Pages

Friday, January 6, 2012

વર્ષગાંઠ (06-01)


1 ) દોશી ઇન્દુબેન ઇન્દુલાલ કાનજી
2 ) મેહતા દર્શિત હરીશ શાંતિલાલ
3 ) મેહતા આલોક હિતેષ ધારશીભાઈ
4 ) પટેલ વંદના રાજેન્દ્ર
5 ) શાહ કમલેશ જમનાદાસ
6 ) શાહ અમિષા ચિરાગ જયેન્દ્ર
7 ) શાહ ચંદ્રકાંત હાકેમચંદ
8 ) શાહ રમણીકલાલ વનેચંદ
9 ) સોલાણી લીના ચંદ્રકાંત શાહ
10) વખારિયા અપૂર્વ કિરીટ કાંતિલાલ

Thursday, January 5, 2012

મૃત્યુ

 



ટંકારા હાલ નાલાસોપારા સ્વ. મહેતા ચંદુલાલ હરખચંદના પુત્ર ભરતના ધર્મપત્ની કૈલાસ (ઉં. વ. ૬૨), ૨-૧-’૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ખુશબુના માતુશ્રી. પૂ. ગણીવર્ય મતીચંદ્ર સાગર મહારાજસાહેબ, પંકજ, મનોજના ભાભી. મહેતા જયકીશન મગનલાલની પુત્રી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે). રહે. એ/૧૨ લક્ષ્મણ કોલોની, બાબુલપાડા, નાલાસોપારા (ઇસ્ટ).

વર્ષગાંઠ (05-01)


1 ) ગાંધી બિપીન અમૃતલાલ
2 ) લોદરિયા લલિત વલ્લભદાસ
3 ) મેહતા રાજશ્રી કેતન ઇન્દુલાલ ઉમેદચંદ
4 ) મેહતા બળવન્તરાય મલીચંદ
5 ) મેહતા ઉષા અનંતરાય દુર્લભજી
6 ) મેહતા દિનેશ જટાશંકર
7 ) સંઘવી તૃપ્તિ હેમલ લલિતરાય
8 ) સંઘવી ગિરીશ ચંદુલાલ
9 ) શાહ કમલેશ લલિતરાય
10) શેઠ કિરીટ નવલચંદ
11) સોલાણી ઈષિતા શૈલેષ ફતેહચંદ

Wednesday, January 4, 2012

યુવક મંડળની ચૂંટણી

યુવક મંડળની કારોબારી સમીતીની ચૂંટણી તા. ૦૧-૦૧-૨૦૧૨ના રોજ રાજસ્થાન હોલ, બોરિવલી ખાતે યોજવામાં આવી હતી. ૯ જગ્યામાટે ૯ ફોર્મ આવતા દરેક ઉમેદવારને બીન હરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા.

સુદામાનો પેન્શન-કેસ – રતિલાલ બોરીસાગર


[‘ભજ આનન્દમ’ પુસ્તકમાંથી સાભાર.]
દ્વારકાધીશ શ્રીકૃષ્ણના સચિવાલયમાંથી એક નોટિફિકેશન બહાર પડ્યું. અધર્મનો નાશ કરી, ધર્મની પુનઃસ્થાપના કરવાના ભગવાન શ્રીકૃષ્ણના મહાભિયાનમાં જે કોઈ સંલગ્ન હતા તે સર્વ માટે દ્વારકા રાજ્યની સરકાર તરફથી માસિક પેન્શન-યોજના અમલમાં મૂકવામાં આવી હતી. સદરહું યોજનાનો લાભ લેવા ઈચ્છનારાઓએ પ્રમાણપત્રોની નકલ સાથે વેળાસર અરજી કરવાની હતી. આ વિગત દ્વારકાથી પ્રગટ થતાં તમામ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીએ આ જાહેરખબર એમનાં પત્નીને વાંચી સંભળાવી. આ પૂર્વે સુદામાએ શ્રીકૃષ્ણ સાથેનાં બાળપણનાં સંસ્મરણો કહીકહીને પત્નીને ખૂબ બોર કરી હતી. પણ આ જાહેરખબરની વાત સાંભળતાં પત્નીની આંખો ચમકી ઊઠી. એણે કહ્યું, ‘નાથ ! આપણે કેટલાં બધાં દરિદ્ર છીએ ! બાળકો અન્ન વગર ટળવળે છે. તમે માસિક પેન્શન-યોજનામાં અરજી કરો.’ સુદામાજી અજાચકવ્રત પાળતા હતા. એટલે પ્રથમ તો એમણે આવી અરજી કરવાની ના પાડી. પણ ધાર્યું તો ધણિયાણીનું થાય એ ગૃહસ્થાશ્રમના ન્યાયે સુદામાજી અરજી કરવા સંમત થયા; પરંતુ શ્રીકૃષ્ણ સિવાય કોઈ અન્યને સંબોધીને પોતે અરજી નહિ કરે એવું એમણે પત્નીને મક્કમપણે કહી દીધું. સુદામાજીએ નીચે પ્રમાણે અરજી કરી :
પ્રતિ
શ્રી કૃષ્ણચંદ્ર મહારાજ,
દ્વારકા.

