Pages

Monday, June 11, 2012

વર્ષગાંઠ (11-06)


1 ) દોશી ચેતના દીપક મનહરલાલ
2 ) લોદરિયા મોનાલી અમિત પ્રાણજીવન હરજીવન
3 ) મેહતા લતા રાજેશ હસમુખરાય
4 ) મેહતા ઋુષભ રાજેશ સેવંતીલાલ
5 ) પારેખ ભરત કાન્તિલાલ
6 ) શાહ નિરવ જિતેન્દ્ર હસમુખલાલ

Sunday, June 10, 2012

વર્ષગાંઠ (10-06)


1 ) શાહ ધર્મી જ઼િગ્નેશ અરવિંદ માણેકલાલ
2 ) શાહ હર્ષા હસમુખ વ્રજલાલ
3 ) શાહ હસમુખરાય ફતેચંદ
4 ) શાહ ઈન્દુમતિ ચંદુલાલ પોપટલાલ
5 ) શેઠ ઉર્વી ભાવેશ ઈન્દુલાલ
6 ) શેઠ પરેશ ધીરજલાલ
7 ) સોલાણી જિતેન્દ્ર લક્ષ્મીચંદ છોટાલાલ
8 ) ત્રેવાડિયા શ્વેતા ગુણવંતલાલ ગોપાલજી

Saturday, June 9, 2012

વિચારો, સુવાક્યો, કણિકાઓ… – સંકલિત


કોઈને ‘માફ કરશો’ કહો, ત્યારે સામા માણસની સાથે આંખ મેળવીને એ ઉચ્ચારજો. – અજ્ઞાત

પ્રેમને તેના પૂર્ણ સ્વરૂપમાં મેળવવાનું નસીબ દરેકને હોતું નથી, કેટલાકને ફક્ત તેની વ્યાખ્યા કરવાની જ તક મળે છે. – અજ્ઞાત

વિજ્ઞાન એટલે જીવન વિશેના કૌતુકની લાગણી, ધર્મ એટલે જીવન વિશેના આદરની લાગણી અને સાહિત્ય એટલે જીવનની ભવ્યતા અંગેની લાગણી – અજ્ઞાત

સાહિત્યનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી, પણ તેને ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે. – અજ્ઞાત

તેજસ્વી માનવીને દુઃખ તો પોતાની શક્તિની મર્યાદાનું છે; લોકો પોતાની શક્તિની કદર નથી કરતા, એ વાતનો રંજ તેને નથી થતો. – અજ્ઞાત

કોઈ દિવસ જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આએજ વિજય મેળવવા કરતાં કોઈક
દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેયને કાજે હાર પામવાનું હું પસંદ કરું. –વુડ્રો વિલ્સન

એક ઝરણું જોઈને માની લેવું કે ક્યાંક મહાસાગર હશે જ; એનું નામ શ્રદ્ધા – વિલિયમ વૉર્ડ

બાળકને ચાહવું એટલે એની હરકોઈ ધૂનને તાબે થવું એમ નહીં, તેને ચાહવું એટલે તેની અંદર પડેલા ઉત્તમને બહાર લાવવું, જે મુશ્કેલ છે એને ચાહતાં તેનેશીખવવું. – પ્રેમળ જ્યોતિ

આદર્શ પત્ની એટલે એવી કોઈ પણ સ્ત્રી જેને આદર્શ પતિ મળેલો હોય.

ઉપવાસ સહેલો છે પણ સંયમપૂર્વકનો આહાર અઘરો છે, એ જ રીતે મૌન સહેલું છે પણ સંયમપૂર્વક બોલવું અઘરુ છે.

આંકડા અને હકીકતો – બધું ભૂલાઈ જાય પછી જે બાકી વધે એનું નામ કેળવણી. – અજ્ઞાત

;જીંદગીમાં આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે – દીકરા વિનાની માતા અને માતા વિનાનો દીકરો.

દીવાને અજવાળે એકલા બેઠા હોઈએ અને સાથે એક પુસ્તક ખુલ્લું પડ્યું હોય – એ આનંદની તોલે બીજુ કાંઈ ન આવે.

હે પ્રભુ, આ જગતને સુધારજે – અને તેની શરૂઆત મારાથી કરજે. – અજ્ઞાતp>

સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપણે શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.

સમસ્ત વિશ્વને ચાહવું એમાં કોઈ મોટી વાત નથી, સવાલ તો પડોશમાં રહેતા પેલા અભાગિયાનો છે.

મોટી વાત આપણા જીવનમાં વરસો ઉમેરવાની નહીં, આપણા વરસોમાં જીવન ઉમેરવાની છે.

રમવા જતા ભૂલકાંઓથી લઈને ચોરે બેસવા જતા ઘરડાંઓને રોકી રાખી શકે એનું નામ વારતા.

ઉત્તમ માતાપિતાની જોડી એટલે બહારની કઠોરતા તળેના મૃદુ પિતા અને બહારની મૃદુતા તળેની કઠોર માતા.

મૌન ઉચિત હોય ત્યારે બોલવું એ નબળાઈ છે, પણ બોલવું ઉચિત હોય ત્યારનું મૌન પણ નબળાઈ છે.

પ્રસંશા અત્તરની માફક સૂંઘવા માટે છે, પાણીની માફક તેને પીવાની નથી.

પોતાના વિના દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી જગતના કબ્રસ્તાનો ભરચક પડ્યા છે.

નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજુ કોઈ નથી.

દરેક ઉષા કોરા કેનવાસ જેવી છે, અને તેના પછીની સંધ્યાને તમે તમારી ઉત્તમ કૃતિ બનાવી શકો છો.

જે વાત લખી આપીને નીચે તમે સહી કરી શકો નહીં, એ વાત બોલશો નહીં.
* * *

વર્ષગાંઠ (09-06)


1 ) ગાંધી મનીષા જયેશ હિમ્મતલાલ
2 ) મેહતા ચિંતન પરાગ જયંતિલાલ
3 ) મેહતા સનત શામળદાસ
4 ) સંઘવી સચિન પ્રવીણચંદ્ર માણેકલાલ
5 ) શાહ નિકિતા નિલેશ અરવિંદ માણેકલાલ
6 ) શાહ પૂજા ચંદ્રવદન

Friday, June 8, 2012

વર્ષગાંઠ (08-06)


1 ) મેહતા મમતા કમલેશ શશીકાન્ત ચૂનીલાલ
2 ) મેહતા જેસલ પારસ ચંદ્રકાન્ત વનેચંદ
3 ) સંઘવી સોનલ દેવાંગ સુતરવાળા
4 ) શાહ શુભ કમલેશ લલિતરાય મણીલાલ
5 ) શાહ કરણ વિશાલ દિલીપભાઈ
6 ) શાહ જીજ્ઞા સમીર બિપીનભાઈ
7 ) શાહ સંદીપ વીરેન્દ્ર પદમશી
8 ) વખારીયા નિલેશ કનકરાય

Thursday, June 7, 2012

‘ધર્મ’ શબ્દનો અર્થ



‘ધર્મ’ શબ્દનો અર્થ નહીં સમજીને આપણે મહાઅનર્થ કર્યો છે !


