Pages

Sunday, January 31, 2010

મૃત્યુ


વતન : અરણીટીંબા, વાકાંનેર
હાલ : ભાયંદર,મુમ્બઈ
મરનારનુ નામ : વસંતબેન મણીલાલ શાહ
ઉમર : ૭૨ વર્ષ
મરણ તારીખ : ૩૦-૦૧-૨૦૧૦
પતિ : મણીલાલ હાકેમચંદ શાહ
પુત્ર : હિતેષ
પુત્રવધુ : કવિતા
પુત્રી : રાજશ્રી
જમાઇ : ચેતન નટવરલાલ મહેતા
સસરા : સ્વ. હાકેમચંદ નાગજીભાઇ શાહ
પિતા : સ્વ.ગિરધરલાલ હરખચંદ શેઠ
પૌત્રી : નિધિ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Thursday, January 28, 2010

મૃત્યુ


વતન : જૂના ઘાંટીલા
હાલ : મુમ્બઈ
મરનારનુ નામ : મુગટલાલ વનેચંદ લોદરિયા
ઉમર : ૮૦ વર્ષ
મરણ તારીખ : ૨૬-૦૧-૨૦૧૦
પિતા : સ્વ.વનેચંદ ગોપાલજી લોદરિયા
પુત્ર : જિતેન્દ્ર
પુત્રવધૂ : પ્રતિક્ષા
ભાઈઓ : ન્યાલચંદભાઇ, સ્વ. હિંમતલાલ
બહેનો : સ્વ. વિજ્યાબેન ત્રંબકલાલ મહેતા, સ્વ. ચંપાબેન ધનવંતરાય મહેતા, સ્વ. ધનકુંવરબેન નટવરલાલ મહેતા, જયશ્રીબેન ઇન્દુલાલ મહેતા
સસરા : સ્વ. અમૃતલાલ પ્રાણજીવનદાસ વોરા

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Sunday, January 24, 2010

મૃત્યુ


વતન : મોરબી
હાલ : અંધેરી, મુમ્બઈ
મરનારનુ નામ : ભાવિની બિપિનભાઇ શાહ
ઉમર : ૩૩ વર્ષ
મરણ તારીખ : ૨૧-૦૧-૨૦૧૦
પિતા : બિપિનભાઇ રતિલાલ શાહ
માતા: સ્વ. હેમલતાબેન
ભાઈ : ચિરાગ
ભાભી : નિતલ
દાદા : સ્વ. રતિલાલ ફુલચંદ શાહ
કાકા/ભાઇજી : સ્વ. નવિનભાઇ, ધીરુભાઇ,જશવંતભાઇ,વિનોદભાઇ, ઉત્તમભાઇ,
ફૈબા : ભાનુબેન ગુણવંતરાય શાહ, કુમુદબેન અરવિંદકુમાર શાહ
નાના : સ્વ. નાનાલાલ જગજીવનદાસ મહેતા
મામા : દિનેશભાઇ, દિલિપભાઇ,પ્રદિપભાઇ,રજનીભાઇ
માસી : તારાબેન, શુશિલાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Friday, January 22, 2010

મૃત્યુ

મુક્તાબેન ભોગીલાલ ચત્રભુજ દોશીનું અવસાન તા. ૧૯-૧-૨૦૧૦ના રોજ વાંકાનેર ખાતે થયું છે. સમાજ મૃતના આત્માની શાંતિ થાઓ એવી ભાવના ભાવે છે.

Tuesday, January 19, 2010

મહિલા મંડળની અંતરીક્ષજી યાત્રા

મહિલા મંડળ અંતરીક્ષજી, બાલાપુર, કારંજા, ભાંડકજી ની જાત્રા કરી પાછુ આવી ગયું. યાત્રા મહિલા મંડળના બહેનોએ યોજી હતી પરંતુ તેઓએ કોઇ પણ છોછ રાખ્યા વગર આવી યાત્રાઓ જેમણે યોજી હોય કે જેઓને યાત્રાઓ લઇ જવાનો મહાવરો હોય
તેમની મદદ લેવી જોઇએ.