વિષય : માસિક પેન્શન બાબત….
હે બાળસખા,
આપણે સાંદીપનિઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા એ તમને યાદ હશે. તમે ભણવા કરતાં ગાયો ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને જંગલમાં રખડવામાં વધુ પ્રવૃત્ત રહેતા. તમારું લેસન લગભગ મારે જ કરવું પડતું. આપણે અન્નભિક્ષા માગી લાવીને સાથે જમતા. અમ્લપિત્તને કારણે હું ઝાઝું ખાઈ નહોતો શકતો એટલે મારા ભાગનું હું તમને ખાવા આપતો. ગુરુ માટે લાકડાં લેવા જતા ત્યારે તમારા સુકુમાર શરીરને ધ્યાનમાં રાખી હું તમને લાકડાં ફાડી આપતો. આ બધું મેં મિત્રભાવે ને તમારા માટેના પ્રેમને કારણે કરેલું એટલે અરજીમાં એ કંઈ લખવાનું ન હોય પણ આ બધી વાતો મેં તમારી ભાભીને અનેક વાર કરેલી એટલે એમના આગ્રહથી લખું છું. હું તો આ અરજી જ નહોતો કરવાનો, પણ મારી આર્થિક સ્થિતિ ઘણી વિકટ છે. બાળકો અન્ન વગર રુએ છે, એટલે તમારાં ભાભીએ આ અરજી કરવા દબાણ કર્યું છે. તમે મારાં ભાભીઓની વાત ટાળી નહિ શકતા હો એ જ રીતે હું તમારી ભાભીની વાત ટાળી શકયો નથી. એટલે આ અરજી પર ધ્યાન આપી મને માસિક પેન્શન બાંધી આપવાની ગોઠવણ કરશો, તો ઉપકૃત થઈશ. અમારાં બધાં ભાભીઓને અમારા બધાંના પ્રણામ.
લિ. સ્નેહાધીન
સુદામો.
જે અરજી કોઈ ચોક્કસ ખાતાના સચિવશ્રીને સંબોધીને કરવામાં આવી ન હોય અથવા જે અરજી શ્રીકૃષ્ણ મહારાજને સંબોધીને કરવામાં આવી હોય તેવી સઘળી અરજીઓ સૌ પ્રથમ ‘શ્રીકૃષ્ણ સચિવાલય’ના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં પહોંચાડવાનો નિયમ હતો. તદનુસાર ઉક્ત અરજી શ્રીકૃષ્ણના સચિવાલયના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં આવી. આ ખાતામાં અરજી પર નીચે પ્રમાણે નોંધ કરવામાં આવી :
‘ઉક્ત અરજી ક્યા ખાતા હસ્તક આવી શકે તે બાબત વિચારણા કરવાની જરૂર જણાય છે. મજકુર અરજદારનાં બાળકો અન્ન વગર રુએ છે, એવું અરજીમાં લખ્યું છે એટલે મંજૂર રહે તો અરજી ‘પુરવઠા વિભાગ’ને મોકલીએ.’ પોતાના ટેબલ પર આવેલી અરજીઓ અન્ય વિભાગને મોકલવાની દરખાસ્ત દ્વાપર-યુગના અધિકારીઓ પણ તુરત મંજૂર કરી દેતા. એટલે ઉક્ત અરજી ઉક્ત વિભાગમાંથી ઉક્ત વિભાગમાં આવી. અલબત્ત, આ વિભાગીય પ્રવાસ કરવામાં અરજીને થોડા દિવસો લાગ્યા.
પોતાના વિભાગમાં આવેલી અરજીઓને તુરત સ્પર્શ કરવાનું દ્વાપર-યુગમાં પણ નિષિદ્ધ હતું એટલે થોડો કાળ અરજી એમ જ પડી રહી. ‘પુરવઠા વિભાગ’માં અરજીઓનો પુરવઠો વધ્યો એટલે ‘પુરવઠા વિભાગ’ના અધિકારીએ ઉક્ત અરજી ગ્રહણ કરી. પલમાત્રમાં અરજી પર દષ્ટિપાત કરી લીધા પછી અરજીમાંના ‘સાંદિપનિ આશ્રમ’, ‘લેસન’ વગેરે શબ્દો ધ્યાનમાં લઈ ઉક્ત અધિકારીએ ઉક્ત અરજી પર નોંધ કરી : ‘અરજદારને શિક્ષણને લગતી સમસ્યા હોવાનું જણાય છે. નિકાલ અર્થે, મંજૂર રહે તો, ‘શિક્ષણવિભાગ’ને મોકલીએ.’ ‘શિક્ષણવિભાગ’માં ઉક્ત અરજીના નિવાસને થોડા દિવસ થયા એટલે એ વિભાગના અધિકારીએ ‘સાંદીપનિ આશ્રમ’ વાંચી, બુનિયાદી આશ્રમશાળાઓનો હવાલો સંભાળતા કારકુનને ઉક્ત અરજી માર્ક કરી. ઉક્ત કારકુને ‘સાંદીપનિ’ આશ્રમ નામની કોઈ બુનિયાદી શાળા છે કે કેમ, અને આ શાળા ગ્રાન્ટમાન્ય છે કે કેમ તથા ઉક્ત શાળાને છેલ્લી ગ્રાન્ટ ક્યારે ચૂકવાયેલી વગેરે માહિતી માટે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ નીચે ચાલતા ‘બુનિયાદી શિક્ષણબોર્ડ’ને મોકલી. અરજીના હાંસિયાના લખાણને આધારે ‘સાંદિપનિ આશ્રમ’ નામની કોઈ ગ્રાન્ટમાન્ય બુનિયાદી શાળા છે કે કેમ તેની ચકાસણી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આવી કોઈ બુનિયાદી શાળા બોર્ડમાં રજિસ્ટર થયેલી નથી એવી નોંધ સાથે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ને પરત મોકલવામાં આવી.
ઉક્ત અરજી પર પૂરતા શેરા થઈ ગયા છે એમ લાગતાં હવે ઉક્ત અરજી ક્યા વિભાગને મોકલવી યોગ્ય છે તે બાબતનો ‘શિક્ષણવિભાગ’માં શૈક્ષણિક દષ્ટિથી વિચાર કરવમાં આવ્યો. અરજી પર નખશિખ દષ્ટિ કરતાં (એટલે કે એક દષ્ટિ ઉપર, એક દષ્ટિ મધ્યે અને એક દષ્ટિ અંતે કરતાં) અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ શબ્દો પડ્યા એટલે અરજી જંગલખાતાને મોકલવાનું ઠરાવાયું. અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું અરજીમાં લખવામાં આવ્યું હતું એટલે ‘જંગલવિભાગ’માં અરજી પર આ પ્રમાણે નોંધ કરવામાં આવી : ‘અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું માલૂમ પડે છે. આ માટે એણે પરવાનગી લીધી હતી કે કેમ તે તપાસવું જરૂરી બને છે. દરમિયાન ‘કાયદાવિભાગ’નો અભિપ્રાય પણ મેળવીએ.’ સુદામાજીની અરજી કાયદાવિભાગમાં પહોંચી. કાયદાખાતાએ આ પ્રમાણેનો શેરો કરી ઉક્ત અરજી જંગલખાતાને પાછી મોકલી : ‘ગેરકાયદે જંગલ કાપવા અંગેના કાયદાઓ તદ્દન સ્પષ્ટ છે. આ કાયદાઓ અન્વયે યોગ્ય કાર્યવાહી કરવી.’
સુદામાની અરજી અંગે યોગ્ય કાર્યવાહી કરતાં પહેલાં ‘ગૃહવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું ‘જંગલવિભાગ’ને યોગ્ય લાગ્યું. ‘ગૃહવિભાગ’ના અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ ઉપરાંત ‘પેન્શન’ શબ્દ પણ પડ્યો એટલે આ વિભાગમાં આ પ્રમાણે નોંધ થઈ : ‘જંગલવિભાગ’ તરફથી લાકડાં ફાડવા માટે કાયમી ધોરણે મજૂરો રાખવામાં આવ્યા હોય તો એવા કોઈ મજૂરનો આ પેન્શન-કેસ હોઈ શકે. યોગ્ય કરવું.’ જંગલખાતા તરફથી આવા કોઈ મજૂરો કાયમી ધોરણે રાખવામાં આવતા નહોતા; તેમ છતાં દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા અમલમાં હતી કે કેમ તે નક્કી કરવા ‘સામાન્ય વહીવટ વિભાગ’ને આ કેસ પરત સોંપવાનું ‘જંગલવિભાગ’ને જરૂરી જણાયું. દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા હોવાનું માલૂમ પડતું ન હોવાનો ‘સામાન્ય વહિવટ વિભાગ’નો સામાન્ય અભિપ્રાય થયો તેમ છતાં પેન્શન માટેની અરજી શ્રીકૃષ્ણચંદ્ર મહારાજ પર અંગત ધોરણે થઈ હોવાનું એક અધિકારીના ધ્યાનમાં આવતાં શ્રીકૃષ્ણચંદ્ર મહારાજની ‘ધર્મપુનઃસ્થાપન પેન્શન યોજના’ અન્વયે મજકુર અરજીકર્તાને પેન્શન આપી શકાય તેમ છે કે કેમ તે અંગે ‘નાણાવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું યોગ્ય ગણાશે એવી ભલામણ સાથે ઉક્ત અરજી ‘નાણાવિભાગ’ને મોકલવામાં આવી. સુદામાજીની અરજી આ રીતે વિવિધ વિભાગોની વિચારણા હેઠળ હોઈ સમગ્ર કાર્યવાહીમાં ઘણો વિલંબ થયો. શ્રીકૃષ્ણ તરફથી કશો જવાબ ન મળવાને કારણે સુદામાની પત્નીએ શ્રીકૃષ્ણને મળવા રૂબરૂ જવાનું સુદામા પર દબાણ કર્યું એટલે સુદામાજી તાંદુલ લઈને રૂબરૂ ગયા. આ પછીની કથા તો જાણીતી છે.
નોંધ : સુદામાજી શ્રીકૃષ્ણને મળવા તાંદુલ લઈને ગયા પછી પોતાના કામ માટે સરકારી કચેરીમાં ‘તાંદુલ’ લઈને જવાની પ્રથા કળિયુગમાં અસ્તિત્વમાં આવી. કેટલાક સરકારી અધિકારીઓ પોતાની પાસે આવનાર સુદામાને ન ઓળખતા હોય એ બનવાજોગ છે, પણ ‘તાંદુલ’ને તો ઓળખતા જ હોય છે !

વર્ષગાંઠ (04-01)


1 ) દોશી યશ સમીર રજનીકાંત ચત્રભુજ
2 ) દોશી આલેખ જયેશ ચમનલાલ
3 ) દોશી મનન રાકેશ જશવંતલાલ
4 ) ગાંધી જયશ્રી ભાવિન મહેન્દ્ર ગોવિંદજી
5 ) ગાંધી દીપા શૈલેશ ન્યાલચંદ મનસુખલાલ
6 ) ગાંધી પ્રાચી ભરત દુર્લભજી
7 ) પાટિલ બીજલ પ્રવીણ
8 ) મેહતા ચમનલાલ જીવરાજ
9 ) મેહતા પ્રિયાંક મહેશ
10) મેહતા ગુણવંતી મોહનલાલ કરસનજી
11) શાહ કલ્પેશ હર્ષદરાય જમનાદાસ
12) શાહ રિંપલ હરેશ જટાશંકર
13) શાહ સોનલ જિતેન્દ્ર પોપટલાલ
14) શાહ સિધ્ધિ અમિતકૂમાર હસમુખલાલ
15) શાહ ચેતનકુમાર રસિકલાલ અમૃતલાલ
16) શેઠ પલ્લવી દિલીપ નવલચંદ

Tuesday, January 3, 2012

વર્ષગાંઠ (03-01)


1 ) દોશી અન્વી ભાલેશ ગુણવંતરાય અભેચંદ
2 ) દોશી માનસી રજનીકાંત ચંદુલાલ
3 ) દોશી ઈંદિરા કિશોરચંદ્ર દામજીભાઈ
4 ) મેહતા ભુપેશ રમેશચન્દ્ર
5 ) મેહતા અનંતરાય મલુકચંદ
6 ) મેહતા ફાલ્ગૂન જિતેન્દ્ર જ઼ેવન્તલાલ
7 ) સંઘવી સાહિલ ચન્દ્રેષ રમણીકલાલ
8 ) સંઘવી પ્રજ્ઞા અનીલ હિંમતલાલ
9 ) શાહ નિષિતા હેમલ દિનેશચંદ્ર
10) શેઠ હિમતલાલ રતિલાલ
11) શેઠ પરેશ હિમતલાલ રતિલાલ
12) શેઠ લતા મૂકેશ નવલચંદ
13) સોલાણી જયેશ ધીરજલાલ મોહનલાલ

