skip to main |
skip to sidebar
આવનારુ સવંત ૨૦૬૬ નુ નૂતન વર્ષ આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને ધન-ધાન્ય તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ લાભપ્રદ રહે તેવી શુભકામનાઓ સાથે શુભદિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. આ પ્રસંગે “અંકિત ત્રિવેદી” ની આ સુંદર રચનામારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાયએને નવું વર્ષ કહેવાય….હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાયએને નવું વર્ષ કહેવાય….ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનુંલાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાયએને નવું વર્ષ કહેવાય….જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાયએને નવું વર્ષ કહેવાય…. – અંકિત ત્રિવેદી
No comments:
Post a Comment