Pages

Monday, March 5, 2012

ધર્મોની વૈજ્ઞાનીકતા

અવારનવાર વાંચવા અને સાંભળવા મળે છે કે અમારો ધર્મ પુરો વૈજ્ઞાનીક છે. આવું કહેનાર કશું વીચાર્યા વગર ક્યાંકથી સાંભળેલું આગળ ચલાવ્યે રાખે છે. આવો ખ્યાલ ઘરાવનારને અને ફેલાવનારને વીજ્ઞાન શું છે એની ખાસ સમજ નથી.

કોઈ પણ ધર્મ વૈજ્ઞાનીક નથી – હોઈ પણ ન શકે. બન્નેનું ધ્યેય ભલે માનવજાતનું ભલું કરવાનું હોય; પણ બન્નેની વીચારપ્રક્રીયા અને કાર્યપદ્ધતી સાવ અલગ છે. અન્ય ધર્મોની સરખામણીએ બે–ચાર વધુ બાબતો વૈજ્ઞાનીક નીયમોને મળતી આવે એનાથી કોઈ ધર્મ વૈજ્ઞાનીક નથી બની જતો.

બીજા ધર્મોની આલોચના કરવી વાજબી નથી. પોતાના ધર્મની આલોચના સમધાર્મીક સાથે કરી શકાય; કારણ એમાં દ્વેષભાવ નથી હોતો બલકે એમાં રહેલી વીસંગતતાઓ તેમ જ ક્ષતીઓ વગેરે સમજી, સ્વીકારી એ સુધારવાની વૃત્તી હોય છે.

સૌથી પહેલાં વીજ્ઞાન શું છે તે સમજવું જરુરી બને છે. કુદરત કે પ્રકૃતી કઈ રીતે વર્તે છે તે સમજવાનો તર્કબદ્ધ અભ્યાસ એ વીજ્ઞાન છે. શોધાયેલા વૈજ્ઞાનીક સીદ્ધાન્તને અમલમાં મુકવાનો, માણસના ઉપયોગમાં લાવવાનો પ્રયાસ એ ટેકનૉલૉજી કે એન્જીનીયરીંગ છે. એ દીશામાં બુદ્ધીને કેળવવી એ વૈજ્ઞાનીક અભીગમ છે.

વૈજ્ઞાનીક શોધોની શરુઆત અનુભવ કે અવલોકનથી થાય છે. એની ઉપર વીચાર–વીમર્શ અને ચર્ચા થાય છે. એમાંથી જે પણ નીષ્કર્ષ નીકળે ત્યાં એનો અન્ત નથી આવતો. શક્ય હોય એવા દરેક પ્રયોગ કરી એને સાબીત કરાય છે. વૈજ્ઞાનીક સમાજ દ્વારા સ્વીકારાયા પછી તે જાહેર જનતા સમક્ષ આવે છે. એ વીષય પર વધુ માહીતી મળે તો એમાં સુધારાનો અવકાશ હોય છે.

વીજ્ઞાનનો સમ્બન્ધ ક્રીયા અને પરીણામ સાથે છે, એના હેતુ સાથે નથી. વૈજ્ઞાનીક સીદ્ધાન્તો વસ્તુલક્ષી અને વીષયલક્ષી હોય છે; વ્યક્તીલક્ષી નથી હોતા. ચોક્કસ વસ્તુને કે ક્રીયાને લગતા નીયમ, ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે વ્યક્તી દ્વારા અજમાવાતા સાચા ઠરે છે. કોઈ એક વ્યકતીને માત્ર ચીન્તન દ્વારા લાધેલાં ‘સત્યો’ વૈજ્ઞાનીક અભીગમમાં સ્વીકાર્ય નથી; કારણ કે તે વ્યક્તીલક્ષી હોવાથી સ્વતન્ત્ર અને જાહેર રીતે એની ચકાસણી થઈ શકતી નથી.

વીજ્ઞાન માણસના આચરણને પાપ–પુણ્યમાં મુલવતું નથી. એ બધાં નીતી અને ધર્મનાં ક્ષેત્રો છે. વીજ્ઞાન આ બાબતોથી અલીપ્ત છે. જ્યારે બધા જ ધર્મોએ વીજ્ઞાનના નામે કેટલાયે ગપગોળા વહેતા મુક્યા છે. ધર્મ અને વીજ્ઞાનને એકબીજા સાથે સરખાવવાં યોગ્ય નથી અને જરુરી પણ નથી; કારણ કે બન્નેનું કાર્યક્ષેત્ર અને કાર્યપદ્ધતી સાવ અલગ છે. છતાં ધર્મના નામે, કુદરતી નીયમો વીરુદ્ધની, જાહેર અનુભવ વીરુદ્ધની અગણીત વાતો ફેલાવવામાં આવે છે અને અન્ધશ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી એને સ્વીકારે છે.

જૈન ધર્મની વૈજ્ઞાનીકતાની તરફેણમાં ખાસ સંભળાતો એક દાખલો છે– વનસ્પતીમાં જીવ હોવાની શોધ જૈન તીર્થંકરોએ કરી છે. વીજ્ઞાને તો હમણાં એ કબુલ્યું છે.

અન્ય સજીવોની જેમ વનસ્પતી પણ જન્મે છે (ઉગે છે), વૃદ્ધી પામે છે અને મૃત્યુ પામે છે. એને પણ વધવા માટે હવા, પાણી, ખોરાક અને સુર્યપ્રકાશ જોઈએ છે. વનસ્પતીને રોગ પણ થાય છે. એ પોતાનો વંશવેલો આગળ વધારે છે. જો કે અન્ય સજીવોની જેમ તે જોઈ કે સાંભળી શકતી નથી, હલનચલન કરી શકતી નથી કે પોતાના વંશજોની સમ્ભાળ રાખી શકતી નથી. આ એની મર્યાદા પણ છે.

બધા આટલું જાણે છે અને જોઈ શકે છે. આ જાહેર અનુભવ એટલો સ્પષ્ટ છે કે એને સામાન્ય શોધ પણ ન કહેવાય. અન્ય પ્રાચીન સંસ્કૃતીઓના સાહીત્યમાં પણ એનો ઉલ્લેખ છે. જો વનસ્પતીના સજીવપણાને શોધ કહીએ તો બીજી ઘણી સામાન્ય કુદરતી ઘટનાઓને પણ શોધ કહેનારા મળી આવે. દા.ત. રોજ બે વખત દરીયામાં ભરતી–ઓટ આવે છે, પક્ષીઓ જ ઉડી શકે છે, પ્રાણીઓ નહીં; વગેરેને પણ શોધ કહેવી પડે. શોધ એને કહેવાય જે વાતની અન્ય કોઈને ખબર ન હોય અને એ વાતની સાબીતી સાથે કોઈ વ્યક્તી રજુઆત કરે.

વનસ્પતીના સજીવપણાની વાત આટલેથી અટકતી નથી. ઘણા લોકો આ શોધનું શ્રેય ભારતના આગવા વૈજ્ઞાનીક જગદીશચન્દ્ર બોઝને આપે છે. એક સદી પહેલાં થયેલા બોઝ (1858-1937) ભારતમાં થયેલ થોડા શ્રેષ્ઠ વૈજ્ઞાનીકોમાંના એક છે. એમણે વનસ્પતીશાસ્ત્ર ઉપરાન્ત રેડીયો અને માઈક્રોવેવ ઓપ્ટીક્સમાં પણ ઘણું કામ કર્યું છે. એમણે પ્રાણીઓ અને વનસ્પતીના કોશોમાં રહેલી સમાનતા શોધી હતી. તેમ જ વનસ્પતીમાં પણ પ્રાણીઓની જેમ સમ્વેદનાઓ છે અને આસપાસના વાતાવરણથી પ્રભાવીત થાય છે એવું પ્રયોગો દ્વારા સાબીત કર્યું હતું. આ શોધો અને ‘વનસ્પતી સજીવ છે’ની કહેવાતી શોધ વચ્ચે ઘણો ફરક છે. વનસ્પતીનું સજીવપણું એ કોઈની પણ શોધ નથી, એ જાહેર અવલોકન છે. ઉતાવળીયા અણઘડ લોકો દ્વારા ફેલાવાતી આવી બીજી ‘વાંદરામાંથી માણસ થયો’ જેવી અધુરી સમજની છણાવટ મારા આગલા એક લેખમાં કરી છે.

આવી સામાન્ય બાબતોના થોડા વધુ દાખલાઓ ઉમેરીએ તોય કોઈપણ ધર્મ વૈજ્ઞાનીક નથી બની જતો. આની સામે ધર્મગ્રંથોમાં વર્ણવાયેલ બાબતોના એવા દસ ગણા દાખલાઓ આપી શકાય જે અવૈજ્ઞાનીક હોય અથવા સત્યથી વેગળા હોય.

અવારનવાર સંભળાતી બીજી વાત છે, ‘વીજ્ઞાન આજે જે પણ શોધી રહ્યું છે તે બધું હીંદુ અને જૈન શાસ્ત્રોમાં પહેલેથી જ હતું. પશ્વીમના દેશો આપણા શાસ્ત્રોમાંથી ઉઠાંતરી કરી ગયા છે, વગેરે વગેરે’. ભણેલીગણેલી વ્યક્તીઓની નાદાનીયત ક્યારેક નવાઈ પમાડે છે. આપણી પાસે પહેલાં બધું હતું તો આજે કેમ કંઈ દેખાતું નથી ? આપણા શાસ્ત્રોમાંથી બીજાઓ પ્રેરણા મેળવે છે કે માહીતી મેળવે છે તો એવું કરતાં આપણને કોણ રોકે છે ? આપણે કેમ નવી શોધોમાં આટલા પાછળ છીએ ?