આજે આપણે ધર્મ શબ્દને RELIGION કે મજહબના અર્થમાં જ વાપરીએ છીએ. આ ધર્મ શબ્દના ઘણા મર્યાદીત અને સંકુચીત અર્થઘટનનું પરીણામ છે. ‘મજહબ’ કે ‘RELIGION’ નો સચોટ અર્થ કરવો હોય તો ‘ઉપાસના પદ્ધતી’ એમ કહેવું પડે. આપણા દેશમાં રહેતા લોકો જુદી જુદી ઉપાસના પદ્ધતીને અનુસરે છે. જેવી કે મુસ્લીમ, ખ્રીસ્તી, વૈષ્ણવ, શૈવ, બૌદ્ધ, લીંગાયત, શીખ, રાધાસ્વામી, સ્વામીનારાયણ, બહાઈ, અહમદીયા, ઝોરોસ્ટ્રીયન, કબીરપંથી, આર્યસમાજ, બ્રહ્મોસમાજ વગેરે. આ બધી ઉપાસના પદ્ધતીને ધર્મો કહીને આપણે મહાઅનર્થ કર્યો છે.
     ધર્મ શબ્દના નીચે મુજબના અર્થો થાય છે.
  • રુઢ અર્થમાં મજહબ અથવા RELIGION
  • કાયદો, નીયમ LAW – ORDINANCE – STATUTE
  • શ્રેયકર પ્રથા, સંસ્કૃતી, પરમ્પરા PRACTICE – CUSTOM – USAGE
  • પુણ્યકર્મ, સદ્ ગુણ VIRTUE  – RIGHTEOUSNESS – MORALMERIT
  • કર્તવ્ય  DUTY – PRESCRIBED CONDUCT
  • ન્યાય, સમતા, નીષ્પક્ષપાત, RIGHT, JUSTICE, EQUITY IMPARTIALITY
  • યોગ્યતા, પવીત્રતા, ઔચીત્ય PROPRIETY,  PIETY, DECORUM
  • નીતી, ચારીત્ર્ય MORALITY – ETHICS
  • સ્વભાવ, પ્રકૃતી NATURE, CHARACTERISTICS
  • સારાસાર, વીવેક
  • ત્યાગ, બલીદાન
  • નીષ્ઠા, કર્તવ્યપરાયણતા DEVOTION, DEDICATION વગેરે
આમ ધર્મને કોઈ વીશેષ નામ આપી શકાય જ નહીં. સમ્પ્રદાયો કે ઉપાસના પદ્ધતીને જુદા જુદા નામો આપી શકાય. સમ્પ્રદાય એટલે
–   પ્રથા, રીતરીવાજ, TRADITIONAL DOCTRINE OR KNOWLEDGE
–  સીદ્ધાંત A PERTICULAR SYSTEM OF RELIGIOUS TEACHING -METHOD OF WORSHIP
એકવાર ધર્મ અને સમ્પ્રદાય વચ્ચેનો ભેદ સમજાય જાય તો ઘણી ગેરસમજણો અને કડવાશ દુર થઈ જાય. ગીતાનો એક શ્લોક આ સન્દર્ભમાં ખાસ સમજવા જેવો છે.
स्वधर्मे नीधनं श्रेय: परधर्मो भयावह: (गीता र. ३५)
આ શ્લોકમાં ધર્મ શબ્દને રુઢ અર્થમાં લઈએ તો અર્થ થાય ‘પોતાના ધર્મમાં રહી મરી જવું બહેતર છે; પરન્તુ બીજાના ધર્મમાં જવું ભયાનક છે. આથી માણસો એમ માનવા પ્રેરાયા કે ‘જો આપણે હીન્દુ હોઈએ તો હીન્દુ તરીકે મરી જવું એ બીજા ધર્મમાં જવા કરતાં વધારે સારું છે. સહેજ વીચાર કરતા જણાશે કે જ્યારે આ વાક્ય લખાયું એટલે કે ગીતા કહેવાઈ એ વખતે ધર્મ શબ્દનો આજનો રુઢ અર્થ હતો જ નહીં. ત્યારે અર્જુનને પોતાનો ‘મઝહબ’ છોડીને બીજા કોઈ ‘મઝહબ’માં જવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં ! તેથી ઉપર મુજબનું અર્થઘટન અતાર્કીક છે. અહીં ધર્મનો અર્થ ‘કર્તવ્ય, નીષ્ઠા, ન્યાય સમભાવ, નીતી’ વગેરેનું મીશ્રણ થઈને થતો અર્થ જ થાય છે.
આજ વાત બીજી રીતે સમજીએ. એમ કહેવાયું કે यत्र धर्मो ततो जय: જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અહીં ધર્મ એટલે RELIGION એવો અર્થ કરીએ તો કૌરવો અને પાંડવોના કે રામ ને રાવણના સમ્પ્રદાયો ક્યાં જુદા હતા ? રુઢ અર્થમાં ધર્મો ક્યાં જુદા હતા ? કે જેથી કહી શકાય કે જેનો સમ્પ્રદાય સાચો તેના તરફ જય થાય ? આ વાક્યનો સાચો અર્થ છે કે જ્યાં ન્યાય હોય, નીતી  હોય ત્યાં જ જય હોય.
ધર્મનીષ્ઠા અને સમ્પ્રદાયનીષ્ઠામાં જમીન આસમાનનો તફાવત છે. જેટલો ફેર તત્ત્વનીષ્ઠા અને વ્યક્તીનીષ્ઠામાં છે તેટલો જ ફેર આ બન્નેમાં છે. ધર્મનીષ્ઠ હોવું એટલે તત્ત્વનીષ્ઠ, ન્યાયનીષ્ઠ અને સત્યનીષ્ઠ હોવું. સમ્પ્રદાયનીષ્ઠા એ માત્ર ઉપાસના પદ્ધતી તરફની નીષ્ઠાની દ્યોતક છે. આપણી નીષ્ઠા ધર્મ (તેના સાચા વ્યાપક અર્થમાં) તરફ હોવાની જગ્યાએ સમ્પ્રદાય તરફ હોવી એ તત્ત્વનીષ્ઠ હોવાની જગ્યાએ વ્યક્તીનીષ્ઠ હોવા સમાન છે. તેથી જ સમ્પ્રદાયનીષ્ઠાનું સ્થાન ધર્મનીષ્ઠાના સ્થાન કરતા ની:શંક ઉતરતું જ લેખાય.
આપણે વધુને વધુ સમ્પ્રદાયનીષ્ઠ થતા જઈએ છીએ; પરન્તુ આપણી ધર્મનીષ્ઠામાં ગીરાવટ આવતી જાય છે. સમ્પદાય આપણને કહે છે ત્રણવાર સંધ્યા કરો કે પાંચ વાર નમાજ પઢો કે રવીવારે દેવળમાં જાઓ. આનું આપણે ચુસ્તપણે પાલન કરીએ છીએ; પરન્તુ ધર્મ આધારીત જીવન મુલ્યોનું જતન કરવામાં આપણે શીથીલતા બતાવીએ છીએ. બાહ્ય દેખાવો જેવાં કે ટીલાં– ટપકાં કરવાં, ચોટલી કે દાઢી રાખવી, અમુક પ્રકારનાં કપડાં પહેરવા વગેરેને આપણે ધાર્મીકતા કહીએ છીએ. આ ધાર્મીકતા શબ્દનું વીડમ્બન છે. આવા બાહ્ય દેખાવો તમે કયા સમ્પ્રદાયના છો તેના દ્યોતક છે. તેથી તેને સામ્પ્રદાયીકતા કહી શકાય. પરન્તુ નીતી, ચારીત્ર્ય, બલીદાન, વીવેક, ન્યાયભાવના, સમતા, પવીત્રતા, ઔચીત્ય અને ત્યાગ વીનાનું આ બધાં ધાર્મીક ચીહ્નો  ધાર્મીકતા નથી જ.
સમ્પ્રદાયો અને તેમની ઉપાસના પદ્ધતીઓમાં સ્થળ–કાળ પ્રમાણે ફરક થતા રહ્યા છે અને તે સ્વાભાવીક છે. પરન્તુ ધર્મ શબ્દને ખરેખર સમજીએ તો તે સ્થળ–કાળનાં બન્ધનોને ઉલ્લંધી જાય છે. તે કાલાતીત છે, સ્થળાતીત છે.
ભારતમાં રહેનારો દરેક માણસ પોતાને મન ફાવે તે સમ્પ્રદાયને અનુસરી શકે છે. તેની ઉપાસના પદ્ધતી એ તેનો નીજી મામલો છે. તેને પોતાની ઉપાસના પદ્ધતી પસંદ કરવાનો સમ્પુર્ણ અધીકાર છે. કોઈએ પણ તેમાં દખલ કરવી ન જોઈએ ન વ્યક્તીગત રીતે કે ન તો સામુહીક રીતે. અરે, રાજ્યે પણ નહીં. અહીં એક વાત બરાબર સમજી લઈએ, આ દેશના નાગરીકની ઉપાસના પદ્ધતી ગમે તે હોય, મુસ્લીમ, ખ્રીસ્તી, જૈન, બૌદ્ધ, શૈવ કે વૈષ્ણવ પણ દરેકનો ધર્મ એક જ છે અને તે છે : ‘આ દેશના તમામ નાગરીકોનું ભલું થાય, તેમની પ્રગતી થાય, તેમની ઉન્નતી થાય અને તેઓ સુખચેનથી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું અને જાગ્રત રહેવું.’
જો આપણે સમ્પ્રદાય કે મઝહબને ધર્મ કહેવાની ભુલ નહીં કરીએ તો ઘણાં સંધર્ષો, ગેરસમજણો, તોફાનો વેરઝેર અને અશાન્તીને ટાળી શકાશે; કારણ કે બધાનો ધર્મ એક જ છે પછી ઉપાસના પદ્ધતીઓ ગમે તે હોય તો પણ શો ફરક પડે છે ! આ વાત જેટલી વહેલી સૌને સમજાશે તેટલું દેશનું ભલું વહેલું થશે.


