Pages

Thursday, September 10, 2009

રમણિકભાઇ દેસાઈનુ મૃત્યુ

તારીખ 8-9-2009 ના રોજ 76 વર્ષની ઉમરે રમણિકભાઇ છગનલાલ દેસાઈનુ અવસાન થયુ છે. તેઓ કાઠિયાવાડ સેવા સમાજના સ્થાપક પ્રમુખ હતા. આપણા સમાજના યુવક- યુવતી મિલન સમારોહનુ તેમણે પોતાની આવગી શૈલીમા સંચાલન કરેલ હતુ. પ્રભુ તેમના આત્માને ચિર શાન્તિ અર્પો.

Monday, September 7, 2009

મૃત્યુ


વતન: વાંકાનેર
હાલ : બોરિવલી,મુંબઇ
મરનારનુ નામ : ગ સ્વ. હેમકુંવર કલ્યાણજી મેહતા
ઉમર : 95 વર્ષ
મરણ તારીખ : 02-09-2009
પતિ : સ્વ. કલ્યાણજી મેહતા
પુત્રો : સ્વ. રસિકલાલ, હીરાલાલ, સ્વ. અનિલભાઈ, સ્વ. બિપિનભાઈ, સ્વ. ગિરીશભાઇ
પુત્રવધૂઑ : સ્વ. લલિતાબેન , સ્વ. મુકતાબેન, મંજૂલાબેન, રમિલાબેન, ગીતાબેન
પુત્રી : સરયૂબેન
જમાઈ : હસમુખભાઈ સંઘવી
પિતાશ્રી : સ્વ. જેઠાલાલ મોતીચંદ શાહ

ઈશ્વર મૃતના આત્માને ચિર શાંતિ આપે

ઍમ વી જે સમાજ

Sunday, September 6, 2009

જૈન સ્તવન : ઓ પરમકૃપાળુ પરમેશ્વર

આજે ક્ષમાપના સમેલનનો દિવસ છે તો ચાલો ઍક જૈન સ્તવન માણિયે.

ઓ પરમકૃપાળુ પરમેશ્વર
મને પ્રેમળ પંથ બતાવોને

મારો જીવનપંથ છે ભૂલ ભર્યો
સ્વારથનો ઝંઝાવાત નર્યો
એ સ્વાર્થભર્યા મુજ અંતરમાં
પ્રભુ સર્વનું હિત વસાવોને

ઘડી રાગ કરું ઘડી દ્વેષ કરું
ઘડી અંતરમાં અભિમાન ભરું
છે અહંકારની આગ તણા
મુજ દિલના ડાઘ બુઝાવોને

તમે સ્નેહતણા છો મહાસાગર
નિષ્કારણ બંધુ કરુણાકર
હે સ્નેહસુધાની સરવાણી
મુજ ઉર આંગણ પ્રગટાવોને

છો માતપિતા બાંધવ સહુના
હિતકારી પ્રભુ જગજંતુના
હે સકલ વિશ્વના વાલેસર
એ વ્હાલની વાટ બતાવોને

સવિજીવન મિત્ર બનાવો મને
પ્રભુ ભાવધરી વિનવું તમને
એ આત્મદર્શનના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને
એ વિશ્વપ્રેમના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને

Saturday, September 5, 2009

મૃત્યુ

વતન: મોરબી
હાલ : માટુંગા,મુંબઇ
મરનારનુ નામ : કૈલાશબેન હસમુખભાઈ શાહ
ઉમર : 64 વર્ષ
મરણ તારીખ : 02-09-2009
પતિ : હસમુખભાઈ પ્રદ્યુતભાઈ શાહ
પુત્રો : હિતેન, મૌલિક
પુત્રવધૂઑ : દેવી અને ફોરમ
પૌત્ર : મહાવીર
સસરા : સ્વ. પ્રદ્યુતભાઈ વનેચન્દ શાહ
સાસુ : સ્વ. કમલાબેન
દીયરો :અશોક(નરેન્દ્ર), મનોજ
દેરાણી : વીણા અને સુજ઼ન
પિતાશ્રી : સ્વ. રતિલાલ પોપટલાલ મેહતા
માતુશ્રી : સ્વ. ચંપાબેન
ભાઈઓ: સ્વ. કાન્તિલાલ, નરેશ, હસમુખ, કિશોર,અજીત,
બહેનો : સ્વ. વસુમતીબેન મનહરલાલ કોઠારી, વીમલાબેન સુમનલાલ પારેખ

ઈશ્વર મૃતના આત્માને ચિર શાંતિ આપે

Friday, September 4, 2009

મોરબીની વાણિયણ

પ્લેયરનુ બટન દબાવો અને ગીત સાંભળો

સ્વર : હેમુ ગઢવી, દીના ગાંધર્વ

કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય,
મોરબીની વાણિયણ મછુ પાણી જાય;
આગળ રે જીવોજી ઠાકોર,
વાંહે રે મોરબીનો રાજા,
ઘોડાં પાવાં જાય.

કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો,મોરબીના રાજા
નથી કરવાં મૂલ;
મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ.—મોરબી0

કર્ય રે, વાણિયાણી, તારી પાનિયુંનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ.—મોરબી0

કર્ય રે , વાણિયાણી , તારા અંબોડાનાં મૂલ,
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ.—મોરબી0
–

(આભાર :મા ગુર્જરીના ચરણે….)

Thursday, September 3, 2009

અનંત ચતુર્દશી

આજે ગણપતી વિશર્જનનો દિવસ છે. શ્રી દિનેશ શાહે આ વર્ષના લાલબાગના ગણપતીનો ફોટો મોકલાવેલ છે જે જોવા ફોટા ઉપર ક્લિક કરો

Wednesday, September 2, 2009

મૃત્યુ

હેમકુંવર કલ્યાણજી મેહતા આજ તારીખ 2-9-2009 ના રોજ 92 વર્ષની ઉમરેઅવસાન પામ્યા તેઓ આપણા ટ્રસ્ટી સુર્યકાંત રસિકલાલ મેહતાના દાદીમા થાય. પ્રભુ તેમના આત્માને શાન્તિ અર્પો .

Tuesday, September 1, 2009

દલપતરામ - અંધેરી નગરી



પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

- દલપતરામ

વાંચવા જેવા 2 લેખ

હાલમા પ્રગટ થયેલા જાગૃતિ સંદેશમા 2 લેખ વિચારવા જેવા છે. તે વાંચવા ચિત્ર ઉપર ક્લિક કરો
પાના નંબર 1
પાના નંબર 2

Monday, August 31, 2009

સગપણ

ચિંતન પ્રદીપ કુશળચંદ શાહ (વતન : વાંકાનેર /હાલ : કાંદિવલી)
નુ સગપણ
નેહા જતીનભાઈ રમણીકલાલ મેહતા (વતન : પાલીતાણા / હાલ : કાંદિવલી)
સાથે તારીખ 30-08-2009 ના રોજ કરવામા આવેલ છે.

માનવ અને મોબાઇલની તુલના

ક્ષમાપના સંમેલન , સ્વામિવાત્સલ્ય, ધાર્મિક શિક્ષણ પારિતોષિક વિતરણ અને તપસ્વિઑનુ બહુમાન

યુવક મંડળ દ્વારા આયોજીત સંમેલન તથા અન્ય કાર્યક્રમોનો સર્ક્યુલર વાંચવા ચિત્ર ઉપર ક્લિક કરો.

Thursday, August 27, 2009

યુવક મંડળ દ્વારા આયોજીત 14મો તીર્થ યાત્રા પ્રવાસ



અમોને તીર્થ યાત્રા વિષેનો સર્ક્યુલર પ્રાપ્ત થયો છે જે વાંચવા અત્રે ક્લિક કરો .ફોર્મ ભરવા માટે ફક્ત બેજ દિવસ રાખવામા આવ્યા છે 28 અને 29 ઑગસ્ટ.

Tuesday, August 25, 2009

મૃત્યુ

વતન: જોડિયા
હાલ : સાયન, મુંબઇ
મરનારનુ નામ : ગંગા સ્વ. શારદાબેન બાલાચંદ ઘોલાણી
ઉમર : 88 વર્ષ
મરણ તારીખ : 21-08-2009
પતિ : સ્વ.બાલાચંદ સોમચંદ ઘોલાણી
પુત્ર : મહેશ
પુત્રવધૂ : ઉર્વી
પુત્રીઓ :નીરુ,નયના,રેખા,નીલા,વર્ષા,ચેતના
જમાઈઓ: કિશોર,અશ્વિન,વિરેન,કિરીટ,જીતુભાઈ,દિલીપ
પૌત્રો : બીજલ,મૌલિક,વિરલ,કેયુર
પિતાશ્રી : સ્વ. ચત્રભુજ વિરપાળ દોશી

ઈશ્વર મૃતના આત્માને ચિર શાંતિ આપે

Monday, August 24, 2009

2009 ની તપસ્વીઑ ની ત્રીજી યાદી

અઠ્ઠાઈ
નીતીશ શૈલેશભાઈ પ્રભાશંકર મેહતા
ક્રીના શૈલેશભાઈ પ્રભાશંકર મેહતા
દ્રષ્ટિ મનિશભાઈ નવીણચંદ્ર શાહ
9 ઉપવાસ
હિતેશભાઈ ભીખુભાઇ હિમતલાલ લોદરિયા
30 ઉપવાસ
પરાગ ચંદુલાલ અમૃતલાલ શાહ