પ્રાચીન કાળનું પરીવહન જાનવરો અને એમના વડે ખેંચાતાં પૈડાંવાળાં વાહનો પુરતું મર્યાદીત હતું. મધ્ય યુગ સુધી એ જ ચાલતું રહ્યું. અર્વાચીન યુગ શરુ થતાં; પહેલાં સાઈકલ, પછી વરાળ વડે ચાલતી ટ્રેન, પછી પેટ્રોલ–ડીઝલ વડે ચાલતી ગાડીઓ અને પછી વીમાન શોધાયાં છે. જો પ્રાચીન કાળમાં પણ વીમાનો હોત તો ક્યાંક સાઈકલ, ટ્રેન કે કારનો ઉલ્લેખ અવશ્ય હોત. કારણ કે એ બધાને બનાવવા પ્રમાણમાં સહેલા હતા. એમનો ઉલ્લેખ ક્યાંય નથી. તેમ જ એમનાં અવશેષ પણ ક્યાંયથી મળ્યાં નથી. સાવ સ્પષ્ટ વાત છે કે જટીલ યંત્રો ત્યારે શોધાયાં જ નહોતાં. આ ઉપરાંત યાન્ત્રીક વાહનો ચલાવવા માટે ઈંધણ પણ જોઈએ. આવા કોઈક ઈંધણનો કોઈ ઉલ્લેખ ક્યાંક તો હોવો જોઈએ !

યંત્ર નહીં; પણ મંત્ર–તંત્રથી ઉડી શકાય અને અદૃશ્ય થઈ શકાય એવી વીદ્યાઓ હોવાની પણ એક માન્યતા છે. ફરી એ જ સવાલ. જો એવી વીદ્યાઓ હતી તો આજે કેમ નથી ? સમય સાથે તે વધુ વીકસીત થવી જોઈતી હતી. યોગ, આયુર્વેદ જેવું જે વાસ્તવીક હતું તે આજે પણ જળવાયેલું છે. જે આજે નથી તે હતું જ નહીં એમ સ્વીકારવું વધુ વાજબી છે.

પ્રાચીન કાળથી આજ સુધી ભારતની સંસ્કૃતી અતુટ એકધારી રહી છે. રામાયણ મહાભારતના લાખો શ્લોક કંઠસ્થ રખાયા હતા. તેમ જ લખાયા પણ હતા. તો આવા મનુષ્ય ઉપયોગી મન્ત્ર–તન્ત્ર જો સાચે જ હોત તો અવશ્ય કંઠસ્થ કર્યા હોત કે લખાયા હોત. વાસ્તવીકતા એ છે કે ભારતના પ્રાચીન સાહીત્યમાં ધાર્મીક આધ્યાત્મીક વાતો વધુ છે; વૈજ્ઞાનીક વાતો નહીંવત્ છે. ત્યારે ગણીત અને ખગોળ હતું; કારણ કે એમાં પ્રયોગ કરવાના નથી હોતા. રસાયણશાસ્ત્રની શરુઆત હતી; પણ યન્ત્રશાસ્ત્રને નામે કશું નહોતું, સીવાય કે પૈડાં જેવી સામાન્ય વસ્તુઓ. વીમાન બનાવવું દુર રહ્યું; સાદાં યંત્રો બનાવવામાં પણ યન્ત્ર–શાસ્ત્રનું ઉંડુ જ્ઞાન હોવું જરુરી છે. વીજ્ઞાનના છુટા છવાયા નીયમોની જાણકારી માત્રથી યન્ત્ર નથી બનાવી શકાતાં.

આજે ‘સ્ટાર વૉર્સ’, ‘સ્ટાર ટ્રેક’ જેવી ફીલ્મોમાં પ્રકાશની ગતીએ ઉડતા અવકાશયાનોમાં તારાઓની દુનીયામાં ફરતા માનવો અને યંત્રમાનવો બતાવવામાં આવે છે. ‘ટાઈમ મશીન’ અને ‘બૅક ટુ ધ ફ્યુચર’ જેવી ફીલ્મોમાં જોઈએ એટલાં ભુતકાળમાં કે ભવીષ્યમાં પહોંચાડી દેતાં યંત્રો બતાવાયાં છે. સુપરમેન કે સ્પાઈડરમેન જેવા અલૌકીક તેમ જ અવાસ્તવીક શક્તી ધરાવતાં પાત્રોવાળી ફીલ્મો બને છે. લખાણ કરતાં દૃશ્યો વધારે અસરકારક અને સાચાં લાગે એવાં હોય છે.

આ બધી આજના માનવીની કલ્પનાઓ છે. આપણે એમને માત્ર મનોરંજન તરીકે માણીએ છીએ. પાંચસો કે હજાર વરસ પછીના લોકો આ બધી વાર્તાઓને જો આજની વાસ્તવીકતા માનવા લાગે, આવાં પાત્રોની મુર્તી બનાવી એને પુજવા લાગે, તો તે સાચા કે શાણા નહીં ગણાય. જ્યારે ત્રણ–ચાર હજાર વરસ પુરાણી વાતોને આપણે આસાનીથી અને શ્રદ્ધાથી ત્યારની વાસ્તવીકતા તરીકે સ્વીકારી લઈ પોતાને જ્ઞાની સમજીએ છીએ.

