- * પૈસો જીવનમાં મહત્વનો છે ખરો પણ એ સુખનો પર્યાય નથી
- * માણસે પૈસા એટલા કમાવા જોઈએ કે એને કમાનાર જીરવી શકે ,એનો ઉપયોગ કરી શકે , એને કમાઈને માણવા માટેનો સમય એની પાસે બાકી રહે
- * માણસે ધનસંચય પણ કરવો જોઈએ ,પણ એ ધનસંચય કરવામાં જ એની જીંદગી પૂરી ના થઇ જવી જોઈએ
- * જેમ નિરોગી રહેવા માટે વ્યાયામ જરૂરી છે ,પરંતુ વ્યાયામ કર્યા પછી આરામ કરવો , સારો પૌષ્ટિક ખોરાક લેવો , આનંદમાં સમય પસાર કરવો એ પણ એટલું જ જરૂરી છે.દિવસ આખો માત્ર વ્યાયામ જ કર્યા કરવાથી તો ઉલટું નુકશાન જ થાય
- * દરેક માણસે જરૂરી ધન કમાવું જ જોઈએ ….પૈસા જરૂરી છે , પરંતુ માત્ર ‘ જરૂરી ‘ જ છે. સારા ઘરમાં બાથરૂમ જરૂરી હોય છે , પરંતુ ડાઈનીંગરૂમ કે રસોડાની મધ્યમાં એનું સ્થાન ન હોઈ શકે
- * જિંદગી જીવવા માટે પૈસા જરૂરી છે પરંતુ તેને જિંદગીના કેન્દ્રમાં ન મુકાય . જો મૂકીએ તો જિંદગીની આખી ઈમારત બગડી જાય
- * આજે તો એવું બનવા માંડ્યું છે કે _
- * પૈસા માટે માણસ પોતાની ટેક , વચન , કે કુટુંબ છોડવા પણ તૈયાર થઇ જાય છે
- * અમેરિકામાં તો પૈસાને જ પ્રતિષ્ઠાનું – સ્ટેટસનું સિમ્બોલ ગણવામાં આવે છે
- * આજે માણસને માપવાના તોલમાપ ફરી ગયા છે .માણસના ડહાપણને , સર્જકતાને ,ભલાઈને એના પૈસાથી માપવા માંડ્યા છે જે બરોબર નથી .ખરેખર તો પૈસાને વધુ મહત્વ અપાતાં ખોટો પૈસો પેદા થાય છે ….ખોટા માણસ પેદા થાય છે
-કેલિડોસ્કોપ (મોહમ્મદ માંકડ )
સૌજન્ય :વિતક શાં ખોલવાં અમથાં
No comments:
Post a Comment