વતન : મોરબી
હાલ : ઘાટકોપર- મુમ્બઈ
મરનારનુ નામ : હરેન્દ્ર ભાઇચંદ મેહતા
ઉમર : ૮૧ વર્ષ
મરણ તારીખ : ૨-૧૧-૨૦૦૯
પત્નિ : ચંદ્રકળાબેન
પુત્રો : સ્વ. પ્રદિપ,દિપક, મુકેશ,ચેતન
પુત્રવધૂઓ :હિના,દિપ્તિ,સુરભી
પિતા : સ્વ.ભાઇચંદ હરજીવન મેહતા
ભાઈઓ : સ્વ.રતિલાલ,સ્વ.કાન્તિલાલ
બહેન : વિમળાબેન કાન્તિલાલ શાહ
સસરા : સ્વ. અમૃતલાલ પદમશી શાહ
હરેન્દ્રભાઈ ભાઈચંદ મહેતાના નામથી જવ્વલેજ કોઇ અપરિચિત હશે. સામાજિક રીતે તેઓ ઘણા કાર્યરત હતા.છેલ્લા થોડા સમયથી તેઓ બિમાર રહેતા હોવાથી સમાજથી વિખૂટા પડી ગયા હતા.પરંતુ તે પહેલા તેઓએ
સમાજ માટે બહુ અમૂલ્ય ફાળો આપેલ છે.
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના પ્રમુખ તરીકે પણ તેઓએ સંવત ૨૦૪૨,૨૦૪૩ માં તેમની સેવા આપી હતી. આ ઉપરાંત તેઓએ મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસરના કમિટિ મેમ્બર તરીકે, બોમ્બે ટીમ્બર મર્ચન્ટ એસોશિએશનના ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે તેમજ મેહતા ડિસ્પેન્સરી (મોરબી)ના કાર્યકર્તા તરીકે ઉમદા સેવા કરી હતી.
તેઓએ સમાજને આપેલ દાનરાશિઓમાં યુવક મંડળની ઓફિસ માટેનું દાન, સમાજની વાડી માટે આપેલુ દાન, યુવક યુવતી મિલન સમારોહ માટેનું દાન તેમજ તેમના પ્રમુખપણા નીચે સંપૂર્ણ મચ્છુકાંઠાનું વસ્તિપત્રક પ્રકાશન આપણને હંમેશ માટે યાદ રહેશે.
પ્રભુ સદ્ ગતના આત્માને શાશ્વત શાંતિ આપે અને તેમના કુટુમ્બીજનોને આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી અભ્યર્થના.
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ
-
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
સંચાલીત
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ નીચે મુજબ
આપવામા આવ્યા છે.
• *અખંડ દીપક ...
19 hours ago
No comments:
Post a Comment