ભાઇ રાહુલભાઇ,
તમો ભણતરની દ્રષ્ટિએ સી.એ છો. તમારી પોતાની પ્રેક્ટીસ છે. તમો યુવકમંડળના પ્રમુખ રહી ચૂક્યા છો. અને તેને હિસાબે મંડળના માનદ્ પેટ્રન પણ નિમાયા છો. આ બધી આનંદની વાત છે. તમોએ મંડળની વેબ સાઇટ પણ ડેવલપ કરેલ છે. આપણી વેબ સાઇટ ૨૧ મી ફેબ્રુઆરીના રોજ ખુલી મુકાઇ છે. પરંતુ દુ:ખ સાથે કહેવાનું કે આ વેબ સાઇટ ઉપર સમ ખાવા પુરતું પણ કાંઇ મુકાયુ નથી. જે દિવસે વેબ સાઇટ કાર્યાવિંત થઇ ત્યારે તે વિષે ઘણું બધું કરીશું અને સમાજના સભ્યોને સાઇટની લત લાગી જશે તેવા પ્રકારની બનાવીશું તેવો પ્રચાર પણ થયો હતો. પણ સાઇટને વાઇરસ લાગવા સિવાય બીજો કોઇ વધારો તેમા થયો નથી.
વધુ છાનબીન કરતા માલુમ પડ્યુ કે તમે રાજીનામુ આપી દીધુ છે. તેથી બધું કામ ઠપ થઇ ગયેલ છે. રાજીનામાના કારણ માટે એમ જાણવા મળ્યું કે વાર્ષિકોત્સવ પ્રસંગે આપનુ વક્તવ્ય કાપી નાખવામા આવ્યુ તેનુ તમને ખરાબ લાગ્યુ હોવાથી તમોએ રાજીનામુ આપેલ છે.સમાજ લેવલે પોતાનો વિરોધ પ્રગટ કરવો એક વાત છે અને સંસ્થા સાથે સંબધ કાપી નાખવો એ બીજી વાત છે. તમે જે કરી રહ્યા છો તે સંબંધ વિચ્છેદ છે.
સમાજ એક મોટા કુટુંબ સમાન છે. અને મોટા કુટુંબમા નાનામોટા છમકલાઓ થતા જ હોય છે. પરંતુ તેનાથી કુટુંબ ભંગ થતા નથી. તેનાથી જવા દેવાની ભાવના , સહિષ્ણુતા, ચલાવી લેવાની ભાવના કે સહનશિલતા જ ખિલે છે. તમો આવી ભાવનાઓ ખિલવવાને બદલે તેનાથી વિમુખ થઇ બદલો લેવાની ભાવનાથી પ્રેરાયા છો તે ખરેખર દુ:ખદ છે.
કાર્યકરો તથા દાતાઓનો સન્માન સમારોહ હમણાં જ સમ્પન્ન થયો તે બાબત તમોને બહુ જ રસ હતો અને તમારી પાસે તેને જુદી રીતે ઉજવવાનો પ્લાન પણ હતો. આ સર્વ તમારી કારોબારીમાં ગેરહાજરીને કારણે શક્ય ન બન્યું એટલું જ નહી તમે આ કાર્યક્રમમાં ગેરહાજર પણ રહ્યા. ૫૦ વર્ષે એક વાર આવતો કાર્યક્રમ તમે તમારી જીદને લીધે ચૂકી ગયા તેની કિંમત તમોને આજે નહી સમજાય પરંતુ વખત જતાં તમને તેનો અફસોસ થયા વગર રહેશે નહી.
જ્યારે તમારા એકલા હસ્તક વેબ સાઇટનું કામ છે ત્યારે તેને Running Condition માં રાખવાની તમારી ફરજ છે. તમારે જે કોઇ મનદુ:ખ હોય તે તેની જગ્યાએ છે જ પરંતુ તેને હિસાબે સાઇટ કામ કરતી બંધ ન થવી જોઇએ.તમે ફક્ત કારોબારીને જવાબદાર નથી પરંતુ તમારે આખા સમાજને તેનો જવાબ દેવાનો છે. આપણા અંદરઅંદરના મતભેદને કારણે દાતાઓ શું વિચારશે ? તેની પણ ગણતરી કરવી જોઇએ.
તમારે વહેલામાં વહેલી તકે વેબ સાઇટનું અધુરું કામ ઉપાડી લેવું જોઇએ અને બનતી ત્વરાએ તેને લાઇન પર લાવી દેવી જોઇએ.
છેવટે સનેડાની બે લિટીઓ સાથે સમાપન કરું છું
હે.... ગાડી હોય તો કો'ક 'દિ પંચર પડે; એને વેચી ના દેવાય!
બાયડી હોય તો કો'ક 'દિ વિફરે; એને કાઢી ના મેલાય! સનેડો.
સનેડો સનેડો.......
Wednesday, May 5, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment