Pages

Friday, June 1, 2012

વર્ષગાંઠ (01-06)


1 ) ગાંધી સારીકા શૈલેશ હિમ્મતલાલ
2 ) લોદરિયા મીનલ દિવ્યેશ નગીનદાસ નંદલાલ
3 ) મેહતા વિરાજ નિતેષ ધીરજલાલ દુર્લભજી
4 ) મેહતા દક્ષેષ શશીકાન્ત ચૂનીલાલ
5 ) મેહતા વિજય ભોગીલાલ
6 ) શાહ ભાવેશ પ્રફુલ્લ માણેકલાલ
7 ) શાહ મૂકેશ હસમુખરાય
8 ) શાહ શીતલ દિલેશ રમેશચંદ્ર
9 ) શાહ જ્યોતિ પ્રકાશ રવિચંદ
10) શાહ દીપક હસમુખલાલ
11) ત્રેવાડિયા વનીતા જયેશ ઉજમશી

Thursday, May 31, 2012

સમાજ ઉત્કર્ષનો અંક નંબર ૫૭૧ એપ્રિલ ૨૦૧૨


 






ખાસ નોંધ :
૧) પાના નં ૫ ઉપર બે સરક્યુલર જુદી જુદી માહિતી રજુ કરે છે. એકમાં એમ જણાવાયેલ છે કે નોટબુક વિતરણ ૪ જગ્યાઓ પર થવાનું છે. બીજો સરક્યુલર એવી માહિતી આપે છે કે વિતરણ ૫ જગ્યાઓ પરથી થવાનુ છે.
૨) નોટબુક વિતરણની તારીખો પાના નં ૨૨ ઉપર ખોટી લખવામાં આવી છે.
૩) સમાજ ઉત્કર્ષના આવતા અંક સુધી ચોખવટની રાહ જોવી પડશે.


નોંધ : ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે તો ફાઇલ લોડ થતા થોડી વાર લાગશે. થોડી રા4 જોજો ત્યારબાદ સમાજ ઉત્કર્ષ બરાબર વાંચી શકાશે.

વર્ષગાંઠ (31-05)


1 ) દોશી સિધ્ધાર્થ શૈલેશ ઈન્દુલાલ મણીલાલ
2 ) દોશી પરેશ પ્રીતમલાલ
3 ) મેહતા હીર ગૌરવ દીપક નરોત્તમદાસ
4 ) મેહતા ભાવિન અશોક શાંતિલાલ
5 ) વોરા કૌશલ જગદીશ હેમતલાલ

Wednesday, May 30, 2012

છૂટાછેડા – કાયદેસર,પણ અનિચ્છનીય


          સર્જનહારે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચિત કુટુંબમાં આપણો ફરજિયાત જન્મ આપીને તદનુસાર આપણને સગાંસંબંધીની એવી નવાજિશ કરી છે કે જેઓ આપણને કદાચ ગમે કે ન પણ ગમે ! પણ, આપણે તેનો એ બાબતમાં જરૂર આભાર માનવો જોઈએ કે તેણે મિત્રોની પસંદગી માટેની તક આપણા હવાલે કરી છે. પત્ની એ પણ મિત્ર સમાન જ છે અને જે કહો તે – તેની વરણી, પસંદગી, ગમાડવી કે ચાહવી – સઘળું આપણા ઉપર છોડ્યું છે. આ સ્વતંત્રતા પ્રેમલગ્ન કે ગોઠવણી વડે કરવામાં આવતાં લગ્ન એમ બંને પ્રકાર માટે લાગુ પડે છે. લગ્ન કે મિત્રાચારીની પસંદગીમાં આપણા ઉપર કોઈ પણ જાતની ફરજ લાદવામાં આવી નથી, કારણ કે પત્ની અને મિત્ર આપણા જન્મ પછી જ આપણા જીવનમાં પ્રવેશનાર વ્યક્તિઓ છે. બીજાં તમામ પ્રકારનાં સગાંસંબંધી જન્મગત હોઈ તેઓ જેવાં હોય કે હોઈ શકે, આપણે સ્વીકારી લીધા સિવાય કોઈ જ છૂટકો નથી પત્ની એ આપણી જીવનસંગિની અને અર્ધાંગિની હોઈ અંગ્રેજી ભાષામાં પણ Wife ઉપરાંત બીજો Better-half શબ્દ છે.
 
          આમ,શાણો માણસ હમેશાં પત્નીની પસંદગીની બાબતમાં સભાન રહેતો હોય છે અને તેની પહેલી પસંદગી પહેલી અને આખરી રહેતી હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે બધો જ સમય એ શક્ય નથી હોતું કે તે તેણીનાં ગુણ કે ચારિત્ર્યનાં બધાં જ પાસાંને દુકાનદારને ત્યાંથી ખરીદવામાં આવતી વસ્તુની જેમ અવલોકી શકે. નજીવી ખૂટતી બાબતોને પછીથી ઓપ આપી શકાય કે પછી સમાધાન પણ કરી શકાય.

          લગ્ન પછી, નેકટાઈ કે બૂટની જેમ, પત્નીને બદલી નાખવાનું કામ તો એ જ માણસ કરી શકે કે જે સ્ત્રીના મરતબાનું મૂલ્ય આંકી નથી શકતો. માતા, બહેન, પત્ની અને પુત્રી જે તે પ્રકારના સંબંધોથી જોડાયા પ્રમાણે સ્ત્રીનાં જ ચાર સ્વરૂપ છે. સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે  જ્યારે હમેશાં પત્નીની જ ટીકાટિપ્પણી કરવામાં આવતી હોય છે,   ત્યારે   બાકીનાં તમામને જેવાં હોય તેવાં નિભાવી કે સ્વીકારી લેવામાં આવતાં હોય છે. પત્નીને કુટુંબમાં આયાતી જણસ તરીકે ગણવામાં આવતી હોય છે અને બાકીનાંઓનો પક્ષ લેવામાં આવતો હોય છે અને તેમને પોતીકાં ગણવામાં આવતાં હોય છે. આવી માનસિકતા એ પત્ની પરત્વેનું પક્ષપાતી વલણ કહેવાય અને આવા જ સંજોગોમાં લગ્નજીવન નિષ્ફળતામાં પરિણમતું હોય છે અને છેવટે છૂટાછેડા જેવી દુઃખદ પરિસ્થિતી ઉત્પન્ન થતી હોય છે. કેટલાક સંવેદનશીલ અને ન્યાયી સંજોગોમાં રાજ્ય અને ધર્મના કાયદાઓમાં છૂટાછેડાની જોગવાઈ હોય છે ખરી,પણ અલ્લાહ (ઈશ્વર) તેને પસંદ નથી કરતો. અન્યાયી રીતે આપવા કે લેવામાં આવતા છૂટાછેડા એ ધાર્મિક અને સામાજિક રીતે ગુનો છે અને છૂટાછેડા પ્રાપ્ત કરનાર પાત્રને માટે આજીવન ત્રાસરૂપ નીવડે છે.

          લગ્ન એ પ્રાણી વડે ચાલતા ગાડા કે વાહન જેવું છે. પતિ અને પત્ની ઉભય તેને હાંકવા માટે જોતરાય છે. તેઓ જો પરસ્પર સમજદારી, સહકાર અને એકસૂત્રતાથી જોડાય તો જિંદગીની સફર સફળતાપૂર્વક પાર પડી  શકે. પણ આપણે જગત આખાયમાં અને જુદાજુદા સમુદાયોમાં જોઈ શકીએ છીએ કે મોટા ભાગે અને હમેશાં લગ્નજીવન આદર્શ જોવા મળતાં નથી.      

          આ બાબત માટે આપણે એક સરસ મજાનું અવતરણ જોઈએ કે જે આપણને લગ્નજીવનની ફલશ્રુતિ સમજાવશે, જે આ પ્રમાણે છે:” થોડાક જ કિસ્સાઓમાં લગ્ન ઈનામ કે પુરસ્કારરૂપ હોય છે,  કેટલાકમાં લગ્નજીવન આશ્ચર્યજનક રીતે પસાર થઈ જતું જોવા મળે છે; પરંતુ ઘણા બધામાં તો લગ્નજીવન નિરાશાજનક અને સજારૂપ હોય છે.” અહીં ‘થોડાક’, ‘કેટલાક’ અને ‘ઘણાબધા’ શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે. હવે એ બાબત આપણા ઉપર આધારિત છે કે આપણે કયા વર્ગ કે સમુદાયમાં આપણું સ્થાન ગોઠવવા માગીએ છીએ.

          હજુ, મારા બ્લોગનો વિષય કેટલાક પ્રશ્નો સાથે ચાલુ રહે છે, જેના જવાબોની હું કોઈ અપેક્ષા રાખતો નથી;  હા,  તેના ઉપર મારા વાચકો ગંભીરતાપૂર્વક જરૂર વિચારણા કરે ! મારા પ્રશ્નો આ પ્રમાણે છે: શું આ બધી જવાબદારીઓ સ્ત્રીઓને પણ લાગુ ન પડે, જ્યારે કે કેટલાક પશ્ચિમના કે પશ્ચિમ જેવી વિચારસરણી ધરાવતા લોકો  સ્ત્રી-પુરુષના સમાન અધિકારોમાં માને છે ? એવા બિચારા પુરુષોનું શું કે જેઓ સ્ત્રીઓ દ્વારા ઉગામાયેલ છૂટાછેડાના હથિયારનો ભોગ બનીને દુખમય કૌટુંબિક જીવન વ્યતીત કરતા હોય ? એ સ્વમાન અને મરતબાનું શું કે પોતે પતિ હોય કે પત્ની,પણ છૂટાછેડા પછી કાયદા વડે પ્રાપ્ય ભરણપોષણ મેળવતાં હોય ? નિર્દોષ અસરગ્રસ્ત બાળકોનું શું ? તેમના ભવિષ્ય કે તેમના માનસિક સંતાપોનું શું ?     

          શાંતિમય સમાજની સ્થાપના માટે કુટુંબો શાંતિમય હોવાં જોઈશે. ગૃહ અદાલતો ઘટાડવા માટે ગૃહ માર્ગદર્શન કેન્દ્રો વધારવાં પડશે. દુનિયાના ઘણા દેશોના સમજદાર લોકો વર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર ઇચ્છે છે કારણ કે દિનપ્રતિદિન પરિસ્થિતિ કથળતી જાય છે. પણ બિલાડીની કોટે ઘંટડી કોણ બાંધે ?

          આગળ વધુ કોઈક અજ્ઞાત લેખકનું ગુજરાતી અખબારમાં આવેલું અવતરણ વાંચો કે જે વ્યક્તિગત રીતે દરેકને પરોક્ષ માર્ગદર્શન પૂરું પાડશે કે કેવી રીતે શાપિત શબ્દ “છૂટાછેડા” ઉપર વિજયી થઈ શકાય. તેના શબ્દો આ પ્રમાણે છે:” જ્યારે હું વીસ વર્ષનો હતો, ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક કહેતો કે હું આખી દુનિયાને બદલી નાખીશ.પરંતુ, ધીમે ધીમે તે મને મુશ્કેલ લાગવા માંડ્યું.પછી હું ત્રીશ વર્ષની ઉંમરે પહોંચ્યો અને મારા લક્ષાંકને બદલીને દુનિયામાંથી મારા દેશ અને આસપાસના સમાજ પૂરતો સીમિત કરી નાખ્યો. પણ અફસોસ ! હું નિષ્ફળ પુરવાર થયો. આજે હું મરણ પથારીએ છું અને મને પહેલી જ વાર એ સનાતન સત્યની પ્રતીતિ થાય છે કે હકીકતમાં પહેલાં મારે મારી જાતને જ પહેલેથી બદલવી જોઈતી હતી અને તો જ હું મારી ઈચ્છા મુજબ આખી દુનિયાને બદલી શક્યો હોત !”

          અહીં મારી બ્લોગ પોસ્ટના સમાપન પહેલાં,  હું મને પોતાને ‘પ્રેમલગ્ન’  વિષેના એક વધુ અને આખરી કથનને રજૂ કરતાં નથી રોકી શકતો. તે આ મુજબ છે:” પ્રેમલગ્ન આકર્ષણથી શરૂ થાય છે, (કદાચ) મોટા ભાગે નિરાશામાંથી પસાર થાય છે અને છેવટે જુદાઈમાં અંત પામે છે.”

          મારા ભલા વાચકો, આપનું દાંપત્યજીવન અર્થસભર, ફળદાયી અને પરોપકારમય નીવડે તેવી શુભ કામના સાથે આટલેથી વિરમું છું
સલામસહ,                      
વલીભાઈ મુસા                 
        
ટીપ: લગ્ન પહેલાં થેલેસેમીઆ, હેપીટાઈટીસ બી, એચઆઇવી  વગેરે જેવા જરૂરી ટેસ્ટ કરાવી લેવા હિતાવહ છે કે જેથી પરિણીત યુગલ કે ભાવી સંતતિની તંદુરસ્તીને કોઈ હાનિ ન પહોંચે. પાણી પહેલાં પાળ બંધાય તો સારું. 