યાત્રાનો પ્રોગ્રામ સદંતર ખોટો ગોઠવાયો હતો. તેમાં પ્લાનિંગનો અભાવ હતો. ૩ દિવસની યાત્રામાં પહેલે દિવસે જ બધા સ્થળો પતાવીને તેઓ ભાંડકજી પહોંચી ગયા. ભાંડકજીમાં ત્યારબાદ દોઢ દિવસ રહ્યા જ્યાં ફક્ત એક જ દેરાસર છે. ભાંડકજીમાં પૂજા, પ્રતિક્રમણ અને સામાયિકના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલું પરંતુ તેમાં મહિલાઓને ઓછો રસ હતો. તેમને તો વધૂ જગ્યાઓએ દર્શન કરવા હતા. તેથી તેઓમાં અસંતોષની લાગણી પ્રવર્તી હતી.

પૈસા બચાવવાની ફિકરમાં તેઓએ ઘણી બધી વસ્તુઓ જતી કરી અને બહેનોનો રોષ વહોરી લીધો. તેઓએ બસને બદલે ૭-૮ સુમો કર્યા આથી પ્રવાસ દરમ્યાન થતા આનંદથી બહેનો વંચિત રહી ગયા. એક સુમોમાં ૮ થી ૧૦ બહેનો બેઠી. આથી તેમનો પ્રવાસ થોડો કષ્ટદાયક પણ બન્યો. પહેલે દિવસે સમયના અભાવે જોવા જેવી વસ્તુઓ જોવાઇ નહી અને બીજા અને ત્રીજા દિવસે બહેનો નવરી બેસી રહી. કેટરરને બદલે દેરાસરમાં ચાલતી ભોજનશાળામાં જમવાનું આયોજન પણ ભૂલ ભરેલું હતુ. આનાથી જમવાની વિવિધતાનો અભાવ જણાતો હતો. કાર્યક્રમના અભાવે બહેનો પોતપોતાની રીતે દર્શન કરવા જબરજસ્તી કરીને નિકળી ગઇ હતી. આવું કરનારા આયોજકના સગા હતા જ્યારે અન્ય મહિલાઓને જુદા પડવાની ના પાડી દેવામાં આવી હતી. મહિલા મંડળના કાર્યકર્તા બહેનો આ અનુભવમાંથી શીખે તેવી અપેક્ષા સાથે અત્રે આ સમાચાર મૂકવામાં આવેલ છે.

Monday, January 18, 2010

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : કલકત્તા
મરનારનુ નામ : ચમનલાલ (કાકુભાઇ) ન્યાલચંદ શેઠ
ઉમર : ૭૩ વર્ષ
મરણ તારીખ : ૧૬-૦૧-૨૦૧૦
પત્નિ : હંસાબેન
પુત્રો : હિતેન, દિપક, કેતન
પિતા : સ્વ.ન્યાલચંદ જાદવજી શેઠ
ભાઈઓ : મનસુખલાલ, અશોકભાઇ, ધિરજલાલ
બહેનો : સ્વ. ગુણવંતીબેન, નિર્મળાબેન
સસરા : સ્વ. શાંતિલાલ કુંવરજી સંઘવી
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Friday, January 15, 2010

મૃત્યુ


વતન : વાકાંનેર
હાલ : કલકત્તા
મરનારનુ નામ : અમર જ્યોતિષ શાહ
ઉમર : ૨૮ વર્ષ
મરણ તારીખ : ૧૩-૦૧-૨૦૧૦
પિતા : જ્યોતિષ રતિલાલ શાહ
ભાઇ : ચિરાગ
કાકા : દિપુભાઇ, સ્વ. સુરેશભાઇ, પંકજભાઇ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Saturday, January 9, 2010

