અનુપમ, નિરુપમ અને જયભારત ટેક્ષ્ટોરીયમવાળા ભૂપતભાઈ અને જયસુખભાઈના માતુશ્રી કાશીબેન ૧૦૪ વર્ષની જૈફ ઉંમરે તા.૧૬-૧૦-૨૦૦૯ના રોજ અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા બપોરે ૧૨:૧૫ કલાકે નિકળશે અને અગ્નિસંસ્કાર શિવાજીપાર્ક સ્મશાન ખાતે કરવામાં આવશે.
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Friday, October 16, 2009
Thursday, October 15, 2009
ધન તેરસ
ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. આસો માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.
પૌરાણીક કથા
દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપ નો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોક ઉપર મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછીજ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દીવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.
ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).
(સાભાર વિકિપીડિયા)
Labels:
Festivals
Tuesday, October 13, 2009
Thursday, October 8, 2009
Tuesday, October 6, 2009
દુબાઈના ફોટા - દિનેશ શાહ દવારા
દિનેશ શાહ નિયમિત રીતે આપણા બ્લોગમા માહિતિપુ્ર્ણ લેખો કે ચિત્રો મોકલે છે. અત્રે તેઓએ દુબાઈના ફોટા રજુ
કરેલ છે. તે જોવા અત્રે ક્લિક કરો. ત્યાર બાદ સ્ટાર્ટ પ્રેશન્ટેશન નુ ટેબ દબાવો. આ અગાઉ ગુજરાતના ફોટા પણ તેમણે મોકલાવેલ હતા.
કરેલ છે. તે જોવા અત્રે ક્લિક કરો. ત્યાર બાદ સ્ટાર્ટ પ્રેશન્ટેશન નુ ટેબ દબાવો. આ અગાઉ ગુજરાતના ફોટા પણ તેમણે મોકલાવેલ હતા.
Labels:
General
મૃત્યુ

વતન : વાંકાનેર
હાલ : વડોદરા
મરનાર નુ નામ : ચંદ્રકિશોર મોતીચંદ સપાણી
ઉમર : ૭૫ વર્ષ
મરણ તારીખ : ૦૧-૧૦-૨૦૦૯
પત્નિ : ઈંદિરાબેન
પુત્રો : મિલન, રૂપીન
પિતા : સ્વ.મોતીચંદ ડાહ્યાભાઈ સપાણી
સસરા : સ્વ. કેશવલાલ દેવચંદ મેહતા
ભાઈ : સ્વ. વાડીલાલ
બહેનો : સ્વ. કંચનબેન, સ્વ. તારામતીબેન અને અનસુયાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Labels:
Death
Monday, October 5, 2009
નર્મદા નગર
નર્મદા નગર ઇંડસ્ટ્રિયલ ટાઉન વિથ ન્યૂ સિટી મોડેલ, પાલેજથી 15 કી. મી.(ગુજરાત સરકાર ઇંડસ્ટ્રિયલ ટાઉન વિકસાવી રહી છે તેની પરીકલ્પના)
Labels:
General
Sunday, October 4, 2009
મૃત્યુ

વતન : બેલા (મોરબી)
હાલ : દાદર, મુંબઇ
મરનાર નુ નામ : પ્રભુદાસ (બચુભાઇ) કાશીદાસ પારેખ
ઉમર : ૮૪ વર્ષ
મરણ તારીખ : ૩૦-0૯-૨૦૦૯
પત્નિ : સ્વ ચંદનબેન
પુત્ર : જયેશ
પુત્રવધૂ : શૈલા
પિતા : સ્વ.કાશીદાસ મુલજી પારેખ
સસરા : સ્વ. ચુનિલાલ વિઠ્ઠલજી મેહતા
ભાઈઓ : સ્વ. મનસુખભાઈ, સ્વ. ખુશાલભાઈ,સ્વ મગનભાઈ સ્વ અમૃતલાલ
બહેન : સ્વ. મંચ્છાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Labels:
Death
Saturday, October 3, 2009
ગુજરાતનુ સિલિકોન સિટી
ગુજરાત નવા રૂપે આકાર લઈ રહયુ છે. આ સાથેનુ ચિત્ર ઝડેશ્વર ખાતે ઉભુ કરવામા આવી રહેલ સિલિકોન સિટીની પરીકલ્પના દર્શાવે છે.
Labels:
General
Friday, October 2, 2009
Thursday, October 1, 2009
Subscribe to:
Posts (Atom)