વર્ષગાંઠ (30-05)


1 ) લોદરિયા રક્ષા રાજેશ કસલચંદ
2 ) મેહતા દીપલ રાજેશ પ્રવીણચંદ્ર
3 ) શાહ ભાવિન અનીલ પૂનમચંદ
4 ) શાહ નીસર્ગ સુનિલ જેવતલાલ સુખલાલ
5 ) શેઠ ફોરમ દીપક જીવનલાલ

Tuesday, May 29, 2012

વર્ષગાંઠ (29-05)


1 ) દોશી યશ આશિક઼ દિનેશચંદ્ર ભાઈચંદ
2 ) લોદરિયા હિતેષ રવિચંદ
3 ) મેહતા કેવિન કલ્પેશ શશીકાન્ત વનેચંદ
4 ) મેહતા નેહા કલ્પેશ જ્યોતિચંદ્ર
5 ) મેહતા હેમાન્શુ વ્રજલાલ
6 ) મેહતા મયૂરી ઊર્જિત જિતેન્દ્ર
7 ) પારેખ હેની વિરલ ગુણવંતરાય વ્રજલાલ
8 ) પારેખ મીહીત હિતેન્દ્ર ચંદુલાલ
9 ) પારેખ પ્રણવ શૈલેન્દ્ર ચંદુલાલ
10) પટેલ દિવ્યેશ અનંતરાય
11) શાહ જિતેન્દ્ર રસિકલાલ
12) શેઠ અજીત ચંદ્રકાન્ત
13) વોરા નિશા પરેશ ગુણવંતરાય હેમતલાલ
14) વોરા નિખિલ જિતેન્દ્ર વલમજી
15) મેહતા પરાગ કીર્તિકુમાર અવિચળ

Monday, May 28, 2012

સુવાક્યો-વાંચો અને વિચારો-અકબર અલી નરસી


1. આવતી તકલીફો ભારે વરસાદ સમ હોય છે. વરસાદ ઘટાડવાનું માંગવાને બદલે સારી છત્રી મેળવવાની પ્રાર્થના કરો.

2. જ્યારે ભરતી આવેછે ત્યારે માછલી કીડીઓને ખાય છે  અને ઓટ આવે ત્યારે કીડીઓ માછલી ને જમે છે. સમય જ બળવાન હોય છે થોડી ધીરજ ધરો..પ્રભુ સૌને સરખી જ તક આપે છે.

3. યોગ્ય માણસ ને શોધવાનું નામ જિંદગી નથી પરંતુ યોગ્ય સબંધ  જિંદગીમાં વિકસાવવો જરૂરી છે. શરુઆતથી આપ્ણે કેવો જાળવ્યો સબંધ તેના કરતા અંત સુધી કેવો જાળવ્યો તે સબંધ તે અગત્યનું છે.

4. કેટલાક લોકોને તમારા રસ્તે પથ્થરો ફેંકવામાં જ રસ હોય છેી તમારા પર છે કે તમે દિવાલો બાંધો છો કે પુલ કારણ કે તમારી જિંદગીનાં સર્જક ( આર્કીટેક) તમે જ છો.

5. દરેક પ્રશ્નનાં( n+1 ) ઉત્તરો હોઇ શકે છે. જેમાં n તમારા પ્રયત્નો હોય અને 1 તમે જે પ્રયત્ન હજી ન કર્યો હોય..જિંદગી આનું જ નામ છે ( મથ્યા કરો)

6. સારા પત્તા હાથમાં પકડી રાખવા કરતા તે ક્યારે ઉતરવા અને ક્યારે પકડી રાખવાની સ મજથી જ સફળ થવાય છે

7. જ્યારે જિંદગીમાં બધુજ હારી જઇએ ત્યારે પ્રભુ સસ્મિત કહે છે આતો સહેજ વણાંક છે અંત નથી. થોડીક ધીરજ ધર વિશ્વાસ રાખ તારી સફળ જિંદગી તારી રાહ જુએ છે.

8. ઉદાસી જ્યારે ઘેરી વળી હોય ત્યારે દર્પણમાં ચહેરો જોતા કહો “ હું હજી રૂપાળો છું” અને તેથી ઉદાસી જતી રહેશે. પણ આની ટેવ ના પડશો..કારણ ખબર છે ને? જુઠા લોકો નર્કમાં જાય છે

9. માણસ અને પ્રભુ વચ્ચે એક તફાવત છે.. પ્રભુ પિતા આપ્યા જ કરે અને પાછુ લેવાનું ભુલી જાય જ્યારે માણસ લીધાજ કરે અને પાછુ આપવાનું ભુલી જાય

10. બે જ પ્રકારનાં માણસો આ દુનિયામાં સુખી હોય છે ગાંડા અને બાળક. બેહદ ગાંડપણ કરીને જે ઇચ્છો તે પામો અને બાળક બનીને જે પામ્યા તેને માણો