સુવર્ણ જયંતિ મહોત્સવ કમિટિ-યુવક મંડળ

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ, મુંબઇ આ વર્ષે ૫૦ વર્ષ પુરા કરી રહ્યુ છે. સુવર્ણ જયંતિ વર્ષને અવિસ્મરણિય બનાવવા માટે નવા લોકોપયોગી કાર્યક્રમો આપવાનુ પણ વિચારેલ છે. આ હેતુ પાર પાડવા માટે એક સુવર્ણ જયંતિ મહોત્સવ કમિટિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિના કન્વિનર પદે વિ. વિ. શાહની પસંદગી કરવામાં આવી છે. તે ઉપરાંત સમિતિમાં સામેલ થયેલ મહાનુભાવોના નામ નીચે પ્રમાણે છે.
૧) મહેન્દ્ર વલ્લભદાસ સંઘવી
૨) વિનયચંદ્ર છગનલાલ સંઘવી
૩)રાજેન્દ્ર ઉમેદચંદ શાહ
૪) પ્રફુલ્લ માણેકલાલ શાહ
૫) રશ્મિકાંત જેવતલાલ શાહ
૬) પિનાકીન લાલભાઇ શાહ
૭) અવંતિ રમણિકલાલ સંઘવી
૮) પ્રકાશ અમૃતલાલ લોદરિઆ
૯) કમલેશ ચંદુલાલ શાહ
૧૦)નયનેશ ચંદુલાલ દોશી
૧૧) હરેશ સુમતિલાલ શાહ
૧૨) પરેશ હસમુખરાય શાહ
૧૩) જગદિશ હાકેમચંદ શાહ
૧૪) પરેશ વનેચંદ શાહ
૧૫) પંકજ નવલચંદ દોશી
૧૬) રાહુલ રસિકલાલ લોદરિઆ
૧૭) હરિશ શાંતિલાલ મહેતા
૧૮) ચંદ્રવદન જમનાદાસ શેઠ
૧૯) રાજેન્દ્ર કાંતિલાલ મહેતા
૨૦) કીર્તિકુમાર હિંમતલાલ શાહ
૨૧) ચેતન કાંતિલાલ મહેતા
૨૨) ચંદ્રકાન્ત વનેચંદ મહેતા
૨૩) ઈન્દુલાલ મોહનલાલ મહેતા
૨૪) જીતેન્દ્ર જેવતલાલ મહેતા
૨૫) મહેશ શાંતિલાલ લોદરિઆ
૨૬) ધિરેન્દ્ર પાનાચંદ લોદરિઆ
૨૭) મહેન્દ્ર ગોવિંદજી ગાંધી
૨૮) હસમુખ જેઠાલાલ પારેખ
૨૯) કિશોર હિંમતલાલ શાહ

Thursday, January 7, 2010

હાઉ ટુ બી સકસેસફુલ ઇન લાઇફ-સેમીનાર

યુવક મંડળના નેજા હેઠળ એક સેમીનાર પ્રોફેશનલ્સ માટે યોજાઇ રહ્યો છે. તેમા દરેક પ્રોફેશનલ્સ અચૂક ભાગ લ્યે. સેમીનારનો વિષય છે "હાઉ ટુ બી સકસેસફુલ ઇન લાઇફ". ડો. અશોકભાઇ સંઘવી (મેનેજમેંટ કન્સલટંટ) આ સેમીનાર કરશે. તેઓ ઘણી બધી કોર્પોરેટ બોડી સાથે સંકળાયેલા છે અને તેઓના સલાહકાર તરીકે કામ પણ કરી રહ્યા છે. આ સેમીનાર તા. ૧૬-૦૧-૨૦૧૦ને શનિવારના રોજ સાંજના ૬:૩૦ કલાકે મામા કાણે હોલ, દાદર (પ)સ્ટેશન સામે રાખવામાં આવેલ છે. હોલની ક્ષમતા મર્યાદિત હોવાથી સેમીનારમાં હાજર રહેનારાઓએ નિ:શુલ્ક નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી કરાવવા માટે ૧) અવંતીભાઇ સંઘવી ફોન : ૨૩૮૨૨૦૨૪ / ૬૫૦૮૫૪૩૪ અથવા ૨) રશ્મિભાઇ જે શાહ ફોન : ૨૪૧૪૭૬૬૧ / ૨૪૧૪૭૦૫૧ નો સમ્પર્ક કરવો. કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે. સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજેલ સેમીનાર માટે યુવક મંડળ અભિનંદનને પાત્ર છે. નોંધ : કાર્યક્રમમાં સમાજની પ્રોફેશનલ મહિલાઓ પણ સામેલ થઇ શકે છે