લેખક : ડૉ. અનીલ કાણે
‘ગુજરાત સમાચાર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘નીનાદ’માંથી, લેખકશ્રી અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..


 અક્ષરાંકન:  ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

વર્ષગાંઠ (07-06)


1 ) મેહતા દેવાંગ હર્ષદ જયંતિલાલ સુખલાલ
2 ) મેહતા હીના અશોક શામળદાસ
3 ) મેહતા પ્રીતિ રાજેશ સેવંતીલાલ
4 ) મેહતા અરુણા જિતેન્દ્ર જ઼ેવન્તલાલ
5 ) મેહતા નયના વિજય ભોગીલાલ
6 ) સંઘવી પુષ્પાબેન દિનેશ તલકચંદ
7 ) શાહ વંશિકા મેહુલ શાહ
8 ) શાહ ચંદ્રીકા હરેશ જટાશંકર
9 ) શાહ મયૂરી ચંદ્રકાન્ત હિમતલાલ
10) શાહ સૌરભ ચંદ્રકાન્ત હિમતલાલ
11) શાહ ઇશા શૈલેશકુમાર રસિકલાલ
12) શેઠ બિપીન નવલચંદ
13) શેઠ અદિતિ કલ્પેશ શાહ
14) શેઠ વૃષાલી જતીન ભુપતરાય

Wednesday, June 6, 2012

વર્ષગાંઠ (06-06)


1 ) દોશી નીરવ જતીન ચંપકલાલ
2 ) દોશી કલ્પેશ જશવંતરાય
3 ) ગાર્ડી ધર્મેશ કિશોર પ્રભુલાલ
4 ) લોદરિયા નીલા લલિત વલ્લભદાસ
5 ) લોદરિયા અશ્વિન નવીનચંદ્ર નિમચંદ
6 ) મેહતા નિલેશ અરવિંદ સુખલાલ
7 ) મેહતા પન્ના મહેશ જ઼ેવન્તલાલ
8 ) મેહતા હર્ષા શશીકાન્ત પ્રતાપરાય
9 ) પારેખ જીલ દિવ્યેશ હસમુખલાલ
10) પારેખ પુનીતા ભુપતરાય જેઠાલાલ
11) પારેખ ડૉ. નીતિ પ્રફુલ વ્રજલાલ

Tuesday, June 5, 2012

માનવીના જીવનમાં પૈસાનું સ્થાન-મોહમ્મદ માંકડ

  • * પૈસો જીવનમાં મહત્વનો છે ખરો પણ એ સુખનો પર્યાય નથી
  • * માણસે પૈસા એટલા કમાવા જોઈએ કે એને કમાનાર જીરવી શકે ,એનો ઉપયોગ કરી શકે , એને કમાઈને માણવા માટેનો સમય એની પાસે બાકી રહે
  • * માણસે ધનસંચય પણ કરવો જોઈએ ,પણ એ ધનસંચય કરવામાં જ એની જીંદગી પૂરી ના થઇ જવી જોઈએ
  • * જેમ નિરોગી રહેવા માટે વ્યાયામ જરૂરી છે ,પરંતુ વ્યાયામ કર્યા પછી આરામ કરવો , સારો પૌષ્ટિક ખોરાક લેવો , આનંદમાં સમય પસાર કરવો એ પણ એટલું જ જરૂરી છે.દિવસ આખો માત્ર વ્યાયામ જ કર્યા કરવાથી તો ઉલટું નુકશાન જ થાય
  • * દરેક માણસે જરૂરી ધન કમાવું જ જોઈએ ….પૈસા જરૂરી છે , પરંતુ માત્ર ‘ જરૂરી ‘ જ છે. સારા ઘરમાં બાથરૂમ જરૂરી હોય છે , પરંતુ ડાઈનીંગરૂમ કે રસોડાની મધ્યમાં એનું સ્થાન ન હોઈ શકે
  • * જિંદગી જીવવા માટે પૈસા જરૂરી છે પરંતુ તેને જિંદગીના કેન્દ્રમાં ન મુકાય . જો મૂકીએ તો જિંદગીની આખી ઈમારત બગડી જાય
  • * આજે તો એવું બનવા માંડ્યું છે કે _
  • * પૈસા માટે માણસ પોતાની ટેક , વચન , કે કુટુંબ છોડવા પણ તૈયાર થઇ જાય છે
  • * અમેરિકામાં તો પૈસાને જ પ્રતિષ્ઠાનું – સ્ટેટસનું સિમ્બોલ ગણવામાં આવે છે
  • * આજે માણસને માપવાના તોલમાપ ફરી ગયા છે .માણસના ડહાપણને , સર્જકતાને ,ભલાઈને એના પૈસાથી માપવા માંડ્યા છે જે બરોબર નથી .ખરેખર તો પૈસાને વધુ મહત્વ અપાતાં ખોટો પૈસો પેદા થાય છે ….ખોટા માણસ પેદા થાય છે
  તો મિત્રો , આપણે વધુ પડતા પૈસાના મોહમાંથી બચીશુંને ?
-કેલિડોસ્કોપ (મોહમ્મદ માંકડ )
સૌજન્ય  :વિતક શાં ખોલવાં અમથાં

વર્ષગાંઠ (05-06)