આજના જેવી કલ્પનાઓ તો માણસ પહેલેથી કરતો આવ્યો છે. કલ્પનાઓ કરવી એ માનવવંશને મળેલી ખુબ અગત્યની ભેટ છે. કલ્પના નવા વીચારોની જનેતા છે. પૌરાણીક પાત્રો સાચે જ થઈ ગયાં છે કે માત્ર કવી–કલ્પના છે એની ચર્ચામાં આપણે નથી પડવું. છતાં પણ એમના વીશે સંભળાતી દરેકે દરેક વાત અક્ષરશ: માની લેવી એ આસ્તીકતાનો માપદંડ નથી. કુદરતી નીયમ વીરુદ્ધની વાતો ન માનનારા નાસ્તીક નથી થઈ જતા. ખરી રીતે જોઈએ તો તેઓ શક્ય-અશક્ય પારખનાર વાસ્તવવાદી છે.

છેલ્લાં બસો વરસમાં પકૃતી વીશેની આપણી સમજમાં કેટલાયે ગણો વધારો થયો છે. જેમ વધુ જાણીએ છીએ તેમ કેટલું બધું જાણવાનું હજી બાકી છે તેનો ખ્યાલ આવતો જાય છે. બધું જ જાણતા હોવાનો દાવો કોઈપણ સાચો વૈજ્ઞાનીક નહીં કરે. જ્યારે માત્ર ચીન્તન કે સ્ફુરણા દ્વારા બધું જાણી લેવાનો દાવો ઘણા કરતા આવ્યા છે.

પ્રાચીન સાહીત્યની અસલ પ્રતો ભાગ્યે જ કોઈ વાંચતું હશે. એટલે એમાં શું લખેલું છે તે જાણવું લગભગ અશક્ય જેવું છે. છતાં પ્રાચીન ગ્રંથોના નામે ગેરસમજ ઉભી કરતા, અતીશયોક્તી કરતા કે સરાસર જુઠાણું ફેલાવતા બીજા ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. માત્ર કુદરતી નીયમોની વીરુદ્ધની નહીં; પણ ઈતીહાસ અને ભુગોળ જેવા વીષયો સાથે પણ અસંગત હોય એવી ઘણી વાતો ફેલાવાય છે. કમનસીબે ભોળા લોકો એને સાચી માને છે. એની છણાવટ માટે અલગ લેખ જોઈશે.

–મુરજી ગડા

અક્ષરાંકન: ગોવીન્દ મારુ  

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

વર્ષ ગાંઠ (05-03)


1 ) દોશી અનેરી અતુલ મનહરલાલ
2 ) મેહતા અસ્મી હેમાન્શુ પ્રવીણચંદ્ર
3 ) પારેખ જલોમી કેતન ઉમેદચંદ પાનાચંદ
4 ) શાહ રૂપલ શૈલેશ મણીલાલ

Sunday, March 4, 2012

વર્ષ ગાંઠ (04-03)


1 ) દોશી કેયુર રૂપેશ અમૃતલાલ ભુદરલાલ

2 ) મેહતા રેખા અશ્વિન વલ્લભદાસ
3 ) મેહતા જીમિત નિમેષ ભુપતરાય રતીલાલ
4 ) મેહતા અલકા હિતેષ રમણીકલાલ
5 ) મેહતા ઋષિતા કેતન ઈન્દુલાલ ઉમેદચંદ
6 ) મેહતા અમી મયૂર હર્ષદરાય
7 ) મેહતા ભારતીબેન જયંતિલાલ
8 ) પારેખ કૌશિક કાન્તિલાલ
9 ) સંઘવી નિરંજના વિનોદરાય મણીલાલ
10) શાહ કિશોર હિમતલાલ
11) વોરા ધર્મીષ્ઠા સુરેશ ચૂનીલાલ

Saturday, March 3, 2012

જો મને ગાંધી મળે તો



સૌજન્ય : ધર્મેશ અ શાહ

વર્ષગાંઠ (03-03)


1 ) દોશી હર્ષિત કિશોર રજનીકાન્ત
2 ) દોશી સ્વયં રાજીવ મધુકાન્ત કસ્તુરચંદ
3 ) મેહતા વિનિત કનકરાઈ
4 ) મેહતા ધવલ મૂકેશ હિમ્મતલાલ
5 ) પારેખ જીજ્ઞા સંજય હર્ષદરાય નવલચંદ
6 ) શાહ ઋુષભ નિલેશ અરવિંદ
7 ) શાહ હેતવી વિપુલ અનોપચંદ
8 ) શાહ ફાલ્ગુનિ સાગર દોશી
9 ) શાહ જતીન ચિમનલાલ
10) શાહ મૂકતાબેન રવિવદન

Friday, March 2, 2012

વર્ષગાંઠ (02-03)


1 ) મેહતા બીના કમલેશ સંપતરાઈ
2 ) મેહતા હિમાંશુ સેવંતીલાલ જેઠાલાલ
3 ) સંઘવી અશ્વિન પ્રવીણચંદ્ર મોહનલાલ
4 ) શાહ પલક દર્શન અશોકકુમાર
5 ) શાહ સોહિલ દીપક નગીનદાસ

Thursday, March 1, 2012

આપણે ગુજરાતીઓ

આપણે ગુજરાતીઓ ….. હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.
(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.
(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક
‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ ‘મહાન‘ વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી‘ !

આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી‘નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ‘, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ.
આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.
આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ
, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે.

વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું!
ગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.
‘
મનીમાઈન્ડેડ
‘ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ‘ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ‘ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે.. આ ‘કબૂતરો‘નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!)

આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.
આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.
(ઓ…કખે…ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ….હું છું…ત…મા…રો…… દો…સ્ત…ઍન્ડ…હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડતમે લિસન કરી રહ્યા છો…રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ…રો…કિં…ગ…)

આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ‘ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ.
સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)
પરદેશી
, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ‘ચાઈનીઝ ભેળ‘.

આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !) સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાન?? શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ‘પીવા‘ના પણ શોખીન છે.
આ ‘પીવા‘નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ‘પીવાય‘ છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે.. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.
ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ
ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને!

ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.
વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ…ક્રિકેટ…અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે’અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ!’

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.‘ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.‘
ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી‘ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ‘. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, 

 

વર્ષગાંઠ (01-03)


1 ) દોશી મધુકાન્ત કસ્તુરચંદ
2 ) સ્વ. દોશી રજનીકાન્ત ચતુરદાસ
3 ) દોશી કમલેશ મનહરલાલ
4 ) ઘૉલાણી નિમેષ પ્રવીણચંદ્ર મગનલાલ
5 ) ઘોલાણી કુમુદચંદ્ર મગનલાલ
6 ) પટેલ જ઼િનેશ અશોકકુમાર નરેન્દ્રરાય
7 ) શેઠ નીરુ દીપક જીવણલાલ

Wednesday, February 29, 2012

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૬૮ જાન્યુઆરી ૨૦૧૨



 

સમાજ ઉત્કર્ષના પાના નંબર   ૮  ઉપર આપેલ ક્રિકેટ ટુર્નામેન્ટનો અહેવાલ  મોટા મંડળ દ્વારા અપાયેલ અહેવાલ છે પરંતુ અહેવાલનું મથાળું ભૂલથી યુવક મંડળનું અપાયેલ છે.

નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રાહ જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (29-02)



1 ) મેહતા પ્રફુલ્લ દુર્લભજી પોપટલાલ     
2 ) સોલાણી જેવતલાલ રતિલાલ 



Tuesday, February 28, 2012

સ્વર્ગીય સુખ માટે…

‘સારાં કાર્યો કરીશું તો સ્વર્ગમાં જવાશે અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશે. પણ સ્વર્ગમાં જઈને મળશે શું ? સ્વર્ગીય સુખ એટલે શું ? સ્વર્ગીય સુખ એટલે હર્ષોલ્લાસ, દુ:ખ વીનાનું – યાતનારહીત જીવન. સ્વર્ગમાં અપ્સરાઓ સેવા માટે હાજર રહેશે. કલ્પવૃક્ષ હશે જેની નીચે બેસવાથી દરેક મનોકામના પુર્ણ થશે. બેસીને ઈચ્છા માત્ર કરો અને તે વણમાંગ્યું મળી જશે. પૃથ્વી પરના ક્ષણભંગુર જીવન દરમ્યાન દાન કરો – ત્યાં કરોડગણું પરત મળશે.’

ઉત્તમ, અતીઉત્તમ ! સોદો ઘણો સસ્તો પડે છે. ગમતી ચીજ દાનમાં આપવી પડે તો વાંધો નહીં, સ્વર્ગમાં જઈને તો આ બધું જ ચક્રવૃદ્ધી વ્યાજ સહીત મળવાનું જ છે; એટલું જ નહીં દરેક ઈચ્છાની પુર્તી પણ થશે !

આ બોધપાઠમાંથી તો સાધુ – સંન્યાસીઓની અતૃપ્ત ઈચ્છાઓ જ પુર્ણ થતી દેખાય છે. અહીં તેઓએ જે  ત્યજ્યું છે તે સર્વ કુદરતી આનંદને સ્વર્ગના સુખ તરીકે પ્રાપ્ત થવાનાં શમણાં તેઓ તો જોઈ જ રહ્યા છે અને અનુયાયીઓને દેખાડી પણ રહ્યા છે. સ્વર્ગ, જન્નત, હેવન- જેવી અલૌકીક કલ્પનાસભર માન્યતાઓ દરેક ધર્મમાં છે. જીવન દરમ્યાન માણસ ધાર્મીક નીયમોને અનુસરે – ત્યાગ કરે, ઈચ્છા દબાવીને જીવે તો તેને મૃત્યુ બાદ સ્વર્ગ પ્રાપ્ત થાય અને તે સ્વર્ગીય સુખનો હક્કદાર બને. વળી, સ્વર્ગનું સુખ મેળવવા માટેના નીયમો દરેક ધર્મમાં ભીન્ન હોવા છતાં; તેનો મુદ્રાલેખ તો એક સમાન જ છે કે, ‘પૃથ્વી પર ત્યાગ કરો અને તેનાથી અનેકગણું સ્વર્ગમાં પ્રાપ્ત કરો’.

સ્વર્ગના સુખની વ્યાખ્યા જ એવી છે કે આપણી દરેક ઈચ્છા ત્યાં સંતોષાય. વાસના તૃપ્ત થવી, આશા-આકાંક્ષા પાર પડવી, જે અહીં ત્યાગ્યાં તે યથેચ્છ સુખોની પ્રાપ્તી થવી વગેરે. પરંતુ આવુ સુખ તો અહીં જ પ્રાપ્ત થઈ શકે તેમ છે ! એની પ્રાપ્તી માટે મૃત્યુ સુધીની અને તે પછીની અવસ્થાની રાહ જોયા કરવી અને તે પણ ઈચ્છા વીરુદ્ધનું અકુદરતી જીવન જીવીને..! આ તો નરી મુર્ખાઈ નથી લાગતી ? જેનું અસ્તીત્વ જ સીદ્ધ નથી થઈ શક્યું નથી તેવા સ્થળે, ભવીષ્યમાં મળનારાં કાલ્પનીક સુખમાં રાચવામાં આજનું એ જ પ્રકારનું હાથવગું સુખ ત્યજવું એમા કયું શાણપણ છે ?

–ગોવીન્દ મારુ

વર્ષગાંઠ (28-02)


1 ) દોશી ચંદનબેન રજનીકાંત ચત્રભુજ
2 ) દોશી ચેતન ગુણવંતરાય અભેચંદ
3 ) દોશી પલ્લવી વિજય ગુણવંતરાય
4 ) લોદરિયા રાજીવ જગદીશ
5 ) લોદરિયા મહેશ મગનલાલ
6 ) લોદરિયા જિતેન્દ્ર છોટાલાલ
7 ) મેહતા મંજૂલા હસમુખ અમ્બાવીદાસ
8 ) પારેખ બીના મૂકેશ નરભેરામ
9 ) સંઘવી મીના જિતેન્દ્ર વલ્લભદાસ
10) શાહ નિશા નિલેશ જ્યંતિલાલ
11) શાહ મરઘબેન જટાશંકર
12) શેઠ વિરાજ નલિનકુમાર નવલચંદ
13) સોલાણી જયશ્રી ધીરેન્દ્ર ચંદુલાલ

Monday, February 27, 2012

વર્ષગાંઠ (27-02)


1 ) ગાંધી વિશાલ પ્રમોદ વનેચંદ
2 ) લોદારિયા રાજેશ કસલચંદ
3 ) મેહતા પૂજા હિમાંશુ અનીલકુમાર
4 ) મેહતા આકાશ હિમાંશુ અનીલકુમાર
5 ) પારેખ હેમાંગ નવીનચંદ્ર રૂપચંદભાઈ
6 ) સંઘવી લલિત માણેકલાલ
7 ) શાહ હંસા જયેન્દ્ર જેવતલાલ
8 ) શાહ રમિલા પ્રદીપ રજનીકાન્ત
9 ) શાહ રસિકલાલ દેવચંદ
10) શાહ ચિરાગ રસિકલાલ ડેવચંદ
11) શેઠ પીયુષ બિપીનચંદ્ર
12) સોલાણી કેનિશા નીતુલ રાજેન્દ્ર રતિલાલ
13) સોલાણી સમીર કિશોરચંદ્ર

Sunday, February 26, 2012

વંદો– મધુસૂદન પારેખ


[ ‘ગુજરાત સમાચાર’ રવિપૂર્તિની લોકપ્રિય કૉલમ ‘હું શાણી ને શકરાભાઈ’માંના કેટલાક ચૂંટેલા લેખોના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્ય મધુર મધુર’માંથી સાભાર. ]

‘ઓ મા !’ પટલાણીએ રસોડામાંથી જોરદાર ચીસ પાડી. એ ચીસના પ્રત્યાઘાતથી પેથાભાઈના હાથમાં ચાનો કપ ધ્રૂજી ગયો. થોડી ચાએ એમના બુશર્ટ પર છંટકાવ કર્યો. પેથાભાઈ ચાનો કપ જેમનો તેમ રહેવા દઈને આશ્ચર્ય અને આઘાતથી ઊભા થઈ ગયા. એમને થયું કે પટલાણીને આજે, અત્યારે એકદમ મા ક્યાંથી સાંભરી આવી. હજી ભાદરવાના સરાધિયા તો આવ્યા નથી.
એ એકદમ રસોડામાં દોડ્યા. પટલાણીને કંપવા થયો હોય તેમ તેમના હાથ-પગ કાંપતા હતા. એકદમ તીણા, ગભરાટભર્યા અવાજે પટલાણીએ કહ્યું :
‘પણે જુઓ….’
‘પણે ? એટલે ક્યાં ?’
‘રસોડાના પ્લૅટફૉર્મ પર…..’ એમ બોલતાં પટલાણી પ્લૅટફૉર્મથી દૂર જઈને ઊભાં રહ્યાં.
પેથાભાઈએ પ્લૅટફૉર્મ પર નજર દોડાવી… ‘અહીં તો કશું નથી ? ગરોળી હતી ?’
‘અરે, એ મૂઈનું હવાર-હવારમાં ક્યાં નામ લ્યો છો ? રસોડાની સિન્કમાં જુઓ…..’ પેથાભાઈએ ધારીને સિન્કમાં જોયું. એક મૂછાળા વંદા મહાશય સીંકમાં આરામ ફરમાવતા હતા. પેથાભાઈએ કહ્યું :
‘અહીં તો વંદો છે….. એમાં ડરી ગઈ ?’
‘અરે મૂઓ મારા સાડલા પર ઊડીને બેઠો. મેં ગભરાટથી સાડલો ખંખેરીને ચીસ પાડી એટલે રસોડાની સિન્કમાં ઊડીને પડ્યો.’
‘તારી ચીસથી ગભરાઈને એ સિન્કમાં કૂદી પડ્યો હશે. મારા હાથમાંનો ચાનો કપ પણ તારી કૂકર જેવી ભયંકર વ્હીસલથી ગભરાઈને ધ્રૂજી ઊઠ્યો ને જો આ ચાનાં છાંટણાં.’ પટલાણીનું ધ્યાન વંદા પર હતું. એમણે કહ્યું :
‘એને પકડીને બહાર નાખી આવો.’
‘અરે, એ એની મેળે હમણાં ઊડી જશે. વંદાની જાત લપ્પી હોતી નથી. એ તો ઊડતારામ, ફરતારામ કહેવાય.’
‘ના, ના. પણ મને વંદાની બહુ બીક લાગે છે…. તમે ગમે તેમ કરીને તેને પકડીને પડોશીના ઓટલા પાસે નાખી આવો.’
‘પડોશીના ઓટલા પાસે ? કેમ ?’
‘આપણા ઓટલા પાસે નાખો તો મૂઓ ઊડીને પાછો આપણા જ ઘરમાં પેસી જાય.’
પેથાભાઈને જરા ગમ્મત પડી – આપણા ઘરની સમૃદ્ધિ ભલે પડોશીને ઘેર જજો. વંદા, માંકડ, જીવાત, મરેલી ઉંદરડી, ગરોળી…. એ બધી વિવિધ સમૃદ્ધિ. આપણામાં કહેવત છે ને કે આપણને નહિ પણ આપણા પડોશીને હજો !
‘હજી ઊભા ઊભા શા વિચાર કરો છો ? વંદો ઊડીને પાછો ક્યાંક ભરાઈ જશે તો ઝટ નીકળશે નહિ.’
‘ના, ના. ગરોળી ગમે ત્યાં ભરાઈ જાય. વંદા મહાશયો તો ખુલ્લામાં જ મૂછો ફરકાવતા ઊડે.’
‘હશે…. પણ તમે ઝટ પકડીને ઉઠાવો.’
‘શેનાથી ઉઠાવું ?’
‘સાણસીથી…..!’ પટલાણી ચિડાઈને બોલ્યાં, ‘લોકો વંદાને શેનાથી ઉઠાવતા હશે ? તમે છાપાનો એક કાગળ લાવો. તેમાં તેને ઉપાડો ને બહાર નાખી આવો. પણ પાછા આખું છાપું ના ફાડશો.’
પેથાભાઈ કહે : ‘કાતર છે ? છાપામાંથી કટકો કાપીને લઈ આવું.’ પટલાણીને આ બધી ગમ્મત ગમી નહિ. એ ફટાફટ રદ્દી છાપાનો એક લાંબો પહોળો ટુકડો કાપી લાવ્યા. પેથાભાઈને જરા મૂંઝવણ થઈ. જીવજંતુને પકડવાનો પ્રયોગ તેમણે જિંદગીમાં ક્યારેય કર્યો નહોતો. તેમણે મસ્તીથી બેઠેલા વંદાજી પર કાગળ મૂકવા પ્રયત્ન કર્યો ત્યાં જ વંદાજી ઊડ્યા અને માટલા પરના બુઝારા પર ઠંડકમાં બેઠા.
પટલાણી ચિલ્લાઈ ઊઠ્યાં : ‘અરે, એ ઊડી ગયો. તમે શું કર્યું ? ઝડપથી પકડી ના લીધો ?’
પેથાભાઈ કહે : ‘મારી ઝડપ કરતાં વંદાની ઝડપ વધારે હતી એટલે એ ઊડી ગયો.’
‘પણ પાણીના બુઝારા પરથી એને ઝટ ઉડાડો. મારે તો બુઝારું ધોવું પડશે.’
પેથાભાઈ કંટાળ્યા : ‘ફેન્ટા ઘરમાં નથી ? એને બોલાવ ને !’
‘એ ઘરમાં હોત તો તમને જખ મારવા બૂમ મારી હોત ?’ પટલાણી હવે ઉશ્કેરાટમાં હતાં. તેમણે કહ્યું : ‘તમે એમ કરો. કપડાનો એક કટકો લઈ આવીને એમાં એને ઝડપી લ્યો. મને તો તમે ભારે ટેન્શન કરી નાખ્યું !’
‘મેં કે વંદાએ ?’ પેથાભાઈને પ્રશ્ન થયો, પણ ગળી ગયા. અને એક નૅપ્કિન લઈ આવ્યા. પટલાણી ફરી ગૅસ પરની કીટલીની જેમ ગરમ થઈ ગયા : ‘અરે, આવો સારો નૅપ્કિન બગાડવો છે?’
‘એમાં બગડવાનો ક્યાં સવાલ છે ? નૅપ્કિન ધોઈ નંખાશે.’
પણ પટલાણીને વંદા જેવા તુચ્છ જંતુને વૈભવી વસ્તુથી પકડવાનો વિચાર ગમ્યો નહિ. તે એક ગાભો લઈ આવ્યાં અને કહે : ‘હવે આનાથી પકડો. જોજો, પાછો એ ઊડી જાય નહિ.’ પેથાભાઈએ ગાભો હાથમાં પકડ્યો અને ‘સંશયાત્મા’ની જેમ પગલાં ભરતા માટલા પાસે આવ્યા. અને એકદમ ઝડપથી ગાભો વંદા પર ઝીંક્યો. વંદામહાશય ગાફેલ રહ્યા. ગાભામાં કેદ થઈ ગયા. પેથાભાઈને થયું કે જંગ જીત્યા. ખુશ થઈને તેમણે પટલાણીને અભિનંદનની નહિ તો શાબાશીની આશાએ કહ્યું : ‘જો, કેવો ઝડપાયો !’ એમ કહીને તેમણે ગાભો બતાવ્યો. પણ એમ કરવા જતાં ગાભામાંથી વંદામહાશય સરકીને નીચે પડવાને બદલે પાંખો ફફડાવી ઊડ્યાં અને પટલાણીના સાડલા પર મોહી પડ્યા.
પટલાણીની વળી પાછી જોરદાર, એક્સપ્રેસ ટ્રેન જેવી ચીસ. એકદમ તેમણે જોરથી સાડલો ખંખેર્યો. વંદો બિચારો ‘નષ્ટો મોહ’ની અવસ્થામાં નીચે પડ્યો. પેથાભાઈ એકદમ તેની પાછળ દોડ્યા. વંદાને પકડવા જતાં તે ઊંધો થઈ ગયો અને પ્રાણ બચાવવા તરફડવા મંડ્યો. એની તમામ તાકાત ખતમ થઈ ગઈ. એનું મૃત્યુ નજીક જોઈને પેથાભાઈએ તેને હળવેથી ગાભામાં કેદ કરી લીધો.
પટલાણી કહે : ‘હવે ગાભો જેમનો છે તેમનો તેમ રાખીને, વંદો એમાંથી પાછો સરકી ન પડે તેમ સાચવીને લઈ જાવ.’ પેથાભાઈ પત્નીની આજ્ઞા શિરોધાર્ય ગણીને, સાવચેતીપૂર્વક ગાભો જાણે મોટી મિરાત હોય તે રીતે પકડીને પગલાં પાડતા મકાનના બારણા પાસે આવ્યા. ત્યાં તેમની સિવિક સેન્સ-નાગરિક જવાબદારી યાદ આવી કે પડોશીને આંગણે વંદો નાખવો તેમાં શોભા નહિ. એ ધીમેથી ઓટલો ઊતર્યા અને પાસે કચરાની ટોપલી હતી તેમાં ગાભો નાખ્યો. વંદા મહાશય ગાભામાં રહ્યા કે કચરામાં ગયા તે જોવા પેથાભાઈ થોભ્યા નહિ.
પેથાભાઈએ ગૃહપ્રવેશ કરતાં જ પટલાણીએ પૂછ્યું : ‘બરાબર નાખ્યો ને !’
‘બરાબર. હવે પછી એ આપણું ઘર જોવા નહિ આવે.’
પટલાણી ખુશ થયાં, પૂછ્યું : ‘ગાભો ક્યાં ગયો ?’
‘ગાભો ?’ પેથાભાઈને જબરો શૉક લાગ્યો. ‘મેં ગાભા સાથે તો વંદાને પધરાવ્યો.’
‘અરે, ગાભો તો બહુ કામનો હતો : તમે વંદા સાથે ગાભોય નાખી દીધો ? પડોશીના આંગણામાં જ હજી પડ્યો હશે ને….’
‘મેં તો જરા દૂર જઈને કચરાની ટોપલીમાં ગાભા સાથે વંદાને પધરાવ્યો.’
પટલાણી અફસોસ કરી રહ્યાં કે એક વંદાને પકડીને નાખવામાં કેટલાં બધા કામનો ગાભોય એવા એ નાખી આવ્યા. પુરુષજાતને કસર મળે જ નહિ.

વર્ષગાંઠ (26-02)


1 ) મોદી કામિની કેતન હેમતલાલ
2 ) લોદરીયા આયુશી રાજીવ જગદીશ
3 ) લોદરિયા પ્રીતિ ગિરીશ જમનાદાસ
4 ) મેહતા મૂકેશ ધનવંતરાય
5 ) મેહતા જિગ્નેશ બિપીન ત્રંબકલાલ
6 ) સંઘવી ચન્દ્રેષ રમણીકલાલ
7 ) શાહ હાર્દિક રાજેશ રવીચંદ
8 ) શેઠ વાસંતીબેન ધીરજલાલ
9 ) સોલાણી રજનીકાંત રતિલાલ