Pages

Thursday, May 17, 2012

મૃત્યું

 
વાંકાનેર હાલ સાંતાક્રુઝ સ્વ. પોપટલાલ લીલાધર દોશીના પુત્ર ખુશાલચંદ (ઉં. વ. ૮૩), રવિવાર, ૧૩-૫-’૧૨ના અરિહંતશરણ પામેલ છે. સુશીલાબેનના પતિ. નીલેશ, સૌ. સ્મિતા જયેશ દફતરી, સૌ. સોનલ ગૌતમ શાહના પિતાશ્રી. સૌ. લલિતા જુગલકિશોર સપાણીના ભાઈ. તે ભગવાનજી ભાઈચંદ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૭-૫-’૧૨ના ૫ થી ૬-૩૦. સ્થળઃ હિરાવતી હોલ, સ્ત્રીમંડળ, ટાગોર રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ). (લૌકિક વહેવાર બંધ રાખેલ છે)

વર્ષગાંઠ (17-05)

1 ) દોશી રીટા કમલેશ મનહરલાલ
2 ) મેહતા અમી હેમાન્શુ નગીનદાસ
3 ) સંઘવી દેવેશ મગનલાલ
4 ) શાહ સંજય રવિચંદ
5 ) શેઠ સંકેત વસંતલાલ
6 ) સોલાણી શૈલેશ ફતેચંદ

Wednesday, May 16, 2012

જોક્સ જંકશન (ભાગ-2) – મન્નુ શેખચલ્લી


[પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ ‘જોક્સ જંકશન : ભાગ-1’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. ]

અમેરિકન : ‘અમારા દેશમાં બે જાતના રોડ હોય છે : નેશનલ અને ઈન્ટરનેશનલ’
બન્તાસિંગ : ‘અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે : અન્ડર કન્સ્ટ્રક્શન અને ટેક ડાઈવરઝન !’
*******
‘વજન ઘટાડવા માટેની એક સચોટ કસરત છે. પહેલાં તમારું માથું ડાબી તરફ ફેરવો, પછી જમણી તરફ ફેરવો. આવું બે વાર કરો….’
‘શું આટલું જ કરવાથી વજન ઘટી જાય ?’
‘હા, જ્યારે જ્યારે તમને ખાવાની ઑફર કરવામાં આવે ત્યારે આ કસરત કરવાની છે !’
*******
પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી :
‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ – લિ. રશ્મિ. (ઉંમર 32, ઉંચાઈ 5-2, રંગ-ગોરો, બાળકો નથી.)
*******
સન્તાના બૉસની કૅબિનમાં જે વોશ-રૂમ હતો એનો અરીસો ઘસાઈને મેલો થઈ ગયો હતો.
બૉસે કહ્યું : ‘સન્તા, જાઓ એક ઐસા આઈના લેકર આઓ જિસ મેં મેરા ચહેરા દિખાઈ દે !’
સન્તા ગયો. ચાર દિવસ પછી પાછો આવીને કહે છે :
‘બૉસ, સારી દુકાનેં છાન મારી…. હર આઈને મેં મેરા હી ચહેરા દિખતા હૈ !’
*******
સ્કૂલમાં આગ લાગી ગઈ.
આગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં. સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે….
પણ એક છોકરો ઉદાસ હતો.
બધાએ પૂછ્યું : ‘બેટા, કેમ ઉદાસ છે ?’
છોકરાએ કહ્યું : ‘સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને !’
*******
ભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’
નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા !’
*******
કાકા અને કાકી પરદેશ જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :
‘આપણે ફ્રિજ હાર્યે લઈ લીધું હોત તો સારું હતું….’
કાકા પૂછે છે : ‘કાં ?’
કાકી કહે છે : ‘આપણા પાસપોર્ટ ને ટિકિટું ઈ ફ્રિજ પર જ રઈ ગ્યાં છે.’
*******
મોબાઈલ સ્વામીજી કહે છે : ‘બેટા, મોબાઈલ તો નિર્જીવ હૈ, સીમ ઉસકી આત્મા હૈ, એસએમએસ વો જ્ઞાન હૈ જો નિરંતર બઢતા હૈ ! ઈસલિયે હે પ્રાણી, બૅલેન્સ કી મોહમાયા કા ત્યાગ કર ઔર મેસેજ કર… નિરંતર મેસેજ કર…’
*******
સન્તા, બન્તા અને સુખવન્તા એક બાઈક પર ત્રણ સવારી બેસીને નીકળ્યા. પોલીસે પકડ્યા.
‘તીન સવારી મના હૈ.’
બન્તા કહે : ‘ઈસલીયે તો તીસરે કો ઉસકે ઘર છોડને જા રહે હૈં !’
*******
ડૉક્ટર : ‘ખાંસી કેમ છે ?’
દરદી : ‘એ તો બંધ થઈ ગઈ. પણ શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.’
ડૉક્ટર : ‘ચિંતા ના કરો, એ પણ બંધ થઈ જશે !’
*******
કૉલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બા જેવા જ હોય છે. પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’ કોચ હોય છે. વચ્ચેની 3 થી 7 બેન્ચો ‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે અને છેલ્લી બે બેન્ચો વીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે !
*******
સન્તા ઍકઝામ આપવા ગયો. એણે ઍક્ઝામિનરને પૂછ્યું :
‘સર, આન્સરશીટ કે પહલે પન્ને પર ક્યા લિખું ?’
‘લિખો, ઈસ ઉત્તરવહી કે સારે ઉત્તર કાલ્પનિક હૈ ઔર ઉનકા કિસી ભી પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર યા પ્રશ્ન સે કોઈ લેનાદેના નહીં હૈ !’
*******
એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ આપઘાત કરવા જઈ રહ્યો છે. ટ્રેન દૂરથી આવી રહી છે. પોતે હજી પાટાથી ઘણો દૂર છે. એ ફટાફટ ગણતરી કરવા માંડે છે….
વી (ટ્રેનની સ્પીડ) = 100 કિમિ.
ડી (ડિસ્ટન્સ) = 1 કિ.મી.
ડબ્લ્યુ (વજન) = 65 કેજી.
આઈ (ઈમ્પેક્ટ) = 1000 ટન.
હવે મારે કેટલી ઝડપે દોડવું જોઈએ જેથી હું સમયસર ટ્રેનના એન્જિન આગળ પહોંચી શકું ? ઓ માય ગોડ…. કેલ્ક્યુલેટર ક્યાં રહી ગયું ?… એ રૂમ તરફ પાછો દોડ્યો !
*******
જી.ઈ.બી.(ઈકેક્ટ્રીસીટી બોર્ડમાં)માં વેકન્સી છે.
પગાર મહિને 42,000
નોકરી કરવી હોય તો અરજી કરો. મહેનતનું કામ નથી. બસ, વીજળીના તાર પર બેસી, ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે !
*******
જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય ?
વિચારો…
વિચારો…
હજી વિચારો છો ?
અલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા ?
*******
શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું :
‘એક ખેતર ખેડતાં બે જણાને ચાર દિવસ લાગે, તો એ જ ખેતર ખેડતાં આઠ જણાને કેટલા દિવસ લાગે ?’
એક છોકરાએ ઊભા થઈને કીધું : ‘પહેલાં એ તો કહો, એ ખેડેલું ખેતર ફરી ખેડનારા એ ડોબાઓ છે કોણ ?’
*******
સાસુજીએ વહુને કહ્યું : ‘આજથી તું મને ‘મમ્મી’ કહેજે અને તારા સસરાને ‘પપ્પા’ કહેજે.’
વહુએ કહ્યું : ‘ઓકે.’
સાંજે જ્યારે પતિ ઘેર આવ્યો કે તરત વહુ બોલી : ‘મમ્મી-પપ્પા…, જુઓ મારો ભાઈ આવી ગયો !’
*******
સન્તા અને બન્તા ચેસ રમતા હતા.
સન્તા : ‘અબ બહોત હુઆ. હમ ખેલ બંધ કરતે હૈ.’
બન્તા : ‘ઠીક હૈ. વૈસે ભી તુમ્હારા ઘોડા ઔર મેરા હાથી હી બચા હૈ.’
*******
સસલો અને કાચબો 12મા ધોરણની પરીક્ષામાં બેઠા.
સસલાના 75 ટકા આવ્યા, કાચબાના માત્ર 50 ટકા.
છતાં કાચબાને કૉલેજમાં ઍડમિશન મળી ગયું ! કેમ ?
સ્પૉર્ટ્સ ક્વોટા ! નાનો હતો ત્યારે રેસ જીતેલો ને ?
*******

વર્ષગાંઠ (16-05)

1 ) ગાર્ડી પૂર્વી ધર્મેશ કિશોર પ્રભુલાલ
2 ) ગાન્ડાણી હેમાલી મનોજ
3 ) મેહતા ચેતના નેમીશ હસમુખરાય
4 ) પારેખ પૂર્ણિમા જયન્ત શાહ
5 ) સંઘવી જ઼િગ્નેશ અનીલ પ્રાણજીવન
6 ) સંઘવી વ્યોમા ધર્મેશ કસ્તુરચંદ
7 ) સંઘવી ભાવેશ રાજેન્દ્ર હરજીવન
8 ) શાહ રજનીકાન્ત ભુદરલાલ
9 ) શાહ પ્રદીપ કુશળચંદ
10) શેઠ મીતા સંજીવ મેહતા
11) સોલાણી ધ્વની દીપક રજનીકાન્ત
12) વોરા ફાલ્ગુની સચિન પટેલ

Tuesday, May 15, 2012

વર્ષગાંઠ (15-05)


1 ) દોશી અખિલ આશુતોષ વસંતરાય જીવરાજ઼
2 ) ગાંધી સંધ્યા મહેશ હેમતલાલ
3 ) મેહતા ચેતન કેશવલાલ સુખલાલ
4 ) સંઘવી જ઼ેનીલ રૂપેશ સૂર્યકાન્ત હરજીવન
5 ) શાહ ઋુષભ જતીન નવનીતલાલ ચૂનીલાલ
6 ) શાહ બિપીન રતીલાલ
7 ) શાહ કુન્દનબેન કાન્તિલાલ કેશવલાલ
8 ) શેઠ વિશાલ મહેન્દ્ર રમણીકલાલ
9 ) મેહતા કીર્તિકુમાર અવિચળ

Monday, May 14, 2012

થાકેલા ભગવાન -રવિશંકર મહારાજ



કહે છે કે ભગવાન અવતરે છે. અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઊતરવું. હિરણાકશ્યપ થયો, ત્યારે ભગવાન નીચે ઊતર્યા. નહીં માણસમાં કે નહીં પશુમાં, એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા. પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે. બલિ આવ્યો, એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઊતર્યા. ત્રણ પગલાંમાં ત્રિભુવન માપી, બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં મોકલી દે છે.
તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે, પણ જેવો હાથ લઈ લીધો કે હતું તેમનું તેમ – એવું વામનના ગયા પછી થયું. એટલે વળી પાછા રામ આવ્યા. બહુ સારું રાજ કર્યું. રામ પણ ગયા.
છેલ્લે કૃષ્ણ આવ્યા. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. કૌરવ-પાંડવ લડ્યા. છેવટે કોઈ ન બચ્યું. યાદવો પણ અંદરઅંદર કાપાકાપી કરીને મરી ગયા. આ બનાવથી હતાશ થઈ ભગવાન એક પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી, પગ ઉપર પગ ચઢાવી સૂતા હતા. એમને હરણ માની એક પારધીએ તીર માર્યું, તે ભગવાનને વાગ્યું. એમના પ્રાણ જવાની તૈયારી હતી તે વખતે એમનો સારથિ પાસે હતો, તેણે પૂછ્યું : ‘ભગવાન, કાંઈ સંદેશો કહેવાનો છે ?’
ભગવાને જવાબ આપ્યો : ‘હવે તો હું થાક્યો છું. હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશો તો મેં ‘ગીતા’માં જ આપી દીધો છે : માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો; કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી.’

સૌજન્ય : રીડ ગુજરાતી 

વર્ષગાંઠ (14-05)


1 ) મેહતા વૈશાલી સમીર મહેશ છોટાલાલ
2 ) મેહતા ભાવેન કુમુદચંદ્ર
3 ) મેહતા પ્રફુલ્લા નિતેષ ધીરજલાલ દુર્લભજી
4 ) મેહતા વૈભવ વિજય ભોગીલાલ
5 ) મેહતા નમ્રતા તેજસ શાહ
6 ) મેહતા કૈલાશ ભરત ચંદુલાલ
7 ) પારેખ નીપા દિવ્યેશ પાનાચંદ
8 ) પારેખ સ્વાતિ સીમેષકુમાર શાહ
9 ) પારેખ ઋુષભ પરિમલ કાન્તિલાલ
10) સંઘવી બિપીન રતીલાલ
11) સંઘવી નૈરુતિ જીતેષ લલિતરાય
12) શાહ જયેશ પ્રવીણચંદ્ર
13) શાહ મીના રાજેશ પ્રવીણચંદ્ર
14) શેઠ શ્રધ્ધા ચેતન કિશોરચંદ્ર
15) શેઠ હેતલ સંકેત વસંતલાલ
16) વોરા રક્ષા દિવ્યેશ ભોગીલાલ

Sunday, May 13, 2012

વર્ષગાંઠ (13-05)


1 ) દોશી પ્રિન્સ નીતિન ઈન્દુલાલ મણીલાલ
2 ) દોશી તૃષા કિરીટ મણીલાલ ઊજમશી
3 ) મિસ્ત્રી વૈશાલી કલ્પેશ
4 ) ગાંધી કોમલ શૈલેશ ભોગીલાલ વલમજી
5 ) મેહતા ભાવેશ પ્રફુલ્લ ત્રંબકલાલ
6 ) મેહતા સોનલ શશીકાન્ત છગનલાલ
7 ) પારેખ પ્રભુદાસ કાશીદાસ
8 ) સંઘવી ઉષા પ્રવીણ ચંદુલાલ

Saturday, May 12, 2012

આ છે સાચા ભારતની ઓળખ – યશવન્ત મહેતા



અમારા એક લેખક મિત્રની અખબારી કૉલમનું શીર્ષક હતું ‘એ જોઈને મારી આંખ ઠરી’ જીવનની ધન્યતાનો અનુભવ કરાવનારા પ્રસંગો એમાં નોંધાતા. એમને અમે પૂછ્યું કે ક્યા પ્રસંગે તમને ધન્યતાનો સૌથી વિશેષ અનુભવ કરાવ્યો ? એમણે કહ્યું કે એક ઝૂંપડપટ્ટીમાં એકબીજાના હાથ પકડીને કૂંડાળે વળીને મોજથી ગીત ગાતાં બાળકો જોઈને મારી આંખ સૌથી વિશેષ ઠરી. એક નગરની શાળાની મુલાકાત વેળા આ લખનારને કાંઈક આવો જ પ્રશ્ન કરવામાં આવેલો : ‘તમને જે જોઈને સૌથી વધુ પ્રસન્નતા થઈ હોય એની વાત કરો. જવાબમાં મેં જણાવેલું કે જ્યારે જ્યારે હું મેલાંઘેલાં લૂગડાં પહેરેલાં, ઉઘાડપગાં, જીંથરકાં માથાંવાળાં બાળકોને, જર્જરિત થેલીઓમાં ભણતરનાં ‘દફતર’ ઉપાડીને ઉમંગભેર નિશાળે જતાં જોઉં છું ત્યારે સૌથી વધારે પ્રસન્નતા અનુભવું છું. કેટલાક લોકોને કોઈ ધર્મસ્થાન જોઈને, કેટલાકને પ્રાકૃતિક સૌન્દર્યસ્થાન જોઈને, કેટલાકને કોઈક અભિનેત્રીને જોઈને પ્રસન્નતાનો અનુભવ થાય છે. મને ગરીબ બાળકોને એક યા બીજી રીતે વિકાસને પંથે જતાં જોઈને આનંદ મળે છે.
આ ઉપરોક્ત ભૂમિકારૂપ ફકરો વિખ્યાત પત્રકાર લેખક દોમિનિક લાપિયરના એક અવતરણને વધાવવા માટે લખ્યો છે. ફ્રાન્સમાં જન્મેલા અને અમેરિકામાં ભણેલા દોમિનિક લાપિયર આ વર્ષે એંશીના થઈ રહ્યા છે અને એમનું નવું પુસ્તક ‘ઈન્ડિયા માય લવ’ (ભારત – મારા પ્રેમનું પાત્ર) પ્રગટ થઈ રહ્યું છે. પોતાના મિત્ર લારી કૉલીન્સના સહયોગમાં ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ (અર્ધી રાતે આઝાદી), ‘ઈઝ પૅરિસ બર્નિંગ ?’ (પૅરિસ સળગવા લાગ્યું ?) વગેરે પુસ્તકો લખનાર લાપિયર ભારતના પ્રેમી છે અને કલકત્તા વિષે ‘સિટી ઑફ જૉય’ (આનંદનું નગર) જેવું વિખ્યાત પુસ્તક એમણે લખ્યું છે. એમના નવા પુસ્તક ‘ઈન્ડિયા માય લવ’ નિમિત્તે સાપ્તાહિક ‘ધી વીક’ વતી રવિ બૅનરજીએ લાપિયરનો ઈન્ટરવ્યૂ લીધો એમાં એક પ્રશ્ન આમ હતો : ‘ઈન્ડિયા માય લવ’ લખતાં પહેલાં તમને કોઈ ખાસ અનુભવ થયેલો ખરો ?
લાપિયરનો ઉત્તર :
‘એક બપોરે એવું બન્યું કે હું બંગાળના ડાંગરના એક ખેતર પાસે હતો અને એના સાંકડા શેઢા પર એક નાનકડી છોકરી ડગુમગુ ચાલી રહી હતી. એને ખભે પુસ્તકો ભરેલી ભારેખમ થેલી હતી. એ નિશાળેથી નીકળીને દૂરને ઘેર પાછી જઈ રહી હતી. એણે કદાચ આગલી રાતથી કશું ખાધું નહોતું. એના થાકેલા અને ઝાંખા ચહેરા પરથી મને એવું લાગ્યું. મને જોઈને એણે મધુર સ્મિત કર્યું અને ઉત્સાહી સલામ કરી. હું દ્રવી ઊઠ્યો અને જલદી જલદી ગજવાં ફંફોસવા લાગ્યો. મારે એને કશુંક આપવું હતું. ગજવામાં ફક્ત એક બિસ્કિટ હતું. તે મેં એની સામે ધર્યું. એણે એટલા અહોભાવથી આભારસૂચક નમન કર્યું જાણે મેં એના હાથમાં ચંદ્ર મૂકી દીધો હોય. એ ચાલી અને દૂર સુધી હું એને જોતો રહ્યો. થોડી મિનિટો પછી મેં જોયું કે એક દૂબળો મડદાલ કૂતરો એની સામે આવી ગયો છે. નાનકડી છોકરીએ પેલા બિસ્કિટના બે ટુકડા કર્યા અને એક ભાગ કૂતરાને આપ્યો. હું મુગ્ધ બનીને જોઈ જ રહ્યો. ભારતે (ભારતની આ નાનકડી બાળાએ) મને મારી જિંદગીનો શ્રેષ્ઠ પાઠ ભણાવ્યો હતો – વહેંચીને ખાવાનો પાઠ.’ 

(‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)

વર્ષગાંઠ (12-05)


1 ) દોશી શિવાની હિતેષ મણીલાલ ઊજમશી
2 ) દોશી હેમા કીર્તિ અભેચંદ
3 ) ગાર્ડી તેજલ નરેશ છબીલદાસ
4 ) લોદરિયા પ્રાણજીવન હરજીવન
5 ) લોદરિયા રસિકલાલ છગનલાલ
6 ) મેહતા દિવ્યેશ શશીકાન્ત વનેચંદ
7 ) મેહતા શૌમ્યા વિરેશ હરગોવિંદદાસ
8 ) મેહતા દીપાલી જ઼િગ્નેશ ચંદ્રકાન્ત વનેચંદ
9 ) મેહતા તુષાર પ્રાણલાલ અમૃતલાલ
10) મેહતા કલ્પના વિજય ખોડીદાસ
11) પારેખ પ્રિયંકા મૂકેશ નરભેરામ
12) સંઘવી મૃદિત પ્રશાંત વિનોદ ખુશાલચંદ
13) શાહ વિરાજ ધીરુભાઈ
14) શેઠ નીતા ભુપતરાય ખુશાલચંદ
15) વખારિયા કસક રાજેશ કિશોરચંદ્ર
16) શાહ છાયા દિનેશ કાંતિલાલ

Friday, May 11, 2012

મૃત્યું



વતન : વાંકાનેર
હાલ :કૈયલ 
મરનારનુ નામ : રાજેશભાઈ મુગટલાલ દોશી 
ઉમર : ૫૫ વર્ષ
મરણ તારીખ : ૦૬-૦૫-૨૦૧૨
પિતા : સ્વ. મુગટલાલ કાનજી દોશી
ભાઇ : શૈલેષ
બહેન : લિના સુરેશ શેઠ
કાકા : ઇન્દુભાઇ, બિપિનભાઇ
ફૈબા : જ્યોતિબેન કિશોરભાઇ શાહ


પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (11-05)


1 ) લોદરિયા પ્રિયલ રાજીવ જગદીશ
2 ) મેહતા હંસા નવીનચંદ્ર શાંતિલાલ
3 ) મેહતા જિગર શશીકાન્ત પ્રતાપરાય
4 ) પારેખ ડૉ. ભાવીની દિનેશ જેઠાલાલ
5 ) પારેખ નિષિતા અનીલ જેઠાલાલ
6 ) પટેલ પારુલ દિવ્યેશ અનંતરાય
7 ) સંઘવી ભવ્યા કમલેશ જયંતિલાલ
8 ) સપાણી વસંતબેન ધીરજલાલ
9 ) શાહ પારુલ દિવ્યેશ પટેલ
10) ત્રેવાડિયા ગૌરવ પ્રવીણભાઈ મૂળચંદ

Thursday, May 10, 2012

જાડા કપડાં – પ્રો. ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર


કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહાન વિદ્વાન અને રાજા સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળના ગુરુ હતા. પોતે સાધુ હોવાથી તે વિવિધ સ્થળોએ ફરતા ને લોકોને ધર્મનો ઉપદેશ આપતા. રાજાના ગુરુ હોવાથી એમનો સમગ્ર રાજ્યમાં ઘણો આદર હતો અને ઠેર ઠેર તેમને ભાવભીનો આવકાર મળતો હતો.
એકવાર સૌરાષ્ટ્રમાં એક ગામમાં તેમનું સ્વાગત ગોઠવાયું હતું ને પ્રજાજનો તેમને જાતજાતની ચીજો ભેટ રૂપે આપી રહ્યા હતા. તેમાં એક ગરીબ ખેડૂત પોતાના ભક્તિભાવથી તેમને ભેટ આપવા માટે એક કપડું લઈ આવેલો એ ભેટ તરીકે આચાર્યશ્રીને આપીને તેણે કહ્યું, ‘મહારાજ ! મારી આ ગરીબની નાનીશી ભેટ સ્વીકારો : આપને માટે ખાસ સૂતર કાંતીને આ કપડું તૈયાર કરેલું છે તે આપને ભેટમાં આપવા ઈચ્છું છું.’ આચાર્યશ્રી એ ખેડૂતની ભેટનું એ જાડું ને ખરબચડું કપડું જોયુંને વિચારમાં પડી ગયા. પણ બીજી જ પળે તેમણે પહેરેલું, રાજ્ય તરફથી મળેલું, મુલાયમ રેશમી વસ્ત્ર બાજુએ મૂકી દઈને ખેડૂતનું ખરબચડું જાડું વસ્ત્ર અંગીકાર કરી લીધું અને આખા પરિભ્રમણ દરમ્યાન એ પહેરેલું જ રાખીને રાજધાની પાટણમાં પાછા ફર્યા.
એ વખતે રાજા કુમારપાળ એમના સ્વાગત માટે દોડી આવ્યા અને એમને પગે પડીને બોલ્યા :
‘મહારાજ, તમે મારા અપમાનરૂપ આ ખરબચડું વસ્ત્ર શા માટે પહેર્યું છે; એ ઉતારી નાખો, શું ગુજરાતના રાજાને ત્યાં અમૂલ્ય રેશમી વસ્ત્રની ખોટ છે ને શું તે ભિખારી થઈ ગયો છે કે તમે આવાં જાડાં ખરબચડાં વસ્ત્ર પહેરીને ફરો છો ?’
એ સાંભળીને હેમચંદ્રાચાર્ય બોલ્યા : ‘મહારાજ, તમને આ જાડાં કપડાં અપમાનરૂપ લાગતાં હોય તો એક નહિ પણ લાખો અપમાન લાગવાં જોઈએ, કેમકે તમારા ઘણા પ્રજાજનો આવાં જ વસ્ત્રો પહેરે છે. એમને આવાં ખરબચડાં જાડાં વસ્ત્રોને બદલે સુંદર, શોભતાં વસ્ત્રો પહેરાવવાની તમારી ફરજ છે. તેમના રાજા તરીકે ફરજ તમે અદા કરો. એ બધાં જ્યારે સુંદર કપડાં પહેરશે ત્યારે જ તમારું અપમાન ટળશે અને જ્યાં સુધી એ નહિ બને ત્યાં સુધી હું આ જાડાં કપડાં જ પહેર્યા કરીશ.’ આચાર્યશ્રીની આવી પ્રજાવત્સલ ઉમદા લાગણી જોઈને રાજા કુમારપાળ આનંદ પામી નતમસ્તક થઈ ગયા. અને તરત જ આચાર્યશ્રીની ઈચ્છા મુજબ પ્રજાજનોને ઉમદા વસ્ત્રો પહોંચાડ્યાં.
નોંધ : સોનિયા ગાંધી,શરદ પવાર, લલ્લુપ્રસાદ યાદવ, ચિદમ્બરમ તથા તેમના જેવા અન્ય 
રાજકરણીઓને  સમર્પિત    
(‘અખંડ આનંદ’માંથી સાભાર.)

વર્ષગાંઠ (10-05)


1 ) દોશી હરેશ ચંદુલાલ
2 ) દોશી નયનેશ ચંદુલાલ
3 ) ગાંધી દર્શીલ રોહિત ભોગીલાલ વલમજી
4 ) ગાંધી રાજેશ રવિચંદ
5 ) મેહતા જયશ્રી જિતેન્દ્ર જયંતિલાલ સુખલાલ
6 ) મેહતા સ્મિત રાજીવ ચમનલાલ જીવરાજ઼
7 ) મેહતા ચેતન સ્વરુપચંદ્ર
8 ) શાહ હંસા ઇન્દ્રકાન્ત શાંતિલાલ
9 ) શાહ સચિન જશવંત
10) સોલાણી મહેશ બળવંતરાય

Wednesday, May 9, 2012

વર્ષગાંઠ (09-05)


1 ) દોશી વૈભવ જતીન ચમ્પકલાલ
2 ) મેહતા મનીષા રાજેન્દ્ર મણીલાલ
3 ) સોની સ્વાતિ મનન
4 ) શાહ વૈશાલી જ઼િગ્નેશ
5 ) મેહતા કનકરાય શાંતિલાલ
6 ) મેહતા તારાબેન ઈન્દુલાલ ઉમેદચંદ
7 ) શાહ પ્રીતિ વિશાલ દિલીપભાઈ