1 ) દોશી રીના પરાગ જશવંતલાલ
2 ) ગાંધી મની ધીરેન્દ્ર મહાદેવલાલ
3 ) ગાંધી જ઼િનલ બ્રિજેશ સુરેશચંદ્ર મનસુખલાલ
4 ) લોદરિયા રિકીન અશ્વિન નવીનચંદ્ર નિમચંદ
5 ) મેહતા નીલ દિગંત કાન્તિલાલ દુર્લભજી
6 ) મેહતા સંજય કાન્તિલાલ
7 ) મેહતા શુશીલા રમેશ મનહરલાલ
8 ) પારેખ નિરંજના ઈન્દુલાલ કેશવલાલ
9 ) પટેલ અશોક નરેન્દ્રરાય
10) સંઘવી મહેશ ઘેલાભાઈ
11) શેઠ નિર્મલા મુગટલાલ
12) શેઠ કિશોર રેવાશંકર
13) સોલાણી રાજેન્દ્ર રતીલાલ

Monday, June 4, 2012

વર્ષગાંઠ (04-06)


1 ) ગાંધી નયના ભરત ફુલચંદ
2 ) મેહતા રમણીકલાલ કપૂરચંદ
3 ) મેહતા રીટા શૈલેશ મોહનલાલ કરસનજી
4 ) મેહતા જુલન રજનીકાન્ત હિમ્મતલાલ
5 ) મેહતા વિરેશ હરગોવિંદદાસ
6 ) પારેખ જય મુકુન્દ કાન્તિલાલ
7 ) શાહ લીના વિપુલ શેઠ
8 ) શાહ નિધિ હિતેષ સેવંતીલાલ
9 ) શાહ મયૂર શૈલેશ મણીલાલ
10) શેઠ સાહિલ મિલન ચંદ્રવદન

