પારેખ
૧૨) મહેન્દ્રભાઇ ગોવિંન્દજી ગાંધી
૧૩) મહેન્દ્રભાઇ વાડીલાલ મેહતા
૧૪) નવિનભાઇ નિમચંદ લોદરિયા
૧૫) કુંદનબેન બિપિનભાઇ સંઘવી

આ ઉપરાંત દરેક માજી અને હાલના પ્રમુખોના રૂ. ૨૫૦૦/- જાહેર કરવામાં આવ્યા. તે રકમ કેટલી થશે તેનો ક્યાસ નિકળી શકે તેવું નથી કારણ કે કેટલાક પ્રમુખો આ જાહેરાત સાથે વૈચારિક રીતે તો કેટલાક નાણાકિય રીતે સહમત નહી થાય તે નક્કી જ છે. આ રીતની આવેગમય જાહેરાત અયોગ્ય લાગે છે એટલું જ નહી રશ્મિકાંત શાહે જે જાહેરાત કરી તેનું સુચન પરેશભાઈ કે અતુલભાઇએ કરેલ હતુ. હવે જો કોઇ પ્રમુખ જાહેરાત થયા મુજબ પૈસા ન આપે તો તે મેળવવાની જવાબદારી સુચનકર્તાની બને છે. પ્રયત્નો છતાં ય ન મેળવી શકાય તો તે ભરપાઇ કરવાની જવાબદારી સુચનકર્તાની બને છે. કોઇપણ કારણ સર મંડળને જાહેરાત કરતા ઓછા પૈસા મળવા ન જોઇએ. સવાલ પૈસાનો નથી સવાલ સુચનકર્તાની જવાબદારીનો છે. સુચનકર્તા જ્યારે આ જાહેર કરાવે છે ત્યારે
તેના જામીન તરીકે ઊભો રહે છે. તાળી વગડાવી ને ભૂલી જાવ એવી વાત ન હોવી જોઇએ. ભૂતકાળમાં પણ આપણે આવી ભૂલ કરેલ છે. હમણાંનો જ દાખલો લઇએ તો ડ્રોઇંગ હરીફાઇનું પરિણામ શું આવ્યુ? કઇ વેબ સાઇટ પર તેને મુકવામાં આવ્યુ ? સમાજના બાળકો પાસે આપણે કેટલા કલાક કામ કરાવ્યુ ? તે પણ મફતમા !!


કાચી ગણતરી મુજબ ૧૭ માજી અને હાલના ૧ મળી ૧૮ પ્રમુખોનો ફાળો રૂ. ૪૫,૦૦૦.૦૦ થશે. આમ કુલ્લે રૂ. ૧,૩૫,૫૦૦.૦૦ નું ડોનેશન મંડળને મળ્યુ (આશરે)

No comments:

Post a Comment