યુવક મંડળને કાંતિભાઇ વખારિયા જેવા ભામાશા મળી ગયા છે. તેમની દરેક માંગણી કાંતિભાઇ પોષતા રહ્યા છે. આ વખતે તેઓએ યુવક મંડળની વેબ સાઇટ બનાવવા માટે રૂ. ૩,૫૦,૦૦૦નું દાન જાહેર કર્યુ છે. વેબ સાઇટ નેટ ઉપર મૂકવા માટે તડામાર તૈયારી થઇ રહી છે. તે આનંદની વાત છે. પરન્તુ અમારે જે કહેવુ છે તે એ છે કે કાંતિભાઇએ થોડી દૂરંદેશી વાપરી સમાજની વેબ સાઇટ બનાવવાનું આવ્હાહન આપ્યુ હોત તો ફક્ત યુવક મંડળ જ નહી પરંતુ આપણો સમાજ નેટ ઉપર આવી ગયો હોત.અત્યારે જે તારુ- મારુ યુવક મંડળ અને મોટા મંડળ વચ્ચે થઇ રહ્યુ છે તે નીકળી જાત. નેટનો વ્યાપ ઘણો વધતો જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહી પણ નાના ગામડા સુધી તે પહોંચી રહ્યુ છે. જેટલી વધૂ માહિતિનો પ્રસાર થાય તેટલું સમાજોપયોગી કામ વધે.નેટ ઉપર મહિને એક વાર જો સમાજ ઉત્કર્ષ અપલોડ કરવાના હો તો નેટ નો કોઇ મતલબ રહેતો નથી. સમાજને(મોટા મંડળને) અપાયેલા દાનની જો નોંધ લેવાના ન હો કે મોટા મંડળના કાર્યોનો રિપોર્ટ છાપવાના ન હો તો મોટા મંડળે વેબ સાઇટનો નહિ પણ આ બ્લોગનો સહારો લેવો પડશે અને યુવક મંડળની વેબ સાઇટ સમાજોપયોગી માધ્યમ બનવાને બદલે મંડળની જાગિર બનીને રહી જશે.યુવક મંડળ મોટા મંડળને પોતાના હરિફ તરીકે જોઇ રહ્યુ છે તે ખરેખર દુ:ખદ બાબત છે. મોટું અને નાનુ મંડળ એક બીજાના ટેકામાં રહી કામ કરે તે ઈચ્છવા યોગ્ય જ નહિ પરન્તુ આપણા સમાજના બૃહદ હિતમાં રહેશે.કાંતિભાઇ આ ઉમદા કાર્ય (બન્ને મંડળની સુલેહ)ના ધરોહર બની શક્યા હોત.
No comments:
Post a Comment