Monday, August 23, 2010
Sunday, August 22, 2010
મૃત્યુ
વતન : વાંકાનેરહાલ : ઘાટકોપર,મુંબઇ
મરનારનુ નામ : રાજેન્દ્ર અરવિંદભાઇ વખારિઆ
ઉમર : ૬૫વર્ષ
મરણ તારીખ : ૧૯-૦૮-૨૦૧૦
પત્નિ : ઇલાબેન
પુત્ર : તેજસ
પુત્રવધૂ : અનુજા
પુત્રી : સેજલ
જમાઇ : વિજય
પિતા : સ્વ. ડો. અરવિંદભાઇ મોહનલાલ વખારિઆ
સસરા: સ્વ. પ્રાણલાલ મણીલાલ માથકિયા
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Labels:
Death
Saturday, August 21, 2010
મૃત્યુ
વતન : ઘાંટીલાહાલ : ઘાટકોપર,મુંબઇ
મરનારનુ નામ : પ્રાણજીવન હરજીવન લોદરિઆ
ઉમર : ૮૨વર્ષ
મરણ તારીખ : ૧૯-૦૮-૨૦૧૦
પત્નિ : સ્વ. જયાલક્ષ્મીબેન
પુત્રો : સંજય, અમિત
પુત્રવધૂઓ : લિના,મોનાલી
પુત્રીઓ : ચંદ્રિકા,રેખા, દેવ્યાની,જ્યોતિ
ભાઇઓ : સ્વ. નીમચંદભાઇ,સ્વ. કસલચંદભાઇ,સ્વ. મગનભાઇ, અંબાલાલભાઇ
બહેનો: સ્વ. શીવકુંવરબેન, સ્વ.શાંતાબેન
સસરા: સ્વ. રાજપાલ મગનલાલ વોરા
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Labels:
Death
ટીવીનું બંધાણ એક રોગ ?
આપણા શ્રી હિરેન શાહે બ્લોગ પર પબ્લિશ કરવા ઘણા બધા લેખોનો સંગ્રહ અમોને ઇ-મેલ કરેલ છે. જે પૈકીનો પહેલો લેખ અત્રે પબ્લિશ કરેલ છે. બાકીના ક્રમવારે અત્રે પબ્લિશ કરીશું.
હાંકું ક્યારે, કાસળ કાઢું? ઓ સિરિયલ ફિવર..!!
મારું તને, મસળી કાઢું? ઓ સિરિયલ Kill Her..!!
પ્રિય મિત્રો,
હમણાં થોડા માસ અગાઉ, એક યુવા મિત્રનાં લગ્ન થયાં, બહારગામ હોવાથી હું, તે લગ્ન ઍટેન્ડ ન કરી શક્યો, તેથી એક દિવસ રાત્રીના, નવ વાગ્યાની આસપાસ, તેના લગ્નના અભિનંદન પાઠવવા,તેના વિશાળ બંગલે, હું પહોંચી ગયો.
મેં જોયું કે, અલગ-અલગ રૂમમાં, ત્રણ થી ચાર ટીવી સેટમાં, અલગ-અલગ સિરિયલ્સના, મોટા અવાજથી, તે યુવા મિત્રના બંગલો, ગાજતો હતો અને યુવા મિત્ર અને તેના આધેડ ઉંમરના પિતા, બંગલાની બહાર આવેલી, નાની અલાયદી, ગાર્ડન જેવી જગ્યામાં,બાંગ્લાદેશી નિરાશ્રિત જેવા ભાવ ધારણ કરીને, એકલાઅટૂલા બેઠા હતા.
યુવા મિત્રને લગ્નના અભિનંદન પાઠવીને, કવર આપવાનો વ્યવહાર પતાવ્યા બાદ, મારા માટે જાતે પાણીનો ગ્લાસ લઈને આવેલા, યુવા મિત્રને અમસ્તુંજ કહ્યું," અરે તમે શા માટે તસ્દી લીધી? આપનાં મિસિસને કહેવું હતુંને? આમ પણ, મારે તેમને પ્રથમવાર મળવાની ઈચ્છા હતી, ક્યાં છે તે?" એટલું કહીને મેં, ભોળાભાવે આસપાસ નજર કરી.
પેલા યુવા મિત્ર ભોંઠા પડી ગયા અને પોતાની નવવિવાહિત પત્નીને બોલાવવા બંગલામાં ચાલ્યા ગયા.
હવે, હું અને પેલા યુવા મિત્રના પિતા બંને એકલા પડતાંજ સમય પસાર કરવા, મને વળી કમતિ સૂઝી કે ભોળાભાવે તેમને મેં પ્રશ્ન કર્યો, " અંકલ, મને લાગે છે કે આપને ટીવી જોવાનો શોખ નથી..!!"
બ.....સ...!! મારા માટે ઘરની વહુ,દીકરીને બદલે દીકરાને પાણી લઈને આવવું પડ્યું તે જોઈ મનમાં ક્યારનાય ધુંધવાઈ રહેલા ઘરના વડીલ અંકલ મારાથી કોઈ ઍટમબોંબની જામગરી ચંપાઈ ગઈ હોય અને જેમ જોરદાર ઘડાકા સાથે બોંબ ફૂટે, તેમ ફાટ્યા.
" આ રાં...ડ....ની !! સિરિયલોએ તો ઘરસંસારનો, દાટ વાળ્યો છે. સાલું..!! મારે ચ્હા-પાણી જોઈએ તો પણ, બ્રેકમાં મળે. રોજ સાંજ પડેને, બધી ચેનલોમાં કામ કરતાં બૈરાં તાલેમાલે તૈયાર થઈને એકમેક સાથે મોંઢાં ને હોઠ વાંકાચૂકા કરીને લઢવાનું ચાલું કરે તે છેક આપણા પથારીમાં પડતા સુધી, એવડીઓની ઘાંટાઘાંટથી આખું ઘર ગાજે...!!
તેમણે આક્રોશથી ઉમેર્યું , " આપણા સગાંમાં કોઈનો જન્મદિવસ હોય તે કોઈને યાદ ના હોય પણ, કઈ સિરિયલમાં કેટલા વાગે, કોનો ભવ્ય, મહા ઍપિસોડ આવવાનો છે તે આ બધીયું યાદ રાખે..!!"
એટલામાં, પેલા યુવા મિત્ર તેમની નવવિવાહિત પત્નીને લઈને આવ્યા. તેણે ઉતાવળે મને પગે લાગવાનો અભિનય કર્યો જો કે તે દરમિયાન પણ તે પત્નીની નજર સિરિયલનો બ્રેક પુરો ન થઈ જાય તેમાં હતી તેમ મને લાગ્યું . આજ કારણે તે આવી હતી તેવી જ પરત રવાના થઈ. એની પાછળ - પાછળ કારણ વગર પેલા યુવા મિત્ર પણ અંદર ચાલતા થયા.
રખેને...!! પેલા અંકલ ગુસ્સાના ફૂટેલા બોંબમાંથી મને અકળામણ થાય તેવો ધુમાડો ફરીથી છોડવાનું શરૂ કરે તે પહેલાં હવે ત્યાંથી રવાના થવાનું મને ડહાપણ ભરેલું લાગ્યું. હું રજા લઈને, બંગલાની બહાર આવ્યો.
જો કે, કોણ જાણે કેમ...!! પેલા યુવા મિત્રના પિતાજી તો બોંબ ધડાકાની જેમ ફૂટ્યા તે સાવ સ્વાભાવિક લાગ્યું, પણ મને પેલા તાજા પરણેલા યુવા મિત્રના ચહેરા, ચાલ, હાવભાવ અને રંગઢંગ પરથી તેમના નવાસવા લગ્નજીવનનું પણ સાવ સુરસુરિયું થઈ ગયું હોય તેવો ભાસ થયો.
આમ તો બે ચાર દિવસ પછી તે યુવા મિત્ર મને મળતાં જ મારાથી ન રહી શકાતાં મેં તેને આ બાબતે પૂછ્યું તો તેણે પોતાનો જે બળાપો કાઢ્યો તે કુંવારા, પરણેલા અને રાંડેલા પણ ફરી લગ્નોત્સુક તમામને માટે માર્ગદર્શકરૂપ હોવાથી તેના જ શબ્દોમાં રજૂ કરવાની, ધૃષ્ટતા આચરી રહ્યો છું.
યુવા મિત્ર ઉવાચ; " જો મારી સલાહ માનો તો જેમને તાજેતરમાં લગ્ન કરવાની ઈચ્છા હોય અને છોકરીઓ જોવા જતા હોય તે સર્વેને વિનંતી કે,
*કન્યાને રાંધતાં આવડે છે કે નહીં ? કપડાંને ઈસ્ત્રી કરતાં આવડે છે કે નહીં? કે પછી અભ્યાસના અને તેના શોખના બારામાં આલતુફાલતુ સવાલો કરવાને બદલે
*કન્યાને, ટીવી કેટલા કલાક જોવાનો શોખ છે? સિરિયલ જોવી ગમે કે ડિસ્કવરી ચેનલ? ન્યૂઝ ગમે કે હૉરર ફિલ્મો? (DVD). આ પૂછપરછ કરવી વધારે હિતાવહ છે.
* આ ઉપરાંત, ઘરમાં જમવાનું સિરિયલ્સ વચ્ચેની બ્રેકમાં મળશે કે, સિરિયલ્સ શરૂ થતાં પહેલાં? (સાંજે છ વાગે?) તે ખાસ પૂછવું..!!
* જો ટીવી સિરિયલ્સ, રાત્રે ૧૨.૦૦ સુધી ચાલવાની હોય તો, રાત્રે પ્રણયક્રિડાનો લાભ પણ, `બ્રેકાઈ, બ્રેકાઈ` ને મળશે કે સુવાંગ, સુંદર, અખંડ?
(MOST IMP.)
* સિરિયલ્સમાં આવતી મોં - માથા વગરની કથા-વાર્તાની ચર્ચામાં તમારે તેની સાથે ભાગ લેવો ફરજિયાત હશે કે મરજીયાત ? (MOST IMP.)
* સિરિયલ્સમાં બતાવેલાં, સાસુ - વહુનાં, એકબીજા વિરૂદ્ધનાં કારસ્તાન ઘરમાં અમલમાં મૂકીને તેનાં પરિણામમાં તમને તો ઈન્વોલ્વ નહીં કરેને...!! (MOST IMP.)
ટીવીનું બંધાણ એક રોગ ?
મિત્રો, ટીવીનું બંધાણ એક રોગ છે. અમેરિકન ઍક્ટિવિસ્ટ અને લેખક -`Jerry Mander`, તેના ૧૯૭૭માં પ્રકાશિત થયેલા પુસ્તક,` Four Arguments for the Elimination of Television` માં ` ટીવીના બકવાસ કાર્યક્રમોના બંધાણી શું કહે છે..!!` તે દર્શાવતાં જણાવે છે કે
* મને ટીવીએ હિપ્નોટાઈઝ કર્યો હોય તેમ લાગે છે.
* ટીવીએ, જાણે મારી તમામ જીવન શક્તિને હણી લીધી છે.
* ટીવીએ મને ક્યાંયનો નથી રાખ્યો.
* મને ટીવીએ ભાવશૂન્ય - જાદુથી જીવતી થયેલી લાશ જેવો કરી નાંખ્યો છે.
* ટીવી ચાલુ હોય ત્યારે હું તેની સામેથી નજર હટાવી નથી શકતો.
ડિરેક્ટર ઓફ ધ સેન્ટર ફોર મિડીયા સ્ટડીઝ - `Mr. Robert Kubey`, ના જણાવ્યા પ્રમાણે ( (Scientific American, February 2002) , " "Television Addiction Is No Mere Metaphor,As one might expect, people who were watching TV when we beeped them reported feeling relaxed and passive."
એકવાર આશરે ૭૦ વર્ષના એક કાકા સાથે આ અંગે ચર્ચા કરતાં તેમણે અકળાઈને કહ્યું," સાલું...!! તારી કાકીના રાંધવામાં પહેલેથી ઠાયો ન મળે તેથી આખી જિંદગી તેના હાથનું રાંધેલું, કાચું પાકું ખાધું. હવે તેમને સિરિયલ્સને કારણે સાંજે રાંધવાનો ટાઈમ નથી.તેથી બજારનું પંજાબી, ચાઈનીઝ, વડા પાંઉં - ભાજી પાંવ, જેવું જથરવથર ખાઈને મારું તો પેટ બગડી ગયું છે. " તેમણે અત્યંત દુઃખી અવાજે ઉમેર્યું," જમવાની જરૂર જ ના પડે તેવી કોઈ યોનિમાં હવે તો નવો જન્મ મળે તો સારૂં...!!"
બેચાર દિવસ માટે રહેવા આવતા મહેમાન, આજ કારણસર આવતા ઓછા થઈ ગયા છે.
જો કે કેટલાક મહેમાન તો આવે છે ય ખરા અને નફ્ફટાઈથી યજમાનના ઘરના ટીવીનો કબજો લઈને ઘરના સદસ્ય, ખાસ કરીને બહેનોની, નારાજગી વહોરી લે છે.
સાયકૉલોજીકલ રિસર્ચ મુજબ, ટીવી નું બંધાણ,સાચે જ ચિંતાનું કારણ છે.
ટીવીનું બંધાણ છોડવાના સરળ ઉપાય.
આ માટે તમે શાંતિથી વિચારો કે ટીવીનું બંધાણ તમને નીચે જણાવેલ બાબતો, ન કરવા દઈને નુકશાન પહોંચાડે છે.
* તમારી તંદુરસ્તી અને સ્વપ્નને હણે છે?
* તમારાં ફૅમિલીને તમારાથી દૂર કરે છે?
* તમારા ધંધાને નુકશાન કરે છે?
* તમારા સમાજથી તમને દૂર કરે છે?
* અત્યાર સુધી ટીવીથી કોઈ ફાયદો થયો છે?
જો ઉપરના સવાલના જવાબ તમને સાચા મળશે તો, તમે ટીવીના બંધાણથી છૂટકારો મેળવી શકો છો.
જાણીતી ગાયિકા / ઍક્ટ્રેસ `મૅડૉના` કહે છે કે
" I only allows my family to watch a movie once a week.My kids don't watch TV. …We have televisions but they're not hooked up to anything but movies. TV is trash. I was raised without it, I didn't miss anything. TV is poison."
લો,કરો વાત..!! ટીવી પર રજુ થઈને રોટલો રળી ખાનાર જ જ્યારે આમ કહેતા હોય તો, આપણને `મૅડૉના` બેવકૂફ માને છે?
* તમે અને તમારું કુટુંબ, કેટલા કલાક ટીવી જુવો છો, તેની નોંધ રાખો
* ટીવી જોતી વખતે તમે અને તમારા કુટુંબના ફૉટા, લઈ તે કેવા અજુગતા દેખાય છે,તે તેમને બતાવો. ( કેટલાકના હાથમાં, જમવાનો કોળિયો, જેમનો તેમ રહેલો દેખાશે..!!)
* જીવનમાં ટીવી જોવા સિવાય, તેજ સમય દરમિયાન, અન્ય લક્ષને, વણી લો.
* ટીવી જ્યાં હોય તે રૂમમાંજ, મગજને અન્ય જગ્યાએ વાળી શકાય તેવી, પ્રવૃત્તિનાં સાધનો હાજર રાખો. દા.ત. ચેસ,કૅરમ, વિગેરે.
* જરૂર પડે ટીવી સિવાયની અન્ય રમત કે પ્રવૃત્તિમાં, બાળકો અને વયસ્કોને, જીતવા બદલ ઈનામની ઘોષણા કરો.
* સમગ્ર મકાનમાં માત્ર એકજ ટીવી વસાવો. ( દરેક રૂમમાં નહીં.)
* કેટલાક પસંદગીના કાર્યક્રમ માટેજ ટીવી ઑન કરો.
* મોટાભાગના કાર્યક્રમોનું રીપીટ ટેલિકાસ્ટ થાય જ છે. તમારો કામનો સમય ના બગાડો.
* રિમોટ કંટ્રોલ ફેંકી દઈને, કાર્યક્રમ બદલવા, જગ્યાએથી ઉભા થવાની ટેવ રાખો.
* ટીવીનું સ્થાન એવું રાખો,કે તે સમગ્ર ઘરને પ્રભાવિત ન કરે, જેથી કાર્યક્રમ શરૂ થવાના અવાજ માત્રથી, તે જોવા દોડી આવવાનું મન ન થાય.
* ટીવી શરૂ કરવા, અનેક આવરણ (કવર) હટાવવાં પડે તેમ,તેને ઢાંકેલુ રાખો,જેથી તે ચાલુ કરવાનો કંટાળો આવે.
* ટીવી સામે બેસીને ભોજન લેવાનું બંધ કરો.
* ટીવીના કાર્યક્રમને રેકૉર્ડિંગ કરીને, અનુકુળ સમયે જોવાની આદત પાડો.
* ટીવી જોતાં પહેલાં, તમને ગમતું કોઈપણ પુસ્તક, અખબાર કે લેખ વાંચવાનો નિયમ, ફરજિયાત કરો.
શક્ય છે તેમાં રસ પડવાથી, ટીવી ઑન કરવાનું ટળી જાય..!!
* એકના એક કાર્યક્રમ, રીપીટ થાય તો તેને જોવાનું ટાળો.
* ટીવી કાર્યક્રમ,શરૂ થવાના સમયે જ બહાર લટાર મારવા નીકળી જાવ.
* ટીવી જોતી વખતે, ટીવી સિવાય, અન્ય દ્રશ્ય પણ નજર આવે તેવું સ્થાન પસંદ કરો. દા.ત. ઓસરી કે ઘરનો ગાર્ડન.
* જ્યોતિષ કે ફાલતુ, રાજકારણીઓ,નેતાઓની મુલાકાત (કે મુક્કાલાત) જોવાનું તો બંધ જ કરી દો...!! ( સોગિયા જણ ને તે જોવાની છૂટછાટ છે..!!)
* ઉપર દર્શાવેલા તમામ ઉપાય, એક માસ માટે, અમલમાં મૂકો, પછી આ ઉપાય કાયમ અસરમાં આવી જશે.
ટૂંકમાં સાર એ કે કામ કરવાની જગ્યા, વાંચવાની જગ્યા (લાયબ્રેરી), બાથરૂમ, બેડરૂમ, કિચન, બેઠકરૂમને ટીવીના પ્રભાવથી મૂક્ત રાખો.
* જો તમે ટીવી કાર્યક્રમ કરતાં, અગત્યનાં કાર્યને યાદ રાખશો તો ટીવીનું બંધાણ છૂટી જશે.
* આવાં અગત્યનાં કાર્યને પ્રાથમિકતા આપશો તો, ટીવી જોવાનું ધીરે ધીરે ઢીલમાં પડી શકે છે.
* તમે, દરરોજ ટીવી જોવાનું, કેટલો સમય ટાળી શક્યા તેવી નોંધ રાખશો તો, તેના આધારે, ટીવીનું બંધાણ છોડવામાં સરળતા રહેશે
મિત્રો,
જુના સમયમાં રેડિયો, ટીવીનું ચલણ અને ઉપલબ્ધિ નહિંવત હતી ત્યારે દાદા-દાદી,બા-બાપુજી અને સમગ્ર કુટુંબ ભેગા મળીને સાંધ્ય સમૂહપ્રાર્થના કરતા અને ત્યારબાદ જુની પૌરાણિક જીવન ઉપયોગી વાર્તાઓનો દોર શરૂ થતો.પરંતુ જ્યારથી

* બકવાસ વાર્તા-કથાઓના, દ્રશ્યશ્રાવ્ય રૂપાંતર કરી તેનો ટીવી શૉના નામે વેપલો શરૂ થયો છે...!!
* અન્ય બનાવટી કુટુંબ-કથાઓના કલાકારોએ , ઑવરઍક્ટીંગની ઈન્સ્ટીટ્યુટ શરૂ કરી હોય તેવો, ફાલતુ અભિનય કરીને બાળકો અને વયસ્કોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું છે.
* ઘરના વડીલો પોતેજ ટીવીના બંધાણી બનીને, બાળકોને ટીવીથી દૂર રહેવાની સૂફિયાણો ઉપદેશ આપવાનું શરૂ કર્યું છે.
ત્યારથી ઘરસંસારમાં ઉદ્વેગ, અશાંતિ,માનસિક રોગ, આપઘાત અને ક્લેશનું પ્રમાણ અચાનક વધી ગયું છે..!!
" અતિ સર્વત્ર વર્જયેત" તે ન્યાયે આ લેખને પણ અહીંજ પૂર્ણ કરવામાં સારાસાર છે.
આમે ય આપણું કહ્યું કોણ માનવાનું છે...!!
તમે ય જરા તમારા ઘરમાં કહી જોજો..!! બધાં કહ્યું માનીને ટીવી જોવાનું ઓછું કરે તો મને જણાવશો ? પ્લી....ઝ..!! હી..હી..હી...હી...!!

અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી..
મૃત્યુના મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે,
જિંદગી પણ કયારેક ગેલમાં આવી જાય છે.
- શૂન્ય પાલનપુરી
એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું.
તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જ જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું. અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. એ માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો.
અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે!એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.

સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગવા માંડે છે. સમયમાં જ સમયની વ્યાખ્યા છુપાયેલી છે.
આભાર : દિનેશ શાહનો જેઓ નિયમિત રીતે બ્લોગ ઉપર પોતાના લખાણો મોકલતા રહે છે.

Friday, August 20, 2010
Thursday, August 19, 2010
Wednesday, August 18, 2010
Tuesday, August 17, 2010
પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ?
માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વ ને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગાયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પનાને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોય છે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા જ હશે પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે ને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ? બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી કારણ કે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે. પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી કારણ કે બહેનને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનુ ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ' આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે '. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુનમાં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે.
પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી. પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટરૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી કારણ કે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડાના પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢામાંથી બ્હાર પડે છે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારે તો “બાપ રે” આ જ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો ચાલે પણ મોટી સમસ્યાઓના વાદળો ઘેરાય ત્યારે પિતા જ યાદ આવે.
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણના પ્રસંગે પિતાએ જ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
પિતાનું મહત્વ કોને સમજાય છે ?
બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘરની દીકરી ! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.
કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજમાં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
આપણી પાસે તો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

નોંધ : આ લેખ મોકલનાર શ્રી દિનેશભાઇ શાહનો આભાર .
Monday, August 16, 2010
Sunday, August 15, 2010
મૃત્યુ
વતન : વાંકાનેરહાલ : વાંકાનેર
મરનારનુ નામ : દયાબેન લાલચંદ શાહ
ઉમર : ૮૫ વર્ષ
મરણ તારીખ : ૧૨-૦૮-૨૦૧૦
પતિ : સ્વ. લાલચંદ પોપટલાલ શાહ
દિયરો : સ્વ. અમૃતલાલ, મગનલાલ, વનેચંદભાઇ
નણંદો: સુરજબેન મણીલાલ શેઠ, જયાબેન છોટાલાલ સંઘવી
પિતા : સ્વ. મગનલાલ ધરમશી સોલાણી
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Labels:
Death
Subscribe to:
Posts (Atom)