-અકબર અલી નરસીની ઇ-મૈલ

જીવનમાં યાદ રાખવા જેવું

(1) ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
(2) ‘ખાઈ’માં પડેલો બચી શકે, પણ ‘અદેખાઈ’માં પડેલો ન બચી શકે !
(3) મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
(4) જીભ કદાચ ‘તોતડી ‘ હશે તો ચાલશે, પરંતુ ‘તોછડી’ હશે તો નહિ ચાલે.
(5) ‘પ્રાણ’એ પ્રથમ ભેટ,’ સ્નેહ’ એ બીજી અને ‘સમજણ’ એ ત્રીજી.
(6) વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથીજ ખીલે છે
(7) માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
(8) સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
(9) મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
(10) જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
(11) માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !
(12) આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવીદે છે.
(13) માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે
(14) ‘આત્મપ્રશંસા ‘જેવું કોઈ ઝેર નથી, ‘આત્મનિંદા ‘જેવું કોઈ અમૃત નથી !
(15) ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
(16) પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
(17) જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
(18) માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
(20)જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદાસાંભળનારી !!
E mail Courtsey- Jogendra Patel

વર્ષગાંઠ (28-05)


1 ) દોશી ઈલા પ્રદિપ ચિમનલાલ
2 ) મેહતા બીના ચમનલાલ
3 ) મેહતા વૈશાલી દીપક નરોત્તમદાસ
4 ) સંઘવી કલ્પીતા ચેતન લલિત પ્રાણજીવન
5 ) સંઘવી ભાવેશ જયંતિલાલ

Sunday, May 27, 2012

મૃત્યુ



વાંકાનેર હાલ ભાયંદર કપૂરચંદ વાલજી મહેતાના પુત્ર રમણીકલાલ (ઉં. વ. ૮૮) તે મહેશભાઈ, નલીનભાઈ, પ્રદિપભાઈ, સ્વ. હિતેશભાઈ, વર્ષાબેન સંઘવીના પિતાશ્રી. સ્વ. ગીતાબેન, મીનાબેન, અલકાબેનના સસરા, તે રોહિતભાઈ, રાજેશભાઈ, સ્વ. પંકજભાઈ, કમલેશભાઈ, જીતેશભાઈ, હરેશભાઈ, રંજનબેન, ભારતીબેન, હર્ષાબેનના કાકા, તે સ્વ. પ્રભાબેન, સ્વ. દયાબેન, સુશીલાબેન, સ્વ. કંચનબેનના ભાઈ શુક્રવાર, ૨૫-૫-૧૨ના અરિહંતશરણ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, ૨૭-૫-૧૨ના ૩થી ૫. ભાયંદર વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, મહાવીર એપાર્ટમેન્ટ. બી-વિંગ, બીજે માળે, ભાજી ગલ્લી, ભાયંદર (વે.)

મૃત્યું



વાંકાનેર હાલ કાંદીવલી કાંતીલાલ દુર્લભજી મહેતા (ઉં. વ. ૮૧) બુધવાર ૨૩-૫-૧૨ના અરિહંતશરણ થયેલ છે. તે ઇન્દુબેનના પતિ. રાજેશ, દીગંત, નિકીતા મહેશ શાહ, હેતલ મનીષ વારીયાના પિતા. જયોત્સના, જયશ્રીના સસરા. શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી મણીલાલ લક્ષ્મીચંદ શેઠના જમાઇ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર ૨૭-૫-૧૨ના ૧૦ થી ૧૧.૪૫ સ્થળ ઠઠ્ઠાઇ ભાટીયા હોલ મું. ૨, શંકર લેન, એસ. વી. રોડના કોર્નર, કાંદીવલી (વે.). નિવાસઃ ૬૦૨, અનામીકા બિલ્ડીંગ, મહાવીર નગર, દહાણુકર વાડી, કાંદીવલી (વે.).

વર્ષગાંઠ (27-05)


1 ) દોશી અભય જયેશ ચિમનલાલ
2 ) લોદરિયા ભાવિક રસિકલાલ
3 ) મેહતા શિવાની કલ્પેશ જ્યોતિચંદ્ર
4 ) મેહતા અનંતરાય દુર્લભજી
5 ) સંઘવી છબીલદાસ પ્રાણજીવન
6 ) શાહ મહેશ મનહરલાલ
7 ) શેઠ સુધા મૂકેશ જેવતલાલ
8 ) વોરા હેમાદ્રિ પ્રીતેશ પ્રફુલચંદ્ર

Saturday, May 26, 2012

અંધશ્રદ્ધાનું અંધારું પેઢી દર પેઢી વીસ્તરતું જાય છે

 