માંગો ત્યારે લોહી

તમારા સગા, સંબંધી કે ઓળખીતા માટે લોહી મેળવવું એકદમ આસાન થઇ ગયું છે. તમારે ફક્ત ૯૬૦૦૦૯૭૦૦૦ ઉપર SMS મોકલવાનો છે. SMSમાં "Blood (લોહીનું ગ્રુપ)" (અવતરણ ચિન્હ વગર) એટલે કે BLOOD B+(અત્રે લોહીનું ગ્રુપ દર્શાવવુ) લખવું. લોહીદાતા તમારો ફોન કરીને સંપર્ક કરશે. આ માહિતિ તમારા વર્તુળમાં પ્રસરાવજો કદાચ કોઇ જીંદગી તમે બચાવી શકો.

Wednesday, January 6, 2010

આનંદો

યુવક મંડળને કાંતિભાઇ વખારિયા જેવા ભામાશા મળી ગયા છે. તેમની દરેક માંગણી કાંતિભાઇ પોષતા રહ્યા છે. આ વખતે તેઓએ યુવક મંડળની વેબ સાઇટ બનાવવા માટે રૂ. ૩,૫૦,૦૦૦નું દાન જાહેર કર્યુ છે. વેબ સાઇટ નેટ ઉપર મૂકવા માટે તડામાર તૈયારી થઇ રહી છે. તે આનંદની વાત છે. પરન્તુ અમારે જે કહેવુ છે તે એ છે કે કાંતિભાઇએ થોડી દૂરંદેશી વાપરી સમાજની વેબ સાઇટ બનાવવાનું આવ્હાહન આપ્યુ હોત તો ફક્ત યુવક મંડળ જ નહી પરંતુ આપણો સમાજ નેટ ઉપર આવી ગયો હોત.અત્યારે જે તારુ- મારુ યુવક મંડળ અને મોટા મંડળ વચ્ચે થઇ રહ્યુ છે તે નીકળી જાત. નેટનો વ્યાપ ઘણો વધતો જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહી પણ નાના ગામડા સુધી તે પહોંચી રહ્યુ છે. જેટલી વધૂ માહિતિનો પ્રસાર થાય તેટલું સમાજોપયોગી કામ વધે.નેટ ઉપર મહિને એક વાર જો સમાજ ઉત્કર્ષ અપલોડ કરવાના હો તો નેટ નો કોઇ મતલબ રહેતો નથી. સમાજને(મોટા મંડળને) અપાયેલા દાનની જો નોંધ લેવાના ન હો કે મોટા મંડળના કાર્યોનો રિપોર્ટ છાપવાના ન હો તો મોટા મંડળે વેબ સાઇટનો નહિ પણ આ બ્લોગનો સહારો લેવો પડશે અને યુવક મંડળની વેબ સાઇટ સમાજોપયોગી માધ્યમ બનવાને બદલે મંડળની જાગિર બનીને રહી જશે.યુવક મંડળ મોટા મંડળને પોતાના હરિફ તરીકે જોઇ રહ્યુ છે તે ખરેખર દુ:ખદ બાબત છે. મોટું અને નાનુ મંડળ એક બીજાના ટેકામાં રહી કામ કરે તે ઈચ્છવા યોગ્ય જ નહિ પરન્તુ આપણા સમાજના બૃહદ હિતમાં રહેશે.કાંતિભાઇ આ ઉમદા કાર્ય (બન્ને મંડળની સુલેહ)ના ધરોહર બની શક્યા હોત.

