Pages

Sunday, March 25, 2012

માત્ર પેટના ગુલામ ન બનો

સંસાર જેને સ્વામી વિવેકાનંદના નામે ઓળખે છે એ નરેન્દ્રનાથ દત્ત જ્યારે એકવીસ વર્ષના યુવાન હતા ત્યારે તેમના કુટુંબ ઉપર એક મોટી આફત ઊતરી આવી. નરેન્દ્રનાથ સ્નાતક થયા હતા અને કાયદાનો અભ્યાસ કરવા માગતા હતા. તેમના પિતા વિશ્વનાથ કલકત્તા હાઈકોર્ટમાં એક સફળ એટર્ની-એટ-લો હતા. કુટુંબના એ એકમાત્ર કમાનાર સભ્ય હતા. એ એક દેવસ ઓચિંતા હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. નરેન્દ્રનાથનું કુટુંબ દારુણ ગરીબીના ખપ્પરમાં આવી પડ્યું. પિતા ઉદાર માણસ હતા. તેમણે ઘણાંબધાં સગાસંબંધીઓને મદદ કરી હતી, પણ જ્યારે એમના મૃત્યુ પછી એમનું કુટુંબ ગરીબીનો સામનો કરવાની સ્થિતિમાં મુકાઈ ગયું ત્યારે તેમનાં કોઈ સગાંસંબંધી કશી જ મદદ કરવા આવ્યાં નહીં. લેણદારો રોજ તકાદો કરતા. જે મકાનમાં તેઓ રહેતા હતાં તે મકાનમાંથી તેમને હાંકી કાઢવા સગાંવહાલાં તૈયાર થઈ ગયાં ! હવે કુટુંબના ભરણપોષણની બધી જ જવાબદારી નરેન્દ્રનાથના શિરે આવી પડી.
સ્વામી વિવેકાનંદે પોતાની જિંદગીના આ સૌથી વિકટ સમયનું વર્ણન કર્યું છે. વિવેકાનંદે કહ્યું છે : ‘પિતાના મૃત્યુના શોકનો સમય પૂરો થાય તે પહેલાં જ મારે તો નોકરીની શોધમાં જવું પડ્યું હતું. હું રોજ બપોરના તાપમાં એક હાથમાં અરજી લઈને એક પછી એક દફ્તર-કચેરીમાં ભટક્યા કરતો હતો. મારા એક-બે નિકટના મિત્રોને મારા પ્રત્યે સહાનુભૂતિ હતી. નોકરીની શોધમાં હું નીકળતો ત્યારે કોઈ કોઈ વાર આ એક-બે મિત્રો મારી સાથે આવતા, પણ દરેક જગ્યાએ મારા માટે બારણાં બંધ જ હતાં. જિંદગીની વાસ્તવિકતા સાથેનો આ મારો પ્રથમ પરિચય હતો અને મને લાગ્યું કે આ દુનિયામાં નિ:સ્વાર્થ સહાનુભૂતિ એક દુર્લભ ચીજ છે. નિર્બળ, નિર્ધન અને દુ:ખી માણસ માટે ક્યાંય જગ્યા જ નથી. મેં જોયું કે થોડાક દહાડા પહેલાં જ જે લોકો મને મદદરૂપ થવામાં ગૌરવ અનુભવતા હતા તે હવે જાણે મારાથી મોં સંતાડતા હતા. મને મદદ કરવા માટે તેમની પાસે પૂરતાં સાધનો હતાં. આ બધું જોઈને મને કોઈ કોઈ વાર એવું લાગતું કે આ દુનિયા ઈશ્વરે નહીં, શયતાને બનાવેલી લાગે છે !
સ્વામી વિવેકાનંદને જે સવાલ જાગ્યો એ સવાલ આજે પણ લાખો જુવાનોને જાગે છે, પણ સ્વામી વિવેકાનંદ તો એક અવતારકાર્યના આત્મા હતા. એવું ભાગ્ય તો દરેકનું કે કોઈ પણ એકનું હોઈ ન શકે, પણ હરેક માણસ જેને એવું લાગે કે ઈશ્વર છે છતાં સંસારમાં આટલી પીડા અને અન્યાય કેમ ? તો તેણે સ્વામી વિવેકાનંદની વાત સમજવા જેવી છે. સ્વામી વિવેકાનંદે કાલી માતા પાસે પોતાના માટે કશું માગ્યું નહીં – ત્રણ વાર દર્શન થયાં, પોતાની માતા અને ભાઈઓ માટે વધુ કંઈ નહીં તો દાળરોટીનું સુખ માગવાનું મન તેમને થયું હતું, પણ તે આવું માગી શક્યા નહીં. આટલી ક્ષુદ્ર માગણી અને તે જગતની માતા પાસે કરવાની ? એક વાર તો તેમણે રામકૃષ્ણ પરમહંસને વિનંતી કરી – ‘મા પાસે મારા માટે કંઈક માગોને !’
રામકૃષ્ણ પરમહંસે કહ્યું : ‘નરેન, તું જાતે માગી લે ને માને તું જાણે છે. મા તને જાણે છે.’ પણ સ્વામી વિવેકાનંદે પોતાની દુ:ખી માતા કે ભાંડુઓ માટે કંઈ માગ્યું નહીં. સ્વામી વિવેકાનંદનો સંદેશો એ છે કે નિર્બળતા છોડો અને દરેક માણસને પેટ છે તે ખરું હોવા છતાં માત્ર પેટના ગુલામ ન બનો. ઈશ્વરને માત્ર મૂર્તિમાં ન જુઓ – મૂર્તિમાં ઈશ્વર છે અને જીવતાજાગતા માણસમાં ઈશ્વર નથી ? ઈશ્વર તો સર્વત્ર છે – દરેક માણસ ઈશ્વરનો જ અંશ છે અને ઈશ્વરની સાચી ભક્તિ તે માણસની સેવા છે. દુ:ખી માણસને સાંત્વન અને સહાય આપવા તમે જ ઈશ્વરના દૂત બનો. આ આખું વિશ્વ – સમગ્ર બ્રહ્માંડ – ઈશ્વરનો જ આવિષ્કાર છે. ઈશ્વર ક્યાંય જુદો કોઈક રાજમહેલમાં સંતાઈને બેઠેલો મનસ્વી શાસક નથી.
સ્વામી વિવેકાનંદ માનવીની કરુણામાં પણ ઈશ્વરની કરુણા જુએ છે અને એમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર અને ચમત્કાર બંને જુએ છે. સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ કહે છે કે માણસ જો માણસનું દુ:ખ સમજે, તેને મદદ કરે તો આ પૃથ્વી પરથી ઘણાંબધાં દુ:ખો અદૃશ્ય થઈ જાય. આથી ઊલટું, આપણે જોઈએ છીએ કે માણસો ઈશ્વરનું નામ લઈને માણસને પીડા આપે છે, જુલમ કરે છે, રાજાનું નામ આગળ કરીને અત્યાચાર કરતા રાજાના કારભારીની જેમ.

– ભૂપત વડોદરિયા

સૌજન્ય : રીડગુજરાતી

વર્ષગાંઠ (25-03)


1 ) દોશી સિમોની પરાગ જશવન્તલાલ
2 ) મેહતા જયેશ નટવરલાલ
3 ) મેહતા નર્મદા રસિકલાલ પ્રાણજીવન
4 ) પારેખ અભયકુમાર ચંદ્રકાન્ત
5 ) સંઘવી ચિમનલાલ પ્રાણજીવન
6 ) સંઘવી હાર્દિક ભરત જેવતલાલ

Saturday, March 24, 2012

મૃત્યુ

ઘાંટીલા હાલ (મીરારોડ) સ્વ. અમુલખ કીરચંદ લોદરીયા (શાહ)ના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૮૯) તે સ્વ. રમેશ, નિલેશ, સરલાબેન શશીકાંત મહેતા, મીનાબેન હર્ષદરાય વોરા, લત્તાબેન રાજેશકુમાર મહેતા, રીટાબેન નિતીનકુમાર ગાંધીના માતુશ્રી. રશ્મીબેન, નીપાબેનના સાસુ. સ્વ. ગુલાબચંદભાઈ, સ્વ. જમનાદાસભાઈ, નગીનભાઈ, સ્વ. મુકતાબેન, સ્વ. લલિતાબેન, હીરાબેન, લાભુબેન, સ્વ. જયાબેન, કંચનબેનના ભાભી. ખાખરેચી નિવાસી સ્વ. હરજીવન અમીચંદ શેઠના દીકરી. મંગળવાર, ૨૦-૩-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પૂજા ૨૫-૩-૧૨ના રવિવારે સવારે ૯-૩૦. સ્થળઃ શ્રી શાંતિનગર શ્વે. મૂ. જૈન સંઘ, જૈન દેરાસર, સેક્ટર-૩, શાંતિનગર, મીરારોડ (ઈસ્ટ).

વર્ષગાંઠ (24-03)


1 ) દોશી કરિશ્મા પ્રદીપ મુગટલાલ

2 ) ગાંધી સંજય મહેન્દ્ર ધીરજલાલ વિરપાળ
3 ) મેહતા ગીતા ગિરીશચંદ્ર
4 ) પારેખ હર્શીલ બીરેનકુમાર
5 ) સંઘવી હિતેષ નૌતમલાલ નાનાલાલ
6 ) શાહ મહેક સંજય રમેશભાઈ
7 ) શાહ જય અશોક પ્રાણલાલ
8 ) શાહ કૃણાલ અસીમ કિશોરભાઈ
9 ) શાહ શીતલ જ઼િગ્નેશ મેહતા

Friday, March 23, 2012

કર્મો પ્રત્યે મન્દ ઉત્સાહ

‘એની ઈચ્છા વીના પાંદડું પણ ફરકતું નથી’ એવું માનીને આપણે ઈશ્વરનું આધીપત્ય સ્વીકારી લઈએ છીએ. આપણે એવું પણ માની લઈએ છીએ કે આપણાં સુખદુ:ખ તો ‘એના’ ખેલ છે. કળીયુગ પ્રવર્તતો હોવાથી ભ્રષ્ટાચાર તો ચાલવાનો જ, જ્યારે સતયુગનો પ્રારમ્ભ થશે ત્યારે જ ભ્રષ્ટાચાર નાબુદ થશે. આવી આવી માન્યતાઓ પ્રજાને નીર્માલ્ય બનાવી દે છે. કેટલાક એવું માની બેસે છે કે આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પણ જો પ્રારબ્ધનો સાથ ન મળે તો સફળ થવાતું નથી. આવી માન્યતા ભ્રામક છે. પ્રારબ્ધના ભરોસે બેસી ન રહેવાય. કોઈ પણ કાર્ય જો યોગ્ય આયોજન કરીને હાથ ધરવામાં આવે તો વહેલું–મોડું તે સીદ્ધ થયા વગર ન રહે. પ્રજા દરીદ્ર રહે છે તેનું મુખ્ય કારણ જ આવી અન્ધશ્રદ્ધા છે.

 

જ્યોતીષની પરવા ન કરનાર અંગ્રજો તથા અન્ય લોકો સાહસ ખેડે છે, કર્મઠ બને છે અને બાહોશી દાખવી આળસુ તથા અન્ધશ્રદ્ધાળુ લોકો ઉપર રાજ કરે છે.

 

મંગળ ગ્રહ ભારતીય પ્રજાને જ નડે છે, અન્ય પ્રજાઓને તો એવા નડતરની ખબર સુધ્ધાં નથી. મુઢ પ્રજા ‘મંગળ’ના ત્રાસમાંથી મુક્ત ન થાય તો તેમાં જોશી લોકોનો શો દોષ ? બીલાડી આડી ઉતરે ત્યારે અશુભ થાય માટે ઘરે પાછા વળી જવું અને પછી ‘શુભ’ ચોઘડીયામાં કામ કરવા નીકળવું. આવી અન્ધશ્રદ્ધાથી પીડાતી આપણી પ્રજાને સુખી થવાનો અધીકાર નથી.