Monday, January 2, 2012

બૂફેનો મારગ છે શૂરાનો – ધીરજ બ્રહ્મભટ્ટ


[હળવો રમૂજીલેખ : 'ગુજરાતી સાહિત્યની ગઈકાલ અને આજ' પુસ્તકમાંથી સાભાર.]
બાળકોને ભણાવવા નહીં પરંતુ ભણતાં કરવાં એ શિક્ષણની રાષ્ટ્રીય નીતિ છે. એ જ પ્રમાણે મહેમાનોને ખવડાવવું નહીં કિંતુ ખાતા કરવા એ જ ઉદ્દેશ્ય બૂફે પદ્ધતિનો છે. મકરસક્રાંતિના શુભ પ્રસંગે ગાયોના ટોળા વચ્ચે પૂળા કે ઘાસ નાખી આપણે એક બાજુ ઊભા રહી જઈએ છીએ, એ જ રીતે સમારંભોમાં ટેબલ પર ખુલ્લો ખોરાક રાખી આગંતુકોને તેની પર આડેધડ છોડી દેવાની ક્રિયા એ આધુનિક બૂફે પ્રણાલિકા છે. અહીં પણ મોટા શીંગડાં વાળી ગાયોની માફક બળિયો જ મેદાન મારી જાય છે, બાકીના રાંક વદને ખોરાક પર હુમલો કરતા શૂરવીરોને નીરખ્યા કરે છે. કેટલીક વખત તો ભોજન કરવા કરતાં ભોજન માટે ઝુઝતા ભૂખ્યા જનોને જોવામાં વધુ આનંદ મળે છે.
બૂફે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિનું સંશોધન છે. યજમાન બૂફેના અર્વાચીન નામની આડાશ લઈ બધી કડાકૂટમાંથી બચી જાય છે. પંગતમાંથી ‘અહીં દાળ બાકી છે કે ભીંડો ભૂલાઈ ગયો છે.’ એવી ફરિયાદ સાંભળવી પડતી નથી. તાણ કરવાની મોંકાણમાંથી તો સદંતર બચી જવાય છે. બગાડ તો થાય છે જ પણ એથી વિશેષ બચાવ થાય છે. લશ્કરી જવાનની માફક આપણે હાથમાં ડિશ પકડી ઊભાં ઊભાં આહાર આરોગવા ટેવાયેલા નથી. પરિણામે ઉભડક જીવે જ લસ લસ કરી હાથમાં આવ્યું એ જમી લેવું પડે છે, અથવા તો પેટીસ સુધી પહોંચવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં ત્યાંની પડાપડી જોઈ માંકડા જેવું ચંચળ મન પણ આળસી જાય છે.
બૂફેનો પ્રથમ અનુભવ મેં જયપુરમાં લીધેલો. ઓલ ઈન્ડિયા ટીચર્સ ફેડરેશનનું અધિવેશન હતું. ત્યાંના ગવર્નરને શિક્ષકો પ્રત્યે એટલું માન કે અમને સામૂહિક ભોજન માટે નિમંત્ર્યાં. કદાચ એમના શિક્ષકે બાળ-ગવર્નરને અંગૂઠા નહીં પકડાવ્યા હોય ! અથવા તો ઊઠબેસ જેવી આકરી સજાનો સ્વાદ ચાખ્યો નહીં હોય ! ટ્યૂશન માટે દબાણ કરવાને બદલે નિયમિત તાસ લીધા હશે. કારણ ગમે તે હોય પણ ઉમળકો એવો આવ્યો કે મારે આંગણે ભારતભરના શિક્ષકો !…. અને ભોજન સમારંભ ગોઠવી દીધો. દેશના બે હજાર ઘડવૈયા માટે વિશાળ મેદાનમાં ટેબલો પર વિવિધ વાનગીઓ ગોઠવી હતી. જમવાનો આદેશ મળતાં જ અમારો નેવું ટકા જેટલો સમૂહ રીસેસનો બેલ પડ્યો હોય એમ ટેબલ તરફ ધસ્યો. પહેલાં ક્રોકરી માટે પડાપડી થઈ. ક્રોકરીનો કોઠો ભેદી શક્યા એમણે ટેબલ પર ધસારો કર્યો. ટેબલ પાસે ઊભેલા સ્વયંસેવકો ફરજ વીસરી અમારી લીલા જોવામાં તલ્લીન થઈ ગયા.
‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ એ ન્યાયે હું પરસેવે રેબઝેબ થઈ ગયો. ફળસ્વરૂપ પાંચ પૂરી, બે-ત્રણ ફોડવાં બટેટાં ને દહીંવડામાંથી વડાં ઊપડી ગયા પછી વધેલું દહીં મેળવવા જેટલી સિદ્ધિ મને મળી ખરી ! પણ આ શું ? બાકીનાને પ્લેટમાં પ્રાપ્ત કરેલી વાનગીઓ અલગ અલગ વ્યવસ્થિત રહેતી હતી જ્યારે મારે બધું સેન્ટરમાં ભેગું થઈ જતું’તું. એક મિત્રને મુશ્કેલી જણાવી તો એ પહેલાં તો ખૂબ જ હસ્યા; પછી કહે, તમે બૂફે પ્લેટ નહીં પરંતુ ડોગો ઉઠાવી લાવ્યા છો. હાથમાંનો કૂંડા જેવો ડોગો જોઈ હું શરમાયો પણ ફરીથી એ ધસારામાં ધસવાની મારી હિંમત જ નહોતી. ‘કરતાં જાળ કરોળિયો’વાળી કવિતા સંભળાવી મિત્રએ મને પ્રોત્સાહિત કરવા કોશિશ કરી પણ હું એવો હતાશ થઈ ગયો હતો કે ભૂખ્યો રહ્યો પણ ટોળામાં ન ઘૂસ્યો. એક વાર એન.સી.સી. તાલીમમાં જવાનું થયું તો ત્યાં પણ બૂફે ભટકાયું. વિવિધ રાજ્યોમાંથી આવેલ તાલીમાર્થીઓ પ્રાંતીય ભાષામાં રોષ કાઢતા હતા, ખોરાક મેળવવા હવાતિયાં મારતા હતા ને કેટલાક હિંમતપૂર્વક પંદર-વીસ પૂરી ઉઠાવી લાવી અડધી પોતાના ગ્રૂપને ગૌરવપૂર્વક વહેંચતા હતા. થોડી વાર બસમાં ચઢતા મથતા પેસેન્જરો જેવા મરણિયાઓને મેં જોયા જ કર્યા. ભીડ ઘટી ત્યારે કેટલાંક વાસણોમાં વઘારેલા ભાત સલામત રહ્યા હતા. એક ચમચી ચાખતાં જ એ દાઢે લાગ્યા ને પૂરી પ્લેટ ભરી હું ભાત આરોગવા લાગ્યો. હજી બે ચમચી માંડ ખાધી હશે ત્યાં એક બ્રાહ્મણ મિત્ર વીજળી પડી હોય એમ ચમકીને બરાડ્યા, ‘તમે આ શું ખાવ છો ?’ આપણે તો ભોળાંભાવે રામૈયા એટલે કહ્યું : ‘વઘારેલા ભાત ખાઉં છું.’ હાથમાંથી પ્લેટ ઝૂંટવતાં એમણે છાંછિયું કર્યું, ‘આ ભાત નહીં, બિરીયાની છે. બોટી બોટી બધા વીણી ગયા છે ને તમે વધેલા ચોખા ખાવ છો.’ મેં વાનગીઓને બદલે બસ ઊબકા જ ખાધા.
