Pages

Tuesday, June 19, 2012

વીણેલાં મોતી

• એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે ,એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
• સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!
• લાકડાનો અગ્નિ લાકડાને બળે છે ,તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!
• આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!
• સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી ના થાઓ ,કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
• ઉદાર બનો પણ ઉડાઉ ના બનો, નમ્ર બનો પણ નમાલા ના બનો!
• કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
• સ્વ માટે પ્રાર્થીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે જ સાચી પ્રાર્થના છે!
• પ્રાર્થના આત્માનો ખોરાક છે!
• નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
• જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!
• જીવનનો આધાર વાણી અને પાણી પર છે!
• ઈચ્છા દુખની માં છે!
• ઉપવાસ તૂટે તો વાંધો નહિ , કોઈનું દિલ ના તૂટવું જોઈએ!
• માણસ જન્મે ત્યારે ઝભલાને ખીંચું નથી હોતું,  માણસ મરે ત્યારે કફનને ખીંચું નથી હોતું!
• અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
• ચારિત્ર એટલે સારી ટેવ ,સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!
• સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જ  જોઈ શકાય છે!
• સાચી સુંદરતા કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી નથી!
• ક્ષમા આપવી સારી બાબત છે પણ, તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!
• શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે , તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!
• જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
• જીવનન મુખ્ય ચાર સુખ છે:પહેલું સુખ જાતે નર્યા, બીજું સુખ ઘેર દીકરા,ત્રીજું સુખ કોઠીએ જાર, ચોથું સુખ સુલક્ષણા નાર!
• દુખના બે પ્રકાર છે: કર્મ અનુસારનું આવી પડતું દુખ અને બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!
• જાગતાની સાથે જ મરણનું સ્મરણ કરો જીવનનું મહત્વ સમજાશે!
• મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડાં ડૂબી જતાને પથરા તારી જાય છે!
• છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!
• ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે, તેમ છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન  કરતા હોય છે!
• તિલક કરતા ત્રેપન ગયા,જપમાલાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિના શરણ

No comments:

Post a Comment