Sunday, June 3, 2012

દાનનો મહિમા


૦  ‘ દાન ‘ શબ્દ  સંસ્કૃતની  ‘ દા ‘ ધાતુ  ઉપરથી  બન્યો  છે . ‘દા ‘ એટલે  ‘ આપવું ‘
૦   આ  અર્થમાં  ‘ દાન ‘ એટલે  કોઈને  કશું  આપવાની  ક્રિયા .પણ ‘દાન ‘ નો  અર્થ  આટલો  સંકુચિત  નથી
૦   શંકરાચાર્ય  ‘દાન ‘ નો  અર્થ  આમ  કરે  છે : ” ‘દાન ‘ એટલે  ‘સંવિભાગ ‘. એમના  મતે સંવિભાગ એટલે  સમૃદ્ધિની , વસ્તુની  વહેંચણી . પણ  કેવી  વહેચણી ? ‘સમ ‘ એટલે સમ્યક , ઉચિત  વહેંચણી
૦   વ્યક્તિ  પોતાની  પાસે  જે  હોય  તેમાંથી  જેને  જરૂર  છે  એવી  વ્યક્તિને કંઈક  આપે .એ રીતે  સમાજની  આર્થિક  અવ્યવસ્થાને  કંઈક  અંશે સમતોલ  બનાવવાનો  પ્રયત્ન  કરે
૦  પ્રત્યેક વ્યક્તિને  પરમ  કૃપાળુ  પરમાત્મા  તરફથી  દાન  રૂપે  દૈવી  સંપત્તિ પ્રાપ્ત  થયેલી  છે
૦  આ સંસારમાં  જન્મેલી દરેક  વ્યક્તિને શારીરિક  સંપત્તિ  રૂપે  પરમાત્મા  તરફથી અનેક  દિવ્ય  શક્તિ   મળી  હોય  છે  એટલે  કે  પહેલું  દાન તો  પરમાત્મા  તરફથી  જ  માણસને  મળે છે
૦    જે  શક્તિ  કે  વસ્તુ  પરમાત્મા  તરફથી  વ્યક્તિને  દાન  રૂપે  પ્રાપ્ત  થઇ  તેનો  તે  માલિક  નથી …ખરેખર  તો પરમાત્માએ  વિશ્વાસ  મુકીને  સોંપેલી  વસ્તુનો  તે  ટ્રસ્ટી  છે
૦   ટ્રસ્ટી પોતાની  મહેનત  પ્રમાણે  મળેલી  વસ્તુમાંથી  થોડું  કમિશન મેળવવાનો  હકદાર  ખરો પણ  ઈશ્વરે  આપેલી  બધી  જ  વસ્તુઓને  બથાવી  પાડી એકલા  જ  ભોગવવાનો  હક્કદાર  નથી  જો  એ  એવું  કરે  તો  ઈશ્વરે  મૂકેલા  વિશ્વાસનો  તે  ભંગ  કરે  છે
૦  વ્યક્તિએ  સારા  ટ્રસ્ટી  સિદ્ધ  થવું  હોય  તો  પોતાને  મળેલી  વસ્તુઓમાંથી  જરૂરિયાતમંદ  લોકોને  સમુચિત  રીતે  આપતાં  રહેવું  જોઈએ . એમાં કૃતજ્ઞતાનો  ભાવ  રહેલો  છે
૦  બીજાને  પોતાની સંપત્તિ  કે શક્તિના  નાનકડા  ભાગીદાર  બનાવવાની  આ  ભાવના  એ
‘ દાન ‘ નો  બીજો એક  અર્થ છે
૦   દાન  એટલે  ‘આપવું ‘…. આપણે  કોઈને  ‘આપીએ ‘ એટલે  આપનાર  તરીકે  આપણામાં અહંકાર  જાગે , પણ  હકીકતે  જયારે  આપણને  પરમાત્માએ  આપ્યું  ત્યારે  આપણે  કોઈને આપી  શક્યા  એટલેકે  પરમાત્માએ  આપણને  માગ્યા  વગર  આપ્યું  છે  તેમાંથી  જ  આપણે  તો  થોડુક  જ  અન્યને  આપીએ  છીએ  એટલે  એનું  અભિમાન  ન  કરાય
૦  દાનની  આ  વાતમાં  તો . પહેલાં  કંઈ  લઈને  પછી  આપીએ  છીએ  એટલે કે  આપણે  પહેલાં ઋણી – કરજદાર તો પરમાત્માના  થઇ  જ  ચૂક્યા  છે  અને  પછી  જે  ઋણ  પરમાત્માએ  આપણી ઉપર  ચડાવ્યું  છે  એમાંથી  થોડું  કરજ  ચૂકવવાનું  છે
ટૂકમાં…….
આ દુનિયામાં જન્મેલા  ને  જીવેલા  કોઈ  માણસે  હજી  સુધી  દાનની  પહેલ  કરી  નથી  તેણે પહેલાં  દાન  લીધું  છે  અને  પછી  દાન  આપવાનો  વિચાર  કર્યો  છે .
૦  પરમાત્માએ  આપણને  આપ્યું …ખૂબ  ખૂબ  આપ્યું .. અને  હવે  તેની  અપેક્ષા  હોય  કે લેનારો પણ  મન  મોટું  રાખીને  જરૂરિયાતવાળાને  આપે
૦   લેવાની  બાબતમાં વિશાળ મન  ધરાવતો  માનવી  જયારે  આપવાની  વાત  આવે  ત્યારે  મનનો  ટુંકો થઇ  જાય  છે …તેણે તો  એમ જ  છે કે જે ઈશ્વરે  આપ્યું  એ  બધું  જ પોતાની  પાસે  રહે … પોતે  એકલો  જ  એને ખૂબ ખૂબ ભોગવે …બીજો દુ:ખી  હોય  એમાં એનો  શો  વાંક?  પોતાનો  શો  વાંક  ગુનો  કે  એકલા  પોતાના ઉપર જ  આપવાની  ફરજ  આવી  પડે ?
૦  અંતમાં …….
દાનનો  મહિમા  વર્ણવવામાં ભાષાની  સંપૂર્ણ  સમૃદ્ધિ  ઓછી  પડે ….સમાજરૂપી  પુરુષના  શરીરમાં  સ્વાભાવિક  રૂપે કે કેટલાક  સભ્યોના હઠીલા  , સ્વાર્થી  વલણને  કારણે જે  વિકૃતિઓ  દાખલ  થાય  છે  તેને  માટે  દાનની  ચિકિત્સા  કાયમી  ધોરણે  ચાલતી  રહેવી  જોઈએ , રોજ કસરત  કરો તો  માંદગી  નજીક  ના  આવે  એમ નિરંતર  જાગૃત  રહી  સમાજનો  એક એક  સભ્ય  દાનનો  પોતાનો  ફાળો  આપતો  રહે  તો  સમાજ  હંમેશા  તાજો . તંદુરસ્ત , શક્તિશાળી  ને વિકાસશીલ  રહે
૦ દાન  એ ઔષધ  નથી  પણ  રસાયણ  છે  જેના  સેવનથી  સમાજ  તંદુરસ્ત , સશક્ત  ને યુવાન  રહે છે
-
સૌજન્ય :'વિતક શાં ખોલવાં અમથાં'

વર્ષગાંઠ (03-06)


1 ) લોદરિયા ગિરીશ જમનાદાસ
2 ) મેહતા મોક્ષ શ્રેયાંશ કિશોર જયંતિલાલ
3 ) મેહતા અનીષા પ્રકાશ મગનલાલ
4 ) પટેલ પ્રણવ નિલેશ છબીલદાસ
5 ) સંઘવી જ્યોતિ નૌતમલાલ નાનાલાલ
6 ) શાહ કથન ચન્દ્રેષ દિનેશભાઈ
7 ) શાહ ધ્યેય હિતેષ દિનેશભાઈ
8 ) શાહ પાર્થ પરાગ નવીનભાઈ

