સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ
બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!
પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી (RESERVATIONS)હોય એ માણસ સૌથી ડાહ્યો
તમારા પપ્પા પૈસાદાર ન હોય તો એ તમારું દુર્ભાગ્ય ગણાય , પણ જો તમારા સસરા શ્રીમંત ન હોય તો એ તમારું દુર્ભાગ્ય જ નહિ, તમારી બેવકૂફી પણ ગણાય !!
જૂના ફર્નીચરમાંથીય જે વ્રુક્ષ્ બનાવે એ કવિ ..
અને જે નવા ફર્નીચરમાંથીયે અડાબીડ જંગલ ખડું કરી દે એનું નામ રાજકારણી
પ્રત્યેક સમજદાર નારીએ બને એટલાં વહેલા લગ્ન કરી લેવાં અને દરેક સમજુ પુરુષે બને ત્યાં સુધી લગ્ન ટાળવા ..!! (TO BE DISCUSSED)
ઈશ્વરને કરવા જેવી એક આદર્શ પ્રાર્થના :::
હે પ્રભુ, બીજા ભલે અપ્રમાણિક હોય , પણ મને તો તું પ્રમાણિક બનાવજે , જેથી આ દુનિયામાંથી એક રાસ્કલ તો ઓછો થાય !!
પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , એ રડી શકે છે અને બે , એ ધારે ત્યારે રડી શકે છે !!!!!
આખી જીંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ ( બદ્ ) નસીબ !
|
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલ બાજી હારી જવામા વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન ક કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ આજે આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી
આભાર : હિરેન શાહ