બૂફેનું સામ્રાજ્ય આધુનિક યુગમાં દરેક સમારંભો પર છવાઈ ગયું છે. લગ્ન પ્રસંગે પણ બૂફેની જ બોલબાલા હોય છે. એક પ્રસંગે તો ચોપાસથી મંડપ બંધ કરી અંદર ટેબલ ગોઠવ્યાં હતાં. અંદર જવાનો દરવાજો પણ વાડામાં છીડું પડ્યું હોય એવો ! ધાર્મિક સ્થળોના દરવાજે જામે છે એવી જ ભીડ અહીં અન્નદેવનાં દર્શન કરવા જતી હતી. શ્રીમતીજી અને અમારા ચાર સહિત હું અંદર પ્રવેશવામાં સફળ થયો. ખૂલી ગયેલા બુશર્ટના બટન બંધ કરી કયા ટેબલ પર ગિરદી ઓછી છે એની તલાશમાં જ હતો ત્યાં તો લાઈટ ગઈ. પરિશ્રમ અને ગરમીનો બેવડો પરસેવો અમને વળી ગયો. અર્ધાંગિની તો વેવાઈને અધઅધમણની તોળી તોળીને રમકાવવા લાગ્યાં. મૂવાએ હાથે કરીને જ સ્વીચ બંધ કરી લાગે છે, લોકો કંટાળીને ચાલ્યા જાય. બીજાં એક બહેન અનુમોદન આપતાં બળાપો કાઢવા લાગ્યાં, ‘આમાં ખાવાનું લેવા કોણ જાય ? છોકરાને કોણ સાચવે ? ને તરસ લાગી હોય તો પાણી કોણ લાવી આપે ? પાટલા પાથરી આગ્રહ કરવાનું તો ક્યાંય ગયું પણ ભિખારીની જેમ થાળીઓ લઈ ફરીએ છીએ તોય કોઈ ભાવ નથી પૂછતું.’ ભારે શરીરધારી એક ભાઈ બે દાંત વચ્ચેથી હવા કાઢી હળવી વ્હીસલ વગાડતાં બોલ્યા : ‘હવે તો જાન કરતાં કાણમાં પણ વધુ શાંતિ હોય છે.’
બૂફેનું સૌથી વરવું સ્વરૂપ એક યુવા અધિવેશનમાં જોવા મળેલું. દરેક સભ્યોને ખાસ સૂચના હતી કે બીજા પાંચ-પાંચ સભ્યો પકડી લાવવાના છે. યુવાનો અમને મતદાન મથકે લઈ જતા હોય એટલા ઉત્સાહથી અધિવેશનના સ્થળે ખેંચી ગયા. ‘ભાષણ સે રાશન નહીં મીલતા’ એ ઉક્તિ અહીં ખોટી ઠરતી હતી. અમને ભાષણ સાંભળવાના બદલામાં જ ભોજન મળવાનું હતું. જે શ્રોતાઓ નિહાળી શકે એમ સામેની રવેશમાં જ ગોઠવ્યું હતું. શ્રોતાઓના કાન સ્ટેજ તરફ અને ચહેરા બૂફે માટેનાં ટેબલ તરફ હતા. સૌની આંખોમાં શંકા હતી. વહેલો તે પહેલાના ધોરણે જ ભોજન મળશે એ નિશ્ચિત હતું. આભારવિધિ ચાલુ થઈ ત્યાં જ રમખાણ થયું હોય એમ બધા ડિશો ગોઠવેલ ટેબલ તરફ દોડ્યા. એક સ્વતંત્ર સેનાની અંગ્રેજોને આપતા હતા એવી ગાળો આયોજકોને આપવા લાગ્યા. આયોજકો આ બનવાનું જ છે એની માનસિક ભૂમિકા બાંધીને ઊભા હોય એમ મૂછમાં હસતા હતા. ફરીથી અહીં સુધી લાંબા ન થવું એ વિચારથી વાનગી ગોઠવેલ ટેબલ પર જ ડિશ ગોઠવી જમનારા વર્ગ કાનમાં પૂમડાં ખોસ્યાં હોય એમ અન્યના ક્રોધને કાનના પડદામાં જ સમાવી જમતો હતો. કઈ વાનગી ખૂટી ગઈ છે એ કળવું પણ મુશ્કેલ બન્યું.
આવા તંગ વાતાવરણમાં ‘મહીં પડે એ મહાસુખ માણે’ કરીને ટોળામાં ખાબક્યો. ગોધાની જેમ ગોથું મારીને હું ટેબલ સુધી પહોંચ્યો તો ખરો પણ હાય નસીબ ! ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે.’ એમ શાકનો રસો અને ભાત જ મારા સુધી પહોચ્યાં. પરસેવો લૂછતો ને મેદની ભેદતો હું બહાર આવ્યો તો એક કાર્યકરે અભિનંદન આપતાં હાથ લંબાવ્યો. અભિનંદન મને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રાપ્ત કરવા બદલ હતાં. કૉન્ગ્રેચ્યુલેશન આપી એ જ હસતે ચહેરે એક પત્રકારને એમણે કોન્સોલેશન કહ્યું, પત્રકારની ડિશ ખાલી હતી, જ્યારે શર્ટ દાળ અને શાકથી ખરડાઈ ગયું હતું. દાળવૃષ્ટિ કે શાક વર્ષા કોણ કરી ગયું એ કળવું મુશ્કેલ હોવાથી એ મભમ જ ગાળો દેતા હતા. એમની અવદશા જોઈ માત્ર ભૂખ્યા રહેનારાઓને આશ્વાસન મળતું હતું.
આપણે તો તારણ કાઢ્યું છે કે બૂફેનો મારગ શૂરાનો છે. કટાણો ચહેરો કરી એક બાજુ ઊભા રહેનારા કાયરોનું એ કામ નથી. જે લોકો મરજીવા બની ડૂબકી મારી શકે એ જ ભોજન મેળવી મોતી મેળવ્યા જેટલો આનંદ માણી શકે છે. ‘આપણા લોકો આળસુ છે…. પરિશ્રમથી ભાગે છે…. આજની પ્રજામાં સાહસવૃત્તિ મરી પરવારી છે…. મર્દાનગી શોધી યે જડતી નથી….’ આવા આક્ષેપ કરનારાઓને અમારું ખુલ્લું આહવાન છે કે કોઈ પણ ‘બૂફે’માં જાઓ, આંખ ખોલીને જુઓ…. તમારા મગજમાં ભરેલા આ તમામ અભિપ્રાયો – બૂફેના ટેબલ પર મૂકેલી વાનગીઓની જેમ ક્યાંય ઊડી જશે !


 

મનનો અંધાપો અને તાર્કીકતા


પોતાના ખાબોચીયાને સર્વસ્વ માનતા દેડકાઓ પરથી પ્રચલીત થયેલી ‘કુવામાંના દેડકા’ કહેવત, દેડકાઓ માટે નહીં પણ માણસો માટે બનાવવામાં આવી છે. દેડકાઓ કે પછી બીજા કોઈપણ પ્રાણીઓનું મગજ એટલું વીકસીત નથી હોતું કે પોતાની નાનકડી દુનીયાથી અલગ દુનીયાના અસ્તીત્વ વીશે એમને કંઈ ખબર હોય.
માણસોની બાબતમાં એવું નથી. આજના સમયમાં બધાને એટલી તો ખબર છે કે દુનીયા ઘણી વીશાળ છે. એમાં ભાતભાતના લોકો રહે છે. એમના આચાર–વીચાર, માન્યતાઓ, ધર્મ વગેરે એકબીજાથી અલગ છે. કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે.
જેલની કોટડીમાં પુરાયેલાને ફક્ત એક નાનકડી બારીમાંથી જોવા મળે છે. ત્યાંથી એને હમ્મેશ એક જ દૃશ્ય દેખાય છે. આંખો હોવા છતાં એ અન્ધાપો ભોગવે છે. જે મુક્ત અને જાગૃત છે, જેની ચારે તરફ બારીઓ (મોકળાશ) છે, એને જોવાની ઈચ્છા હોય તો હમ્મેશા ધબકતી, બદલાતી, જીવન્ત દુનીયા એના માટે મોજુદ છે.
મગજની બારીઓનું પણ એવું જ છે. ઘણા લોકો મગજની એક નાનકડી બારી ખુલ્લી રાખે છે. એમાંથી આવતી બધી જ માહીતીને સમ્પુર્ણ અને સાચી માનીને બીજી કોઈપણ માહીતીને અન્દર આવવા દેતા નથી. આ જાતે સ્વીકારી લીધેલો મનનો અન્ધાપો છે.
સામાન્ય માણસની મનની બારીઓ બન્ધ કરાવનાર હોય છે ધર્મગુરુઓ, રાજકારણીઓ અને અન્ય અંકુશની વૃત્તી ધરાવતા લોકો. તેઓ ફક્ત પોતા તરફ ખુલતી બારીને જ ખુલ્લી રાખવાનો આગ્રહ સેવે છે. જુદી વીચારધારા ધરાવતા લોકોની વાતોએ ન સાંભળે એટલા માટે ક્યારેક બીજા કોઈને ન સાંભળવાનું કે વાચવાનું વ્રત પણ લેવડાવે છે. આવું વ્રત માનસીક અન્ધાપાને કાયમી કરે છે. નાઝી જર્મની, સામ્યવાદી દેશો વગેરે આ પ્રકારના માનસીક અન્ધાપાને ઠોકી બેસાડનારાં રાજકીય ઉદાહરણો છે. ધાર્મીક ઉદાહરણો તો ચારેકોર દેખાય જ છે.
પ્રત્યેક ધર્મના મોટા ભાગના શ્રદ્ધાળુઓ પોતાના ધર્મગુરુ અને સમ્પ્રદાયના પ્રચાર–સાહીત્ય સીવાય બીજું કશું સાંભળવાની કે વાંચવાની તસ્દી લેતા નથી. આ ગુરુઓ એમના અનુયાયીઓને સદીઓ જુની ભ્રામક માન્યતાઓમાં અટવાયેલા રાખે છે. એનાથી દૃષ્ટી ટુંકી થઈ જાય છે. લોકો ગુરુઓથી એટલા પ્રભાવીત થયેલા હોય છે કે એમના કહેવાથી દુષ્કૃત્યો કરવા પણ તૈયાર હોય છે. આતન્કવાદીઓ તેમ જ સમ્પ્રદાયો વચ્ચેની હીંસક અથડામણો આના દાખલા છે.
કેટલાક કીસ્સાઓમાં ધર્મગુરુઓને  ‘ભગવાન’ના નામે સમ્બોધાય છે અને ‘ભગવાન’ના સ્થાને બેસાડાય છે. એમની પાસે ચમત્કારીક અને અલૌકીક શક્તીઓ હોવાનો ભ્રમ ઉભો કરવામાં આવે છે. વ્યક્તીપુજાની આ પરાકાષ્ઠા છે.
એક વર્ગ એવો પણ છે જેણે ‘દુનીયા જોઈ છે’ છતાં એ જડતાપુર્વક પોતાની જુની માન્યતાઓને વળગી રહે છે. સામાન્ય રીતે બુદ્ધીશાળી અને શીક્ષીત ગણાતા કેટલાક લોકોનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ લોકો મનના અન્ધાપાનો ભોગ બનેલા હોય છે.
આપણાથી જુદું કંઈ જાણવું કે સાંભળવું નહીં એ મનનો અન્ધાપો છે. નવું તેમ જ સત્ય જાણ્યા અને સમજ્યા છતાં સ્વીકારવું નહીં એ બુદ્ધીનો અન્ધાપો છે. પ્રેમમાં કે દ્વેષમાં માણસ આંધળો થઈ જાય છે એવું કહેવા પાછળ આજ બુદ્ધીના અન્ધાપાની વાત છે. વોટર પ્યુરીફાયરનું શુદ્ધ પાણી કપડાના ગળણાથી ફરી ગાળવું એ બુદ્ધીના અન્ધાપાનું એક ઉદાહરણ છે. આવું તો બીજી કેટલીયે પ્રવૃત્તીઓમાં દેખાય છે. રુઢીચુસ્ત ધાર્મીક પકડે ઘણાને સાવ સાદી બાબતોમાં પણ માનસીક અન્ધ બનાવ્યા છે. જાણ્યા–સમજ્યા છતાં સમજુ લોકો પરમ્પરા છોડી શકતા નથી.
મનનો અને બુદ્ધીનો અન્ધાપો દુર કરવાનો સાદો, સરળ અને એકમાત્ર ઉપાય છે ‘તાર્કીકતા’. સાંભળેલી કે વાંચેલી કોઈપણ વાતની ખરાખોટાની શક્યતા પર વીચાર કરી વાસ્તવીક લાગે તેટલું જ સ્વીકારવાની પદ્ધતીને તાર્કીકતા કે તર્કશાસ્ત્ર કહેવાય છે – Logic and Reasoning. મનની બધી બારીઓ ખોલી નવી માહીતી અને વીચારોને પ્રવેશવા દેવાનો; ખુલ્લા મને એને સમજવાનો પ્રયાસ કરવાનો; એમાંથી સાચું અને સારું લાગે તેટલું સ્વીકારવાની પ્રામાણીકતા અને હીમ્મત દાખવવી એ માનસીક સ્વતન્ત્રતાની નીશાની છે. જીન્દગીભર એકની એક કથા સાંભળવાની પણ હદ હોય છે. માનસીક ગુલામીમાં અટવાયેલા માટે એને છોડવું અતી કઠીન પગલું લાગશે.
ધાર્મીક કે બીજી કોઈપણ વીચારધારા કુદરતના નીયમોથી વીરુદ્ધ ન હોઈ શકે. જ્યાં પણ કુદરતી નીયમોનો ભંગ થતો દેખાતો હોય ત્યાં તાર્કીક રીતે વીચારવું જોઈએ. ચમત્કારો અને અલૌકીક સીદ્ધીઓને વાસ્તવીકતાની નજરથી જોવું જરુરી છે.