Saturday, June 2, 2012

વર્ષગાંઠ (02-06)


1 ) દોશી ધર્મીન દિનેશભાઈ
2 ) શાહ જ઼િનેશ્વરિ હર્શીલ
3 ) મેહતા હેતલ હસમુખ જેઠાલાલ
4 ) પારેખ દિના વિપુલ ઈન્દુકુમાર શાહ
5 ) પારેખ હિમાંશુ કનકભાઈ સોમચંદ
6 ) સંઘવી અશોક મહેન્દ્ર
7 ) શાહ તેજલ વિપુલ અનોપચંદ જૂઠાલાલ
8 ) શાહ વૈભવ સંજય રવિચંદ
9 ) શાહ વીરેન્દ્ર પદમશી
10) શેઠ હેમન્ત રમણીકલાલ
11) શેઠ દર્શિની જ઼િગ્નેશ અનંતરાય સુમતીચંદ્ર

Friday, June 1, 2012

મધપુડો–સંકલીત

  •    બીજાઓની  ઈર્ષ્યા  ન  કરો . તમને  જે  સુખ  મળ્યું  છે  તે  તમારા પાકેલા  પ્રારબ્ધફળનું  પરિણામ  છે  અને  બીજાઓને પણ  જે  મળ્યું છે તે  આજ  ન્યાયે  મળ્યું  છે  એમ  સમજી  સંતુષ્ઠ  રહો . જે  મળ્યું  છે  તેનો  પૂરો  લાભ  લેતાં શીખો  અને  ઈશ્વરનો  આભાર  માનો  કે
  •    બીજાને  તો  આટલું  પણ  નથી  મળ્યું  જે તમને  પૂરતાં  પ્રમાણમાં  માણવા – ભોગવવા  મળ્યું  છે .
  •  હૃદયથી  જીવો , બધા  પ્રશ્નો  હૃદયથી  ઉકેલો . માફી  માગો  અને  આપો , કોઈની   હાયથી બચો  છતાં   અજાણતા  કોઈની  હાય  લાગે  તો  પશ્ચાતાપ  કરો , પ્રેમ  આપો
  •  આધિ – વ્યાધિ ને  ઉપાધીના  દુ:ખને હસતાં મોએ સહન  કરો એટલે  તપ બને .બીજાને  દોષ  દેવાને  બદલે ‘ મારાં  કર્મનું  ફળ  છે ‘  એમ  માનો  અને  વર્તમાનમાં  જીવો .
  •   સેવા અને  પ્રેમ : સંસાર  સેવાથી  અને  પરમાત્મા  પ્રેમથી  રાજી  રહે  છે  તે  બંનેનો  સમન્વય કરો .પરમાત્માની  પ્રાપ્તિ  માટે  પ્રેમનો  કોઈ  વિકલ્પ  નથી
  • નેગેટીવ  વિચાર  એટલે સાપ ,એરુ કે  છછુંદર .તેનાથી  ભૂકંપ  જેટલું  નુકશાન  થાય  છે માટે  નેગેટીવ  વિચાર  આવે  કે  તરત  જ  પોઝીટીવ  વિચારોને  લાવો  ને  તેને  રીપીટ  કરો.
  •  નેગેટીવ  વિચાર  એટલે  બીજાના વાંક – દોષ  કાઢવા  અને  વાંધા  પાડવા .
  •   નેગેટીવ  વિચારો  નીકળે  એટલે  વાસ્તવિકતા  સ્વીકારવાનું  વલણ  વધે . વાસ્તવિકતા સ્વીકારો  એટલે  બીજાના  દોષ  ના  દેખાય
  •  કહેવાય  છે કે  ભૂતકાળની  કબરો  ખોદવાથી   દુર્ગંધનો  અનુભવ  થાય  છે  અને ભવિષ્યના  ખોટાં ઉડ્ડયનો કરવાથી  પછડાઈ  જવાનો  ભય  ઉભો  થાય  છે  માટે  માનવીએ આજની  સમયમર્યાદામાં  જીવવું જોઈએ.  એવું  થાય  તો  ગઈ  કાલનો  ખોટો પસ્તાવો  ન  કરવો           પડે  અને  આવતી  કાલની ખોટી  ચિંતા  પણ  કરવાની  ન  થાય  અને  તો ધ્યાન  અને  સમગ્ર  શક્તિ  આજ  ઉપર  કેન્દ્રિત  થાય
    –સંકલીત
  • - 
    સૌજન્ય : 'વિતક શાં ખોલવાં અમથાં'