ઘણીવાર વીચાર આવે છે, એ કયું પરીબળ હશે જે માણસને હોમ-હવન, પુજા-પાઠ, વ્રત-ઉપવાસ જેવાં કર્મકાંડો તરફ દોરી જાય છે ? અશીક્ષીતોનું તો સમજ્યા પણ ડોક્ટરો, વકીલો, પ્રૉફેસરો, એંજીનીયરો, સાહીત્યકારો અરે ! કેટલાક વીજ્ઞાનીઓ સુધ્ધાં કર્મકાંડો કે ગુરુ-બાબાઓમાં અતુટ શ્રદ્ધા રાખે છે. એનો ખેદ વ્યક્ત કરીએ તો લોકો લખનારા પર ‘નાસ્તીક કે પાપી’ જેવાં વીશેષણો ઠોકી દે છે !

 

આ લખનારે ઘરમાં આજપર્યંત સત્યનારાયણની કથા, પુજા કે યજ્ઞો કરાવ્યાં નથી. ઉપવાસો કર્યાં નથી. રામકથા સાંભળી નથી. કાશી-મથુરા કે હરદ્વાર ગયો નથી. છતાં એકંદરે સુખી છું. બીજી તરફ જેઓ એ બધામાં રચ્યાપચ્યાં રહે છે, છતાં તરેહ તરેહનાં દુ:ખોમાં રીબાતાં જોવા મળે છે. એવી સેંકડો ઘટનાઓનો ઝીણવટથી અભ્યાસ કર્યા પછી એવું સમજાય છે કે સુખ-શાંતીનાં મુળીયાં તો ક્યાંક બીજે છે – કર્મકાંડોમાં નથી. પણ જેમને એ માર્ગે પરમ શાંતી મળે છે, તેમનો મેં કદી વીરોધ કર્યો નથી. શક્ય છે ક્યાંક મારું તારણ ખોટું હોય… આપણી જાણ બહારનું કોઈ અકળ કારણ ભાગ ભજવતું હોય. સ્વ. કવી શ્રી રમેશ પારેખની પંક્તીમાં કહું તો- ‘એમ ના કહેવાય કે વરસાદ ના પડ્યો….. કહો કે આપણે ના પલળ્યાં…..!’

 

ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડમાં નવા તારા, નક્ષત્રો કે ગ્રહો શોધે છે. સ્વર્ગ-નર્કના ઈલાકા તેમના દુરબીનમાં ક્યાંય દેખાયાં નથી. ધર્મગુરુઓએ પઢાવેલા મોક્ષના પાઠ માણસને એવા કંઠસ્થ થઈ ગયા કે ગાય હતી જ નહીં અને માણસ જીવનભર ખાલી ખુંટાને ઘાસ નીરતો રહ્યો ! એક હાથમાં તપેલી અને બીજા હાથમાં ઘાસ….. દુધનું ટીપુંય મળતું નથી પણ કર્મકાંડો વગર માણસને ચાલતું નથી.

 

માણસને પણ ધર્મગુરુઓએ કેટલાક ખોટા જવાબો ગળથુથીમાં ઘુંટાવ્યા છે. દીકરો સમજણો થયા પછી સત્ય સમજી શકે; પણ માણસ ડૉક્ટર, વકીલ કે એન્જીનીયર થાય તો પણ પેલાં ધાર્મીક અસત્યોને ફગાવવા તૈયાર નથી. કર્મકાંડોથી મુકદ્દર નથી બદલી શકાતાં. છતાં તે તરેહ તરેહના કર્મકાંડો કર્યે રાખે છે. લગ્ન ન થતાં હોય તો લોકો અખબારોમાં  જાહેરાત આપવાને બદલે બ્રાહ્મણોને ખેરાત કરે છે. કોઈને બાળક ન થતાં હોય તો ગાયનેકોલૉજીસ્ટને બદલે પામીસ્ટને મળે છે. વરસાદ ન પડે (અથવા અમીતાભ બચ્ચન બીમાર પડે) તો આખો દેશ યજ્ઞો કે પુજાપાઠ કરાવે છે. ધંધો ના ચાલતો હોય તો ગુરુવાર કરે છે. એ યાદ રાખવું પડશે કે વ્રત કરો પણ જીભ પર ઈમાનદારીનું સત ના હોય તો મુશ્કેલી ઉભી થાય. કોઈ યુવાન ઉપવાસમાં એક ટાઈમ અન્નનો ત્યાગ કરે. પણ દીવસમાં ગુટકાની ચોવીસ પડીકી આરોગી જાય ત્યારે સમજવું કે એ અમૃત ત્યજીને ઝેર પીવાની ભુલ કરે છે. (ભુલ પણ કેવી…? અન્નનો અપરીગ્રહ અને વ્યસનનો વ્યાસંગ…!) મળસ્કે ઉઠીને અગીયાર વાર માળા ફેરવો પછી ગલ્લા પર બેસીને બાવીસ ગ્રાહકોને લુંટો તો બચી ન શકાય. આજનો કહેવાતો ધર્મ માણસને અનીતીથી બચાવે એવી ઢાલ બની રહેવાને બદલે પાપને પોષતી દીવાલ બની ગયો છે.

