Thursday, January 7, 2010
હાઉ ટુ બી સકસેસફુલ ઇન લાઇફ-સેમીનાર
યુવક મંડળના નેજા હેઠળ એક સેમીનાર પ્રોફેશનલ્સ માટે યોજાઇ રહ્યો છે. તેમા દરેક પ્રોફેશનલ્સ અચૂક ભાગ લ્યે. સેમીનારનો વિષય છે "હાઉ ટુ બી સકસેસફુલ ઇન લાઇફ". ડો. અશોકભાઇ સંઘવી (મેનેજમેંટ કન્સલટંટ) આ સેમીનાર કરશે. તેઓ ઘણી બધી કોર્પોરેટ બોડી સાથે સંકળાયેલા છે અને તેઓના સલાહકાર તરીકે કામ પણ કરી રહ્યા છે. આ સેમીનાર તા. ૧૬-૦૧-૨૦૧૦ને શનિવારના રોજ સાંજના ૬:૩૦ કલાકે મામા કાણે હોલ, દાદર (પ)સ્ટેશન સામે રાખવામાં આવેલ છે. હોલની ક્ષમતા મર્યાદિત હોવાથી સેમીનારમાં હાજર રહેનારાઓએ નિ:શુલ્ક નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી કરાવવા માટે ૧) અવંતીભાઇ સંઘવી ફોન : ૨૩૮૨૨૦૨૪ / ૬૫૦૮૫૪૩૪ અથવા ૨) રશ્મિભાઇ જે શાહ ફોન : ૨૪૧૪૭૬૬૧ / ૨૪૧૪૭૦૫૧ નો સમ્પર્ક કરવો. કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે. સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજેલ સેમીનાર માટે યુવક મંડળ અભિનંદનને પાત્ર છે. નોંધ : કાર્યક્રમમાં સમાજની પ્રોફેશનલ મહિલાઓ પણ સામેલ થઇ શકે છે
Labels:
seminar,
Yuvak Mandal
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment