Pages

Monday, October 24, 2011

જીવનમાં નિષ્ફળતાના કારણો (Think & Grow Rich માંથી)

૧) જન્મજાત ખામી કે માનસિક અપરિપક્વતાવાળી વ્યક્તિને સફળતા મળવી બહુ મુશ્કેલ હોય છે.
 
૨) જીન્દગીમાં કોઇ નિશ્ચિત, સ્પષ્ટ હેતુ ન હોય તેવી વ્યક્તિ માટે સફળતાની કોઇ તક નથી.
 
૩) મહત્વકાંક્ષા વગરની વ્યક્તિને સફળતા મળતી નથી.

૪) અપુરતુ સિક્ષણ એટલે કે પોતે જે જાણે છે તેના ઉપયોગથી  અજાણ વ્યક્તિને સફળતા મળવી મુશ્કેલ છે.
 
૫) શિસ્તનો અભાવ- મનને જીતીને અંકુશમાં રાખતા આવડવાની શક્તિનિ અભાવ.
 
૬) ખરાબ સ્વાસ્થ્ય
 
૭) ઉછેર દરમ્યાન પ્રતિકુળ સંજોગો અને વાતાવરણ
 
૮) ઢીલ કરવાની ટેવ
 
૯) કામને વળગી રહેવાનો અભાવ, અધવચ્ચેથી પ્રયાસો છોડી દેવાની ટેવ.
 
૧૦) અહમ,ગુસ્સો વિ. નકારાત્મક વ્યક્તિત્વ.
 
૧૧) ઓછા કામે વધુ કમાવવાની જુગારી વૃત્તિ.
 
૧૨) યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની અક્ષમતા
 
૧૩) ગરીબી, ટિકા,મૃત્યુનો ડર
 
૧૪) લગ્નમાં ખોટા સાથીની પસંદગી
 
૧૫) વધુ પડતા સાવધ રહેવાની વૃત્તિ
 
૧૬) ધંધામાં ખોટા ભાગીદારની પસંદગી
 
૧૭) અંધશ્રધ્ધા અને પુર્વાગ્રહ
 
૧૮) ધંધા કે રોજગારની ખોટી પસંદગી
 
૧૯) આડા અવળા હવાતિયા મારવા અને યોગ્ય દિશામાં પ્રયાસો ન કરવા
 
૨૦) હાથ વધુ પડતો છુટ્ટો હોવો.
 
૨૧) ઉત્સાહનો અભાવ
 
૨૨) સહનશિલતાનો અભાવ
 
૨૩) વિલાસવૃત્તિ
 
૨૪) બીજા સાથે સહકારથી વર્તવાની અક્ષમતા
 
૨૫) સ્વમહેનતે પ્રાપ્ત ન થયેલી સત્તા
 
૨૬) અપ્રમાણિકતા
 
૨૭) અહંકાર
 
૨૮) વિચારણાને બદલે ધારણાઓ કરતા રહેવાની ટેવ
 
૨૯) નિરંકુશ સેકસ લાલસા
 
૩૦) મૂડીનો અભાવ