નાના બાળક માટે એના માતા–પીતા સર્વસ્વ હોય છે. એમની પાસેથી એના બધા પ્રશ્નોના ઉત્તર મળે છે. ત્યાં એ સલામતી અનુભવે છે. જ્યારે બાળક મોટું થાય છે ત્યારે બીજા લોકોના સમ્પર્કમાં આવવાથી એની દૃષ્ટી વીશાળ થાય છે. એ જાત અનુભવે ઘણું શીખે છે. એને મા–બાપની મર્યાદીત સમજ અને શક્તીનો ખ્યાલ આવે છે. પરીણામે મા–બાપની દરેક વાતમાં તે સહમત થતો નથી. આ બધું અનાયાસે થતું હોય છે. આના લીધે મા–બાપ પ્રત્યેનો એનો પ્રેમ અને માન ઓછાં થતાં નથી, ફક્ત તે એમની મર્યાદાઓને સ્વીકારતો થાય છે.
અફસોસની વાત એ છે કે આવા જાત અનુભવનો ઉપયોગ માણસ પોતાના માની લીધેલા ગુરુની મર્યાદાઓ સ્વીકારવા માટે નથી કરતો. ગુરુઓએ એનું એટલું બધુ બ્રેઈન વોશીંગ કરેલું હોય છે કે એ બીજી દીશામાં વીચારવાનું છોડી દે છે. બધા ધાર્મીક પન્થોની મુળ વાતનો સાર એકસરખો હોવા છતાં ધર્મગુરુઓ ગજબ રીતે ફક્ત પોતાને જ સાચું અને સમ્પુર્ણ જ્ઞાન હોવાનું ભોળા ભાવીકોના મનમાં ઠસાવે છે.
મોટા ભાગના લોકો પોતાના ગુરુની વાતોમાં સમ્પુર્ણ શ્રદ્ધા ધરાવે છે. કેટલાક લોકો આનાથી પર  છે. એ ધર્મને નીતીશાસ્ત્ર રુપે જુએ છે. કોઈપણ ધર્મગુરુને ચુસ્તપણે અનુસરતા નથી. ધર્મપ્રચારના સાહીત્યમાંથી સત્યને વેગળું તારવવાની કોશીશ કરે છે. કહેવાતા ધાર્મીક લોકો, આવા લોકોને નાસમજ કે નાસ્તીક ગણે છે. જ્યારે એ પોતાને વાસ્તવવાદી અને જાગૃત માને છે.
આ લોકો કુદરતના નીયમોને સમ્પુર્ણપણે સ્વીકારે છે. ચમત્કાર અને પરલોકની દુનીયા કરતાં જે નજર સામે દેખાય છે એને વધુ મહત્ત્વ આપે છે. એમને ક્રીયાકાંડને બદલે માનવતા અને પ્રામાણીકતામાં, ધર્મ તેમ જ પ્રભુતા દેખાય છે. પોતાની મર્યાદામાં થાય એટલું એનું પાલન કરે છે. એક રીતે જોઈએ તો તેઓ નાસ્તીક નહીં પણ ખરા અર્થમાં આસ્તીક છે.
આ બે પ્રકારમાં ન આવતા હોય એવા બાકીના લોકોને ચીલાચાલુ માન્યતાઓ સ્વીકાર્ય નથી અને આ માન્યતાઓમાંથી સત્યને અલગ તારવવાની સમજ પણ નથી. પરીણામે તેઓ સામાજીક દબાણને કારણે બહુમતીમાં ભળે છે. વાસ્તવવાદી લધુમતીની એ નૈતીક ફરજ થઈ જાય છે કે અવઢવમાં ફસાયેલા આ લોકોને યોગ્ય માહીતી પુરી પાડવી. જેથી પોતાના નીર્ણયો તેઓ જાતે કરી શકે. આમ કરતાં કટ્ટર પન્થીઓને કદાચ મન દુ:ખ થાય; પણ એના માટે અન્ધશ્રદ્ધાને પોષતા રહેવું વાજબી નથી. આ ઉપદેશ નહીં પણ સન્દેશ છે. વીજ્ઞાન, સાહીત્ય, કળા, કાયદો વગેરે ક્ષેત્રોમાં વીચાર, ચીન્તન અને તર્કને મુલ્યવાન ગણવામાં આવે છે. સંગઠીત ધર્મોનું પહેલું કામ શ્રદ્ધા અને ભક્તીના નામે તર્ક અને વીચારને દબાવી દેવાનું રહ્યું છે. એમને સમ્પુર્ણ શરણાગતી ખપે છે. આ પન્થો ‘મારું તે સાચું’ની હઠ લઈને બેઠા છે. તર્ક પર રચાયેલી વૈજ્ઞાનીક વીચારસરણી ‘સાચું તે મારું’માં માને છે. વીજ્ઞાન ઘણી જુની ધાર્મીક માન્યતાઓને ખોટી સાબીત કરતું આવ્યું છે.
આપણે મેળવેલું બધું જ્ઞાન અને બધી સમજ આપણી આસપાસની દુનીયા અને એમાં બનતા બનાવોના અવલોકન પરથી આવેલ છે. જે પણ પ્રખર બુદ્ધીશાળી અને પ્રતીભાશાળી વ્યક્તીઓ થઈ ગઈ એમણે કેટલાક સનાતન પ્રશ્નોના ઉત્તર પોતાની સમજ પ્રમાણે આપ્યા છે. એમાંથી જ બધી ધાર્મીક વીચારધારાઓ શરુ થયેલી છે. એમનાં વીચારો અને તારણો પર તત્કાલીન સ્થળ અને કાળની અસર હોવાથી એમના દ્વારા કરેલું અર્થઘટન એકબીજાથી થોડું ભીન્ન છે. પરીણામે આટલી બધી વીચાર ધારાઓ પ્રચલીત થઈ છે. હજી સુધી દુનીયામાં એવી કોઈ વ્યક્તી પેદા નથી થઈ જેના બધા જ વીષય પરના વીચારો સમ્પુર્ણ અને સત્ય હોય. તર્કમાંથી જ શરુ થયેલી આ બધી વીચારધારાઓ આગળ જતાં, (કમનસીબે) તર્કને પોતાનો હરીફ અને પછી વીરોધી માનવા લાગી છે.
માનવજાતનું સંયુક્ત જ્ઞાન અને સમજ સતત વધી રહ્યાં છે. વર્તમાનમાં વધેલી વસતી અને વૈચારીક સ્વતન્ત્રતાને લીધે જ્ઞાન વધવાની ગતીમાં પણ વધારો થઈ રહ્યો છે. દરેક વીષયની સમજ પહેલાં ક્યારે પણ હતી એના કરતાં અત્યારે અનેકગણી છે. આમાં કોઈપણ ક્ષેત્ર અપવાદરુપ નથી. એનો લાભ ન લેવો એ સામુહીક અન્ધાપો થશે.
ઘણા લોકો સામાજીક માન્યતાઓ, રીતરીવાજ અને પ્રવૃત્તીઓ પ્રત્યે ઘણી જ પ્રગતીશીલ વીચારસરણી ધરાવે છે. એવાઓની  ‘સંસ્કારી’ તરીકે ગણના થાય છે. જ્યારે એ જ લોકો ધાર્મીક માન્યતાઓ અને ક્રીયાકાંડની બાબતમાં અતીશય રુઢીચુસ્ત વલણ ધરાવે છે. સામાજીક અને ધાર્મીક આચરણના આ વીરોધાભાસ પાછળ મુખ્યત્વે વ્યક્તીપુજાને લીધે આવતો મનનો તથા બુદ્ધીનો અન્ધાપો અને તાર્કીક રુચીનો અભાવ જવાબદાર છે. આ નરી વાસ્તવીકતા છે.