 

‘બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે.’ રોજ માળા કરો પણ વ્યવહારમાં કર્મ કાળાં કરો તો બચી ના શકો. કર્મકાંડોથી નહીં, (થઈ શકવાનું હોય તો) સદ્દકર્મોથી જ માણસનું કલ્યાણ થઈ શકે છે. સ્વર્ગ–નર્ક હોય કે ન હોય; પણ માનવતા અને સૌજન્યપુર્ણ વર્તાવ જેવું સ્વર્ગ બીજું એકે નથી. સુખી થવા માટે ધર્મગ્રંથો કરતાંય માણસનાં મન વાંચવાની વીશેષ જરુર છે. યાદ રહે સુખશાંતી મંદીરમાંથી નહી; મનમાંથી પ્રગટે છે. રોજ મળસ્કે ઉઠીને ગીતાના ચાર અધ્યાય વાંચતો માણસ કોકની મીલકત પચાવી પાડવા કાવાદાવા કરે તો કૃષ્ણ રાજી ન થાય બલકે હાલત કૌરવો જેવી થાય. કોક નાસ્તીક મંદીરે ન જાય પણ ઝુંપડપટ્ટીમાં જઈને ભુખ્યાં બાળકોને અન્ન કે વસ્ત્રો પુરાં પાડતો હોય તો સંભવત: ઈશ્વર એને ખુદ પુછે- ‘બતા તેરી રઝા ક્યા હૈ ?’

 

તાત્પર્ય એટલું જ – ધર્મ એટલે ઘીનો દીવો, અગરબત્ત્તી કે નારીયેળ નહીં. ધર્મ એટલે ફરજ, પ્રામાણીકતા, માનવતા, ઈમાનદારી અને દુ:ખીઓનાં આંસુ લુછવાની ભાવના. સ્વામી વીવેકાનંદે કહેલું- ‘ઈશ્વર સામે જોડાતા બે હાથ કરતાં દુ:ખીઓનાં આંસુ લુછવા આગળ વધતો એક હાથ વધુ ઉપયોગી છે !’ ખરી વાત એટલી જ, કોઈ પણ ધર્મ પાળો પણ માનવધર્મને અગ્રક્રમે રાખો. ધર્મને નામે અધર્મની આરતી ના ઉતારો. પથ્થરની મુર્તી સમક્ષ થાળ ભલે ધરો પણ ઝુંપડપટ્ટીનાં ભુખ્યાં બાળકોને પણ થોડું ભોજન આપો. શીવલીંગ પર દુધ  રેડશો તો એ ગટરમાં ચાલ્યું જશે. ભુખ્યાઓનાં જઠરને શંકરનું લીંગ સમજીને એમાંનું અડધું દુધ એ સુકી ગટરમાં ઠાલવો. શંકરના આશીર્વાદ જરુર મળશે. શ્રદ્ધાથી મનને શાંતી મળતી હોય તો બેશક શ્રદ્ધાનું સ્થાન હાથરુમાલ જેવું છે. તે ગજવામાં શોભે-ખભે નહીં. માણસ મૈયતમાં ખભે ટુવાલ નાંખતો હોય છે. બુદ્ધીનું ઉઠમણું થાય ત્યારે તે  અંધશ્રદ્ધાનો ટુવાલ ખભે નાખીને ફરે છે. આખું જીવન પાપ કરો પછી પાપ ધોવા ગંગામાં ડુબકી મારો ત્યારે ખીસ્સાનો રુમાલ ટુવાલ બની ખભે આવી પડે છે.

 

ઝાઝો હોબાળો કર્યા વીના થોડીક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે: (1) ભગત-ભુવાથી ભાગ્યના લેખ મટતા નથી. (2) સદ્ કર્મોથી જે કલ્યાણ થઈ શકે તે કર્મકાંડોથી નથી થતું. (3) પુજા– પાઠ કરાવવાથી સંતોનો પરીક્ષામાં પાસ થતાં નથી. 

મોરારીબાપુની સલાહ કાનની બુટ ઝાલીને માનવી પડશે- ‘ઘરમાં ઉદ્ ભવેલી સમસ્યાનો ઉપાય હરદ્વારમાંથી ન મળે. એ તો ઘરમાં જ ઉકેલવી પડે ! (બચુભાઈ ઉમેરે છે- ‘માથાનો દુ:ખાવો પગના તળીયે બામ ઘસવાથી દુર ન થાય.) આગ પ્રવાહીથી હોલવી શકાય; પણ તે પેટ્રોલ હોય તો ન ચાલે. સંસારની સમસ્યાઓને વીવેકબુદ્ધીના પાણીથી હોલવી શકાય. અંધશ્રદ્ધાનું પેટ્રોલ છાંટશો તો ભડકા મોટા થશે. સગો પીતા દૈવીશક્તી પ્રાપ્ત કરવા માટે પોતાના દીકરાનો બલી ચઢાવે ત્યારે જે ભડકો થાય છે તેની જ્વાલાઓ પેપરના પાને પ્રગટી ઉઠે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એવા ભડકા વીશેષ થાય છે. (હમણાં એવા સમાચાર મળ્યા કે સૌરાષ્ટ્રના કોઈ ગામમાં સગી માતાએ દીકરાનો બલી ચઢાવી દીધો.) એકવીસમી સદીમાં કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ઉપગ્રહોની બોલબાલા ભેગી અંધશ્રદ્ધાઓની બલા પણ રેસમાં ઉતરી છે. 

 

ચુંટણીમાં પંજો જીતે કે કમળ તેથી ખાસ નુકસાન નથી, પણ જીવન વ્યવહારમાં અંધશ્રદ્ધા બીનહરીફ ચુંટાતી આવી છે તે ઓછા દુ:ખની વાત નથી. ચાલો આપણે સૌ ભેગા મળી એવા પ્રયત્નો કરીએ કે વીવેકબુદ્ધીનો વીજય થાય અને અંધશ્રદ્ધાની ડીપોઝીટ ડુલ થાય.

જરા વીચારો તો ખરા કરોડો માણસોના હજારો ધર્મો અને સેંકડો ભગવાનો… દુ:ખ સૌનાં સરખાં… લોહી સૌનું સરખું… આંસુ અને આઘાતોમાં કોઈ ફેર નહીં… સૌના ભોગવટા, જીવનવટા અને સ્મશાનવટા સરખાં તો ધર્મવટા કે સંપ્રદાયવટા કેમ જુદા…? ઈન્સાન સૌ સરખા તો ભગવાન કેમ જુદા…? અંધશ્રદ્ધાળુઓનું તો સમજ્યા પણ શા માટે એક વકીલ કે ડૉક્ટરની કારમાં સ્ટીયરીંગ આગળના અરીસા પર લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે ? શીક્ષીત લોકો આ એકવીસમી સદીમાંય હજી અંધશ્રદ્ધામાં કેમ અટવાય છે ? સુરેશ દલાલે સાચી ફરીયાદ કરી છે- ‘ભણેલાં આટલાં અભણ કેમ ? – ચાલો વીચારીએ…..

-દીનેશ પાંચાલ

લેખકના અને ‘લાટસાહીત્ય’ના સૌજન્યથી સાભાર…

અક્ષરાંકન: –ગોવીન્દ મારુ


વર્ષગાંઠ (26-05)


1 ) દોશી હિતેન નવનીતરાય ચુનીલાલ
2 ) મેહતા વિરલ મહેશ છોટાલાલ
3 ) સંઘવી ડિંપી નરેન્દ્ર છગનલાલ
4 ) શાહ અનંતરાય ભોગીલાલ
5 ) ત્રેવાડિયા ટ્વિંકલ સુરેશ ઊજમશી

Friday, May 25, 2012

વર્ષગાંઠ (25-05)


1 ) દોશી અનીલ મનહરલાલ
2 ) મેહતા ડૉ.. રૂપાલી મેહુલ હસમુખલાલ કેશવલાલ
3 ) મેહતા મિતેષ કનક ત્રિકમજી
4 ) મેહતા હર્ષિતા ભરત હરગોવિંદદાસ
5 ) શાહ ભાવીની કમલેશ હીરાલાલ માણેકલાલ
6 ) શાહ પારસ લલિતરાય મણીલાલ
7 ) શાહ વિરલ વસંતરાય ગુલાબચંદ
8 ) શાહ કીનલ અજય નગીનદાસ
9 ) શાહ ચમનલાલ હિમતલાલ રેવાશંકર
10) વખારીયા મૃદુબેન કાન્તિલાલ