Pages

Monday, September 27, 2010

ક્ષમાપના સંમેલન તા. ૨૬-૦૯-૨૦૧૦

ક્ષમાપના સંમેલનનું આયોજન યુવક મંડળે તથા મોટા મંડળે તા. ૨૬-૦૯-૨૦૧૦ના રોજ ચારે ફિરકાના પર્યુષણ પત્યા બાદ જામ્બલી ગલ્લી જૈન દેરાસર, બોરીવલી ખાતે રાખેલ હતું. આ પ્રસંગે સ્વામી વાત્સલ્યનું આયોજન પણ કરવામાં આવેલ હતું.

સ્વામી વાત્સલ્યમાં લગભગ ૮૦૦ થી૯૦૦ વ્યક્તિઓએ લાભ લીધો હતો.પરંતુ જે પ્રસંગે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ હતું તે પ્રસંગ એટલે કે ક્ષમાપના સંમેલનમાં ૮૦૦-૯૦૦ની હાજરી ઘટીને ૨૫૦-૨૭૫ થઇ ગઇ હતી. એટલું જ નહી પરંતુ જે તે તપસ્વી પોતાનું બહુમાન થઇ જતા ઘર ભેગા થતા હતા જે ખરેખર દુ:ખદાયક અને આપ મતલબી લાગતું હતું.

આપણે સર્વએ આ બાબત આત્મખોજ કરવાની જરૂર છે. આપણા આત્માને ઢંઢોળવાની જરૂર છે. જે પ્રસંગ ઉપર તમે સ્વામી વાત્સલ્યમાં ભાગ લ્યો છો તે જ પ્રસંગમાં તમે હાજર રહેતા નથી તેનાથી મોટું તપસ્વીઓનું કયું અપમાન હોઇ શકે ? આને બહુમાન સમારંભ કહેવો કે અપમાન સમારંભ કહેવો ? આ તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદના થઇ કે કાળી કાળી અવગણના ?

તપસ્વીઓનું બહુમાન થવાનું હોવાથી તેઓ જરૂરથી હાજર હતા પણ તેમા પણ આપ મતલબ જ હતો કારણ કે પોતાનું બહુમાન થતા   તપસ્વીઓ ઘર ભેગા થતા હતા. એક વિચિત્રતા જુઓ કે જે તપસ્વીઓ ઓછામાં ઓછા ૮ દિવસનો અન્નત્યાગ કરી શક્યા તેઓ પોતાના જ જ્ઞાતિબંધુને બિરદાવવા અડધો કલાક બેસી ન શક્યા.

વધુ શું કહેવુ ? સમાજની દરેક વ્યક્તિએ શિસ્ત અને લોકાચાર શીખવો અને જીવનમાં ઉતારવો રહ્યો.