Pages

Monday, November 8, 2010

યુવક મંડળનો સમ્મેતશિખર યાત્રા પ્રવાસ

શ્રી મચ્છુકાઠાં  જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ, મુમ્બઇના નેજા હેઠળ આવતી કાલે તા. ૦૯-૧૧-૨૦૧૦ના રોજ ૩૫૦ સભ્યોનું પહેલું જુથ  સમ્મેતશિખરજીની જાત્રાએ જઇ રહ્યું છે. તે સર્વેને અમારી હાર્દિક શુભેચ્છા.  સમ્મેતશિખરજીની જાત્રા એ એક ધાર્મિક પ્રવાસ છે.આપણો જૈન ધર્મ આપણને સમતાભાવિ, ધીર ગંભીર અને સહનશીલ બની રહેવાનો સંદેશો આપે છે. શહેરની જીન્દગી જીવવા ટેવાયેલ મુંબઇગરાના સમતા ભાવ, ધીર ગંભીરતા અને સહનશીલતાનું પરિક્ષણ નાના શહેરમાં કે ગામડામાં રહેલા જાત્રાના સ્થળોએ ચોક્કસ થાય જ છે.

ક્યાંક ખાવા પિવામાં તો ક્યાંક સુવા બેસવામાં તો વળી ક્યાંક નહાવા ધોવામાં તકલીફ પડશે જ. તે વખતે મગજ ન ગુમાવતા એવું વિચારજો કે જો મારા ઘરે પ્રસંગ હોત  તો હું શું કરત ? આપણે કોઇની જાનમાં નથી જતા કે ખાસ સવલતની અપેક્ષા રાખી શકીયે. આપણી જ્ઞાતિના ભાઇ-બહેનો નો આ એક સહિયારો પ્રયાસ છે જેમાં આપણે ઉપયોગી ન થઇ શકીયે તો કાંઇ નહી પણ ઉપદ્રવી ન થઇયે તેનું ખાસ ધ્યાન રાખશો. જે દાતાએ આપણને . તેમના ગણી દાન આપેલ છે તેઓ આપણા એક બીજાના આદર, સત્કાર અને ભાતૃભાવથી પ્રેરાઇને અન્ય પ્રસંગોએ વધુ દાન આપવા તત્પર રહે તેવી આપણી વાણી અને આપણા વર્તણૂક રહે તે ભૂલતા નહી. ધર્મ કરવાની દોડમાં આપણે માનવતાના મૂલ્યો ન ભૂલી જઇયે તે યાદ રાખશો.

ફરીથી આપ સર્વેની શુભ યાત્રાની કામના કરતા  આપ સર્વેની ભૂરી ભૂરી અનુમોદના કરીયે છીયે.