Tuesday, January 5, 2010

અભિનંદન

ધાર્મિક અને દાનવીર શ્રી ભોગિલાલ મોહનલાલ મેહતાની કંપની મે. મેહતા ટ્રેડીંગ કોર્પોરેશન તેમનુ સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહ્યુ છે. આ પ્રસંગે એક પ્રોગ્રામનુ આયોજન ૧૦-૦૧-૨૦૧૦ના રોજ તેજપાલ ખાતે કરવામાં આવેલ છે. અમે શ્રી ભોગિભાઇને અભિનંદન આપીએ છીએ. તેમનો ધંધો ઉત્તરોત્તર વધતો જાય અને તેઓ વધૂનેવધૂ પ્રગતી કરે તેવી ભાવના ભાવિએ છીએ.

તેવી જ રીતે, પી. ડી. જૈન & બ્રધર્સ વાળા શશિકાંતભાઈ પ્રાણજીવનદાસ મહેતા એક સાથે બે પ્રસંગો ઉજવી રહ્યા છે. ૧) તેમની કંપનીના ૭૫ વર્ષ ૨) તેમના સરોજબેન સાથેના લગ્ન જીવનના ૫૦ વર્ષ. આ બન્ને પ્રસંગને ઉજવવા તેમણે યોગી સભાગૃહ ખાતે ૨૩-૦૧-૨૦૧૦ ના રોજ સવારના ૯:૩૦ વાગ્યે શત્રુંજય ગીરીરાજની ભાવયાત્રા તથા તે બાદ સાધર્મિકભક્તિનો કાર્યક્રમ રાખેલ છે. આ પ્રસંગ ઉપર સામેલ થવા સમાજના વડિલોને આમંત્રણ આપવામાં આવેલ છે. પરંતુ વડિલોની વ્યાખ્યામાં કોણ સામેલ છે અને કોણ નથી તેની વિગત નથી. તેમ છતાં નિ:શુલ્ક નામ નોંધણી જરૂરી હોવાથી તે વાત નો ખુલાસો નોંધણી દરમ્યાન થઇ જશે. નામ નોંધાવવા સમાજના નીચે દર્શાવેલ સભ્યોનો સંપર્ક કરવો.
૧) નિમેશ ભુ મેહતા ફોન નં :9820552897/24300831
૨) કલ્પેશ ર. સંઘવી ફોન નં:9320560005
૩) રશ્મિકાંત જે. શાહ ફોન નં: 9821035352/24147051
અમે પ્રસંગની ઉજવણી નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવિયે છીએ.

જન્મ

અમી અને કિન્નર પ્રફુલ્લ સપાણીને ત્યાં ૩૧-૧૨-૨૦૦૯ ના દિવસે પુત્રીનો જન્મ
થયો છે. અમે મા તથા બાળકની સુખાકારીની કામના કરીએ છીયે.

Saturday, January 2, 2010

મૃત્યુ


વતન : મોરબી
હાલ : દહિસર,મુમ્બઈ
મરનારનુ નામ : કમળાબેન કાંતિલાલ પારેખ
ઉમર : ૭૮ વર્ષ
મરણ તારીખ : ૩૧-૧૨-૨૦૦૯
પતિ : સ્વ. કાંતિલાલ નરોત્તમદાસ પારેખ
પુત્રો : ભરત, મુકુંદ,હરેશ,પરિમલ
પુત્રવધૂઓ :આશા, કલ્પના,નિતા,અનંતી
પુત્રી : નીલા
જમાઇ : અશ્વિનભાઇ શાહ
દિયરો : પ્રવિણભાઇ,શશિકાંતભાઇ
નણંદો : સ્વ. ગુણીબેન,નલિનીબેન,ભારતીબેન,વર્ષાબેન
પિતા : સ્વ.મગનલાલ લક્ષ્મીચંદ શાહ
ભાઇ : સૂર્યાંગયશાશ્રીજી મહારાજ (વાગડવાળા)
બહેનો : જશીબેન, નિર્મળાબેન

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે