Pages

Thursday, April 29, 2010

પહેલી મેના રોજ યુવક મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા


આમંત્રણ પત્રિકા વાંચવા ફોટા ઉપર ક્લિક કરો
અક્ષરોની સાઇજ઼ નાની મોટી કરવા કંટ્રોલ+ (મોટા અક્ષરો માટે) કે કંટ્રોલ- (નાના અક્ષરો માટે) નો ઉપયોગ કરો

ઘણા સભ્યોને ઉપરની પત્રિકા નહી મળી હોય. મળશે પણ નહી. આ કાર્યક્રમ જ્ઞાતિના સભ્યો માટે "By Invitation " પ્રોગ્રામ છે. સભાગૃહની ક્ષમતા ઓછી હોવાથી આવો નિર્ણય લેવાયો છે. સમાજના ૪૦૦૦ થી પણ વધુ સભ્યો હોવા છતાં ૭૦૦-૮૦૦ ની કેપેસિટી વાળું ઓડીટોરિયમ પસંદ કરવાનો આશય શું હોઇ શકે ? જવાબ સરળ છે કારણકે આ કાર્યક્રમ આપણા કાર્યકરોના બહુમાનનો છે. આવા કાર્યક્રમમાં કાર્યકરો અને તેમના પરિવારજનો સિવાય કોણ આવશે તે ડરથી મોટો હોલ રાખી ખોટો ખર્ચ કરવો યોગ્ય ન લાગતા આમ કરવામાં આવ્યું. કારોબારિ સમિતિની આ વિચારણા કેટલી યોગ્ય છે ? જવાબ છે ૧૦૦%.આપણો એટલો બધો ઠંડો પ્રતિસાદ હોય છે કે કાર્યકરો માટે કોઇ આદર, આવકાર કે માન જેવું કોઇને હોતું નથી. આ ખરેખર શોચનીય છે.
જે ભાઇઓએ આપણી સેવા કોઇ પણ જાતની અપેક્ષા વગર કરી તેની કોઇ જ કિંમત નથી. માણસને પૈસાથી નહી પણ પ્રેમથી જીતી શકાય તે વાત આપણે ભૂલી જઇયે છીયે. જેઓએ પોતાનો અમૂલ્ય સમય આપણી જ્ઞાતિના ઉત્કર્ષમા વાપર્યો તેમને વધૂ નહી તો ફક્ત તાળી પાળી વધાવવાનો વિવેક પણ અપણે ચૂકી રહ્યા છીયે તે ભૂલવું ન જોઇયે.

Tuesday, April 27, 2010

બટમોગરો -લેખ

આપણા દિનેશ શાહે ડો. દિનેશ શાહ વિષે લખાયેલ એક લેખ મોકલાવેલ છે. આ લેખ પ્રવિણ પટેલ (શશી) દ્વારા લખાયેલ છે અને ગુજરાત દર્પણના મે ૨૦૧૦ના અંકમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. તે વાંચવા અત્રે કલિક કરો.
આભાર : પ્રવિણ પટેલ (શશી) તથા ગુજરાત દર્પણ
નોંધ : અમેરિકામાં પાપડ ૮૦૦ રુપિયે કિલો વેચાય છે. પાપડ વેચવાની ઇચ્છા થાય છે ને ? આપણે ત્યાં જરૂરિયાતમંદ સ્ત્રીઓ આ કામ કરે છે અને માંડ બે છેડા ભેગા કરી શકતી હોય છે. અમેરિકા જેને હાથ લગાડે તે સોનુ થઇ જાય છે તે કહેવત અમથી નથી પડી.

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : અમદાવાદ
મરનારનુ નામ : ગં. સ્વ. મુક્તાબેન રવિચંદ શેઠ
ઉમર : - વર્ષ
મરણ તારીખ : ૨૬-૦૪-૨૦૧૦
પતિ : સ્વ. રવિચંદ ઉમેદચંદ શેઠ
પુત્રો : રજનીભાઇ, અશોકભાઇ, પંકજભાઇ
પુત્રી : અ. સૌ. રસિલાબેન
પિતા : સ્વ.કરશનજી ત્રિભોવનદાસ મેહતા
ભાઈઓ : સ્વ. કસ્તુરચંદભાઇ, સ્વ. ત્રંબકભાઇ , મોહનભાઇ
બહેનો : સ્વ. વસંતબેન , ગં. સ્વ.શાંતાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Tuesday, April 13, 2010

યુવક મંડળની મૂક સેવિકા

૧લી મેના યુવક મંડળ એક ખાસ કાર્યક્રમમાં જે કાર્યકરોએ યુવક મંડળના ૫૦ વર્ષના કાર્યકાળમાં સેવા આપી છે તેઓનું બહુમાન કરી રહ્યું છે. સુવર્ણ જયંતિએ આનંદ અને ઉત્સાહનો પ્રસંગ છે તે કહેવાની ભાગ્યેજ જરૂર છે. આવા પ્રસંગોએ જે જગ્યાએ પ્રસંગ હોય તેને સુશોભિત અને હુફાળો કરવાનું પણ એટલું જરૂરી અને અગત્યનું હોય છે. દા.ત. જે કોઇ ઘરમાં લગ્ન હોય તેના સભ્યો પ્રસંગ અનુરૂપ સારામાં સારા કપડાં ખરીદશે કે સિવડાવશે એટલું જ નહી ઘરને પણ રંગશે અને શણગારશે જેથી ઘરમાં ઉત્સવ હોય તેવો માહોલ બનશે. પરંતુ અરેરે! આપણી ઓફીસ જોઇ ? તદ્દન ખરાબ હાલતમાં છે. દિવાલોમાં તડો છે અને રંગ ઉતરી ગયેલ છે. ફર્નિચરના ઠેકાણા નથી. ઓફિસમાં કોઇ ગોઠવણી નથી. નથી ફોન કે નથી એ.સી. . આ બધું કારોબારીમાં ઉત્સાહનો અભાવ દર્શાવે છે. સુવર્ણ જયંતિ વર્ષમાં હજુ પણ દિવાલો રંગવાનો અને થોડો ઘણો સુધારો વધારો કરવાનો સમય છે. આ કારોબારૌ કરશે ? જો એવું થશે તો ઓફિસનું પણ બહુમાન થયું ગણાશે

Sunday, April 11, 2010

ગઝલ

ચાલો માણીએ દિનેશ શાહે મોકલેલી ગઝલ
લાંબી
સફરમાં જીન્દગી ના ઘણા રૂપ જોયા છે

લાંબી સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે
એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ
કહો છો આમને શું દુઃખ છે, તો સદા હસે છે
અરે
! આપ શું જાણો સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ
સુધી ના પહોંચ્યા તમે વાતથી દુઃખી છો
અરે
! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને
ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે
! અમને તોકેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે
થયું નથી એનો અફસોસ શાને કરો છો,
જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક
આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ
એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી
મળી છે જીંદગી તો એને જીવી જાણો.

Thursday, April 8, 2010

મૃત્યુ


વતન : ખાખરેચી
હાલ : ખાખરેચી
મરનારનુ નામ : ભરત દલીચંદ મહેતા
ઉમર : ૬૦ વર્ષ
મરણ તારીખ : ૦૬-૦૪-૨૦૧૦
પિતા : સ્વ.દલીચંદ છગનલાલ મેહતા
ભાઈઓ : સ્વ. મનુભાઇ, સ્વ. નવિનભાઇ , જીતુભાઇ
બહેનો : વિજ્યાબેન પોપટલાલ દોશી, સ્વ.સુશીલાબેન વિનોદરાય મેહતા, કંચનબેન ત્રિલોકચંદ મહેતા
કાકાઓ : સ્વ. રતિભાઇ, સ્વ. શાંતિભાઇ
સસરા : સ્વ. જયંતિલાલ મલુકચંદ લોદરિયા
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Tuesday, April 6, 2010

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : મોમ્બાસા
મરનારનુ નામ : ડો. હેમતલાલ જેવતલાલ મેહતા
ઉમર : ૮૪ વર્ષ
મરણ તારીખ : ૦૩-૦૪-૨૦૧૦
પત્નિ : સ્વ. રસિકાબેન
પુત્રો : કુમાર(ભરત) , કેતન
પુત્રી : વંદના
સસરા : સ્વ. મોહનલાલ ધનજી વોરા

ડો. હેમતભાઇ મેહતા આપણા સમાજના એક મોટા સખી દાતા હતા. તેમણે આપણા સમાજને રૂ. ૧૧,૦૦,૦૦૦/- જેવી માતબર રકમ સને ૨૦૦૦ ના વાર્ષિકોત્સવ વખતે આપીને આપણને બધાને આશ્ર્ચર્ય ચકિત કરી નાખેલા. તેમણે આપેલ આ રકમ દાખલા રૂપ બની અને ત્યારબાદ દાનરાશિ ઉત્તરોત્તર વધતી ગઇ. તેમના કુટુમ્બીજનો પર આવી પડેલ દુ:ખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને દિવ્યાત્માને પરમ શાંતિ આપે તેજ પ્રાર્થના.

Sunday, April 4, 2010

વાર્ષિકોત્સવ વિષે વધૂ- પ્રતિભાવ

મનન શાહે વાર્ષિકોત્સવ વિષેના પોતાના પ્રતિભાવો મોડા મોડા પણ મોકલ્યા તે બદલ તેમનો આભાર. આ બ્લોગ ઉપર તમો તમારા અભિપ્રાયો મોકલતા રહો તો આપણા સમાજનો સભ્ય શું માને છે અને શું માગે છે તે બહાર આવે. સમાજને બહુમતિની માંગ પ્રમાણે આપણે વાળી શકીયે. મનનભાઇ એ જે સંદેશો મોકલાવેલ છે તે આ પ્રમાણે છે.

I Agree to you time management was very poor. lots of time was wasted by guest from Jamnagar & guess how was he allowed on stage to speak so much. Also no co-ordination of Hareshbhai with Kishorebhai who i feel was the most responsible. Also only few committee members were working sincerely & rest were having fun in pool & some on stage were reluctant to take charge & help those working hard down the stage in managing price distribution.

I PERSONALLY FEEL SILENT RESORT WAS MUCH BETTER MANAGED THEN GREAT ESCAPE.
Jai Jinendra

Manan shah

તેનો તરજુમો થોડો ઘણો આવો થાય :

હું આપની સાથે સહમત છું કે સમય વ્યવસ્થાને નામે મીંડુ હતુ. જામનગરથી આવેલ મહેમાને ઘણો બધો સમય લઇ લીધો અને વિચારો કે તેને આટલો બધો સમય શા માટે આપવામાં આવ્યો ?. હરેશભાઇ અને કિશોરભાઇ, કે જેઓ બન્ને સમાજના જવાબદાર સભ્યો છે, વચ્ચે એક સુત્રતાનો અભાવ હતો. બહુ ઓછા કમિટિ મેમ્બરો સાચી લગનથી કામ કરતા દેખાતા હતા બાકીના તરણ હોજોમાં મોઝ કરી રહ્યા હતા. સ્ટેજ ઉપરના કમિટી સભ્યો બાગડોર પોતાના હાથમાં લેતા અને નીચે ઇનામ વિતરણની ગોઠવણ કરતા અન્ય કાર્યકરોને મદદ કરતા અચકાતા હતા.

હું અંગત રીતે માનુ છું કે સાયલન્ટ રિસોર્ટનો પ્રોગ્રામ ગ્રેટ એસ્કેપ કરતા વધારે સારો હતો.

જય જિનેન્દ્ર

મનન શાહ

Thursday, April 1, 2010

યુવકમંડળની કારોબોરી કમિટીને અભિનંદન ?

આ માસ નુ સમાજ ઉત્કર્ષ મળ્યુ. વાચી ખૂબ જ આનદ થયો. આ વખત નુ સમાજ ઉત્કર્ષ ખૂબ જ સરસ બનાવેલ છે તે બદલ યુવક મંડળની ટીમ વર્ક ને અભિનંદન.... રૂપેશ શાહ (ઇ-મેઇલ દ્વારા)

Admin Says: સમાજ ઉત્કર્ષ માટે કઇ ટીમ કામ કરે છે ? કારોબારિની બહારના હરિશભાઇ મેહતા તેના અધ્યક્ષ છે અને બીજા કારોબારિની બહારના અવંતીભાઇ સંઘવી તેના પ્રકાશક છે. ૪૪ પાનાના અંકમા ૨૨ થી વધૂ પત્તા ફોટા અને જાહેરખબરના છે. બે પાના વાર્ષિકોત્સવના ફોટા છે. ખરેખર આ ફોટાઓ રંગીન છાપવાની જરૂર હતી. તેને બદલે બ્લેક અને વ્હાઇટ છાપ્યા છે. સરસ કહેવા જેવું કાંઇ દેખાતુ નથી.

આમ જનરલ લખવાથી સાચી વાત બહાર આવતી નથી. તમોને શું ગમ્યુ અને શા માટે ? તે લખવું જરૂરી છે.