જય જિનેન્દ્ર
હાલમા સમાજ અને યુવક મંડળનો નોટબુક વિતરણનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે થયો તે જાણી ખૂબ જ આનંદ થયો. તે બદલ સમાજના સર્વે ટ્રસ્ટી તથા કારોબારી સભ્યો અને યુવક મંડળના સર્વે ટ્રસ્ટી અને કારોબારી સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. હા, કઇક ઍક વાત ઘણા સમયથી સંભળાય છે કે આવતા વર્ષથી બન્ને મંડળનુ વિતરણ ઍક જ જગ્યાઍથી કરશુ પણ તેની ઉપર કોઈ ઍક્સન લેવાતી હોઈ તેવુ લાગતુ નથી. જનરલ મીટિંગમા સમાજના પ્રમુખ અને યુવક મંડળના પ્રમુખ આખા સમાજને ખાલી દિલાસો જ આપે છે કે હવેથી નોટબુક વિતરણનો કાર્યક્રમ ઍક જગ્યાઍથી કરવામા આવસે. તો આની ઉપર ઍક્સન લેવા બન્ને મંડળના પ્રમુખોને વિનતિ કરુ છુ.
યુવક મંડળની વેબસાઇટનુ ઑપનિંગ ફેબ્રુઆરીમા કરવા આવ્યુ પણ આજ સુધી ઍ વેબસાઇટમા નવુ કાઇ જ જોવા મળ્યુ નથી. આખા સમાજને કાગળ લખીને મોકલેલ અને તેને માટે સ્પર્ધા પણ રાખેલ કે જે સારા ડ્રૉઈગ બનાવીને મોકલસે તેને પારિતોષિક આપવામા આવશે અને તેના ડ્રૉઈગના ફોટા વેબસાઇટ પર મુકવામા આવશે. તો આ કામ ક્યા અટક્યુ છે તે જાણવુ જ રહ્યુ....
આપણા સમાજનુ ટ્રસ્ટ બોર્ડ, પ્રમુખ, ઉપપ્રમુખ અન કારોબારી સમીતીનુ ઈલેક્શન ડ્યૂ થઈ ગયુ છે તો તે ત્યારે બોલાવવાના છે ?
મે યુવક મંડળની ડ્રીમ કમિટિના નામ મોકલેલા આની માટે યુવક મંડળના મહામંત્રીનો મેલથી રિપ્લાઇ આવેલો પણ મારે ઍટલુ જ કેવુ છે કે આ કમિટિ મારી માટે ડ્રીમ કમિટિ છે.
અને સમાજ ના પ્રમુખ તરીકે આ વખતે શ્રી કમલેશ સી. શાહ જો સમાજના પ્રમુખ બને તો આપણા સમાજ માટે ઘણુ જ સારુ થસે.
Wednesday, July 14, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment