- બીજાઓની ઈર્ષ્યા ન કરો . તમને જે સુખ મળ્યું છે તે તમારા પાકેલા પ્રારબ્ધફળનું પરિણામ છે અને બીજાઓને પણ જે મળ્યું છે તે આજ ન્યાયે મળ્યું છે એમ સમજી સંતુષ્ઠ રહો . જે મળ્યું છે તેનો પૂરો લાભ લેતાં શીખો અને ઈશ્વરનો આભાર માનો કે
- બીજાને તો આટલું પણ નથી મળ્યું જે તમને પૂરતાં પ્રમાણમાં માણવા – ભોગવવા મળ્યું છે .
- હૃદયથી જીવો , બધા પ્રશ્નો હૃદયથી ઉકેલો . માફી માગો અને આપો , કોઈની હાયથી બચો છતાં અજાણતા કોઈની હાય લાગે તો પશ્ચાતાપ કરો , પ્રેમ આપો
- આધિ – વ્યાધિ ને ઉપાધીના દુ:ખને હસતાં મોએ સહન કરો એટલે તપ બને .બીજાને દોષ દેવાને બદલે ‘ મારાં કર્મનું ફળ છે ‘ એમ માનો અને વર્તમાનમાં જીવો .
- સેવા અને પ્રેમ : સંસાર સેવાથી અને પરમાત્મા પ્રેમથી રાજી રહે છે તે બંનેનો સમન્વય કરો .પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રેમનો કોઈ વિકલ્પ નથી
- નેગેટીવ વિચાર એટલે સાપ ,એરુ કે છછુંદર .તેનાથી ભૂકંપ જેટલું નુકશાન થાય છે માટે નેગેટીવ વિચાર આવે કે તરત જ પોઝીટીવ વિચારોને લાવો ને તેને રીપીટ કરો.
- નેગેટીવ વિચાર એટલે બીજાના વાંક – દોષ કાઢવા અને વાંધા પાડવા .
- નેગેટીવ વિચારો નીકળે એટલે વાસ્તવિકતા સ્વીકારવાનું વલણ વધે . વાસ્તવિકતા સ્વીકારો એટલે બીજાના દોષ ના દેખાય
- કહેવાય છે કે ભૂતકાળની કબરો ખોદવાથી દુર્ગંધનો અનુભવ થાય છે અને ભવિષ્યના ખોટાં ઉડ્ડયનો કરવાથી પછડાઈ જવાનો ભય ઉભો થાય છે માટે માનવીએ આજની સમયમર્યાદામાં જીવવું જોઈએ. એવું થાય તો ગઈ કાલનો ખોટો પસ્તાવો ન કરવો પડે અને આવતી કાલની ખોટી ચિંતા પણ કરવાની ન થાય અને તો ધ્યાન અને સમગ્ર શક્તિ આજ ઉપર કેન્દ્રિત થાય
–સંકલીત - - સૌજન્ય : 'વિતક શાં ખોલવાં અમથાં'
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ
-
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
સંચાલીત
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ નીચે મુજબ
આપવામા આવ્યા છે.
• *અખંડ દીપક ...
19 hours ago
No comments:
Post a Comment