 

સામ્યવાદી પ્રજા મન્દીરો, મસ્જીદો, દેવળો નથી બાંધતી, પ્રાર્થનાઓ નથી કરતી અને તોય સુખપુર્વક જીવે છે. આપણે તો મંદીરો બાંધી બાંધીને ભ્રષ્ટ લોકોને પ્રોત્સાહીત કરીએ છીએ. મન્દીરોનો કારભાર કરનારા મહન્તો, શ્રેષ્ઠીઓ વગેરે મન્દીરના બહાના હેઠળ શાં શાં કાળાં–ધોળાં કરતા હોય છે તેની વાતો હજારો વાર અખબારોમાં છપાય છે.

તો પણ લોકો મન્દીરે જઈને એની મુર્તીઓમાં ભગવાન શોધે છે.

- ડૉ. મોહનભાઈ પટેલ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

સૌજન્ય : ગોવિંદ મારુ

વર્ષગાંઠ (23-03)


1 ) દોશી સોનલ કેતન ચમનલાલ

2 ) લોદરિયા નિર્મલા નગિનદાસ નંદલાલ
3 ) સ્વ. મેહતા ચંદ્રકાન્ત વનેચંદ
4 ) મેહતા કાનન સિધ્ધાર્થ પ્રફુલ્લ ત્રંબકલાલ
5 ) મેહતા ઈન્દુમતિ રજનીકાન્ત
6 ) મેહતા રેખા સુરેશ જેઠાલાલ
7 ) સંઘવી ચેતનકુમાર સેવંતીલાલ
8 ) શાહ અમિતા શ્રેણીક વિનોદચંદ્ર
9 ) શેઠ જૈના સુહાસ મેહતા
10) સોલાણી જયશ્રી જિતેન્દ્ર જેવતલાલ

Thursday, March 22, 2012

વર્ષગાંઠ (22-03)


1 ) દોશી રીના ધીમંત પ્રાણલાલ
2 ) લોદરિયા ભાવના શશીકાન્ત પાનાચંદ
3 ) મેહતા જીજ્ઞા જયેન્દ્ર કેશવલાલ
4 ) મેહતા પ્રાણલાલ અમૃતલાલ
5 ) પારેખ ભરત જયંતિલાલ
6 ) સંઘવી ધીરજબેન હસમુખ છગનલાલ
7 ) શેઠ રમાબેન દિનેશચંદ્ર હેમતલાલ
8 ) શેઠ દક્ષા મનોજ શાંતિલાલ

Wednesday, March 21, 2012

અણદો


‘અણદો આવ્યો….. અણદો આવ્યો…’ની બૂમ સાંભળી મેં બારી બહાર નજર કરી. પણ શેરીમાં કોઈ દેખાતું નહોતું ને શોર તો ચાલુ જ હતો. મારા મનમાં કુતૂહલ જાગી ગયું. આ અણદો કોણ હશે ? નામ ઉપરથી કલ્પના કરીએ તો કંઈક આવું ચિત્ર તૈયાર થાય. મેલા-ઘેલા ચીંથરેહાલ, લટુરિયા વાળવાળો, ગંદ-ગોબરો, ચામડીના દર્દથી પીડાતો, કૃશકાય, ચિડાતો, ઉશ્કેરાતો, ગાળો બોલતો, જે હાથમાં આવે તેને ઉપાડતો અને ઘા કરતો, પછી તે પથ્થર હોય કે છાણ કે વિષ્ટા. આવી કલ્પના કરતાં જ મને સૂગ ચડી. મારું મન ઉબાવા લાગ્યું. મેં ફરી બારી બહાર નજર કરી, પણ કાંઈ દેખાતું નહોતું. છોકરાંઓના અવાજો ચોક્કસ દિશામાં આંગળી ચીંધતાં હું જોઈ-સાંભળી રહ્યો હતો. મેં એક છોકરો દેખાતાં પૂછ્યું :
‘કોણ છે અણદો ? ક્યાં છે એ ?’
‘પેલો બેઠો સાહેબ.’
મેં કલ્પેલો એવો એનો દીદાર નહોતો. એનાં કપડાં ફાટેલાં-તૂટેલ પણ સ્વચ્છ હતાં. હજામત વધેલી હતી, પણ એમાં ધૂળ નહોતી. શરીર પર મેલના થર નહોતા. મેં એ છોકરાને પૂછ્યું :
‘એ શું કરે છે ? જાતે કેવો છે ? ક્યાંનો છે ?’
‘અહીંનો છે. કુંભાર છે. ગાંડો છે. અત્યારે કચરો ભેગો કરે છે.’
‘શા માટે ?’
‘એ તો કેમ ખબર પડે, સાહેબ ? પણ જ્યારે એ ગામમાં આવે છે ત્યારે આખી રાત ગામ સાફ કરે છે. બજાર-શેરીઓ વાળી નાખે છે. ગામમાં ક્યાંય કચરો ન રહેવા દે !’
‘તે પંચાયત એને કાંઈ પગાર આપે છે ?’ મેં ઈરાદાપૂર્વક આડો સવાલ પૂછ્યો.
‘ગાંડાને કોણ પગાર આપે ? આ તો એની ધૂન છે. બસ, સફાઈ કરવી. કોઈ ના કહે તો પણ કરવી.’
‘એનાં સગાં-સંબંધીઓ એને બોલાવીને ખવરાવે ખરાં ?’
‘એ જાય જ નહિ ને. ભૂખ લાગે તો ભીખ માગે.’

મને નવાઈ લાગી. અણદામાં રસ પણ જાગ્યો. એને વિષે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. પેલો છોકરો હજુ બોલતો હતો : ‘એ ગાંડો છે, પણ મોરલી સરસ વગાડે છે. એક વખત સાંભળો તો બસ, ગાંડા જ થઈ જવાય.’ હવે હું અણદાને મળવા બેચેન થઈ ઊઠ્યો. એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહી ગયો. મેં અજાણ્યા હોવાનો ડોળ કરતાં પૂછ્યું :
‘કોણ છે તું ? શું કામ છે ?’
‘મારું નામ અણદો. કંઈ સાફ કરાવવું હોય તો કરી દઉં.’
‘તું આ સિવાય બીજો કોઈ ધંધો કરે છે ?’
‘ના.’
‘ભીખ માગે છે ?’
‘હા.’
‘મોરલી વગાડે છે ?’
‘હા.’
‘તો સંભળાવ.’
‘સાહેબ, અત્યારે સાથે નથી.’
‘ક્યાં મૂકી છે ?’
‘ચબૂતરામાં.’
‘કેમ ?’
‘છોકરા બહુ હેરાન કરે છે. કોક દી મુજ રાંકનું સાધન તોડી નાખે….. ને મોટા માણસો પરાણે વગાડવાનું કહે છે.’
‘તો વગાડતો હો તો…. બે-પાંચ પૈસા મળે.’
‘મારે શું કરવા છે પૈસાને ?’
‘ભીખ માગવા કરતાં મોરલી વગાડીને પૈસા મેળવીને ખાતો હો તો ?’
અણદો કશું બોલ્યા વગર ચાલતો થયો. એને હું જોઈ રહ્યો. ઠંડીથી એની કાયા ધ્રૂજતી હતી. મને એકાએક વિચાર આવ્યો. મેં સવિતાને કહ્યું :
‘મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોય તો ?’
મેં અણદાને બોલાવવા છોકરાને મોકલ્યો. તેને શર્ટ આપતાં કહ્યું : ‘પહેરજે, ફાડી નાખતો નહિ.’
‘સારું સાહેબ.’
બીજે અઠવાડિયે મેં અણદાને જોયો. શર્ટ પહેરેલું નહોતું. મેં પૂછ્યું : ‘અણદા, પેલું શર્ટ ક્યાં ગયું ?’
અણદો કશું બોલ્યો નહિ.
‘વેચી માર્યું કે શું ?’
‘ના, વેચ્યું નથી પણ….’ તે અચકાઈ ગયો. મને થયું, ‘ચોક્કસ શર્ટ વેચી નાખ્યું હશે.’
‘વેચી શું નાખે ? કોકને આપી દીધું હશે.’ તલાટી ગોપાલદાસે કહ્યું, ‘એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે. ગયા શિયાળે મેં એને ધૂંસો આપેલો. દસ-બાર દિવસ પછી મેં એની પાસે ધૂંસો ન જોયો એટલે પૂછ્યું, ‘એલા ધૂંસો ક્યાં ? એ કંઈ બોલ્યો નહિ. મને શક પડ્યો. નક્કી વેચી નાખ્યો લાગે છે. પણ સવારે જોયું તો નિશાળ પાસે બાવણનાં ત્રણ નાનાં છોકરાં એ ધૂંસો ઓઢીને બેઠેલાં. પૂછ્યું તો કહે : અણદાએ આપ્યો છે. એમ તમારું શર્ટ પણ કોઈને પહેરાવી દીધું હશે.’
ત્યાર પછી પંદરેક દિવસે રાણપુરમાં અણદાને ભીખ માગતો જોયો. બગલમાં કપડાની એક ઝોળી ને એમાં રોટલા. મેં પૂછ્યું, ‘અણદા, આટલા બધા રોટલાનું તું શું કરીશ ? નાહક અનાજનો બગાડ શા માટે કરે છે ? તારા પેટ પૂરતું જ માગતો હો તો….’
અણદો જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો. સાંજે સ્ટેશન જતો હતો ત્યારે પચ્ચીસ-ત્રીસ ભિખારીઓના ટોળા વચ્ચે અણદો ફરતો દેખાયો. ઝોળીમાંથી રોટલા કાઢીને વહેંચતો હતો. બધાય રોટલા ખાવા લાગ્યા ત્યારે અણદો ઝોળીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. અણદો મને સમજાતો નહોતો. ગામલોકોને મન એ ગાંડો હતો. કુટુંબીઓએ એને ગાંડો ગણીને કાઢી મૂક્યો હતો. છોકરાઓ એની પાછળ ધૂળ ઉડાડતા, કાંકરા મારતા, બૂમો પાડતા, ગાળો દેતા પણ અણદો કદી ચિડાતો નહિ. એ જે ગામમાં જતો એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો, પણ બદલામાં કશું માંગતો નહિ. અણદો મારા માટે કોયડો હતો.
અચાનક એક વખત અણદો ટ્રેઈનમાં મળી ગયો. ત્યાં પણ એનું સાફસૂફીનું કામ ચાલતું હતું. અણદો મને ઓળખી ગયો. મેં એને મારી પાસે બેસાડ્યો. કહ્યું :
‘તું ભીખ ન માગે તો ?’
‘તો શું કરું ?’
‘મહેનત કર. મહેનત કરી શકે એવું તારું શરીર છે. એય ન કરો તો મોરલી વગાડવાનો તારો કસબ છે. તેમાંથી તું તારા પેટ પૂરતા પૈસા કમાઈ શકે. તારે ભીખ ન માગવી પડે.’
અણદો મૂંઝવણમાં પડી ગયો.
‘અણદા, મને વચન આપે કે તું કદી ભીખ નહિ માગે……’ મેં કહ્યું.
‘નહિ માગું સાહેબ…’ અણદો આવેશમાં બોલી ગયો. પછી થોડી વારે અટકીને બોલ્યો : ‘પણ સાહેબ…..’
‘શું પણ ?’
‘સાહેબ, બીજા માટે ભીખ ન માગું ? કોઈ દીનદુખિયા, રોગિયા-દોગિયા, ભૂખ્યા, તરસ્યા, નાગાપૂગા માટેય નહિ ?’
‘ના. તું વધુ મહેનત કર, તારી જાત ઘસી નાખ, પણ ભીખ ન માગ. બીજાને, દીનદુખિયાને મહેનત કરતાં શીખવ.’ તે મૌન હતો. રાણપુર આવતાં તે ઊતરી ગયો.
ત્યાર પછી એકાદ મહિને ધંધુકાના એસ.ટી.સ્ટેન્ડે અને ગામમાં મજૂરી કરતો મેં તેને જોયો. મજૂરી કરતાં સમય મળ્યે તે સફાઈનું કામ કરતો. રાતના થાક્યોપાક્યો મોરલીના સૂરમાં લીન થઈને આત્માનંદ મેળવે છે. મજૂરીના પૈસામાંથી એ પોતાના પેટ પૂરતું ખાય છે. વધેલા પૈસામાંથી સીંગ-ચણા-મમરા લઈને સાધુ-ભિખારીઓને વહેંચે છે. છેલ્લાં તેર વર્ષથી અણદાને જોયો નથી. ક્યાંક મળે તો…….

 – દિલીપ રાણપુરા
 સૌજન્ય : રીડગુજરાતી

વર્ષગાંઠ (21-03)


1 ) દોશી વંશિકા વિપુલ મુગટલાલ

2 ) દોશી નિશા યોગેશ મનહરલાલ ચતુરદાસ
3 ) ગાંધી ભાવના હિતેન છોટાલાલ
4) શેઠ દેવાંગીની રાકેશ લોદરિયા
5 ) લોદરિયા જિતેન્દ્ર પ્રભુલાલ
6 ) મેહતા વૈશાલી મહેશ
7 ) મેહતા ઈશાન નિલેશ ઈન્દુલાલ ઉમેદચંદ
8 ) મેહતા મહાસુખલાલ મોહનલાલ
9 ) મેહતા અમી નલિન રસિકલાલ પ્રાણજીવન
10) પટેલ ધીરેન અનંતરાય નેમચંદ
11) સંઘવી હર્ષિત વિજય ઝવેરચંદ
12) શાહ ભદ્રેશ હરેશ જટાશંકર
13) શાહ જગદીશ જટાશંકર
14) શાહ હંસા વિનોદ રતીલાલ
15) શેઠ મધૂબાલા કિશોરચંદ્ર
16) શેઠ દેવાંગ સૂર્યકાન્ત રવિચંદ
17) શેઠ વર્ષા જિતેન્દ્ર મણીલાલ
18) વખારીયા ઋુષભ જયેશ કનકરાય
19) વખારીયા ભાવનાબેન હિતેનકુમાર ગાંધી

Tuesday, March 20, 2012

વર્ષગાંઠ (20-03)


1 ) વોરા ભારતી સુરેશચંદ્ર ગિરધરલાલ
2 ) મેહતા ભાવિન કમલેશ શશીકાન્ત પ્રાણજીવનદાસ
3 ) મેહતા ભરત કાન્તિલાલ
4 ) મેહતા પિંકી હાર્દિક વસંતરાય વ્રજલાલ
5 ) મેહતા હસમુખ જેઠાલાલ
6 ) મેહતા સુરેશ જેઠાલાલ
7 ) પારેખ નેહલ કલ્પેશ મિસ્ત્રી
8 ) શાહ સ્મિતા સુજીત જેવતલાલ
9 ) શાહ દેવાન્શ કેતન ભુપતલાલ
10) શેઠ તારિકા ભાવેન દિનેશચંદ્ર

Monday, March 19, 2012

નમુનેદાર બેસણું



ગયે મહીને મુંબઈમાં એક વીશીષ્ટ પ્રકારનું બેસણું થયાના સમાચાર છાપાના એક ખુણેથી વંચાઈ ગયા. ખરેખર મારા જેવો તંત્રી હોત તો તો આ લબાડ રાજકારણીઓના વાણી–વીલાસને બદલે આ ક્રાંતીકારી સમાચારને પહેલે પાને આકર્ષક મથાળું બાંધીને આપત.
પાકટ વયે એક રસીક બહેન ગુજરી ગયાં. તેમને ફુલનાં કુંડાંનો, જુની ફીલ્મોનાં ગીતોનો અને વીવીધ વાનગીઓ બનાવી જમવા–જમાડવાનો શોખ. તેમના મૃત્યુ પછી તેમના, તેવા જ રસીક અને ક્રાંતીકારી પતીએ વીશીષ્ટ પ્રકારનું બેસણું રાખ્યું.
બેસણાના સ્થળે પહોંચવાના રસ્તાની બન્ને બાજુ ફુલનાં કુંડાંઓની હારમાળા કરવામાં આવી હતી. ભજનોની કેસટ કે ભજનીકોની ભજન–સંધ્યાને બદલે જુની ફીલ્મોનાં ગીતોની કેસેટ વાગતી હતી. ત્યાં બોર્ડ મુકવામાં આવેલું હતું કે, ‘સ્વર્ગસ્થને ગમતાં ફુલનાં કુંડાં અને વીસરાતા સુરને માણ્યા પછી તેમને ગમતી વાનગીનો આસ્વાદ કરીને જશો તો સદ્દગતના આત્માને શાંતી મળશે.’
હા જી, બેસણામાં ભોજન ! અને ફીલ્મીગીતો !! આ સમાચારથી હું તો અત્યંત પ્રસન્ન થઇ ગયો !!! વાચક છાતી ઉપર હાથ મુકીને કહે કે બેસણામાં જવાનું થાય છે ત્યારે શી લાગણી થાય છે ? સફેદ કપડાં પહેરીને, સોગીયું મોં રાખીને (અને વળી કેટલાંક ભાઈ–બહેનો તો તે માટેનો મેકઅપ બ્યુટી પાર્લરમાં કરાવીને) જવાનું, ત્યાં મુકેલ ફુલો કે પાંખડીઓ લઈ મૃત શરીરના ફોટાને ચડાવવાનાં અને એક ખુણે બેસી શાંત–પરલોકને યાદ કરાવે તેવું ભક્તીસંગીત સાંભળવાનું. સતત પ્રવૃત્તીમાં રહેનારને તો 10–15 મીનીટ મુગા બેસી રહેવાનું મુશ્કેલ હોય છે; તેથી આ પ્રસંગેય બાજુની વ્યક્તી સાથે વાત કર્યા વગર રહેવાતું નથી. પતી–પત્ની સાથે ગયાં હોય તો, 5–7 મીનીટ થઈ ન થઈ અને એક બીજા સામે જોયા કરે. ક્યારે ઉઠે ને અહીંથી વીદાય થઈએ. હાથ જોડીને ઉભા થઈ રસ્તે પડવાનું. તદ્દન નીર્જીવ, દંભી દેખાડો આવાં બેસણામાં હોય છે.
તેને બદલે સમાચારમાં જણાવ્યા મુજબનું બેસણું નવી ભાત પાડનારું ગણાય. આ ચીલો પાડવા જેવો ખરો. મુંબઈ જેવા શહેરમાં કે ગામડામાં બે–ચાર કલાક જવા–આવવાના થતા હોય ત્યાં પાણી અને કંઈ ખાવા–પીવાની ચીજ પહોંચતા માણસોએ રાખવી જોઈએ. નહીં તો બેસણામાં જનાર કે નીકળનાર બહાર કાંઈક ને કાંઈક પેટમાં ઓરીને જ જાય છે.
આવી બધી વીધીઓને જીવતી–જીવન્ત કરવાની જરુર છે. સામાન્ય માણસથી આ નહીં થાય. વીચારકો અને સામાજીક કાર્યકરોએ સમાજને આંચકો આપવા આવા ક્રાંતીકારી ફેરફારો કરવા જોઈએ.
બેસણામાં કરવા જેવો એક સુધારો સુચવું. સદ્દગત વીશે બે શબ્દો લખી શકાય, તે માટે બે–ત્રણ ઠેકાણે પ્રવેશદ્વારે ઉંચાં ટેબલ ઉપર નોટબુક અને પેન રાખવાં જોઈએ. તે સાથે ટપાલપેટી જેવી પેટીઓ પણ રાખી શકાય. ઘરેથી લખીને લાવનાર તેમાં તે નાખી શકે. વળી, મૃત વ્યક્તીની ઓળખાણ સૌને એક સરખી નથી હોતી નથી, તેથી તેમની જીવન–ઝરમર અને શક્ય હોય તો જીવનમાંથી પ્રેરણા લેવા જેવી બાબતો–પ્રસંગોને સમાવતી નાનકડી પુસ્તીકા (ઉપર તેમના ફોટા સાથેની) આપી હોય તો પ્રાસંગીક થાય. સફેદ વસ્ત્રો અને સોગીયાં મોઢાંનીયે જરુર ન ગણાય.
અલબત્ત, બેસણું કરવું એ જરુરી ન લેખાવું જોઈએ. જેમ સમારંભો–સંમેલનોમાં ‘રુબરુ ન આવી શકો તો સંદેશો મોકલી આપશો’ એવું લખાણ ઘણા કરે છે તેમ; બેસણાની જાહેરાતમાં જ ‘રુબરુ આવવાની પ્રતીકુળતા હોય તો આપનો સહાનુભુતીપત્ર મોકલી આપશો’ એવું તા.ક.માં છાપી શકાય.
બેસણામાં આવનાર અને આવી ન શકાતાં સંદેશો મોકલી આપનાર સૌને મૃત વ્યક્તીને ગમતી કોઈ એક કે અનેક ચોપડીઓ પૈકીની એક–એક ચોપડી ભેટ આપી–મોકલી શકાય. તેમાં ચારેક પાનાં ફોટા અને જીવનઝરમરનાં ચોંટાડી શકાય.
આની સાથે મરવાના અયોજનનુંયે વીચારવા જેવું છે. નામ તેનો નાશ નીશ્ચીત છે. સૌને વહેલા–મોડા આ દેહ છોડીને જવાનું જ છે. એટલે શાણા માણસો મરતાં પહેલાં વસીયતનામું કરી નોંધાવી રાખે છે. આ વસીયતનામું મોટે ભાગે સ્થાવર જંગમ મીલકતોની વહેચણીનું જ હોય છે. આ અંગેય વીચારવા જેવું છે. માનવ–જીવનમાં માત્ર અર્થનો જ પુરુષાર્થ કરવાનો નથી. ધર્મ–અર્થ–કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ કરવાના હોય છે. એ ચાર પૈકી પોતે શું શું કર્યું અને શું શું કરવાનું બાકી છે, તેનું ચીંતન સાઠીમાં આવ્યા પછી દરેકનું થવું જોઈએ. સાઠી એટલે ઓગણસાઠથી અડસઠ વરસ–એવી મારી સમજ છે. સાઠીમાં પ્રવેશતાં આ ચીંતન શરુ થાય ને નવ વરસમાં તેનું સુરેખ આયોજન થઈ જાય. સામાન્ય રીતે સીત્તેર ટકા લોકો સાઠીમાં દેહમુક્ત થઈ જાય છે.
સાઠીમાં પ્રવેશ્યા પછી અર્થ અને કામનો પુરુષાર્થ સમેટી લેવો ઘટે. એટલે લોહીની સગાઈ નથી તેવાં સગાં–પડોશી–મીત્રો કે તદ્દન અજાણ્યાયે આપણાં જ છે, એવી ભાવના કેળવવી અને તે નોકર–ચાકર–મજુર સુધી પહોંચાડવી. વાણીને પણ તેને અનુરુપ કેળવવી. ધન હોય તો બને ત્યાં સુધી સદ્કાર્યમાં તેનો વ્યય કરવો. અત્યાર સુધી પુત્રો–પૌત્ર–પૌત્રીઓ માટે મીઠાઈ–રમકડાં–પુસ્તકો લાવતાં હવે તેનું વર્તુળ વીસ્તારવું. મોંઘી ચીજો નહીં, તો સીંગચણાયે વહેંચી શકાય. નજીકનું બાલમન્દીર, ગરીબ અને પછાત બાળકોનાં છાત્રાલય, ગરીબોની ઝુંપડપટ્ટી કે વાસ સુધી તે પહોંચાડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. દાદા કે બા કોનાં ? તો સૌ કહે, ‘આપણાં’, એવો રણકો ચોમેરથી સાંભળવા મળે તો આપણો પ્રયત્ન ફળ્યો. કોઈ માંદું આપણા થકી દવા–સારવાર પામે, કોઈ ગરીબ વીદ્યાર્થી પુસ્તકો, નોટ, ફી કે શીષ્યવૃત્તી પામે, વાર–તહેવારે ભુખ્યાઓ ભોજન પામે એવું આયોજન કરવું જોઈએ.
જીવતાં જે કંઈ થયું તે જ સાચું, વીલમાં લખેલું પરમાર્થમાંનું કામ, આપણા જેટલી જ લગનથી, તીવ્રતાથી આપણા વારસદારો કરવાના નથી, નથી ને નથી જ– એ વાસ્તવીકતા સ્વીકારી લેવી જોઈએ.
વૃદ્ધાવસ્થા પછી દેહને જવા માટે કોઈ બહાનું તો જોઈએ જ, તેથી કોઈક ને કોઈક વ્યાધી આવે તેમ બને. સાઠી વટાવી દીધી હોય, કરવાનું કામ કોઈ બાકી ન હોય, ધંધો–વ્યવસાય પુત્રોએ સંભાળી લીધો હોય તો પછી આ દેહને ટકાવી રાખવાના નાહક ઉધામા ન કરવા જોઈએ. હૉસ્પીટલમાં દાખલ કરવાનું, વાઢકાપ કરવાનું, શરીરને ખેંચાવા ઑક્સીજન કે ગ્લુકોઝના બાટલા ચડાવવા, આઈ.સી.યુ.માં દાખલ કરવા વગેરેની પળોજણ મોત બગાડનારી છે. પુત્રો અને વારસદારોનો નાહકનો ખર્ચ અને દોડધામ બચાવવાં જોઈએ. શાંતીથી સદ્ચીન્તન કરતાં કરતાં આહાર ઓછો કરતા જવું જોઈએ. જીન્દગીભર જાતજાતનું ખાધું–પીધું છે. હવે તેમાંથી મનને વાળી લેવું જોઈએ. સગાં–વહાલાંઓએ પણ દુનીયાદારીના ડરથી હૉસ્પીટલ–દાક્તરો–દવાઓ દોડાદોડી ન કરવી જોઈએ.
છેલ્લું આયોજન દેહના વીસર્જનનું છે. ભાગ્યે જ કોઈ તેનું આયોજન કરે છે. હમણાં મૃત વ્યક્તીનું નેત્રદાન પ્રચલીત થતું જાય છે. રડ્યોખડ્યો કોઈ દેહદાન પણ કરે છે. ખરેખર, આ બાબત જેટલું ઉંડાણથી વીચારવું જોઈએ તેટલું વીચારાતું નથી. શબનો નીકાલ સામાન્ય રીતે બાળીને, દાટીને, નદી–દરીયામાં વહેડાવી અને પારસીઓમાં પક્ષીઓને ખોરાક તરીકે આપીને થાય છે. બાળવામાં લાકડું, છાણાં, ગેસ, વીજળીનો ઉપયોગ થાય છે. આજના જમાનામાં પર્યાવરણને પ્રાધાન્ય આપીએ તો મડદાં પાછળ લાકડાં વેડફાવાનું યોગ્ય નથી. આમેય છાણાંનો ઉપયોગ બાળવામાં ન થવો જોઈએ. તેનો ઉપયોગ ખેતરમાં ખાતર માટે જરુરી છે. ગેસ અને વીજળી પણ મોંઘાં છે. દાટવાનું એક જ જગ્યાએ કરવાથી કબ્રસ્તાનમાં ઘણી જગ્યા રોકાઈ જાય છે. જ્યાં વાડો–ખેતર કે પડતર જમીન હોય ત્યાં મડદાં દાટવાથી વખત જતાં તે માટીમાં એકાકાર થઈ જાય છે. અને તેની ઉપર વૃક્ષ પણ વાવી શકાય તો એક સ્મરણ રહી શકે છે. પાણીમાં વહેડાવવામાંયે પ્રદુષણ તો થાય જ.
આમ, મૃતદેહના નીકાલ માટે જમીનમાં દાટીને ઉપર વૃક્ષ વાવવાનો વીકલ્પ સારો છે. હા, મેડીકલ કૉલેજના વીદ્યાર્થીઓને ભણાવવામાં કે શરીરનાં ઉપયોગી અવયવોનો ફેર ઉપયોગ કોઈ જરુરીયાતવાળાને માટે થતો હોય તો દેહ–દાન કરવું ખોટું નથી; પણ તે સર્વજન માટે સુલભ નથી .
આમ, જીવન જીવતાં સૌને ખપમાં આવવું ને કોઈને નડવું નહીં તથા જીવનની સમાપ્તી પછી મૃતદેહ પણ કોઈને નડે નહીં, તે નીમીત્તે સૃષ્ટીની સંપત્તી વેડફાય નહીં એવું ચીન્તન જરુરી છે.
મરનારને વરસોવરસ યાદ કરી છાપામાં તેમના ફોટા છાપવાનો કુરીવાજ હમણાં હમણાં વ્યાપક થતો જાય છે. આવો દેખાડો શાનો ? પૈસા ખર્ચીને છાપામાં દર વરસે યાદ કરવાની શી જરુર ? આવું જો બધાં જ દર વર્ષ કરવા માંડે તો છાપામાં વાંચવાના કોઈ સમાચાર કે લેખની જગ્યા જ ન બચે ! અથવા તો અનેક પાનાંઓનું છાપું નીકળે ને કાગળનો નર્યો વેડફાટ જ થાય. કાગળ પણ વાંસ અને વનસ્પતીમાંથી બને છે. એટલે વનોનું નીકન્દન નીકળી જાય. મરનારના ગુણો સ્મરીને આપણું જીવન સમૃદ્વ બનાવવાનો સંકલ્પ દર વર્ષે ઘરના કુટુમ્બીજનો ભેળા મળી કરી શકે–જો બહુ લાગણી હોય તો. કેટલીક વાર તો મરનારે જીવનભર યેનકેન પ્રકારેણ પૈસો ભેગો કર્યા સીવાય બીજું કોઈ કામ ન કર્યું હોય; તેવાને દર વરસે છાપે ચડાવી તેમને મનોમન લોકો પાસે ગાળો દેવડાવવાની જરુર નથી હોતી. જેણે સેવાનાં, પરમાર્થનાં કાર્યો કર્યાં હશે, તેમને તો દુનીયા આમેય યાદ કરવાની છે જ.
સાઠીમાં પ્રવેશ્યા પછી ‘બુદ્ધી નાઠી’ – એવી કહેવતને સાચી ન પાડવાનો પ્રબળ પુરુષાર્થ સૌએ કરવો જોઈએ. ઉલટું, વૃદ્ધની બુદ્ધી અને અનુભવ તો વધે છે. તેનો માત્ર કુટુમ્બીજનોને જ નહીં, સમાજ સમસ્તને લાભ મળવો જોઈએ. આપણી પાસે કાન બે; પણ જીભ તો એક જ છે ! તેનો ખ્યાલ રાખી વૃદ્ધે વાણી ઉપર સંયમ રાખવાથી પરીવારમાં શાંતી રહે છે. હા, પુછનારને તેઓ જરુર જવાબ આપે, સલાહ ન આપે. નાછુટકે જ બોલવાનું રાખે તો વૃદ્ધો અકારા ન થાય. પૌત્ર–પૌત્રીઓ સાથે હળવા–મળવાનું, તેમને વાર્તા કહેવાનું, ફરવા લઈ જવાનું, શાળાએ મુકવા–લેવા જવાનું, તેમની દૈનીક ક્રીયામાં તેની માને(તે ઈચ્છે તેટલું જ) મદદરુપ થવાનું, શાક લાવી આપવાનું, સમારી આપવાનું, બજારની નાની મોટી ખરીદી કરી લાવવાનું, પુત્રવધુ ચીંધે તે અને તો કરવાનું રાખવાથી વૃદ્ધો ઘરમાં ઉપયોગી થશે. તેઓ પોતાની વયના મીત્રો–સગાંઓ વચ્ચે વધુ હળેમળે ને કાવ્ય, શાસ્ત્ર, વીનોદ કરે તે સારુ છે ; પણ પુત્ર–પુત્રવધુ કે ઘરના અન્યની નીન્દા–કુથલીમાં ન પડી જવાય, તેનો ખ્યાલ રાખે તો મરણ સુધરે.
ઘરમાં મર્યાદીત આવક હોય તો વૃદ્ધો પુત્રો પાસે અનાવશ્યક માંગણીઓ કરવાનું ટાળે. ‘ઈન્દ્રીયોને સમેટી લેવાની છે’ તેવી જાગ્રતી રહે તો તેના ભોગ માટેની સામગ્રી ન ખરીદાવે તો સારું. મનોરંજન–ભોજન ઘરમાં જે કાંઈ ચાલતું ને પીરસાતું હોય તેમાં ફાવશે–ચાલશે–ગમશે–ભાવશેની વૃત્તીથી ભળી જવાય તો તેનાથી રુડું બીજું કાંઈ નહીં.
અત્યારે સમાજમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. વૃદ્ધાશ્રમો કરવાની પ્રવૃત્તી શરુ થઈ છે; પણ વૃદ્ધાશ્રમ અનીવાર્ય અનીષ્ટ છે એમ માનવું જોઈએ. ઘરમાં–કુટુમ્બમાં જ વૃદ્ધ રહે ને સૌને ઉપયોગી ને પ્રીય થઈ શકે, તે જ આદર્શ વ્યવસ્થા છે. ગાયને માટે પાંજરાપોળ અને વૃદ્ધ માટે વૃદ્ધાશ્રમ સરખાં છે. હા, જેનો પરીવાર જ ન હોય, તેઓ જરુર વૃદ્ધાશ્રમને નીવાસ બનાવે.
વૃદ્ધાવસ્થા, બીમારી, મરણ, મરણ પછીનું બેસણું અને અન્ય ક્રીયાઓ વીશેનું આ ચીન્તન સાઠી પસાર કરનારાં અને પસાર કરી ગયેલાં વૃદ્ધ વાચક ભાઈ–બહેનોને ખપ લાગશે, તેવી આશા છે. સીનેમાના એક ગીતની કડી અત્રે યાદ આવે છે :
“જીયો તો ઐસે જીયો જૈસે સબ તુમ્હારા હૈ,
મરો તો ઐસે કી જૈસે તુમ્હારા કુછ ભી ન થા” ………. અસ્તુ !
–જગદીશ શાહ


તા. 01 ફેબ્રુઆરી 2006ના ‘ભુમીપુત્ર’ના અંકમાંની એમની ‘સમાચારને સથવારે’ કૉલમ તેમજ ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષ : બે – અંક : 94 – માર્ચ 25, 2007માંથીઆંશીક ફેરફાર સાથે સાભાર… –ગોવીન્દ મારુ
અક્ષરાંકન: –ગોવીન્દ મારુ – govindmaru@yahoo.co.in

વર્ષગાંઠ (19-03)


1 ) દોશી ધીરજબેન સુરેશ નવલચંદ

2 ) વોરા નીતા અશોક
3 ) ખંડોર ધારા મહેન્દ્ર ઉજમશી
4 ) મેહતા દીપા કિશોર ચંદુલાલ
5 ) મેહતા હેતલ ભરત ચંદુલાલ
6 ) પારેખ રંજનબેન કાન્તિલાલ
7 ) સંઘવી હંસાબેન પ્રવીણચંદ્ર
8 ) સંઘવી બિપીન મોહનલાલ
9 ) સંઘવી નેહા પરાગ ભરત ચંદુલાલ
10) શાહ મિતેષ કિશોર અનોપચંદ
11) શાહ અરહદ શીતલ લલિતકુમાર

Sunday, March 18, 2012

મૃત્યુ





મોરબી હાલ રાજકોટ ધરમશી વીરચંદ ધ્રુવના જેષ્ટ પુત્ર સ્વ. હસમુખરાયના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૭૦) તે તુષાર, કેતના કમલેશકુમાર સલોતના માતુશ્રી. ગં. સ્વ. જયશ્રીબેન, સ્વ. છોટાલાલ, દીલીપકુમાર, વસંતકુમાર, મહેન્દ્રકુમારના ભાભી. પીયર પક્ષે ઝાંઝીબારવાળા જામનગર નિવાસી શીવલાલ સુંદરજી શેઠના પુત્રી શુક્રવાર ૧૬-૩-૧૨ના રાજકોટ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના રવિવાર ૧૮-૩-૧૨ના રાજકોટ રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.