Pages

Monday, May 10, 2010

કાર્યકરો અને દાતાઓના બહુમાનનો કાર્યક્રમ- એક ટીકાકારની નજરે

દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ દરેક સામાજીક કાર્યની સારી અને નરશી બાજુ હોય છે. તમારે કઇ બાજુ જોવી છે તે તમારે નક્કી કરવાનું હોય છે. પરંતુ ટીકાકાર હંમેશા નરશી બાજુ જ દેખાડવાનો પ્રયત્ન કરશે.આ ટીકા રચનાત્મક પણ હોય અને નકારાત્મક પણ હોય. નકારાત્મક ટીકા કાર્યકરોને નિચા દેખાડવા થતી હોય છે પરંતુ રચનાત્મક ટીકા તેમને સુધારવા વધુ પ્રયત્નશીલ રહેવા પ્રેરે છે. જે ટીકાઓ અમે સાંભળી તેનો સાર રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે.

૧) કાર્યક્રમ "By Invitation" રાખવામાં આવ્યો કારણ કે હોલ નાનો હતો. પરંતુ ખરેખર હોલ ૬૦% જેટલો ભરાયો હતો તેમ જ પહેલો માળ તદ્દન ખાલી હતો. ફક્ત એક જ્ગ્યાએ ટીકિટનું વેચાણ રાખેલ હોત તો સમાજનો થોડો વર્ગ આ કાર્યક્રમમાં સામેલ થઇ શક્યો હોત. એક રીતે આ કાર્યક્રમ કાર્યકરો અને દાતાઓ દ્વારા પોતાનું બહુમાન કરવા યોજાયેલ હોય તેવો ઘાટ થયો. થોડુંક પ્લાનિંગ , થોડીક યોજના કે થોડીક દૂરંદેશીથી અ કાર્યક્રમ હજુ વધુ દિપી ઊઠ્યો હોત.

૨) અમિતાભ બચ્ચન અચ્છો એક્ટર હોવા છતાં ડાયલોગનું રિહર્સલ કર્યા વગર બોલતો નથી પરંતુ આપણા મેનેજિંગ ટ્રસ્ટી પરેશભાઇ શાહ શું બોલ્યા અને લોકો શું સમજ્યા તે સંશોધનનો વિષય બની રહ્યો છે. તેઓએ જેઓનું નામ પોતાના પ્રવચનમાં લીધું તેઓ હોલમાં હાજર હોવા છતાં તેઓને તે બાબત ખબર જ પડી નથી. પરેશભાઇ અગાઉ પણ મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે તેથી તેમનાથી સ્ટેજ અજાણ્યું નહોતુ. તેઓ પુરતી તૈયારી વગર બોલ્યા.

૩) હરિશભાઇ મહેતાનો અવાજ મીઠો છે અને વર્ષોથી માઇક સંભાળી રહ્યા છે. પરંતુ તેમની પ્રસ્તુતિ મિકેનીકલ રહી જ્યારે રશ્મિકાંત શાહની રજુઆત પ્રસંગને અનુરૂપ મેડલ મેળવતા કાર્યકરના કાર્ય વિષે વિગત પુરી પાડનારી રહી.

૪) અભિવાદન પત્ર ચાર પાંચ પ્રકારના હતા. પરંતુ હાલની કમિટિના સભ્યોના અભિવાદન પત્રોમા નામ આગળ "સન્માનિય" વિશેષણ વપરાયું છે જ્યારે બીજા બધા અભિવાદનોમા સીધું નામ જ લખવામાં આવેલ છે.

૫) દરેક અભિવાદન પત્રમાં છેલ્લી લીટીમાં લખેલ છે કે પરમ કૃપાળુ પરમાત્મા આપને નિરામય,સુદીર્ઘ યશસ્વી જીવન અર્પે એ જ અભ્યર્થના. જે કાર્યકરો ગુજરી ગયા છે તેમને આ કેવી રીતે લાગું પડે ?

૬) જમણવારની ગોઠવણમાં થોડુ કહેવા પણુ હતુ. બન્ને કાઉંટર બહુ નજીક નજીક હોવાથી ભીડ થતી હોય તેવું લાગતું હતું. થોડા અંતરે જો કાઉંટર ગોઠવાયા હોત તો વ્યવસ્થા જળવાઇ રહેત. સભ્યો બીજી વાર કાઉંટર પર જવાનું ટાળતા હતા આથી બધી વસ્તુઓ વધુને વધુ લઇને કાઉંટર છોડતા હતા. જાહેર છે કે આમ થવાથી ચીજવસ્તુઓનો બગાડ થવાનો જ છે.

No comments:

Post a Comment