: તણખો :

જે તર્ક કરી શકતા નથી એમની મર્યાદાઓ ક્ષમ્ય છે. આવડત હોવા છતાં જે તર્ક કરવા માંગતા નથી તે મતાન્ધ છે. જેમનામાં તર્ક કરવાની હીમ્મત પણ નથી તે માનસીક કાયર છે.

મુરજી ગડા

ગોવીંદ મારુના બ્લોગ ઉપરથી

 

લગ્ન

ડીગલ ભરત કીરચંદ  મેહતા (વતન : મોરબી/ હાલ :માટુંગા )

ના લગ્ન

પૂજા બટુકભાઈ ભાઈલાલ કારિયા( હાલ :મુંબઈ )

સાથે તા. ૦૧-0૧-૨૦૧૨ ના રોજ થયેલ છે.

નવદંપતિને સુખી લગ્ન જીવનની શુભ કામના

વર્ષગાંઠ (02-01)


1 ) દોશી મીનલ દિવ્યેશ વિક્રમચંદ
2 ) ફોફરિયા બીના કેતન
3 ) ગાંધી પ્રીતિ રાજેશ ન્યાલચંદ મનસુખલાલ
4 ) મેહતા ચંદનબેન જયસુખલાલ રતિલાલ
5 ) મેહતા પરાગ બળવન્તરાય મલીચંદ
6 ) મેહતા શશિકાન્ત ચુનીલાલ
7 ) પારેખ સોના કલ્પેશ કામદાર
8 ) પારેખ તેજસ અનીલ જેઠાલાલ
9 ) સંઘવી નીરવ હસમુખ છગનલાલ
10) સંઘવી શમા જયેશ કિશોરચંદ્ર
11) સંઘવી નીરવ મહેન્દ્ર વલ્લભદાસ
12) શાહ રેખા રજનીકાંત ભુદરલાલ
13) શેઠ સુરેખા હેમન્ત રમણીક્લાલ
14) વોરા દિવ્યેશ ભોગીલાલ

Sunday, January 1, 2012

યુવક મંડળની એ જી એમ

યુવક મંડળની વાર્ષિક સામાન્ય સભા તા. ૧-૧-૨૦૧૨ ના  રોજ  બપોરે ૨:૩૦ કલાકે રાજસ્થાન હોલ, બોરીવલી ખાતે મળી રહી છે. 
યુવક મંડળની વાર્ષિક સામાન્ય સભાનો  સર્ક્યુલર , ઉમેદવારી પત્રક, બે વર્ષનો આવક જાવકનો હિસાબ , સરવૈયું   જોવા માટે અત્રે ક્લિક કરો 

વર્ષગાંઠ (01-01)


1 ) દોશી વસંતરાય જીવરાજ઼
2 ) લોદરિયા બીના ભીખુભાઇ(હિતેન) હિંમતલાલ
3 ) લોદરિયા કેવલ નિલેશ અમૃતલાલ
4 ) મેહતા અશ્મિતા યોગેશ નટવરલાલ
5 ) મેહતા દીપક ધીરજલાલ દુર્લભજી
6 ) મેહતા કલ્પેશ સુરેશ જ઼ેવન્તલાલ
7 ) મેહતા રમાબેન શશિકાન્ત
8 ) પારેખ રજનીકાંત જયંતિલાલ
9 ) પટેલ રાજીવ ત્રીલોકચંદ્ર
10) સંઘવી ભૂપેન્દ્ર ચંદુલાલ
11) સંઘવી પરાગી પ્રમોદ ખડસે
12) શાહ બીજલ પારસ પ્રદીપકુમાર વ્રજલાલ
13) શાહ રમાબેન કિશોરભાઇ સુખલાલ
14) શાહ સન્ની અમિત અરવીંદભાઇ
15) શાહ જશવંતી નલિન જીવરાજ
16) શાહ દિનેશ ધીરજલાલ
17) શેઠ શિમોની પંકજ અમૃતલાલ
18) શેઠ દીપક રમણીકલાલ
19) સોલાણી ઍશા મનોજકુમાર ધીરજલાલ મોહનલાલ
20) ત્રેવાડિયા સુરેશ ઉજમશી
21) ત્રેવાડિયા સોનમ શશિકાન્ત મુલચંદ