૦ ‘ દાન ‘ શબ્દ સંસ્કૃતની ‘ દા ‘ ધાતુ ઉપરથી બન્યો છે . ‘દા ‘ એટલે ‘ આપવું ‘
૦ આ અર્થમાં ‘ દાન ‘ એટલે કોઈને કશું આપવાની ક્રિયા .પણ ‘દાન ‘ નો અર્થ આટલો સંકુચિત નથી
૦ શંકરાચાર્ય ‘દાન ‘ નો અર્થ આમ કરે છે : ” ‘દાન ‘ એટલે ‘સંવિભાગ ‘. એમના મતે સંવિભાગ એટલે સમૃદ્ધિની , વસ્તુની વહેંચણી . પણ કેવી વહેચણી ? ‘સમ ‘ એટલે સમ્યક , ઉચિત વહેંચણી
૦ વ્યક્તિ પોતાની પાસે જે હોય તેમાંથી જેને જરૂર છે એવી વ્યક્તિને કંઈક આપે .એ રીતે સમાજની આર્થિક અવ્યવસ્થાને કંઈક અંશે સમતોલ બનાવવાનો પ્રયત્ન કરે
૦ પ્રત્યેક વ્યક્તિને પરમ કૃપાળુ પરમાત્મા તરફથી દાન રૂપે દૈવી સંપત્તિ પ્રાપ્ત થયેલી છે
૦ આ સંસારમાં જન્મેલી દરેક વ્યક્તિને શારીરિક સંપત્તિ રૂપે પરમાત્મા તરફથી અનેક દિવ્ય શક્તિ મળી હોય છે એટલે કે પહેલું દાન તો પરમાત્મા તરફથી જ માણસને મળે છે
૦ જે શક્તિ કે વસ્તુ પરમાત્મા તરફથી વ્યક્તિને દાન રૂપે પ્રાપ્ત થઇ તેનો તે માલિક નથી …ખરેખર તો પરમાત્માએ વિશ્વાસ મુકીને સોંપેલી વસ્તુનો તે ટ્રસ્ટી છે
૦ ટ્રસ્ટી પોતાની મહેનત પ્રમાણે મળેલી વસ્તુમાંથી થોડું કમિશન મેળવવાનો હકદાર ખરો પણ ઈશ્વરે આપેલી બધી જ વસ્તુઓને બથાવી પાડી એકલા જ ભોગવવાનો હક્કદાર નથી જો એ એવું કરે તો ઈશ્વરે મૂકેલા વિશ્વાસનો તે ભંગ કરે છે
૦ વ્યક્તિએ સારા ટ્રસ્ટી સિદ્ધ થવું હોય તો પોતાને મળેલી વસ્તુઓમાંથી જરૂરિયાતમંદ લોકોને સમુચિત રીતે આપતાં રહેવું જોઈએ . એમાં કૃતજ્ઞતાનો ભાવ રહેલો છે
૦ બીજાને પોતાની સંપત્તિ કે શક્તિના નાનકડા ભાગીદાર બનાવવાની આ ભાવના એ
‘ દાન ‘ નો બીજો એક અર્થ છે
૦ દાન એટલે ‘આપવું ‘…. આપણે કોઈને ‘આપીએ ‘ એટલે આપનાર તરીકે આપણામાં અહંકાર જાગે , પણ હકીકતે જયારે આપણને પરમાત્માએ આપ્યું ત્યારે આપણે કોઈને આપી શક્યા એટલેકે પરમાત્માએ આપણને માગ્યા વગર આપ્યું છે તેમાંથી જ આપણે તો થોડુક જ અન્યને આપીએ છીએ એટલે એનું અભિમાન ન કરાય
૦ દાનની આ વાતમાં તો . પહેલાં કંઈ લઈને પછી આપીએ છીએ એટલે કે આપણે પહેલાં ઋણી – કરજદાર તો પરમાત્માના થઇ જ ચૂક્યા છે અને પછી જે ઋણ પરમાત્માએ આપણી ઉપર ચડાવ્યું છે એમાંથી થોડું કરજ ચૂકવવાનું છે
ટૂકમાં…….
આ દુનિયામાં જન્મેલા ને જીવેલા કોઈ માણસે હજી સુધી દાનની પહેલ કરી નથી તેણે પહેલાં દાન લીધું છે અને પછી દાન આપવાનો વિચાર કર્યો છે .
૦ પરમાત્માએ આપણને આપ્યું …ખૂબ ખૂબ આપ્યું .. અને હવે તેની અપેક્ષા હોય કે લેનારો પણ મન મોટું રાખીને જરૂરિયાતવાળાને આપે
૦ લેવાની બાબતમાં વિશાળ મન ધરાવતો માનવી જયારે આપવાની વાત આવે ત્યારે મનનો ટુંકો થઇ જાય છે …તેણે તો એમ જ છે કે જે ઈશ્વરે આપ્યું એ બધું જ પોતાની પાસે રહે … પોતે એકલો જ એને ખૂબ ખૂબ ભોગવે …બીજો દુ:ખી હોય એમાં એનો શો વાંક? પોતાનો શો વાંક ગુનો કે એકલા પોતાના ઉપર જ આપવાની ફરજ આવી પડે ?
૦ અંતમાં …….
દાનનો મહિમા વર્ણવવામાં ભાષાની સંપૂર્ણ સમૃદ્ધિ ઓછી પડે ….સમાજરૂપી પુરુષના શરીરમાં સ્વાભાવિક રૂપે કે કેટલાક સભ્યોના હઠીલા , સ્વાર્થી વલણને કારણે જે વિકૃતિઓ દાખલ થાય છે તેને માટે દાનની ચિકિત્સા કાયમી ધોરણે ચાલતી રહેવી જોઈએ , રોજ કસરત કરો તો માંદગી નજીક ના આવે એમ નિરંતર જાગૃત રહી સમાજનો એક એક સભ્ય દાનનો પોતાનો ફાળો આપતો રહે તો સમાજ હંમેશા તાજો . તંદુરસ્ત , શક્તિશાળી ને વિકાસશીલ રહે
૦ દાન એ ઔષધ નથી પણ રસાયણ છે જેના સેવનથી સમાજ તંદુરસ્ત , સશક્ત ને યુવાન રહે છે
-
સૌજન્ય :'વિતક શાં ખોલવાં અમથાં'
No comments:
Post a Comment