Pages

Tuesday, January 19, 2010

મહિલા મંડળની અંતરીક્ષજી યાત્રા

મહિલા મંડળ અંતરીક્ષજી, બાલાપુર, કારંજા, ભાંડકજી ની જાત્રા કરી પાછુ આવી ગયું. યાત્રા મહિલા મંડળના બહેનોએ યોજી હતી પરંતુ તેઓએ કોઇ પણ છોછ રાખ્યા વગર આવી યાત્રાઓ જેમણે યોજી હોય કે જેઓને યાત્રાઓ લઇ જવાનો મહાવરો હોય
તેમની મદદ લેવી જોઇએ.

યાત્રાનો પ્રોગ્રામ સદંતર ખોટો ગોઠવાયો હતો. તેમાં પ્લાનિંગનો અભાવ હતો. ૩ દિવસની યાત્રામાં પહેલે દિવસે જ બધા સ્થળો પતાવીને તેઓ ભાંડકજી પહોંચી ગયા. ભાંડકજીમાં ત્યારબાદ દોઢ દિવસ રહ્યા જ્યાં ફક્ત એક જ દેરાસર છે. ભાંડકજીમાં પૂજા, પ્રતિક્રમણ અને સામાયિકના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલું પરંતુ તેમાં મહિલાઓને ઓછો રસ હતો. તેમને તો વધૂ જગ્યાઓએ દર્શન કરવા હતા. તેથી તેઓમાં અસંતોષની લાગણી પ્રવર્તી હતી.

પૈસા બચાવવાની ફિકરમાં તેઓએ ઘણી બધી વસ્તુઓ જતી કરી અને બહેનોનો રોષ વહોરી લીધો. તેઓએ બસને બદલે ૭-૮ સુમો કર્યા આથી પ્રવાસ દરમ્યાન થતા આનંદથી બહેનો વંચિત રહી ગયા. એક સુમોમાં ૮ થી ૧૦ બહેનો બેઠી. આથી તેમનો પ્રવાસ થોડો કષ્ટદાયક પણ બન્યો. પહેલે દિવસે સમયના અભાવે જોવા જેવી વસ્તુઓ જોવાઇ નહી અને બીજા અને ત્રીજા દિવસે બહેનો નવરી બેસી રહી. કેટરરને બદલે દેરાસરમાં ચાલતી ભોજનશાળામાં જમવાનું આયોજન પણ ભૂલ ભરેલું હતુ. આનાથી જમવાની વિવિધતાનો અભાવ જણાતો હતો. કાર્યક્રમના અભાવે બહેનો પોતપોતાની રીતે દર્શન કરવા જબરજસ્તી કરીને નિકળી ગઇ હતી. આવું કરનારા આયોજકના સગા હતા જ્યારે અન્ય મહિલાઓને જુદા પડવાની ના પાડી દેવામાં આવી હતી. મહિલા મંડળના કાર્યકર્તા બહેનો આ અનુભવમાંથી શીખે તેવી અપેક્ષા સાથે અત્રે આ સમાચાર મૂકવામાં આવેલ છે.

No comments:

Post a Comment