Pages

Saturday, September 24, 2011

ક્ષમાપના સંમેલન તથા તપસ્વી તિર્થયાત્રાનો અહેવાલ


તા. ૧૮-૯-૨૦૧૧ના રોજ સમાજ તથા યુવક મંડળ દ્વારા‍ ક્ષમાપના સંમેલનનું આયોજન આ વખતે માનસ મંદિર, શાહપુર ખાતે રાખવામાં આવેલ હતુ. સાથે સાથે સમાજ દ્વારા તપસ્વી   તિર્થયાત્રા  પણ  આયોજીત  કરવામાં આવી હતી. સંપ ત્યાં જંપ ની કહેવત અહિં સાચી પડતી દેખાઇ હતી.તિર્થયાત્રામાં  દરેક વર્ષે ૬૦-૬૫ તપસ્વીઓ જોડાતા હોય છે જેને સાચવવા ૨૦ કાર્યકરો સમાજના, ૨૦ યુવકમંડળના અને ૧૦-૧૫ મહિલા મંડળના જતા હોય છે. તેને બદલે આ વખતે પુરા સમાજને એટલે કે લગભગ ૭૦૦ વ્યક્તિઓને આ તિર્થયાત્રાનો લાભ મળ્યો કારણ કે તિર્થયાત્રા માટે દાન આપનાર દાતાની ભાવનાને સમજીને સમાજે તેમાં થતો ખર્ચ આ સંમેલનના ખર્ચ પેટે યુવક મંડળને આપી દીધો. સમાજના પૈસા સમાજના સભ્યો માટે સમજીને કેમ વપરાય તેનું ઉમદા ઉદાહરણ આ દ્વારા પુરું પડેલ છે.

સવારના ૯:૦૦ વાગ્યાની આસપાસ યાત્રાળુઓ રવાના થઇ લગભગ ૧૧:૦૦ થી ૧૧:૩૦ સુધીમાં શાહપુર પહોંચી ગયેલ હતા. કુલ્લે ૧૪ બસો હતી તેમ જ થોડા કુટુંબો પોતાના વાહન દ્વારા પણ આવેલ હતા.આગમનથી લઇને બપોરના ૨:૩૦ સુધી સ્વૈછિક દર્શન-સેવા-પૂજાનો કાર્યક્રમ હતો. શાહપુર તિર્થસ્થાન મુંબઇગરાઓ માટે અત્યંત લોકપ્રિય થતું જાય છે તેથી ચારેય ફિરકાના પર્યુષણ પછીનો પહેલો રવિવાર હોતા લગભગ ૫૦ જેટલી બસો તે દીવસે આવેલ હતી. લગભગ ૩૫૦૦ યાત્રાળુઓ આવેલ હતા તેથી પૂજામાં સ્ત્રી અને પુરુષોની લા્બી લાઇનો લાગેલ હતી. તેવી જ રીતે જમવામાં પણ સારો એવો સમય લાગતો હતો. 

પારિતોષિક તથા સર્ટિફીકેટ વિતરણ પહેલા ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો જેનો સમાજના સભ્યોએ લાભ લીધો હતો ૨:૩૦ વાગ્યાની આસપાસ કાર્યક્રમ શરુ કરવામં આવેલ હતો. શરૂઆતમાં યુવક મંડળના પ્રમુખ શ્રી અતુલભાઇ સંઘવીએ પ્રવચન કરેલ હતુ. ત્યાર બાદ મેનેજીન્ગ ટ્રસ્ટી શ્રી પરેશભાઇ શાહ, સમાજના પ્રમુખ શ્રી કમલેશભાઇ શાહ તથા  ચેરમેન શ્રી ગિરધરલાલ સંઘવીએ સમાજના સભ્યોની ક્ષમાપના કરેલ હતી.

પ્રવચનો પત્યા બાદ માસક્ષમણ કરનારા ૬ સભ્યોનું બહુમાન કરવામાં આવેલ હતું. જો કે ૬ માંથી ફક્ત ૩ સભ્યો જ હાજર હતા તેમને ટાઢક ઉપરાંત મેમેન્ટો અને પાંચ પ્રતિક્રમણની પુસ્તિકા (મહેતા જેવંતલાલ મણિલાલ તરફથી) આપવામાં આવેલ હતી. મેમેન્ટોનું વાંચન સમાજના તપસ્યા સન્માન સમિતીના અધ્યક્ષ શ્રી નયનેશ દોશી, મંત્રી શ્રી ચંદ્રવદન શેઠ તથા સહમંત્રી શ્રી હરેશ શાહે કરેલ હતુ.

ત્યારબાદ ધાર્મિક શિક્ષણના પ્રમાણપત્રો જે સમાજ તથા યુવક મંડળ દ્વારા આપવામાં આવે છે તેનું વિતરણ કરવામાં આવેલ હતું. બાળ વર્ગમા ૧૩ વિદ્યાર્થીઓને, પહેલા ધોરણમાં ૧૨ વિદ્યાર્થીઓને, બીજા ધોરણમાં ૪ વિદ્યાર્થીઓને, ત્રીજામાં ૫ વિદ્યાર્થીઓને, પાંચમામાં ૧ વિદ્યાર્થીને, છઠ્ઠામાં ૨ વિદ્યાર્થીઓને, સાતમામાં ૧ વિદ્યાર્થીને, દસમામાં ૧ વિદ્યાર્થીને, આગિયારમામાં ૨ વિદ્યાર્થીઓને, તેરમામાં ૧ વિદ્યાર્થીને, સત્તરમામાં ૨ વિદ્યાર્થીઓને, વિસમામાં ૧ વિદ્યાર્થીને આ પ્રમાણ પત્રો યુવક મંડળના માજી પ્રમુખોના હસ્તે આપવામાં આવેલ હતા.

સમાજ તથા યુવક મંડળને મળેલ કાયમી ફંડની આવકમાંથી , તેમ જ ભુપતરાય ચુનીલાલ મહેતા પરિવાર અને ભારતીબેન નવિનચંદ્ર શાહ પરિવાર તરફથી અંગત રીતે ટાઢકના કવર, પાંચ પ્રતિક્રમણની પુસ્તક (મહેતા જેવંતલાલ મણિલાલ તરફથી) ૮ ઉપવાસ કે તેથી વધૂ તપસ્યા કરનાર સભ્યને આપવામાં આવેલ હતા.૬ માસક્ષમણ સહિત કુલ્લે ૧૩૦-૧૪૦ જેટલી તપસ્યાઓ થઇ હતી. માસક્ષમણ - ૬ વ્યક્તિ,૧૭ ઉપવાસ - ૧ વ્યક્તિ,૧૬ ઉપવાસ - ૬ વ્યક્તિ,૧૧ ઉપવાસ- ૩ વ્યક્તિ,૧૦ ઉપવાસ -૧ વ્યક્તિ,૯ ઉપવાસ - ૮ વ્યક્તિ,૮ ઉપવાસ -૮૯ વ્યક્તિ,સિધ્ધીતપ - ૪ વ્યક્તિ,વર્ષિતપ -૧ વ્યક્તિ નોંધાયેલ હતા તે ઉપરાંત સંમેલન વખતે ૮-૧૦ નામ પણ આવેલ હતા. નાની ઉંમરના તપસ્વી એક બાળક અને એક બાલિકાને સમાજના કાયમી ફ્ડની આવકમાંથી રૂ ૫૦૦ આપવામાં આવે છે જેનો લાભ આ વખતે ૫ નાના બાળકોને આપવામાં આવેલ હતો.આયંબીલ અને ઉપધાન કરનારને પણ તેમના કાયમી ફ્ડમાંથી રકમો આપવામાં આવે છે.આ વર્ષે ઉપધાન - ૩ અને આયંબિલ - ૩ નોંધાયેલ હતા.


સમાજના તપસ્વી તિર્થયાત્રાના કાયમી દાતા મે. પી. ડી. જૈન એન્ડ બ્રધર્સ વતી કમલેશભાઇ મેહતા હાજર રહ્યા હતા અને તે પરિવાર વતી રૂ. ૧૦ની પ્રભાવના દરેક યાત્રાળુને કરવામાં આવી હતી.તેમ જ પાંચ પ્રતિક્રમણની ચોપડી જિજ્ઞાસુ જ્ઞાતિજનોને વહેચવામાં આવી હતી

પ્રસંગના અંતે સમાજના સહમંત્રી શ્રી હરેશ શાહે  આભાર વિધી કરેલ હતી.

સાંજનું જમવાનું ત્યાં જ રાખવામાં આવેલ હતુ જે પત્યાબાદ લગભગ ૭:૦૦ વાગ્યાની આસપાસ સભ્યો પાછા ફર્યા હતા.

ટિપ્પણી : આટલું મોટુ આયોજન હોય ત્યારે કંઇક ઓછું વત્તુ થવાનુ જ હોય. જેના ઉપર સમાજે વિચાર કરવો જરૂરી છે તેની વિગત નીચે જણાવેલ છે.

૧) માસક્ષમણ જેવી મોટી તપસ્યા કરનાર વ્યક્તિઓનું ખાસ બહુમાન થવાનુ હોય અને તેમને મેમેન્ટો અપાવાનો હોય તે વાત તેમના સુધી પહોંચતી નથી તેવું દેખાય છે. ૬ માંથી ફક્ત ૩ વ્યક્તિઓ જ હાજર રહે અને તેમાં પણ ૨ વ્યક્તિઓ સમાજના પ્રમુખના ઘરની હોય ત્યારે એમ માનવાનું મન થાય છે કે તપસ્વીઓને તમારા બહુમાનની પડી નથી અથવા તો તેમને વિગતવાર ખબર નથી.
૨) તપસ્વીઓ પોતાને ટાઢક મળી જાય એટલે સભા છોડી ચાલ્યા જાય અને છેલ્લે જે રહે તેને કોઇ જોનાર જ ન હોય કે તાલી પાડનાર જ ન હોય તે કેટલુ વ્યાજબી છે ?
૩) ૭૦૦ માણસ તિર્થયાત્રામાં ભાગ લ્યે પરંતુ સન્માન સભામાં ૨૫૦-૩૦૦ માણસ જ હોય તે કેટલું યોગ્ય છે ?
૪) દરેક સભ્યને દસ રૂપિયામાં આટલે દુર લઇ જવાને બદલે ૫૦ રૂપિયા લઇને બે વખતને બદલે એક વખત પરંતુ સારુ જમવાનું ગોઠવેલ હોત તો યાત્રાળુઓને વધૂ મઝા આવત. બપોરનું જમવાનુ ૧:૩૦ કે ૨:૦૦ વાગ્યે અને સાંજનું જમવાનું સાંજના ૬:૦૦ વાગ્યે કેટલાને ફાવે ? આટલુ વહેલુ જમવાવાળા કેટલા ?
૫) જ્ઞાતિજનોને બહારગામ લઇ જવાનો વિચાર સારો છે પરંતુ બહુ પ્રખ્યાત જગ્યાએ જવામાં જોખમ રહેલુ છે. તમે તમારી રીતનું કોઇ પણ આયોજન આટલા મોટા સમુદાયની વચ્ચે કરી ન શકો અને જાત્રા સ્થળના સંચાલકો તમને દાદ પણ ન આપે. 

૬) દરેક ફ્ક્શનના દિવસે ૮-૧૦ જ્ઞાતિજનો અવશ્ય નામ લખાવવા આવે જ છે. તેઓને સરક્યુલર મળતો નથી તેવી તેમની દલીલ હોય છે પરંતુ તાજુબની વાત એ છે કે સરક્યુલર કે સમાજ ઉત્કર્ષ મળતું ન હોવા છતા ફ્ક્શન વખતે અવશ્ય હાજર થઇ જાય છે. તેનો અર્થ એ છે કે ફ્ક્શનના દિવસ પહેલા તેમને માહીતિ મળી ગઇ હોય છે પર઼તુ તે મલ્યા બાદ કોઇ પગલા લેવાની દરકાર થતી નથી. આ બાબત સખતાઇ દાખવવાની જરૂર જણાય છે. આને લીધે જ ઇનામ વિતરણ વખતે ગોટાળા સર્જાય છે.જ્ઞાતિજનોને છેલ્લે દિવસે નામ લખાવવાનો હક્ક હોય તેવું દેખાય છે તે બંધ થવું જોઇએ.
૭) આપણે આપેલા પ્રમાણ પત્રોની કિંમત કેટલી ? તેની ઉપયોગિતતા શું? પ્રમાણપત્રો જે સંસ્થા પરિક્ષા લે તે આપે તેની જ ઉપયોગિતતા હોય અન્ય પ્રમાણપત્રો શોભાના કાગળીયાથી વિશેષ કાંઇ જ નથી. તેમા વળી આપણા બન્ને મંડળો જુદા જુદા સર્ટિફીકેટ આપે. તેને બદલે જો કવરમાં રકમ વધુ દેવાય તે વધુ યોગ્ય લાગે છે.
૮) સમાજના સભ્યોની આર્થિક પરીસ્થિતિ ઘણી જ સુધરી છે. તેમને જે આપો તે ખાશે તેવું રહ્યું નથી. વ્યવસ્થિત આયોજન નહી થાય તો જ્ઞાતિજનો તેમાં ભાગ નહી લ્યે. જો તેઓ ભાગ નહી લ્યે તો સમાજનો નબળો વર્ગ તેમને મળતી સહાય મેળવી નહી શકે તે વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂરત છે.

તપસ્વીઓના નામની યાદી, ધાર્મિક પ્રમાણ પત્ર મેળવનાર જ્ઞાતિજનોની યાદી વાંચવા માટે અત્રે ક્લિક કરો