રૂપેશ શાહ અવારનવાર આ બ્લોગ ઉપર પોતાના મંતવ્યો રજુ કરે છે. આ વખતે તા. ૦૧-૦૫-૨૦૧૦ના રોજ ઉજવાઇ ગયેલા બહુમાન કાર્યક્રમ વિષે તેઓએ ઇ-મેઇલ મોકલાવેલ છે તેને વ્યાકરણની દ્નષ્ટિએ થોડો ઘણો સુધારી અત્રે મુકેલ છે.
જય જિનેન્દ્ર,
યુવક મંડળનો કાર્યકર્તા અને દાતા પરિવારનો બહુમાન પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે ઉજવાયો તે બદલ યુવક મંડળની કારોબારી સમિતિ, યુવક મંડળના માજી પ્રેસીડેન્ટ શ્રી રશ્મીકાંત જેવતલાલ શાહે કરેલી તૈયારી ખુબજ નોંધનીય છે. અને તેમની મેહનતના ફળ સ્વરૂપ યુવક મંડળનો આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ઉજવાઈ ગયો. તે બદલ યુવક મંડળના સર્વે કાર્યકરો અને શ્રી રશ્મિભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન.
આ કાર્યક્રમનુ આયોજન અને ગોઠવણ પણ ખૂબ જ સરસ હતી. દરેક કાર્યકર્તાઓનુ બહુમાન ખૂબ જ સારી રીતે થયુ.
આ કાર્યક્રમમા જો આપ આવ્યા હશો તો જોયુ હશે કે યુવક મંડળના પ્રેસીડેન્ટ અને યુવક મંડળના મૅનેજિંગ ટ્રસ્ટીનુ બહુમાન કરવા યુવક મંડળની સંપૂર્ણ કારોબારી સમીતી આવી પણ યુવક મંડળના બાકીના જે પણ કાર્યકર્તાઑ ત્યા હાજર હતા તેમના બહુમાન વખતે જે વ્યક્તિ બહુમાન કરતા હતા તે જ હતા. યુવક મંડળના પ્રમુખ કે મૅનેજિંગ ટ્રસ્ટીઍ પણ યુવક મંડળના સર્વે કાર્યકર્તાના બહુમાન વખતે તેમની સાથે ઉભા રહી કારોબારી સમીતીના સભ્યોનુ બહુમાન કર્યુ હોત તો ઘણુ સારુ લાગત. પણ આ તો ઍ લોકો ને સમજવાની વાત છે.
આજે જ્યા ખુરશીની અને સ્ટેજ ઉપર બેસવાની મારામારી ચાલી રહી છે ત્યારે યુવક મંડળના ઍક કાર્યકર શ્રી હીરેનભાઈ લોદરિયા જે યુવક મંડળના ટ્રસ્ટી છે અને જેમની સ્ટેજ પર ખુરશી હોવા છતા તેના સહકાર્યકરો સાથે બૅક સ્ટેજમા કામ કરતા જોવા મળ્યા તે ખૂબ જ સારી વાત છે અને જે દેખાડે છે કે સ્ટેજ પર બેસવાથી નામ નથી થતુ પણ કાર્ય કરવાથી જ નામ થાય છે. આ છે ગુરુ પાસે લીધેલી સાચી શિક્ષા.
હવે તમે પુછસો કે હીરેનભાઈના ગુરુ કોણ? તો જ્યા સુધી મને ખબર છે ત્યા સુધી હીરેનભાઈ શ્રી અવંતિભાઈ સંઘવીને તેમના ગુરુ માને છે અને તેમના જ સિધ્ધાંત મુજબ સ્ટેજ પર બેસતા નથી. આ છે ખરી ગુરુને આપેલી ખરા અર્થમા દક્ષિણા.
અત્યારે મારે અહી ઍટલુ જ ક્હેવુ છે કે જો યુવક મંડળના દરેક કાર્યકર આ રીતે ખુરશીનો મોહ છોડીને કામ કરસે તો યુવક મંડળ સફળતાના નવા નવા શિખર સર કરસે.
આજે યુવક મંડળ પાસે યૂવા શકતી અને યુવા કાર્યકરો ની ખુબજ સરસ ટીમ છે જેમકે હીરેનભાઈ લોદરિયા, નિમેષભાઈ મેહતા, જયેશભાઇ દોશી, મેહુલભાઇ શાહ, દીપકભાઇ શાહ, રાહુલભાઇ મેહતા, જતીનભાઈ શાહ જેનુ નેતૃત્વ કરે છે પરેશ વનેચંદ શાહ, અતુલ ચંદ્રકાંત સંઘવી, જયેશ કનકરાય વખારિયા જેવા સિનિયર કાર્યકર્તા
યુવક મંડળની ટીમને ઍટલી જ વિનંતી છે કે સમાજ માટે સારા કર્યા કરો.
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ
-
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
સંચાલીત
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ નીચે મુજબ
આપવામા આવ્યા છે.
• *અખંડ દીપક ...
19 hours ago
No comments:
Post a Comment